________________
૨૪
લલિતવિસ્તરા ભાગ-૧
ચૈત્યવંદન સૂત્રનો પાઠ આપવામાં આવે તો તે જીવને તે પાઠનું ફળ તો મળે નહીં, પરંતુ તે પાઠ વિપરીત કરવાથી અનર્થની પ્રાપ્તિ થાય.
તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે કે જેમ પથ્ય વસ્તુ પણ રોગી માટે અહિતકારક થાય છે, તેમ પથ્ય એવું પણ ચૈત્યવંદન સૂત્ર કર્મોની પ્રચુરતાવાળા રોગી જીવ માટે અહિતકારક થાય છે; કેમ કે તેવા અનધિકારી જીવોને તે સૂત્ર પ્રત્યે કે તે સૂત્રથી વાચ્ય એવા ભગવાનના ગુણો પ્રત્યે લેશ પણ બહુમાન થતું નથી, તેથી તેવા જીવો તે સૂત્ર ભણીને પણ અનર્થ જ પ્રાપ્ત કરે છે. આથી જે જીવોનાં કર્મો કંઈક અલ્પ થયાં હોવાથી પ્રકૃતિભદ્રક હોય, તેવા જીવો નિમિત્તને પામીને ભગવાનના ગુણો પ્રત્યે પક્ષપાતવાળા થાય છે અને તેવા જીવો પ્રસ્તુત સૂત્રના અધિકારી છે, અને અધિકારી જીવો ચૈત્યવંદન સૂત્ર ભણીને જેમ જેમ તે સૂત્રના અર્થ જાણે છે, તેમ તેમ તેઓ ગુણોના પક્ષપાતી બને છે, જેથી તેઓનું હિત થાય છે.
આનાથી એ ફલિત થાય કે ચૈત્યવંદનની ક્રિયા કરવામાં પણ અધિકારી જીવની ગવેષણા આવશ્યક છે, ચૈત્યવંદન સૂત્રની ટીકાના અર્થો સંભળાવવામાં પણ અધિકારી જીવની ગવેષણા આવશ્યક છે, તેમજ ચૈત્યવંદન સૂત્ર ભણાવવામાં પણ અધિકારી જીવની ગવેષણા આવશ્યક છે. અને અનધિકારી જીવને ચૈત્યવંદન સૂત્ર ભણાવવાથી તે સૂત્ર ભણનાર જીવનું તો અહિત થાય છે, પરંતુ શાસ્ત્રમર્યાદાની ઉપેક્ષા કરીને અનધિકારી જીવને સૂત્ર ભણાવનાર પુરુષને પણ કર્મબંધ થાય છે.
લલિતવિસ્તરામાં પૂર્વે શંકા કરેલ કે ચૈત્યવંદનથી શુભભાવ થાય છે તેમાં એકાંત નથી, કેમ એકાંત નથી ? તેમાં હેતુ બતાવેલ કે અનાભોગ-માતૃસ્થાનાદિથી વિપર્યયનું પણ દર્શન છે તેના જવાબરૂપે ગ્રંથકારશ્રીએ સ્પષ્ટતા કરેલ કે સમ્યકુકરણમાં વિપર્યયનો અભાવ છે, તેથી ફલિત થયું કે જેઓ સમ્યક ચૈત્યવંદન કરે છે તેઓ અનાભોગ-માતૃસ્થાનાદિથી ચૈત્યવંદન કરતા નથી. આ કથન કર્યા પછી પૂર્વપક્ષીએ ફરી શંકા કરતાં કહ્યું કે લબ્ધિ આદિના નિમિત્તે માતૃસ્થાનથી સમ્યકરણમાં પણ શુભભાવની અનુપત્તિ છે, આથી વિચારકને જિજ્ઞાસા થાય કે પૂર્વના કથન પ્રમાણે ચૈત્યવંદનના સમ્યકરણમાં અનાભોગ-માતૃસ્થાનાદિ ન હોય તેમ ફલિત થાય અને પછીના કથન પ્રમાણે માતૃસ્થાનથી ચૈત્યવંદનનું સમ્યકરણ હોઈ શકે તેમ પ્રાપ્ત થાય, તેથી પૂર્વના કથનમાં બતાવેલ માતૃસ્થાન અને પ્રસ્તુત કથનમાં બતાવેલ માતૃસ્થાન વચ્ચે શું ભેદ છે?
તેનું તાત્પર્ય એ છે કે જેઓ શાસ્ત્રવિધિ અનુસાર ચૈત્યવંદન કરતા નથી, પરંતુ પોતે ધર્મ કરે છે એમ દેખાડવા માટે માયાથી ચૈત્યવંદન કરે છે, અર્થાત્ માયાથી બાહ્ય સમ્યગુ કરતા નથી પરંતુ ધર્મી બતાવવા ચૈત્યવંદન કરે છે. તેઓનું પૂર્વના ગ્રંથકારશ્રીના કથનમાં કહેલા “માતૃસ્થાન' શબ્દથી ગ્રહણ કરેલ છે. વળી, જેઓ ચૈત્યવંદન વિષયક અભિનયો જે પ્રકારે શાસ્ત્રકાર બતાવે છે તે જ પ્રકારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અભિનયપૂર્વક ચૈત્યવંદન કરે છે, પરંતુ તે અભિનયપૂર્વકના ચૈત્યવંદનકાળમાં જેઓ લબ્ધિ આદિની પ્રાપ્તિના આશયવાળા છે, તેઓ માયાથી બાહ્ય આચરણારૂપે સમ્યફ ચૈત્યવંદન કરે છે, અને તેઓનું “લબ્ધિ આદિ નિમિત્તે માતૃસ્થાનથી સમ્યકકરણમાં પણ શુભભાવની અનુપપત્તિ છે” એ પ્રકારના શંકાકારના બીજા કથનમાં કહેલા “માતૃસ્થાન' શબ્દથી માયાથી બાહ્ય સમ્યગુ આચરણાનું ગ્રહણ છે, તેથી આ બીજા સ્થાનમાં