________________
લલિતવિસ્તરા ભાગ-૧ કરે છે. આથી તે ઉપદેશક મહાત્માએ ધર્મચારિતા સેવન કરી છે.
વળી, જે ઉપદેશક જીવોની અધિકારિતાનો નિર્ણય કર્યા વગર યથા-તથા ચૈત્યવંદનના અધ્યાપનમાં પ્રવૃત્તિ કરે છે તે ઉપદેશકને વિપર્યય થાય છે અર્થાત્ તે ઉપદેશકની તે પ્રવૃત્તિથી ભગવાનનું વચન આરાધિત થતું નથી, ભગવાન બહુમત થતા નથી, લોકસંજ્ઞા પરિત્યક્ત થતી નથી, પરંતુ લોકસંજ્ઞાનું સેવન થાય છે, લોકોત્તરયાન સ્વીકૃત થતું નથી, ધર્મચારિતા સેવિત થતી નથી, પરંતુ અધર્મનું સેવન થાય છે. આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી કહ્યું એ સર્વ કથન અતિસૂક્ષ્મ બુદ્ધિથી આલોચન કરવું જોઈએ.
આશય એ છે કે જે પ્રવૃત્તિમાં વીતરાગના વચનનું સ્મરણ છે, વીતરાગની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ છે, તે પ્રવૃત્તિ વીતરાગગામી હોવાથી ભગવાનના વચનની આરાધના આદિ સ્વરૂપ છે, અને જે પ્રવૃત્તિમાં વીતરાગનું સ્મરણ નથી, વીતરાગના વચનનું નિયંત્રણ નથી, માત્ર મુગ્ધતાપૂર્વકની પ્રવૃત્તિ છે, તે પ્રવૃત્તિથી સંસારના ઉચ્છેદને અનુકૂળ કોઈ યત્ન થતો નથી. માટે તેવી પ્રવૃત્તિ વિપર્યયરૂપ છે, એ પ્રકારે અતિસૂક્ષ્મ બુદ્ધિથી ચિંતવન કરવું જોઈએ.
આ રીતે અધિકારીને જાણીને ઉપદેશની પ્રવૃત્તિ કરનારા મહાત્માને શું લાભ થાય છે અને મનસ્વી રીતે ઉપદેશની પ્રવૃત્તિ કરનારા ઉપદેશકને શું અનર્થ થાય છે ? તે બતાવ્યું. હવે મનસ્વી રીતે ઉપદેશની પ્રવૃત્તિ કરનારા ઉપદેશકના ઉપદેશ અનુસાર પ્રવૃત્તિ કરનાર જીવને ધર્માનુષ્ઠાનનું ફળ પ્રાપ્ત થતું નથી, તે સ્પષ્ટ કરવા કહે છે –
ભગવાનના વચનથી કહેવાયેલ માર્ગને છોડીને બીજો હિતપ્રાપ્તિનો ઉપાય નથી જ, આથી જે ઉપદેશક અધિકારીનો વિચાર કર્યા વગર જેને તેને ચૈત્યવંદન સૂત્ર આપે છે, અથવા તો અધિકારી જીવને પણ આગળમાં કહેવાશે તે રીતે પ્રવચનના ગાંભીર્યનું નિરૂપણ આદિ કર્યા વગર ચૈત્યવંદન સૂત્ર આપે છે, તે ઉપદેશકના ઉપદેશ અનુસાર ચૈત્યવંદનની પ્રવૃત્તિ કરનાર જીવોની તે ચૈત્યવંદનની પ્રવૃત્તિ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બને નહીં, તેથી તેવી ચૈત્યવંદનની પ્રવૃત્તિ હિતપ્રાપ્તિનો ઉપાય નથી, માટે તેવી ચૈત્યવંદનની પ્રવૃત્તિથી તે જીવોનું હિત થતું નથી; કેમ કે ભગવાને કહેલી વિધિને છોડીને યથા-તથા કરાયેલું ચૈત્યવંદન હિતપ્રાપ્તિનો ઉપાય નથી.
અહીં પ્રશ્ન થાય કે યથા-તથા કરાયેલી પ્રવૃત્તિ હિતપ્રાપ્તિનો ઉપાય કેમ નથી ? તેથી કહે છે કે અનુભવના અભાવમાં પુરુષમાત્રની પ્રવૃત્તિથી તે પ્રકારના ઇષ્ટ ફળની સિદ્ધિ થતી નથી.
આશય એ છે કે ખેતી આદિ કાર્યમાં અતીંદ્રિય પદાર્થને જાણનારા આપ્તપુરુષના વચન અનુસાર પ્રવૃત્તિની અપેક્ષા નથી, પરંતુ પોતાના અનુભવ અનુસાર પ્રવૃત્તિથી ખેતી આદિનું ઇષ્ટ ફળ પ્રાપ્ત થાય છે; કેમ કે ખેડૂતે પોતાના પિતા આદિને ખેતી કરતાં જોયેલા અને તે રીતે ખેતી કરીને તેઓને ઇષ્ટ ફળની પ્રાપ્તિ થતી પણ જોયેલી, તેથી દૃષ્ટ ફળવાળા ખેતી આદિ કાર્યમાં આપ્તપુરુષના ઉપદેશની અપેક્ષા નથી; જ્યારે નિધાનખનનાદિ કાર્યમાં નિધાનને બતાવનારા આપ્તપુરુષના વચન અનુસાર પ્રવૃત્તિની અપેક્ષા છે, આથી ભૂમિમાં કેટલાક સ્થાનોમાં નિધાન રહેલું છે, પરંતુ તે નિધાનવાળાં સ્થાનો કેવા લક્ષણવાળી ભૂમિમાં