________________
૨૦.
લલિતવિસ્તરા ભાગ-૧ લલિતવિસ્તરાર્થ - કહે છે અહીં કોઈ શંકા કરતાં કહે છે –
લબ્ધિ આદિના નિમિતે માતૃસ્થાનથી સમ્યકકરણમાં પણ=ચૈત્યવંદનની શાસ્ત્રમાં જે પ્રકારની વિધિ બતાવી છે તે પ્રકારે બાહ્ય વિધિ અનુસાર ચૈત્યવંદન સમ્યફ કરવામાં પણ, શુભભાવની અનુપપત્તિ છે. “તિ' શંકાની સમાપ્તિમાં છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
નથી શંકાકારનું કથન બરાબર નથી; કેમ કે તેના લબ્ધિ આદિ નિમિતે માતરથાનથી શાસ્ત્રવિધિ અનુસાર ચૈત્યવંદનના કરણના, સમ્યક્કરણની અસિદ્ધિ છે.
અહીં પ્રશ્ન થાય કે લબ્ધિ આદિ નિમિતે માતૃસ્થાનથી કરાતા શારવિધિ અનુસાર ચૈત્યવંદનની ક્રિયામાં સમ્યફ્રકરણત્વની અસિદ્ધિ કેમ છે? તે સ્પષ્ટ કરવા તથા હિથી કહે છે –
પ્રાયઃ અધિકૃત એવા સૂત્રમાં કહેવાયેલ જ વિધિથી ઉપયુક્ત, આશંસા દોષથી રહિત, સમ્યગ્દષ્ટિ એવા ભક્તિવાળા જીવનું જ સમ્યફ્રકરણ છે, અન્યનું નહીં, કેમ કે અનધિકારીપણું છે.
અહીં પ્રશ્ન થાય કે ઉપરમાં બતાવ્યા એવા ગુણો વગરના જીવો ચૈત્યવંદનના અનધિકારી છે છતાં તેઓ જે શાસ્ત્રવિધિ અનુસાર ચૈત્યવંદન કરે છે તેમાં તેઓને સમ્યકુકરણ નથી એમ કેમ કહી શકાય ? તેમાં હેતુ આપે છે –
અનધિકારીના સર્વ જ કૃત્યમાં સમ્યક્રકરણનો અભાવ છે.
જો લબ્ધિ આદિ નિમિત્તે માતૃસ્થાનથી શાસ્ત્રવિધિ અનુસાર ચૈત્યવંદન કરનારા જીવો ચૈત્યવંદનના અનધિકારી હોય તો તેઓને ચૈત્યવંદન સૂત્રનું વ્યાખ્યાન સંભળાવાય કે નહીં ? એ પ્રકારની શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે –
તો આના શ્રાવણમાં પણ ચૈત્યવંદન સૂત્રની વ્યાખ્યાનું શ્રવણ કરાવવામાં પણ, અધિકારી જીવો શોધવા જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે – કોણ અથવા શું કહે છે ?-કોણ ના પાડે છે ? આ=પૂર્વપક્ષી કહે છે કે શ્રાવણમાં પણ અધિકારી જીવો શોધવા જોઈએ એ, આ પ્રમાણે જ છે શ્રાવણમાં પણ અધિકારી જીવોની ગવેષણા કરવી જોઈએ એ પ્રમાણે જ છે. કેવલ શ્રાવણમાં નહીં પરંતુ પાઠમાં પણ માત્ર ચૈત્યવંદન સૂત્રની વ્યાખ્યા સંભળાવવામાં અધિકારી જીવોની ગવેષણા કરવી જોઈએ એમ નહીં પરંતુ ચૈત્યવંદન સૂત્ર ભણાવવામાં પણ અધિકારી જીવોની ગષણા કરવી જોઈએ; કેમકે અનધિકારીના પ્રયોગમાં= અનધિકારી જીવોને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિમાં, ઊલટો અનર્થનો ભાવ છે=લાભ તો થતો નથી