________________
૩૧
ચિત્યવંદનની પૂર્વની ભૂમિકા સ્થિર પરિચિત કરે, ત્યારે તેઓ ચૈત્યવંદન સૂત્ર સમ્યક કરવા પ્રત્યેના બહુમાનવાળા હોય છે, ચૈત્યવંદનની શાસ્ત્રોક્ત વિધિ સાંભળ્યા પ્રમાણે ચૈત્યવંદનની વિધિ કરવામાં તત્પર હોય છે અને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે, તેવા જીવો ચૈત્યવંદનના સમ્યફકરણના અધિકારી છે.
આમ, ચૈત્યવંદન સૂત્રના પાઠ-શ્રાવણ-કરણના અધિકારી જીવો પણ જ્યારે પૂર્વમાં કહ્યા મુજબ અધિકૃત એવા ચૈત્યવંદન સૂત્રમાં કહેવાયેલી વિધિથી ઉપયુક્ત થઈને, આશંસાદોષથી મુક્ત થઈને, નિર્મળદષ્ટિવાળા થઈને, ભક્તિપૂર્વક ચૈત્યવંદન કરે, ત્યારે તેઓનું ચૈત્યવંદન સમ્યકુકરણ બને છે, અન્યથા તેઓનું ચૈત્યવંદન સમ્યફકરણ બનતું નથી.
પંજિકામાં “એતદ્ધમાની’નો અર્થ કર્યો કે ત્રિવર્ગરૂપ પુરુષાર્થની ચિંતામાં ધર્મને જ બહુમાને છે, તેથી એ પ્રાપ્ત થાય છે જોકે ગૃહસ્થ ધર્મ-અર્થ-કામરૂપ ત્રણ પુરુષાર્થને સેવે છે, તોપણ ત્રણેય પુરુષાર્થમાં જેને ધર્મ પ્રત્યે જ બહુમાન છે, તેથી જ જેને જીવનમાં પૂર્ણ ધર્મ જ સેવવા જેવો છે તેવી સ્થિર બુદ્ધિ છે, છતાં પૂર્ણ ધર્મ સેવવા માટે પોતે અસમર્થ હોવાથી જેઓ અર્થપુરુષાર્થને અને કામપુરુષાર્થને પણ સેવે છે, તેવા જીવો સૂક્ષ્મબોધવાળા હોય તો સમ્યગ્દષ્ટિ છે, અથવા સૂક્ષ્મબોધનો અભાવ હોય તો અપુનબંધક છે. અને તેઓ ચૈત્યવંદનના બહુમાની છે.
પંજિકામાં ‘વિધિપર’નો અર્થ કર્યો કે આલોક-પરલોકમાં અવિરુદ્ધ ફલવાળાં અનુષ્ઠાન પ્રધાન છે જેઓને તેઓ વિધિપર છે, તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો સંસારની પ્રવૃત્તિ આલોકમાં અહિતનું કારણ ન બને અને પરલોકમાં પણ અહિતનું કારણ ન બને તે રીતે જ કરે છે, અને ધર્મની પણ પ્રવૃત્તિ આલોકપરલોકમાં અહિત ન થાય તે રીતે જ કરે છે, આથી જ આવા જીવો પોતાની આજીવિકાનો વ્યાઘાત થતો હોય તો ત્રિકાળપજાને બદલે અન્ય ઉચિત કાળે પૂજા કરે છે.
તેથી એ પ્રાપ્ત થાય કે વિવેકી પુરુષો આલોકની અને પરલોકની સર્વ પ્રવૃત્તિ ચિત્તના ક્લેશ શમન માટે જ કરે છે તેથી જ ભોગાદિ પણ ક્લેશના શમન માટે જ કરે છે પરંતુ ભોગતૃષ્ણા વૃદ્ધિ થાય તે રીતે કરતા નથી જ્યારે અવિવેકી જીવો જ પરલોકની પ્રવૃત્તિ તે રીતે કરે છે કે જેનાથી આલોકની પ્રવૃત્તિમાં ક્લેશ થાય. અને આ રીતે ક્લેશ કરીને તે જીવો કષાયોની જ વૃદ્ધિ કરીને પરલોકની પ્રવૃત્તિને પણ નિષ્ફળ પ્રાયઃ કરે છે.
પંજિકામાં “ઉચિતવૃત્તિવાળા'નો અર્થ કર્યો કે સ્વમુલાદિને ઉચિત શુદ્ધ જીવનના ઉપાયવાળા, તેથી એ પ્રાપ્ત થાય કે આર્યદેશમાં બ્રાહ્મણાદિ જે કુળો છે તે સર્વ કુળો પોતપોતાના કુળને અનુકૂળ એવી, ઉચિત પ્રવૃત્તિથી આજીવિકા કરવાનું બતાવે છે, અને દરેક કુળને ઉચિત એવી શુદ્ધ આજીવિકાની પ્રવૃત્તિ ધર્મથી નિયંત્રિત છે અને અધર્મથી જીવનું રક્ષણ કરનાર છે, તેથી તે તે કુળને ઉચિત પ્રવૃત્તિથી આજીવિકા નહીં કરનારા જીવો ધર્મ માટે અનધિકારી છે અને ઉચિત પ્રવૃત્તિથી આજીવિકા કરનારા જીવોને શાસ્ત્રમાં ધર્મના અધિકારી તરીકે સ્વીકારેલ છે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ એતદ્ધહુમાની-વિધિપર-ઉચિતવૃત્તિવાળા જીવોને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિના