________________
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા
૪૧ તેઓ લબ્ધલક્ષ્યવાળા છે, અને આવા લબ્ધલક્ષ્યવાળા જીવોને જોઈને નક્કી થાય કે આ જીવો ઉચિતવૃત્તિવાળા છે, તેથી આ જીવો પોતાના કુળાદિને કલંક લગાડે તેવી કોઈ અશુભ પ્રવૃત્તિ કરે નહીં, પરંતુ પોતાના કુળાદિને દીપાવે તેવી શુભ પ્રવૃત્તિ કરે છે.
આ પ્રકારનાં ૧૫ લક્ષણો જે જીવોમાં હોય, તે જીવો ચૈત્યવંદનના બહુમાની છે, વિધિપર છે અને ઉચિતવૃત્તિવાળા છે, તેથી આવા ગુણોવાળા જીવો ચૈત્યવંદન સૂત્રના પાઠના અધિકારી છે, ચૈત્યવંદન સૂત્રના અર્થોના શ્રવણના અધિકારી છે, તેમજ ચૈત્યવંદનની ક્રિયાના કરણના અધિકારી છે. આવા ગુણોથી સંપન્ન જીવો ચૈત્યવંદન સૂત્ર ભણે તો તેઓને ચૈત્યવંદન સૂત્ર તત્કાલ સમ્યક્રપરિણમન પામે છે, ચૈત્યવંદન સૂત્રના અર્થો સાંભળે તે પણ તેઓને તત્કાલ સમ્યફપરિણમન પામે છે, તેમજ ચૈત્યવંદનના પરમાર્થને જાણ્યા પછી ચૈિત્યવંદન કરે તે પણ તેઓનું સમ્યફ ચૈત્યવંદન બને છે. વળી, જે જીવોમાં આવા ગુણો પૂર્ણતારૂપે નથી, છતાં ભોગનો રાગ કંઈક ઓછો થયો હોવાથી જેઓને ભોગના ત્યાગરૂપ યોગમાર્ગ પ્રત્યે દ્વેષ નથી, તેથી જેઓ ગુણ પ્રત્યેના અષવાળા છે, તેના કારણે ચૈત્યવંદનના અધિકારી જીવોના ઉપરમાં બતાવ્યા એવા ગુણો સાંભળીને જેઓને પ્રીતિ ઉત્પન્ન થાય છે, અને શક્તિ અનુસાર તે ગુણોને પોતાના જીવનમાં પ્રાપ્ત કરવાનો પરિણામ થાય છે, તેવા જીવો ચૈત્યવંદનના દૂર-દૂરવર્તી અધિકારી છે; કેમ કે તે જીવોને આ ગુણો સાક્ષાત્ પ્રાપ્ત થયા નહીં હોવા છતાં તેઓમાં તે ગુણોના કંઈક અંશો છે, જેના કારણે તેઓને તે ગુણો પ્રત્યે પ્રીતિ થાય છે. આવા જીવો ઉપરમાં બતાવ્યા એ ગુણોનું વર્ણન પ્રીતિપૂર્વક સાંભળીને તે ગુણોને પોતાના જીવનમાં પ્રગટ કરવા યત્ન કરે તો, તેઓ ક્રમસર તે ગુણોની પ્રાપ્તિ દ્વારા ચૈત્યવંદનના અધિકારીપણાને પ્રાપ્ત કરે છે. વળી, જે જીવોને આ ગુણોનું વર્ણન સાંભળ્યા પછી પણ ગુણોની પ્રાપ્તિ પ્રત્યે કંઈ અભિમુખભાવ થતો નથી, તેઓ સર્વથા અયોગ્ય છે, આથી સર્વ કલ્યાણના કારણભૂત એવા સમ્યક ચૈત્યવંદનની પ્રાપ્તિના અર્થી જીવે પોતાનામાં એતદ્ધહુમાની આદિ ત્રણ ગુણોને તેમજ તે ત્રણ ગુણોના લિંગભૂત તત્કથાપ્રીતિ આદિ પંદર ગુણોને પ્રગટ કરવાનો યત્ન કરવો જોઈએ, જેથી પોતાનાથી સેવાતું ચૈત્યવંદન પૂર્વ-પૂર્વ કરતાં ઉત્તરોત્તર અતિશયતાવાળું બને, અને તે અર્થે જ ગ્રંથકારશ્રીએ ચૈત્યવંદનનાં સૂત્રો ઉપર “લલિતવિસ્તરા” નામની વૃત્તિ રચવાનો આરંભ કરેલ છે. પંજિકામાં ‘લબ્ધલક્ષ્યત્વનું સ્વરૂપ બતાવવા માટે સાક્ષીપાઠ આપ્યો, તેનો અર્થ આ પ્રમાણે છે –
“જે ગુણ દોષ કરનાર છે તે ગુણ નથી.” તેથી જેઓ લક્ષ્યનો નિર્ણય કર્યા વગર અર્થોપાર્જન કરે છે, તેઓ ધનથી સમૃદ્ધ બને છે, પરંતુ તે સમૃદ્ધિ આલોક-પરલોકમાં હિતકારી નહીં હોવાથી દોષકારી છે, તેથી તે ધનની પ્રાપ્તિરૂપ ગુણ પણ દોષ જ છે, તેમ જાણવું જોઈએ. આનાથી અર્થથી એ નક્કી થાય કે જેનું ફળ સુંદર હોય તેવી જ પ્રવૃત્તિમાં લબ્ધલક્ષ્યવાળા જીવો પ્રયત્ન કરે છે, માત્ર તત્કાલના ફળને જોઈને પ્રવૃત્તિ કરતા નથી. વળી, “અગુણ પણ ગુણ થાય છે, જેમાં નિર્ણય સુંદર છે,” તે કથનથી એ પ્રાપ્ત થાય કે આલોક-પરલોકનું હિત ઘવાય નહીં તે રીતે અર્થોપાર્જનમાં પ્રવૃત્તિ કરવાથી કદાચ ધનની પ્રાપ્તિ ન થાય તોપણ તે ધનની અપ્રાપ્તિરૂપ અગુણ પણ ગુણ જ છે; કેમ કે અન્યાયપૂર્વક ધનાર્જન કરવા રૂપ અકાર્ય નહીં કરવાથી ધનની અપ્રાપ્તિરૂપ અગુણ દ્વારા પોતાને પ્રાપ્ત થનાર આલોક-પરલોકના મોટા અનર્થથી