________________
૪૬.
લલિતવિસ્તરા ભાગ-૧ अप्रशान्तमतौ शास्त्रसद्भावप्रतिपादनम्, दोषायाभिनवोदीणे, शमनीयमिव ज्वरे।। इति कृतं विस्तरेण, अधिकारिण एवाधिकृत्य पुरोदितान्, अपक्षपातत एव निरस्येतरान्, प्रस्तुतमभिधीयत इति। લલિતવિસ્તરાર્થ -
ખરેખર આ રીતે કરતા એવા વડે=પૂર્વમાં કહ્યું કે પરાર્થમાં પ્રવૃત એવા અધ્યાપકે લિંગો દ્વારા અધિકારીને જાણીને ચૈત્યવંદનના અધ્યાપનમાં પ્રવર્તવું જોઈએ એ રીતે પ્રવૃત્તિ કરતા એવા ઉપદેશક વડે, વચન આરાધાયું=ભગવાનના વચનની આરાધના કરાઈ, લોકનાથ બહુમત થયા= ભગવાનનું બહુમાન કરાયું, લોકસંજ્ઞા ત્યજાઈ=લોકસંજ્ઞાનો ત્યાગ કરાયો, લોકોતરયાન અંગી કરાયું=લોકોત્તર એવું વહાણ સ્વીકારાયું, ધર્મચારિતા સેવાઈ. આનાથી–ઉપદેશક લિંગો દ્વારા અધિકારીને જાણીને તે અધિકારી જીવને ચૈત્યવંદનના અધ્યાપનમાં પ્રવર્તે એનાથી, અન્યથા=વિપરીત રીતે પ્રવર્તવામાં, વિપર્યય થાય છે=ભગવાનનું વચન આરાધાયું ઈત્યાદિ જે પૂર્વે ગુણો બતાવ્યા એનાથી વિપરીત થાય છે, એ પ્રમાણે આeગ્રંથકારશ્રીએ કહ્યું એ, અતિસૂકમ આભોગથી આલોચન કરવું જોઈએ=અતિ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવું જોઈએ.
આ રીતે લિંગો દ્વારા અધિકારીનો નિર્ણય કરીને ચૈત્યવંદન સૂત્રના અધ્યાપનમાં અધ્યાપકને શું ફળ પ્રાપ્ત થાય છે ? અને અન્યથાકરણમાં અધ્યાપકને શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવ્યું. હવે અનધિકારી જીવો ચૈત્યવંદન સૂત્રનું અધ્યયન કરીને ચૈત્યવંદનમાં પ્રવૃત્તિ કરે તો તેઓનું હિત થતું નથી, એ બતાવવા માટે કહે છે –
વચનમાં કહેવાયેલ જ પંથને ઉલ્લંઘીને=આગમમાં કહેવાયેલ જ માર્ગને અતિક્રમીને, અપર હિતની આતિનો ઉપાય=બીજે હિતની પ્રાપ્તિનો ઉપાય, નથી જ.
અહીં પ્રશ્ન થાય કે અનધિકારી જીવો શાસ્ત્રમાં કહેવાયેલ વિધિ પ્રમાણે ચૈત્યવંદન ન કરે તો પણ શુભ એવું ધર્માનુષ્ઠાન તો કરે છે, તેથી તેનાથી તેઓનું હિત થશે, તેના નિવારણ માટે કહે છે –
અને અનુભવના અભાવમાં=પરલોક વિષયક પ્રવૃતિ કઈ રીતે કરવાથી ફળની પ્રાપ્તિ થાય? તે પ્રકારના અનુભવના અભાવમાં, પુરુષમાત્રની પ્રવૃતિથી=સામાન્ય પુરુષની પ્રવૃતિને અનુસરવાથી, તે પ્રકારના ઈષ્ટ ફળની સિદ્ધિ થતી નથી=પરલોકમાં હિત થાય તે પ્રકારના ઈચ્છિત ફળની પ્રાપ્તિ થતી નથી, પ =પરંતુ, લાઘવના આપાદનથી શાસ્ત્રોક્ત વિધિથી નિરપેક્ષ ચૈત્યવંદન કરવાને કારણે ચૈત્યવંદનની હીનતાના કરણથી, શિષ્ટ પ્રવૃત્તિનો વિરોધ થવાને કારણે તેનો વિઘાત જ છે=ઈષ્ટ ફળની પ્રાપ્તિનો નાશ જ છે.
અહીં પ્રશ્ન થાય કે ઉત્સર્ગથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચૈત્યવંદન કરવું જોઈએ, પરંતુ જેઓને ચૈત્યવંદનની વિધિનો બોધ નથી અને વિધિની જિજ્ઞાસા નથી એવા પણ જીવોએ અપવાદથી ચૈત્યવંદન કરવું જોઈએ, તેમ સ્વીકારી શકાશે. તેથી કહે છે –