________________
પ૮
લલિતવિક્તા ભાગ-૧ છે, અસમંજસ છે; કેમ કે સર્વજ્ઞથી કહેવાયેલ વિધિ પ્રત્યે સર્વથા ઉપેક્ષા છે, પરમગુરુનું લાઘવ કરનારું છે; કેમ કે પરમગુરુ એવા ભગવાને જે પ્રકારે ચૈત્યવંદન કરવાનું કહ્યું છે તેનાથી વિપરીત રીતે ચૈત્યવંદન કરવા દ્વારા “ભગવાને આવું ચૈત્યવંદન બતાવ્યું છે” તેવો લોકોને ભ્રમ પેદા કરાવે છે. વળી, આવા પ્રકારનું ચૈત્યવંદન અનુષ્ઠાન મુદ્રસત્ત્વોથી વિજંભિત છે અર્થાત્ મોહને પરવશ થયેલા ક્ષુદ્ર જીવોથી આચરાયેલું છે; કેમ કે શુદ્ર જીવો સર્વજ્ઞના વચનને અભિમુખ હોતા નથી, પરંતુ કર્મને પરતંત્ર હોય છે, તેમ યદચ્છાથી ચૈત્યવંદન કરનારા જીવોનું પણ ચૈત્યવંદન અનુષ્ઠાન સર્વજ્ઞના વચનને અભિમુખ થઈને સેવાયેલું નથી, પરંતુ કર્મને પરતંત્ર થઈને સેવાયેલું છે. આથી શુદ્ર જીવોથી સેવાયેલ અનુષ્ઠાનનો અપવાદરૂપે સ્વીકાર કરવો એ પણ અજ્ઞાની જીવોના સંસારરૂપી નદીના પ્રવાહમાં તણખલાના અવલંબનતુલ્ય છે.
આશય એ છે કે જેમ નદીના પ્રવાહમાં ડૂબતો પુરુષ નદીમાંથી બહાર નીકળવા માટે તણખલાનું અવલંબન લે એટલા માત્રથી તે પુરુષનું નદીમાં ડૂબવાથી રક્ષણ થતું નથી, તેમ સંસારસાગરમાં ડૂબતો જીવ સંસારસાગરથી પાર ઊતરવા માટે લેશ પણ જિનવચનને અભિમુખ થયા વગર સ્વઇચ્છા અનુસાર ચૈિત્યવંદન અનુષ્ઠાન સેવે. એટલામાત્રથી તે જીવનું સંસારસાગરમાં ડૂબવાથી રક્ષણ થતું નથી, માટે આ રીતે ચૈત્યવંદન કરીને તે જીવ સંસારસાગરમાં સુરક્ષિત બની શકે નહીં, માટે તેવા ચૈત્યવંદન અનુષ્ઠાનને અપવાદરૂપે સ્વીકારી શકાય નહીં. એ પ્રમાણે પરિભાવન કરવું જોઈએ.
પૂર્વે ગ્રંથકારશ્રીએ કહેલ કે ઉપદેશકે લિંગો દ્વારા જીવમાં ચૈત્યવંદનની અધિકારિતાનો નિર્ણય કરીને ચૈત્યવંદનના અધ્યાપનમાં પ્રવર્તવું જોઈએ. આથી લિંગો દ્વારા અધિકારીનો નિર્ણય કર્યા પછી ઉપદેશકે અધિકારી જીવને ચૈત્યવંદન સૂત્ર આપતા પૂર્વે કેવા પ્રકારનો ઉપદેશ આપવો જોઈએ ? જેથી તે જીવ ચૈત્યવંદનનો પરમાર્થ ગ્રહણ કરી શકે ? તે બતાવવા માટે કહે છે –
ઉપદેશકે યોગ્ય શ્રોતાને સર્વ પ્રકારે પ્રવચનનું ગાંભીર્ય બતાવવું જોઈએ. પ્રવચનનું ગાંભીર્ય -
પ્રવચન સર્વજ્ઞના વચનસ્વરૂપ છે અને ભગવાન વીતરાગ-સર્વજ્ઞ થયા પછી સન્માર્ગ બતાવે છે અને ભગવાને બતાવેલો તે સન્માર્ગ વીતરાગ થવાના ઉપાયસ્વરૂપ છે, તેથી સર્વશના પ્રત્યેક વચનને ગંભીરતાથી વિચારવામાં આવે તો, સર્વજ્ઞનું વચન વીતરાગતાની પ્રાપ્તિનું કારણ કઈ રીતે છે ? તેનો કંઈક પરમાર્થ દેખાય; આમ છતાં સર્વજ્ઞના દરેક વચનનો સંપૂર્ણ પરમાર્થ તો ચૌદપૂર્વધર મહાત્માઓ જ જાણી શકે છે અને પ્રવચન તેવું ગંભીરભાવવાળું હોવાથી જ પ્રવચનના સામાયિક સૂત્ર આદિ કોઈ એક સૂત્રને ગ્રહણ કરીને પણ અનંતા જીવો વીતરાગ બન્યા.
ગાંભીર્ય એટલે ઊંડાણપણું. જેમાં સમુદ્રમાં પાણીનું ઊંડાણ ઘણું હોવાથી સમુદ્રને ગંભીર કહેવાય છે, તેમ ભગવાનના વચનરૂપ પ્રવચનમાં વીતરાગ થવાના તાત્પર્યનું ઘણું ઊંડાણ હોવાથી પ્રવચનને ગંભીર કહેલ છે, આ પ્રમાણે અધિકારી જીવને બતાવવાથી પ્રાજ્ઞ વિચારક શ્રોતા ભગવાનના દરેક વચનને સ્વભૂમિકાનુસાર તે રીતે જોવા યત્ન કરે, જેના કારણે તે શ્રોતા પ્રવચનના તે તે અર્થોના પરમાર્થને પોતાની ભૂમિકા અનુસાર