________________
લલિતવિસ્તરા ભાગ-૧
અહીં=ષ્ટથી માંડીને તત્ત્વાર્ સુધીના લલિતવિસ્તરાના કથનમાં, આ ભાવ છે=હવે કહેવાય છે એ તાત્પર્ય છે
૧૪
-
ચૈત્યવંદન લોકોત્તર કુશલ પરિણામનો હેતુ છે અને તે પરિણામ=લોકોત્તર કુશલ પરિણામ, યથાસંભવ=ચૈત્યવંદન કરનારના પરિણામને અનુરૂપ જે પ્રકારે ક્ષયાદિનો સંભવ હોય તે પ્રમાણે, જ્ઞાનાવરણીયાદિ સ્વભાવવાળાં કર્મોના ક્ષય-ક્ષયોપશમ-ઉપશમના લવાળો છે; કેમ કે તેનું=લોકોત્તર કુશલ પરિણામનું, કર્મના ગ્રહણના અધ્યવસાયથી વિરુદ્ધપણું છે, તેથી–લોકોત્તર કુશલ પરિણામ જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયાદિના લવાળો છે તેથી, કૃત્સ્ય કર્મના ક્ષય લક્ષણ પરમ પુરુષાર્થરૂપ મોક્ષનું લપણું હોવાથી ચૈત્યવંદનના નિષ્કલ એવા વ્યાખ્યેયરૂપ અર્થના વિષયપણાથી, તેના વ્યાખ્યાનના અનારંભનું આસંજન=ચૈત્યવંદનનું વ્યાખ્યાન અનારંભણીય છે એ રૂપ દોષનું આપાદન, અયુક્ત છે. ‘કૃતિ’ અવમત્ર ભાવથી કરેલા કથનની સમાપ્તિમાં છે.
ભાવાર્થ:
પૂર્વના ચાર શ્લોકો દ્વારા ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ચૈત્યવંદન સૂત્રના પૂર્ણ વ્યાખ્યાનનું પોતાનામાં સામર્થ્ય નથી, તોપણ યોગ્ય જીવોના ઉપકાર માટે પોતાના ક્ષયોપશમ અનુસાર ચૈત્યવંદન સૂત્રના વ્યાખ્યાનનો પોતાનો પરિશ્રમ સફળ છે, ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે
ચૈત્યવંદન સૂત્રના વ્યાખ્યાનનો ગ્રંથકારશ્રીનો પરિશ્રમ સફળ છે એ કથન ચિંત્ય છે અર્થાત્ ગ્રંથકારશ્રીનો પરિશ્રમ સફળ નથી.
ગ્રંથકારશ્રીનો પરિશ્રમ કેમ સફળ નથી ? તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે
-
ગ્રંથકારશ્રીના પરિશ્રમના વિષયભૂત એવું ચૈત્યવંદન સૂત્ર પણ નિષ્ફળ છે, તેથી ચૈત્યવંદન સૂત્રનું વ્યાખ્યાન પણ નિષ્ફળ છે.
પૂર્વપક્ષીનો આશય એ છે કે સંસારીજીવો સંસારમાં જે પ્રવૃત્તિ કરે છે તેનું ધનની પ્રાપ્તિ વગેરે ફળ તેઓને દેખાય છે, જ્યારે ચૈત્યવંદનની ક્રિયાથી પુરુષને ઉપયોગી એવા કોઈ ફળની પ્રાપ્તિ થતી નથી, માટે ચૈત્યવંદન સૂત્ર નિષ્ફળ છે, અને જો ચૈત્યવંદન સૂત્ર નિષ્ફળ હોય તો તેના અર્થના વ્યાખ્યાનનો પરિશ્રમ પણ નિષ્ફળ જ પ્રાપ્ત થાય. જે પ્રમાણે કંટકશાખાનું મર્દન કરવાથી કોઈ ફળ મળતું નથી, માત્ર શ્રમની જ પ્રાપ્તિ થાય છે, તેમ ચૈત્યવંદન સૂત્રના વ્યાખ્યાનથી પણ કોઈ ફળ મળતું નથી, અને જે વસ્તુ નિષ્ફળ હોય
વસ્તુ વિવેકી પુરુષ માટે આરંભણીય નથી, તેથી ચૈત્યવંદન સૂત્રના વ્યાખ્યાનનો ગ્રંથકારશ્રીનો પરિશ્રમ સફળ હોવાથી આરંભણીય છે એ રૂપ વ્યાપકની અનુપલબ્ધિ છે.
અહીં ‘ચૈત્યવંદન સૂત્રની વ્યાખ્યા આરંભણીય છે' એ વ્યાપક છે; કેમ કે “જે જે સફળ હોય તે તે આરંભણીય હોય” એ પ્રકારની વ્યાપ્તિમાં, “જે જે સફળ હોય” એ વ્યાપ્ય છે અને “તે તે આરંભણીય હોય” એ વ્યાપક છે. અને ‘ચૈત્યવંદનનું વ્યાખ્યાન આરંભણીય છે' એ રૂપ વ્યાપકની અનુપલબ્ધિ હોવાથી ગ્રંથકારશ્રીએ જે કહ્યું કે ‘મારો પરિશ્રમ સફળ છે' એ વચન વ્યર્થ છે, એમ સિદ્ધ થાય.