________________
સમજવી? આ બધા પ્રશ્નોના ખુલાસા આ ગ્રંથમાં સ્પષ્ટ રીતે આપ્યા છે. છેવટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાંથી વૈરાગ્યભાવ વધારનારે લીલા અને પીલા પાંદડાંને કાલ્પનિક સંવાદ સારાંશ સાથે ટૂંકામાં આવે છે. તથા જુવાનીમાં પાપ કરનારના બેહાલ, અને જલ્દી ચેતીને જુવાની સફલ કરવાને માટે ધર્મારાધન કરવાને ઉપદેશ, તથા વૃદ્ધાવસ્થાની સ્થિતિ, અનિત્યતાને સમજાવનારા વિવિધ દષ્ટાંતે, વળી અનિત્યભાવના ભાવવાથી કરકડું વિગેરે મહા પુરૂષે વિપુલ સંપત્તિ પામ્યા. વિગેરે બીના જણાવીને છેવટે ગ્રંથને પૂરો કરવાના અવસરે જરૂરી સૂચના કરી છે કે હે જીવ! આ પ્રમાણે અનિત્ય પદાર્થોની સ્વભાવ વિગેરે બીના જાણીને તું નિત્ય અને પરભવમાં સાથે આવનાર–એકાંત હિતકારી–મોક્ષમાર્ગની જરૂર સાધના કરજે. જેથી તે અલ્પ ટાઈમે મુક્તિપદ પામે.
પ્રાકૃત મૂલ અને સંસ્કૃત ટીકા એ રીતે પણ મેં આ ગ્રંથની રચના પહેલાં કરી હતી. તે નહિ બહાર પાડતાં આ ગુજરાતી ગ્રંથને “બાલજી પ્રચલિત ભાષામાં વધારે સમજી શકે” આ ઈરાદાથી હાર પાડ્યાં છે. આ પ્રસંગે મારે સ્પષ્ટ કહેવું જોઈએ કે આર્થિક સહાયકાદિની અનુકૂલતા જાળવવા ખાતર ઘણે ઠેકાણે મેં સંક્ષેપ કર્યો છે. ભાવના છે કે અવસરે તેને પણ વિસ્તારને યથાર્થ સંપૂર્ણ સ્વરૂપમાં બેઠવવી.
છેવટે નમ્ર નિવેદન એજ કરું છું કે-ભવ્ય જીવો આ ગ્રંથના પઠન પાઠન અને નિદિધ્યાસન દ્વારા સાચી નિત્યતા અને અનિત્યતા સમજીને સન્માર્ગમાં આવે, અને તેની પરમ ઉલ્લાસથી નિર્મલ સાધના કરીને, મેહ રાજાને હરાવીને,