________________
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા
૨૫ કૂટનટની જેમ માયાથી ચૈત્યવંદનના ક્રિયાકાળમાં જે જે અભિનય કરવાના શાસ્ત્રમાં કહ્યા છે તે સર્વ અભિનયપૂર્વક અને ચૈત્યવંદનની સર્વ ઉચિત વિધિપૂર્વક ચૈત્યવંદન કરવામાં આવે તો પણ તે પ્રકારનું ચૈત્યવંદનનું સમ્યકરણ લબ્ધિ આદિના નિમિત્તે હોવાને કારણે તેનાથી શુભભાવની ઉત્પત્તિ થતી નથી. એ અર્થને બતાવે છે.
અહીં કહ્યું કે અધિકૃત સૂત્રોક્ત જ વિધિથી ઉપયુક્ત, આશંસાદોષથી રહિત, સમ્યગ્દષ્ટિ એવા ભક્તિવાળા જીવને જ ચૈત્યવંદનનું સમ્યફકરણ છે, તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ પણ જ્યારે ચૈત્યવંદનકાળમાં અધિકૃત સૂત્રોક્ત વિધિથી ઉપયુક્ત ન હોય અને કોઈ આશંસાથી ચૈત્યવંદન કરતા હોય, ત્યારે તેનું ચૈત્યવંદન સમ્યકરણ બનતું નથી. અને અહીં સમ્યગ્દષ્ટિ કોણ છે? તેનો ઉચિત નિર્ણય આ રીતે થાય –
જે જીવોને ચારગતિમાં પરિભ્રમણની વિડંબણારૂપ સંસારનું વાસ્તવિક સ્વરૂપ દેખાય છે, અને તેથી જ સંસારથી ભય પામેલા છે, તેમજ ચારગતિમાં પરિભ્રમણ વગરની સર્વ કર્મોથી રહિત અવસ્થા જીવની સુંદર અવસ્થા છે તેવો જેઓને શાસ્ત્રવચનાદિથી સ્પષ્ટ નિર્ણય થયેલો છે, અને તેથી જેઓ મુક્તાવસ્થાના અત્યંત અર્થી છે અને જેઓને મુક્તાવસ્થાની પ્રાપ્તિનો એક ઉપાય સર્વજ્ઞનું વચન અને સર્વજ્ઞના વચનાનુસાર કરાતી વિધિપૂર્વકની પ્રવૃત્તિ છે તેવો સ્થિર નિર્ણય છે, તેથી જ પોતાનામાં વર્તતી સમ્યગ્દર્શનની નિર્મળદૃષ્ટિથી પ્રેરાઈને જેઓ પોતાની શક્તિ ગોપવ્યા વગર જિનવચનના પરમાર્થને જાણવા માટે અને જાણીને સેવવા માટે ઉદ્યમ કરનારા છે, તેઓ સમ્યગ્દષ્ટિ છે. વળી, કેટલાક જીવો આવા પ્રકારની બુદ્ધિવાળા હોવા છતાં સૂક્ષ્મબોધના અભાવને કારણે સમ્યગ્દષ્ટિ નથી, પરંતુ સમ્યગ્દર્શનને અભિમુખ એવી અપુનબંધક દશાવાળા છે, તેઓનું ચૈત્યવંદન સમ્યકકરણને અભિમુખ થઈ શકે છે પરંતુ સમ્યકકરણ બનતું નથી છતાં સમ્યક્દષ્ટિ જીવો કે અપુનબંધક જીવો ચૈત્યવંદનના ક્રિયાકાળમાં શાસ્ત્રોક્ત વિધિથી ઉપયુક્ત ન હોય કે આશંસાદોષવાળા હોય, તો તેઓનું ચૈત્યવંદન સમ્યકરણ બનતું નથી.
પૂર્વમાં કહ્યું કે અધિકારી જીવો ચૈત્યવંદન સમ્યફ કરી શકતા નથી, તેથી ધર્મમાં કેવા જીવો અધિકારી છે તે બતાવીને ચૈત્યવંદન સૂત્રના કોણ અધિકારી છે, તે સ્પષ્ટ કરે છે – લલિતવિસ્તરા :
अर्थी समर्थः शास्त्रेणापर्युदस्तो धर्मेऽधिक्रियते, इति विद्वत्प्रवादः, धर्मश्चैतत्पाठादि, कारणे कार्योपचारात्, यद्येवमुच्यतां के पुनरस्याधिकारिण इति?
उच्यते,- एतद्बहुमानिनो, विधिपरा, उचितवृत्तयश्च।
नहि विशिष्टकर्मक्षयमन्तरेणैवंभूता भवन्ति, क्रमोप्यमीषामयमेव, न खलु तत्त्वत एतदबहुमानिनो विधिपरा नाम, भावसारत्वाद्विधिप्रयोगस्य, न चायं बहुमानाभावे इति।
न चामुष्मिकविधावप्यनुचितकारिणोऽन्यत्रोचितवृत्तय इति, विषयभेदेन तदौचित्याभावात्, अप्रेक्षापूर्वकारिविजृम्भितं हि तत्।