________________
૧૭.
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા विवक्षितफलं चैत्यवन्दनम्, परमकिंचित्करं तद्व्याख्यानमित्याशङ्क्याह-तत्सम्पादनेत्यादि, तत्सम्पादनार्थ= चैत्यवन्दनसम्यक्करणसम्पादनार्थम्। પંજિકાર્ય :
ત્તિ રતિ .... સવારમાનાર્થમ્ | એકાંત એટલે એકનિશ્ચય. અનામો ઇત્યાદિનો અર્થ કરે છે – અનાભોગ=સંમૂઢ ચિતપણાને કારણે વ્યક્ત ઉપયોગનો અભાવ. દોષનું આચ્છાદકપણું હોવાથી, અથવા સંસારીજીવના જન્મનું હેતુપણું હોવાથી માતા જેવી માતા માયા છે, તેનું સ્થાન=વિશેષ, માતૃસ્થાન છે. ગાદિ શબદથી=માતૃસ્થાનમાં રહેલા ગાલિ શબ્દથી, ચલચિતપણાને કારણે પ્રકૃતમાં=પ્રકૃત એવા ચૈત્યવંદનના ક્રિયાકાળમાં, સ્થાન-વર્ણ-અર્થ-આલંબનના ઉપયોગથી અન્ય ઉપયોગનો ગ્રહ છે=સંગ્રહ છે.
આ રીતે અનાભોગ આદિનો અર્થ કર્યા પછી ચૈત્યવંદનથી શુભ જ ભાવ થાય એવો એકાંત નથી તેમાં હેતનું યોજન કરતા કહે છે. તાસ્મા–તેનાથી=અનાભોગાદિ ત્રણથી, વિપર્યયનું પણ અશુભભાવનું પણ, દર્શન છે=ઉપલંભ છે. તેનાથી=પૈત્યવંદનની ક્રિયાથી, શુભભાવ તો દેખાય છે જ, એ પ્રકારે સૂચન કરનારો ગપિ શબ્દ=“વિપર્યયસ્થાપિ"માં રહેલ “ગ' શબ્દ, છે.
લલિતવિસ્તરામાં કરેલી શંકાનાં કેટલાંક સ્થાનોનો અર્થ સ્પષ્ટ કર્યો, હવે લલિતવિસ્તરામાં આપેલા ઉત્તરનાં કેટલાંક સ્થાનોનો અર્થ સ્પષ્ટ કરે છે –
અહીં=શુભભાવના અનેકાંતની પ્રેરણામાં=ચૈત્યવંદનથી શુભભાવ થાય છે એ કથનના અનેકાંતની શંકામાં, કહેવાય છે= અનેકાંત નથી' એ પ્રકારનો ઉત્તર કહેવાય છે. કેમ ?=શુભભાવમાં અનેકાંત કેમ નથી ? તેથી કહે છે – સમ્યકકરણમાં–ચૈત્યવંદનને શાસ્ત્રમાં બતાવેલી વિધિ અનુસાર કરવામાં, વિપર્યયનો અભાવ હોવાથી અનેકાંત નથી, એમ અવય છે.
આ કથન અનુસાર લલિતવિસ્તારની કોઈ પ્રતમાં સર્વ વિપર્યયામાવાન્ એ પ્રકારનો હેતુના અર્થમાં પંચમી વિભક્તિવાળો પાઠ છે તેનું ગ્રહણ છે.
વળી, જ્યાં=જે લલિતવિસ્તરાની પ્રતમાં, લીવર વિપર્યયામાd: એ પ્રકારનો પાઠ છે, ત્યાં તે પાઠમાં, હેતુમાં પ્રથમા જ છે=હેતુના અર્થમાં વિપર્વથામાવઃ રૂપ પ્રથમા વિભક્તિ જ છે.
સમ્યકકરણમાં=શૈત્યવંદનને વિધિ અનુસાર કરવામાં, શુભ અધ્યવસાયનો ભાવ હોવાને કારણે ચૈત્યવંદન વિવક્ષિત ફલવાળું હો=પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું તેવા ફલવાળું હો, પરંતુ તેનું વ્યાખ્યાન અકિંચિત્કર છે–ચૈત્યવંદનનું વ્યાખ્યાન કોઈ ફલવાનું નથી.