________________
લલિતવિસ્તરા ભાગ-૧ અર્થો સંભળાવવામાં આવે તો તેઓ ચૈત્યવંદનને સમ્યફ કરવાની વિધિનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, અને અધિકારી જીવોને જ ચૈત્યવંદન સૂત્રનો પાઠ આપવામાં આવે તો તેઓનું હિત થાય છે. અનધિકારી જીવોને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ આપવામાં આવે તો તેઓનું હિત થતું નથી. તેથી હવે ચૈત્યવંદન સૂત્રના પાઠાદિના કોણ અધિકારી છે ? તે બતાવવા માટે પ્રથમ સામાન્યથી ધર્મના અધિકારી કોણ છે? તે બતાવે છે –
જે જીવો ધર્મના અર્થ હોય, ધર્મને સમ્યફ સેવવા માટે સમર્થ હોય અને શાસ્ત્રમાં જેઓને ધર્મ આપવાનો નિષેધ કરાયો ન હોય, તેવા જીવો ધર્મના અધિકારી છે, એ પ્રકારનો વિદ્વાન પુરુષોનો પ્રવાદ છે. વળી, ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ ધર્મ છે અર્થાત્ ચૈત્યવંદન સૂત્રનું અધ્યયન, ચૈત્યવંદન સૂત્રના અર્થનું શ્રવણ અને ચૈત્યવંદનની ક્રિયાનું કરણ એ ધર્મ છે; કેમ કે તે ત્રણે ધર્મની નિષ્પત્તિનું કારણ છે, તેથી ચૈત્યવંદન સૂત્રના પાઠાદિમાં તે પાઠાદિના કાર્યરૂપ ધર્મનો ઉપચાર કરીને તે ચૈત્યવંદન સૂત્રના પાઠાદિને ઉપચારથી ધર્મ કહેવાય છે, આ રીતે જેઓ ધર્મના અધિકારી હોય તેઓ જ ચૈત્યવંદન સૂત્રના અધિકારી છે.
આમ છતાં આ પ્રમાણે બતાવ્યા પછી લલિતવિસ્તરામાં કહ્યું કે જો આમ છે તો ચૈત્યવંદન સૂત્રના પાઠાદિના અધિકારી કોણ છે?તે કહો. આનાથી એ કહેવું છે કે અર્થી, સમર્થ અને શાસ્ત્રથી અપર્યુદસ્ત શાસ્ત્રમાં જેમને અનધિકારી કહેલ ન હોય તેવો પુરુષ શાસ્ત્રથી અપદસ્ત છે. આ ત્રણ ગુણોવાળા જીવો ધર્મના અધિકારી છે માટે ધર્મરૂપ ચૈત્યવંદન સૂત્રના અધિકારી છે અને તે ત્રણ ગુણોવાળા જીવો કેવા હોય ? તે પ્રકારની વિશેષ જિજ્ઞાસાથી કહ્યું કે તેના અધિકારી કેવા હોય, તે કહો. અને તેના જવાબરૂપે લલિતવિસ્તરાકારે ત્રણ ગુણો કંઈક અન્ય પ્રકારે કહ્યા, તેથી એ પ્રાપ્ત થયું કે જેઓ ચૈત્યવંદન સૂત્રના પાઠાદિના અર્થી છે તેઓ ચૈત્યવંદન સૂત્રના બહુમાનવાળા છે, જેઓ સમર્થ છે તેઓ વિધિપર છે, અને જેઓ શાસ્ત્રથી અપર્યુદસ્ત છે તેઓ ઉચિતવૃત્તિવાળા છે.
જે જીવોને ભવનો રાગ કંઈક ઓછો થયો છે, તેથી ચારગતિમાં પરિભ્રમણ રૂપ ભવના સ્વરૂપને જાણીને જેઓ ભવથી વિમુખ થયા છે, તેવા જીવોને ધર્મ પ્રત્યે બહુમાન થાય છે, તેથી તેઓ ધર્મના અર્થી છે અને ધર્મના અર્થી હોવાને કારણે તેઓને ધર્મનિષ્પત્તિના કારણભૂત એવા ચૈત્યવંદન સૂત્રના પાઠ પ્રત્યે બહુમાન હોય છે, પાઠ કરતી વખતે પાઠ વિષયક શાસ્ત્રમાં બતાવેલ વિધિમાં તત્પર હોય છે અને કર્મની લઘુતાને કારણે ભદ્રક પ્રકૃતિવાળા હોવાથી તેઓ સ્વવર્ણને ઉચિત પ્રવૃત્તિથી આજીવિકા કરનારા હોય છે. આથી આવા જીવોને ધર્મ આપવાનો શાસ્ત્રકારે નિષેધ કર્યો નથી, તેવા જીવો ચૈત્યવંદન સૂત્રના પાઠના અધિકારી છે.
વળી, જે જીવો ચૈત્યવંદન સૂત્રના પાઠના અધિકારી છે તેઓ ચૈત્યવંદન સૂત્ર ભણીને તૈયાર થાય અને ચૈત્યવંદનના સમ્યકકરણના અર્થી થઈને ગુરુ આદિ પાસે ચૈત્યવંદનની વિધિની પૃચ્છા કરે, તે વખતે તેઓને ચૈત્યવંદનની વિધિનું શ્રવણ કરવામાં બહુમાન હોય છે, ચૈત્યવંદન સૂત્રના અર્થો સાંભળતી વખતે તેઓ શ્રવણ વિષયક શાસ્ત્રમાં બતાવેલ વિધિમાં તત્પર હોય છે અને સંસારમાં ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. તેવા જીવો ચૈત્યવંદન સૂત્રના અર્થના શ્રાવણના અધિકારી છે.
વળી, જે જીવો ચૈત્યવંદન સૂત્રના શ્રાવણના અધિકારી છે તેઓ ચૈત્યવંદનની વિધિ સાંભળીને તે વિધિને