________________
૭૯
નમુત્થણે અરિહંતાણં પોતે જાણેલ પદાર્થને નહીં જાણનાર જીવ પર ઉપહાસનો અભાવ, વિવાદનો પરિત્યાગ, અજ્ઞાની બુદ્ધિના ભેદનું અકરણ, પ્રજ્ઞાપનીયમાં નિયોગ=પ્રજ્ઞાપનીય જીવમાં સમ્યજ્ઞાનનું નિયોજન, તે આ પાત્રતા=જ્ઞાનના સ્વૈર્યરૂપ તે આ પાત્રતા, ગુણજ્ઞોને બહુમત છે, વિગ્રહવાળી શમશ્રી છે દેહધારી શમપરિણામની લક્ષ્મી છે, ભાવસંપદાનો સુઆશ્રય છે=ભાવસંપત્તિનું સુંદર સ્થાન છે. ‘રૂતિ’ ‘સ્થર્ય” નામના વ્યાખ્યાના પાંચમા અંગના સ્વરૂપકથનની સમાપ્તિમાં છે. (૬) અને ઉક્તની, તે તે કાળ સાથે યોગવાળા એવા વિજ્ઞાતની શાસ્ત્રમાં કહેવાયેલ વિજ્ઞાત એવા, ચૈત્યવંદનાદિની, તેના આસેવનના સમયમાં શાસ્ત્રમાં કહેવાયેલ ચૈત્યવંદનાદિને કરવાના કાળમાં, તે પ્રકારના ઉપયોગપૂર્વક–જે પ્રકારે શાસ્ત્રમાં કહેલ હોય તે પ્રકારના ઉપયોગપૂર્વક, શક્તિથી તે પ્રકારની ક્રિયા=રસ્વશક્તિ અનુસારે શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ એ ઉક્તક્યિા છે, ઔષધના જ્ઞાનમાત્રથી આરોગ્ય થતું નથી, જ્યામાં ઉપયોગી જ તે છે=ઔષધનું જ્ઞાન છે, અને આ ચાદચ્છિકી શસ્ત નથી=ક્રિયા સ્વઈચ્છા અનુસાર કરાયેલી ઈષ્ટ સાધનારી નથી; કેમકે પ્રત્યપાયનો સંભવ છે.
ત્તિ” “ઉક્તક્રિયા' નામના વ્યાખ્યાના છઠ્ઠા અંગના સ્વરૂપકથનની સમાપ્તિમાં છે. (૭) અને અલ્પભવતા વ્યાખ્યાનું અંગ છે; કેમ કે પ્રદીર્ઘતર સંસારીને અત્યંત દીર્ઘ સંસારવાળા જીવને, તત્વજ્ઞાનનો અયોગ છે, ત્યાં=વ્યાખ્યાના અંગભૂત ‘અલ્પભવતા’ શબ્દમાં, અલ્પક પુદગલપરાવર્તથી આરતા =એક પુદગલપરાવર્તથી ઓછો, ભવ છે=સંસાર છે, જેનો તેનો ભાવ= અલ્પભવતા છે, દીર્ઘદૌર્ગત્યભાક્ર=દીર્ઘકાળ સુધી દરિદ્રતાને ભજનારો જીવ, ચિંતામણિરત્નની અવાતિનો હેતુ થતો નથી જ, એ રીતે જ=દીર્ઘદૌર્ગત્યને ભજનારો જીવ દરિદ્રતાને ભજનારો જીવ ચિંતામણિરત્નની અવાપ્તિનો હેતુ થતો નથી એ રીતે જ, અનેક પુદગલપરાવર્તને ભજનારા જીવો વ્યાખ્યાનનું અંગ થતા નથી. એ પ્રમાણે સમયસારવિત્રશાસ્ત્રના રહસ્યને જાણનારાઓ કહે છે.
આથી=વ્યાખ્યાનાં સાત અંગો છે આથી, આમના સાકલ્યથી સાત અંગોના સંપૂર્ણપણાથી, વ્યાખ્યાની સિદ્ધિ છે; કેમ કે તેનું=સાત અંગોથી પરિપૂર્ણ એવી વ્યાખ્યાનું, સમ્યજ્ઞાનનું હેતુપણું છે, એ પ્રકારે આ=સાતેય અંગોથી વ્યાખ્યાની સિદ્ધિ છે એમ પૂર્વે કહ્યું કે, સૂક્ષ્મ બુદ્ધિથી આલોચન કરવું જોઈએ. પંજિકા - _ 'प्राकृतशैल्येति चेहोपन्यस्तः' इति प्राकृतशैल्या प्राकृतग्रन्थस्वाभाव्येन, इति एवं वाक्यालङ्कारतया, 'चः' समुच्चये, इह-सूत्रे, उपन्यस्तः, संस्कृते वाक्यालङ्कारतयाऽस्य प्रयोगादर्शनात्। प्राकृतशैल्येहोपन्यस्त इति पाठान्तरं व्यक्तं च। 'एतद्विपर्ययेत्यादि', ईदृशगुणविपरीताद् गुरोः 'विपर्ययसिद्धेः'=अव्याख्यानसिद्धेः, एतद्भावनार्थमाह