________________
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા ઊલટો અનર્થ થાય છે.
અનધિકારી જીવોને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિમાં અનર્થ કેમ થાય છે? એમાં હેતુ બતાવે છે – પત્ર પણ=હિતકારી એવું ચૈત્યવંદન સૂ પણ, આતુરમાં પ્રચુર ભાવરોગવાળા રોગીમાં, અહિત છે અકલ્યાણનું કારણ છે, એ પ્રકારનું વચનનું પ્રામાણ્ય છે=ભગવાનના વચનનું પ્રમાણપણું છે. પંજિકા - __ प्रायोऽधिकृतसूत्रोक्तेनैव विधिनेति, अधिकृतसूत्र-चैत्यवन्दनसूत्रमेव, तत्र साक्षादनुक्तोऽपि तद्व्याख्यानोक्तो विधिस्तदुक्त इत्युपचर्यते, सूत्रार्थप्रपंचरूपत्वाद् व्याख्यानस्य, प्रायोग्रहणाद् मार्गानुसारितीव्रक्षयोपशमवतः कस्यचिदन्यथाऽपि स्यात्। પંજિકાર્ય -
પ્રાયોfથા... ચાન્ પ્રાયઃ અધિકૃત સૂત્રોક્ત જ વિધિથી' એ પ્રકારે લલિતવિસ્તરામાં કથન કર્યું ત્યાં અધિકૃત સૂત્ર ચૈત્યવંદન સૂત્ર જ છે. ત્યાં=ચૈત્યવંદન સૂત્રમાં, સાક્ષાત્ નહીં કહેવાયેલ પણ તેના વ્યાખ્યાનથી કહેવાયેલ વિધિ-ચૈત્યવંદન સૂત્રના વ્યાખ્યાનમાં કહેવાયેલ વિધિ, તદુક્ત છે–ચૈત્યવંદન સૂત્રથી ઉક્ત છે, એ પ્રકારે ઉપચાર કરાય છે; કેમ કે વ્યાખ્યાનનું ચૈત્યવંદન સૂત્રના વ્યાખ્યાનનું, સૂત્રના અર્થના પ્રપંચરૂપપણું છે, પ્રાથના ગ્રહણથી=પ્રાયઃ અધિકૃત સૂત્રોક્ત જ વિધિથી' એ કથનમાં પ્રાય: શબ્દના ગ્રહણથી, માર્ગાનુસારી તીવ્ર ક્ષયોપશમવાળા કોઈકને અન્યથા પણ થાય=ચૈત્યવંદન સૂત્રમાં કહેલી વિધિના ઉપયોગ વગર પણ ચૈત્યવંદનનું સમ્યફકરણ થાય. ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ચૈત્યવંદનની ક્રિયાના સમ્યકકરણમાં અશુભભાવરૂપ વિપર્યયનો અભાવ છે. અને તે સમ્યકકરણના સંપાદન માટે જ અમારો ચૈત્યવંદન સૂત્રની વ્યાખ્યાના આરંભનો પ્રયાસ છે, ત્યાં કોઈ શંકા કરે છે –
કોઈ જીવ, ચૈત્યવંદન કરવાથી મને કોઈ લબ્ધિની પ્રાપ્તિ થાય અર્થાત્ કોઈક પ્રકારની શક્તિની પ્રાપ્તિ થાય, અથવા પોતાની લોકમાં ખ્યાતિ થાય, તેવા કોઈ નિમિત્તે માયાથી શાસ્ત્રવિધિ અનુસાર ચૈત્યવંદન કરે તો તે જીવનું ચૈત્યવંદન બાહ્ય આચરણારૂપે સમ્યકુકરણરૂપ છે, તોપણ તે ચૈત્યવંદનની ક્રિયાથી ભગવાનના ગુણોના પ્રણિધાનરૂપ શુભભાવની અનુપત્તિ છે.
તેને ગ્રંથકારશ્રી કહે છે કે જેઓ લબ્ધિ આદિ નિમિત્તે બાહ્ય આચરણાથી ચૈત્યવંદનની ક્રિયા યથાર્થ કરતા હોય, તેઓને ચૈત્યવંદનની ક્રિયામાં સમ્યકકરણની અસિદ્ધિ છે, તો અહીં પ્રશ્ન થાય કે ચૈત્યવંદનનું સમ્યકરણ શું છે ? તેથી કહે છે કે પ્રાયઃ કરીને જે જીવો અધિકૃત એવા ચૈત્યવંદન સૂત્રમાં કહેવાયેલી જ વિધિથી ઉપયુક્ત હોય, આશંસા દોષથી રહિત હોય અર્થાત્ લબ્ધિપ્રાપ્તિની આશંસાથી કે માન-સન્માન પ્રાપ્તિની આશંસાથી રહિત હોય, અને ભગવાનની ભક્તિ જ કલ્યાણનું એક કારણ છે તેવી નિર્મળદ્રષ્ટિ