________________
લલિતવિક્તા ભાગ-૧ અપુનબંધકાદિ મહાપુરુષોથી અન્ય જીવોને, અહીં ચૈત્યવંદનના અધ્યયનમાં, અનધિકાર જ છે; કેમ કે શુદ્ધદેશનાનું અનહપણું છે અન્ય જીવોનું શુદ્ધદેશના સાંભળવા માટેનું અયોગ્યપણું છે, દિ=જે કારણથી, શુદ્ધદેશના ક્ષદ્ધસત્વરૂપ મૃગચૂથના સંગાસનમાં સિંહનાદ છે=તુચ્છ જીવો રૂપ હરણના સમૂહને સંકાસ કરનારા એવા સિંહની ગર્જના તુલ્ય છે, આનાથી=શુદ્ધદેશનાથી, ધ્રુવ બુદ્ધિભેદ થાય શુદ્ધ જીવોને ચૈત્યવંદન અનુષ્ઠાન કરવાના પરિણામનું વિઘટન થાય, ત્યારપછી= બુદ્ધિનો ભેદ થયા પછી, સત્વ લેશનું ચલન થાય=ક્ષક જીવોને થયેલા સુકૃત કરવાના લેશ પરિણામનો નાશ થાય, કલ્પિત ફળના અભાવની આપત્તિથી દીનતા થાય=પોતે કલ્પના કરેલા ચૈત્યવંદનનાં ફળના અભાવની પ્રાપ્તિથી ક્ષદ્ધ જીવોને મૂળથી જ સુકૃત કરવાની શક્તિનો ક્ષય થાય, સુઅભ્યસ્ત મહામોહની વૃદ્ધિ થાય, તેથી અધિકૃત ક્વિાનો ત્યાગકારી સંગાસ થાય શુદ્ધ જીવોને પોતે સ્વીકારેલ એવી ચૈત્યવંદનની ક્રિયાનો ત્યાગ કરાવનારો સંકાસ થાય.
અહીં પ્રશ્ન થાય કે જેમ શુદ્ધદેશના સાંભળીને અપુનબંધકાદિ જીવોને ચૈત્યવંદન અનુષ્ઠાનમાં સ્વશક્તિ અનુસાર સમ્યફ યત્ન કરવાનો પરિણામ થાય છે, તેમ શુદ્ધદેશના સાંભળીને શુદ્ર જીવોને તે પ્રકારે સમ્યક યત્ન કરવાનો પરિણામ કેમ થતો નથી ? તેથી કહે છે –
ભવાભિનંદીઓને સ્વઅનુભવસિદ્ધ એવું પણ આ અસિદ્ધ છે અર્થાત્ સંસારની જે પ્રવૃત્તિમાં પોતે નિપુણ ન હોય તે પ્રવૃત્તિમાં નિપુણતા લાવવા માટે ક્રમસર તે પ્રવૃત્તિનો અભ્યાસ કરવામાં આવે તો તે પ્રવૃત્તિમાં નિપુણ થવાય છે, એ પોતાના અનુભવથી સિદ્ધ હોવા છતાં પણ ભવાભિનંદી જીવોને “મારામાં સંપૂર્ણ વિધિપૂર્વક ચૈત્યવંદન કરવાની શક્તિ નથી તોપણ શુદ્ધદેશના સાંભળીને વિધિપૂર્વક ચૈત્યવંદન કરવાનો અભ્યાસ કરીને હું પૂર્ણ વિધિપૂર્વક ચૈત્યવંદન કરવાની શક્તિસંચય કરું” એ અસિદ્ધ છે; કેમ કે અચિંત્ય એવું મોહનું સામર્થ્ય છે=ભવાભિનંદી જીવોમાં મોહનું અત્યંત સામર્થ્ય વર્તે છે, એથી ખરેખર વિદ્વાન વડે આમને=ભવાભિનંદી જીવોને, આશ્રયીને શાસ્ત્રનો સભાવ પ્રતિપાદન કરવો જોઈએ નહીં; કેમ કે દોષનો ભાવ છે=સર્વોલેશના ચલનરૂપ દોષનો સદ્ભાવ છે.
તિ' સાદ થી પ્રારંભીને અત્યાર સુધી કરેલા આનુષંગિક કથનની સમાપ્તિમાં છે. અને કહેવાયું છે –
અપ્રશાંતમતિમાં તત્ત્વને જાણવા માટે અને જીવનમાં સેવવા માટે અભિમુખભાવ થાય તેવા કષાયોના ઉપશમરૂપ પ્રશાંત એવી મતિના અભાવવાળા જીવમાં, શાસ્ત્રાના સદ્ભાવનું પ્રતિપાદન–શાસ્ત્રના પારમાર્થિક ભાવોનું કથન, અભિનવ ઉદીર્ણ જ્વરમાં શમનીયની જેમ નવા આવેલા તાવમાં ઔષધની જેમ, દોષ માટે થાય છે.
તિ’ ઉદ્ધરણની સમાતિમાં છે. વિસ્તારથી સયુ=અનધિકારીના પ્રયોગમાં કેવો દોષ છે ? તે કથનથી માંડીને અત્યાર સુધી જે