________________
૭૨
લલિતવિક્તા ભાગ-૧
અહીં જિજ્ઞાસા થાય કે ભગવાન આદિ ભવમાં અન્ય જીવોની જેમ જન્મની આદિ કરવાના સ્વભાવવાળા હતા, તેને આશ્રયીને સ્તોતવ્યનો હેતુ આદિકરત્વને કેમ કહ્યો, તેનું સ્પષ્ટીકરણ માફRI પદમાં આગળ આવશે. (૩) કુરિસુના પુરસીહા પુલિવરપુરીયા સિવારથી એ ચાર આલાપકોની અસાધારણ રૂપ હેતુસંપદા છેઃ
(૨) પુરસુત્તમાળ (૨) પુરિસીહા (૩) કુરિસવરપુંડરીયા" (૪) પુરિવરષદથી એ ચાર આલાપકો છે, અને તેનાથી સ્તોતવ્યસંપદાની જ અસાધારણ એવી હેતુસંપદા કહેવાઈ; કેમ કે સ્તોતવ્ય એવા અરિહંત ભગવંત પુરુષોમાં ઉત્તમ છે, પુરુષોમાં સિંહ જેવા છે, પુરુષોમાં પુંડરીક જેવા છે અને પુરુષોમાં ગંધહસ્તિ જેવા છે. તે સર્વ હતુઓને કારણે ભગવાન સ્તોતવ્ય છે, આથી પુરસુત્તમ આદિ ચાર પદોથી સ્તોતવ્યસંપદાની જ અસાધારણ એવી હેતુસંપદા પ્રાપ્ત થાય છે.
અહીં પ્રથમના બે આલાપકો દ્વારા ભગવાનનું સ્તોતવ્ય સ્વરૂપ બતાવ્યું, પછીના ત્રણ આલાપકો દ્વારા સ્તોતવ્યસંપદાની જ પ્રધાન એવી સાધારણ-અસાધારણરૂપ હેતુસંપદા બતાવી અને પછીના ચાર આલાપકો દ્વારા સ્તોતવ્યસંપદાની જ અસાધારણરૂપ હેતુસંપદા બતાવી, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાન અરિહંત અને ભગવંત છે, માટે સ્તોતવ્ય છે, અને ભગવાનના સ્તોતવ્યમાં, ભગવાન આદિકર છે, ચરમભવમાં તીર્થકર અને સ્વયંસંબુદ્ધ છે એ પ્રધાન હેતુ છે; તેમજ ભગવાન પુરુષોત્તમાદિ ભાવોવાળા છે, તે સર્વ પણ ભગવાન સ્તોતવ્ય છે તેમાં જ હેતુઓ છે, તોપણ પ્રધાનહેતુ તો તીર્થકર અને સ્વયંસંબોધ છે, તેથી બીજી સંપદાને પ્રધાન એવી હેતુસંપદા કહી, પરંતુ ત્રીજી સંપદાને પ્રધાન એવી હેતુસંપદા કહી નથી; અને ભગવાનના પુરુષોત્તમાદિ ભાવો સર્વ જીવોને સાધારણ નથી, તેથી ત્રીજી સંપદાને અસાધારણ એવી હેતુસંપદા કહેલ છે. (૪) સોજીત્તમા નોરાનાશા નોકિયા તોબાઈલા નોળાપબ્લોગરા એ પાંચ આલાપકોની સામાન્યથી ઉપયોગસંપદા છેઃ
(૨) નોત્તમા (૨) નો નહિi (૩) નોદિયાનં (૪) નો પર્ફવાdi (4) નોટાન્નોગરા : આ પાંચ આલાપકો છે, અને તેનાથી સ્તોતવ્યસંપદાની જ સામાન્યથી ઉપયોગસંપદા કહેવાઈ; કેમ કે ભગવાન લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકનું હિત કરનારા છે, લોકમાં પ્રદીપતુલ્ય છે, અને લોકમાં પ્રદ્યોત કરનારા છે. આના દ્વારા ભગવાન બીજાનો સામાન્યથી ઉપકાર કરનારા હોવાથી બીજાને ઉપયોગી છે, તેથી સ્તોતવ્ય એવા ભગવાનનો જ લોકોને સામાન્યથી શું ઉપયોગ છે? તે આ સંપદા બતાવનાર છે, આથી નોકુત્તમા આદિ પાંચ પદોથી સ્તોતવ્યસંપદાની જ સામાન્યથી ઉપયોગસંપદા પ્રાપ્ત થાય છે. (૫) સમથયા વઘુકથા મયા સરખાયા દિયા આ પાંચ આલાપકોની ઉપયોગસંપદાની હેતુસંપદા છે: (૨) અપચયા (૨) વહુયાળ (૩) મા (૪) સરખયાળ (૬) વોદિયા : આ પાંચ આલાપકો છે,