________________
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા પૂર્વપક્ષીએ કરેલી શંકામાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે –
આ પ્રકારનો અનેકાંત નથી; કેમ કે ચૈત્યવંદનના સમ્યકકરણમાં શુભભાવથી વિપરીત એવા અશુભભાવનો પરિણામ નથી. તેથી એ ફલિત થાય કે જે જીવોને સંસારનો ભય લાગ્યો છે અને સંસારથી નિસ્તાર પામવાનું કારણ ભગવાનનું વચન છે તેવી રુચિ છે, અને ભગવાનના વચનાનુસાર ભગવાનની ભક્તિ કરીને હું સંસારસાગરથી તરું તેવો સ્થિર બોધ છે, તેથી કઈ રીતે ચૈત્યવંદન કરવાથી શુભભાવ થાય છે તેને શાસ્ત્રવચનાનુસાર જાણીને તે જ પ્રમાણે ચૈત્યવંદન કરે છે, તેઓને શુભભાવથી વિપરીત એવો અશુભભાવ થતો નથી. આવા યોગ્ય જીવોને ચૈત્યવંદનથી શુભભાવ થાય છે તેના સંપાદન માટે જ ગ્રંથકારશ્રીએ ચૈત્યવંદન સૂત્ર પર લલિતવિસ્તરા નામની વ્યાખ્યા રચવાનો પ્રયાસ કરેલ છે, જેથી પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરીને યોગ્ય જીવો સમ્યક ચૈત્યવંદન કરીને હિત પ્રાપ્ત કરી શકે.
અહીં પ્રશ્ન થાય કે ગ્રંથકારશ્રીના આ વ્યાખ્યાનના પ્રયાસથી યોગ્ય જીવો સમ્યફ ચૈત્યવંદન કઈ રીતે કરી શકશે ? તેથી કહે છે –
જેમણે ચૈત્યવંદન સૂત્રના અર્થનો પરમાર્થ જાણ્યો નથી, તેઓ પ્રાયઃ કરીને ચૈત્યવંદનને સમ્યફ કરવા સમર્થ થતા નથી, તેથી પ્રસ્તુત ગ્રંથના અધ્યયનથી જેઓ ચૈત્યવંદન સૂત્રના અર્થનો પારમાર્થિક બોધ કરશે તેઓ ચૈત્યવંદનની ક્રિયાને સમ્યફ કરી શકશે, માટે તેવા જીવોના સમ્યફ ચૈત્યવંદનના સંપાદન માટે ગ્રંથકારશ્રીનો આ ચૈત્યવંદન સૂત્ર પર વ્યાખ્યાના આરંભનો પ્રયાસ છે.
અહીં ‘પ્રાયઃ'થી એ કહેવું છે કે કેટલાક જીવો એવા પણ છે કે જેમણે ચૈત્યવંદન સૂત્રનો પરમાર્થ જાણ્યો નથી, આમ છતાં તથા પ્રકારની કર્મલઘુતાને કારણે તેઓમાં તે પ્રકારની અવ્યક્ત સમાધિ પ્રગટેલી છે, જેના કારણે ચૈત્યવંદનના પરમાર્થને નહીં જાણવા છતાં સૂત્ર-અર્થને અવલંબીને થતા માનસવ્યાપારને કારણે તે પ્રકારના શુભભાવ કરી શકે છે, જેથી તેઓનું ચૈત્યવંદન સમ્યફ નિષ્પન્ન થાય છે. તોપણ મોટા ભાગના જીવો ચૈત્યવંદનના પરમાર્થને જાણીને તે પ્રકારે ઉપયુક્ત થાય તો જ ચૈત્યવંદનથી શુભભાવ કરી શકે છે, તે બતાવવા માટે અહીં કહેલ છે કે પ્રાયઃ અવિદિતતદર્થવાળા જીવો ચૈત્યવંદનના સમ્યકકરણમાં સમર્થ થતા નથી. લલિતવિસ્તરા :
आह-लब्ध्यादिनिमित्तं मातृस्थानतः सम्यक्करणेऽपि शुभभावानुपपत्तिरिति, न, तस्य सम्यक्करणत्वासिद्धेः, तथाहि-प्रायोऽधिकृतसूत्रोक्तेनैव विधिनोपयुक्तस्याऽशंसादोषरहितस्य सम्यग्दृष्टेभक्तिमत एव सम्यक्करणं, नान्यस्य, अनधिकारित्वात्, अनधिकारिणः सर्वत्रैव कृत्ये सम्यक्करणाभावात्, श्रावणेऽपि तहस्याधिकारिणो मृग्याः? को वा किमाह? एवमेवैतत्, न केवलं श्रावणे, किं तर्हि? पाठेऽपि, अनधिकारिप्रयोगे प्रत्युतानर्थभावात्, ‘अहितं पथ्यमप्यातुरे', इति वचनप्रामाण्यात्।