________________
૧
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા સર્વ જીવોને હિતની પ્રાપ્તિ કઈ રીતે થાય તેની સૂક્ષ્મ વિચારણા કરાયેલી છે, આથી જ જે જીવની જે પ્રકારની યોગ્યતા હોય તે જીવ તે પ્રકારે ઉત્સર્ગની પ્રવૃત્તિ કરીને પોતાનું હિત સાધી શકે તે રીતે ભગવાને ઉપદેશ આપેલ છે, અને તે ઉપદેશ અનુસાર સત્ત્વશાળી અને બુદ્ધિસંપન્ન જીવો ભગવાને ચૈત્યવંદનની જે વિધિ બતાવી છે તે સર્વ વિધિનું સમ્યફ પાલન કરીને ચૈત્યવંદન દ્વારા પરમ કલ્યાણ પ્રાપ્ત કરી શકે છે, માટે તેવા જીવોને શાસ્ત્રમાં ઉત્સર્ગથી ચૈત્યવંદનના અધિકારી સ્વીકાર્યા છે, અને જેઓ કલ્યાણના અર્થી હોવા છતાં તેવું સત્ત્વ નહીં હોવાથી પ્રથમ ભૂમિકામાં પૂર્ણ વિધિનું પાલન કરી શકતા નથી, તેવા જીવોને તે પ્રકારની શક્તિનો સંચય થાય તે માટે શાસ્ત્રમાં અપવાદથી ચૈત્યવંદનના અધિકારી સ્વીકાર્યા છે.
વળી, ક્ષુદ્ર જીવો ચૈત્યવંદનને યથા-તથા કરીને પોતાનું અહિત કરે છે, તેથી તેઓના અહિતના નિવારણ માટે શાસ્ત્રમાં તેઓને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ આપવાનો નિષેધ કર્યો છે, પરંતુ તેઓનું અહિત કરવા માટે નિષેધ કર્યો નથી. આમ પ્રવચન સર્વ જીવોનું એકાંતે હિત થાય તે પ્રકારે ગંભીરતાપૂર્વક તત્ત્વ બતાવનાર છે.
આ પ્રકારનું પ્રવચનનું ગાંભીર્ય બતાવવાથી અધિકારી શ્રોતાને બોધ થાય કે “શક્તિ હોય તો ઉત્સર્ગથી પૂર્ણ વિધિ અનુસાર ચૈત્યવંદન કરવું જોઈએ અને શક્તિ ન હોય તો અપવાદથી પૂર્ણ વિધિ અનુસાર ચૈત્યવંદન કરવાની શક્તિનો સંચય થાય તે રીતે ચૈત્યવંદન કરવું જોઈએ, પરંતુ ચૈત્યવંદનની પારમાર્થિક વિધિ પ્રત્યેની જિજ્ઞાસાથી નિરપેક્ષ એવી લોકોરિથી ચૈત્યવંદન કરવું ઉચિત નથી.”
પૂર્વે પંજિકામાં કહ્યું કે પ્રવચનના ગાંભીર્યના નિરૂપણાદિરૂપ શ્રેયમાર્ગ અશક્ય અનુષ્ઠાન છે, તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
જે જીવો ભવના અબહુમાનવાળા છે. અર્થાત્ સંસારના સંત્રાસથી ભય પામેલા છે, તેઓ જો પૂલબોધવાળા હોય તો અપુનબંધક છે અને સૂક્ષ્મબોધવાળા હોય તો સમ્યગ્દષ્ટિ આદિ છે. આવા જીવોના, સ્વભૂમિકા અનુસાર તત્ત્વ-અતત્ત્વ જાણવામાં અને તત્ત્વ-અતત્ત્વને જાણીને તત્ત્વના સેવનમાં પ્રતિબંધક એવાં કર્મો ક્ષણપ્રાયઃ થયાં હોય છે, અને તેઓ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોઈને સંસારથી તરવાના ઉપાયને સમ્યક સેવવાના વિશુદ્ધ આશયવાળા હોય છે. આવા પ્રકારના મહાપુરુષો પૂર્વે બતાવેલ એવા પ્રકારના પ્રવચનગાંભીર્ય નિરૂપણાદિરૂપ શ્રેયમાર્ગને જાણવા સમર્થ છે.
આશય એ છે કે જે જીવો સંસારથી ભય પામેલા છે, તે જીવોને યોગ્ય ઉપદેશક કહે કે “જેમ સંસારમાં કોઈપણ ક્રિયા યથા-તથા કરવાથી તે ક્રિયાનું ફળ મળતું નથી, પરંતુ કાર્યને અનુકૂળ કારણમાં ઉદ્યમ કરવામાં આવે તો તે ક્રિયાથી તે ફળની નિષ્પત્તિ થાય છે; તેમ સંસારના ઉચ્છેદના કારણભૂત એવી ચૈત્યવંદનની ક્રિયા પણ યથા-તથા કરવાથી તે ક્રિયાનું ફળ મળતું નથી, પરંતુ આપ્તપુરુષોએ ચૈત્યવંદન કરવાની જે અંતરંગ અને બહિરંગ વિધિ બતાવી છે તે જ પ્રકારે ચૈત્યવંદનની ક્રિયામાં યત્ન કરવામાં આવે તો તે ક્રિયાથી સંસારના ઉચ્છેદરૂપ ફળની નિષ્પત્તિ થાય છે; ક્વચિત્ પ્રથમ ભૂમિકામાં પરિપૂર્ણ શુદ્ધ ચૈત્યવંદન થઈ ન શકે તો તે ચૈત્યવંદનની ક્રિયાનું પરિપૂર્ણ ફળ ન મળે, છતાં શુદ્ધ ચૈત્યવંદન કરવાના