________________
૨૩
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા
વળી, અહીં પ્રાય: શબ્દના ગ્રહણથી એ પ્રાપ્ત થાય કે સૂત્ર અધ્યયનને અનુકૂળ નિમિત્તના અભાવને કારણે કેટલાક સમ્યગ્દષ્ટિ જીવોએ ચૈત્યવંદન સૂત્રના વ્યાખ્યાનનું અધ્યયન કરેલ ન હોય, તેથી તેઓને ચૈત્યવંદન સૂત્રમાં કહેવાયેલી વિધિનો પણ બોધ ન હોય. આમ છતાં નિર્મળપ્રજ્ઞાને કારણે તેઓમાં માર્ગાનુસારી તીવ્ર ક્ષયોપશમ વર્તતો હોય તો તેઓનો સૂત્રોક્ત વિધિમાં ઉપયોગ નહીં હોવા છતાં તેઓનું ચૈત્યવંદન સમ્યકકરણ બને છે; કેમ કે ચૈત્યવંદન સૂત્રમાં બોલાતા શબ્દો અને તેના અર્થોમાં તેઓનું ચિત્ત અત્યંત ઉપયુક્ત છે અને નિર્મળપ્રજ્ઞાને કારણે તેઓનો માર્ગાનુસારી તીવ્ર ઉપયોગ વર્તે છે, તેથી ચૈત્યવંદનના ક્રિયાકાળમાં જિનગુણના વિશિષ્ટ પ્રકારના પ્રણિધાનને કારણે તેઓનું કરાતું ચૈત્યવંદન પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયનું કારણ બને છેછતાં પ્રાયઃ કરીને સમ્યગ્દષ્ટિ જીવોને પણ ચૈત્યવંદન સૂત્રના વ્યાખ્યાનના અધ્યયનથી નિર્મળપ્રજ્ઞા પ્રગટે છે, તે વ્યાખ્યાનમાં કહેલી વિધિ અનુસાર ચૈત્યવંદનની ક્રિયામાં ઉપયુક્ત થાય તો પ્રકૃષ્ટ શુભભાવ પ્રગટે છે, અન્યથા શુભભાવ થતો નથી, તેથી આવા જીવોથી અન્ય જીવો ચૈત્યવંદનના અધિકારી નથી. અને જેઓ જે પ્રવૃત્તિના અધિકારી ન હોય તે જીવો તે પ્રવૃત્તિને સમ્યફ કરી શકતા નથી, એવો વ્યાપક નિયમ સર્વ કાર્ય પ્રત્યે છે, માટે લબ્ધિ આદિ નિમિત્તે માયાથી બાહ્ય રીતે ચૈત્યવંદનને સમ્યફ કરનારા જીવો તત્ત્વથી ચૈત્યવંદનના અધિકારી જ નથી, માટે તેઓના ચૈત્યવંદનમાં સમ્યકરણત્વની અસિદ્ધિ છે.
આ રીતે ગ્રંથકારશ્રીએ ચૈત્યવંદનના અધિકારી જીવો કોણ છે તે સ્પષ્ટ કર્યું. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે તો પછી જેમ ચૈત્યવંદનના અધિકારી જીવો જ ચૈત્યવંદનને સમ્યક કરી શકે છે, તેમ ચૈત્યવંદનની વિધિનું વ્યાખ્યાન સંભળાવવામાં પણ અધિકારી જીવોની ગવેષણા કરવી જોઈએ; કેમ કે જેમ અનધિકારી જીવો ચૈત્યવંદન સમ્યગુ કરી શકતા નથી, તેમ ચૈત્યવંદન સૂત્રનું વ્યાખ્યાન સાંભળવા માટે અનધિકારી જીવો પણ પ્રસ્તુત ગ્રંથથી ચૈત્યવંદન સૂત્રના અર્થનો સમ્યગુ બોધ કરી શકશે નહીં, માટે તેઓનો પ્રસ્તુત ગ્રંથના અધ્યયનમાં કરાયેલો શ્રમ નિષ્ફળ થશે, તેથી તમારે ચૈત્યવંદન સૂત્રની વ્યાખ્યા સંભળાવવા માટે પણ અધિકારી જીવોની ગવેષણા કરવી પડશે.
તેને ગ્રંથકારશ્રી કહે છે કે તેમાં કોણ ના પાડે છે ? એ વસ્તુ એમ જ છે અર્થાત્ જેમ અધિકારી જીવ ચૈત્યવંદનને સમ્યકુ કરી શકે છે, તેમ અધિકારી જીવ જ પ્રસ્તુત ગ્રંથના શ્રવણથી ચૈત્યવંદનની વિધિનો સમ્યમ્ બોધ કરી શકે છે, અનધિકારી જીવ નહીં, માટે અધિકારી જીવને જ પ્રસ્તુત ગ્રંથ સંભળાવવો જોઈએ, અન્યને નહીં, એ વાત અમને સંમત છે. પ્રસ્તુત ગ્રંથ સંભળાવવાના વિષયમાં જ અધિકારી જીવની ગવેષણા આવશ્યક છે, એટલું જ નહીં, પરંતુ ચૈત્યવંદન સૂત્ર ભણાવવામાં પણ અધિકારી જીવની ગવેષણા આવશ્યક છે; કેમ કે અધિકારી જીવોને ચૈત્યવંદન સૂત્ર ભણાવવામાં આવશે તો તેનાથી તેઓને કોઈ લાભ તો થશે નહીં, ઊલટું તે સૂત્ર જાણીને તેને અનર્થની જ પ્રાપ્તિ થશે.
જેમ જે ક્રિયામાં જે અનધિકારી હોય તે જીવ તે ક્રિયા કરે તો તે જીવને તે ક્રિયાનું ફળ તો મળે નહીં, પરંતુ તે ક્રિયા વિપરીત કરવાથી અનર્થની પ્રાપ્તિ થાય, તેમ ચૈત્યવંદન સૂત્રના પાઠ માટે અનધિકારી જીવને