________________
Go
લલિતવિકતા ભાગ-૧ વળી, ઉપદેશકે શ્રોતાને તેની બુદ્ધિને પરિપક્વ બનાવવા માટે વ્યાપ્તિ અને અવ્યાપ્તિનો વિભાગ બતાવવો જોઈએ. આશય એ છે કે ભગવાનનું દર્શન અન્ય સર્વદર્શનોમાં વ્યાપીને રહેલું છે; કેમ કે જૈનદર્શન સર્વ નિયોને ઉચિત રીતે જોડીને પૂર્ણ યોગમાર્ગ બતાવનાર છે, જ્યારે અન્ય સર્વદર્શનો ભગવાનના દર્શનમાં વ્યાપીને રહેલાં નથી, પરંતુ ભગવાનના દર્શનના એક ભાગમાં રહેલા છે; કેમ કે તે તે દર્શનો એક એક નયનો આશ્રય કરીને પ્રવર્તે છે. આ રીતે શ્રોતાને યુક્તિથી બતાવવામાં આવે તો વિવેકી શ્રોતા નિર્ણય કરી શકે કે સંસારસાગર તરવાનો સર્વ નયોથી પરિપૂર્ણ શુદ્ધમાર્ગ ભગવાનના શાસનમાં જ છે અને અન્યદર્શનો પણ સંસારસાગર તરવાનો માર્ગ બતાવતાં હોવા છતાં એક નય પર ચાલનાર હોવાથી પરિપૂર્ણ શુદ્ધમાર્ગ બતાવી શકતાં નથી. આથી સર્વજ્ઞનું વચન જ એકાંતે પ્રમાણભૂત છે.
વળી, ઉપદેશક શ્રોતાને ઉત્તમ નિદર્શનો સમજાવવામાં યત્ન કરવો જોઈએ. આશય એ છે કે ઉપદેશક શ્રોતાને કહે કે આ સર્વજ્ઞના વચન અનુસાર પ્રવૃત્તિ કરનારા મહાપુરુષોના દૃષ્ટાંતને અવલંબીને સદા પ્રવર્તવું જોઈએ, જેથી સંસારસાગર તરવાનો માર્ગ અતિદુષ્કર હોવા છતાં તે મહાપુરુષોનાં દૃષ્ટાંતથી ભાવિત થયેલું ચિત્ત દઢ પ્રયત્નપૂર્વક સંસારસાગર તરવા માટે યત્ન કરી શકે.
આ શ્રેયનો માર્ગ છે અર્થાત્ સર્વથા ગાંભીર્યનું નિરૂપણ કરવું જોઈએ ઇત્યાદિ જે ગ્રંથકારશ્રીએ પૂર્વે કહ્યું એ અધિકારી જીવના કલ્યાણનો માર્ગ છે.
અહીં વિશેષ એ છે કે ઉપદેશકે ચૈત્યવંદનના અધિકારી જીવને પ્રવચનનું ગાંભીર્ય આદિ બતાવવાં જોઈએ અને ઉત્તમ દૃષ્ટાંતો સમજાવવા યત્ન કરવો જોઈએ અથવા તેવા કોઈ સંયોગોને કારણે કોઈ અધિકારી જીવને કોઈ ઉપદેશકની પ્રાપ્તિ થઈ ન હોય અને તે અધિકારી જીવ પ્રસ્તુત ગ્રંથ ભણીને ચૈત્યવંદનના પરમાર્થને જાણવા માટે તત્પર થયેલ હોય તો તેને પ્રવચનનું ગાંભીર્ય આદિ સ્વયં જોવાં જોઈએ અને ઉત્તમ દષ્ટાંતો સમજવા સ્વયં યત્ન કરવો જોઈએ. આ કલ્યાણનો માર્ગ છે, એમ પ્રવચનનું ગાંભર્ય, નિરૂપણાદિ સર્વમાં ભોજન કરવું. આ અર્થ બતાવવા માટે જ પંજિકાકારે દર્શનીય'નો અર્થ કરતાં યતવ્ય પરેષાં સ્વયં વા વૃષ્ટવ્ય’ કહેલ છે.
ગ્રંથકારશ્રીએ પૂર્વે સ્થાપન કરેલ કે લોકહેરિથી કરાતું ચૈત્યવંદન શિષ્ટપ્રવૃત્તિનો નિરોધ કરનાર હોવાથી ઇષ્ટ ફળનો વ્યાઘાત કરે છે, વળી, અપવાદથી પણ તેવું ચૈત્યવંદન ઇષ્ટ નથી, તેથી જિજ્ઞાસા થાય કે ઉત્સર્ગ-અપવાદના સ્વરૂપનું પરિજ્ઞાન કઈ રીતે થઈ શકે ? તેથી ગ્રંથકારશ્રીએ ઉત્સર્ગ-અપવાદના સ્વરૂપના પરિક્ષાનનો હેતુ એવા પ્રવચનના ગાંભીર્યનું નિરૂપણાદિરૂપ શ્રેયમાર્ગ બતાવ્યો, ત્યાં પંજિકાકાર કહે છે કે જેમ નાગવિશેષની ફણા પર રહેલા વરનું હરણ કરનારા રત્નરૂપ અલંકારને ગ્રહણ કરવાનો કોઈ ઉપદેશ આપે તો તે અનુષ્ઠાન અશક્ય છે, તેમ પ્રવચનના ગાંભીર્ય આદિને જાણવું તે સામાન્ય જીવો માટે અશક્ય અનુષ્ઠાન છે, અને પૂર્વમાં બતાવ્યું તેવા પ્રવચનના ગાંભીર્ય આદિને જાણ્યા વગર સામાન્ય જીવો ચૈિત્યવંદનના અધ્યયનમાં પ્રવર્તી શકે નહીં, આ પ્રકારની શંકાના નિવારણ માટે લલિતવિસ્તરાકાર કહે છે -
અહીં વિશેષ એ છે કે ભગવાનનું પ્રવચન અત્યંત ગંભીર છે. તેથી ભગવાનના પ્રવચનમાં યોગ્ય એવા