________________
લલિતવિસ્તરા ભાગ-૧
પર
હવે ‘વ્યાપ્તીતરવિભાગ'નો સમાસ સ્પષ્ટ કરે છે –
વ્યાપ્તિ-ઇતરા, તે બેનો=વ્યાપ્તિ-અવ્યાપ્તિનો, વિભાગ=વિશેષ. અને અહીં=‘વ્યાપ્તીતવિમાન'માં, તરા શબ્દનો=અવ્યાપ્તિને બતાવનાર એવા રા શબ્દનો, પુંવદ્ભાવ છે=પુંલિંગમાં પ્રયોગ છે; કેમ કે વૃત્તિમાત્રમાં સર્વાદિનો=સર્વા વગેરે સર્વનામોનો, પુંવદ્ભાવ થાય છે પુંલિંગમાં પ્રયોગ થાય છે, એ પ્રકારનું વચન છે.
ઉત્તમનિદર્શનોમાં એટલે આજ્ઞાનુસાર પ્રવૃત્ત એવા મહાપુરુષોનાં દૃષ્ટાંતોમાં, યત્ન કરવો જોઈએ, એમ સંબંધ છે. ઉત્સર્ગ-અપવાદના સ્વરૂપના પરિજ્ઞાનનો હેતુ એવા પ્રવચનના ગાંભીર્યનું નિરૂપણ આદિ રૂપ આપૂર્વે કહેવાયો એ, શ્રેયોમાર્ગ હો, પરંતુ જ્વરહર એવા તક્ષકના ચૂડાના રત્નરૂપ અલંકારના ઉપદેશની જેમ=જ્વરનું હરણ કરનારા એવા નાગવિશેષના મસ્તક પર રહેલા મણિરૂપ અલંકારતો ગ્રહણ કરવાના ઉપદેશની જેમ, અશક્ય અનુષ્ઠાનવાળો આ શ્રેયમાર્ગ થશે, એ પ્રકારે આશંકા કરીને કહે છે
વ્યવસ્થિતત્ત્વ..... ઇત્યાદિનો અર્થ કરે છે -
અને વ્યવસ્થિત છે=પ્રતિષ્ઠિત છે=અપુનબંધકાદિ મહાપુરુષોમાં આ શ્રેયોમાર્ગ રહેલો છે; કેમ કે અપુનબંધકાદિ મહાપુરુષો વડે સ્વયં જ અનુષ્ઠિતપણું છે=આ શ્રેયોમાર્ગ સ્વયં જ આચરાયેલ છે. ધ્રુવ..... ઇત્યાદિનો અર્થ કરે છે –
આનાથી=શુદ્ધદેશનાથી, ધ્રુવ=નિશ્ચિત, બુદ્ધિનો ભેદ થાય છે=થથાસ્થંચિત્ કરાતી અધિકૃત ક્રિયામાં અનાસ્થાને કારણે અને ક્ષુદ્રસત્ત્વતાને કારણે શુદ્ધ કરણના અસામર્થ્યથી કરણના પરિણામનું વિઘટન થાય છે=જેમ-તેમ કરાતી ચૈત્યવંદનની ક્રિયામાં શ્રદ્ધાના અભાવને કારણે અને તુચ્છ જીવપણાને કારણે ચૈત્યવંદનને શુદ્ધ કરવાના સામર્થ્યના અભાવથી ચૈત્યવંદન કરવાના પરિણામનો નાશ થાય છે.
‘તાવત્’ શબ્દ વક્ષ્યમાણ અનર્થના ક્રમના અર્થવાળો છે અર્થાત્ ભવાભિનંદી જીવોને શુદ્ધદેશનાથી પ્રથમ બુદ્ધિભેદ થાય છે, સત્ત્વલેશનું ચલન થાય છે, દીનતા થાય છે, મહામોહની વૃદ્ધિ થાય છે, તેમજ સંત્રાસ થાય છે, આ પ્રકારના આગળમાં કહેવાનારા અનર્થના ક્રમના અર્થને બતાવનાર છે.
ત્યારપછી તે બુદ્ધિભેદથી ક્રમ વડે સત્ત્વલેશનું ચલન થાય છે=સુકૃતના ઉત્સાહલવનો ભ્રંશ થાય છે=ક્ષુદ્ર જીવોને ચૈત્યવંદનરૂપ સુકૃત કરવાનો કંઈક ઉત્સાહ થયેલો તેનો નાશ થાય છે. કલ્પિત ફળના અભાવની આપત્તિથી=“અયથાસ્થિત કરણમાં પણ કંઈ નથી” એ પ્રકારના દેશનાકર્તાના વચનથી સ્વબુદ્ધિથી સંભાવિત ફ્ળના અસત્ત્વની સંભાવનાથી=“જે રીતે ચૈત્યવંદનની વિધિ કહેવાઈ છે તે રીતે ચૈત્યવંદન નહીં કરવામાં પણ ચૈત્યવંદન કંઈ ફળ પ્રાપ્ત થતું નથી” એ પ્રકારના શુદ્ધદેશના કરનારા ઉપદેશકના વચનથી પોતાની બુદ્ધિથી સંભાવના કરેલા ચૈત્યવંદનના ફ્ળના અવિદ્યમાતપણાની સંભાવનાથી, દીનતા થાય છે=મૂલથી જ સુકૃતના કરણની શક્તિનો ક્ષય થાય છે=ક્ષુદ્ર જીવોને