________________
લલિતવિસ્તરા ભાગ-૧
આ પ્રકારે પ્રસ્તાવના છે–પ્રસ્તુત ગ્રંથના પ્રારંભથી માંડીને અહીં સુધી વર્ણન કર્યું એ પ્રકારે ચૈત્યવંદનના સૂત્રોની વ્યાખ્યાના પ્રારંભની પ્રસ્તાવના છે, હવે આની વ્યાખ્યા=ચૈત્યવંદનના સૂત્રોની વ્યાખ્યા કરાય છે. પંજિકા - _ 'साधारणाऽसाधारणरूपे'ति-सर्वजीवैः साधारणमादिकरत्वं, मोक्षापेक्षया आदौ भवे सर्वजीवानां जन्मादिकरणशीलत्वात्, तीर्थकरत्वस्वयंसम्बोधौ असाधारणौ अर्हतामेव भवतः, एते इति अर्हन्तो भगवन्तः, 'प्रधानगुणापरिक्षयप्रधानफलाप्तिअभयसम्पदुक्ते ति, प्रधानगुणयोः सर्वज्ञत्वसर्वदर्शित्वयोः अपरिक्षयेण= अव्यावृत्त्या, प्रधानस्य शिवाचलादिस्थानस्याप्तौ लाभे, अभयसम्पत् जितभयत्वरूपा उक्तेति।
ननु चैकस्वभावाधीनत्वाद् वस्तुनः कथमनेकस्वभावाक्षेपिका स्तोतव्यसम्पदादिका चित्रा सम्पदेकत्र? यदि परमुपचारवृत्त्या स्यादित्याशङ्क्याह_ 'इयं च चित्रा' इत्यादि। 'स्तोतव्यनिमित्तोपलब्धौ' इति, स्तोतव्याः-स्तवार्हाः अर्हन्तः, ते एव निमित्तं= कर्मकारकत्वाद्धेतुः स्तवक्रियायाः, तस्य उपलब्यौ-ज्ञाने, 'तन्नमित्ताद्यन्वेषणयोगाद्' इति, तस्य स्तोतव्यरूपस्य निमित्तस्य अर्हल्लक्षणस्य निमित्तं आदिकरत्वादि आदि' शब्दादुपयोगादिसंग्रहः तस्य, अन्वेषणात् घटनादिति। પંજિકાર્ય :
“સાધારVISHથાર ' પદનાતિ . લલિતવિસ્તરામાં બીજી સંપદામાં બતાવેલ સાધારસાથRU/રૂપાનો અર્થ કરે છે –
સાધારપાગલાથારારૂપ એટલે સર્વ જીવો સાથે સાધારણ એવું આદિકરત્વ છે=ભગવાનનું આદિકરપણું છે; કેમ કે મોક્ષની અપેક્ષાથી આદિ એવા ભવમાં સર્વ જીવોનું જન્મનું આદિકરણ શીલપણું છે, તીર્થકરત્વ અને સ્વયંસંબોધ અરિહંતોને જ અસાધારણ થાય છે, આ=અરિહંતભગવંત, અર્થાત્ બીજી સંપદામાં રહેલ “' શબ્દથી “અરિહંત ભગવંત’ વાચ્ય થાય છે.
વળી, નવમી સંપદાનો અર્થ કરે છે – પ્રધાનગુણઅપરિક્ષયપ્રધાનફળઆતિઅભયસંપદા કહેવાઈ એટલે સર્વજ્ઞત્વ-સર્વદર્શીત્વરૂપ પ્રધાનગુણના અપરિક્ષયથી અવ્યાવૃત્તિથી, પ્રધાન એવા શિવ-અચલાદિ સ્થાનની આપ્તિ થયે છત=લાભ થયે છતે, જિતભયત્વરૂપ અભયસંપદા કહેવાઈ.
નનુથી કોઈ શંકા કરે છે – વસ્તુનું એક સ્વભાવ આધીનપણું હોવાથી અનેક સ્વભાવનો આક્ષેપ કરનારી એવી સ્તોતવ્યસંપદા આદિવાળી ચિત્ર સંપદા=વિવિધ સંપદા, એકત્ર કઈ રીતે થાય ?=એક પુરુષરૂપ વસ્તુમાં કઈ રીતે થાય? જો થાય તે ઉપચારવૃતિથી થાય, એ પ્રકારે આશંકા કરીને કહે છે=ગ્રંથકારશ્રી લલિતવિસ્તરામાં કહે છે – ફ ચિત્ર ઈત્યાદિ.