________________
૩૮
લલિતનિસ ભાગ-૧ હોય, અથવા ચૈત્યવંદનને સમ્યફ કરવાથી આલોક-પરલોકમાં કેવાં સુંદર ફળ મળે છે તેનું વક્તવ્ય ચાલતું હોય, તે સાંભળવામાં પ્રતિ વર્તે છે, તેથી ઉપદેશક જ્યારે ધર્મનું માહાભ્ય બતાવીને ધર્મના અર્થી જીવોને ચૈત્યવંદન વિષયક શુભ પ્રવૃત્તિનું વર્ણન કરતા હોય, ત્યારે તે કથન સાંભળીને અધિકારી જીવમાં જે પ્રીતિ વર્તતી હોય, તેને જોઈને પરોપકારમાં પ્રવૃત્ત એવા મહાત્મા નિર્ણય કરી શકે કે આ પુરુષમાં ચૈત્યવંદનનાં સૂત્રો પ્રત્યેનું બહુમાન વર્તે છે.
(૨) નિંદાઅશ્રવણ જે જીવોને ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનો પ્રત્યે બહુમાન છે, તે જીવો પાસે ધર્મથી વિમુખભાવવાળા જીવો ચૈત્યવંદનની નિંદા કરે કે “જૈવંદનાદિ અનુષ્ઠાનો અર્થ વગરનાં છે, તે કરવાથી કોઈ ફળની પ્રાપ્તિ થતી નથી, અવિચારક જીવો પરલોકનો ભય બતાવીને લોકોને આવી નિરર્થક પ્રવૃત્તિ કરવાની પ્રેરણા કરે છે,” એ પ્રકારની નિંદા સાંભળવામાં તેઓને રસ હોતો નથી.
તેથી ફલિત થાય કે જે જીવોને ઉપદેશક પાસે ચૈત્યવંદનની કથા સાંભળતી વખતે કંઈક પ્રીતિ થતી હોય, છતાં ધર્મ પ્રત્યે વિમુખભાવવાળા જીવોનાં ચૈત્યવંદન વિષયક નિંદાનાં વચનો સાંભળીને જેઓ ધર્મથી વિમુખ થાય તેવા હોય, તેવા જીવો પરમાર્થથી ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનો પ્રત્યે બહુમાનવાળા નથી.
(૩) તદનુકંપા જે જીવો ચૈત્યવંદન પ્રત્યે બહુમાનવાળા છે, તે જીવો પાસે અવિચારક જીવો ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનોની નિંદા કરતા હોય તો તે સાંભળીને તે અવિચારક જીવો પ્રત્યે તેઓને અનુકંપા થાય છે કે “આ બિચારા જીવો સંસાર પ્રત્યેના રાગથી અને ધર્મ પ્રત્યેના દ્વેષથી આવિષ્ટ ચિત્તવાળા છે, કર્મને પરવશ છે, તેથી ગુણવાન એવા ભગવાનની ભક્તિના કારણે અત્યંત હિતકારી એવા ચૈત્યવંદનના પરમાર્થમાં મૂઢ છે, જેથી ચૈત્યવંદનના પરમાર્થને જાણ્યા વગર આ પ્રકારે ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનોની નિંદા કરે છે. આ પ્રકારની અનુકંપાથી જણાય કે આ જીવોને ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનો પ્રત્યે બહુમાન છે.
(૪) ચિત્તનો ન્યાસઃ જે જીવોને ચૈત્યવંદન પ્રત્યે બહુમાન વર્તે છે, તે જીવોને ચૈત્યવંદનના પરમાર્થ જાણવાનો અતિશય અભિલાષ હોય છે, તેથી ચૈત્યવંદન સૂત્રને ભણવામાં અને ચૈત્યવંદન સૂત્રના પરમાર્થને બતાવનારો ઉપદેશ સાંભળવામાં તેઓનું ચિત્ત ફરી ફરી અભિલાષના અતિશયથી પ્રવર્તે છે, તેનાથી જણાય કે આ જીવોને ચૈત્યવંદન પ્રત્યે બહુમાન છે.
(૫) પરા જિજ્ઞાસા જે જીવોને ચૈત્યવંદન પ્રત્યે બહુમાન છે, તે જીવોને ચૈત્યવંદન સૂત્ર ભણવા માત્રથી કે ચૈત્યવંદન સૂત્રના પરમાર્થને જાણવા માત્રથી સંતોષ થતો નથી, પરંતુ આ ચૈત્યવંદન સંસારના ઉચ્છેદનું કારણ કઈ રીતે બને છે? અને શક્તિના પ્રકર્ષથી ગુણવાનના ગુણની સ્તુતિ દ્વારા આત્મામાં વિતરાગ જેવા ગુણો પ્રગટાવવામાં ચૈત્યવંદન પ્રબળ કારણ કઈ રીતે બને છે? તેના પરમાર્થને જાણવાની વિશેષ પ્રકારની જિજ્ઞાસા હોય છે, આ પ્રકારની પરા જિજ્ઞાસાથી જણાય કે આ જીવોને ચૈત્યવંદનનાં સૂત્રો પ્રત્યે અત્યંત બહુમાન છે. ચૈત્યવંદનની વિધિમાં તત્પર જીવોનાં પાંચ લિંગો આ પ્રમાણે છે :
(૩) ગુરુવિનયઃ જે જીવો ચૈત્યવંદનની વિધિમાં તત્પર છે, તે જીવોમાં પોતાને ચૈત્યવંદન સૂત્રનો પાઠ