________________
૩૪
લલિતવિસ્તરા ભાગ-૧ સેવે છે તે સર્વ ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી તે જીવોનું તેનાથી વર્તમાનમાં પણ કોઈ અહિત થતું નથી, તેમજ પરલોકમાં પણ કોઈ અહિત થતું નથી, પરંતુ જેઓ હિંસા-ચોરી વગેરે અકાર્યો કરે છે, તેઓને પોતાના કુળાદિને કલંક લગાડનારી તે અનુચિત પ્રવૃત્તિઓથી વર્તમાનમાં પણ અહિત થવાની સંભાવના રહે છે, તેમજ પરલોકમાં પણ તેઓનું અહિત થાય છે.
વળી, ઘણા લોકો કહે છે કે આલોક-પરલોકના વિષયમાંથી એક સ્થાને ઉચિત કરનારા જીવો પણ અન્ય સ્થાને અનુચિત કરનારા હોય છે, તેથી કોઈ જીવ પરલોક વિષયક ચૈત્યવંદનાદિ ક્રિયા શાસ્ત્રાનુસારી કરનાર હોવા છતાં આલોકમાં પોતાના કુળાદિના પરિશુદ્ધ આચારવાળો ન હોય તેવું પણ બને, તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
વિચાર કર્યા વગર બોલનારા જીવો આ પ્રમાણે કહે છે અર્થાતુ એક સ્થાને અનુચિત કરનારા પણ અન્ય સ્થાને ઉચિત કરનારા હોય છે એ પ્રમાણે કહે છે. આનાથી એ ફલિત થાય કે જેઓ આલોકમાં પોતાના કુળને કલંક લાગે તેવી હિંસાદિ અનુચિત પ્રવૃત્તિ કરનારા છે. તેઓ પરલોકપ્રધાન એવી ધર્મપ્રવૃત્તિ કરતા હોય તોપણ પરમાર્થથી તેઓની તે ધર્મપ્રવૃત્તિ જિનગુણના પ્રણિધાનપૂર્વકની નથી, માત્ર બાહ્ય આચરણાત્મક છે, જેઓ જિનગુણના પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદનાદિ કરે છે તેઓ આલોકમાં પણ પોતાના કુળને કલંક લાગે તેવી પ્રવૃત્તિ કરતાં નથી, ક્વચિત્ કર્મના અતિપ્રાચર્યથી તેઓ કર્મને પરવશ થઈને અનુચિત પ્રવૃત્તિ કરતા હોય, તોપણ તેઓ કુળને અનુચિત પ્રવૃત્તિ પ્રત્યે જુગુપ્સાવાળા હોય છે અને તે અનુચિત પ્રવૃત્તિને ઘટાડવા પ્રયત્ન કરતા હોય છે, તેમજ શક્ય હોય ત્યાં સુધી તેઓ અનુચિત પ્રવૃત્તિ કરતા નથી. લલિતવિસ્તરા :
तदेतेऽधिकारिणः परार्थप्रवृत्तैर्लिङ्गतोऽवसेयाः, मा भूदनधिकारिप्रयोगे दोष इति, लिङ्गानि चैषां तत्कथाप्रीत्यादीनि, तद्यथाः- (१-५) तत्कथाप्रीतिः, निन्दाऽश्रवणम्, तदनुकम्पा, चेतसो न्यासः, परा जिज्ञासा, तथा- (६-१०) गुरुविनयः, सत्कालापेक्षा, उचितासनं, युक्तस्वरता, पाठोपयोगः, तथा- (११-१५) लोकप्रियत्वं, अगर्हिता क्रिया, व्यसने धैर्य, शक्तितस्त्यागो, लब्धलक्ष्यत्वं चेति, एभिस्तदधिकारितामवेत्यैतदध्यापने प्रवर्तेत, अन्यथा दोष इत्युक्तं। લલિતવિસ્તરાર્થ -
તે કારણથી=પૂર્વમાં કહ્યું તેમ અનધિકારી જીવોનું ચૈત્યવંદન સૂત્રના પાઠથી, ચૈત્યવંદન સૂત્રના અર્થના શ્રાવણથી-ચૈત્યવંદનના કરણથી અહિત થાય છે તે કારણથી, આ અધિકારીઓ= પૂર્વમાં બતાવ્યા એ એતબહુમાની આદિ ત્રણ વિશેષણોવાળા ચૈત્યવંદન સૂત્રના પાઠાદિના અધિકારી જીવો, પરાર્થમાં પ્રવૃત્તો વડે=પરોપકારમાં પ્રવૃત એવા ઉપદેશકો વડે, લિંગથી જાણવા જોઈએ. લિંગથી કેમ જાણવા જોઈએ ? તેથી કહે છે –