________________
નમુત્યુ અરિહંતાણે (૨) વળી, પદો “રા', તુ', “ Mઃ' છે અર્થાત્ સંહિતામાં આ ત્રણ પદો છે. (૩) વળી, પદાર્થ=પદનો અર્થ, “ન' એ પૂજા અર્થે છે અને પૂજા દ્રવ્ય-ભાવ સંકોચરૂપ છે, ત્યાં=બે પ્રકારના સંકોચમાં, કર-શિર-પાદાદિનો સંન્યાસ હાથ-માથું-પગ વગેરેનું ચૈત્યવંદનની દિશામાં અપેક્ષિત રીતે સમ્યમ્ સ્થાપન, દ્રવ્યસંકોચ છે, વળી, ભાવસંકોચ વિશુદ્ધ મનનો નિયોગ છે અર્થાત્ ભગવાનના ગુણોથી આવર્જિત થયેલા ચૈત્યવંદન કરનારના વિશુદ્ધ મનનું સૂત્રમાં, સૂત્રના અર્થોમાં અને જિનપ્રતિમાના આલંબનમાં નિયોજન છે, “તિ' નામ: પદના અર્થના કથનની સમાપ્તિમાં છે, સસ્તુ એટલે થાઓ, આનો='અસ્તુનો, પ્રાર્થના અર્થ છે. “તિ' અર7 પદના અર્થના કથનની સમાપ્તિમાં છે. “y' એ વાકચાલકારમાં છે, અને પ્રાકૃતશૈલીથી આ પ્રકારે= વાક્યાલંકારપણા રૂપે, અહીં નમુત્થરં સૂત્રમાં, ઉપવ્યસ્ત છે, ગઈ એટલે દેવાદિથી અતિશયપૂજાને યોગ્ય છે એ અહત, તેઓને, નમ:' શબ્દના યોગથી ચતુર્થી છે=ઈચ્છમાં ચોથી વિભક્તિ છે.
(૪) વળી, પદવિગ્રહ જે સમાસને ભજનારાં પદો છે, તેઓનો જ થાય છે, એથી=અહીં સમાસ નથી એથી, અહીં=નમો વચ્ચઃ' રૂપ સંહિતામાં, કહેવાતો નથી=પદવિગ્રહ કહેવાતો
નથી.
(૫) વળી, ચાલના અધિકૃત અર્થની અનુપમતિની યોજના છે અર્થાત્ જે શબ્દ જે અર્થ બતાવતો હોય તે અર્થની અસંગતિનો પ્રશ્ન એ ચાલના છે, જે પ્રમાણે – ગજુ એ પ્રકારે પ્રાર્થના ઘટતી નથી; કેમ કે તે માત્રથી=પ્રાર્થનામાત્રથી, ઈષ્ટની સિદ્ધિ છે ઈષ્ટ ફળની પ્રાપ્તિ છે.
) વળી, પ્રત્યવાન નીતિથી વ્યતિથી, તેનો નિરસ છે=ચાલનામાં કરેલ અનુપપત્તિની ચોદવાનું નિરાકરણ છે, જે પ્રમાણે – ઘટે જ છે તુ એ પ્રકારની પ્રાર્થના ઘટે જ છે; કેમ કે આ રીતે જ નમસ્કાર કરવાનું સામર્થ્ય ન હોય ત્યારે નમસ્કાર કરવાની ઈચ્છા કરવારૂપ પ્રાર્થના કરાય એ રીતે જ, ઈષ્ટની સિદ્ધિ છે ઈષ્ટ ફળની પ્રાપ્તિ છે.
આ પ્રમાણેકપૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, પદયોજનામાત્ર=સંહિતાદિ પદોના યોજનમાનરૂપ, આ છે–પૂર્વનું વર્ણન છે, વળી, ભાવાર્થને અમે કહીશું ગ્રંથકારશ્રી આગળમાં કહેશે.
વળી, વ્યાખ્યાનાં અંગો જિજ્ઞાસા આદિ છે; કેમ કે તેના વ્યતિરેકથી=જિજ્ઞાસા આદિના આભાવથી, તેમાં પ્રવૃત્તિ છે=વ્યાખ્યાના શ્રવણમાં પરમાર્થથી અપ્રવૃત્તિ છે.
(૧) જિજ્ઞાસાવંતત્ર' શબદ વ્યાખ્યાના પ્રસ્તાવમાં છે, ધર્મ પ્રતિ મૂલભૂત વંદના છે, પણ તેથી, આનો=વંદન શબદનો, શું અર્થ છે. એ પ્રમાણે જાણવાની ઈચ્છા જિજ્ઞાસા છે.
અહીં પ્રશ્ન થાય કે ધર્મના અર્થીને ધર્મના મૂળભૂત વંદનને જાણવાની ઇચ્છા કેમ છે? એથી કહે છે – સમ્યજ્ઞાન વગર સમ્યક ક્રિયા નથી; કેમ કે “પ્રથમ જ્ઞાન ત્યારપછી દયા” એ પ્રકારનું વચન છે, વિશિષ્ટ એવા ક્ષય-ક્ષયોપશમના નિમિતવાળી આ=કર્મના વિશિષ્ટ ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત એવી વંદના, અસમ્યગ્દષ્ટિને થતી નથી, એમ તંત્રવિદ્ર શાસ્ત્રને જાણનારાઓ કહે છે.