________________
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા
આમુષ્મિક વિધિમાં=પરલોકના લવાળા કૃત્યમાં, અનુચિત કરનારા=વિરુદ્ધ પ્રવૃત્તિવાળા, અન્યત્ર= આલોકમાં, ઉચિતવૃત્તિવાળા=સ્વકુલાદિને ઉચિત પરિશુદ્ધ સમાચારવાળા, થતા નથી જ, એમ અન્વય છે; કેમ કે અહીં પણ=આલોકમાં પણ, પરલોક પ્રધાનની જ=પરલોકની પ્રધાનતાવાળા પુરુષની જ, ઔચિત્યની પ્રવૃત્તિ છે. ‘આમુષ્મિક વિધિમાં પણ' એમ કહ્યું ત્યાં શું વળી ઐહિકવિધિમાં પણ એ ‘પિ’નો અર્થ છે.
૨૯
તે કહેવાયું છે=આલોકમાં પણ પરલોક પ્રધાન પુરુષની જ ઔચિત્યની પ્રવૃત્તિ છે તે અન્યત્ર પણ કહેવાયું છે
-
“પરલોકની વિરુદ્ધ એવાં કૃત્યોને કરતા એવા પુરુષને દૂરથી ત્યજવો જોઈએ જે આત્માને ઠગે છે તે અન્ય માટે હિતરૂપ કઈ રીતે થાય ? અર્થાત્ અન્ય માટે હિતકારી થાય નહીં.”
આ કયા કારણથી છે ? અર્થાત્ પરલોક વિષયક અનુચિત કરનારા આલોકમાં ઉચિત કરનારા હોય નહીં એ કયા કારણથી છે ? એથી હેતુ કહે છે
-
વિષયના ભેદથી=ભિન્ન એવા વિષયપણાથી=આલોક વિષયક પ્રવૃત્તિનો વિષય જુદો છે અને પરલોક વિષયક પ્રવૃત્તિનો વિષય જુદો છે એ પ્રકારના ભિન્ન એવા વિષયપણાથી તેના ઔચિત્યનો અભાવ છે અર્થાત્ તે બેના=આલોક અને પરલોકના, દૃષ્ટ-અષ્ટના અપાયના પરિહારમાં પ્રવૃત્તિરૂપ ઔચિત્યનો અભાવ છે.
વિષયના ભેદથી આલોક-પરલોકના ઔચિત્યનો અભાવ છે, એ કથનને સ્પષ્ટ કરે છે
જે જ મુહિમ પરલોક વિષયક, પરિણામસુંદર કૃત્ય છે, તે જ અહીં પણ છે–તે જ આલોકમાં પણ પરિણામસુંદર કૃત્ય છે. એથી=પરલોક વિષયક અનુચિત કરનારા આલોકમાં ઉચિત પ્રવૃત્તિ કરતા નથી એમ પૂર્વે સ્થાપન કર્યું એથી, વિધિપરતા=વિધિપૂર્વક જ ઉચિતવૃત્તિપણું છે, એથી એતદ્બહુમાની આદિ ત્રણ ગુણોનો આ જ ક્રમ છે એમ ‘તિ’ શબ્દથી ફલિત થાય છે.
પ્રકારાંતરના નિરસન માટે કહે છેપલોક વિષયક અનુચિત કરનારા પણ આલોકમાં ઉચિત કરનારા હોય એ રૂપ પ્રકારાંતરની કોઈની માન્યતાનો નિરાસ કરવા માટે લલિતવિસ્તરાકાર કહે છે ખરેખર અપ્રેક્ષાપૂર્વકારીથી વિકૃભિત તે છે=અપેક્ષાપૂર્વક કરનારાઓ જ આ પ્રમાણે બોલે છે. શું બોલે છે ? તે યદ્યુતથી સ્પષ્ટ કરે છે -
-
એકત્ર અનુચિતકારીઓ પણ=આલોક કે પરલોકમાંથી એક ઠેકાણે અનુચિત કરનારા જીવો પણ, અન્યત્ર ઉચિતકારી હોય=આલોક કે પરલોકમાંથી બીજે ઠેકાણે, ઉચિત કરનારા હોય.
‘કૃતિ’ કથનની સમાપ્તિ અર્થે છે.
ભાવાર્થ:
પૂર્વમાં કહ્યું કે અધિકારી જીવો જ ચૈત્યવંદન સમ્યક્ કરી શકે છે, અધિકારી જીવોને જ ચૈત્યવંદન સૂત્રના