________________
ઉ૪
લલિતવિસ્તરા ભાગ-૧
કરવાના સ્વભાવવાળા હોય છે, તેથી તેઓ સંસારના કાર્યોમાં પોતાને જ્યાં અધિક રાગ હોય ત્યાં સુદઢ યત્ન કરીને કુશળ બને છે, પરંતુ તેઓને કર્મના પાતંત્ર્યથી વિપરીત દિશામાં યત્ન કરવાનો ઉત્સાહ જ થતો નથી; જ્યારે પ્રસ્તુત ચૈત્યવંદન અનુષ્ઠાન તો અનાદિની મોહધારાથી વિપરીત એવું વીતરાગભાવને અનુકૂળ વિર્ય ઉલ્લસિત થાય તે પ્રકારના અંતરંગ યત્નપૂર્વક કરવામાં આવે તો વિધિશુદ્ધ બને છે, આથી જ શુદ્ધદેશના સાંભળીને તેઓને “મારે અભ્યાસ કરીને પણ શુદ્ધ ચૈત્યવંદન કરવું છે” તેવો ભાવ થતો નથી. આથી આવા શુદ્ર જીવોને વિદ્વાન પુરુષોએ શાસ્ત્રનો સદ્ભાવ બતાવવો જોઈએ નહીં, કેમ કે દોષની પ્રાપ્તિ છે.
આશય એ છે કે શુદ્ર જીવો શુદ્ધ ક્રિયા કરવાના સામર્થ્યવાળા હોતા નથી અને શુદ્ધ ક્રિયા કરવાના અભિમુખભાવવાળા પણ હોતા નથી, આથી આવા જીવો આગળ વિધિશુદ્ધ ચૈત્યવંદન કેવું હોય? વિધિશુદ્ધ ચૈત્યવંદન કરવાથી કેવું અચિંત્ય ફળ પ્રાપ્ત થાય? અને વિધિશુદ્ધ ચૈત્યવંદન કરવાનું સામર્થ્ય પ્રગટ ન થાય
ત્યાં સુધી વિધિના રાગપૂર્વક ચૈત્યવંદનમાં અવશ્ય યત્ન કરવો જોઈએ, ઇત્યાદિ પ્રવચનના ગંભીર પદાર્થોનું નિરૂપણ કરવું જોઈએ નહીં; કેમ કે ઉપદેશકનાં તે વચનો સાંભળીને ભવાભિનંદી એવા શુદ્ર જીવોના ધર્મ કરવાને અભિમુખ એવા લેશ સત્ત્વનો પણ નાશ થાય છે અને શુદ્ર જીવો વિધિપૂર્વક ક્રિયા કરીને શુદ્ધ ક્રિયાનું ફળ પ્રાપ્ત કરતા નથી, આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે અપ્રશાંતમતિવાળા જીવોમાં શાસ્ત્રનો સદ્ભાવ પ્રતિપાદન કરવો જોઈએ નહીં અર્થાત્ જેઓનું ચિત્ત સંસાર તરવાને અભિમુખ થયું છે, અને આથી શાસ્ત્રાનુસારી ક્રિયા કરવામાં બદ્ધરાગવાળા છે, તેઓની મતિ પ્રશાંત છે અને તેવી પ્રશાંતમતિ જેઓમાં ન હોય તેવા જીવોને સંસાર તરવાના ઉપાયભૂત શાસ્ત્રના મર્મ બતાવવા જોઈએ નહીં.
જેમ નવો વર ઉત્પન્ન થયેલો હોય ત્યારે ઔષધ આપવાથી રોગીને કોઈ ગુણ તો થતો નથી, પરંતુ તેનો જવર વધે છે, અને વર કંઈક શમે ત્યારપછી ઔષધ આપવામાં આવે તો રોગીને તે ઔષધ ગુણકારી બને છે; તેમ ભવના ઉત્કટ રાગવાળા જીવોમાં અત્યંત ભાવરોગ વર્તે છે તે વખતે શાસ્ત્રના અભાવના કથનરૂપ ઔષધ આપવાથી તે જીવોને કોઈ ગુણ તો થતો નથી, પરંતુ શાસ્ત્રવચનનો અનાદર થવાથી તેઓનો મહામોહ વધે છે, અને ભાવરોગ કંઈક અલ્પ થાય ત્યારપછી ઔષધસ્થાનીય શુદ્ધદેશના આપવામાં આવે તો તે જીવોને તે શુદ્ધદેશના ગુણકારી બને છે. માટે શુદ્ધ ક્રિયાને અભિમુખ થાય તેવા ન હોય તે જીવોને શુદ્ધદેશના અપાય નહીં; કેમ કે શુદ્ધદેશના સાંભળીને શુદ્ધવિધિ પ્રત્યે અરુચિ કરીને ભવાભિનંદી જીવો પોતાનું અહિત કરે છે.
આ રીતે બાદ વરૂવથી માંડીને અત્યાર સુધી પ્રાસંગિક કથનનો વિસ્તાર કર્યો. હવે ગ્રંથકારશ્રી કહે છે કે તે વિસ્તારથી સર્યું. હવે પૂર્વે કહેલા ચૈત્યવંદનના અધિકારી જીવોને આશ્રયીને જ પ્રસ્તુત એવી ચૈત્યવંદનની વિધિ કહેવાય છે, પરંતુ ચૈત્યવંદનના અનધિકારી જીવોને આશ્રયીને આ ચૈત્યવંદનની વિધિ કહેવાતી નથી.
અહીં પ્રશ્ન થાય કે ચૈત્યવંદનની વિધિના કથનમાં અનધિકારી જીવોની ઉપેક્ષા કેમ કરાય છે ? તેથી કહે છે