________________
૩૭
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા
વળી, જે ગુણ દોષને કરનારો છે=જે ધનાદિનો લાભ ભાવિમાં અનર્થને કરનારો છે, તે ગુણ નથી, તેને દોષ જ તું જાણ તે ધનાદિના લાભને તું દોષ જ જાણ. અગુણ પણ ગુણ થાય છે ધનાદિનો અલાભ પણ ગુણને કરનારો થાય છે, જ્યાં વિનિશ્ચય સુંદર છે=જે કાર્યમાં નિર્ણય ભાવિમાં અહિત ન થાય તેવો છે.”
ત્તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અનધિકારી જીવોને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ આપવાથી તેઓનું અહિત થાય છે, તેથી ફલિત થાય કે અધિકારી જીવોને જ ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ આપવા જોઈએ, અને એતદ્ધહુમાની-વિધિપર-ઉચિતવૃત્તિવાળા જીવો અધિકારી છે, તેથી તેવા અધિકારી જીવોને પરોપકારમાં પ્રવૃત્ત એવા મહાત્માઓએ લિંગોથી જાણવા જોઈએ. કેમ લિંગોથી જાણવા જોઈએ ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
જો અધિકારી જીવોને લિંગોથી જાણ્યા વગર ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ આપવામાં આવે તો તેઓનો ઉપકાર થવાને બદલે તેઓને અહિતની પ્રાપ્તિ થાય, તેથી તેઓનું અહિત ન થાય તે માટે પરોપકારના અર્થ એવા મહાત્માએ અધિકારી જીવોને જાણ્યા પછી તેઓના ઉપકાર માટે તેઓને ચત્યવંદન સૂત્રના પાઠાદિ આપવા જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે અધિકારી જીવોને કયા લિંગોથી જાણવા જોઈએ ? તેથી ગ્રંથકારશ્રી કહે છે કે અધિકારી જીવોનાં તત્કથાપ્રીતિ આદિ ૧૫ લિંગો છે.
તેથી એ પ્રાપ્ત થાય કે ચૈત્યવંદનના અધિકારી જે જીવો છે તેઓ ચૈત્યવંદનના બહુમાની છે, તેઓને જાણવાનાં તત્કથાપ્રીતિ આદિ પાંચ લિંગો છે, ચૈત્યવંદનના અધિકારી જે જીવો છે તેઓ વિધિપર છે, તેઓને જાણવાનાં ગુરુવિનય આદિ પાંચ લિંગો છે અને ચૈત્યવંદનના અધિકારી જે જીવો છે તેઓ ઉચિતવૃત્તિવાળા છે, તેઓને જાણવાનાં લોકપ્રિયત્ન આદિ પાંચ લિંગો છે. આ ૧૫ લિંગોથી ચૈત્યવંદનના અધિકારી જીવોને જાણીને તેઓને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ આપવામાં આવે તો તેઓનું હિત થાય છે, તેથી પરાર્થપ્રવૃત્ત એવા મહાત્માએ આ ૧૫ લિંગો દ્વારા જીવોની ચૈત્યવંદનની અધિકારિતાને જાણીને તેઓને ચૈત્યવંદન સૂત્રના અધ્યાપનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ, પરંતુ જો પરોપકારના અર્થ પણ મહાત્મા લિંગો જાણ્યા વગર જીવોને ચૈત્યવંદન સૂત્રના અધ્યાપનમાં પ્રવૃત્તિ કરે તો તે મહાત્માને અન્ય જીવનું અહિત કરવાની પ્રવૃત્તિની પ્રાપ્તિ થાય છે, એમ શાસ્ત્રમાં કહેવાયું છે.
ચૈત્યવંદનના અધિકારી જીવોનાં ૧૫ લિંગોનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. ચૈત્યવંદનના બહુમાનવાળા જીવોનાં પાંચ લિંગો આ પ્રમાણે છે –
(૧) તત્કથાપ્રીતિ ઃ જે જીવોને ચૈત્યવંદનનાં સૂત્રો પ્રત્યે બહુમાન છે તે જીવોને, ચૈત્યવંદનને સમ્યક કરનારા જીવોની કથા ચાલતી હોય, અથવા ચૈત્યવંદનને સમ્યફ કઈ રીતે કરી શકાય તેનું વક્તવ્ય ચાલતું