________________
૩૩
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા ઉચિત પરિશુદ્ધ આચારવાળા હોય છે, કેમ કે પરલોકપ્રધાન જીવોની જ આલોકમાં પણ ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિ હોય છે, અને આ કથનમાં સાક્ષીપાઠ આપતાં પંજિકાકાર કહે છે કે જે જીવો પરલોકવિરુદ્ધ કૃત્યો કરે છે તે જીવોનો દૂરથી જ ત્યાગ કરવા યોગ્ય છે; કેમ કે જેઓ પોતાના આત્માને ઠગે છે તેઓ બીજા માટે હિતરૂપ કઈ રીતે થઈ શકે ? તેથી ફલિત થાય કે જે જીવો પરલોકમાં ઉપકારી છે એવા ચૈત્યવંદન સૂત્રને વિધિપૂર્વક કરતા નથી, તેવી પ્રકૃતિવાળા જીવો આલોકમાં પણ પોતાના કુળને ઉચિત એવા પરિશુદ્ધ આચારો સેવતા નથી, આથી જેઓ પરલોકની પ્રવૃત્તિમાં વિધિપર છે તેઓ જ આલોકની પ્રવૃત્તિમાં ઉચિતવૃત્તિવાળા હોય છે; કેમ કે આલોક-પરલોકના ઔચિત્યનો ભિન્નવિષયપણાથી ભેદ નથી. અર્થાત્ પરલોક માટે જે પરિણામસુંદર કૃત્ય હોય તે જ આલોક માટે પણ પરિણામસુંદર કૃત્ય હોય અને આલોક માટે જે પરિણામસુંદર કૃત્ય હોય તે જ પરલોક માટે પણ પરિણામસુંદર કૃત્ય હોય.
આથી એ પ્રાપ્ત થાય કે જે જીવો પોતાના કુળ આદિને કલંક લગાવે તેવી હિંસા, ચોરી, પ્રપંચાદિ પ્રવૃત્તિથી આલોકમાં અનુચિત પ્રવૃત્તિ કરનારા હોય, તેઓ પરલોકપ્રધાન એવી જિનગુણના પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદનાદિની ક્રિયારૂપ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોતા નથી; અને જે જીવો પરલોકપ્રધાન એવી જિનગુણના પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદનાદિની ક્રિયારૂપ ઉચિત પ્રવૃત્તિ કરતા હોય, તેઓ આલોકમાં પોતાના કુળાદિને અનુચિત એવાં હિંસાદિ કૃત્યોપૂર્વક આજીવિકા વગેરે કરતા નથી, પરંતુ પોતાના કુળાદિને ક્યાંય કલંક ન લાગે તે રીતે જીવન જીવનારા હોય છે, તેથી જે જીવો પરલોક વિષયક અનુષ્ઠાનો વિધિપૂર્વક સેવે છે તેઓ આલોકમાં પણ ઉચિત પ્રવૃત્તિ કરે છે, એ પ્રકારનો અર્થ ફલિત થાય. આનાથી એ પ્રાપ્ત થાય કે વિવેકી પુરુષ પરલોક અર્થે જે કોઈ પ્રવૃત્તિ કરે છે તેના દ્વારા કષાયોનો ક્લેશ જ શમન કરે છે અને આલોકમાં પણ જે દાનઅર્જના આદિ કરે છે તે કષાયરૂપ ક્લેશના શિમ અર્થે જ કરે છે ફક્ત સંપૂર્ણ ધર્મ સેવવાની શક્તિનો સંચય થયો નથી તેથી ગૃહસ્થ અવસ્થામાં રહીને સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને તે તે પ્રકારના ક્લેશોનું શમન કરે છે આથી જ આલોકની પ્રવૃત્તિનો અને પરલોકની પ્રવૃત્તિનો કષાય શમનરૂપ વિષય એક છે.
અહીં પંજિકામાં કહ્યું કે આલોક-પરલોકના દૃષ્ટ-અદષ્ટ અપાયના પરિહારપૂર્વકની પ્રવૃત્તિરૂપ ઔચિત્યનો ભિન્નવિષયપણાથી અભાવ છે. તેનું તાત્પર્ય એ છે કે આલોકની ઉચિત પ્રવૃત્તિ વર્તમાનના અનર્થના પરિહારવાળી હોય અને પરલોકના પણ અનર્થના પરિહારવાળી હોય, તેમજ પરલોકની ઉચિત પ્રવૃત્તિ પણ વર્તમાનના ક્લેશરૂપ અનર્થના અને પરલોકના અનર્થના પરિહારવાળી હોય, તેથી નક્કી થાય કે બ્રાહ્મણાદિ સ્વવર્ણને ઉચિત વિશુદ્ધ વૃત્તિ એ જ છે કે જે પ્રવૃત્તિથી આલોકમાં પણ કોઈ અનર્થ ન થાય અને પરલોકમાં પણ કોઈ અનર્થ ન થાય, માટે અર્થથી એ સિદ્ધ થાય કે જે આચારોના સેવનથી આલોકમાં કોઈ અનર્થની પ્રાપ્તિ ન થાય, પરંતુ સુખ-શાંતિપૂર્વક ગૃહસ્થજીવન જીવી શકાય, તેમજ તે આલોકની પ્રવૃત્તિ ધર્મથી નિયંત્રિત હોવાને કારણે પરલોકમાં પણ તેનાથી કોઈ અનર્થની પ્રાપ્તિ ન થાય, તેવા સ્વમુલાદિને ઉચિત પરિશુદ્ધ સમાચાર દરેક વર્ણના છે, આથી જ ધર્મી જીવો સંપૂર્ણ ધર્મ સેવવાના અર્થી હોવા છતાં સંપૂર્ણ ધર્મરૂપ સર્વવિરતિને સેવવાની શક્તિનો સંચય ન થાય ત્યાં સુધી તેઓ ધર્મથી નિયંત્રિત એવા જે અર્થ-કામ