________________
પક
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા મૂળથી જ ચૈત્યવંદનરૂપ સુકૃત કરવાની શક્તિનો નાશ થાય છે. સુઅભ્યસ્ત એવા મહામોહની વૃદ્ધિ થાય છે. અહીં મહામોહવૃદ્ધિનો અર્થ કરે છે – મહામોહ=મિથ્યાત્વમોહ, તા. ત્યારપછી, સ્વસ્થતાન&ાનો રિનો સમાસ સ્પષ્ટ કરે છે – પ્રતિભવમાં અભ્યાસને કારણે સુઅભ્યસ્ત એવા મહામોહની વૃદ્ધિ=ઉપચય, એ સુઅભ્યસ્ત મહામોહની વૃદ્ધિ છે. ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ચૈત્યવંદનના અધિકારી જીવનાં ૧૫ લિંગો બતાવ્યાં, અને કહ્યું કે આ લિંગો દ્વારા જીવમાં ચૈત્યવંદનની અધિકારિતાનો નિર્ણય કરીને ઉપદેશકે ચૈત્યવંદનના અધ્યાપનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. આથી જે ઉપદેશક આ રીતે જીવમાં ચૈત્યવંદનની અધિકારિતાનો નિર્ણય કરીને ઉપદેશમાં પ્રવૃત્તિ કરે છે, તે ઉપદેશકે ભગવાનના વચનનું આરાધન કર્યું છે; કેમ કે જગતના જીવોનું હિત થાય તે રીતે ઉપદેશકને પ્રવૃત્તિ કરવાનું ભગવાને કહ્યું છે, અને તે ઉપદેશકે ભગવાનના વચનાનુસાર અધિકારીનો નિર્ણય કરીને જીવોનું હિત થાય તે રીતે યત્ન કર્યો છે, આથી તે ઉપદેશક મહાત્માએ ભગવાનના વચનની આરાધના કરી છે.
વળી, આ રીતે પ્રવૃત્તિ કરવા દ્વારા તે ઉપદેશકે લોકનાથનું બહુમાન કર્યું છે, કેમ કે તેઓએ સ્વમતિથી ઉપદેશની પ્રવૃત્તિ કરી નથી, પરંતુ ભગવાનના વચન અનુસાર ઉપદેશની પ્રવૃત્તિ કરી છે, આથી તે ઉપદેશક મહાત્માએ ભગવાનના વચનનું બહુમાન કર્યું છે.
વળી, આ રીતે ઉપદેશની પ્રવૃત્તિ કરવા દ્વારા તે ઉપદેશકે લોકસંજ્ઞાનો ત્યાગ કર્યો છે, કેમ કે અનાદિકાળથી જીવ જિનવચનને પરતંત્ર થયા વગર પ્રવૃત્તિ કરવા ઘડાયેલો છે, તે પ્રવૃત્તિ લોકસંજ્ઞારૂપ છે, જ્યારે ભગવાનના વચનનું સ્મરણ કરીને ઉપદેશની પ્રવૃત્તિ કરવાથી તે લોકસંજ્ઞાનો ત્યાગ થાય છે, અને તે ઉપદેશકે જિનવચનાનુસાર ઉપદેશની પ્રવૃત્તિ કરી છે, આથી તે ઉપદેશક મહાત્માએ લોકસંજ્ઞાનો ત્યાગ કર્યો છે. આનાથી અર્થથી એ ફલિત થાય કે જે ઉપદેશક જીવોના ઉપકાર માટે પણ મુગ્ધબુદ્ધિથી જીવોની અધિકારિતાની વિચારણા કર્યા વગર યથા-તથા ઉપદેશની પ્રવૃત્તિ કરે છે, તેઓની તે ઉપદેશની પ્રવૃત્તિ જિનાજ્ઞાથી નિયંત્રિત નથી, પરંતુ લોકસંજ્ઞાથી નિયંત્રિત છે, માટે તેઓની ઉપદેશની પ્રવૃત્તિ મોહને પરતંત્ર હોવાથી કર્મબંધનું કારણ છે, જ્યારે પ્રસ્તુત ઉપદેશકની ઉપદેશની પ્રવૃત્તિ જિનવચનને પરતંત્ર હોવાથી નિર્જરાનું કારણ છે.
વળી, આ રીતે ઉપદેશની પ્રવૃત્તિ કરવા દ્વારા તે ઉપદેશકે લોકોત્તરયાન સ્વીકાર્યું છે; કેમ કે તે ઉપદેશક લોકો ન સમજી શકે તેવી લોકોત્તર પ્રવૃત્તિ કરનારા છે, અને લોકોત્તર પ્રવૃત્તિ સંસારસાગર તરવાનું પ્રબળ કારણ હોવાથી લોકોત્તર વહાણ રૂપ છે. આથી તે ઉપદેશક મહાત્માએ લોકોત્તરયાન સ્વીકાર્યું છે.
વળી, આ રીતે ઉપદેશની પ્રવૃત્તિ કરવા દ્વારા તે ઉપદેશકે ધર્મચારિતાનું સેવન કર્યું છે, કેમ કે જિનવચનાનુસાર પ્રવૃત્તિ એ ધર્મનું સેવન છે, અને તે ઉપદેશક જિનવચનાનુસાર ઉપદેશની પ્રવૃત્તિ કરે છે માટે ધર્મનું સેવન