________________
લલિતવિસ્તરા ભાગ-૧
અધિકારી કહ્યા, ત્યાં કોઈને શંકા થાય કે જે જીવોનાં જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મો વિશેષ પ્રકારનાં હોય, તે જીવોને તે તે કર્મોને કારણે સમ્યક્ ચૈત્યવંદનનો લાભ થતો નથી, તેથી જે જીવોને તે કર્મોનો ક્ષય થયો છે, તે જીવોને જ ચૈત્યવંદન સૂત્રના પાઠાદિના અધિકારી કહેવા જોઈએ, પરંતુ એતદ્બહુમાની આદિ ગુણોવાળા જીવોને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિના અધિકારી કહેવા જોઈએ નહીં. એ પ્રકારની શંકાના નિવારણ અર્થે કહે છે –
૩ર
વિશિષ્ટ કર્મના ક્ષય વગર જીવો ચૈત્યવંદન સૂત્રના બહુમાની આદિ ત્રણ ગુણોવાળા થતા નથી. તેથી એ ફલિત થાય કે સમ્યક્ ચૈત્યવંદનની પ્રાપ્તિને અનુકૂળ એવાં જ્ઞાનાવરણીય-દર્શનમોહનીય-ચારિત્રમોહનીય કર્મોનો ક્ષય થયો હોય, તેવા જીવો જ ચૈત્યવંદન સૂત્રના પાઠાદિના બહુમાનવાળા-વિધિપર-ઉચિતવૃત્તિવાળા હોય છે, અન્ય નહીં, તેથી ચૈત્યવંદન સૂત્રના બહુમાની આદિ ત્રણ ગુણોથી વ્યંગ્ય એવા કર્મવિશેષના ક્ષયવાળા જીવો જ ચૈત્યવંદનના અધિકારી છે એમ ફલિત થાય.
અહીં પ્રશ્ન થાય કે ચૈત્યવંદન સૂત્રના પાઠાદિના અધિકારી જીવોના એતદ્બહુમાની-વિધિપર-ઉચિતવૃત્તિવાળા, એમ ત્રણ વિશેષણો કહ્યા, તે ત્રણ વિશેષણો પ્રાપ્ત થવાનો ક્રમ ક્યો છે ? તેથી કહે છે –
આ ત્રણ ભાવો પ્રાપ્ત થવાનો ક્રમ પણ આ જ છે. આ જ ક્રમથી કેમ આ ત્રણ ભાવો થાય છે ? તે સ્પષ્ટ કરે છે
જેઓને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ પ્રત્યે બહુમાન નથી તેઓ ક્યારેય પણ તત્ત્વથી વિધિપર થઈ શકતા નથી; કેમ કે વિધિપ્રયોગનું ભાવપ્રધાનપણું છે. આશય એ છે કે જેઓને વીતરાગ પ્રત્યે બહુમાન હોય, તેઓને જ વીતરાગની સ્તુતિસ્વરૂપ ચૈત્યવંદનનાં સૂત્રો પ્રત્યે બહુમાન થાય છે, અને જેઓને ચૈત્યવંદનનાં સૂત્રો પ્રત્યે બહુમાન હોય તેઓ જ વીતરાગ બનવાના પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદનના સૂત્રમાં યત્ન કરે છે. અને તેવા બહુમાન વગરના જીવો આલોક કે પરલોકની આકાંક્ષાથી ચૈત્યવંદન કરતા પણ હોય અને બાહ્ય રીતે ચૈત્યવંદનની વિધિમાં તત્પર પણ હોય, તોપણ પરમાર્થથી તેઓ જિનગુણના પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદન કરતા નથી; કેમ કે વિધિપ્રયોગ માત્ર બાહ્ય આચરણારૂપ નથી, પરંતુ જિનગુણના પ્રણિધાનવાળા ભાવથી યુક્ત કરાયેલી આચરણારૂપ છે, અને આવો જિનગુણના પ્રણિધાનવાળો ભાવ ચૈત્યવંદન સૂત્ર પ્રત્યેના બહુમાન વગર થતો નથી, માટે ચૈત્યવંદન સૂત્ર પ્રત્યેના બહુમાનવાળા જીવો જ વિધિપર થઈ શકે છે, અન્ય નહીં.
વળી, જેઓ ચૈત્યવંદન સૂત્રના પાઠાદિમાં વિધિપર છે તેઓ જ ઉચિતવૃત્તિવાળા હોય છે, અન્ય નહીં. તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે
-
જેઓ પરલોકને સાધનાર એવી ચૈત્યવંદનની ક્રિયાની વિધિમાં અનુચિત કરનારા છે તેઓ આલોકની વિધિમાં ઉચિત પ્રવૃત્તિ કરનારા હોતા નથી; કેમ કે વિષયના ભેદથી આલોક-પરલોકના ઔચિત્યનો અભાવ છે.
આશય એ છે કે પરલોકપ્રધાન જીવો શાસ્ત્રવિધિ અનુસાર પ્રવૃત્તિ કરનારા હોય, તેઓ જ સ્વકુળાદિને