________________
૪૩
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા
આવી અનધિકારીના પ્રયોગમાં અનધિકારી જીવને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ આપવામાં, પ્રયોત્કૃત જસૂત્રદાનનો પ્રયોગ કરનાર એવા ઉપદેશકથી કરાયેલ જ, તત્ત્વથી તેનું અકલ્યાણ છે–પરમાર્થથી તે અનાધિકારી જીવનું કલ્યાણ છે, એથી લિંગો વડે–પૂર્વે બતાવ્યાં એ ૧૫ લિંગો વડે, તેની અનાધિકારિતાને જીવોમાં ચૈત્યવંદન સૂત્રના પાઠાદિની અધિકારિતાને, જાણીને આના અધ્યાપનમાં પ્રવર્તવું જોઈએ=પરાર્થમાં પ્રવૃત એવા ઉપદેશકે ચૈત્યવંદન સૂત્રાદિને ભણાવવામાં પ્રવર્તવું જોઈએ. પંજિકા -
क इवेति-कीदृशः। પંજિકાર્ય -
... શીશઃ || કોની જેમ એટલે કેવા પ્રકારનો, અર્થાત્ લલિતવિસ્તરામાં શંકામાં દવ કહેલ છે તેનો અર્થ શીલુ છે. ભાવાર્થ
પૂર્વે લલિતવિસ્તરામાં કહેલ કે આ લિંગો દ્વારા અધિકારીને જાણ્યા વગર ચૈત્યવંદનના અધ્યાપનમાં દોષ છે, ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે કે અનધિકારી જીવને ચૈત્યવંદનના અધ્યાપનમાં કેવા પ્રકારનો દોષ છે ? આ પ્રકારની શંકાનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ઉપદેશક અનધિકારી જીવોને ચૈત્યવંદન સૂત્ર આપે કે ચૈત્યવંદન સૂત્રના અર્થો સમજાવે, તો તે જીવો અચિંત્યચિંતામણિ જેવા ચૈત્યવંદનને પામીને વિધિપૂર્વક સેવતા નથી, પરંતુ જેમ-તેમ સેવીને ચૈત્યવંદનનું લાઘવ આપાદન કરે છે.
આશય એ છે કે ચિંતામણિરત્ન માત્ર ચિતવન કરેલા જ પદાર્થો આપે છે, જ્યારે સમ્યગુ રીતે સેવેલું ચૈત્યવંદન ચિંતવન કરેલ ન હોય તેવાં પણ ફળો આપે છે, આથી જ નિરાશસભાવથી ચૈત્યવંદન કરનારા મહાત્માઓ જન્માંતરમાં પુણ્યાનુબંધી પુણ્યના ફળરૂપ સુદેવત્વને કે સુમનુષત્વને પામે છે, ત્યાં અનેક પ્રકારની ભોગસામગ્રીને પ્રાપ્ત કરે છે, છતાં પણ ભવથી વિરક્ત થઈને વિશિષ્ટ-વિશિષ્ટતર યોગમાર્ગને સેવે છે, જેના અંતિમ ફળરૂપે પરમસુખરૂપ મોક્ષને પામે છે, આથી ચૈત્યવંદન નહીં ચિંતવેલા પણ ફળને આપનાર હોવાથી અચિંત્યચિંતામણિતુલ્ય છે..
અથવા ચિંતામણિરત્ન જેવું શ્રેષ્ઠ ફળ આપે છે, તેના કરતાં પણ અચિંત્ય કોટિનું શ્રેષ્ઠ ફળ સમ્યગુ રીતે સેવેલું ચૈત્યવંદન આપે છે; કેમ કે ચિંતામણિરત્ન આલોકનાં જ ભૌતિક સુખો આપી શકે છે, પરંતુ સદ્ગતિની પરંપરા કે મોક્ષ રૂપ સુખો આપી શકતું નથી, જ્યારે વિધિપૂર્વક સેવાયેલું ચૈત્યવંદન સદ્ગતિની પરંપરા કે મોક્ષરૂપ સુખો આપી શકે છે, આથી ચૈત્યવંદન ચિંતામણિરત્ન કરતાં પણ શ્રેષ્ઠ ફળને આપનાર હોવાથી અચિંત્યચિંતામણિતુલ્ય છે, આવા પ્રકારનું ચૈત્યવંદનનું માહાસ્ય ઉપદેશક બતાવે, છતાં જે જીવોમાં