________________
૪૦
લલિતવિસ્તરા ભાગ-૧ ઉચિતવૃત્તિવાળા જીવોનાં પાંચ લિંગો આ પ્રમાણે છે :
(૧૧) લોકપ્રિયત્વઃ જે જીવો પોતાના કુળાદિને ઉચિત એવી શુદ્ધ પ્રવૃત્તિ કરનારા હોય, તેવા જીવો લોકમાં પ્રિય બને છે; કેમ કે તેઓને જોઈને શિષ્ટ પુરુષોને લાગે છે કે આ જીવો ક્યારેય પોતાના કુળને કલંક લાગે તેવી અનુચિત પ્રવૃત્તિ કરતાં નથી, તેથી તેઓ પ્રત્યે તે શિષ્ટ પુરુષોને પ્રીતિ વર્તે છે, તેનાથી નક્કી થાય કે આ જીવો ઉચિતવૃત્તિવાળા છે.
(૧૨) અગર્વિતા ક્રિયા જે જીવો સ્વકુળાદિને ઉચિત એવા શુદ્ધ જીવનના ઉપાયવાળા છે, તે જીવો લોકમાં ગહ થાય તેવું કોઈ કૃત્ય કરતા નથી, તેથી આવા જીવો અન્યાયપૂર્વક, કે બીજાને ઠગવાપૂર્વક અર્થનું ઉપાર્જન કરતા નથી, કે અત્યંત નિંદ્ય કૃત્યો કરીને ધનની પ્રાપ્તિ કરતા નથી, તેનાથી જાણી શકાય કે આ જીવો ઉચિતવૃત્તિવાળા છે.
(૧૩) વ્યસનમાં વૈર્ય જે જીવો આલોકમાં ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય, તે જીવો હંમેશાં ધર્મપ્રધાન માનસવાળા હોય છે, તેથી તેઓને ક્વચિત્ પૂર્વ કર્મોને કારણે ભૌતિક વિપરીત સંયોગો પ્રાપ્ત થાય, કે શારીરિક રોગાદિ થાય, ત્યારે તેઓ તેનાથી વિહ્વળ બનતા નથી, પરંતુ વિચારે છે કે “આ પૂર્વે કરેલી અનુચિત પ્રવૃત્તિનું જ ફળ છે, માટે હવે તે કર્મના વિપાકકાળમાં મનને અસ્વસ્થ રાખીને કર્મો બાંધવાં કે ક્લેશ કરવો મારે માટે ઉચિત નથી.” આમ વિચારીને તે જીવો આપત્તિમાં પણ અસ્વસ્થતા પામ્યા વગર વૈર્યપૂર્વક તે આપત્તિના નિવારણમાં સમ્યગુ યત્ન કરે છે. આ પ્રકારની ઉત્તમ પ્રકૃતિથી જણાય છે કે આ જીવો ઉચિતવૃત્તિવાળા છે.
(૧૪) શક્તિથી ત્યાગઃ જે જીવો આ લોકમાં ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તે જીવો હંમેશાં ધર્મને પ્રધાન કરનારા હોય છે, અને ધર્મપ્રધાન જીવો હંમેશાં વિચારે છે કે “શક્તિનો પ્રકર્ષ થાય તો પૂર્ણ ધર્મ જ સેવવો જોઈએ,” તેથી તેવા જીવો ભોગાદિની પ્રવૃત્તિ કરતા હોય કે અર્થનું ઉપાર્જન કરતા હોય, તોપણ તેઓ પોતાની શક્તિ અનુસાર ભોગાદિનો ત્યાગ કરે છે, તેમજ પ્રાપ્ત થયેલા અર્થનો ધર્મમાર્ગમાં વ્યય કરે છે. તેનાથી નક્કી થાય કે આ જીવો ઉચિતવૃત્તિવાળા છે.
(૧૫) લબ્ધલશ્યત્વઃ જે જીવો આ લોકમાં ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તે જીવો લક્ષ્યનો યથાર્થ નિર્ણય કરીને સર્વ પ્રવૃત્તિ કરે છે, પરંતુ લક્ષ્યનો નિર્ણય કર્યા વગર જેમ-તેમ પ્રવૃત્તિ કરતા નથી અને વિવેકી જીવોનું સર્વ પ્રવૃત્તિનું લક્ષ્ય પોતાનું એકાંતે સાનુબંધ હિત છે અને વિચારક જીવો જાણતા હોય કે “જીવનું એકાંતહિત પૂર્ણ ધર્મ સેવવાથી થાય છે, કેમ કે ધર્મનું અનુષ્ઠાન કષાયોના ક્લેશના શમનને અનુકૂળ ઉચિત આચરણારૂપ છે. અને પૂર્ણ ધર્મ સેવવાની શક્તિ ન આવે ત્યાં સુધી શક્તિના પ્રકર્ષથી પોતાની ભૂમિકાનુસાર ધર્મ સેવવો જોઈએ, તેમજ ધર્મનો વ્યાઘાત ન થાય, પરંતુ ઉત્તરોત્તર ધર્મવૃદ્ધિમાં અંગભૂત બને તે રીતે અર્થકામ સેવવા જોઈએ.” આવા જીવો શક્તિ અનુસાર ધર્મ સેવે છે, અર્થોપાર્જન કરીને ધનનો સન્માર્ગમાં વ્યય કરે છે, ધર્મનો અતિશય કરવામાં વિજ્ઞભૂત એવી ભોગાદિની ઇચ્છાને શમાવવા માટે ભોગાદિ સેવે છે. આમ, એકાંતહિતની પરંપરારૂપ પોતાના લક્ષ્યનો નિર્ણય કરીને જેઓ સંસારનાં સર્વ અનુષ્ઠાન કરે છે,