________________
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા વિધિથી અને અંતરંગ જિનગુણના પ્રણિધાનથી ચૈત્યવંદન કરવાનું કહેલ છે તે જ પ્રમાણે ચૈત્યવંદન કરવાના અભિલાષવાળા છે; આમ છતાં પ્રારંભદશામાં સંચિતવીર્યવાળા નહીં હોવાથી શાસ્ત્રોક્ત વિધિના પૂર્ણપાલનપૂર્વક ચૈત્યવંદન કરવા સમર્થ નથી, તોપણ તે પ્રકારની પૂર્ણ વિધિના પાલનને અનુકૂળ શક્તિનો સંચય કરવા માટે પોતાની ભૂમિકા અનુસાર યત્ન કરે છે, તેવા આરાધક જીવોનું ચૈત્યવંદન અનુષ્ઠાન પૂર્ણ શક્તિથી સેવાયેલા ચૈત્યવંદનના ફળ સદશ ફળનિષ્પત્તિનું કારણ નથી; તોપણ પ્રતિદિન સ્વશક્તિ અનુસાર ચૈત્યવંદનના સેવનના બળથી જ્યારે તેવા જીવોમાં પૂર્ણ વિધિના પાલનની શક્તિનો સંચય થશે, ત્યારે તેઓનું ચૈત્યવંદન અનુષ્ઠાન પૂર્ણ વિધિના પાલનપૂર્વકનું બનશે. માટે પ્રથમ ભૂમિકામાં તેઓનું કંઈક ત્રુટિવાળું પણ ચૈત્યવંદન અનુષ્ઠાન પરંપરાએ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવાળા ચૈત્યવંદનની નિષ્પત્તિનું કારણ હોવાથી અપવાદથી ઇષ્ટ છે; કેમ કે ઉત્સર્ગથી પૂર્ણ વિધિ અનુસાર સેવાયેલા ચૈત્યવંદનનું જે ફળ છે તે ફળ જેવું કંઈક કંઈક ફળ અપવાદથી સ્વભૂમિકા અનુસાર સેવાતા ચૈત્યવંદનમાં વર્તતા પ્રણિધાન આશયના બળથી તેઓને પ્રાપ્ત થાય છે, આથી આવા જીવો ચૈત્યવંદનને સ્વશક્તિ અનુસાર સેવીને સામર્થ્ય હોય તો આ ભવમાં પણ પૂર્ણ વિધિ અનુસાર શુદ્ધ ચૈત્યવંદન સેવનારા બને છે અને કદાચ તેવું દૃઢ સત્ત્વ ન હોય તો આ ભવમાં શુદ્ધ ચૈત્યવંદન સેવનારા બને નહીં, તોપણ શુદ્ધ ચૈત્યવંદન સેવનના પક્ષપાતના અધ્યવસાયથી બંધાયેલા પુણ્યના બળથી આવા જીવો જન્માંતરમાં તે પ્રકારની ઉત્તમ સામગ્રી પ્રાપ્ત કરીને અવશ્ય શુદ્ધ ચૈત્યવંદન સેવનારા બને છે, માટે તેઓનું પ્રારંભિક ભૂમિકાનું કંઈક ત્રુટિવાળું પણ ચૈત્યવંદન અપવાદથી સ્વીકારી શકાય; પરંતુ જેઓ ચૈત્યવંદનની વિધિ જાણવાનો લેશ પણ યત્ન કરતા નથી અને વિધિ જાણવાને અભિમુખભાવવાળા પણ નથી, માત્ર ગતાનુગતિકથી ચૈત્યવંદન સેવનારા છે; તેઓના ચૈત્યવંદનમાં લેશ પણ જિનગુણના પ્રણિધાનનો આશય નથી, માટે તેઓનું ચૈત્યવંદન અપવાદથી સ્વીકારી શકાય નહીં.
અહીં પ્રશ્ન થાય કે સ્વઇચ્છા અનુસાર ચૈત્યવંદન અનુષ્ઠાન કરનાર જીવોની ચૈત્યવંદનની પ્રવૃત્તિ અપવાદરૂપ નથી તો કેવી છે ? તેથી કહે છે –
તેઓની ચૈત્યવંદનની પ્રવૃત્તિમાં ગુરુ-લાઘવની ચિંતાનો અભાવ છે. આશય એ છે કે જેમ પૂર્ણ વિધિ પાલનના અભિલાષવાળા જીવો “ચૈત્યવંદન કરીને હું સંચિત વર્તવાળો થઈશ તો મારું ચૈત્યવંદન પૂર્ણ વિધિ અનુસાર થશે અને જો હું ચૈત્યવંદનમાં પ્રયત્ન નહીં કરું તો ક્યારેય સંપૂર્ણ શુદ્ધ ચૈત્યવંદનની શક્તિનો સંચય થશે નહીં” આ પ્રકારે ગુરુ-લાઘવનો વિચાર કરીને અર્થાતુ પૂર્ણ વિધિ અનુસાર ચૈત્યવંદન અનુષ્ઠાન કરવાની શક્તિના સંચયરૂપ ગુરુભાવનું અને ચૈત્યવંદનમાં યત્ન કરવામાં ન આવે તો ચૈત્યવંદનના ફળથી વંચિત રહેવા રૂપ લઘુભાવનું આલોચન કરીને, પૂર્ણ વિધિપૂર્વક ચૈત્યવંદન કરવાની પોતાની શક્તિ નહીં હોવા છતાં પણ તેઓ અભ્યાસરૂપે સ્વશક્તિ અનુસાર વિધિપૂર્વક ચૈત્યવંદન કરવા યત્ન કરે છે, તેઓનું ચૈત્યવંદન હિતરૂપ છે, તેમ યદચ્છાથી ચૈત્યવંદન કરનારા જીવો તે પ્રકારના ગુરુ-લાઘવનું આલોચન કર્યા વગર લોકરિથી ચૈત્યવંદન કરે છે, માટે તેઓની ચૈત્યવંદનની પ્રવૃત્તિમાં ગુરુ-લાઘવની વિચારણાનો અભાવ છે, માટે તેઓનું ચૈત્યવંદન અનુષ્ઠાન અહિતરૂપ છે; કેમ કે શિષ્ટાચારનો વ્યાઘાત કરનાર છે, અહિતના અનુબંધવાળું છે અર્થાતું અહિતની પરંપરાનું કારણ છે; કેમ કે શિષ્ટાચારથી વિપરીત સેવનરૂપ