________________
૨
લલિતવિસ્તરા ભાગ-૧
લલિતવિસ્તરાર્થ -
અર્થ=ધર્મના આર્થી, સમર્થ=ધર્મના અનુષ્ઠાન કરવા માટે સમર્થ, શારાથી અપJદસ્ત આગમથી અનિરાકૃત જીવ, ધર્મમાં અધિકારી છે ધર્મમાં અધિકારીરૂપે રવીકારાય છે. એ પ્રકારનો વિદ્વાનનો પ્રવાદ છે વિદ્વાન પુરુષોનું કથન છે, અને આના પાઠાદિ=ચેત્યવંદન સૂત્રના પાઠ-શ્રાવણ-કરણ, ધર્મ છે; કેમ કે કારણમાં કાર્યનો ઉપચાર છે=ધર્મના કારણભૂત એવા ચૈત્યવંદન સૂત્રના પાઠાદિરૂપ કારણમાં તે પાઠાદિથી નિષ્પન્ન થતા જીવના પરિણામ રૂપ ધર્મસ્વરૂપ કાર્યનો ઉપચાર છે, તેથી ચૈત્યવંદન સૂત્રના પાઠાદિને ધર્મ કહેલ છે, એમ અન્વય છે. જો આમ છે=આર્થી આદિ ત્રણ ગુણોવાળો જીવ ધર્મમાં અધિકારી છે અને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ ધર્મ છે એમ છે, તો કહો, આના=ચૈત્યવંદન સૂત્રના, અધિકારી વળી, કોણ છે? એથી કહેવાય છે –
આના બહુમાની ચૈત્યવંદન સૂત્રના બહુમાનવાળા, વિવિપર=વિધિના પાલનમાં તત્પર, અને ઉચિતવૃતિવાળા જીવો ચૈત્યવંદન સૂત્રના અધિકારી છે, એમ સંબંધ છે.
જે કારણથી વિશિષ્ટ કર્મના ક્ષય વગર આવા પ્રકારના થતા નથી=જીવો એતર્બહુમાની આદિ ત્રણ ગુણોવાળા થતા નથી. ક્રમ પણ આમનો-ચૈત્યવંદન સૂત્રના અધિકારી જીવોનો, આ જ છે=એતબહુમાની આદિ રૂપ જ છે.
અહીં પ્રશ્ન થાય કે આ પ્રકારનો ક્રમ કેમ છે? એથી કહે છે –
ખરેખર તત્ત્વથી આના બહુમાની-ચૈત્યવંદન સૂત્રના અબહુમાનવાળા જીવો, વિધિપર થતા નથી; કેમ કે વિધિપયોગનું ભાવસારપણું છે, અને આ=વિધિપયોગમાં વર્તતો ભાવ, બહુમાનના અભાવમાં નથી એથી (અબહુમાનવાળા જીવો વિધિ પર થતા નથી) અને આમુખિક વિધિમાં પણ=પરલોક વિષયક કૃત્યમાં પણ, અનુચિતકારી જીવો અન્યન=આલોકમાં, ઉચિતવૃત્તિવાળા નથી=પોતાના કુળાદિને અનુરૂપ પરિશુદ્ધ આચારવાળા નથી, એથી આ ક્રમ છે એમ અન્વય છે.
અહીં પ્રશ્ન થાય કે પરલોકના વિષયમાં અનુચિત કરનારા જીવો આલોકમાં ઉચિત પ્રવૃત્તિ કેમ કરી શકતા નથી ? તેમાં હેત આપે છે – વિષયના ભેદથી તેના ઔચિત્યનો અભાવ છે=આલોક-પરલોકના ઔચિત્યનો અભાવ છે. કોઈ જીવ પરલોક વિષયક અનુચિત કરતો હોય, છતાં આલોક વિષયક ઉચિત કરતો હોય તેવું કેટલાક સ્વીકારે છે તે ઉચિત નથી, તે સ્પષ્ટ કરવા કહે છે –
ખરેખર તે અપેક્ષાપૂર્વકારીઓથી વિભિત છે પરલોક વિષયક અનુચિત કસ્બારા પણ આલોક વિષયક ઉચિત કરનારા હોય તે કથન અવિચારક જીવોથી કહેવાયેલું છે. પંજિકા -
अर्थीत्यादि। 'अर्थी'-धर्माधिकारिप्रस्तावात्तदभिलाषातिरेकवान्, 'समर्थो'-निरपेक्षतया धर्ममनुतिष्ठन्