________________
૩૨ અથવા ૩૩ આલાપકો
ઉલ
(૪) વળી, તેનાથી અપર પાંચ વ=પૂર્વે બતાવેલ ચાર આલાપકોથી અન્ય એવા પાંચ આલાપકો ડે, સ્તોતવ્યસંપદાની જ સામાન્યથી ઉપયોગ સંપદા કહેવાઈ; કેમકે લોકોત્તમત્વનું-લોકનાથત્વનુંલોકહિતત્વનું-લોકપ્રદીપત્વનું-લોકપ્રદ્યોતકરત્વનું પરાર્થપણું છે=અન્ય જીવોને ઉપકારકપણું છે.
(૫) વળી, તેનાથી અપર પાંચ વડે પૂર્વે બતાવેલ પાંચ આલાપકોથી અન્ય એવા પાંચ આલાપકો વડે, આ જ ઉપયોગસંપદાની હેતુસંપદા કહેવાઈ; કેમ કે અભયદાન વડે, ચક્ષુદાન વડે, માર્ગદાન વડે, શરણદાન વડે, બોલિદાન વડે પરાર્થની સિદ્ધિ છે.
(૬) વળી, તેનાથી અન્ય પાંચ વડે પૂર્વે બતાવેલ પાંચ આલાપકોથી અન્ય એવા પાંચ આલાપકો વડે, સ્તોતવ્યસંપદાની જ વિશેષથી ઉપયોગસંપદા કહેવાઈ; કેમ કે ધર્મદત્વથી-ધર્મદેશકત્વથીધર્મનાયકત્વથી-ધર્મસારથિત્વથી-ધર્મવરચતુરંત ચક્રવર્તિત્વથી તેનો સ્તોતવ્યસંપદાનો, વિશેષથી ઉપયોગ છે.
(૭) વળી, તેનાથી અવ્યય વડે=પૂર્વે બતાવેલ પાંચ આલાપકોથી અન્ય એવા બે આલાપક વડે, સ્તોતવ્યસંપદાની જ સકારણ એવી સ્વરૂપસંપદા કહેવાઈ; અપ્રતિહતવરજ્ઞાન-દર્શનધર અને વ્યાવૃત્ત છઘવાળા અરિહંત ભગવંત છે, એ હેતુથી સકારણ એવી સ્વરૂપ સંપદા છે એમ અન્વય છે.
(૮) તેનાથી અપર ચાર વડે=પૂર્વે બતાવેલ બે આલાપકથી અન્ય એવા ચાર આલાપકો વડે, આત્મતુલ્યપર ફલકર્તવસંપદા કહેવાઈ; કેમકેજિન-જાપકત્વનું-તીર્ણ-તારકત્વનું-બુદ્ધ-બોધકત્વનુંમુક્ત-મોરકત્વનું આવા પ્રકારપણું છે=પોતાના તુલ્ય બીજાને ફલ કરનારપણું છે.
(૯) વળી, તેનાથી અન્ય ત્રણ વડે પૂર્વે બતાવેલ ચાર આલાપકોથી અવ્ય એવા ત્રણ આલાપકો વડે, પ્રધાનગુણઅપરિક્ષયપ્રધાનáઆતિઅભયસંપદા કહેવાઈ-કેવલજ્ઞાન-દર્શનારૂપ પ્રધાન ગુણના અપરિક્ષયથી પ્રધાન એવા ફળની પ્રાપ્તિ થયે છતે અભયસંપદા કહેવાઈ; કેમકે સર્વજ્ઞ-સર્વદર્શને જ=સર્વજ્ઞ અને સર્વદર્શી એવા ભગવાનને જ, શિવ-અયાલાદિ સ્થાનની સંપાતિ થયે છતે જિતભયત્વની ઉપપત્તિ છેઃપ્રાપ્તિ છે.
અને આ ચિત્ર સંપદા=પૂર્વમાં વર્ણન કરી એ વિવિધ પ્રકારની સંપદા, અનંત ધર્માત્મક મુખ્ય વસ્તુમાં અનંતધર્મમય ઉપાસ્ય એવા તીર્થકરરૂપ મુખ્ય વસ્તુમાં, મુખ્ય વૃત્તિથી છે=નિરુપચરિત વૃત્તિથી છે, અને આ રીતે પૂર્વમાં નવ સંપદાનો ક્રમ બતાવ્યો એ રીતે, પ્રેક્ષાપૂર્વકારીઓની વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા જીવોની, સ્તવમાં પ્રવૃત્તિ છે, એ પ્રકારે સંદર્શન અર્થે=બતાવવા માટે, આ સૂત્રનો= નમુથુણં સૂત્રનો, આ પ્રમાણેકપૂર્વે જે પ્રમાણે સંપદાનો ક્રમ બતાવ્યો એ પ્રમાણે, ઉપવાસ છે; કેમ કે સ્તોતવ્યના નિમિતની ઉપલબ્ધિ થયે છતે સ્તોતવ્ય એવા ભગવાનના અરિહતત્વભગવંતત્વરૂપ નિમિત્તનું જ્ઞાન થયે છતે, તેના નિમિત્તાદિના અન્વેષણનો યોગ છે=સ્તોતવ્ય એવા અરિહંતરૂપ નિમિત્તના નિમિત્તાદિના અન્વેષણનો વ્યાપાર છે.