________________
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા પંજિકાર્ય :
અત્ર.... સજ્જનનયુમિતિ “અન્નાદ' ઈત્યાદિનો અર્થ કરે છે – અહીં=મંગલાદિની નિરૂપણા કરાયે છત=લલિતવિસ્તર વૃત્તિના ચાર શ્લોકોમાં મંગલાદિ ચારનું નિરૂપણ અને પોતાનો પરિશ્રમ સળ છે એ પ્રકારે કથા કરાયે છતે, કહે છે–પ્રસ્ત કરે છે કોઈક શંકા કરનાર કહે છે –
અહીં=શૈત્યવંદનના વ્યાખ્યાનના પરિશ્રમમાં=શૈત્યવંદન સૂત્રની વૃત્તિ રચવાના ગ્રંથકારશ્રીના પરિશ્રમમાં, સાફલ્ય=સફળભાવ, ચિંત્ય છેઃનથી, એ પ્રકારનો અભિપ્રાય છે.
કયા કારણથી ?=ચૈત્યવંદન સૂત્રની વૃત્તિ રચવાના પરિશ્રમમાં સાફલ્ય કયા કારણથી નથી ? એથી કહે છે –
ચૈત્યવંદનનું પણ નિષ્ફળપણું હોવાથી સાફલ્ય નથી, એમ અવાય છે. અહીં ત્યવનવમાં, વ શબ્દ સપના અર્થમાં છે, તેથી હવ શબ્દ જ અર્થમાં છે તેથી, પુરુષને ઉપયોગી એવા ફળની અનુપલબ્ધિ હોવાથી=ચૈત્યવંદન સૂત્રની વ્યાખ્યા રચવાની પ્રવૃત્તિથી જીવને ઉપયોગી એવા ફળની અપ્રાપ્તિ હોવાથી, ચૈત્યવંદન પણ નિષ્ફલ જ છે. તો વળી, તેના વિષયપણાથી વ્યાખ્યાનનો પરિશ્રમ શું?=ચૈત્યવંદન સૂત્રના વિષયપણાથી ચૈત્યવંદન સૂત્રની વ્યાખ્યા કરવાના પરિશ્રમનું તો શું કહેવું? અર્થાત્ તે પરિશ્રમ પણ નિષ્ફળ જ છે. તેથી=પૈત્યવંદન સૂત્રની વ્યાખ્યા કરવાનો પરિશ્રમ નિષ્ફળ છે તેથી, જે નિષ્ફળ હોય તે આરંભ કરવા યોગ્ય નથી. જે પ્રમાણે કંટકશાખાનું મર્દન=કાંટાવાળી શાખાનું મર્દન, નિષ્ફળ હોવાથી આરંભણીય નથી અને તે રીતે ચૈત્યવંદનનું વ્યાખ્યાન છે=જે રીતે કંટકશાખાનું મર્દન નિષ્ફળ છે તેથી આરંભણીય નથી તે રીતે ચૈત્યવંદન સૂત્રનું વ્યાખ્યાન પણ નિષ્ફળ છે તેથી આરંભણીય નથી, એથી વ્યાપકની અનુપલબ્ધિ છે=ગ્રંથકારશ્રીએ કહેલ કે મારો ચૈત્યવંદન સૂત્રના વ્યાખ્યાનનો શ્રમ સફળ છે, તેથી ચૈત્યવંદન સૂત્રનું વ્યાખ્યાન આરંભણીય છે એ કથનમાં “ચૈત્યવંદન સૂત્રનું વ્યાખ્યાન આરંભણીય છે' એ રૂપ વ્યાપકની અપ્રાપ્તિ છે.
ત્તિ=લલિતવિસ્તર વૃત્તિમાં રહેલો કૃત્તિ શબ્દ, પરની વક્તવ્યતાની સમાપ્તિના અર્થવાળો છે શંકાકારના કથનની સમાપ્તિના અર્થવાળો છે.
અહીં કહેવાય છે= પ્રતિવિધાન કરાય છે=પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકારશ્રી વડે પ્રત્યુત્તર અપાય છે – નિત્તત્વા' એ અસિદ્ધ છે, તિઃ હેતુના સ્વરૂપમાત્રના ઉપદર્શનના અર્થવાળો છે=નિરુત્થાત્ પછી રહેલો તિ શબ્દ “નિયનત્વાં રૂપ હેતુના સ્વરૂપમાત્રને બતાવવાના અર્થવાળો છે. તેથી તિઃ શબ્દ માત્ર હેતુના સ્વરૂપને જ બતાવે છે તેથી, જે નિષ્કલત્વ હેતુપણારૂપે ઉપવ્યસ્ત છે, તે અસિદ્ધ છે=અસિદ્ધના અભિધાનવાળા હેતુના દોષથી દૂષિત . કયા કારણથી ?=“નિશાન્તા' રૂપ હેતુ કયા કારણથી અસિદ્ધ છે? એથી કહે છે – પ્રવૃષ્ટ ઈત્યાદિ