Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/005226/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ માનંદ સભા શતાબ્દી. 0 વર્ષ ૨થ છે. વી. જેન આભ, શ્રી તીર્થકર ચરિત્ર तीर्थकर चरित्र SHRI TIRTHANKAR CHARITRA 11 ઉ ઋષભ-અજિત-સંભવ-અભિનંદન-સુમતિ-પદ્મપ્રભ-સુપાર્થ-ચંદ્રપ્રભ વિધિ-શીતલ-શ્રેયાંસ-વાસપજય-વિમલ-અનંત-ધર્મ-શાંતિ- કંથ-અર-મસ્લિમ સુવ્રત-નમિ-નેમિ-પાર્થ-વદ્ધમાનાંતા જિનાઃ શાંતાં શાંતિકરાશવંતુ સ્વાહા. થી જૈન આCEાળ6 સભા For Private & Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ bababbabababah अनन्त लब्धि निधान श्री गौतम स्वामी ANANTA LABDHI NIDHAN SRI GAUTAM SWAMI national lo सर्वरिष्टप्रणाशाय सर्वभिष्टार्थ दायिने सर्वलब्धिनिधाय श्री गौतम स्वामिनं स्तुमः । SARAVARISHTAPRANASHAY SARVABHISHTARTHADAYINE SARVALABDHINIDHANAY SRI GAUTAM SWAMI NAM STUMAH For P & Perse Only www.ta () () LOS Page #3 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામી ભગવાન sોટો સંઘવી નવીનચંદ્ર રાયચંદ ગોઘાવાળા હોટો સૌજન્ય | હે: કુંદનબેન નવીનચંદ્ર સંઘવી | સૌજન્ચ ૨૦૧, વાલકેશ્વર રોડ, મુંબઈ - 400 0091 અનન્ના લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામી ભગવાનની પ્રાતઃ પાઠ કરવા યોગ્ય ભાવવાહી સ્તુતિ... જેનું અદ્ભુત રૂપ નિરખતાં, ઉરમાં નહિ આનન્દ સમાય; જેના મંગલ નામે જગમાં, સઘળા વાંછિત પૂરણ થાય; સુરતરુ સુરમણિ સુરઘટ કરતાં જેનો મહિમા અધિક ગણાય; એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર, પદ પંકજ ન શીષ નમાય. ૧ વીરપ્રભુના શિષ્ય પ્રથમ જે, સકલ લબ્ધિ તણાં ભંડાર; વસુભૂતિ દ્વિજ વંદન નવલા, પૃથ્વીમાત હૃદયના હાર; | જગમાં નહી કોઈ એહવું કારજ, જે તસ નામે ના સિધ્ધ થાય; ' એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર, પદ પંકજ નમું શીષ નમાય. વીર વદનથી વેદ વચનના, અર્થ યર્થાથ સુણી તત્કાલ; બોધ લહી પણસય સહ છાત્ર, સ્વીકાર્યું સંયમ અસરાલ; ત્રિપદી પામી અન્ન મુહૂર્ત, દ્વાદશ અંગ રચ્યા ક્ષણમાંય; ' એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર, પદ પંકજ નમું શીષ નમાય. પંદરસો તાપસ પ્રતિ બોધી પળમાં કેવળ નાણી કર્યા; નિજ લબ્ધ અષ્ટાપદ ચડીને, ચઉ વિશ જિનપર પયપ્રણમ્યા; જીવનભર પ્રભુ વીર ચરણની, જેણે ભક્તિ કરી સુખદાય; એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર, પદ પંકજ નમું શીષ નમાય. ૪ | માન થયું જસબોધ નિમિત્તક, ને ગુરુભક્તિ નિમિત્તક રાગ; થયો વિષાદ ખરેખર જેનો, કેવલવર દાયક મહા ભાગ; નિરખી જસ અભુત આ જીવન, કોને મન નવિ અચરજ થાય; એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર, પદ પંકજ નમું શીષ નમાય. ૫ રચયિતાઃ પૂ.આ. શ્રી વિજયદેવસૂરિ પટ્ટધર વિજય હેમચન્દ્રસૂરિ. Page #4 -------------------------------------------------------------------------- ________________ | શ્રી જૈન આત્માનંદ સભા શતાબ્દી વર્ષ ગ્રંથ – ૩ શ્રી તીર્થકર ચરિત્ર આ તીર્થકર ચરિત્ર ગ્રંથમાં વર્તમાન પ્રત્યેક તીર્થકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તથા પ્રત્યેક તીર્થકર ભગવંતોની સ્તુતિ, ચૈત્યવંદન અને થોય (સ્તુતિ) સાથે પરમાત્માના સુંદર નયનરમ્ય ફોટો, યક્ષ-યક્ષિણી તથા ઉપરના ભાગે નિર્વાણભૂમિ દર્શનાર્થે પ્રકાશિત કરવામાં આવી છે. જેનાથી અત્યંત ભાવોલ્લાસ જાગે છે. લેખિકા ડૉ. કુ. પ્રફુલ્લાબેન રસિકલાલ વોરા એમ.એ.(અંગ્રેજી),એમ.એડ., પી.એચ.ડી.(શિક્ષણ) - ૐઋષભ-અજિત-સંભવ–અભિનંદન–સુમતિ–પદ્મપ્રભ-સુપાર્શ્વ–ચંદ્રપ્રભ- સુવિધિ-શીતલ–શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ–અનંત-ધર્મ-શાંતિ-કંથ-અર–મલ્લિ–મુનિસુવ્રત નમી-નેમિ-પાર્થ–વર્તમાનતાજિનાઃ શાંતાં શાંતિકરાભવંતુ સ્વાહા. શ્રી જેન આત્માનંદ સભા ભાવનગર કી વિર સંવત ૨પ૨૪ આત્મ સંવત ૧૦૧ વિક્રમ સંવત ૨૦૫૪ | કી Page #5 -------------------------------------------------------------------------- ________________ – ગ્રંથપ્રકાશક અને પ્રાપ્તિસ્થાન – શ્રી જૈન આત્માનંદ સભા ખારગેઈટ, ભાવનગર – ૩૬૪ ૦૦૧ [ ગુજરાત ] US 55 લેસર ટાઈપ સેટીંગ કોમેટ કોમ્પ્યુટર કન્સલ્ટન્સી, દાદાસાહેબ દેરાસર સામે, ૧૦,વી.ટી. કોમ્પ્લેક્ષ,કાળાનાળા, ભાવનગર. ૩૬૪ ૦૦૧ ફોનઃ૪૨૫૮૬૮ Serving Jinshasan 074942 gyanmandir@kobatirth.org |||||| પ્રત:૨૦૦૦ વિક્રમ સંવત ઃ ૨૦૫૪ કિંમત રૂા. ૧૫૦/ GGGl મુદ્રક સ્મૃતિ ઓફસેટ, જૈન વિદ્યાર્થીગૃહ કમ્પાઉન્ડ, સોનગઢ. ૩૬૪ ૨૫૦ (જિ. ભાવનગર ) ફોન. (૦૨૮૪૬) ૪૪૩૮૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ श्रीमद् विजयानन्द जय सूरीश्वरजी महारागज कलिकाल कल्पतरु, पंजाब केसरी युगवीर आचार्य www.BSTOTAL FORCE Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના अनंत विज्ञान विशुद्धरुपं निरस्त भोटाहि परस्परपम् नराभरेंद्रैः छूतयारसमितं नभाभि तीर्थेष भनंत शमित શ્રી જેને આત્માનંદ સભાએ સો વર્ષ પુરા કરી એકસો એકમાં પ્રવેશ કર્યો. શતાબ્દી વર્ષ નિમિત્તે સભાના કાર્યવાહકોએ અગિયાર ગ્રંથ પ્રકાશિત કરવાનો નિર્ધાર કર્યો. તેમાં આ તીર્થકર ચરિત્ર (સચિત્ર) ત્રીજું પુષ્પ પ્રકાશિત કરતા હર્ષ અનુભવીએ છીએ. અવિરત એકસો વર્ષથી આ સંસ્થા જ્ઞાનગંગા વહેરાવતી આગળ વધી રહી છે. જૈન સમાજનો ઉત્તમ સહકાર કાયમ સાપડતો રહ્યો છે. અને પ.પૂ. આચાર્ય ભગવંતો અને ગરુભગવંતોનો ઉત્તમ સહકાર અને માર્ગદર્શન આ સંસ્થાને આગળ વધવામાં પ્રેરકબળ રૂપે સાંપડેલ છે. શતાબ્દી નિમિત્તે જ્યારે અગિયાર ગ્રંથો પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાયો ત્યારે આપણી સભા દ્વારા વિ.સં.૨૦૦૮માં પ્રકાશિત થયેલ તેની માંગ ખૂબજ હોવાથી નવેસરથી માહિતી અને પ્રસંગો સભર પ્રત્યેક તીર્થકર ભગવંતોના સંપૂર્ણ ભવો સાથે લોકભોગ્ય ભાષામાં મુકવાનું વિચારાયું. પ્રત્યેક તીર્થકર ભગવંતોનો સુંદર ફોટો તથા યક્ષ-યક્ષિણી તથા તેમની નિર્વાણ ભૂમિ કે જે તીર્થસ્વરૂપ છે, તેનો પણ ફોટોમાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પ્રત્યેક તીર્થકર ભગવંતની સ્તુતિ મૂળ ભાષામાં તથા તેનો અંગ્રેજી ઉચ્ચાર સાથે છાપવાનો નિર્ણય કરવામાં આવ્યો. સાથે ગુજરાતી ભાષામાં ગુજરાતી સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન અને થોય પાછળના ભાગે લેવાનો નિર્ણય કર્યો. આ કામમાં વિચાર આવતાં તે તુરત અમલમાં મુકી કામની શરૂઆત કરી પ્રત્યેક ફોટા દીઠ સુખી ગૃહસ્થોએ રૂા. બે–બે હજાર ઉદારતાપૂર્વક આપી આ કામમાં પ્રોત્સાહન આપેલ. સભાએ સાથે મહાવીર પરમાત્માના પ્રથમ ગણધર ભગવંત ગુરુ ગૌતમસ્વામીનો, પરમ પૂજ્ય આત્મારામજી મહારાજ, ૫.પૂ. શાસન સમ્રાટ આ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્યપાદ શાસન પ્રભાવક આ. દેવ શ્રી વિજય મોતીપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્યપાદ શાસનદીપક આ.દેવશ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મ.સા. નો ફોટો મુકવાનું નક્કી કર્યુ. આ સભા ઉપર તેઓશ્રીની ખૂબ કૃપા વરસી છે અને સદાય તેમના સમુદાયનો સહકાર મળતો રહે અને સભા તેની વિજયકૂચ જારી રાખે. ઉપર મુજબ વિચારણા થઈ રહી હતી અને કાર્યનો પણ આરંભ થઈ રહ્યો હતો દરમ્યાન સભાના કાર્યવાહકોની ફૂરણાથી કે ગુજરાતી ભાષા ઉપરાંત જો હિન્દી ભાષામાં પણ આવુ તીર્થંકર ચરિત્ર તૈયાર કરી સમસ્ત ભારત સમક્ષ મુકી શકીએ અને વિદેશનો વિચાર કરતા આવા તીર્થકર ચરિત્રની અંગ્રેજી ભાષામાં મુકાય તો સમસ્ત દુનિયામાં તીર્થકર ચરિત્રનો પ્રકાશ ફેલાવી શકાય. આ પ્રસ્તાવ પ.પૂ. ન્યાયાભાનિધિ આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી)મ.સા. ના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ક્ષત્રિયોદ્ધારક પ.પૂ.આ.દેવશ્રી વિજયઈન્દ્રદિસૂરીશ્વરજી મ.સા. સમક્ષ તથા પ.પૂ.આ.શ્રી જગતચંદ્રસૂરીશ્વરજી મ.સા. સમક્ષ મુકતા તેઓશ્રીએ ખૂબ ખૂબ આશીર્વાદ S Page #9 -------------------------------------------------------------------------- ________________ સાથે અમને પ્રોત્સાહિત કર્યા અને હિન્દી ભાષામાં સુંદર રીતે આ ચરિત્ર આલેખાય તે માટે તેમના સમુદાયના વિદ્વાન મુનિરાજ શ્રી વિરેન્દ્રવિજયજી મ.સા. ને આ કાર્યભાર સોંપી અમોને ખૂબજ હળ વા કર્યા. હાલ આ કાર્ય તેઓશ્રી કરી રહ્યા છે અને લગભગ પૂર્ણતાના આરે છે. પ.પૂ.આ.શ્રી વિજયઈન્દ્રદિનસૂરીશ્વરજી મ.સા.નો ઉત્તમ સહકાર સાંપડતા ગણતરીના સમયની અંદર હિન્દી ગ્રંથ પ્રકાશિત કરી શકીશું. તેઓના ઉપદેશથી ભારતભરમાંથી મોટી સંખ્યામાં આ સભાને પેટૂન સભ્યો મળ્યા છે. બધો જ નિર્ણય કર્યો પણ ગુજરાતી લેખનનું કાર્ય સંભાળનારની ખોજ શરૂ કરી યોગ્ય ન્યાય આપી શકે તેવી વ્યક્તિ આ કાર્ય સોપવાનું વિચારવામાં આવેલ શાસનદેવની અને ગુરુદેવોની અસીમ કૃપાથી પ્રથમ પ્રયત્ન બહેનશ્રી ડૉ. પ્રફુલ્લાબેન રસીકલાલ વોરા [M.A.(English),M.ED.PHD.J મળી ગયા અને તેમણે આ ગ્રંથ સુંદર રીતે લખી આપ્યો તે બદલ અમો હર્ષ અનુભવીએ છીએ. આશા છે કે શાસનદેવ અને પૂ.ગુરુભગવંતોની કૃપાથી અને આપ સૌના સુંદર સહકારથી અમારી શુભ ભાવના પાર પડી છે અને આ ગ્રંથ પ્રકાશિત કરી રહ્યા છીએ. લી. શ્રી જૈન આત્માનંદ સભા. હિંમતલાલ અનોપચંદ મોતીવાળા. માનદ્ મંત્રી KU AUAઈ જી જી JASAMA ( જ IYYYY) રજ ( ૭ ) OBRYRYAYAYAYAYAYAYU Page #10 -------------------------------------------------------------------------- ________________ शासन सम्राट SHASHAN SAMRAT SHASHAN SAMRAT ) Cotton POTATOLOD Cofitaley पूज्यपाद आचार्यमहाराजाधिराज श्रीमद विजयनोमिस्रीश्वरजी महाराज साहेब POOJYAPAD ACHARYAMAHARAJADHIRAJ SRIMAD VIJAYNEMISOORISHWARJI MAHARAJ SAHEB MILADDIAN Titudeirth Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ शासन प्रभावक SHASHAN PRABHAVAK 學學學學學甲學單單單 पूज्यपाद आचार्यदेवश्री विजय मोतीप्रभसूरीश्वरजी महराज साहेब POOJYAPAD ACHARYADEV SHRI VIJAY MOTIPRABHSOURISHWARJI MAHARAJ SAHEB Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્વકથન વિશ્વના ઉત્તમ સાહિત્યમાં જૈન સાહિત્ય એક આગવું મહત્ત્વ ધરાવે છે. જૈન સાહિત્યકારોએ જૈન ધર્મના સિદ્ધાંતો, તત્ત્વજ્ઞાન, કર્મસ્વરૂપ વગેરે ઉપર અનેક ગ્રંથો રચીને વિશ્વને ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે. આ ઉપરાંત ઇતિહાસ, જ્યોતિષશાસ્ત્ર અને કાવ્યો જેવી જૈન સાહિત્યિક કૃતિઓથી જૈન ધર્મના ગ્રંથભંડારો સમૃદ્ધ બન્યા છે. આ તમામ સાહિત્ય સ્વરૂપોમાં કથાસાહિત્ય પણ એક ઉત્તમ દરજ્જો ધરાવે છે કારણ કે તેમાં તત્કાલીન સમયની સામાજિક વ્યવસ્થા, રાજનૈતિક પરિસ્થિતિ,ધાર્મિક પરંપરાઓ તેમજ દાર્શનિક માન્યતાઓનું પ્રતિબિંબ જોવા મળે છે. જૈન કથા સાહિત્યમાં અન્ય મહાપુરુષોનાં જીવનવૃતાંતની સાથે વર્તમાન સમયના તીર્થકરોનું કથાસાહિત્ય એક ઉત્તમ સંસ્કારવારસો ગણી શકાય. કારણકે તેમાં તે સમયના દેશ,કાળ અને ભાવનાનાં વર્ણનો, ઉત્તમ પ્રણાલિકાઓ, પ્રભુદેશના અને પવિત્ર સંસ્કારોનું આલેખન જોવા મળે છે. આવી કથાઓનું વાચન, મનન અને ચિંતન જીવનને એક નવી દિશા પૂરી પાડે છે. માત્ર જૈન ધર્મ જ નહીં, જે જે ધર્મ, જાતિ કે પ્રજાએ ઉન્નતિ સાધી છે, તેમાં મહાપુરુષોના કથાસાહિત્યનો અમૂલ્ય ફાળો રહેલો છે. શ્રી તીર્થકર ભગવાનના જીવનચરિત્રને પૂર્વાચાર્યોએ પોતાની જ્ઞાનસમૃદ્ધિથી કાવ્યબદ્ધ કરીને ભાવિ પેઢી પર અત્યંત ઉપકાર કર્યો છે. માનવમનની એ ખાસિયત છે કે કોઈ પણ તાત્ત્વિક બાબતોમાં જો કથાતત્ત્વ વણાયેલું હોય તો તે રોચક લાગે. જૈન ધર્મનું દર્શનશાસ્ત્ર શ્રી તીર્થકરોના જીવન સાથે એવી રીતે વણાયેલું છે કે તેમાંથી બોધપામીને ભવ્યાત્માઓ આત્મિક આનંદની પ્રાપ્તિ કરી શકે છે. આ અવસર્પિણી કાળમાં ત્રીજા આરાના અંતથી શરૂ કરીને ચોથા આરાના અંત સુધીમાં વર્તમાન ચોવીસ તીર્થકરો અને તેમના સમયના બાર ચક્રવર્તીઓ, નવાવાસુદેવો, નવબળદેવો અને નવ પ્રતિવાસુદેવો મળીને કુલ ત્રેસઠ શ્રેષ્ઠ પુરુષો થઈ ગયા. તેઓનું કથાસાહિત્ય “કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે સંસ્કૃત ભાષામાં રચેલુ છે. આ ઉત્તમ સાહિત્ય વારસાને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાનું કાર્ય કઠિન ગણાય, પરંતુ તે સરળ બનાવવા માટે આ સાહિત્યનું ગુજરાતી ભાષામાં રૂપાંતર કરવાનું બહુમૂલ્ય કાર્ય અનુભવી આચાર્યો, મુનિઓ અને વિદ્વાન લેખકોએ કર્યું છે. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'માં વર્તમાન ચોવીસ તીર્થકરો,ચક્રવર્તીઓ, વાસુદેવો આદિ મહાન વિભૂતિઓનું વિગતથી આલેખન કરવામાં આવ્યું છે. “શ્રી તીર્થકર ચરિત્ર'(સચિત્ર) પણ પ્રકાશિત થયું છે, પરંતુ આ ચરિત્રો જો લોકભોગ્ય ભાષામાં આલેખાય, તો તેનો વાચકવર્ગવિશાળ બની શકે એવા હેતુથી દરેક તીર્થકર ભગવાનના બધા જ ભવોનું વિગતથી વર્ણન રજૂ થાય એવું પુસ્તક તૈયાર કરવાનું કાર્ય શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર દ્વારા મને સોંપવામાં આવ્યું. આ પુસ્તક તૈયાર કરવાની જવાબદારી સ્વીકારવાનો મને આનંદ પણ થયો કારણ કે આપણાં બહુમૂલ્ય સાહિત્ય ભંડારોમાં રહેલું રત્નચિંતામણી જેવું જ્ઞાન અને એખજાનામાંથી થોડું આચમન કરવાની તક મને મળવાની હતી.વિવિધ ગ્રંથોમાં સચવાયેલા વારસાને ભાવિ પેઢી સુધી પહોંચાડવાનું નિમિત્ત પ્રાપ્ત થયાની ખુશી પણ હું આ સમયે વ્યક્ત કરું છું. જેમ કોઈ ફુલોના બગીચામાં જતાં ફુલોની મહેક અને શોભા મનને આકર્ષે અને ચિત્ત અજબ પ્રસન્નતા અનુભવે, એ રીતે શ્રી તીર્થકર ભગવાનોનાં જીવનની ઘટનાઓ વાંચતા કોઈ આફ્લાદક Page #15 -------------------------------------------------------------------------- ________________ યાત્રાનો રોમાંચ અનુભવાયો. જ્ઞાનની ગંગોત્રીમાંથી અમીછાંટણારૂપ બિંદુઓનો આસ્વાદ કેવો રોચક બની રહે એનો જાણે કે પ્રત્યક્ષ અનુભવ થયો. આ પુસ્તક તૈયાર કરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપનાર સૌ કોઈનો આભાર માનતા આનંદ અનુભવું છું. સૌ પ્રથમ ઋણ સ્વીકાર તો શ્રી જૈન આત્માનંદ સભાના કાર્યવાહકો કે જેઓએ મારામાં આ કાર્ય કરવા માટે વિશ્વાસ મૂકી આ શુભ જવાબદારી વહન કરવાની તક આપી. શ્રી જૈન આત્માનંદ સભા—ગ્રંથાલય, શ્રી ગુલાબરાય હ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય—ગ્રંથાલય તથા શ્રી હિંમતલાલ અનોપચંદ મોતીવાળાની ગૃહ લાયબ્રેરી, શ્રી મહેન્દ્રકુમાર ઉત્તમચંદ શાહ-ગૃહ ગ્રંથાલય તેમજ શ્રી રૂપાણી જૈન પાઠશાળા—ગ્રંથાલયમાંથી સન્દર્ભ પુસ્તકો પ્રાપ્ત કરી આપવા બદલ સંબંધિત વ્યવસ્થાપકોનો પણ આભાર વ્યક્ત કરું છું. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના પ્રવર્તમાન આચાર્યો તથા સાધુ–સાધ્વીજી ભગવંતો પાસેથી જરૂરી માર્ગદર્શન મળ્યાથી તેઓનું પણ હું આ તકે વંદનાપૂર્વક ઋણ વ્યક્ત કરું છું. આ પુસ્તક માટે અત્યંત કાળજીપૂર્વક અને સતત પ્રયત્નશીલ રહી પ્રકાશનની જવાબદારી વહન કરવામાં રસ લઈ આ કાર્ય પૂર્ણ કરવા માટે શ્રી હિંમતલાલ અનોપચંદ મોતીવાળાનો આનંદપૂર્વક આભાર માનું છું. આ તકે આ સંસ્થાના પ્રમુખ શ્રી પ્રમોદકાંત ખીમચંદ શાહનો પણ આભાર માનું છું. ઉપરાંત મારી પ્રગતિમાં હંમેશા રસ લઈ મને પ્રોત્સાહિત કરનાર મારા સર્વ પરિવારજનોના આશીર્વાદ અને શુભકામના હંમેશા મારી સાથે રહયા છે. આ સમયે મારા પૂજ્ય પિતાશ્રી શ્રી રસિકલાલ ભુદરભાઈ વોરા માત્ર થોડો સમય પણ અમારી વચ્ચે હોત તો તેઓ કેટલા ખુશ થયા હોત ! અંતે પરમકૃપાળુ પરમાત્માના અનંત ઉપકારોની ગાથાનું માન કરવાનું તો મારું શું ગજું ? છતાં શ્રી જિનશાસનના મહાન જ્યોતિર્ધરોના સિદ્ધાંતોમાં રહેલાં રહસ્યોના ઉકેલનું કાર્ય કરનાર જ્ઞાની મહાપુરુષો મારા આ નાનકડા પ્રયાસને જરૂરી માર્ગદર્શન આપી ભવિષ્યનાં આવાં કોઈ કાર્યો માટે સૂચનો આપશે તો મારા કાર્યને પ્રોત્સાહન મળશે અને યોગ્ય દિશા પ્રાપ્ત થશે. અનુપમ ગુણની મોહક પરિમલ, વિશ્વમહીં સચવાઈ રહો. જિનશાસનની ઉજ્જવળ જ્યોતિ, દિવ્ય બની પથરાઈ રહો ! લેખિકાઃ પ્રફુલ્લા રસિકલાલ વોરા વ્યવસાય : શ્રી ગુલાબરાય હ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય,(વ્યાખ્યાતા), વિદ્યાનગર, ભાવનગર.- ૩૬૪ ૦૦૨ – પ્રા. ડૉ. પ્રફુલ્લા રસિકલાલ વોરા Page #16 -------------------------------------------------------------------------- ________________ 卐55555555卐 शासन दीपक SHASHAN DEEPAK 95 95 95 95 95 95 95 95 95 95 95 5 5 5 5 5 5 25 25 25 95 95 சு ry. jaineli POOJYAPAD ACHARYADEV SHRI VIJAYNAYPRABHSURISHWARJI MAHARAJ SAHEB 与乐步步出版版65 पूज्यपाद आचार्यदेव श्री विजयनयप्रभस्रीश्वरजी महराज साहेब Page #17 -------------------------------------------------------------------------- ________________ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આચાર્યદેવશ્રી વિજયનયપ્રભસૂરિજી મ.સા.ના ઉપદેશથી શ્રી તીર્થંકર ચરિત્ર' [ સચિત્ર] પ્રકાશનમાં આવેલ દાનરાશી ૨કમ નામ ગામ ૧૦,૦૦૦/ કોચીન ૩૦,૦૦૦/ નેલ્લર નેલ્લર નેલ્લર શ્રીકોચીન શ્વેતાંબર મૂ.પૂ. જૈન સંઘ નીચે મુજબના ૧૩ સદ્દગૃહસ્થો તરફથી (૧) દિલીપ જવેલર્સ (૨) સાકરીયા જવેલર્સ (૩) વિમલ જવેલર્સ (૪) વીર જવેલર્સ (૫) મનસુખલાલરામજીભાઈ (૬) નરેન્દ્ર માણેકજી (૭) અનિલકુમાર શાંતિલાલ દોશી (૮) ધીરજલાલ લવજીભાઈ પરિવાર હઃ નિલેષ (૯) શાન ઝવેરી નેલ્વર કોચીન કોચીન કોચીન કોચીન અમેરીકા (૧૦) રાજ સંઘવી મદ્રાસ કલકત્તા કલકત્તા (૧૧) રીતેશ રામાણી (૧૨) વસંત ઈમ્પોરીયમ (૧૩) શૈલેષ બી. શાહ શ્રી પોપટલાલ નાગરદાસ મહેતા પરિવાર મુંબઈ ૫૦૦૧/ ભાવનગર ૪૫,૦૦૧/ T in Page #19 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧ vy ૪ ૫ ç ૭ ८ ૯ ૐ કં ઠ ૧૪ 6 5 2 2 ૧૫ ૧૬ ૧૭ VO 2 2 2 2 ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ અનુક્રમણિકા વિષય શ્રી ઋષભદેવ ભગવાન ચરિત્ર શ્રી અજિતનાથ ભગવાન ચરિત્ર શ્રી સંભવનાથ ભગવાન ચરિત્ર શ્રી અભિનંદન સ્વામી ચરિત્ર શ્રી સુમતિનાથ ભગવાનચરિત્ર શ્રી પદ્મપ્રભુસ્વામી ચરિત્ર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન ચરિત્ર શ્રી ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર શ્રી સુવિધિનાથ ભગવાન ચરિત્ર શ્રી શીતલનાથ ભગવાન ચરિત્ર શ્રી શ્રેયાંસનાથ ભગવાન ચરિત્ર શ્રી વાસુપૂજ્ય સ્વામી ચરિત્ર શ્રી વિમલનાથ ભગવાન ચરિત્ર શ્રી અનંતનાથ ભગવાન ચરિત્ર શ્રી ધર્મનાથ ભગવાન ચરિત્ર શ્રી શાંતિનાથ ભગવાન ચરિત્ર શ્રી કુંથુનાથ ભગવાન ચરિત્ર શ્રી અરનાથ ભગવાન ચરિત્ર શ્રી મલ્લિનાથ ભગવાન ચરિત્ર શ્રી મુનિસુવ્રત સ્વામી ચરિત્ર શ્રી નમિનાથ ભગવાન ચરિત્ર શ્રી નેમનાથ ભગવાન ચરિત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર શ્રી મહાવી૨ સ્વામી પ્રભુ ચરિત્ર ૧ પાના નં. ૫ ens ? ? 8 % * * % ૬ ૩ ૪ ૧ ૪ ૭ ૧૦૪ ૧૦૮ ૧૧૪ ૧૨૧ ૧૨૫ ૧૪૨ ૧૫૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ .. .. .. ॥श्री. ऋषभदेव॥ nanna rinandan KAAnnaa OOO SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR चक्कश्वरी देवी ॥श्री. ऋषभदेव॥ SHRI RISHABDEV ADIMAM PRITHIVINATHAM ADIMAM NISHPARI GRAHAM ADIMAMTIRTHANATHAMCHA RISHABHA SWAMINAM STUMAH आदिमं पृथिवीनाथ-मादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च, ऋषभस्वाभिनं स्तुम :॥शा गोमुख यक्ष Page #21 -------------------------------------------------------------------------- ________________ ફોટો શ્રી કૃષભદેવ ભગવાન શ્રી ખીમચંદ ચાંપશી શાહ પરિવાર 'હ. પ્રમોદકાંત ખીમચંદશાહ (એડવોકેટ)-ભાવનગર સૌજન્ચ | ફોટો સૌજન્ય સ્તુતિ જેણે કીધી સકલ જનતા નીતિને જાણનારી, ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી; 'તો કીધો સુગમ સબળો મોક્ષનો માર્ગ જેણે, વજું છું તે ઋષભજિનને ધર્મ-ધોરી પ્રભુને. ચૈત્યવંદન) આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય, નાભિરાયા કુલ મંડણો, મરુદેવા માય. ૧ પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાળ, ચોરાશી લખ પૂર્વનું, જસ આયુ વિશાલ. ૨ વૃષભલંછન જિન વૃષધરૂએ ઉત્તમ ગુણમણિ ખાણ; તસ પદપદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ. ૩ સ્તવન ઋષભજિનેશ્વર ' પ્રીતમ માહરોરે, ઓર ન ચાહેરે કંત; ર્યો સાહિબ સંગ ન પરિહરેરે, ભાંગે સાદિ અનંત. રૂ. પ્રીત સગાઈરે જગમાં સહુ કરેરે, પ્રીત સગાઈ ન કોઈ; પ્રીત સગાઈરે નિરૂપાધિક કહીરે, સોપાધિક ધન ખોય. રૂ. કોઈ કંત કારણ કાષ્ટભક્ષણ કરેરે, મિળશું કંતને ધાય; એ મેળો નવિ કહીયેં સંભવેરે, મેળો ઠામ ન થાય. રૂ.૩ એ પતિરંજન અતિઘણો તપ કરેરે, પતિરંજન તનતાપ; કોઈ પતિરંજન મેં નવિ ચિત ધર્યુંરે, રંજન ધાતુમેલાપ. રૂ. ૪ કોઈ કહે લીલારે અલખ અલખ તણીરે, લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દોષવિલાસ. રૂ. ૫ ચિત્તપ્રસન્તરે પૂજન ફળ કહ્યું રે, પૂજ અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણારે, આનંદ ઘન પદ રેહ રૂ. ૬ થોય છે આદિ જિનવર રાયા, જાસ સોવન્ન કાયા, મરૂદેવી માયા, ઘોરી લંછન પાયા; જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલ સિરિરાયા, મોક્ષ નગરે સિધાયા. Page #22 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ શ્રુતજ્ઞાનની દેવી, હે મા શારદા ! સંસારના વિષચક્રથી અનેક આત્માઓને મોક્ષરૂપી અમૃતરસનું પાન કરાવનાર જો કોઈ પણ આ પૃથ્વી પર હોય તો તે છે મનોહર કીર્તિસમાન, પરમપાવક અને ઉજ્જવળ જ્યોત સમાન શ્રી તીર્થકર ભગવંતો. આવા પરમકૃપાળુ તીર્થંકર પરમાત્માઓના જીવનચરિત્રો જૈન સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તે વખતના દેશ, કાળ, રાજ્યનીતિ, ધર્મનાં ફરમાનો, લૌકિક તેમજ લોકોત્તર ધર્મ શિક્ષણના પાઠે, જિનેશ્વરભાષિત આગમોનું રહસ્ય વગેરે ભવિજીવોને માટે સંસારસાગરને પાર કરવા દીવાદાંડી સમાન છે. તેઓના જીવન ચરિત્રો આલેખવાનો આ એક વિનમ્ર પ્રયાસ હે મા સરસ્વતી ! આપની કુપાવર્ષાની અમીછાંટ આ પ્રયત્નને સફળ બનાવવા સદાય વરસતી રહે. આપના ચરણકમળમાં આપની ચરણ સ્પર્શના સાથે, નત મસ્તકે, અંજલિપૂર્વક પ્રાર્થના છે કે આ ચરિત્રગઠન કાર્યમાં આપની કૃપા આ કલમમાં સામર્થ્ય પ્રગટાવે અને શ્રુતજ્ઞાનની જેમ વહેતી વાણીની સરવાણીમાં થોડાં બિંદુઓ મેળવી ધન્યતાનો અનુભવ થાય અને નિર્વિને પરિપૂર્ણ થાય. મારી અલ્પમતિથી આવું ભગીરથ કાર્ય કરવામાં કાંઈ શાસ્ત્ર વિરૂદ્ધ આલેખન થાય તો ક્ષમા પ્રાર્થનાપૂર્વક અભ્યર્થના. શ્રી ઋષભદેવ પ્રભુનું ચરિત્ર | વર્તમાન ચોવીસીના તીર્થકરોમાંથી યુગાદિનાથ, પરમ પાવક પ્રકાશપૂંજની ઉજ્જવળ યશગાથા સમાન, ત્રિભુવનવર્સી, ચિંતામણીરત્ન સમાન અને જેમના પુનિત ચરણોમાં સૂર્ય અને ચંદ્ર પણ પોતાની જાતને નમાવતા ગૌરવ અનુભવે એવા શ્રી ઋષભદેવનું ચરિત્ર સંક્ષેપવાની અનુમતિ સાથે વિનમ્ર પ્રયાસ કરું છું. શ્રી ઋષભદેવ ભગવાનના તેર ભવો નીચે પ્રમાણે છે. ભવ પહેલો - ધન સાર્થવાહ, ભવ બીજો- યુગાલિક, ભવ ત્રીજો - સૌધર્મ દેવલોકમાં દેવ, ભવ ચોથો – મહાબળ રાજા, ભવ પાંચમો – ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ, ભવ છન્ને - વજલ્લંઘ નામે રાજા, ભવ સાતમો – યુગાલિક, ભવ આઠમો - સૌધર્મ દેવલોકમાં દેવ, ભવ નવમો - જીવાનંદ નામે વૈદ્ય, ભવ દસમો - અચુત દેવલોકમાં દેવ, ભવ અગિયારમો - વક્તાભ નામે ચક્રવર્તી, ભવ બારમો - સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવ અને ભવ તેરમો D - શ્રી ઋષભદેવ તીર્થકર. હવે ઉપર પ્રમાણે ભવનું સંક્ષિપ્ત વર્ણન આ મુજબ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ == = 2 = = ભવ પહેલો | ગગનના ચંદરવે ટાંકેલા મહામૂલ્ય રત્નો સમાન મોતીઓથી આચ્છાદિત, શાશ્વતી લક્ષ્મીના વિધાનરૂપ, ચારે તરફ સમુદ્રથી ઘેરાયેલો જંબૂદીપ નામનો ઉત્તમ દ્વીપ છે. જે રીતે કોઈ ચક્વર્તી રાજા અન્ય રાજાઓની વચ્ચે મહાપ્રતાપી મુખારવિંદથી અને યશોગાનના ઓજસ પાથરતા મણિમય મુગટથી અલગ તરી આવે છે, એ રીતે અન્ય દીપોની વચ્ચે જંબુદ્વીપ શોભી રહ્યો છે. સિંહાસન પર કોઈ રાજા શોભે કે રત્નજડીત અલંકારોમાં વચ્ચે રહેલો નીલમણિ જેમ તેની શોભા વધારે છે, એ રીતે જંબુદ્વીપના મસ્તકે જાણે મેરુપર્વત શોભી રહ્યો છે. મહારાજાધિરાજની સેવામાં અનેક સેવકો હાજર રહે અને ધન્યતાનો અનુભવ કરાવે, એ રીતે મેપર્વતની આજુબાજુ હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલ, રુકમી અને શિખરી જેવા વર્ષધર પર્વતોમાંથી નીકળતી ઉત્તમ નદીઓ મેરુપર્વતના સ્પર્શથી પોતાની જાતને ધન્ય ગણી આનંદના હિલ્લોળા લે છે. જંબૂઢીપને દેદીપ્યમાન બનાવવા માટે દર્પણ સમાન બે ચંદ્ર અને બે સૂર્યો શોભી રહ્યાં છે. કોઈ મહારથી પોતાના મિત્ર, મંત્રી, રાજ્ય, સૈન્ય અને પરિવારથી શોભે એ રીતે જંબૂઢીપની શોભા અનેરી છે. ઉન્નત મસ્તક સમાન મેરુપર્વત સ્ફટિકમય મુદ્રાથી ચમકી રહ્યો છે. પોતાની સમૃદ્ધિ વડે ઈન્દ્રપુરીનાં સૌન્દર્યને પણ ઝાંખુ કરી દે, એવા વિશાળ અને અનેક સમૃદ્ધિથી છલકતું, લાલ પથ્થરની મનોહર આકૃત્તિઓ વડે અલંકૃત એવું મહાનગર ક્ષિતિપ્રતિષ્ઠિત આ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં આવેલું છે. આ નગર તેની યશોગાથાથી સુવિખ્યાત હતું કારણ કે આ નગરના સુખ અને વૈભવ જોઈને ખુદ દેવતાઓ પણ ત્યાં જઈને વસવાની ઇચ્છા રાખતા હતા. ધર્મરૂપ કલ્પવૃક્ષ હંમેશા ઉત્તમ અને ઇચ્છિત ફળ આપતું હતું. આ નગરની ભવ્યતાં તેમાં રહેતા મહારથીઓના કારણે વધુ પ્રગટી હતી. આ નગરમાં શરદઋતુની પૂર્ણિમા સમાન તેજસ્વી અને નિર્મળ મુખમુદ્રા ધરાવતા, ઉજ્જવળ અને કીર્તિમાન વ્યક્તિત્વ અને પ્રચંડ તાકાત છતાં સૌમ્યતાથી શોભતા રાજા પ્રસન્નચંદ્ર પ્રજાનું રક્ષણ કરતા હતા. જે કોઈ આ રાજાના સાન્નિધ્યમાં આવતા તે પરમ સુખશાંતિનો અનુભવ કરતા. રાજાની આંખોમાંથી છલકાતાં નિર્મળ પ્રેમનાં ઝરણાનું પાન કરવા હંમેશા સૌ તત્પર રહેતા. જે રીતે રાજા પ્રસન્નચંદ્ર ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં મુગટના મણિરત્ન સમાન હતા, એ જ રીતે તે નગરમાં ધનના સ્વામી અર્થાત્ કુબેર એવો ધન નામનો સાર્થવાહ રહેતો હતો. ધનાઢ્ય હોવા છતાં અભિમાનની આછી રેખા પણ એના ચહેરા પર જણાતી ન હતી. ફૂલ પરથી પસાર થતો પવન જે રીતે પોતાની જાત સુગંધિત થઈ હોય, એનો ગર્વ અનુભવે, જે રીતે તત્વજ્ઞાનીઓની સભામાં પંડિતને તક મળે, અને પોતાને ધન્ય માને અથવા ધનિકો પાસેથી આભૂષણો મેળવી રંકજનો પોતાને નસીબદાર માને, એ રીતે ધન સાર્થવાહ પાસેથી દ્રવ્ય પ્રાપ્ત કરીને પોતાના વ્યાપારને સમૃદ્ધ કરવાનું સૌભાગ્ય મેળવનાર વ્યાપારીઓ પણ પોતાની જાતને મહાભાગ્યવાન સમજતા હતા. આ સમૃદ્ધિના સ્વામી એવા ધન સાર્થવાહે એવું સાબિત કરી બતાવ્યું હતું કે સજ્જનોની સંગત તો કોઈ પુણ્યશાળીને જ મળે. લક્ષ્મીની ચંચળતા હોવા છતાં તે લક્ષ્મીને વહેતી મૂકી સૌના સુખ માટે જાગૃત રહેતા આ ધન સાર્થવાહ રાજા પ્રસન્નચંદ્રનો પ્રેમ જીતી લીધો હતો. ધન સાર્થવાહ એવું માનતો હતો કે પુણ્યના કોઈ ઉત્તમ યોગના કારણે મળેલી લક્ષ્મીનો સદ્વ્યય થવાથી જ વધુ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. જેમ યોગી પુરુષ વિષય-કષાય પર જીત મેળવવાથી શોભે છે, એ રીતે 6) ગૃહસ્થીનો ધર્મ ધન કમાવું એ છે. આ ધનોપાર્જન કરવાથી એ ધન સન્માર્ગે વપરાશે તો અનેકનું કલ્યાણ થશે. તે Page #24 -------------------------------------------------------------------------- ________________ આવા શુભ આશયથી ધન સાર્થવાહે એ પછી વસંતપુર નામે નગરમાં વેપાર અર્થે જવાનો નિર્ણય કર્યો. ધન છે. સાર્થવાહ તો બુદ્ધિમાં કુશાગ્ર અને ધન-સંપત્તિમાં કુબેરની બરાબરી કરનાર હતો, છતાં તેની ઈચ્છા હતી કે જે કોઈ લોકો તેમની સાથે જવાની ઈચ્છા રાખતા હશે તેઓને રસ્તામાં કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. તેઓ ખુશીથી તેમાં જોડાઈ શકશે. આ વાત લોકો સુધી પહોંચાડવા તેમણે ઢંઢેરો પીટાવ્યો. પ્રાતઃકાળના મંગલમય કિરણો મૃદુ આભા રેલાવતા ધીમે ધીમે અંધકારની ચાદર દૂર કરી રહ્યાં હતા. એ સમયે મંગલ મુહૂર્ત ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની દિશાઓમાં ધન સાર્થવાહના નામનો જયજયકાર સંભળાવા લાગ્યો. કુળવધૂઓ પણ શુભ મુહૂર્ત સાચવી લઈ મંગળ ગીતો ગાવા લાગી, રાત્રિના ગાઢ અંધકારમાં તારકમંડળની સાથે જેમ ચંદ્ર શોભે એ રીતે અન્ય વેપારીઓ વચ્ચે ધન સાર્થવાહ શોભી રહ્યો હતો. ધીમે ધીમે વધતા વેપારીઓ આનંદથી પ્રયાણ કરતા હતા. આ સમયે પરમ પાવનરસનું પાન કરાવનાર અને મોક્ષપદ જેવા અનંતસુખની પ્રાપ્તિ કરાવનાર, શાંત સુધારસ સમાન શ્રી ધર્મઘોષસૂરી તેમના પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યા. “ધર્મલાભ' ની મૃદુ વાણી સાંભળી સૌ કૃતાર્થ થયા. ધન સાર્થવાહે પણ પોતાની જાતને ધન્ય માની, બે હાથની અંજલિ ધરીને પ્રણામ સાથે ગુરુ મહારાજને આસન ગ્રહણ કરવાનું કહ્યું. શ્રી ધર્મઘોષસૂરી મહારાજે આસન ગ્રહણ કર્યું. ધન સાર્થવાહે કહ્યું, “હે પૂજ્યવર્ય! કોઈ પુણ્યના ઉદયે જ આપના જેવા ગુરુ ભગવંતોનો મને મેળાપ થયો. હવે આપ કૃપા કરી આપની વાણીનું પાન કરાવો.” આ સાંભળી શ્રી ધર્મઘોષસૂરીએ મનુષ્ય જીવનમાં સદાચારી આચરણનું મહત્ત્વ સમજાવ્યું અને કહ્યું: “હે સાર્થવાહ ! તારા જેવા સદાચારીની ભાવભક્તિ જોઈને જ અમે તારી સાથે વિચરવાનું નક્કી કર્યું છે.” આ વચનો સાંભળતા ધન સાર્થવાહ પોતાની જાતને કૃતાર્થ માની ગુરુદેવને નમસ્કાર કરી વસંતપુર જવાના માર્ગે પોતાના વિશાળ સમુદાય સાથે પ્રયાણ કર્યું. ગ્રિષ્મઋતુનો સમય શરૂ થયો. અગ્નિની જ્વાળા સમાન ભયંકર તાપ વરસાવતી ગ્રિષ્મઋતુએ પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. સૌ વૃક્ષની છાયામાં આશ્રય લેવા લાગ્યા. ધીમે ધીમે અસહ્ય તાપની સ્થિતિ બદલાવા લાગી ધરતીના પટ પર જીવજંતુઓએ ત્રાસમાંથી મુક્તિ મેળવી. મેઘરાજાએ મહેરની દૃષ્ટિ કરી હોય એમ વરસાદની હેલી શરૂ થઈ. ચારે તરફ કાદવ કીચડ જામવા લાગ્યા હતા. ધન સાર્થવાહની સાથે અનેક વેપારીઓ હતા. તે મુંઝાયો. તેણે વનમાં અનેક ઝૂંપડાઓ બનાવી પડાવ નાખ્યો. શ્રી ધર્મઘોષસૂરીએ પણ પોતાના શિષ્ય સમુદાય સાથે ઝૂંપડામાં જ આશ્રય લીધો. ધન સાર્થવાહે પોતાની સાથે લીધેલ સામગ્રી ધીમે ધીમે ખૂટવા લાગી. લોકો ભૂખ-તરસથી પીડાવા લાગ્યા. એ દરમિયાન જંગલના કંદ - મૂળ -- ફળ આદિ ખાદ્યસામગ્રીનો પણ લોકો ઉપયોગ કરવા લાગ્યા. અચાનક કોઈના માર્મિક વચનો ધન સાર્થવાહે સાંભળ્યા તેથી તેણે વિચાર્યું કે સાથે આવેલ મુનિ ભગવંતો તો જંગલના ફળફળાદિ, કંદ-મૂળ વગેરેનો સ્પર્શ પણ ન કરે, તો તેઓ પોતાનો નિર્વાહ કેવી રીતે કરતા હશે ! પોતાની સાથે લાવેલા મહાત્માઓનો પોતે ખ્યાલ ન રાખી શક્યો એમ વિચારી તે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. તરત જ તે ગુરુ મહારાજ પાસે જઈ વંદન કરીને તેમના ચરણમાં પડી પોતાના આ અપરાધની ક્ષમા માગવા લાગ્યો. ગુરુ મહારાજ પણ ક્ષમાના ભંડાર હતા. સાધુનો એ જ આચાર હોય કે શ્રાવકની થયેલી ભૂલોને ક્ષમાના પવિત્ર જળથી વિશુદ્ધ કરી દે. શ્રી ધર્મઘોષસૂરિ મહારાજે પણ આ રીતે “ધર્મલાભ” નો પ્રત્યુત્તર વાળી એટલું કહ્યું, “હે સાર્થવાહ! તારી સાથે આવેલા માણસો અમને યોગ્ય આહાર પૂરો પાડે છે, માટે તું ચિંતા ના | કર. વિવેકપૂર્ણ લોકો અમને અમારા નિમિત્તે બનાવેલ ભોજન વહોરાવતા નથી.” છતાં ધન સાર્થવાહને TITI TITI Page #25 -------------------------------------------------------------------------- ________________ સંતોષ ન થયો. તેણે આજુબાજુ બધે તપાસ કરી, પરંતુ ક્યાંય ઉચિત ગોચરી-આહાર જણાયો નહિ. અચાનક તો તેણે એક પાત્રમાં ઠરી ગયેલું ઘી જોયું. તેના મનના આનંદનો પાર રહ્યો નહિ. ગુરુ મહારાજના પાત્રમાં તેણે ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઘી વહોરાવી દીધું. પોતાની જાતને પરમ ભાગ્યશાળી માનીને ધન સાર્થવાહનું મન ધન્યતા અનુભવવા લાગ્યું, તે બોલી ઊઠ્યો, “આજે મારો જન્મ, જીવન અને લક્ષ્મી, તમામ સાર્થક થઇ ગયું. મારો પુણ્યોદય જાગૃત થઈ ગયો.” આ પ્રમાણે કહેતા કહેતા પૂર્વ ભવનાં પાપકર્મોની બેડીઓ તૂટવા લાગી અને ભાવપૂર્વક દાન દેવાના કારણે અંતઃકરણમાં સુપાત્રદાનની ભક્તિનો પ્રવાહ રેલાવા લાગ્યો. અંતરમન પુલકિત બની પ્રકાશી રહ્યું. અને તે જ સમયે સમકિતરૂપ બીજની પ્રાપ્તિ થઈ. મુનિ મહારાજે ધર્મલાભ આપી આ પ્રમાણે ઉપદેશ આપ્યો. “આ સમગ્ર સંસાર દુઃખમય છે. માત્ર ધર્મ જ શાશ્વત છે અને દુઃખને હરનાર તેમજ વાંછિતની પ્રાપ્તિ કરાવનાર છે. ધર્મથી જ ચાર ગતિનું ભ્રમણ દૂર થાય છે. ઈંદ્ર,વસુદેવ, ચક્વર્તિ, બળદેવ આદિ પદવીઓ મળે છે. ધર્મ ચાર પ્રકારનો છે –દાન, શિયળ, તપ અને ભાવ. દાનના પાંચ પ્રકાર છે. જ્ઞાનદાન, અનુકંપાદાન, અભયદાન, કીર્તિદાન અને સુપાત્રદાન. જીવના બે પ્રકાર છે - સ્થાવર અને ત્રસ. તપના બાર પ્રકાર છે – છ બાહ્ય અને છ અત્યંતર. શ્રાવકો માટે દેશવિરતિ અને સાધુજન માટે સર્વવિરતિ ધર્મ છે.” ગુરુ મહારાજે મધુરવાણીમાં શ્રાવકના બાર વ્રતો અને પંદર કર્માદાનનું સ્વરૂપ સમજાવ્યું. આ પ્રકારનો ઉપદેશ સાંભળી ધન સાર્થવાહને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ તેથી પોતાની જાતને ભાગ્યશાળી સમજવા લાગ્યો. ગુરુ મહારાજને નમન કરી પોતાના તંબુમાં પાછો ગયો. ત્યારે તેનું મન ભાવવિભોર બની ગયું. ચિત્તમાં ચોમેર સમક્તિભાવની રોશની ઝળહળી ઊઠી. શુદ્ધ અને સાચું જ્ઞાન પ્રાપ્ત થયાનો આનંદ થવાથી જ્ઞાનનો દીપક પ્રગટી ઊઠ્યો. આખી રાત ધર્મચિંતનમાં પસાર કરી સૂર્યોદય થતાં જ ધન સાર્થવાહે અન્ય માણસો સાથે તંબુ તરફ પ્રયાણ કર્યું. ધર્મઘોષસૂરિએ પણ ધન સાર્થવાહને ધન્યવાદ આપી વિહાર કર્યો. મુનિ મહારાજ સાથેની ધર્મચર્ચા અને ધર્મદેશનાને યાદ કરતો ધન સાર્થવાહ થોડા દિવસો બાદ વસંતપુર નગરે પહોંચી ગયો. ત્યાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કરી, મહામૂલ્યવાન વસ્તુઓનો સંગ્રહ કરીને વસંતપુર નગરમાંથી પ્રયાણ કરી ફરી પોતાના નગર ક્ષિતિપ્રતિષ્ઠિત તરફ પાછો આવ્યો. મળેલી લક્ષ્મીને સુપાત્રદાનમાં વાપરી લક્ષ્મીને પણ સાર્થક કરી. આ રીતે ધન સાર્થવાહે બાકીનું જીવન ધર્મકાર્યમાં જ વ્યતિત કર્યું. [III ભવ બીજો |િ||| SS ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ધર્મક્રિયામાં જીવન પસાર કરી આયુષ્ય પૂર્ણ કરી ધન સાર્થવાહનો જીવ ઉત્તર કુરુક્ષેત્રમાં જંબૂવૃક્ષની પૂર્વદિશામાં સીતા નદીના કિનારે યુગલિયારૂપે ઉત્પન્ન થયો. એ સમયે યુગલિકોમાં વિશિષ્ટતા હતી કે તેઓ દર ત્રીજે દિવસે ભોજન લેતા. તેઓનું શરીર ત્રણ ગાઉના પ્રમાણવાળું હતું. આ યુગલિયાના જન્મ પછી તેમના માતા-પિતા ૪૯ દિવસ પછી મૃત્યુ પામે છે; તેઓ પછી દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત તેઓને પોતાની તમામ ઈચ્છા મુજબની વસ્તુ પ્રાપ્ત થાય છે. ધન સાર્થવાહનો જીવ આવા વાતાવરણમાં વિષયસુખ ભોગવવા લાગ્યો.પૂર્વભવમાં સુપાત્રદાનનું પુણ્ય ..(૪) Page #26 -------------------------------------------------------------------------- ________________ 5 ઉપાર્જન કર્યું હતું તેથી યુગલિકના ભવમાં પરમ સુખ ભોગવવા લાગ્યો. સમય જતા યુગલિક તરીકેનું આયુષ્ય છે પૂર્ણ કર્યું. mil ભવ ત્રીજો પIIII = = = = = = = = ધન સાર્થવાહના જીવે પ્રથમ ભવમાંથી બીજા ભવમાં યુગલિક તરીકેનું આયુષ્ય પૂર્ણ કર્યું. આગળ જણાવ્યા મુજબ યુગલિકો આયુષ્ય પૂર્ણ કરે પછી દેવલોકમાં દેવ તરીકે જન્મે છે. એ રીતે યુગલિકનો જીવ પણ સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. ધન સાર્થવાહના ભવમાં સુપાત્રદાન કરીને ઉપાર્જિત કરેલા પુણ્યકર્મના પરિણામે ધર્મની વૃદ્ધિ થતાં દેવપણામાં પણ પરમ સુખની પ્રાપ્તિ કરી. દેવાંગનાઓ સાથે સુખપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. | ભવ ચોથો વIII) TV • પશ્ર્વિમ મહાવિદેહમાં ગંધીલાવતી નામના વિજયમાં વૈતાઢ્ય નામનો પર્વત છે. તેનાં શિખરના અગ્રભાગે તેજપુંજ શોભી રહ્યો છે. જે રીતે માતા-પિતાના વાત્સલ્યભરેલાં ખોળે જેમ પુત્ર સુખની અનુભૂતિ કરતો હોય, એ રીતે વૈતાઢ્ય પર્વત પર આવેલા ગાંધાર નામના દેશમાં પ્રજા સુખ, સમૃદ્ધિ અને શાંતિનો અમલ કરતી હતી. તે દેશમાં ગંધસમૃદ્ધ નામનું નગર હતું. આ નગરની વિશિષ્ટતા એ હતી કે તેના યુવાનો કામદેવ જેવા સ્વરૂપવાન હતા. તેમજ સ્ત્રીઓ દેવાંગનાઓ સમાન લાવણ્ય ધરાવતી હતી. સૌ નગરજનો સાર-અસારના જાણકાર હતા. એટલે પોતે કરેલ કાર્ય વિષે અને તેનાં પરિણામ વિષે સતત જાગૃત રહેતા. આ નગરમાં વિદ્યાધર શિરોમણી શતબળ નામના રાજા હતા. ધર્મપ્રેમી રાજાના કારણે પ્રજા સુખી હતી. રાજાના ઉદાર દિલના કારણે જેમ થાકેલા મુસાફરને વડલાની શીળી છાયામાં પરમ શાંતિનો અનુભવ થાય એ રીતે પ્રજા શાંતિ - શાતાનો અનુભવ કરતી હતી. રાજા શતબળની રાણી ચંદ્રકાન્તા સર્વાગ સુંદર તેમજ ગુણવાન હતી, તેથી તે રાજાને ખૂબ જ પ્રિય હતી. તેમની વચ્ચે રચાયેલો સ્નેહ-સેતુ તેમના પરસ્પર પ્રેમની નિશાનીરૂપ હતો. રાણી ચંદ્રકાન્તાની કુક્ષીમાં એક મહાન આત્માનું ચ્યવન થયું એ અન્ય કોઈ નહિ પણ સૌધર્મ દેવલોકમાંથી અવીને ધનસાર્થવાહનો જીવ ચોથે ભવે ચંદ્રકાન્તાની કક્ષામાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ મહાબલકુમાર રાખવામાં આવ્યું. કહેવાય છે કે જ્યારે રૂપ અને ગુણનો સરવાળો થાય છે ત્યારે તે વ્યક્તિ પૂજવા લાયક બને છે. મહાબલકુમાર માટે આ વાત તદન ખરી હતી. યૌવનવયના પગથિયે પહોંચેલા મહાબલકુમારનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવિત હતું. કેસરી સિંહ સમાન કમર, બળવાન ભૂજાઓ, પોયણા જેવા પોપચા ધરાવતી સુંદર અને દીર્ઘદૃષ્ટા આંખો અને વીરતાની મૂર્તિ જેવો મહાબલ ચરિત્ર અને ગુણની બાબતમાં ઉત્તમ પુરુષ હતો. પરંતુ મહાબલકુમાર પિતાની આજ્ઞા પ્રમાણે વર્તનાર વિનયી પુત્ર હતા. તેથી તેણે પોતે પોતાને પ્રિય સ્ત્રીને પત્ની બનાવવા ન વિચાર્યું. પિતાની આજ્ઞા પ્રમાણે તેણે વિનયવતી નામની કન્યા સાથે લગ્ન કર્યા. પ્રાચીન સમયમાં રાજા એ વાતને ધર્મ માનતા કે અમુક ઉમર થતા રાજકારભાર પોતાના યોગ્ય પુત્રને છે Page #27 -------------------------------------------------------------------------- ________________ સોંપી સંસારની ફરજોમાંથી મુક્ત બનીને જંગલમાં રહી ધર્મ-ધ્યાન અને તપ-ત્યાગમાં જીવન પસાર કરતા. 9 આ રીતે મહાબલકુમારના પિતા શતબળ રાજાએ સંસારની ફરજોને બરાબર નિભાવ્યા પછી, માનવભવને સાર્થક કરવા માટે મહાબલકુમારને સમજાવી રાજગાદી પર સ્થાપિત કર્યો. સંસારથી અલિપ્ત થવા માટે, સંસારના પરિભ્રમણમાંથી મુક્ત થવા માટે અને પરંપરાએ મોક્ષપદની પ્રાપ્તિ માટે ચારિત્ર ગ્રહણ કર્યું. ઉત્તમ અને ઉગ્ર તપશ્વર્યા કરી આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં ગયા. આ બાજુ પિતા પાસેથી મેળવેલું રાજ્ય પ્રાપ્ત કર્યા પછી મહાબલ રાજાએ સમસ્ત દુશ્મનોને પરાસ્ત કર્યા. દેવાંગનાઓ સાથે જેમ દેવલોકના દેવો સુખચેનમાં જીવન પસાર કરે છે એ રીતે મહાબલ રાજા પણ પોતાની સુંદર નવયૌવના રાણીઓ સાથે સુખના દિવસો પસાર કરવા લાગ્યા. પૂર્વના પુણ્યકર્મના ઉદયે આવું સ્વર્ગીય સુખ તેમને પ્રાપ્ત થયું હતું. ધન સાર્થવાહના ભવમાં કરેલા પુણ્યકર્મોથી આજે અપાર સુખવૈભવને ભોગવનાર મહાબલ રાજાને ધર્મ પ્રત્યે ઉદાસી હતી. પરંતુ તેમની રાજસભામાં ચતુર અને બુદ્ધિશાળી મંત્રીઓ અને દરબારીઓ હતા. છતાં કેટલાક દરબારીઓ માત્ર ભૌતિક સુખને જ શ્રેષ્ઠ માનતા હતા. આ રાજસભામાં ચારિત્રવાન, ગુણવાન અને ધાર્મિક વૃત્તિવાળા એક મંત્રીવર્ય હતા. તેમનું નામ સ્વયંબુદ્ધ હતું. તેમણે એક વખત રાજા મહાબલને કહ્યું. હે રાજન ! પૂર્વજન્મનું પુણ્ય પહોંચતું હોય ત્યાં સુધીમાં વિવેકી પુરુષોએ નવું પુણ્ય ઉપાર્જન કરી લેવું જોઈએ. માટે આપ ધર્મનું સેવન કરો અને ઉત્તમ પદની પ્રાપ્તિ માટે આપ આપની લક્ષ્મીનો સદ્દઉપયોગ કરો.” આ વાત સાંભળી રાજા ઘડીભર વિચારમાં પડી ગયા. પરંતુ જેમ પાંચ-સાત શુદ્ધ હીરામાં કોઈ કાચના ટૂકડા ભળી ગયા હોય તો એનાં લક્ષણોથી જુદા તરી આવે છે, એ રીતે આ દરબારમાં સંભિન્ન નામનો બીજો એક મંત્રી હતો. તે નાસ્તિક હતો. આ લોકનું જ સુખ મેળવવા તે ઉત્સુક હતો. તેથી તેણે મહાબલ રાજાને સ્વયંબુદ્ધની વાત ન સાંભળવા કહ્યું. પરંતુ સ્વયંબુદ્ધે કહ્યું કે જેમ કાષ્ટ્રથી અગ્નિ અને નદીઓથી સમુદ્ર ક્યારેય સંતોષ પામતા નથી એ રીતે ઉત્તમ પુરુષો મોહમાયામાં ફસાવાને બદલે ધર્મનો આધાર લે છે. આ રીતે મંત્રીએ રાજાને સંસારના મોહમાયામાંથી મુક્ત થઈ ધર્મનું જ અવલંબન લેવાની સલાહ આપી અને ઉત્તમ એવા ચારિત્રધર્મની સમજ આપી. ક્ષમાશીલ રાજા મહાબલે સૌ પ્રજાજનોને ક્ષમાપના પાઠવી ચારિત્ર ગ્રહણ કર્યું. અગ્નિમાં તપાવી શુદ્ધ કરેલું સોનું જેવું નિર્મળ અને તેજસ્વી લાગે છે એ રીતે વિશુદ્ધ ચારિત્રના પાલનથી તેમનું સાધુજીવન પ્રકાશી રહ્યું. પંચ પરમેષ્ઠિના સ્મરણથી આત્મા ઉપર લાગેલાં કર્મોના કચરાને દૂર કરવા લાગ્યા. ઉગ્ર તપશ્વર્યા દ્વારા પાપકર્મોનો નાશ કરીને મહાબલ રાજાએ સાધુધર્મને અને પોતાના જીવનને સાર્થક કર્યું. IIIII) ભવ પાંચમો વી|||| પૂર્વભવનો સુકૃત અને પુણ્યકર્મનો પ્રભાવ પછીના ભવના પરિણામોને નક્કી કરે છે અને એ રીતે આત્મા સંસારના પરિભ્રમણને વધારે કે ઘટાડે છે. મહાબલ રાજાએ ઉત્કૃષ્ઠ સાધુજીવન દ્વારા ઉપાર્જિત કરેલું પુણ્યકર્મ ઉદયમાં આવ્યું અને તેમનો જીવ ઈશાન 6. દેવલોકમાં અલંકાર સમાન શ્રીપ્રભ નામના વિમાનમાં લલિતાંગ નામના દેવ તરીકે ઉત્પન્ન થયો. આ રીતે Page #28 -------------------------------------------------------------------------- ________________ ધન સાર્થવાહ પાંચમા ભવે લલિતાંગ નામે દેવ તરીકે ઉત્પન્ન થયાં. દિવ્ય આકૃત્તિ, પુષ્પ જેવું સુકોમળ શરીર, મહાશક્તિશાળી, વિદ્વાન અને શ્રેષ્ઠ લબ્ધિવાળા લલિતાંગ દેવ અવધિજ્ઞાનના ધારક હતા. તેમના શરીર પરના આભૂષણો તેમજ મસ્તકપરનો મુગટ તેની શોભા અને પ્રભાવમાં વધારો કરતા હતા. આ ઉપરાંત તેમની આજુબાજુ જુદી જુદી સેવામાં પ્રવૃત્ત દેવો પણ તેમની યશ અને કીર્તિને પ્રભાવી બનાવતા હતા. શ્રીપ્રભ નામનું વિમાન એટલે ચારે તરફ સૌન્દર્યના ફૂવારા. આ વિમાનમાં રહેલા દેવો ભૌતિક સુખના સ્વામી બની જતા. સુવર્ણ અને મણિથી બનેલા શીખરોથી બનેલા પર્વતો એ દેવો માટે ક્રિડાસ્થળો હતા. તેમજ હાથમાં ચામર, દર્પણ તેમજ પંખા વગેરે ધારણ કરી રહેલી દેવાંગનાઓ અને વાજિંત્રોના સૂરમાં સૂર પૂરાવતા ગાંધર્વો આ દેવિમાનના વાતાવરણને મંત્રમુગ્ધ બનાવતા હતા. સુમધુર સંગીતની સૂરાવલિઓ વચ્ચે લલિતાંગ દેવ બિરાજતો હતો. તેમણે અવધિજ્ઞાન વડે પૂર્વભવ યાદ કર્યો અને ત્યારે જાણ્યું કે તેમના સ્વયંબુદ્ધ નામના મંત્રીએ તેમને જે ધર્મ પમાડ્યો હતો, એનું આ પરિણામ હતું. આ પછી લલિતાંગ દેવે ચૈત્યમાં રહેલી શ્રી જિનેશ્વર ભગવંતોની શાશ્વત પ્રતિમાઓનું પૂજન કર્યું. એ જ રીતે જ્ઞાનની ઉત્તમ આરાધના કરી. લલિતાંગ દેવના અંતઃપુરમાં તેમની કરતા પણ સૌન્દર્યમાં વિશેષ પ્રભાવી દેવી સ્વયંપ્રભા હતા. સૌન્દર્યનું અમૃત તેમના અંગેઅંગમાંથી છલકતું હતું. ચારે બાજુએ સુગંધી પુષ્પોના ઉદ્યાનો શોભી રહ્યાં હતા. લલિતાંગ દેવે સ્વયંપ્રભા સાથે અનેક પ્રકારના સુખ વૈભવો ભોગવ્યા. આયુષ્ય પૂર્ણ થતાં સ્વયંપ્રભા દેવીનું ચ્યવન થયું. આથી તેના વિરહથી લલિતાંગ દેવ અત્યંત દુ:ખી બની ગયા. આ બાજુ સ્વયંબુદ્ધે ચારિત્ર અંગીકાર કર્યું. પછી કાળાંતરે તે ઈશાન દેવલોકમાં દૃઢવર્મા નામનો દેવ થયો. તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે પૂર્વભવના મહાબલ રાજા અત્યારે લલિતાંગ દેવ રૂપે વિરહની વ્યથામાં બેચેન છે. પોતાનું કર્તવ્ય સમજીને તે તેની પાસે ગયો. દેઢવર્માએ લલિતાંગ દેવને પોતાનો અને તેનો પૂર્વભવ યાદ કરાવ્યો. પોતાના કર્તવ્ય પ્રમાણે પ્રતિબોધ આપતા કહ્યું : પૃથ્વી પર ધાતકી ખંડમાં પૂર્વ વિદેહ ક્ષેત્રમાં નંદિ નામના ગામમાં દરિદ્ર સ્થિતિવાળો નાગીલ નામે ગૃહસ્થ રહે છે. તેની પત્ની નાગશ્રી છે, તેને છ પુત્રીઓ છે. તેઓ ઘણી વખત ભૂખ્યા - તરસ્યા સૂઈ જાય છે. સાતમી પુત્રીના જન્મ પછી નાગિલ કુટુંબ છોડી ચાલ્યો ગયો છે. નાગશ્રી દુ:ખી થઈ ગઈ તેથી તેની પુત્રીનું નામ પાડ્યું નહીં. તેથી તેને સૌ નિર્નામિકા કહેવા લાગ્યા. પુત્રીએ તેની મા પાસે ખાવાનું માગ્યું તેથી નાગશ્રીએ તેને અંબરતિલક પર્વત પર જઈ લાકડાનો ભારો લાવવાનું કહ્યું. નિર્નામિકા રડતી રડતી તે પર્વત પર લાકડા લેવા ગઈ, પરંતુ ભાગ્યની રેખા પલટાતા વાર ન લાગે, એ રીતે ત્યાં તેને એક મુનિરાજને દેશના આપતા જોયા. તે પણ કુતૂહલવશ તે સભામાં બેસી ગઈ. મુનિએ નરકગતિના જીવોના દુઃખીજીવનનું વર્ણન શરૂ કર્યું. જેના જીવનની પરિસ્થિતિ વિષેના શબ્દો સાંભળતા જ એટલી કરૂણતા પ્રગટતી હોય, તે દુ:ખનો પ્રત્યક્ષ અનુભવ કેટલો વેદનીય હશે ! આ વિચાર માત્રથી નિર્નામિકાનું હૃદય કંપી ઊઠ્યું. એને ત્યાં જ વૈરાગ ઉત્પન્ન થયો અને શ્રાવકધર્મ અંગિકાર કરી લાકડાં લઈ ઘેર ગઈ. ધીમે ધીમે ધર્મના પાલન માટે તેણે તપની આરાધના શરૂ કરી છે, પરંતુ દુઃખની વાત એ છે કે તે કન્યાને કોઈ પરણવા તૈયાર નથી. તે અનશન કરી જીવન પસાર કરી રહી હતી. માટે હે લલિતાંગ દેવ ! તમે ત્યાં જઈ તમારું રૂપ પ્રગટ કરો. તમારી સ્વયંપ્રભા તરીકે જ તે તમને મળશે.’’ ૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ દઢવર્માની આ વાત સાંભળી લલિતાંગ દેવે એ મુજબ કર્યું. તે નિર્નામિકાને સ્વયંપ્રભારૂપે ફરીથી પામ્યો છે અને તેની સાથે પ્રેમથી રહેવા લાગ્યો. સમયનું વહેણ અખ્ખલિત વહ્યાં કરે છે. કાળના ક્યને કોઈ બદલી શકતું નથી. લલિતાંગ દેવનો કાળક્સ નજીક આવતા, તેના ચ્યવનકાળની નિશાનીઓ પ્રગટવા લાગી. તેનો ચહેરો નિસ્તેજ બનવા લાગ્યો. સ્વયંપ્રભા પણ પોતાના સ્વામીની આવી સ્થિતિ જોઈ દુઃખી થઈ. લલિતાંગ દેવે તેને સાંત્વન આપતા કહ્યું, “હે પ્રિયે ! કર્મના ફળ પ્રમાણે આપણે તેને સ્વીકારવા જોઈએ. મારો ચ્યવનકાળ હવે નજીક છે. આજ સુધીના સુખો તે પુણ્યકર્મોના ઉદયનું પરિણામ હતું. માટે તારે દુઃખી થવાની જરૂર નથી.” થોડાં સમયમાં તો દઢવર્માદવે લલિતાંગ દેવને ઈશાનેન્દ્ર દેવની આજ્ઞા સંભળાવી. તે મુજબ લલિતાંગ દેવ શ્રી નંદીશ્વર દ્વીપમાં મહાતીર્થોની શાશ્વત પ્રતિમાઓને વંદન કરવા ગયા. ત્યાં જતાની સાથે જ આયુષ્યનો ક્ષય થવાથી તેમનો જીવ ચ્યવને પુનર્ગતિ પામ્યો. જેમ પવનના એક સપાટે દીપક બુઝાઈ જાય એ રીતે તેમનો જીવનદીપ બુઝાઈ ગયો. III) ભવ છઠ્ઠો III જંબુદ્વીપની પૂર્વે સીતાનદીની ઉત્તર દિશામાં સાગરની નજીક પુષ્કલાવતી નામના વિજયમાં લોહાર્શલ નામનું નગર હતું. નગરની શોભામાં ઉમેરો કરતા હતા ત્યાંના સુંદર જિનમંદિરો. આ પવિત્ર નગરના પદાધિકારી રાજા સુવર્ણજંઘ પોતે પ્રજાપાલક અને પ્રજાવત્સલ હતો. પ્રજામાં જે રાજા પિતાતુલ્ય હોય તેની પ્રત્યે પ્રજા પણ પોતાના ધર્મ અને ફરજ સ્વીકારે છે. સમગ્ર નગરની પ્રજા આ રાજાની સેવામાં હંમેશા તત્પર હતી. રાજા સુવર્ણજંઘ જેવો લોકપ્રિય હતો, એવી જ માયાળુ તેમની રાણી લક્ષ્મી હતી. સ્વરૂપમાં જાણે સાક્ષાત સૌન્દર્યની મૂર્તિ. લલિતાંગ દેવનો જીવ સ્વર્ગમાંથી આવીને રાણી લક્ષ્મીની કક્ષામાં પુત્ર તરીકે અવતર્યો. આ રીતે ધન સાર્થવાહનો જીવ છદ્દે ભવે સુવર્ણચંઘ રાજાના ઘેર પુત્રરત્ન તરીકે અવતર્યો. તેનું નામ રખાયું વજંઘ. પુત્રના લક્ષણ પારણામાંથી' એ કહેવત અનુસાર વજજંઘ બાળપણથી જ સંસ્કારી અને શક્તિશાળી હતો. રૂપવાન અને ગુણવાન વ્યક્તિ કોને પ્રિય ન હોય! વજજંઘ યુવાન અવસ્થાએ પહોંચ્યો. રાજકુંવર જ્યારે યુવા અવસ્થાએ પહોંચે ત્યારે જ તેની સાચી પરીક્ષા થાય છે તેની બહાદુરી અને વિરતાની ગાથા શરૂ થાય છે. વજંઘ સર્વ કલાઓમાં પારંગત હતો. સ્વરૂપવાન સાથે ગુણવાન પણ ખરો જ. આથી તેને પતિ તરીકે પામવા માટે બધી નવયૌવનાઓમાં જાણે સ્પર્ધા જાગી હતી. જે રીતે લલિતાંગ દેવનો જીવ આ રીતે વજજંઘ રાજકુમાર તરીકે સુખ ભોગવતો હતો. એ રીતે કાળાંતરે લલિતાંગ દેવની પ્રિયા સ્વયંપ્રભાદેવી મૃત્યુ પામ્યા પછી તેનો જીવ ચ્યવને જે વિજયમાં વજજંઘનો જન્મ થયો હતો, તે જ વિજયમાં પુંડરીકિણી નગરીમાં વસેન રાજાને ત્યાં પુત્રી તરીકે અવતર્યો. તેનું નામ શ્રીમતી રાખવામાં આવ્યું. શ્રીમતી નાનપણથી જ સુસંસ્કારો પામી હતી. માતા ગુણવતીએ તેનામાં ઉત્તમ ગુણોનું સિંચન કર્યું હતું. મેં છે પુણ્યકર્મના ઉદયે કોઈ પણ જીવનું ચ્યવન ઉત્તમ કુળમાં થાય છે. શ્રીમતી પણ આ રીતે ઉત્તમ કુળમાં સ્થાન છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ પામી હતી, તેથી તેનો પુણ્યોદય વધુ સ્થિર થયો. એક વખત શ્રીમતી અને તેની સહેલીઓ સર્વતોભદ્ર નામના મહેલની અટારીમાં સુંદર દૃશ્ય જોવા માટે ભેગા થયા. આકાશમાર્ગે આવતા દેવવિમાનો કોઈ મુનિવરનો કેવળજ્ઞાન મહોત્સવ કરવા જઈ રહ્યાં હતાં. શ્રીમતીએ આ વિમાનો જોયા અને તેને અચાનક જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને તરત જ મુર્છા પામીને પૃથ્વી પર પડી. શ્રીમતીની સખીઓએ વિવિધ ઉપચારો વડે તેની મુર્છા દુર કરવાના પ્રયત્નો કરવા લાગી. જ્યારે શ્રીમતી બરાબર ભાનમાં આવી ત્યારે તે વિચારવા લાગી કે પૂર્વભવમાં તે લલિતાંગ દેવની પ્રિયા હતી. અત્યારે તે ક્યાં હશે તેની ખબર ન હતી. તેથી તે મૌન બેઠી હતી. તેની સખીઓએ તેને બોલાવવા ઘણાં પ્રયત્ન કર્યા, પરંતુ તેણે કોઈ પ્રતિભાવ ન આપ્યો. અંતે તેની માતા સમાન સ્થાન જેનું હતું તે પંડિતા ત્યાં આવી. તેણે જ્યારે શ્રીમતીને મૌન રહેવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે પૂર્વભવનું વૃત્તાંત કહી સંભળાવ્યું. પંડિતાએ આ આખું વૃત્તાંત એક પટ ઉપર ચિતરાવ્યું. આ બાજુ વસેન ચક્વર્તિની વર્ષગાંઠ હોવાથી અનેક રાજાઓ, મહારાજાઓ, રાજકુમારો વગેરેને આમંત્રણ આપવામાં આવ્યું. આ વખતે પંડિતા પેલો ચિતરાવેલો પટ લઈને રાજમાર્ગ પર ઊભી રહી. રાજકુમારો, રાજાઓ તેમજ મહારાજાઓ આવતા ગયા, આ પટના વખાણ કરતા ગયા અને એ રીતે આગળ વધતા ગયા. આ ચિત્રપટમાં નંદીશ્વર દ્વીપનું પણ આબેહૂબ ચિત્રણ કરવામાં આવ્યું હતું. તેમાં રહેલાં જિનચૈત્યને જોઈ કેટલાક રાજકુમારો જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરીને આગળ વધતા ગયા. આ સમય દરમિયાન દુર્રાન્ત નામનો એક રાજકુમાર પસાર થયો. આ ચિત્રપટ જોઈને તે તરત જ મુર્છા પામ્યો. એ પટ પોતાના જ પૂર્વભવનું આલેખન છે, એવી વાત કરી. તે પોતે જ લલિતાંગ દેવ છે એવું જણાવ્યું. આ સાંભળી પંડિતાએ તેને પટમાં રહેલા સ્થળોને ઓળખી બતાવવા કહ્યું અને તે જવાબ ન આપી શક્યો. તેનું કપટ પકડાઈ ગયું તેની ચાલ છતી થઈ ગઈ અને શરમ અનુભવી ચાલતો થયો. થોડો સમય પસાર થયો ત્યાં લોહાર્ગલ નગરના રાજા સવર્ણજંઘ રાજાનો પુત્ર વર્જ્યઘ પણ ત્યાં આવી પહોંચ્યો. તેણે પણ પંડિતાએ બિછાવેલો પટ જોયો અને જાતિસ્મરણજ્ઞાન થયું. પટ પર આલેખાયેલી ચિત્રકૃત્તિ પોતાના જ પૂર્વભવનું વૃત્તાંત છે એવું જ્ઞાન થવાથી તે મુર્છા પામ્યો. તેના પર ઉપચાર કરાતા તે ભાનમાં આવ્યો. પંડિતાએ તેને મુર્છા પામવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે પોતાના પૂર્વભવ વિષે વાત કરી. પંડિતાએ ખાતરી કરવા ચિત્રપટ પરની માહિતી, સ્થળો તથા પાત્રોને ઓળખી બતાવવા કહ્યું. ત્યારે તેણે લલિતાંગ દેવ તરીકેનો પોતાનો પૂર્વભવ અને શ્રીમતીનો પૂર્વભવ બરાબર વર્ણવ્યો. તેથી પંડિતાએ શ્રીમતી પાસે જઈ તે મુજબ વાત કરી. જે રીતે મેધના આગમનથી ચાતક પક્ષી રોમાંચનો અનુભવ કરે, એ રીતે શ્રીમતી પણ આનંદ અનુભવવા લાગી. તેના શરીરમાં પ્રિયતમના પુનર્મિલનની રોમાંચક ક્ષણો સ્વપ્ન બનીને લહેરાવા લાગી. વાંઘ પણ શ્રીમતીને મળીને આનંદ અનુભવવા લાગ્યો. તે થોડા દિવસ શ્રીમતીના સહવાસને માણવા ત્યાં રોકાયો પછી રાજાની આશા લઈ, પોતાના નગરમાં ગયો, સાથે શ્રીમતી પણ કમળના પુષ્પની જોડી જેમ શોભી રહી હતી. સુવર્ણજંધ રાજાએ બન્નેને પ્રેમપૂર્વક આવકાર્યા. થોડા સમય પછી વજંઘને ગાદી સોંપી સુવર્ણજંઘ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. આ રીતે રાજ્યની લગામ વાંઘ પર આવી. તેણે ખૂબ જ વિનય, વિવેક અને પ્રેમપૂર્વક પ્રજાનું જતન કરી ખૂબ જ લોકચાહના મેળવી. શ્રીમતી સાથે સ્વર્ગીય સુખ ભોગવતા પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. ..(૯ ------ Page #31 -------------------------------------------------------------------------- ________________ આ બાજુ રાજા વસેને પણ પોતાના પુત્ર પુષ્કલપાલને રાજગાદી સોંપી ચારિત્ર ગ્રહણ કર્યું. એક વખત પુષ્કલપાલ પ૨ આજુબાજુના રાજાઓએ આક્રમણ કર્યું. તેથી તેણે વાંધની મદદ માગી. રાજા વર્જાઘ વિશાળ સેના સાથે આવી પહોંચતા દુશ્મનોની તાકાત ઘટી ગઈ. એ દરમિયાન રસ્તામાં બે મુનિરાજો સાગરસેન અને મુનિસેનને વાંઘ અને શ્રીમતીએ જોયા. બન્ને મુનિરાજોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. ભાવપૂર્વક વંદના કરી વાંઘ રાજાએ શ્રીમતીને જણાવ્યું કે સંસારમાં સાચું સુખ ક્યારેય મળતું નથી. આ માટે દીક્ષા ગ્રહણ કરવાથી જ પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રીમતીએ પણ કહ્યું, ‘“હે સ્વામિન! હું પણ તમારી સાથે જ દીક્ષા ગ્રહણ કરીશ.’' આ રીતે મનથી નક્કી કરી તેઓએ લોહાર્ગલ નગ૨માં પોતાના રાજ્યમાં પ્રવેશ કર્યો. કહેવાય છેકે કર્મના પરિણામ ક્યારેક કેવા વિચિત્ર અને ખતરનાક હોય છે તે કહેવાય નહીં. કોણ ક્યારે કોનાથી છૂટા પડે કે કોણ કોને મળે એ વિષે કલ્પના પણ કરી શકાતી નથી. એક બાજુ વજ્જધ૨ાજા પાછા વળતા રસ્તામાં ચારિત્રગ્રહણ કરવાનું નક્કી કરી આવ્યા છે અને બીજી બાજુ તેનો પોતાનો કુંવર પોતાને રાજગાદી નહીં મળે તો એની શંકામાં પ્રધાનમંત્રીને ફોડી, પિતાને મોતને ઘાટ ઊતારવાનું કાવતરું રચી રહ્યો હતો. વેરની આગ કે લોભનો શેતાન જ્યારે મન ૫૨ સવા૨ થઈ જાય છે ત્યારે બુદ્ધિ અને લાગણીનો હ્રાસ થાય છે. વાંધ અને શ્રીમતીના શયનખંડમાં પુત્ર વિષનો ધુપ કર્યો અને ઝેરી ધુમાડો ચારે તરફ ફેલાઈ ગયો. શ્વાસમાં આ ધુમાડો જવાથી વધ અને શ્રીમતી બન્ને ગુંગળાઈને મૃત્યુ પામ્યા. આ રીતે વજંધ આયુષ્ય પૂર્ણ કર્યું અને સાથે શ્રીમતીએ પણ ત્યાં જ આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ સાતમો એમ કહેવાય છે આયુષ્ય પૂર્ણ થતા સમયે જે સ્થિતિ હોય છે એવી સ્થિતિમાં આત્મા નવા જન્મે દેહ યારણ કરે છે. એક જ પ્રકા૨ની ચિંતા સાથે મ૨ના૨ની ગતિ હંમેશા એક સરખી થાય છે. અર્થાત્ આયુષ્યને અંતે એક સરખી પરિણતિવાળાં પ્રાણીઓની ગતિ ઘણું કરીને સરખી થાય છે. વઘ રાજા અને શ્રીમતી રાણી બન્ને સરખી સ્થિતિમાં મૃત્યુ પામ્યા. તેથી આયુષ્યના અંતે બન્ને ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિકરૂપે અવતર્યા. ના રીતે ધન સાર્થવાહનો જીવ વાંઘ રાજા રૂપે છઠ્ઠો ભવ પૂર્ણ કરી સાતમા ભવે યુગલિક તરીકે ઉત્પન્ન થયો. એ ક્ષેત્રમાં યુગલિકોની અને ક્ષેત્રની કેટલીક વિશિષ્ટતાઓ હતી. ત્યાં દશ પ્રકારના કલ્પવૃક્ષો દ્વારા ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થતી. યુગલિકોના જન્મ, ઉછેર, લગ્ન અને મૃત્યુ સાથે જ થતું. આ રીતે તે યુગલિકો એટલે કે ભાઈ-બહેનના લગ્ન થતા અને આનંદ - ઉલ્લાસથી જીવન ગુજારતા. આ સ્થિતિ અનુસા૨ યુગલિકો તરીકે ઉત્પન્ન થયેલ રાજા વછ્યુંધ અને તેની પત્ની શ્રીમતીના જીવે યુગલિક ધર્મ પ્રમાણે જીવન પસાર કરતા કાળક્મે આયુષ્ય પૂર્ણ કર્યું. ૧ ૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ IIIII) ભવ આઠમો III) પૂર્વભવમાં કરેલાં સત્કર્મો આત્માને નિશ્ચિત ઉત્તમકુળમાં સ્થાન અપાવે છે અને કુકર્મોનાં પરિણામ સ્વરૂપે એ આત્મા તિર્યંચ કે નરકગતિમાં અથવા નીચ ગોત્રમાં જન્મ પામી અનેક કષ્ટો સહન કરે છે. ઉત્તમ કર્મોનું પરિણામ ઉત્તમ મળે છે. આ સિદ્ધાંત અનુસાર ધન સાર્થવાહનો જીવ છઠ્ઠા ભવે વજંઘ રાજા, તેમજ સાતમાં ભવે યુગલિક તરીકે ઉત્પન્ન થયા પછી આઠમાં ભાવે પ્રથમ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. એ જ રીતે વજંઘની રાણી શ્રીમતીનો જીવ પણ યુગલિકનો ભવ પૂર્ણ કરી એ જ દેવલોકમાં દેવ તરીકે જન્મ ધારણ કર્યો. આ બન્ને દેવો એક એકથી ચડિયાતું એવું કામદેવ સમાન રૂપવાળા બન્યા. જે રીતે એક પુષ્યની પાંખડીઓમાં કઈ ઉત્તમ કે કઈ કનિષ્ક એ નક્કી કરવું મુશ્કેલ છે એ રીતે આ દેવોનાં રૂપકામણ એકબીજાથી ચડિયાતા હતા. પરિણામે સૌન્દર્ય અને લાવણ્યની મોહક – મનોહર સૃષ્ટિનું નિર્માણ દેવલોકમાં થયું હતું. રૂપરૂપના અંબાર સમી દેવાંગનાઓના કામણે તો દેવલોકમાં સુખ-વૈભવના મહાસાગરો છલકાવ્યા હતા. પૂર્વભવના સ્નેહના તાંતણે બંધાયેલા બન્ને દેવો વચ્ચે અત્યારે પણ સ્નેહની ગાંઠ બંધાણી હતી. ભોગ-વિલાસ અને સુખ વૈભવથી છલકાતું દેવલોક જોઈ કોણ મોહ ન પામે ? આ બન્ને દેવો પણ સુખમાં વ્યસ્ત બની જીવન પસાર કરવા લાગ્યા. કાળક્રમે દેવલોકમાં દેવ તરીકેનું આયુષ્ય પૂર્ણ થતા ધન સાર્થવાહ આઠમાં ભવે દેવ તરીકેનું આયુષ્ય પૂર્ણ કર્યું. SS III) ભવ નવમો III) મણિમય અને મૂલ્યવાન રત્નોથી આચ્છાદિત દીવાલોમાંથી પ્રગટતા પ્રકાશપુંજથી ઓપતા આવાસોથી સુશોભિત એવું નગર એટલે ક્ષિતિપ્રતિષ્ઠિત. આ ભવ્ય નગર જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલું છે. આ નગરના નગરજનો રાત્રિના અંધકારને હટાવવા ક્યારેય દીપક પ્રગટાવતા નહીં કારણ કે તેમના આવાસોની તેજસ્વી દીવાલોમાંથી પ્રતિબિંબિત થતાં પ્રકાશપુંજથી સમગ્ર વાતાવરણ અજવાસવાળું બની જતું. આ અજવાસ પાસે દીપકોનો પ્રકાશ તો અસમર્થ બની નિસ્તેજ લાગતો હતો, આથી આ નગરજનો માત્ર જિનપૂજાના પ્રસંગોએ જ દીપક પ્રગટાવતા. આવા ભવ્ય નગરમાં ઈશાનચંદ્ર રાજા પોતાના બળ-બુદ્ધિ અને ગુણથી પ્રજામાં પ્રિય બન્યો હતો. તેણે દશેય દિશામાં પોતાની કીર્તિ ફેલાવી હતી. તેણે સોમ, યમ, વરૂણ તેમજ કુબેર જેવા સમર્થ દિક્ષાલો પર પણ પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું. આ નગરમાં યમરાજ પણ મહાવ્યાધિ સિવાય સામાન્ય માંદગીમાં કોઈનો જીવ લઈ જવાની હિંમત કરી શકતો નહિ. આ નગરમાં સુવિધિ નામના સમર્થ વૈદ્યરાજ રહેતા હતા. વજદંઘનો જીવ દેવલોકમાંથી અવીને આ વૈદ્યરાજને ઘેર પુત્ર તરીકે અવતર્યો. તેના જન્મથી સમગ્ર વાતાવરણમાં આનંદ - મંગલ છવાઈ ગયા તેથી તેનું નામ જીવાનંદ રાખવામાં આવ્યું. આ જ સમયે આ નગરમાં બીજા પાંચ પુત્રોનો જન્મ થયો. જેમાં ઈશાનચંદ્ર રાજાને ત્યાં મહીધર, જે મહા બુદ્ધિશાળી હતો. બીજો મંત્રીનો પુત્ર સુબુદ્ધિ, તે પણ બુદ્ધિશાળી હતો. ત્રીજો પુત્ર (૧૧) T ITLTLTLTLTLTLT Page #33 -------------------------------------------------------------------------- ________________ તે સાગરદત્ત સાર્થવાહનો પુત્ર પૂર્ણભદ્ર, જે પૂર્ણિમાના ચાંદ જેવો તેજસ્વી હતો. ગુણાકર નામે ચોથો પુત્ર, ગુણોનો ભંડાર ગણાતો, એ જ સમયે તે નગરના શ્રેષ્ઠિવર્ય ઈશ્વરદત્તને ત્યાં શ્રીમતીનો જીવ ચ્યવીને કેશવ નામે પુત્ર થયો. આ છએ વ્યક્તિ - જીવાનંદ, મહીધર, સુબુદ્ધિ, પૂર્ણભદ્ર, ગુણાકર અને કેશવ પ્રતિભાસંપન્ન, ગુણવાન અને બુદ્ધિશાળી હતા તેથી તેઓ ગાઢ મિત્રો બની ગયા. જીવાનંદે પોતાના પિતાના વ્યવસાયને સારી રીતે અપનાવી લીધો. વૈદ્ય તરીકે તે પોતાના પિતા કરતા પણ વધુ ખ્યાતિ પામ્યો. પાંચેય મિત્રો તેને યથાયોગ્ય સાથ આપતા હતા. જીવાનંદની વૈદ્યવિદ્યાને ચંદ્રની માફક શીતળ ગુણવાળી ગણવામાં આવતી. એક વખત વૈદ્યશિરોમણિ જીવાનંદના ઘેર પાંચેય મિત્રો ચર્ચા કરતા બેઠા હતા. એ સમયે એક મુનિરાજ ભિક્ષા માટે પધાર્યા. તે મહાતપસ્વી હતા. તપથી તેનું શરીર સૂકાઈ ગયું હતું. તેના શરીરે કૃમિરોગ થયો હતો, છતાં તેના ચહેરા પર કોઈ ગ્લાનિ દેખાતી ન હતી. મુમુક્ષુ વ્યક્તિનું તેજ કાંઈક જુદુ જ લાગે છે.એમ આ મુનિરાજ પણ તેજસ્વી દેખાતા હતા. તેમની પીડાનો પાર ન હતો, પણ ચહેરા પર પ્રસન્નતા ખીલેલી હતી. જીવાનંદે મુનિરાજને જોયા પરંતુ તેના મનમાં મુનિરાજની ચાકરી કરવાનો વિચાર ન આવ્યો. મહિધર અને બીજા મિત્રો આ જોઈને વિચારવા લાગ્યા, તરત મહિધરે જીવાનંદને તેની ફરજ વિષે સમજાવ્યું અને કહ્યું કે આ મુનિવરની પીડા મટાડવી એ આપણી ફરજ છે. આ વાત સાંભળી જીવાનંદને પોતાની ફ૨જ સમજાણી અને મિત્રનો આભાર માની બધા મિત્રોને અલગ અલગ ઔષધિ લાવવાનું કહ્યું. ગૌશીર્ષ ચંદન, રત્નકંબલ જેવી મૂલ્યવાન ઔષધિઓ લેવા માટે જ્યારે મિત્રો ગયા અને શેઠે આની કિંમત સવા લાખ સૌનૈયા જણાવી અને ખરીદવાનું કારણ પૂછ્યું, ત્યારે મિત્રોએ મુનિરાજની ચાકરી વિષે વાત કરી. આ સાંભળતા જ દુકાનદાર શેઠે તેની કિંમત લેવાની ના પાડી. ખરેખર ! જેના દિલમાં દયા છે અને મુનિ ભગવંતો પ્રત્યે ભક્તિભાવ છે એ વ્યક્તિ માટે ધનની કિંમત કરતા સેવાની કિંમત વધુ હોય છે. વર્ષા તુમાં પોતાના શીતળ જળ વડે જે રીતે મેઘરાજા ગ્રિષ્મથી તપ્ત થયેલી ધરતીને શાતાનો અનુભવ કરાવે છે, એ રીતે ગોશીર્ષ ચંદનના લેપથી અને લક્ષપાક તેલના પ્રભાવથી મુનિરાજને કૃમિરોગમાં શાંતિ - શાતાનો અનુભવ થયો. તેના શરીરમાંથી ખરતા કૃમિઓ રત્નકંબલ પર ખરી ગયા કારણ કે જીવાનંદે મુનિરાજનું આખું શરીર આ રત્નકંબલમાં લપેટી દીધું હતું. આ કૃમિઓની હિંસા ન થાય એ રીતે કૃમિઓને જીવાનંદે ગાયના મૃતક પર ખંખેરી નાખ્યા. દયાળુ વ્યક્તિ એક જીવને બચાવવા બીજા જીવોની હિંસા ન થાય એનો ખ્યાલ રાખે છે. જીવાનંદે મુનિરાજના શરીર પર ઉપર મુજબ બે-ત્રણ વખત લેપ કર્યો. ધીમે ધીમે મુનિ ભગવંત રોગમુક્ત થયા. પોતાની જાતને કૃતાર્થ કરી મુનિ ભગવંતની સેવા કરવાનો આનંદ બધા મિત્રો અનુભવવા લાગ્યા. ‘ધર્મલાભ’ આપી મુનિ મહારાજે વિહાર કર્યો. વધેલાં ગોશીર્ષચંદન અને રત્નકંબલને વેચવાથી જે ધન પ્રાપ્ત થયું તેમાંથી આ છએ મિત્રોએ સુવર્ણમય ધ્વજ-પતાકાના સમૂહ વડે શોભતું ત્રણેય લોકમાં અત્યંત દેદીપ્યમાન જિનપ્રતિમાને સ્થાપિત કરેલું જિનાલય બંધાવ્યું. આઠ કર્મોના નાશ માટે અને સંસારની ચાર ગતિનાં પરિભ્રમણમાંથી મુક્ત થવા માટે જીવાનંદ અને તેના મિત્રો ભાવપૂર્વક પૂજા-આરાધના કરવા લાગ્યા. અંતે સંસારની અસારતા સમજાતા તેઓએ સાથે જ ચારિત્ર ગ્રહણ કર્યું. ગગનમંડપના તારાઓ વચ્ચે જે રીતે તેજસ્વી ગ્રહો પરિભ્રમણ કરે એ રીતે આ છ એ સાધુઓ (૧ ૨) Page #34 -------------------------------------------------------------------------- ________________ છે પૃથ્વી પર વિચારવા લાગ્યા. અંતે પરમ ઉપકારી પરમાત્માનું સ્મરણ કરતા તેઓએ અનશન ગ્રહણ કર્યું અને તે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આ રીતે જીવાનંદે આ ભવમાં ઉત્તમ કર્મોનો સંચાર કરી પુણ્યકર્મ ઉપાર્જિત કર્યું. | ભવ દસમો પૂર્વભવના પુણ્યકર્મ આત્મા સદ્ગતિને પામી ઉત્તમકુળમાં જન્મ ધારણ કરે છે. એ રીતે જીવાનંદ અને તેના મિત્રો પછીના ભવે અશ્રુત દેવલોકમાં ઈંદ્રસમાન દેવ તરીકે અવતર્યા. દેવલોકમાં સ્વર્ગીય સુખનો આનંદ માણતા જીવાનંદ સહિત છએ મિત્રો સુખપૂર્વક જીવન પસાર કરી રહ્યાં હતા. પૂર્વકર્મના પુણ્યોદયે દેવલોકની રિદ્ધિ-સિદ્ધિને ભોગવી, જીવાનંદ અને તેના મિત્રોએ આ રીતે અશ્રુત દેવલોકનું બાવીસ સાગરોપમનું દેવ તરીકે આયુષ્ય પૂર્ણ કર્યું. આ રીતે ધન સાર્થવાહના જીવે જીવાનંદના ભવ પછી દસમાં ભવે દેવલોકનું આયુષ્ય ભોગવ્યું. Dભવ અગિયારમો જંબૂઢીપના મહાવિદેહક્ષેત્રના પૂર્વ સમુદ્રની નજીક પુષ્કલાવતી નામનો વિજય આવેલો છે. તેમાં પુંડરીકિણી નામની નગરી હતી. આ નગરીમાં લક્ષ્મીપતિઓનો પાર ન હતો, તેથી રિદ્ધિ - સિદ્ધિમાં તે નગરી ખૂબ જ આગળ હતી. આ નગરીમાં વજસેન નામના મહાન શક્તિશાળી રાજા હતો. તેમની ધારિણી નામની પટ્ટરાણી હતી. જીવાનંદનો જીવ તેમની કુક્ષીમાં પુત્ર રૂપે અવતર્યો. પુત્રનું નામ વજનાભ રાખવામાં આવ્યું. જીવાનંદની સાથેના અન્ય ચાર મિત્રો પણ ધારિણી રાણીની કુક્ષીએ પુત્ર તરીકે અવતર્યા. તેઓના નામ અનુક્રમે બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ રાખવામાં આવ્યા. પૂર્વભવનો સ્નેહ આ ભવમાં બંધુપણાને પામ્યો. • છઠ્ઠા મિત્ર કેશવનો જીવ સુયશા નામે રાજપુત્ર થયા. નાનપણથી જ સુયશા વજનાભનો મિત્ર બની ગયો. આ રીતે વક્સેન રાજાના પાંચ પુત્રો અને સુયશા સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. મણિનું દર્પણ જે રીતે પદાર્થોના પ્રતિબિંબને સુસ્પષ્ટ રીતે ઝીલે છે એ રીતે નિર્મળ હૃદયવાળા વજનાભ અને સાથી મિત્રો પરસ્પર પ્રેમના બંધનથી અને ગુણના પ્રતાપે એકબીજામાં સ્નેહ અને લાગણીનાં પ્રતિબિંબ ઝીલવા લાગ્યા. સમગ્ર નગરમાં પણ આ મિત્રો શોભાસ્પદ બની સૌના આદરપાત્ર બન્યા. એક વખત લોકાંતિક દેવોએ આવીને વસેન રાજાને વિનંતી કરી, “હે સ્વામિનુ! આપ તીર્થ પ્રવર્તાવો.” એટલે વસેને વજનાભ કુંવરને ગાદીએ પ્રસ્થાપિત કરી સાંવત્સરિક દાન આપવાની શરૂઆત કરી. ચિંતામણી રત્ન કે કલ્પવૃક્ષ કરતાં પણ આ દાનનો મહિમા અનેકગણો હતો. દેવેન્દ્ર, દાનવેન્દ્ર અને અનેક રાજા - મહારાજાઓએ વસેન રાજાનો દીક્ષા મહોત્સવ કર્યો. તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. પૃથ્વી પરના અજ્ઞાનનાં અંધારાને દૂર કરવા તેઓ પૃથ્વી પર વિહરવા લાગ્યા. II in ninni Page #35 -------------------------------------------------------------------------- ________________ આ બાજુ વનાભે રાજગાદી સંભાળ્યા પછી પોતાના ભાઈઓને અલગ અલગ સામ્રાજ્ય સોંપી દીધું. સુયશાને તેણે પોતાના સારથીની ઉત્તમ પદવી આપી. હીરાથી જડેલા મુગટમાં વચ્ચે લાલમણિની માફક વજ્રનાભ શોભી રહ્યા હતા. એક બાજુ વસેન મુનિને કેવળજ્ઞાન પ્રગટ થયાના સમાચાર મળ્યા. એ જ સમયે વજ્રનાભ રાજાની આયુધશાળામાં એકદમ પ્રકાશનો પૂંજ પ્રગટ થયો અને ચરત્ન ઉત્પન્ન થયું. જ્યારે ચરત્ન ઉત્પન્ન થાય ત્યારે બાકીના રત્નો આપોઆપ જ પ્રગટ થાય છે. એ મુજબ બીજા તેર રત્નો પ્રાપ્ત થયાં. લક્ષ્મીનો પુણ્યોદય જાગ્યો હોય એ રીતે લક્ષ્મીમાં પણ વધારો થયો. વજ્રનાભે આખું પુષ્કલાવતી વિજય જીતી લીધું અને તેમનો ચર્તિ તરીકે અભિષેક કરવામાં આવ્યો. જે લોકો પોતાને મળેલી લક્ષ્મીનો ઉપયોગ પુણ્યકાર્યમાં કરે છે, તેના ધર્મની તો વૃદ્ધિ થાય છે જ પરંતુ તે સાથે લક્ષ્મીમાં પણ વૃદ્ધિ થાય છે. આ રીતે પુણ્યકર્મે લક્ષ્મી અને લક્ષ્મીનો સદ્દમાર્ગે ઉપયોગ આખરે પુણ્યરાશિમાં વધારો કરે છે. વજ્રનાભ રાજા લક્ષ્મીનો ઉપયોગ ભોગ-વિલાસમાં ક૨વાની બદલે, વીતરાગની ઉપાસનામાં ક૨વા લાગ્યા. આ રીતે જીવનની સાર્થક્તાનો અનુભવ કરી ધન્યતા પ્રાપ્ત કરી. ચારે તરફ તેમની કીર્તિની ઉજ્જવળ ગાથાઓથી ધર્મની વિજયપતાકા લહેરાવા લાગી. આ બાજુ કેવળજ્ઞાની વજ્રસેન ભગવાન પુંડરીકિણી નગરમાં સમવસર્યા. વજ્રનાભને આ સમાચાર મળ્યા એટલે તે પણ પિતાને વંદન ક૨વા તેમના ભાઈઓ, સારથિ, સુયશા તેમજ રસાલા સાથે દેશના સાંભળવા પધાર્યા. દેશનાનો મુખ્ય સાર એ હતો કે સંસાર અસાર છે. અરિહંત પરમાત્માનું સ્મરણ જ ભવોભવના ફેરાને ટાળી મુક્તિનો માર્ગ અપનાવવામાં મદદરૂપ બને છે. આયુષ્ય ક્ષીણ થાય, પરંતુ હજુ પણ આત્માને ૫૨ભવની ચિંતા નથી માટે જ્ઞાની અને સમજદાર વ્યક્તિએ પોતાના જીવનની સાર્થક્તા શેમાં છે, એ વિચારી લેવું જોઈએ. વજ્રનાભે આ દેશના સાંભળતા જ પોતાના જીવનની સાર્થક્તા વિષે વિચારી તેમના પિતાની પાસે જ દીક્ષા ગ્રહણ કરી. એ સાથે તેમના ચારેય ભાઈઓ તથા સુયશાએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. રાજગાદીનો ભાર વજ્રનાભે પોતાના પુત્રને સોંપ્યો. વજ્રનાભ મુનિએ ધીમે ધીમે શાનનું ઉપાર્જન શરૂ કર્યું અને મહા પ્રભાવશાળી એવા દ્વાદશાંગીના જ્ઞાતા બન્યા. ઉત્તમ ચારિત્ર અને પૂર્વકર્મના પુણ્યના યોગે તેઓ ખલૌષધિ, જલૌષધિ, આમઔષધિ વગેરે જે જુદા જુદા રોગના વિનાશ માટે ઉ૫કા૨ક ગણાય છે. એવી અનેક લબ્ધિઓના સ્વામી બન્યા. જેની પાસે આવી લબ્ધિ હોય તેના શરીરનો કોઈ પણ ભાગ જેવા કે દાંત, નખ, કેશ કે શરીરનો અન્ય કોઈ ભાગનો સ્પર્શ કે વાણીનું શ્રવણ માત્ર ઔષધિરૂપ બની જાય છે. વજ્રનાભ મુનિને આવી લબ્ધિઓની પ્રાપ્તિ થઈ. આ ઉપરાંત અત્યંત સુક્ષ્મ સ્વરૂપે, વિરાટ સ્વરૂપે, હળવા થવાનું, ભારેપણું પ્રાપ્ત કરવાનું, ભૂમિગમન કે ઉર્ધ્વગમન કરી શકવાનું કે અંતર્ધ્યાન થવાની ક્ષમતા પ્રાપ્ત ક૨વાનું જ્ઞાન તેમણે મેળવ્યું. કોઈ પણ એક પદને શ્રવણ કર્યા પછી સમગ્ર ગ્રંથની રચના કરી શકવાનું ‘બીજબુદ્ધિજ્ઞાન', લાંબા સમય સુધી પોતાની જાતને કાર્યોત્સર્ગ અવસ્થામાં રાખી શકાય એવું ‘કાયાબલિપણુ' જેવી અનેક લબ્ધિઓ અને શક્તિઓ વજ્રનાભ મુનિએ પ્રાપ્ત કરી. ઉજ્જવળ અને ઉત્કૃષ્ટ સાધનાથી, આ ઉપરાંત બીજી પણ અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી જેમાં, પોતાના પાત્રમાં આવેલી તુચ્છ ગોચરીને વિવિધ સ્વાદમાં ફેરવવાની શક્તિ, પોતાના પાત્રમાં રહેલી અલ્પ ગોચરીમાં કે કોઈ ચીજમાં વૃદ્ધિ કરી, એ જ ચીજમાંથી અનેક સાધુસમૂહને આહાર કરાવી શકવાની ૧૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ કે શક્તિનો સમાવેશ થતો હતો. અનેક લબ્ધિઓના સ્વામી હોવા છતાં વનાભ મુનિ અને તેના સાથી મુનિઓએ આ શક્તિઓનો ક્યારેય અવિવેકપણે ઉપયોગ કર્યો ન હતો. આ બાબત જ બતાવે છે કે મહાન વ્યક્તિઓને પોતાના જ્ઞાનનો કે વિદ્યાનો આડંબર હોતો નથી. ત્યારબાદ વજનાભમુનિએ અરિહંત, સિદ્ધ, પ્રવચન, આચાર્ય, વિર, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દર્શન, વિનય, ચરિત્ર, બ્રહ્મચર્ય, સમાધિ, તપ, દાન, વૈયાવચ્ચ, સંયમ, અભિનવજ્ઞાન, શ્રત અને તીર્થ એવા વિશ સ્થાનક પદની આરાધના કરી. આ રીતે તીર્થંકર નામકર્મને પ્રગટાવનારા આ વિશે સ્થાનકની આરાધના દ્વારા તીર્થંકર નામગોત્ર ઉપાર્જન કર્યું. તે સાથે અન્ય મુનિ ભગવંતોએ પણ લોકોત્તર બાહુબલ પ્રાપ્ત કરી, ચૌદ લાખ પૂર્વ સુધી ચારિત્ર પાળી અનશનવ્રતનો અંગીકાર કર્યો. આમ એક એકથી ચડિયાતું પુણ્યકર્મ બાંધી આ રીતે ધન સાર્થવાહે વજનાભ રૂપે અગિયારમો ભવ પૂર્ણ કર્યો. ) ભવ બારમો All ST) અગિયારમાં ભવે વજનાભે વીસ સ્થાનક પદની કરેલી ભાવપૂર્વક આરાધના પછી અનશન સ્વીકારી કાળાંતરે સર્વાર્થસિદ્ધ નામનાં પાંચમાં અનુત્તર વિમાનને વિષે તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. આગલા ભવોમાં કરેલાં પુણ્યકર્મોના ઉપાર્જનથી દેવલોકમાં પણ તેમણે ઉત્તમ રિદ્ધિ - સિદ્ધિ અને સુખ – વૈભવની પ્રાપ્તિ કરી. અંતે દેવલોકમાં પણ પુણ્યરાશિ કમાયા અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યું. IIII) ભવ તેરમો |||||| જંબૂઢીપના પશ્ચિમ મહાવિદેહમાં અપરાજિતા નામની નગરી છે. હીરા - મોતીના ઝુમખાઓથી શોભી રહેલા ઝુમખાઓ આ નગરની શોભામાં વધારો કરતા હતા. આ નગરમાં અપરાજિત એવો ઉજજવળ યશવાળા ઈશાનચંદ્ર નામે રાજા હતા. તે નગરમાં ચંદનદાસ નામે ધનાઢ્ય શેઠ હતા. તે ખૂબ જ પવિત્ર તેમજ ધાર્મિક જીવન જીવતા હતા. તેને સાગરચંદ્ર નામે પુત્ર હતો. વિનય અને વિવેકમાં બુદ્ધિનું તત્ત્વ ઉમેરાય એટલે વ્યક્તિત્વ અનેરું બને. સાગરચંદ્રના જીવનમાં પણ આવું જ બન્યું હતું. તેના નિર્મળ અને નિઃસ્વાર્થ સ્વભાવે સૌના દિલ જીતી લીધાં હતાં. ઈશાનચંદ્ર રાજાની ઈચ્છા હતી કે પોતાના દરબારમાં જો સાગરચંદ્ર જેવો ઉમદા દરબારી હોય તો તેની કિર્તમાં વધારો થાય. સાગરચંદ્ર પણ તેમાં રાજી હતો. તે રાજાની સેવા કરવા તૈયાર થઈ ગયો. તે ગુણ, બુદ્ધિ અને ચાતુર્યના પરિણામે રાજાનો પ્રિય અને અંગત મિત્ર જેવો બની ગયો. એક દિવસ સાગરચંદ્ર રાજાના દર્શનાર્થે રાજભવનમાં ગયો. રાજાએ તેને માનપુર્વક સત્કાર્યો. એ સમયે રાજસભાના દ્વારે મંગળ પાઠક આવ્યો. અને કહેવા લાગ્યો, “હે રાજન ! આજે અમારા ઉદ્યાનમાં વસંતઋતુ ખીલી રહી છે, આમ્રવૃક્ષો પર મંજરીઓ ઝૂમી રહી છે. કોયલનો મધુર સ્વર વાતાવરણને મોહક બનાવી રહ્યો છે છે. માટે આપ વસંતક્રિડા કરવા પધારો.” Page #37 -------------------------------------------------------------------------- ________________ આ વાત સાંભળી રાજાના આનંદનો પાર ન રહ્યો, તેમણે પ્રતિહારીને આજ્ઞા કરી કે પ્રાતઃકાળમાં સૌ નગરજનો આપણાં ઉદ્યાનમાં આવે એવો આદેશ આપો. રાજાએ સાગરચંદ્રને પણ ઉપવનમાં આવવાનું નિમંત્રણ અધ્દ્ધધ્ધદ્વાપ્યું. બીજે દિવસે નગરના સર્વ લોકો અને રાજા ઉદ્યાનમાં ગયા. સમગ્ર ઉદ્યાનમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. સૌ જુદા જુદા વૃક્ષોમાં હીંચકા બાંધી વસંતનો વૈભવ માણી રહ્યાં હતા. એવામાં અચાનક કોઈ વૃક્ષની ઘટામાંથી ‘બચાવો, બચાવો' એવો અવાજ આવ્યો. અવાજ ૫૨થી એમ લાગતુ હતું કે અવાજ કોઈ સ્ત્રીનો હતો. સાગરચંદ્ર આ વૃક્ષની નજીકમાં જ હતો. અવાજ સાંભળતા જ તે એ દિશામાં દોડ્યો. ત્યાં જઈને જોયું તો તે નગરના શેઠ પૂર્ણભદ્રની પુત્રી પ્રિયદર્શનાને લૂંટારાઓએ પકડી હતી. જે રીતે વાઘના પંજામાં કોઈ ગભરૂ મૃગલી સપડાઈ ગઈ હોય એ રીતે પ્રિયદર્શનાને લૂંટારાઓએ પકડી હતી. સાગરચંદ્ર જેટલો ગુણવાન હતો, એટલો જ શક્તિશાળી પણ હતો. તરત તેણે પોતાના બાહુબળનો પરિચય કરાવ્યો. તેની પ્રચંડ તાકાત જોઈ લૂંટારાઓ પોતે ભય પામી નાસી ગયા. આ રીતે સાગરચંદ્રે પ્રિયદર્શનાને લૂંટારાઓના ક્રૂર પંજામાંથી મુક્ત કરી. સાગરચંદ્રને પ્રિયદર્શના માનપૂર્વક જોઈ રહી. તે સ્વરૂપવાન, ગુણવાન અને શક્તિશાળી હતો. પ્રિયદર્શના પણ અત્યંત નાજુક અને સુંદર હતી. તેણે વિચાર્યું કે સાગરચંદ્રએ મારા પર ઉપકાર કર્યો છે. મારો પતિ થવાને આ જ પુરુષ લાયક ગણાય. સાગરચંદ્ર પણ લજ્જાળુ પ્રિયદર્શનાને જોઈ રહ્યો અને તેની આંખોનું ઊંડાણ પામી ગયો. તેના પર મોહિત થઈ કોઈ સ્વપ્ન જોતો હોય એવો અનુભવ કરતો ત્યાંથી નીકળ્યો. તે સીધો તેના મિત્ર અશોકદત્તની સાથે પોતાના ઘેર ગયો. ઘેર પહોંચ્યા પછી સાગરચંદ્રે તેના પિતા ચંદનદાસને પૂરી વાત કરી અને તે પ્રિયદર્શના પર મોહિત થયો છે એની પણ જાણ કરી. આ સાંભળી તે ઘડીભર વિચારમાં પડી ગયા, પરંતુ તેના પુત્રએ એક બેસહારા સ્ત્રીને બચાવવાનું કાર્ય કર્યું તેથી તે પ્રસન્ન પણ થયા. છતાં, તેણે સાગરચંદ્રને સલાહ આપી કે આપણે આપણાં ધન, પરાક્મ અને સંપત્તિનું પ્રદર્શન કરવું જોઈએ. લૂંટારા સાથેનો વ્યવહાર વણિક યુવકને શોભે તેવો ન કહેવાય. આ સંસારમાં સજ્જનોની સોબત જ યોગ્ય ગણાય. તેણે એ પણ જણાવ્યું કે અશોકદત્ત મિત્ર તરીકે યોગ્ય નથી. જે રીતે હંસ અને કાગડાની દોસ્તી યોગ્ય નથી એ રીતે સજ્જન ને દુર્જનની દોસ્તી ન ક૨વી જોઈએ. સાગ૨ચંદ્રે આ વાત સાંભળી અને કહ્યું, ‘“હે પિતાજી ! હું તમારી આજ્ઞાનું પાલન જરૂર કરીશ. પરંતુ અશોકદત્ત એવો કપટી દેખાતો નથી, છતાંયે હંસ કાગડા સાથે રહે તો પણ હંસ શ્યામ બની જતો નથી, હું પણ દુર્ગુણી બનીશ નહિ.” આ વાત સાંભળી ચંદનદાસે તેને સાવચેત રહેવા કહ્યું. ચંદનદાસ સાગરચંદ્રની ઇચ્છા જાણતા હતા એટલે તેમણે પૂર્ણભદ્ર પાસે પ્રિયદર્શનાની માગણી કરી. પૂર્ણભદ્ર તો સાગરચંદ્રનો ઉપકાર જાણતા હતા તેથી તેણે પ્રેમથી આ વાતનો સ્વીકાર કર્યો. શુભ દિવસે સાગરચંદ્ર અને પ્રિયદર્શનાનો વિવાહનો ઉત્સવ ઉજવાયો. સ્નેહના તાંતણે બંધાયેલ બન્ને આત્માઓનું શુભમિલન થયું. એક દિવસ સાગરચંદ્ર ઘેર ન હતો, ત્યારે અશોકદત્ત મોહાંધ બની તેના ઘેર પ્રવેશ્યો. તેણે પ્રિયદર્શનાને કહ્યું કે આ નગરમાં રહેલા ધનદત્ત શેઠની પત્ની સાથે સાગરચંદ્રને આડો સબંધ છે. પ્રિયદર્શના સામાન્ય સ્ત્રી ન હતી કે ગમે તે વાત સ્વીકારી લે. તેને તેના પતિમાં પૂર્ણ શ્રદ્ધા હતી. પ્રિયદર્શના અશોકદત્તની ચાલ સમજી ગઈ. તે ોધના આવેશમાં આવી અને બોલી “અરે ! દુષ્ટ માનવ, (૧૬). ➖➖➖➖➖➖➖ ➖➖➖➖➖ ------- Page #38 -------------------------------------------------------------------------- ________________ છે આવા નિર્લજ્જ બનતા તને શરમ નથી આવતી ? તું અત્યારે જ મારા ઘરમાંથી ચાલ્યો જા. મારા સ્વામી માટે છે જે આવું બોલે તે તેનો મિત્ર કહેવાને લાયક તો નથી પરંતુ દુશ્મન છે.” આવા તિરસ્કારભર્યા વચનો શું સાંભળતા અશોકદત્ત ભોંઠપ અનુભવી ચાલતો થયો. તેનો ચહેરો નિસ્તેજ બની ગયો. રસ્તામાં જ તેને સાગરચંદ્ર મળ્યો. તે અશોકદત્તના ચહેરા પર ગ્લાનિ છવાયેલી જોઈ. અને કારણ પૂછયું. આ સાંભળી અશોકદરૂં લાગ જોઈ પાસો ફેંક્યો. પોતાની ચાલને સફળ કરવા અને પોતાના દુષ્કૃત્યને ઢાંકવા તેણે કપટનીતિ શરૂ કરી અને કહ્યું, “સ્ત્રીઓ પ્રત્યે તને ભલે માન હોય, પણ તે હંમેશા પાપની ઉત્પત્તિનું સ્થાન છે. તારી ગેરહાજરીમાં પ્રિયદર્શનાએ મારી પાસે અનુચિત માગણી કરી, ત્યારે ખરેખર તેના પરનું માન ઉતરી ગયું. જેમ વાઘણના પંજામાં હરણ સપડાય એવી મારી દશા થઈ હતી. હવે તો હું આપઘાત કરવાનો જ વિચાર કરતો હતો. ત્યાં રસ્તામાં તમે મળી ગયા.” આ સાંભળી સાગરચંદ્ર અવાચક બની ગયો અને તેના કારણે પોતાની દોસ્તીમાં ખામી નહીં આવે તેની ખાતરી આપી. આ બનાવથી સાગરચંદ્રનો પ્રિયદર્શના પરનો સ્નેહ ઓછો થઈ ગયો. પ્રિયદર્શનાએ એમ માન્યું હતું કે જો તે આ ઘટનાની વાત કરશે તો બન્ને મિત્રો વચ્ચેનો સ્નેહ ઓછો થઈ જશે એટલે અશોકદર વિષેની વાત સાગરચંદ્રને કરી નહીં. આ કારણથી સાગરચંદ્રની શંકાનું કારણ વધુ મજબૂત બની ગયું. તેને સંસાર અસાર લાગ્યો. અંતઃકરણમાં વૈરાગના ભાવ જાગ્યા. સંપત્તિનો સન્માર્ગે ઉપયોગ કરી લેવાની તૈયારી કરી. કોઈ કારણ નિમિત્ત બની જાય, તો સમજુ માણસ સાચો રસ્તો અપનાવે છે. સાગરચંદ્ર પણ દાન આપવાનું શરૂ કર્યું. અંતે આયુષ્ય પૂર્ણ થતા સાગરચંદ્ર, પ્રિયદર્શના અને અશોકદત્ત મૃત્યુ પામ્યા. ત્યારબાદ આ અવસર્પિણી કાળના બે આરા પૂર્ણ થયા પછી ત્રીજા આરાનો પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહ્યો ત્યારે જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં સાગરચંદ્ર અને પ્રિયદર્શનાનો યુગલિકરૂપે જન્મ થયો. આ સમય એવો હતો કે જેમાં કાળ અંગે કોઈ સ્પષ્ટ માહિતીનો ખ્યાલ ન આવે. પરંતુ જૈન શાસ્ત્ર પ્રમાણે કાળની ગણના અને પરિસ્થિતિ નીચે મુજબ ગણાય છે. કાળચના બે વિભાગ - ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ. દરેક કાળના છ છ આરા ગણાય. ઉત્સર્પિણી કાળ એટલે ચડતો કાળ અને અવસર્પિણી એટલે ઉતરતો કાળ. બને કામમાં સુખ-દુ:ખનો સમન્વય પણ નિશ્ચિત ક્રમમાં ગણાય છે. અવસર્પિણી કાળનો પહેલો આરો સુખસુખા છે અને બીજો, ત્રીજો, ચોથો પાંચમો અને છઠ્ઠો આરો અનુક્રમે સુખ, સુખ-દુઃખ, દુ:ખ-સુખ, દુઃખ અને દુ:ખ-દુ:ખે છે. તે આરાના વર્ષો પણ સાગરોપમ પ્રમાણે ગણાય છે. કુલ દસ કોડા-કોડી સાગરોપમની સ્થિતિ ગણાય છે. ઉત્સર્પિણી કાળની પણ આ સ્થિતિ અનુસાર ઊલટાક્રમમાં સુખ અને દુઃખની પરિસ્થિતિ ગણાય છે એટલે કે અવસર્પિણી કાળનો છઠ્ઠો આરો દુઃખ – દુઃખ જેવો ઉત્સર્પિણી કાળનો પહેલો આરો ગણાય છે. આ રીતે ચડતો-ઊતરતો કાળક્રમ ચાલ્યા કરે છે. તે સમયના મનુષ્યજીવનની બાબતો પણ રસપ્રદ છે. પહેલા આરામાં મનુષ્યો ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, ત્રણ ગાઉ ઊંચા શરીરવાળા, ચોથે દિવસે ભોજન કરનારા, શરીરનું કદ પ્રમાણ સમચોરસ અને કષાયોથી મુક્ત હોય તેમને ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરવા દસ પ્રકારના કલ્પવૃક્ષો જે મધ, વસ્ત્રો, વાજિંત્રો, પાત્રો, પ્રકાશ, ભોજન, રહેઠાણ જેવી તમામ ચીજો આપનારા હોય, જમીન રસાસ્વાદવાળી, પાણી અમૃત સમાન, લોકો સુખી અને ઈચ્છિત ફળ મેળવનારા હોય.ધીમે ધીમે ? આ બધુ પ્રમાણ ઘટતું જાય. Sા (૧ ૭) Page #39 -------------------------------------------------------------------------- ________________ . બીજા આરામાં આયુષ્ય બે પલ્યોપમ, ઊંચાઈ બે કોશ, ભોજન ત્રીજા દિવસે અને પૃથ્વી, પાણી અને તે કલ્પવૃક્ષોનો પ્રભાવ ઓછો, આવી પરિસ્થિતિ જોવા મળે. ત્રીજા આરામાં આ રીતે તમામનું પ્રમાણ બીજા આરાથી પણ ઓછું થાય. લોકો બીજા દિવસે ભોજન લે. આ રીતે ચોથા આરામાં પૃથ્વીના રસ-કસ અને પાણીનો સ્વાદ નહીંવત્ થાય. શરીરનું પ્રમાણ પાંચસો ધનુષ્યની ઊંચાઈ અને આયુષ્ય પૂર્વ કરોડ વર્ષનું બને. પાંચમાં આરામાં આયુષ્ય સો વર્ષનું અને ઊંચાઈ સાત હાથની થાય. બાકી પ્રકૃત્તિનાં તમામ પ્રભાવ બંધ થાય. છઠ્ઠા આરામાં વિચિત્ર પરિસ્થિતિ જોવા મળે. આયુષ્ય માત્ર સોળ વર્ષનું અને શરીરનું પ્રમાણ એક હાથનું હોય. લોકોનું જીવન સંપૂર્ણ દુ:ખી જોવા મળે. આ રીતે જૈન શાસનમાં આરાની ગણતરી અને પૃથ્વી પરની સ્થિતિ જોવા મળે. ઉત્સર્પિણીકાળમાં આ તમામ સ્થિતિ વિરૂદ્ધ જોવા મળે એટલે તેનો પેલો આરો અવસર્પિણી કાળના છઠ્ઠા આરાની પ્રમાણે હોય. કાળચની ગણતરી પહેલા જોયું કે સાગરચંદ્ર અને પ્રિયદર્શનાનો જીવ ત્રીજા આરામાં અંત ભાગમાં ઉત્પન્ન થયો. તેથી તેઓ નવસો ધનુષ્યના પ્રમાણવાળા શરીરવાળા થયા. અશોકદત્ત પણ પૂર્વભવના માયાવી સ્વભાવના કારણે તે જ ક્ષેત્રમાં ઉત્પન્ન થયો પરંતુ મનુષ્યને બદલે ચાર દાંતવાળો, સફેદ વર્ણવાળો દેવહસ્તિ તરીકે. એક વખત આ દેવહસ્તિ ફરતો હતો. અચાનક તેણે સાગરચંદ્રને સામેથી આવતા જોયો. પૂર્વભવનું જ્ઞાન થતા તેણે પોતાની સૂંઢ વડે આલિંગન આપ્યું અને પોતાની પીઠ પર બેસાડ્યો. બન્ને મિત્રોને જાતિસ્મરણ જ્ઞાન થયું. હાથીની પીઠ પર બેઠેલા સાગરચંદ્રને જોવા ઈન્દ્રો પણ આવી પહોંચ્યા. આ રીતે હાથીની સવારીના કારણે સૌ તેને વિમલવાહન તરીકે બોલાવવા લાગ્યા. પૂર્વભવમાં સાગરચંદ્રની પત્ની પ્રિયદર્શના યુગલિક તરીકે જન્મી હતી તે પણ તેની સાથે શોભી રહી હતી. સમય પસાર થતાં ધીમે ધીમે કલ્પવૃક્ષોનો પ્રભાવ ઘટવા લાગ્યો. કલ્પવૃક્ષોના પહેલાના પરિણામો હવે ઓછાં થયાં. યુગલિકો પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ સંતોષવા કલ્પવૃક્ષ માટે અંદરોઅંદર ઈર્ષા કરવા લાગ્યા. જે લોકો અસમર્થ હતા તેઓએ વિમલવાહનને પોતાના રાજા તરીકે સ્વીકાર્યો, કારણ કે તે અત્યંત પ્રભાવશાળી અને બહાદુર હતો. વિમલવાહને સૌ યુગલિયાને જુદા જુદા કલ્પવૃક્ષો વહેંચી આપ્યા. તે નીતિપરાયણ હતા. પોતે નક્કી કરેલી નીતિ પ્રમાણે જે ન વર્તે એની માટે તેણે “હાકાર' નીતિ અમલમાં મૂકી હતી. એટલે કે એ વ્યક્તિ માટે “અરે! તે આવું દુષ્ટ કાર્ય કર્યું ?' આવા શબ્દો શિલારૂપે વપરાતા. આ શબ્દો તેની માટે તલવારના ઘા કરતાંય વધુ ભયંકર હતા, કારણ કે આ શબ્દોમાં રહેલો તિરસ્કારનો ભાવ વધુ પીડાજનક હતો. આ રીતે રાજા તરીકે સફળતા પ્રાપ્ત કરતા વિમલવાહનનું આયુષ્ય હવે છ માસ જેટલું બાકી હતું. તે સમયે તેની પત્ની ચંદ્રયશાએ (પૂર્વભવમાં પ્રિયદર્શના) યુગલિકને જન્મ આપ્યો. પુત્રનું નામ ચક્ષુષ્મત અને પુત્રીનું નામ ચંદ્રકાન્તા રાખ્યું. ચંદ્રની કંતિ અને પ્રકાશપુંજ માફક આ યુગલિક મોટું થવા લાગ્યું. બન્ને છ માસના થયા ત્યારે વિમલવાહન મૃત્યુ પામી સુવર્ણકુમાર દેવલોકમાં દેવ તરીકે અને ચંદ્રયશા નાગકુમાર નિકાર્યમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. ચક્ષુબ્બત અને ચંદ્રકાન્તા હવે રાજ્યના સુકાની બન્યા. ચક્ષુષ્મતે પિતા વિમલવાહનની “હાકાર' Page #40 -------------------------------------------------------------------------- ________________ છે નીતિ ચાલુ રાખી. પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી તેઓએ પણ ખૂબ જ સફળતાપૂર્વક અદા કરી. સમય છે જતા ચન્દ્રકાન્તાએ યશસ્વી અને સુરૂપા નામે યુગલને જન્મ આપ્યો. આ યુગલ તેના માતા પિતા કરતા ઓછા આયુષ્યવાળું હતું. આયુષ્ય પૂર્ણ થતા ચક્ષુબ્બતનો જીવ સુવર્ણકુમારમાં અને ચન્દ્રકાન્તાનો જીવ નાગકુમાર નિકોયમાં દેવ તરીકે જન્મ પામ્યા. ચષ્મતના મૃત્યુ પછી તેનો પુત્ર યશસ્વીનું શાસન સ્થપાયું. તેની સાથે યુગલિક તરીકે જન્મેલી સુરૂપાએ પણ રાજરાણી તરીકેનું કર્તવ્ય નિભાવવા લાગી. પણ ધીમે ધીમે પ્રજા એટલે કે યુગલિકો એ ‘હાકાર' નીતિનો ભંગ કરવા લાગ્યા. યશસ્વીને લાગ્યું કે આ નીતિ હવે કામયાબ નહીં રહે એટલે એણે જુદા જુદા અપરાધ માટે જુદા જુદા પ્રકારની નીતિ દાખલ કરી. એ મુજબ જે બુદ્ધિશાળી હોય અને ઓછા અપરાધી હોય “માકાર' નીતિ, મધ્યમ અપરાધ માટે માહાકારનીતિ' અને મોટા અપરાધી માટે બન્ને પ્રકારે દંડ દેવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે લોકોને પોતાની ભૂલ સમજાઈ અને અપરાધનું પ્રમાણ ઘટ્યું. યશસ્વી અને સુરૂપાનું છ માસનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે સુરૂપાએ પણ એક યુગલને જન્મ આપ્યો. પુત્ર અભિચંદ્ર અને પુત્રી પ્રતિરૂપાના નામે ઓળખાયા. આ યુગલ પણ કાળક્રમેં વૃદ્ધિ પામતું ગયું. અભિચંદ્ર શ્વેત વંતિવાળો અને સાતસો ધનુષ્યના કદ પ્રમાણ જેટલી ઊંચાઈ ધરાવતો હતો. એ સમયની સ્થિતિ અનુસાર સર્જન સામે વિસર્જન એ એ યુગની વિશેષતા હતી. એક યુગલના જન્મ પછી માતાપિતા છ માસમાં જ મૃત્યુ પામતા. આ મુજબ યશસ્વી મૃત્યુ પામી અબ્ધિકુમાર નિકાયમાં અને સુરૂપા મૃત્યુ પામી નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થયાં. હવે રાજા તરીકેની જવાબદારી તેના પુત્ર અભિચંદ્ર પર આવી. તેણે પોતાના પિતાના જેવી જ રાજનીતિ ચાલુ રાખી. અભિચંદ્ર અને પ્રતિરૂપાને ત્યાં પણ યુગલનો જન્મ થયો. પુત્રનું નામ પ્રેસનજિત અને પુત્રીનું નામ ચક્ષુકાન્તા રાખવામાં આવ્યું. આ યુગલનું આયુષ્ય અને શરીરના કદનું પ્રમાણ ઘટવા લાગ્યું હતું. આયુષ્ય પૂર્ણ થતા તેના માતા-પિતાનું પણ મૃત્યુ થયું. પ્રસેનજિતે પોતાના પિતાની રાજનીતિ ચાલુ રાખી પરંતુ યુગલિકો તેનું ઉલ્લંઘન કરવા લાગ્યા. તેણે સમય પારખી ત્રીજી નીતિ પણ દાખલ કરી. તે હતી “ધિક્કર’ નીતિ. યુગલિકોના અપરાધો ઓછા કરવા આ નીતિથી અંકુશ મુકાયો. આયુષ્યના છ માસ બાકી હતા ત્યારે પ્રસેનજિતની પત્ની ચક્ષુકાન્તાએ મરુદેવ નામે પુત્ર અને શ્રીકાંતા નામે પુત્રીને જન્મ આપ્યો. મરુદેવ સ્વરૂપવાન હતો જ્યારે શ્રીકાંતા શ્યામવર્ણવાળી હતી. સમય જતા આયુષ્ય પૂર્ણ કરી પ્રસેનજિત અને ચક્ષુકાન્તાનું મૃત્યુ થયું. પ્રસેનજિત દ્વીપકુમાર નિકાયમાં અને ચક્ષુકાન્તાનો જીવ નાગકુમાર નિકાયમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. પુત્ર મરુદેવ પિતા જેવો જ બુદ્ધિશાળી હતો. યુગલિકોને સુવ્યવસ્થિત રાખવા માટે તેણે પણ યોગ્ય રીતે રાજનીતિ ચાલુ રાખી. તેની કીર્તિ ચારે બાજુ ફેલાણી. સમય પસાર થતો ગયો. શ્રીકાંતાએ પાંચસો ધનુષ્ય પ્રમાણની કાયાવાળા યુગલને જન્મ આપ્યો. તેમાં પુત્રનું નામ નાભિ અને પુત્રીનું નામ મરુદેવા રાખ્યું. બન્ને સંતાનોનું રૂપ-લાવણ્ય અભુત હતું. વાદળાઓની વચ્ચે મેરૂપર્વત શોભે એમ બન્ને શોભવા લાગ્યા. મરુદેવ અને શ્રીકાંતા પોતાના આ બન્ને સંતાનોને જોઈ પ્રસન્નતા અનુભવવા લાગ્યા. સમય જતા બન્ને મૃત્યુ પામી દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. મરુદેવના મૃત્યુ પછી રાજા તરીકે નાભિકુમારને સ્થાપિત કરવામાં આવ્યા. આમ રાજપદ વંશપરંપરાગત બન્યું. નાભિરાજા અને મરુદવારાણી પ્રજામાં ખૂબ જ પ્રિય થઈ ગયા. તેમના શાસન નીચે યુગલિકો પરમ સુખનો અનુભવ કરવા લાગ્યા. આ રીતે પૃથ્વી પર યુગલિકોની શરૂઆત થઈ ત્યારથી શરૂઆતનાં પ્રભાવી (૧૯) LLLLL Page #41 -------------------------------------------------------------------------- ________________ કલ્પવૃક્ષોનો પ્રભાવ ઘટયો પરંતુ પાછળથી યુગલિકોમાં કલ્પવૃક્ષ માટે અંદરોઅંદ૨ ઈર્ષાનો ભાવ જાગ્યો. ત્યારથી યુગલિકો પર અંકુશ જરૂરી બન્યો. આ અંકુશ રાખનાર રાજા કહેવાયો. આ રીતે બનેલા રાજાઓમાં વિમલવાહનથી શરૂ કરી અનુક્ર્મ ચક્ષુષ્કૃત, યશસ્વી, અભિચંદ્ર, પ્રસેનજીત અને મરુદેવ પછી સાતમાં રાજા ત૨ીકે નાભિરાજાનું શાસન થયું. નાભિરાજાના આ સમયે ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ, ત્રણ વર્ષ અને સાડા આઠ મહિનાનો સમય બાકી હતો ત્યારે અષાઢ વદિ ચોથના દિવસે મરુદેવાના ગર્ભમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી વજ્રનાભના જીવનું ચ્યવન થયું. જે રીતે ભમરાથી કમળની શોભા વધે એ રીતે માતાની કુક્ષીમાં વજ્રનાભના ચ્યવનથી માતાની શોભામાં વૃદ્ધિ થઈ. આ સમયે ત્રણે લોકમાં પ્રકાશ ફેલાયો. મરુદેવા માતાએ એક રાત્રિએ ચૌદ મહાસ્વપ્નો જોયાં. એ સ્વપ્ન નીચે પ્રમાણે હતાં. પહેલા સ્વપ્નમાં ઉજળો, પુષ્ઠ શ૨ી૨વાળો અને લાંબી પૂચ્છવાળો વૃષભ જોયો. એ પછી ચાર પ્રકારના ધર્મભેદ - દાન, શિયળ, તપ અને ભાવને બતાવતો ચાર દંતશૂળવાળો સફેદ હાથી જોયો. ત્રીજા સ્વપ્નમાં લાંબી જીભવાળો અને લાંબા કેશવાળા સિંહને જોયો. ચોથા સ્વપ્નમાં પદ્મ સરોવરમાં લક્ષ્મીદેવી, વિવધ પ્રકારનાં કલ્પવૃક્ષોના પુષ્પોમાંથી બનેલી સુંદર પુષ્પમાળા, પાંચમાં સ્વપ્નમાં અને છઠ્ઠા સ્વપ્નમાં ચારે તરફ પ્રકાશ ફેલાવનાર અને શાંતિ આપનાર ચંદ્રને જોયો. સાતમાં સ્વપ્નમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનાર સૂર્યને, આઠમા સ્વપ્ને મહાન ધ્વજ અને નવમાં સ્વપ્નમાં જળથી પૂર્ણ ભરેલા સુવર્ણકુંભને જોયાં. એક એક સ્વપ્ન જોતા માતાના આનંદનો પાર ન રહ્યો. દરેક સ્વપ્ન એક એકથી ચડિયાતા હોવાનો ભાસ થયો. દસમાં સ્વપ્નમાં નિર્મળ જળમાં વિકસેલાં કમળોથી શોભતું, મોહક અને માદક એવું પદ્મસરોવર જોયું. મનને આનંદ પમાડનાર અને પ્રભુના સ્નાનથી પવિત્ર બનેલ જળ સાથેનો ક્ષીરસમુદ્ર અગિયા૨માં સ્વપ્નમાં જોયો. ખરેખર મહાસ્વપ્નોનાં દર્શન એ જ આત્મા કરી શકે જેના પુણ્યોદય મહાન હોય ! બારમું સ્વપ્ન એવું તો અદ્ભુત હતું કે તે જોઈ મરુદેવા માતાનો હર્ષોલ્લાસ સમાતો ન હતો. તે સ્વપ્નમાં હતું દેવવિમાન. આ વિમાન જાણે મોક્ષસુખનું આહ્વાન આપતું હતું. તેરમાં સ્વપ્નમાં રંક જનોનું દારિદ્ર મટાડનાર રત્નરાશિના દર્શન થયા. અંતિમ ચૌદમાં સ્વપ્નમાં માતાએ નિર્ધમ અગ્નિને જોયો જે પ્રભુએ પૂર્વજન્મે કરેલાં તપના તેજસમૂહની સાક્ષી પૂરતો હતો. આ રીતે ઉત્તમ ચૌદ સ્વપ્નોને માતાએ મુખમાં પ્રવેશતા જોયાં, જે ચૌદ રાજલોકના સ્વામીના જન્મનું સૂચન કરતાં હતા. માતાના હર્ષનો પાર ન રહ્યો. તેમણે સ્વપ્ન વિષેની વાત નાભિરાજાને કહી ત્યારે તેમણે પોતાની બુદ્ધિ અને સમજ અનુસાર સ્વપ્નનું પરિણામ બતાવતા કહ્યું કે કોઈ ઉત્તમ પુરુષના જન્મની આ નિશાની છે. આ સમયે ઈંદ્રનું આસન કંપ્યું એટલે ઈન્દ્રએ આસન કંપવા માટેનું કારણ શોધવાનો પ્રયત્ન કર્યો. બધા ઈન્દ્રો એકઠા થયા. અને માતાને સ્વપ્નોનું ફળ કહેવા માતા સમક્ષ આવી પહોંચ્યા. તેઓએ ભાવપૂર્વક માતાને પ્રણામ કર્યા પછી સ્વપ્નનું ફળ કહેતા આ પ્રમાણે કહ્યું : “હે દેવી ! આપને આ સ્વપ્નોનું ઉત્તમ ફળ પ્રાપ્ત થવાનું છે. આપે જોયેલો વૃષભ એ વાતની સાક્ષી પૂરે છે કે આપનો પુત્ર સંસારમાં ખૂંચી ગયેલાં આત્માઓને બહાર લાવી શકવાનું સામર્થ્ય ધરાવશે. હાથી એ બાબત દર્શાવે છે કે આપનો પુત્ર સંસારનાં કર્મરૂપી જંગલોને મૂળમાંથી ઊખાડી નાખવા સમર્થ થશે. સિંહના દર્શનનો અર્થ એ થયો કે તેનામાં સિંહ જેવી તાકાત હશે. લક્ષ્મીદેવીનો પ્રભાવ એ સૂચવે છે કે તે લોકોનું દારિદ્ર દૂર કરી શકશે. પુષ્પમાળા બતાવે છે કે તે લોકોના હૃદય જીતી લેશે અને લોકો તેમની આજ્ઞાનું પ્રેમથી 1-(૨૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ પાલન ક૨શે. જેમ ચંદ્રને જોઈ મનને શાતા વળે, એ રીતે આપના પુત્રના દર્શનથી લોકો પ્રસન્નતા અનુભવશે એ બાબત આપે ચંદ્રનું દર્શન કર્યું તેનું ફળ સૂચવે છે.’’ જેમ જેમ માતા સ્વપ્નનાં પરિણામો વિષેની વાતો ઈન્દ્રો પાસેથી સાંભળતા ગયા તેમ તેમ હૃદયમાં આનંદના ઉદધિ ઉછળવા લાગ્યા. ઈન્દ્રોએ સ્વપ્નો વિષે સમજાવતા આગળ કહ્યું : “હે માતા! આપે સ્વપ્નમાં કરેલા સૂર્યના દર્શનનો અર્થ એ છે કે આપનો પુત્ર મોહરૂપી અંધકા૨ને દૂ૨ ક૨ના૨ થશે. જે રીતે ધ્વજથી મંદિરની શોભા વધે છે એ રીતે ધર્મરૂપી મહેલના શણગાર બનનાર આપના પુત્ર માટે આપે ધ્વજનાં દર્શન સ્વપ્નમાં કર્યા. આપે જોયેલો પૂર્ણકળશ દર્શાવે છે કે તે ત્રણે જગતને કલ્યાણથી પૂર્ણ બનાવશે. પદ્મ સરોવર એ સૂચવે છે આપના પુત્રને જોઈ સૌ પોતાના દુઃખ ભૂલી જશે. ક્ષી૨સમુદ્ર જેમ સ્વચ્છ અને નિર્મળ જળનો હોય એમ આપનો પુત્ર સદ્ગુણરૂપી રત્નોથી ભરેલા સમુદ્ર જેવો થશે.” સ્વપ્નમાં જોયેલા દેવવિમાનનું ફળ સમજાવતા ઈન્દ્રોએ કહ્યું : “વૈમાનિક દેવો આપના પુત્રની ૨ક્ષા ક૨શે. આપે સ્વપ્નમાં જોયેલ રત્નરાશિ એ સૂચવે છે કે જેમ રત્નોનું મૂલ્ય છે એમ આપનો પુત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નો જેવો મહિમાવંત થશે. નિર્ધમ અગ્નિ સૂચવે છે કે દેવો કરતા પણ તેજસ્વી એવો આપનો પુત્ર અશુભ કર્મોનો નાશ કરી શુભ અને પવિત્ર તેજ ફેલાવશે. આ રીતે આ ચૌદ સ્વપ્નો સૂચવે છે કે આપનો પુત્ર કોઈ સામાન્ય પુરુષ નહીં પણ આ ભરતક્ષેત્રનો સ્વામી બનશે.’’ મરુદેવામાતાને આ પ્રમાણે સ્વપ્નોનું ફળ સમજાવી ઈન્દ્રો પોતપોતાના સ્થાને ગયા. મરુદેવા માતા રોમાંચ-આનંદથી પુલકિત થઈ ગયા. જેમ મેઘના આગમનથી ધરતીનું રોમેરોમ નાચી ઊઠે, સૂર્યના આગમનથી કમળની પાંદડીઓમાં નવજીવન પ્રગટે અને વસંતઋ તુના આગમનથી સમગ્ર ઉપવન જાણે સોળે શણગાર સજી રહે એ રીતે પોતાની કુક્ષીએથી એક મહાન વિભૂતિનો જન્મ થનાર છે એ જાણીને માતા ભાવવિભોર બની ગયા. તેના ચહેરા પર ગજબ લાવણ્ય પ્રગટી ઊઠ્યું. મહાન પુરુષો પોતાના કા૨ણે કોઈ આત્માને જરા પણ દુઃખ ન પહોંચે એટલા સજાગ રહે છે. મરુદેવામાતાના ગર્ભમાં રહેલ આ મહાન વિભૂતિ પણ પોતાનાથી માતાને કાંઈ દુ:ખ ન પહોંચે એવી રીતે ગર્ભમાં હલનચલન કરતા રહ્યા. એ સમયે એમને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પ્રાપ્ત થયેલું હતું. આ પ્રમાણે નવ માસ અને સાડા આઠ દિવસ પસાર થયા પછી જ્યારે ચંદ્રનો યોગ ઉત્તરાષાઢા નક્ષત્રમાં હતો, તેમજ બધા ગ્રહો ઉચ્ચ સ્થાને હતા ત્યારે ચૈત્ર વદિ આઠમના દિવસે અર્ધરાત્રિએ સુવર્ણ જેવી લાવણ્ય આભા ધરાવતા, વૃષભના લાંછનવાળા અને તે સમય મુજબ યુગલિક ધર્મવાળા પુત્રને મરુદેવા માતાએ જન્મ આપ્યો. આ રીતે પ્રથમભવમાં ધન સાર્થવાહના ભવમાં ઉપાર્જિત કરેલ પુણ્યરાશિમાં વૃદ્ધિ થતા તે૨માં ભવે તીર્થંકર સ્વરૂપે ઋષભદેવનો જન્મ થયો. જૈન શાસ્ત્રો અનુસાર તીર્થંકર પરમાત્મા રૂધિર અને મળ જેવી અશૂચિઓથી રહિત હોય છે. એ મુજબ મરુદેવા માતાના આ પુત્રરત્ન આવી અશુચિથી પર હતા. જે રીતે વાદળોની છાયા વચ્ચેથી સૂર્ય બહાર આવે અને ચોતરફ પ્રકાશના પુંજ પ્રગટે એ રીતે પરમાત્માના આગમનથી સમગ્ર સૃષ્ટિમાં જાણે પ્રકાશપુંજ પથરાયા. તિર્યંચના જીવો પણ સ્વર્ગલોકનાં સુખનો અનુભવ કરવા લાગ્યા. દેવદુભિના નાદથી આખું આકાશ ગુંજી ઊઠ્યું. દિકુમારીઓના આસન કંપવા લાગ્યાં. તેઓએ પણ અવધિજ્ઞાન વડે જાણ્યું કે શ્રી જિનેશ્વર ભગવંતનો જન્મ થયો છે. સર્વ દિકુમારીઓ હર્ષાવેશમાં આવી ગઈ અને ભગવાનનો જન્મમહોત્સવ ઊજવવાની તૈયારી કરવા લાગી. ર Page #43 -------------------------------------------------------------------------- ________________ છે દિકકુમારીઓ વિવિધ સ્થાનેથી જન્મોત્સવ માટેની વિવિધ સામગ્રીઓ લાવે છે એવું શાસ્ત્રોમાં થયેલ છે વિધાન અનુસાર અધોલોકમાંથી ભોગકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, તોયધરા, વિચિત્ર, પુષ્પમાળા અને અનંદિતા નામની આઠ દિકુકમારીઓ મરુદેવા માતાના સૂતિકાગૃહમાં આવી, માતાને ત્રણ પ્રદિક્ષણા કરી, વંદન કરી કહેવા લાગી : હે માતા ! આપે ત્રણ જગતના આભુષણરૂપ શ્રી તીર્થંકર પરમાત્માને જન્મ આપ્યો છે માટે આપની સદાય જય થાઓ. તેમનો પ્રકાશ લોકાલોકને પ્રકાશિત કરશે. અમે આઠ દિકકુમારીઓ અધોલોકમાંથી પરમ પ્રભાવી પરમાત્માના જન્મની ઉપાસના કરવા માટે આવ્યા છીએ.” આમ કહ્યા પછી તેઓએ ઈશાન ખૂણામાં પૂર્વ દિશા તરફ મુખવાળું અને હજાર થાંભલાયુક્ત સૂતિકાગૃહ બનાવ્યું. વાયુ વડે કચરારૂપી પુદ્ગલો દૂર કર્યો. અને ભગવાનને પ્રણામ કરી, તેમના ગુણોની સ્તુતિ કરવા લાગી. આ પછી ઊર્ધ્વલોકમાંથી મેરુપર્વત પર વસનારી મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધરા, વિચિત્રા, વારિષણા અને બલાહિકા નામની આઠ દિકુમારિકાઓ ત્યાં આવી અને એક યોજન સુધી સુગંધીજળની વૃષ્ટિ કરી. આથી પૃથ્વી પરના રજોગુણ અને વિવિધ તાપ શાંત થઈ ગયા. તેઓએ પોતાના ઢીંચણ સુધીના પચરંગી પુષ્પોથી ધરતીને આચ્છાદિત કરી તેઓ પણ પછીથી શ્રી તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરવા માટે પોતાના સ્થાને બિરાજમાન થઈ. ત્યારબાદ નંદોતરા, નંદા, આનંદા, આનંદવર્ધના, વિજ્યા, વૈજયન્તી, જયંતિ અને અપરાજિતા નામની પૂર્વરૂચક પર્વત પર રહેનારી આઠ દિકુમારીકાઓ વિમાન દ્વારા ઝડપથી આવી પહોંચી. પ્રભુને નમસ્કાર કરી, હાથમાં દર્પણ રાખી, પ્રભુના ગુણગાન કરવા લાગી. જે રીતે કોઈ મૂલ્યવાન ચીજ મેળવવા માટે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સ્પર્ધા થાય, એ રીતે આ દિકકુમારીઓ પણ જાણે પ્રભુના ગુણગાન ગાવા માટેની સ્પર્ધા કરતી હોય એવું જણાતું હતું. તેઓ જુદી જુદી દિશાઓમાંથી ભગવાનનો જન્મોત્સવ ઉજવવા આવવા લાગી. દક્ષિણ રૂચક પર્વત પરથી સમાહરા, સુપ્રદતા, સુપ્રબુદ્ધ, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુન્ધરા નામની દિકુમારિકાઓ પણ પોતાના જમણા હાથમાં કળશ ધારણ કરીને શ્રી જિનેશ્વર ભગવાનને તથા માતાને પ્રણામ કરીને જમણી બાજુએ ઊભી રહી. પશ્ચિમ રૂકપર્વત ઉપરથી સમાહરા, સુખદત્તા, સુપ્રબુદ્ધા,યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુન્ધરા નામની દિકુમારિકાઓ પ્રભુની ભક્તિ કરવા હાથમાં પંખા લઈને આવી. તેઓએ પ્રભુને અને માતાને ભાવપૂર્વક વંદન કર્યા અને પશ્ચિમ દિશામાં ઊભી રહી. આ રીતે જુદી જુદી દિશાઓમાંથી પ્રભુનો જન્મોત્સવ ઉજવવા માટે દિકકુમારિકાઓ આવતી રહી અને મરુદેવામાતાનું ભવન શોભાયમાન બનતું ગયું. નિર્મળ સ્ફટિકમય જળમાં કમળના પુષ્પો શોભે તેમ આ ભવનમાં દિકકુમારિકાઓ શોભી રહી હતી. એ દરમિયાન ઉત્તર રૂચકપર્વત પર વસનારી અલંબુસા, મિશ્રકેશી, પુંડરિકા, વારુણી, હાસા, સ્વયંપ્રભા, હીં અને શ્રી નામની દિકકુમારિકાઓ પણ એકબીજા સાથે સ્પર્ધા કરતી આવી પહોંચી. તેઓ માતા અને પ્રભુને પ્રણામ કરી, હાથમાં ચામર ધરીને ઊભી રહી અને પ્રભુના ગુણગાન સાથે ભક્તિ કરવા લાગી. ઈશાન દિશામાંથી ચિત્રા, ચિત્રકનકા, સતેજા અને સૌદામિની નામની દિકુમારિકાઓ હાથમાં દીપક | લઈને આવી અને રૂચક દ્વીપ ઉપરથી રૂપા, રૂપાંશુકા, રૂપયા અને રૂપકાવતી આવી. તેણે ભગવાનની Page #44 -------------------------------------------------------------------------- ________________ નાભીનાળને ચાર આંગળ જેટલું પ્રમાણ રાખી છેદન કર્યું. એક ખાડો કરી તેમાં તેનું સ્થાપન કરી, હિ૨ા, માણેક જેવા કિંમતી પદાર્થો વડે ખાડો પૂરી તેના પર ધરો પાથરી પીઠિકા તૈયા૨ કરી. સૂતિકાગૃહની પૂર્વ, દક્ષિણ અને ઉત્તરદિશાથી કેળનું એક એક ગૃહ તૈયા૨ કરી, તેમાં ઈન્દ્રાસન કરતાય વધુ અલંકૃત એવા સિંહાસનનું સ્થાપન કર્યું. માતા અને પ્રભુને સિંહાસન પર બેસાડયા. ચારેય દિક્કુમારિકાઓએ લક્ષપાક તેલ અને સુગંધી દ્રવ્યોનું મર્દન કરી બન્નેને નિર્મળજળથી સ્નાન કરાવ્યું. પ્રભુનું શરીર તો નિર્મળ અને પવિત્ર હોય છે તેથી તેમની માટે સ્નાનનું મહત્ત્વ નથી, પરંતુ આ સ્નાન કરાવવા પાછળનો હેતુ પોતાના આત્માને શુદ્ધ ક૨વાનો છે. આ રીતે દિક્કુમારિકાઓ પોતાના આત્માની મલિનતા શુદ્ધ કર્યાનો આનંદ અનુભવવા લાગી. ત્યાર પછી માતા અને પ્રભુના શરીર પર ગોશીર્ષચંદનનું વિલેપન કર્યું. સંસારરૂપી દાવાનળમાંથી પ્રગટેલ સંતાપનો અગ્નિ શાંત થતાં પરમ શાંતિનો અનુભવ થાય એ માટે વિલેપન કરવામાં આવે છે. આ રીતે મળતી દિવ્યતાનો અનુભવ રોમાંચક હોય છે. પ્રભુને સ્નાન કરાવ્યા બાદ દિવ્ય વસ્ત્રો અને આભુષણોથી અલંકૃત કરતી દિકુમારિકાઓ પોતાના આત્માને દિવ્યગુણોથી શોભાયમાન બનાવવાનો હર્ષ અનુભવવા લાગી. ઉત્તર દિશાના ચોકમાં ઉત્તમ રત્નોનાં સિંહાસન પર શ્રી જિનેશ્વર પરમાત્માને તથા શ્રી જિનમાતા મરુદેવાને બેસાર્યા. પુનમની રાત્રે શીતળ ચાંદનીમાં માતાની ગોદ મળી ગઈ હોય ત્યારે બાળક જે શીતળતા અનુભવે એવું દૃશ્ય રચાયું. અરણીના બે લાકડાથી અગ્નિ ઉત્પન્ન કરી ગોશીર્ષચંદનના લાકડાનો હોમ કરી તેની ભસ્મમાંથી તૈયાર થયેલી રક્ષામાંથી રક્ષાપોટલી બાંધી. આ રીતે દિકુમારીઓએ તીર્થંકર ૫૨માત્માને બાંધેલી રક્ષાપોટલી તેઓની ભક્તિનું સૂચન કરે છે. કારણ કે ભગવાનની રક્ષા ક૨વાનું સામર્થ્ય વળી કોનામાં હોય ? આ રીતે એક પછી એક વ્યાવહારિક ધર્મને બજાવતી દિકુમારિકાઓ પ્રભુ ત૨ફની ભક્તિ ક૨વા લાગી. પછી પથ્થ૨ના બે ગોળા અથડાવીને પ્રભુના કાનમાં કહ્યું, “હે સ્વામિન્ ! આપ પર્વત જેવા આયુષ્યવાળા થાઓ!’’ આ રીતે શુભેચ્છાનો વ્યવહાર ચિંતવી પ્રભુને અને માતાને શય્યા ૫૨ સુવાડયા અને માંગલિક ગીતો ગાવા લાગી. - જ્યારે પણ તીર્થંક૨ ૫૨માત્માનો જન્મ થાય ત્યારે ઈન્દ્રનું આસન ચલાયમાન થાય છે. અત્યારે પણ સૌધર્મ દેવલોકના ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. પ્રથમ તો ઇન્દ્ર ોધાવેશમાં આવી ગયા પરંતુ પાછળથી તેણે અવધિજ્ઞાન વડે જાણ્યું કે ૫૨માત્માનો જન્મ થયો છે. તરત જ તે સિંહાસન પરથી ઊઠ્યા. સાત પગલાં પ્રભુ સમક્ષ ચાલી પંચાંગ પ્રણામ કરી, સ્તુતિ કરી. બધા જ દેવતાઓને ભગવાનનો જન્મ મહોત્સવ માટે બોલાવવાની આજ્ઞા નૈગમિષી નામના અધિપતિને કરી. તેણે એક યોજન વિસ્તારવાળો સુધોષા ઘંટ ત્રણ વખત વગાડયો. તેનો અવાજ સાંભળતા બત્રીસ લાખ વિમાનોના દેવતાઓ આવી પહોંચ્યા. ઈન્દ્રની આજ્ઞા અનુસાર સેનાધિપતિએ સૌને કહ્યું : ‘હે દેવતાઓ ! આપ સૌ પરિવાર સહિત જંબુદ્વીપની દક્ષિણે ભરતની મધ્યમાં નાભિરાજાના કુળમાં શ્રી પ્રથમ તીર્થંકર પરમાત્માનો જન્મ કલ્યાણકનો મહોત્સવ કરવા પધારો.’’ ઈન્દ્રની આજ્ઞા અનુસાર ઈન્દ્રપાલક દેવે આભિયોગિક દેવને એક અનુપમ વિમાન રચવા માટે આદેશ આપ્યો. આજ્ઞા અનુસા૨ તરત જ ઈચ્છાનુરૂપ ગતિવાળું પાંચસો યોજન ઊંચું અને લાખ યોજનના વિસ્તારવાળું ૨૩)---- Page #45 -------------------------------------------------------------------------- ________________ છે અજોડ પાલક વિમાન બનાવ્યું. ધ્વજપતાકા, તોરણો અને પગથિયાઓથી સુશોભિત વિમાન અત્યંત પ્રકાશથી તે દેદીપ્યમાન બન્યું હતું. તેના ઉપર જડેલાં રત્નોનાં કારણે પ્રકાશની તેજ રેખા અંકાતી હતી. આવા વિમાનમાં ઈન્દ્ર પોતાની સ્વરૂપવાન આઠ પટરાણીઓ સાથે પૂર્વ દિશાની સોપાન શ્રેણીની હર્ષથી પ્રદક્ષિણા કરી સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા. ત્યાર પછી અન્ય દેવતાઓ પોતપોતાના આસન પર આરૂઢ થયા. સમજુ અને વિવેકી લોકો હંમેશા વડીલો સાથેનો વ્યવહાર ઉલ્લંઘતા નથી. વિમાનની આગળ પતાકાઓથી શોભતો અઢાર યોજન ઊંચો એક ઈન્દ્રધ્વજ ફરકી રહ્યો હતો. રત્નમય પુતળીયોનાં હારબંધ પ્રતિબિંબોથી ચમકતા આ વિમાનમાં સૌધર્મઇન્દ્ર જેમ આકાશમાં તારાઓથી વીંટળાયેલ ચંદ્ર શોભે એ રીતે શોભી રહ્યા હતા. દુદુભિનાદથી નૃત્ય કરતા ગંધર્વોનો તથા વાજિંત્રોનો અવાજ ચારે બાજુ પડઘાવા લાગ્યો. બીજા બત્રીસ લાખ વિમાનોથી વીંટળાયેલ આ પાલક વિમાન વાયુ વેગે ચાલવા લાગ્યું. બધાં વિમાનોના દેવતાઓ પોતે ઝડપથી શ્રી તીર્થંકર પરમાત્માના દર્શનાર્થે બીજા કરતા વહેલા પહોંચવા ઝડપથી આગળ વધી રહ્યાં હતાં. વિમાનોની શ્વેત પતાકાઓ જાણે હારબંધ ઊડતા બગલાઓ જેવી લાગતી હતી. મેઘધનુષના રંગો દેવાંગનાઓ પર પ્રતિબિંબિત થતાં દેવાંગનાઓના રૂપમાં વધારો થતો હતો. થોડીવારમાં અસંખ્ય દ્વીપો અને સમુદ્રોને ઝડપથી પસાર થતાં વિમાનોમાં સૌ પ્રથમ સૌધર્મ ઈન્દ્રનું પાલક વિમાન નંદીશ્વર દ્વીપમાં આવ્યું. રતિકર પર્વત પાસે પહોંચતા ઈન્દ્ર તે વિમાનને સંક્ષિપ્ત કર્યું. વચ્ચે વચ્ચે ફરી વિમાનના કદ પ્રમાણ વિસ્તારી અને ઘટાડીને દ્વીપો અને સમુદ્રો પસાર કરતા પાલક વિમાન જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં પ્રથમ તીર્થંકર પ્રભુના જન્મસ્થાનની નજીક આવી પહોંચ્યું. પ્રભુની સૂતિકાગૃહની પ્રદક્ષિણા કરી, ઈશાન ખૂણામાં વિમાનનું સ્થાપન કર્યું. વિમાનમાંથી ઊતરીને માતા સહિત પ્રભુને પ્રદક્ષિણા કરી પ્રણામ કરી, અંજલિ જોડી સ્તુતિ કરતા તેણે માતાને કહ્યું, “હે ત્રણ જગતની માતા ! આપ જય પામો. તમારા નામના સ્મરણથી લોકોનું દારિદ્ર દૂર થશે. જગદીપક સમાન પુત્રને આપે જન્મ આપ્યો છે. હું આપને નમસ્કાર કરું છું. હે દેવી! તમે ધન્ય છો. હું આપના પુત્ર જે પ્રથમ તીર્થકર થવાના છે તેમનો જન્મોત્સવ કરવા અહીં આવ્યો છું.” આ પ્રમાણે કહીને ઈન્દ્ર મરુદેવા માતાને અવસ્વાપિની નિદ્રા આપી અને પ્રભુનું પ્રતિબિંબ તેમની પાસે સ્થાપ્યું. આ પછી પંચ પરમેષ્ઠીના મુખ્ય પરમાત્મા માટે આ મહોત્સવ હોવાથી ઈન્દ્ર પોતાના પાંચરૂપ કર્યા, એક રૂપે પ્રભુ પાસે આવી, પ્રણામ કરી, નમ્રતાપૂર્વક આજ્ઞા માગી ભગવાનને પોતાના બે હાથથી ગ્રહણ કર્યો. બીજા રૂપે પાછળ ચાલતાં ઈન્દ્ર ભગવાનના મસ્તક પર શ્વેત છત્રને ધારણ કર્યું. બીજા બે રૂપ વડે ઉજ્જવળ કાંતિવાળા, વિશાળ, સુંદર અને નિર્મળ એવા ચામરો ધારણ કર્યા. એક રૂપે ભગવાનની આગળ વજ ધારણ કર્યું. આ રીતે પાંચ રૂપ ધરી ઈન્દ્ર આકાશમાર્ગે આગળ વધ્યો. તેમની પાછળ દેવોના વિમાનો પણ એકબીજાની હરિફાઈ કરતા આગળ વધતા હતા. દેવોના વિશાળ સમુદાય સાથે સૌધર્મેન્દ્ર બન્ને હાથ વડે પ્રભુને લઈ મેરુપર્વત પર પહોંચ્યો. ત્યાં પાંડુક વનમાં દક્ષિણ ચૂલિકાની ઉપર અતિપાંડુકબલા નામની શિલા ઉપર સ્નાત્રાભિષેક માટે શાશ્વત સિંહાસન હતુ. તેના પર પ્રભુને પોતાના ખોળામાં લઈને બેઠા. ઘંટનાદ થવાથી બીજા અઠ્ઠાવીસ લાખ વિમાનવાસી દેવોથી વીંટળાયેલ, ત્રિશુળના હથિયારવાળો, વૃષભના વાહનવાળો, ઈશાનંદ્ર પોતાના પુષ્પક વિમાનમાં બેસી ત્યાં આવી પહોંચ્યા. Page #46 -------------------------------------------------------------------------- ________________ છે સનતકુમાર ઈન્દ્ર પોતાના બાર લાખ વિમાનવાસી દેવતાઓના પરિવાર સાથે સુમનસ નામના વિમાનમાં, તે માહેન્દ્ર પોતાના આઠ લાખ વિમાનવાસી દેવો સહિત શ્રીવત્સ નામના વિમાનમાં, બ્રહ્મન્દ્ર ચાર લાખ વિમાનવાસી દેવો સાથે નંદાવર્ત નામના વિમાનમાં, લાંતક નામે ઈન્દ્ર પચાસ હજાર દેવતાઓ સહિત કામગવ નામના વિમાનમાં, શુક્ર નામના ઈન્દ્ર ચાલીસ હજાર દેવતાઓના સમૂહ સાથે પ્રીતિગમ નામે વિમાનમાં, સહસ્ત્રાર નામના ઈન્દ્ર મનોરમ નામે વિમાનમાં છ હજાર દેવતાઓ સહિત, વિમળ નામના વિમાનમાં આનત અને પ્રાણત દેવલોકનો સ્વામી ચારસો વિમાનવાસી દેવતાઓના પરિવાર સહિત તેમજ આરણ તથા અશ્રુત દેવલોકનો ઈન્દ્ર ત્રણસો દેવતાઓ સહિત સર્વતોભદ્ર નામના વિમાનમાં બેસી પ્રભુના જન્મોત્સવમાં આવી પહોંચ્યા. આ સમયે ભુવનપતિ અને વ્યંતરના ઈન્દ્રોનાં આસન કમ્યા. અમર નામના વિમાનમાં રહેલા અમરેન્દ્ર અવધિજ્ઞાનથી ભગવાનના જન્મ વિષે જાણ્યું અને પોતાના દ્રુમ નામના સેનાપતિની પાસે ઓઘસ્વરા નામનો ઘંટ વગાડાવ્યો. તે પોતાના ચોસઠ હજાર સામાનિક દેવો, આત્મરક્ષક દેવો, લોકપાળ, મહિષીઓ અત્યંતર, મધ્ય અને બાહ્ય એમ સાત પ્રકારના સૈન્ય, સેનાધિપતિઓ વગેરે સાથે પાંચસો યોજન ઊંચા મોટા ધ્વજવાળું અને પચાસ હજાર યોજનાના વિસ્તારવાનું વિમાન લઈ જન્મોત્સવમાં આવી પહોંચ્યા. આ જ રીતે બલિ નામના ઈન્દ્ર પણ પોતાની વિવિધ સેના અને દેવતાઓના પરિવાર સાથે મેરુપર્વત ઉપર આવી પહોંચ્યા. આ ઉપરાંત નાગકુમાર દેવલોકમાંથી ધરણેન્દ્ર ભુતાનંદ નામે નાગેન્દ્ર, વિદ્યુતકુમાર દેવલોકના હરિ અને હરિસિંહ નામના ઈન્દ્રો, વેણુદેવ અને વેણદારી નામના સુવર્ણકુમાર દેવલોકના ઈન્દ્રો તેમજ અગ્નિશીખા અને અગ્નિમાણવ, વેલમ્બ અને પ્રભંજન, સુઘોષ અને મહાઘોષ, જલકાંતિ અને જલપ્રભ, પૂર્ણસંજ્ઞ અને અવશિષ્ટ તેમજ અમિત અને અમિતવાહન નામના ઈન્દ્રો અનુમે અગ્નિકુમાર, વાયુકુમાર, મેઘકુમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર અને દીકુમાર નામના દેવલોકમાંથી આવી પહોંચ્યા. આ રીતે આ વીસ ઈન્દ્રો ભવનપતિના ઈન્દ્રો થયા. એ જ રીતે વ્યંતર નિકાયના સોળ ઈન્દ્રોકાલ અને મહાકાલ નામના પિશાચેન્દ્ર, સુરૂપ અને પ્રતિરૂપ નામનાં ભૂત, પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના યક્ષેન્દ્ર, ભીમ અને મહાવીર નામના રાક્ષસેંદ્ર, કિન્નર અને કિંગુરુષ નામે કિન્નરેન્દ્ર, સપુરુષ અને મહાપુરૂષ નામના કિંપુરૂષ નિકાયના ઈન્દ્રો તેમજ અતિકાય, મહાકાય બને મહોરગેન્દ્ર અને ગીતરતિ અને ગીતયશ નામના ગંધર્વેન્દ્ર મળી પ્રભુનો જન્મોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. વાણ વ્યંતર નિકાયના ઈંદ્ર સન્નિહિત અને સમાન નામે અપ્રજ્ઞપ્તિ ઈન્દ્રો, પંચ પ્રજ્ઞપ્તિના ઈન્દ્રધાતા અને વિધાતા, ઋષિવાદિતના ઈન્દ્ર ઋષિ અને ઋષિપાલક, ભુતવાદિતના ઈન્દ્ર ઈશ્વર અને મહેશ્વર, ક્રોદિતના ઈન્દ્ર સુવત્સક અને વિશાલક, મહાદતના ઈન્દ્રો હાસ અને હાસતિ, શ્વેત અને મહાશ્વેત નામે કૂષ્મડિના ઈન્દ્રો તેમજ પક્વ અને પક્વપતિ નામના પવકેન્દ્રો પ્રભુનો જન્મોત્સવ ઉજવવા સૂર્ય અને ચંદ્ર નામના બે ઈન્દ્રો સહિત કુલ ચોસઠ ઈન્દ્રો મેરુપર્વતના શિખર પર આવી પહોંચ્યા. આ પછી અય્યત ઈન્દ્રના હુકમથી અભિયોગિક દેવો દ્વારા તૈયાર કરાયેલા એક યોજન ઉંચા એવા (૧) માટીના (૨) રત્નના (૩) રૂપાના (૪) સોનાના (૫) સોના તેમજ રૂપાના (૬) સોના તેમજ રત્નના (૭) સોના, રૂપા ને રત્નના અને (૮) રૂપા તથા રત્નના એમ આઠ પ્રકારના, એક યોજનાના (નાળચા) મુખવાળા, ધુપ જેવા સુગંધી પદાર્થોથી સુવાસિત કરેલા દરેક જાતિના એક હજારને આઠ આઠ કળશો તૈયાર કરાવ્યા. એ જ રીતે ઝારી, દર્પણ, રત્નના કરંડિયા, Page #47 -------------------------------------------------------------------------- ________________ દાબડા, થાળ, પાત્રો અને ફૂલની ચંગેરીઓ પણ લાવ્યા. આ કળશોમાં ભરવા માટે ક્ષીર સમુદ્રના જળ અને સુગંધી અને પવિત્ર દ્રવ્યો, પુષ્પો વગેરે મેરુપર્વત પર લાવવામાં આવ્યા. વિવિધ પ્રકારના વાજિંત્રોનો ધ્વનિ મેરુપર્વતનની ગુફાઓમાં પડઘાવા લાગ્યા. અચ્યુત દેવલોકના ઈન્દ્રે પારિજાત જેવા ફૂલોની કુસુમાંજલિ મૂકી, ધુપથી ભૂમિ અર્જિત કરી, સુગંધી જળથી ભરેલા કળશો ત્યાં લાવીને મૂક્યા. દેવતાઓ દુંદુભિનો નાદ ક૨વા લાગ્યા. સૌધર્મ ઈન્દ્રે ભક્તિભાવપૂર્વક પ્રભુને ખોળામાં બેસાડી સ્નાનાભિષેક કરવા લાગ્યા. દિવ્ય વસ્ત્રો વડે પ્રભુના અંગ લૂછી, ગોશીર્ષચંદનનો લેપ કર્યો. કેટલાક દેવતાઓ પધાણા હાથમાં રાખીને ઊભા રહ્યાં, તો કેટલાકે પ્રભુને ચામર ધર્યા. મણિજડિત પંખાથી પવન નાખતા કેટલાક દેવતાઓ પોતાને ધન્ય માનતા હતા. કેટલાક દેવોએ દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી તો કેટલાકે સુવર્ણ પુષ્પો વેર્યા. આ રીતે પોતાનો આનંદ વ્યક્ત કર્યો. અચ્યુત ઈન્દ્રે પણ પ્રભુને વિલેપન કર્યું. ઈશાનેન્દ્રે પણ પાંચ રૂપ ધારણ કરી છત્ર, ચામર સહિત ભગવાનની ભક્તિ કરી. સૌધર્મ ઈન્દ્રે ચારે દિશાએ સ્ફટિક મણિના ઊંચા વૃષભ બનાવ્યા. તેમના શૃંગમાંથી નીકળતી દૂધની ધારાઓ પ્રભુ પર પડવા લાગી. વૃષભોને પછી સંહરી લેવામાં આવ્યા. વિલેપન આદિ ક્રિયાઓ બાદ દેવદુષ્ય વડે શરીરને લૂછી, વિવિધ અલંકારોથી પ્રભુને અલંકૃત કરવામાં આવ્યા. આ પછી અતિ ભક્તિભાવથી ઈન્દ્રે શસ્તવ વડે પ્રભુની સ્તુતિ કરી અને પ્રાર્થના કરતા કહ્યું, “હે જગતના નાથ! જગતના અંધકારને દૂ૨ ક૨ી જ્ઞાનનો પ્રકાશ પાથરનાર હે પ્રભુ ! હું આપને વંદન કરું છું. આપના જન્મોત્સવથી આ ભૂમિ પવિત્ર બની છે. આપે નાભિરાયાના કુળમાં જન્મ ધારણ કર્યો છે, તે કુળ કાયમ માટે કીર્તિવંત બનશે. આપ ભરતક્ષેત્રના જીવો માટે મોક્ષ માર્ગ બતાવનારા છો, આપના દર્શનથી પ્રાણીમાત્રનું કલ્યાણ થાય છે. માટે હે પ્રભુ ! આપના ગુણોનું વર્ણન ક૨વા મારી અલ્પ બુદ્ધિમાં શક્તિ નથી.’’ આ પ્રમાણે ભગવંતની ભાવપૂર્વક ભક્તિ કરી સૌધર્મે ઈશાનેન્દ્રના ખોળામાંથી પ્રભુને ગ્રહણ કર્યા. પહેલાની જેમ જ તેણે પાંચ રૂપ ધારણ કર્યા અને આકાશ માર્ગે ફરી પાછો મરુદેવામાતાના મંદિરે આવી પહોંચ્યા. માતાની અવસ્વાપિની નિદ્રા દૂર કરી, પ્રભુને તેમની પાસે સ્થાપિત કર્યા. પછી દિવ્ય અને રેશમી બે વસ્ત્રો, ૨.નમય કુંડલયુગલ અને રત્નજડિત સોનાના ગેડી-દડો ત્યાં મૂક્યા. આ પછી ઈન્દ્રના આદેશથી કુબેરે બત્રીસ કોટિ રત્ન, સુવર્ણ અને હિ૨ણ્ય, બત્રીસ નંદાસન, ભદ્રાસન, મનોહર વસ્ત્રો વગેરે મૂક્યા. આ પછી ઈન્દ્રે આભિયોગિક દેવતાઓ દ્વારા ઉદ્ઘોષણા કરાવી કે જે કોઈ તીર્થંકર પરમાત્માનું કે તેમની માતાનું જે કોઈ અશુભ ચિંતવશે તેનું મસ્તક જે રીતે અર્જક વૃક્ષના પાન પરિપકવ થતાં સાત ટૂકડાઓ થઈ જાય છે. એ રીતે તેને પણ સજા થશે. ત્યારબાદ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક વગેરે તમામ દેવોએ આ પ્રમાણે ઉદ્ઘોષણા કરી. સૌધર્મઈન્દ્રે ભગવાનના અંગૂઠામાં અમૃતનો સંચાર કર્યો, કારણ કે તીર્થંકર પોતાની ભુખ - તરસ માટે માત્ર પોતાના અંગૂઠામાં રહેલા અમૃતથી જ તૃપ્ત બને છે. આ પછી ઈન્દ્રે પ્રભુનું સર્વ પ્રકારનું ધાત્રી કર્મ કરવા માટે પાંચ અપ્સરાઓ મૂકી જે પ્રભુનું લાલનપાલન ક૨વા લાગી. આ પ્રમાણે સ્નાત્ર મહોત્સવ પૂર્ણ થયો. સૌધર્મ ઈન્દ્રે નંદીશ્વર દ્વીપમાં જઈ અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. બાકીના ઈન્દ્રોએ પણ અંજનગિરિ પર્વતોની ઉ૫૨ જુદી જુદી શાશ્વતી પ્રતિમાઓ સમક્ષ અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. અને પોતપોતાના સ્થાને પાછા ગયા. મરુદેવા માતા પ્રભાત થતા જાગ્યાં ત્યારે જેમ રાત્રિના આકાશમાં પરોઢે નૂતન સૂર્યનું આગમન થાય અને ---(૨૬)---- Page #48 -------------------------------------------------------------------------- ________________ આકાશ શોભી ઊઠે એ રીતે માતા શોભી રહ્યાં હતાં. પૂર્વ દિશામાંથી જાણે મંગલ વધાઈ આપવાની હોય એવી લાલિમા પ્રગટી ઊઠી. કસુંબલ રંગનું આકાશ પણ તીર્થંકર પરમાત્માના આગમનથી હર્ષોલ્લાસમાં આવી ગયું હોય એવું પ્રસન્ન બની ગયું હતું. ચારે બાજુએ અપ્સરાઓ વડે શોભાયમાન મરુદેવા માતાએ રાત્રિ સમયે દેવોના થયેલા આવાગમન વિષેનું વૃત્તાંત નાભિરાજાને કહ્યું ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો. માતાએ જોયેલાં ચૌદ મહાસ્વપ્નોમાં પ્રથમ વૃષભને જોયો હતો અને પ્રભુના સાથળ પર વૃષભનું ચિન્હ હતું એટલે તેમનું નામ ઋ ષભ પાડવામાં આવ્યું. તેમની સાથે જ યુગલિક તરીકે જન્મેલી કન્યાનું શ૨ી૨ મંગલમય હતું એ વિચારી તે કન્યાનું નામ સુમંગલા રાખ્યું. પ્રભુના અંગૂઠામાં અમૃત હતું એટલે તે અક્ષય અમૃતનું પાન કરવા લાગ્યા. પાંચે અપ્સરાઓ તેમને ઘડીભર પણ અળગા કરવા તૈયાર ન હતી. આ જોઈને મરુદેવા માતા પોતાની મમતા પુત્રને ન આપી શકવાથી દુઃખ અનુભવતા હતા. પરંતુ તીર્થંકર પરમાત્મા સ્વભાવથી જ કોઈને દુઃખી ન કરે એવા હોય એટલે તેમણે પણ માતાને પોતાની આંખ, મુખ, કર્ણયુગલ વગેરે દ્વારા માતાને પ્રભાવિત કરી માતાને સુખનો અનુભવ કરાવ્યો. પ્રભુ એક વર્ષના થયા ત્યારે પહેલા દેવલોકનો ઈન્દ્ર વંશની સ્થાપના ક૨વા આવ્યા. તેમની પાસે શેરડીનો એક સાંઠો લઈ આવ્યા. નાભિરાજાના ખોળામાં બેઠેલા પ્રભુએ અવધિજ્ઞાનથી ઈન્દ્રનો વિચાર જાણી લીધો અને શેરડી લેવા હાથ લંબાવ્યો. ઈન્દ્રે પણ પ્રભુના ભાવને વધાવી લીધો. આ રીતે પ્રભુએ શેરડી (ઈક્ષુ) ગ્રહણ કરી એ માટે આ ત્રણ જગતના સ્વામી ઋ ષભદેવ પરમાત્માનો ઈશ્વાંકુ વંશ સ્થાપી ઈન્દ્ર પોતાને સ્થાને પાછો ગયો. દ૨ેક તીર્થંકરને જન્મથી ચાર અતિશયો હોય છે તે પ્રમાણે પ્રભુને પણ ચા૨ અતિશયો હતા જેવા કે (૧) પરસેવો, ૨ોગ, મળ વગેરે રહિત સુગંધી અને કમળ જેવી કાંતિવાળું શરીર (૨) ગાયના દૂધ જેવા શ્વેત રંગનું માંસ અને રૂધિ૨વાળું શરીર (૩) લોકોની દૃષ્ટિ ન પડે એવો આહાર (૪) વિકસિત અને સુગંધિત કમળની સુવાસ જેવો શ્વાસ. આ રીતે આ ચાર અતિશયોથી પ્રભુ શોભતા હતા. પ્રભુ પોતાની રીતે જ સમર્થ હતા એ રીતે ધીમે ધીમે વૃદ્ધિ પામવા લાગ્યા. ચંદ્ર જેવા શીતળ, સૂર્ય જેવા તેજસ્વી અને અષાઢી મેઘ જેવા ગંભી૨ નાદવાળા હતા એટલે સૌ કોઈ તેમની સાથે ક્રીડા ક૨વા ઉત્સુક હતા. દેવતાઓ પણ પ્રભુ સાથે બાલક્રીડા ક૨વા માટે આતુર હતા. દેવો સાથે પ્રભુ ૨મત ૨મતા ત્યારે દેવો ખુશ રહે એવા પ્રયત્નો કરતા હતા. દેવો અલગ અલગ રૂપ લઈ, પંખી કે પ્રાણી તરીકે રૂપ ધારણ કરી ભગવાનને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા. સામાન્ય રીતે બાલ્યાવસ્થા પૂર્ણ થયાં પછી બીજા તીર્થંકરો ઘરમાં તૈયાર કરેલું ભોજન લે છે, પરંતુ ઋ ષભદેવ તો કલ્પવૃક્ષોના ફળો અને ક્ષીર સમુદ્રોનું પાણી પીને સંતોષ માનતા. તેમની સેવામાં ઈન્દ્રો, યક્ષો, ધ૨ણેન્દ્ર, વરૂણ અને બીજા અનેક દેવો જુદા જુદા સંગીત, નાટક, નૃત્ય વગેરે દ્વા૨ા ભગવાનને ખુશ રાખવા લાગ્યા. ધીમે ધીમે પ્રભુ બાલ્યાવસ્થા પૂર્ણ કરી યૌવન અવસ્થા પામ્યા. સુંદર અંગોપાંગથી તે ખૂબ જ પ્રિયપાત્ર બની ગયા. એક દિવસ એક બાળયુગલ બાલોચિત ીડા કરતું હતું. તેઓ એક તાડવૃક્ષની નીચે હતા, ત્યાં અચાનક કર્મયોગે તાડફળ નીચે પડ્યું એથી તેમાંના બાળકના મસ્તક પર પડતા તે મૃત્યુ પામ્યો. બાલિકાનું નામ સુનંદા હતું. તેને તેના માતપિતા ઘેર લઈ ગયા અને તેને ઉછેરી મોટી કરી પરંતુ માતા - પિતાનું મૃત્યું થયું. માતા - પિતાની ગેરહાજરીમાં સુનંદા એકલી પડી ગઈ. એક વખત સુનંદા જંગલમાં ફરતી હતી. તે જોઈ કેટલાક યુગલિકો તેને નાભિરાજા પાસે લાવ્યા. નાભિરાજાએ તેનું તમામ વૃત્તાંત સાંભળ્યું. અને તેને પોતાની ૨૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ છે. સાથે જ (સુનંદાને સાથે જ) રહેવાનો આગ્રહ કર્યો. સુનંદાનું રૂપ લાવણ્ય મનમોહક હતું. તેના શરીરના પ્રત્યેક અંગો ખાસ પ્રકારની આભા ઉત્પન્ન કરતા હતા. કામદેવ પોતાની જાતને મહાસ્વરૂપવાન માનતો હોય, તો પણ સુનંદાના રૂપ પાસે એનું રૂપ ઝાંખું પડી જાય. સંપૂર્ણ સપ્રમાણ અને દિવ્યતાથી શોભાયમાન સુનંદા માટે હવે તેનાથી એકલા રહેવાનું અશક્ય બન્યું હતું. તે પોતાના યુગલિક વગરની એકલી વિખૂટી પડી ગયેલી વિહ્વળ મૃગલી જેમ ભટકવા લાગી. આ જોઈ યુગલિયાઓ તેને નાભિરાજા પાસે લાવ્યા. તેમણે આખું વૃત્તાંત સાંભળ્યું અને ઋષભની પત્ની તરીકે પોતાને ત્યાં રાખવાનો નિર્ણય કર્યો. સૌધર્મ ઈન્દ્રને અવધિજ્ઞાન વડે ખબર પડી કે ત્રણ જગતના સ્વામી પરમાત્માનો વિવાહનો અવસર નજીક આવી રહ્યો છે એટલે એમણે તરત જ પ્રભુ પાસે આવીને સુમંગલા અને સુનંદા સાથે લગ્ન કરવા વિનંતી કરી. કુમાર ઋષભ તો ગર્ભવાસથી જ વિતરાગી હતા. પરંતુ જે રીતે મોક્ષમાર્ગની શરૂઆત તે કરનારા હતા તેમ સંસારી જીવો વ્યવહાર ધર્મ પણ એમનાથી જ શીખવાનો હતો, એથી ષભદેવે પોતાના અવધિજ્ઞાન વડે જોયું કે હજુ ત્યાંસી લાખ વર્ષ સુધી ભોગ કર્મ ભોગવવાના બાકી છે એટલે તેઓ મૌન રહ્યાં. ઈન્દ્ર મહારાજે તરત જ દેવોને હાજર કરી લગ્નમંડપ રચાવવાની તૈયારીઓ શરૂ કરી. સામાન્ય માનવના લગ્નમંડપમાં અને ખુદ તીર્થંકર પરમાત્માના ઈન્દ્ર મહારાજા અને દેવોએ તૈયાર કરેલ મંડપમાં કેટલો તફાવત હોય છે ? સોનું, રત્ન, હીરા, માણેક વગેરે મૂલ્યવાન દ્રવ્યો વડે રચાયેલાં સ્તંભો, મણિજડિત પૂતળીઓ, સ્ફટિકથી બાંધેલી ભૂમિ, નીલરત્નો, નીલમણિ અને અન્ય મહામૂલ્ય મણિથી રચેલાં આ મુગટ પર ચંદ્ર - સૂર્યના તેજ કિરણો પડતા ત્યારે ચારે તરફ ઝળહળાટ ઊભો થતો, આ ઉપરાંત, દિવ્ય વસ્ત્રો દ્વારા બંધાવેલા ચંદરવા અને કલ્પવૃક્ષોના પાંદડાંનાં તોરણો અને કેળના પાનના સ્થાપનથી મંડપે અનેરી શોભા ધારણ કરી હતી. હવે અપ્સરાઓનું કાર્ય સુનંદા અને સુમંગલાને અલંકૃત કરવાનું હતું. તેઓએ બન્નેને ઉત્તમ અને સુગંધી દ્રવ્યોથી વિલેપન - પીઠી ચોળી, શરીરને ઉપરથી અને ચિત્તને અંદરથી ઉજ્જવળ બનાવ્યા. બન્નેનું રૂપ અભુત લાગતું હતું. આ પછી બન્નેને સુગંધી દ્રવ્યોથી સ્નાન કરાવ્યું જે રીતે આત્માના પ્રદેશ પર લાગેલાં કર્મો દૂર થાય એ રીતે અપ્સરાઓને આ વખતે પોતાના કર્મમળ દૂર થયાનો અનુભવ થયો. સ્નાન ક્યિા પછી દિવ્ય વસ્ત્રો અને મૂલ્યવાન અલંકારોથી સુનંદા અને સુમંગલાને આભૂષિત કરવામાં આવ્યા. બન્નેનો શણગાર જોઈ અપ્સરાઓ પણ પોતાના રૂપને તુચ્છ માનવા લાગ્યા. બન્નેને માતૃભુવનમાં લઈ ગયા અને રત્નજડિત આસનો પર બેસાડ્યા. બીજી બાજુ ઋષભદેવ પોતે જ દેવસ્વરૂપે હોય એટલે તેમનો શણગાર કરવાની જરૂર ન પડે પરંતુ એક પ્રકારનો વ્યવહાર લોકો સુધી પહોંચે એ માટે દેવોએ ઋષભદેવને પણ સુગંધી દ્રવ્યોનું વિલેપન કરી, સુગંધી જળ વડે સ્નાન કરાવ્યું. વસ્ત્રો અને અલંકારોથી દેદીપ્યમાન બનેલાં ઋષભદેવને દિવ્ય વાહનમાં બેસાડી લગ્નમંડપ પાસે લાવવામાં આવ્યા. આ પછી વિવિધ ક્રિયાઓ અને રિવાજો પ્રમાણે કન્યાપક્ષની સ્ત્રીઓએ, રૂપાનો થાળ, રવૈયો, કસુંબી વસ્ત્ર, સરાવ સંપુટ વગેરેથી ઋષભદેવનું સ્વાગત કરી શુભેચ્છા વ્યક્ત કરી. આ વ્યવહારધર્મ પણ લોકોને બતાવવાના આશયથી કરવામાં આવ્યો. અપ્સરાઓએ ધવલ મંગલ ગીતો ગાવા શરૂ કર્યા અને ઋષભદેવને લગ્નમંડપમાં લાવવામાં આવ્યા. IIIIIII TI Page #50 -------------------------------------------------------------------------- ________________ કન્યાપક્ષે ગાતી દેવાંગનાઓએ પ્રભુના પક્ષ માટે મશ્કરીભર્યાં ગીતો સાંભળી તે પક્ષે પણ સામી મશ્કરી. કરતાં ગીતો ગાવાં શરૂ થયાં. બન્ને પક્ષ જાણે વિવાદમાં ઊતર્યા. ઋ ષભદેવ અને સુનંદા તથા સુમંગલા જાણે એકબીજા સાથે દૃષ્ટિ મિલન દ્વારા રચાતા પ્રતિબિંબોથી વધુ શોભાયમાન બન્યા. ઋ ષભદેવે બન્ને સાથે પાણિગ્રહણ કર્યું એ સમયે હાથના સંપુટમાં ઈન્દ્રે વીંટી નાખી. લગ્નની વેદિકામાં પ્રગટાવેલાં અગ્નિની તેજરેખાઓ આ મધુર મિલનની ક્ષણોને ઉજ્જવળ બનાવતી હતી. ઈન્દ્રે છેડા-છેડી બાંધી અને અષ્ટ મંગળ ગીતો ગવાયા. ઈન્દ્ર - ઈન્દ્રાણીઓએ નર્તન શરૂ કર્યા. કોઈએ સુમધુર સ્વરમાં અને વાજિંત્રો સાથે ગીતો શરૂ કર્યા. સમગ્ર વિવાહ મહોત્સવ ઉજવાયા પછી આગળ વાજિંત્રો અને ધવલ મંગળ ગીતોની સાથે દિવ્ય વાહનમા બેસી ઋ ષભદેવ અને સુનંદા – સુમંગલા સાથે પોતાના સ્થાને પાછા પધાર્યા. આ રીતે વિવાહકર્મ એટલે શું અને તેની ક્રિયાઓની જાણ તે લોકોમાં થઈ. મહાપુરુષો અન્ય માટે ઉદાહરણરૂપ આચારો રાખે છે. લગ્ન પછી કંઈક ન્યૂન છ લાખ પૂર્વ જેટલો સમય પસાર થયા પછી સર્વાર્થ સિદ્ધ વિમાનથી ચ્યવી બાહુ અને પીઠના જીવ આવીને સુમંગલાની કુક્ષિમાં અને સુબાહુ અને મહાપીઠના જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને સુનંદાની કુક્ષિમાં યુગલિકરૂપે ઉત્પન્ન થયા. સુમંગલાએ ગર્ભ ધારણ કર્યા પછી ચૌદ મહાસ્વપ્ન જોયાં અને તેનો પ્રભાવ જાણ્યો ત્યારે પ્રભુએ કહ્યું કે તેની કુક્ષિમાંથી એક મહાન પુત્ર જન્મશે જે ભવિષ્યમાં ચક્વર્તિ રાજા થશે. સમય જતાં સુમંગલાએ ભરતને બ્રાહ્મીને જન્મ આપ્યો. યુગલિક ધર્મ અનુસાર સુનંદાએ પણ પુત્ર-પુત્રી તરીકે બાહુબલિ અને સુંદરીને જન્મ આપ્યો. આ પછી સુમંગલાએ યોગ્યા - યોગ્ય કાળમે બીજા ઓગણપચાસ જોડલાને જન્મ આપ્યો જે તમામ પુત્રો થયા. આ તમામ દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. ધીમે ધીમે કલ્પવૃક્ષનો પ્રભાવ ઘટવા લાગ્યો. યુગલિયાઓ અગાઉ સ્થપાયેલી હાકાર, માકાર અને ધિક્કાર નીતિનો ઉલ્લંઘન કરવા લાગ્યા. આથી અંદરોઅંદર અશાંતિ ફેલાણી. યુગલિકોએ પ્રભુને ફરિયાદ કરી એટલે તેમણે તેઓને નાભિરાજા પાસે મોકલ્યા. નાભિરાજાએ વાત સાંભળી, સાંત્વન આપતા કહ્યું કે ‘હવે ઋ ષભ તમારો રાજા થશે.' યુગલિકો ઋ ષભદેવ પાસે આવ્યા અને રાજ્યાભિષેક માટે જળ વગેરે સામગ્રી લેવા ગયા. આ જ સમયે ઈન્દ્રનું આસન કંપિત થયું અને તેણે જાણ્યું કે પ્રભુનો રાજ્યાભિષેક થવાનો છે એટલે તરત જ તેણે દેદીપ્યમાન અને મણિ-માણેકથી સુશોભિત ઈન્દ્રાસન તૈયાર કર્યું. કુબેરે બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી વિનીતા નગરી બનાવી. દિવ્ય વસ્ત્રો અને અલંકારો લાવી, પ્રભુને પહેરાવી તેમને રાજ્યના સિંહાસન પર સ્થાપિત કર્યા. કપાળમાં રાજતિલક કરવામાં આવ્યું. મુગટ ધારણ કરાયેલું પ્રભુનું મસ્તક ખરેખર પ્રભાવશાળી રાજા તરીકે શોભી રહ્યું હતું. વિનીતા નગરીને કોઈ યુદ્ધમાં જીતી શકે તેમ ન હતા આથી તેને પાછળથી અયોધ્યા તરીકે ઓળખવા લાગ્યા. અયોધ્યામાં ધન અને ધાન્યની સમૃદ્ધિ હતી. આખી નગરીમાં મકાનો અને હવેલીઓ મણિ, માણેક, સ્ફટિક અને રત્નોથી બનાવેલી હતી. કુબેરનો ભંડાર અખૂટ હોય છે. એથી વિનીતાનગરીની સમૃદ્ધિનો પણ પાર ન હતો. લોકો ધનાઢ્ય હતા. ઋ ષભદેવ પોતાની પ્રજાને પ્રેમપૂર્વક પાળવા લાગ્યા. જે બુદ્ધિશાળી હતા તેમને રાજ્યમાં ઊંચા પદે સ્થાપ્યા અને જે અપ્રમાણિક કે ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા તેમને શિક્ષા પણ થતી. આજના સમયમાં જેમ પોલીસતંત્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાં જાળવવાનું કાર્ય કરે એ રીતે ઋ ષભદેવે ખાસ માણસોની નિમણૂંક -(૨૯)----- Page #51 -------------------------------------------------------------------------- ________________ કરી. બળવાન હોય તેને સેનાપતિપદ આપ્યું. તે સમયે પશુઓમાં ગાય, બળદ વગેરેની જાણકારી લોકોને હતી. કંદમૂળ અને ફળફળાદિ લોકોનો મુખ્ય ખોરાક હતો. કેટલાક ધાન્ય હવે આપોઆપ ઊગતાં હતાં પણ લોકોને તેનો ખોરાક રાંધતા આવડતો નહિ. કલ્પવૃક્ષો હવે ઈચ્છિત ફળ આપતા ન હતા. લોકો કાચા ધાન્ય ખાતા એટલે તેઓને પાચન થતું નહીં આથી તેઓને પ્રભુએ તેમને ફોતરા ઊખાડી, પાણીમાં પલાળી અને છેવટે મુઠ્ઠીમાં મસળી ખાવાની સલાહ આપી. આ બાબત દર્શાવે છે કે પૃથ્વી ૫૨ માનવજીવનની પદ્ધતિસરની શરૂઆત કરનાર રાજા ઋ ષભદેવ હતા. અચાનક વૃક્ષની બે શાખાઓ ઘસાતા અગ્નિ ઉત્પન્ન થયો. લાકડાં બળવા લાગ્યા એટલે લોકો પ્રભુ ષભદેવ પાસે આવ્યા અને જ્યારે પ્રભુએ તેમાં ઔષધિઓ નાખવાનું કહ્યું, ત્યારે તેઓને ખ્યાલ આવ્યો કે અગ્નિ પોતે જ તેનું ભક્ષણ કરી જાય છે. એ વખતે લોકોને આહાર-વિહાર કે જીવન જીવવાની પદ્ધતિનો ખ્યાલ ન હતો. લોકોએ ફરી પ્રભુને અગ્નિ વિષે ફરિયાદ કરી. પ્રભુએ માટી મગાવી અને માટીના પિંડને હાથીના કુંભ ૫૨ મૂકી વાસણ બનાવ્યું. આ રીતે સૌ પ્રથમ માટીના વાસણની શરૂઆત થઈ. આ વાસણને અગ્નિ પર મૂકી તેમાં ઔષધિ વગે૨ે પકાવવાનો ખ્યાલ પ્રભુએ સૌ પ્રથમ વખત લોકોને આપ્યો. જે લોકો આ રીતે માટીનાં પાત્રો તૈયાર કરવા લાગ્યા તે કુંભકાર (કુંભાર) તરીકે ઓળખાયા. આ પછી મકાન બાંધનારને વાર્ષકી તરીકે, વસ્ત્ર બનાવનારને વણકર તરીકે, ચિત્ર કરનારને ચિત્રકાર તરીકે એ રીતે ધીમે ધીમે લોકોને જુદી જુદી કળાઓ શીખવીને જીવન વ્યવહાર શીખવ્યો. નખ અને વાળની વૃદ્ધિ ન થાય તે માટેનું કામ ક૨ના૨ વાળંદ થયો. આ રીતે સૌપ્રથમ કુંભકા૨, ચિત્રકાર, વાર્ષિક, વણકર અને વાળંદ - એમ પાંચ શિલ્પીઓ કહેવાયા. આ રીતે ઋ ષભદેવે રાજા તરીકે લોકોને આજિવિકા માટે, કાયદા માટે, જીવનની નીતિ-રીતિ માટે અલગ અલગ બાબતોનું શિક્ષણ આપ્યું. સામ, દામ, દંડ અને ભેદ એવી ચાર દંડનીતિઓ દાખલ કરી. પોતાના મોટા પુત્ર ભરતને જુદી જુદી બોંતેર કલાઓ શીખવી જેમાં લેખ, ગણિત, નાટ્ય, ગજલક્ષણ, અન્નવિધિ, ચર્મલક્ષણ જેવી કલાઓનો સમાવેશ થતો હતો. ભરતે તેના બીજા ભાઈઓને પણ જુદી જુદી કળાઓ શીખવી. બાહુબલિને હાથી, ઘોડા, સ્ત્રી અને પુરુષ વિષયક વિવિધ કળાઓ, બ્રાહ્મીને અઢાર પ્રકારની લિપિ જમણા હાથથી કરાય એવી, સુંદરીને ડાબા હાથેથી શરૂ થતું ગણિત વગેરે વિદ્યાઓ શીખવી. આ ઉપરાંત રાજ્યમાં વાદી, પ્રતિવાદી, રાજા, અધ્યક્ષ, કુળગોર વગેરેના સ્થાન અને કાર્યો નક્કી કર્યા. તેમના સમયે માતા, પિતા, ભાઈ, પુત્ર, પુત્રી, ઘર, કુટુંબ વગેરેમાં મારાપણાંનો ભાવ જાગૃત થયો. લોકોના કાર્ય વિભાજન અને વ્યવસ્થા મુજબ ઉગ્રકુળ, ભોગકુળ, રાજકુળ અને ક્ષત્રિયકુળ એમ ચાર ભેદ પ્રમાણે રાજ્યને વ્યવસ્થિત કર્યું. શિક્ષા કરવા લાયક લોકોને શિક્ષા કરી. આ રીતે પોતે સ્થાપેલો રાજ્યકારભાર આદર્શ બની રહે અને ભાવિ પ્રજા પ્રમાણેનો વ્યવહા૨ધર્મ જાણી શકે એવી રીતે ઋ ષભદેવ પ્રભુએ રાજાનો ધર્મ બજાવ્યો. પોતાને મળેલી લક્ષ્મીનો યથાયોગ્ય ઉપયોગ કરી લોકોને લક્ષ્મીના ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું. રાજ્યની પ્રજા પણ તેમની આજ્ઞા અનુસાર નીતિપૂર્વક, વ્યવસ્થિત અને પ્રમાણિક જીવન જીવતાં થયાં. દેવો પણ શ્રી ઋ ષભદેવ પરમાત્માના સુખકારક રાજ્યમાં નિવાસ કરવા ઈચ્છાવાળા થયાં તેથી દેવલોકનું સુખ ૩૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ છે પણ તેઓને અપ્રિય થવા લાગ્યું. આ રીતે ઋષભદેવમાં ધર્મની સ્થાપનામાં સ્થિરતા, વાણીમાં માધુર્ય, હૃદયમાં નિર્મળતા, ઉપદેશમાં તેજસ્વીપણું, મિત્રો સાથેના વ્યવહારમાં શીતળતા પમાડનાર ઉપરાંત પ્રસન્ન અને નિર્મળ દૃષ્ટિ, શીલ, દયા, અભિમાનરહિતપણું, ક્ષમાશીલતા જેવા અનેક ગુણો હતા તેથી આવા પ્રજાપાલક પ્રભુ સૌના પ્રિય થઈ પડ્યાં. એક વખત કામદેવને લોભાવનાર એવી વસંતઋતુનું આગમન થયું. પુષ્પો પર ભ્રમરોનું ગુંજારવ, વૃક્ષોને વળગેલી વેલીઓનું આલિંગન, પુષ્પોરૂપે ખીલતી કળીઓનું સ્મિત વરસતું રૂપ વગેરે જોતા પ્રભુએ જોયું. ખરેખર વસંતઋ તુ મનભાવન અને મનોહર હતી. પુરુષો કળીયોની માળા બનાવી પોતાની પ્રિયાઓને સજાવી રહ્યાં હતા. લલિત લલનાઓ પણ વસંતના વૈભવને માણતી વસંતક્રિડા કરવામાં મસ્ત હતી. આ પછી ગ્રિખ8 તુ અનુસાર પ્રકૃત્તિએ નવલું રૂપ ધારણ કર્યું. એ અનુસાર ચંદનનું વિલેપન, મલ્લિકા નામના પુષ્પોની માળા, બારિક વસ્ત્રો વગેરે દ્વારા શ્રી ઋષભદેવ પરમાત્માએ લોકોને તે ઋ તુનું કર્તવ્ય સમજાવ્યું. આ રીતે વર્ષા, શરદ, હેમન્ત તથા શિશિરઋતુની પરિસ્થિતિ પ્રમાણે જીવનમાં લાવવાનાં યોગ્ય પરિવર્તન વિષે લોકોને જાગૃત કર્યા. લોકોને વિવિધ ઋતુ અનુસાર ઋતુકડા કરતા જોઈને ઋષભદેવ વિચારવા લાગ્યા કે જીવનનો ક્રમ પણ આ રીતે પસાર થાય છે. તેમણે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી ચિંતન કર્યું કે સંસારરૂપી કારાગ્રહમાં રહેલા જીવોને ચાર કષાયો પડતા હોય છે. જ્યાં સુધી આ બંધન ચાલુ રહે, ત્યાં સુધી મોક્ષપ્રાપ્તિ થતી નથી. આ રીતે તેમનું હૃદય સંસારની અસારતા સમજી ચિંતાતુર બન્યું. આ સમયે પાંચમાં બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયેલા અને રિષ્ટ નામના વિમાનમાં વસનારા નવ પ્રકારના લોકાંતિક દેવો આવી પહોંચ્યા. અને પ્રભુના ચરણમાં બે હાથ વડે અંજલિ જોડીને કહેવા લાગ્યા : પ્રાતઃકાળના પ્રભાવથી જેમ કમળ વિકસિત બને તેમ દેવોના મુગટની ક્રાંતિ વડે પ્રકાશિત ચરણકમળવાળા હે જગત્પતિ! ભરતવાસીઓને નીતિમાર્ગ બતાવનાર હે પ્રભુ! તમે જેમ લોકોની વ્યવસ્થા પ્રવર્તાવી, એ રીતે ધર્મની વ્યવસ્થા માટે ધર્મતીર્થ પ્રવર્તાવો અને તમારા કર્તવ્યનું સ્મરણ કરો.” આ પ્રમાણે દેવોએ વિનંતી કરી અને પોતાને સ્થાને પાછા ગયા. પરમાત્મા પણ તે અનુસાર વિચારતા નંદનવનમાંથી પોતાના આવાસે ગયા. સંસારની અસારતાને બરાબર સમજ્યા પછી પ્રભુએ તેમના ભરત, બાહુબલિ વગેરે પુત્રોને તેમજ સામંતો વગેરેને બોલાવ્યા. ભરતને ઉદ્દેશીને કહ્યું, “હે પુત્ર! તું હવે આ સામ્રાજ્યને ગ્રહણ કર. કારણ કે હું હવે સંયમમાર્ગ લેવા માટે આતુર થયો છું.” પરંતુ ભારતે પ્રત્યુત્તર આપતા કહ્યું કે પ્રભુની સેવા કરવામાં મળતો આનંદ રાજ્ય પ્રાપ્તિમાં નથી. માટે ક્યાં રાજ્યપદનું સુખ અને ક્યાં પ્રભુની ઉપાસનાથી પ્રાપ્ત થતું સુખ! છતાં પણ જ્યારે પ્રભુએ સમજાવ્યું કે રાજા વગર પૃથ્વી છિન્નભિન્ન થઈ જશે ત્યારે સુપુત્રના કર્તવ્ય અનુસાર ભરતે રાજ્યશાસન સંભાળવાનો સ્વીકાર કર્યો. ભરતે પ્રભુને પ્રણામ કર્યા. પરમાત્માના આદેશથી અમાત્ય, સેનાપતિ અને સૌ પ્રજાજનોએ ભરતનો રાજ્યાભિષેક કર્યો. ભરત મહારાજા ઉપર રાજછત્ર શોભવા લાગ્યું. બાહુબલિ વગેરે બીજા પુત્રોને પણ જુદા જુદા પ્રદેશો વહેંચી પ્રભુએ સાંસારિક જીવોને દાનરૂપી પ્રસાદી આપવાનું શરૂ કર્યું. આ જોઈ ઈન્દ્ર મહારાજાએ કુબેરને વિવિધ સ્થળોએથી સુવર્ણ, રત્ન વગેરે ધનરાશિ લાવવાનો આદેશ કર્યો. આ રીતે પ્રભુએ એક વર્ષમાં ત્રણસો એક્યાસી કરોડ અને એંશી લાખ સોનૈયાનું દાન આપ્યું. વાર્ષિક દાનને અંતે પોતાનું આસન ચલિત થવાથી સૌધર્મઇન્દ્ર બીજા ઈન્દ્રો સાથે જન્માભિષેક અને રાજ્યાભિષેકની [ જેમ જ દિક્ષા મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. ૩ ૧) Page #53 -------------------------------------------------------------------------- ________________ ઋ ષભદેવને દિવ્ય અલંકારો અને વસ્ત્રોથી આભૂષિત કર્યા. ચંદનના વિલેપનથી સુશોભિત પ્રભુ શુભધ્યાનથી યુક્ત જણાતા હતા. ઈન્દ્રએ સુદર્શના નામની શિબિકા રચી જાણે દેવવિમાન હોય એવું લાગતું હતું. પ્રભુ શિબિકામાં આરૂઢ થયા. પોતાને ભાગ્યશાળી સમજીને પહેલા મનુષ્યોએ અને ભક્તિવંત દેવોએ શિબિકા ઉપાડી. બન્ને બાજુ ચામ૨ધા૨ીઓ ગોઠવાઈ ગયા હતા. વ્યંતરદેવો પદાની ધરી પૂજા કરતા હતા. જયનાદ બોલાવતા લોકો આ મહોત્સવને ભાવપૂર્વક નિહાળતા હતા. વિનીતા નગરીમાંથી પસાર થતા પ્રભુને જોવા લોકો જ્યાં જગા મળે ત્યાં ગોઠવાઈ ગયા. સ્ત્રીઓ પણ પોતાના રાજાને વધાવવા લાગી. દેવતાઓ આકાશમાર્ગે આવી રહ્યાં હતા. જાણે આકાશમાં કોઈ બીજી વિનીતાનગરી રચાઈ હોય એવું દૃશ્ય ઊભું થયું. બ્રાહ્મી, સુંદરી અને બીજી સખીઓ, માતા મરુદેવા, અન્ય સ્ત્રીઓ નાભિકુમારની પાછળ પાછળ ચાલતી હતી. ઉજ્જવલ અને શીતળ હાજરી તથા દિશા જોઈ, પોતાના તમામ કામ મૂકી સૌ દિક્ષાસ્થળે આવ્યા. આ રીતે સમગ્ર વાતાવરણ અનોખું બની ગયું. સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં શિબિકા આવી પહોંચી. અશોકવૃક્ષની નીચે નાભિકુમારે સંસાર સમુદ્રમાંથી પાર ઉતરવા માટે વસ્ત્રો તથા આભુષણોનો ત્યાગ કર્યો. તે સમયે ઈન્દ્ર પાસે આવી ઉજ્જવળ અને ઝીણું દેવદુષ્ય વસ્ત્ર તેમના ખભા પર આરોપિત કર્યુ. ચૈત્ર વદિ આઠમના રોજ ચંદ્ર જ્યારે ઉત્તરાષાઢા નક્ષત્રમાં હતો ત્યારે ઋ ષભદેવે તેના સુંદર કેશકલાપનો લોચ ચાર મુષ્ટિ દ્વારા સૌની હાજરીમાં કર્યો. તેમના કેશ જમીન પર પડવા યોગ્ય નથી એમ વિચારી ઈન્દ્રે તેને પોતાના વસ્ત્રોમાં ગ્રહણ કર્યા. બાકીના કેશનો લોચ પાંચમી મુષ્ટિથી પ્રભુ કરવા જતા હતા ત્યારે ઈન્દ્રે પ્રાર્થના કરી કે એ એમ જ રહેવા દો કારણ કે પવનથી જ્યારે તે ખભા ઉપર આવે છે ત્યારે મણિની જેમ શોભે છે. પ્રભુએ આ આજ્ઞાનો સ્વીકાર કર્યો. ઈન્દ્રે કેશને ક્ષીરસમુદ્રમાં પધરાવી દીધા. આ પછી નાભિકુમાર ઋ ષભદેવે દેવો, અસુરો અને મનુષ્યોની હાજરીમાં કહ્યું, ‘‘હું સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરું છું.” એટલે કે તેમણે પાપ વ્યાપારોને સહુની હાજરીમાં ત્યાગ કરવાનો નિયમ ધાર્યો. પ્રભુના દિક્ષા ઉત્સવથી ના૨કીના જીવોએ પણ ક્ષણિક સુખનો અનુભવ કર્યો. તરત જ તેમને મનઃ૫ર્યવજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેમનો વિરહ સહન ન કરી શકવાથી તેમની સાથે ચાર હજાર રાજાઓએ પણ પ્રભુ પાસે દીક્ષાની માગણી કરી અને પ્રભુએ દીક્ષા આપી. ઈન્દ્રો પ્રભુની સ્તુતિ કરી કહેવા લાગ્યા કે જેમ પ્રકાશ અંધકારનો નાશ કરે એ રીતે આપે પણ કામદેવરૂપી અંધકારનો નાશ કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો છે એટલે અમે આપને નમસ્કાર કરીએ છીએ. પ્રભુની સ્તુતિ કરી દેવો વગેરે નંદીશ્વરદ્વીપે ગયા, અઠ્ઠાઈ મહોત્સવ કર્યો અને પોતાના સ્થાને પાછા ગયા. ભરત, બાહુબલિ વગેરે પણ પ્રભુને પ્રણામ કરી, અત્યંત દુઃખી હૃદયે પોતાના સ્થાને પાછા ગયા. તેમની સાથે દીક્ષા ગ્રહણ કરી હતી તે ચાર હજાર સાધુઓ સહિત પ્રભુએ વિહાર કરવા નક્કી કર્યું. બીજા દિવસે પા૨ણું કરવાનું હતું, પરંતુ ત્યારે ભિક્ષાદાન વિષે લોકો જાણતા ન હતા. તેઓએ તો પહેલાની જેમ જ તેમને રાજા માનીને ઉત્તમ એવા હાથી, ઘોડા, કન્યાઓ, વસ્ત્રો, અલંકારો જેવી ચીજો વહોરાવવા આગ્રહ કર્યો. અજ્ઞાની જીવો પોતાની બુદ્ધિ અનુસાર ઉત્તમ રીતે વર્તે એ રીતે સૌએ ખૂબ જ પ્રેમથી આ સામગ્રીઓ સ્વીકારવાની પ્રભુને વિનંતી કરી. પ્રભુએ મૌનવ્રત ધારણ કર્યું અને સાધુ સમુદાય સાથે વિચરવા લાગ્યા. ભૂખ અને તરસથી વ્યાકુળ બનેલા સર્વ મુનિઓએ વિચાર્યું કે આપણે આપણા રાજાને અનુસર્યા, પણ તે આપણી ત૨ફ કોઈ જાતનું લક્ષ આપતા નથી. ભૂખ, તરસ, તાપ આદિ કાંઈ ગણતા નથી, ઊંઘ પણ લેતા ---(૩૨)==== Page #54 -------------------------------------------------------------------------- ________________ V) નથી. તેઓ મનમાં શું વિચારે છે એની પણ આપણને જાણ નથી. હવે આપણી આજીવિકા માટે પાછા રાજ્ય છે. ગ્રહણ કરવા જવું કે કેમ? રાજ્ય તો ભરત મહારાજાએ ગ્રહણ કર્યું છે, તો આપણે તેની પાસે જવું જોઈએ. તેઓ સ્વેચ્છાથી કંદમૂળ, ફળો વગેરેનો આહાર કરવા લાગ્યા. સર્વ મુનિવરો ગંગાના કિનારે આવેલા જંગલોમાં ગયા. ત્યાં “તાપસ” તરીકે ઓળખાયા. આ સાધુઓ એટલે કચ્છ-મહાકચ્છ રાજાઓ હતા. તેમના પુત્રો નમિ અને વિનમિ પહેલા ઋષભદેવ રાજા હતા ત્યારે તેમના આદેશથી દૂર દેશાવર ગયા હતા. અત્યારે તેઓ પાછા ફરતા હતા ત્યારે તેઓએ તેમના પિતાને જંગલમાં તાપસ તરીકે જોયા. તેમને થયું કે ઋષભનાથ જેવા રાજા હતા, છતાં તેમના પિતાની આવી દશા કેમ થઈ? આવો વિચાર કરી, તેઓએ તેમના પિતાને પ્રણામ કર્યા. અને આ દશાનું કારણ પૂછ્યું. કચ્છ-મહાકચ્છ કહ્યું કે: 8 ષભદેવ મહારાજાએ પોતાનું રાજ્ય ભરત વગેરે વચ્ચે વહેંચી આપ્યું. દીક્ષા અંગીકાર કરી એટલે અમે પણ તેમનો વિરહ સહન કરી ન શકવાથી દીક્ષા લીધી. પરંતુ ભૂખ, તરસ વગેરે પીડા સહન ન થવાથી અમે દીક્ષાવ્રત છોડી દીધું છે અને આ રીતે તપોવનમાં તાપસ તરીકે રહીએ છીએ. આ વાત સાંભળ્યા પછી નમિ અને વિનમિ પ્રભુ પાસે આવી પહોંચ્યા. કાઉસગ્ગ ધ્યાને સ્થિર એવા પ્રભુને તેમણે કહ્યું કે આપે અમારી ગેરહાજરીમાં સામ્રાજ્ય ભરત વગેરે ભાઈઓને વહેંચી આપ્યું, અમારો શો ગુનો ?” આમ છતા પ્રભુ નિરુત્તર રહ્યા. ત્રિકાળ અંજલિ આપી તેમની પાસે રાજ્યની માગણી કરી. એ વખતે નાગકુમાર ધરણેન્દ્ર પ્રભુ પાસે વંદન કરવા આવ્યા. તેમણે આ આખી પરિસ્થિતિ વિષે જાણકારી મેળવી. ભરત પાસે રાજ્યની માગણી કરવા માટે તેઓને કહ્યું. પરંતુ નમિ-વિનમિએ કહ્યું કે અમે એક રાજાને કે એક સ્વામીને સ્વીકાર્યા પછી અન્યને રાજા કે સ્વામી તરીકે ન સ્થાન આપીએ. આ સાંભળી ધરણેન્દ્ર ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને પોતાની પાસે રહેલી જુદી જુદી અનેક વિદ્યાઓ આપી અને કહ્યું કે તમે અહીંથી વૈતાઢ્ય પર્વત પર જાઓ અને તેની ઉત્તરે અને દક્ષિણે એક એક નગરી વસાવી ત્યાં રાજ્ય સ્થાપો. આ વિદ્યાથી પુષ્પક નામનું વિમાન રચાવી, પ્રભુને નમન કરી, પોતાના પિતાને પણ પ્રણામ કરી, ભરત મહારાજા પાસે ગયા. તેમની પાસે જઈ પોતાને મળેલી વિદ્યાના વખાણ કરવા લાગ્યા. ત્યાંથી નમિ અને વિનમિએ વૈતાઢ્ય પર સુંદર નગર વસાવ્યા. મૂલ્યવાન એવા આભૂષણોથી તે સુશોભિત કર્યા. જુદી જુદી વિદ્યાનો ઉપયોગ કરી રાજ્યનાં સપ્રમાણ ભાગ પાડ્યાં. એક વર્ષ સુધી ભગવાન ઋષભદેવ આહાર-પાણી વગર વિચરતા હતા. તેમણે વિચાર્યું કે તે પોતે તો આ રીતે ચલાવશે પરંતુ સાથેના સાધુઓ આ ભૂખ-તરસ સહન નહીં કરી શકે. આવું વિચારી ગજપુર નગરમાં આવી રહ્યાં. આ નગરમાં બાહુબલીના પુત્રના પુત્ર શ્રેયાંસકુમાર હતા. તેમને સ્વપ્નમાં જોયું કે તેમણે પોતે મેરૂપર્વતને દૂધ વગેરેથી અભિષેક કર્યો છે. એ દરમિયાન સુબુદ્ધિ નામના શેઠે પણ એક સ્વપ્ન જોયું તેમાં તેણે શ્રેયાંસકુમારે મેળવેલા વિજય વિષે જોયું. આ રીતે ત્રણેયે પોતાના સ્વપ્નને પરસ્પર કહ્યાં પરંતુ નિર્ણય વગર જ છૂટાં પડયા. બીજે દિવસે લોકોએ ઋષભદેવને પારણા માટે અનેક ચીજોનો આગ્રહ કર્યો પરંતુ ભગવાન મૌન રહ્યાં. ભગવાનના આગમનના સમાચારથી સૌ નગરજનો તેમના સત્કાર માટે ખૂબ જ તૈયારી કરી. શ્રેયાંસકુમાર D Page #55 -------------------------------------------------------------------------- ________________ છે પણ ઉઘાડા પગે ભગવાનને સત્કારવા દોડયા. પોતાને પૂર્વભવના સંસ્કારોના કારણે જાતિઃસ્મરણ જ્ઞાન થયું. તે તે મુજબ તેણે જાણ્યું કે વજનાભ ચવર્તિના ભવમાં જ્યારે પ્રભુ હતા ત્યારે તે તેમનો સારથી હતો. વજનાભ it સાથે દીક્ષા પણ લીધી હતી. આજે મારું જીવન ધન્ય બની ગયું. આ રીતે પોતાના સદ્ભાગ્ય વિષે વિચારતા હતા ત્યાં શેરડીના રસના ઘડા ભરેલાં કોઈએ ભેટ ધર્યા. આ રસમાંથી પ્રેમપૂર્વક પારણું તેમણે પ્રભુને કરાવ્યું. આ સમયે દેવદુદુભિ વાગી અને દેવોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. શ્રેયાંસકુમારના ઘેર પારણું કર્યા પછી પ્રભુએ વિહાર શરૂ કીધો. વિહાર કરતા કરતા સાંજે તેઓ બાહુબલિનો પ્રદેશ હતો ત્યાં આવી પહોંચ્યા. વનપાળે બાહુબલિને ખબર આપ્યા. ઈન્દ્ર જેવા ઠાઠ-માઠથી તે ભગવાનને મળવા ચાલ્યો. તે વિચારવા લાગ્યા કે પોતે વચ્ચે આવતા હતા છતાં ભગવાન તેને વચ્ચેથી છોડીને પસાર થઈ ગયા. છેવટે ભગવાનનાં પગલાંની પૂજા કરી મહાસામ્રાજ્યના સ્વામી બની ધર્મચક્રની સ્થાપના કરી. આ બાજુ દીક્ષા ગ્રહણ કર્યા બાદ ભગવાન વિવિધ અભિગ્રહો સાથે વિચરતા હતા. એક વખત અયોધ્યા નગરીમાં શકટમુખ નામના ઉદ્યાનમાં તેઓ અઠ્ઠમ તપ કરી વડના ઝાડ નીચે કાઉસગ્ગ મુદ્રામાં ઊભા હતા, ત્યારે સાતમા ગુણસ્થાનકે પહોંચ્યા. અંતે આ રીતે એક હજાર વર્ષના અંતે તેઓને સુખાકારી એવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે વખતે પણ ઈન્દ્રાસન કંપ્યું અને દેવલોકમાં ઘંટારવ થયો. અવધિજ્ઞાનથી જાણ્યું કે ભગવાનનો આ કેવળજ્ઞાનનો સમય છે એટલે મહોત્સવની તૈયારી સાથે ઈન્દ્ર ચિંતવન કર્યું. તેણે આઠ સુંઢ, આઠ દંતશૂળવાળા ઐરાવત હાથી તૈયાર કર્યો. સપરિવાર ઈન્દ્રો પ્રભુનો આ કેવળજ્ઞાન મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. અલગ અલગ દેવોએ જુદી જુદી વિદ્યાઓ દ્વારા ભુમિ સ્વચ્છ કરી, સુવર્ણ, રત્ન, મણિ તથા માણેક પાથરી ભૂમિતળ બનાવ્યું. તેના પર સુગંધી પુષ્પો પાથર્યા. સમવસરણ માટે પહેલો રત્નોનો ગઢ, બીજો સુવર્ણનો અને ત્રીજો રૂપાનો ગઢ તૈયાર કર્યા. બે વૈમાનિક દેવો દ્વારપાળ તરીકે રહ્યા. ચાર દેવીઓ પણ સિંહાસનની મધ્યમાં વ્યતરદેવોએ ત્રણ કોશ ઊંચું અને એટલી જ પ્રતિભાશાળી છાયા આપતું ચૈત્યવૃક્ષ-અશોકવૃક્ષ રચ્યું. વૃક્ષની નીચે વિવિધ રત્નોની જડેલી પીઠિકા તૈયાર થઈ. મધ્યમાં રત્નસિંહાસન અને ભગવાનના સ્વામીપણાંને પ્રગટ કરાવતા ત્રણ છત્રો, સિંહાસનની બન્ને બાજુ બે યક્ષો ઉજ્જવળ ચામર લઈને ઊભા હતા. સમવસરણના દરેક ગઢના કાંગરે કાંગરે રત્ન અને સુવર્ણના તોરણો તેની શોભામાં વધારો કરતા હતા. સ્તંભો પર ઉત્તમ રત્નોથી બનાવેલી પૂતળીઓ શોભી રહી હતી. સમવસરણના ચારેય દ્વાર ઉપર અદ્ભુત શોભાવાળું એકેક ધર્મચક્ર સુવર્ણના કમળમાં રચ્યું હતું. આ રીતે મણિ-માણેક, રત્નો, સુવર્ણના કમળો, નીલમણિના તોરણો અને ખૂબ જ ઊંચુ અશોકવૃક્ષ સહિત સમવસરણે અસાધારણ સૌન્દર્ય ધારણ કર્યું હતું. પ્રાતઃકાળે સમવસરણમાં પ્રવેશ કરવાને સમયે દેવોએ સહસ્ત્ર પાંખડીઓવાળાં નવ સુવર્ણકમળો રચીને પ્રભુની આગળ મૂક્યા. તેમાંના બે-બે કમળો પર આગળ વધતા વધતા તેઓ અશોકવૃક્ષ પાસે પહોંચ્યા. પૂર્વદ્વારથી વૃક્ષની પ્રદક્ષિણા શરૂ કરી, તીર્થને નમસ્કાર કરી, સિંહાસન પર પ્રભુ સ્થાપિત થયા એટલે વ્યંતર દેવોએ બીજી ત્રણેય દિશામાં રત્ન સિંહાસન ઉપર એકેક પ્રતિબિંબ સ્થાપિત કર્યું. તેમની નજીક એક રત્નમય |ધ્વજ શોભતો હતો. IIIIIII ( ૩ ૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ ત્યારબાદ વૈમાનિક દેવોની સ્ત્રીઓ પૂર્વદ્વારેથી તીર્થ અને તીર્થંકરને નમસ્કાર કરી પ્રથમ ગઢમાં પોતાના સ્થાને બિરાજી બાકીના ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કની સ્ત્રીઓએ પણ વિધિવત પ્રવેશ કરી પોતાના સ્થાને બિરાજી. પુરુષો અને સ્ત્રીઓ પણ એ ગઢમાં બેઠી. બીજા ગઢમાં તિર્યંચો આવીને બેઠા. આપસ-આપસમાં વેર-ભાવ ભૂલી જઈ, સૌ સમાન ધો૨ણે બેઠા હતા. ત્રીજા ગઢના મધ્યભાગમાં વાહનો વગેરે રખાયા. આ રીતે તમામ જીવો પોતાને મળેલાં સ્થાન ૫૨ ગોઠવાયા. પછી ઈન્દ્રે ભગવાનને સ્તુતિ કરી. આ બાજુ ઋ ષભ મહારાજાની દીક્ષા પછી મરુદેવા માતાની આંખનાં આંસુ સૂકાતા ન હતા. પરિણામે આંખોનું તેજ જાણે છિનવાઈ ગયું હતું. પુત્રવિયોગે ઝૂરતી માતા પાસે જઈ ભરત ચક્રવર્તિએ તેમને ઋ ષભદેવ પધાર્યાની વાત કરી. એ પહેલા માતા વિચારતા હતા, “મારા પુત્ર ઋ ષભને ટાઢ, તડકા સહન કરવા પડતા હશે, અનેક કષ્ટોને એ કોમળ શરીર કેવી રીતે સહન કરતું હશે ?’ દીકરો ગમે તેટલો મોટો હોય, માતાને માટે તો તે બાળક જ ગણાય. ભરત મહારાજાને યમક અને શમક નામના બે પુરુષોએ શકટાનન ઉદ્યાનમાં પ્રભુજી પધાર્યા છે અને તેમના કેવળજ્ઞાન વિષે તેમજ ભરત મહારાજાની પોતાની આયુધશાળામાં ઉત્પન્ન થયેલાં ચક્ર વિષે વાત કરી. ભરત મહારાજા વિનયી અને ડહાપણવાળાં હતા. ચક્ર કરતાય ધર્મચક્ર વધુ મૂલ્યવાન માનીને ૫૨માત્મા પાસે જવાનો નિર્ણય પહેલા કર્યો. સૌને તૈયા૨ી ક૨વાનો આદેશ આપી માતા મરુદેવાને ઋ ષભદેવના આગમનના અને તેમની પાસે જવાના સમાચાર કહેવરાવ્યા. અત્યાર સુધી પુત્ર વિરહમાં માતાની આંખો નિસ્તેજ થઈ ગઈ હતી. આ વાત સાંભળી તેમના આનંદનો પાર ન રહ્યો. ભરત મહારાજાએ માતાને હાથી ૫૨ બેસાડયા. આગળ ઈન્દ્ર ધજા અને હાથી, ઘોડા, ૨થ વગેરે મોટા ૨સાલા સાથે ભરત મહારાજાની સવારી શ્રી તીર્થંક૨ ૫૨માત્માના દર્શનાર્થે જઈ રહી હતી. પુત્રને જોવા આતુર આંખો દર્શન માટે વ્યાકુળ બની ગઈ હતી. ભરત મહારાજાએ સમગ્ર સમવસરણનું સુંદર વર્ણન માતા પાસે કર્યું. આવી મનોહ૨ શોભાનું વર્ણન સાંભળી અને ગીત-વાજિંત્રોના સૂર-તાલ સાંભળી માતાના આનંદથી તેમની આંખે વળેલ પડળો ધોવાઈ ગયાં. પુત્રને જોઈને હર્ષઘેલી બનેલા મરુદેવા માતા લયલીન બની ગયા. તત્કાળ મન કોઈ અગાધ ઊંડાણમાં ખોવાયું અને કર્મબંધ તૂટતા જેમ આગળ આગળ સોપાન ચડી શકાય એ રીતે પુત્રના મોહમાં વિહ્વળ બનેલું મન હવે શાંતિનો, પરમ સુખ અને સંતોષનો અનુભવ કરવા લાગ્યું. ત્યારે ક્ષપકણિ મંડાણી હોઈ માતા તેના એક એક પગથિયે ચડતાં ગયા. શાશ્વત સ્થાન એવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય એ પહેલાની જે મનઃસ્થિતિ હોય એવી સ્થિતિમાં માતાની ચિત્તની પ્રસન્નતા સ્પષ્ટ જણાતી હતી. ધીમે ધીમે તેમને કેવળજ્ઞાન થયું અને તે જ વખતે આયુષ્યપૂર્ણ થતાં મોક્ષે ગયા. આખુંય વાતાવ૨ણ આનંદ અને શોકની મિશ્રિત લાગણીયુક્ત બની ગયું. આ રીતે આ અવસર્પિણી કાળમાં સૌ પ્રથમ કેવળજ્ઞાની મરુદેવા માતા બન્યા. દેવોએ માતાના મૃત શરીરની યોગ્ય ક્રિયાવિધિ કરી. ભરત મહારાજાએ સમવસરણમાં પોતાના પરિવા૨સહિત સ્થાન ગ્રહણ કર્યુ. બે હાથ જોડી પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. ભગવાને પાત્રીશ અતિશયવાળી અને યોજનગામિની વાણીમાં એટલે કે દરેક ગતિનો જીવ એક યોજન દૂરથી પણ ઉપદેશ કે વાણી સાંભળી અને સમજી શકે એ રીતે દેશના આપવાની શરૂ કરી. સંસારની આધિ, ==(૩૫) ---- Page #57 -------------------------------------------------------------------------- ________________ SA વ્યાધિ અને ઉપાધિ વિષેની વાતો અસ્મલિત વાણી પ્રવાહમાં વહેતી હતી. આ સંસારમાં શાશ્વત અને નાશવંત છે સુખ ક્યાં ક્યાં છે એની તરફ નિર્દેશ કરતા પ્રભુએ સાંસારિક સુખ, સમક્તિ, ચારિત્ર, ધર્મ, આચારો, સત્યઅસત્ય, જીવ-અજીવ આદિ તત્વો પર વિશિષ્ટ શૈલીમાં સમજાવ્યું. આ દેશનાનું સ્વરૂપ એવું તો સરળ હતું કે સામાન્ય માનવી પણ તે સમજી શકે. અંતે પ્રભુએ જણાવ્યું, “મનુષ્ય જન્મ દુર્લભ છે. આયુષ્ય, ધન અને યૌવન નાશવંત છે માટે હે ભવિજનો ! દૂધ વડે જો સર્પ પોષણ મેળવે તો તે ઝેર બને છે, માટે તમે સંસારમાં વેર વધારનાર પ્રવૃત્તિઓ વડે મનુષ્ય જન્મને દુષિત કરવાથી જન્મ-મરણના ફેરા ટળતા નથી. જ્ઞાન, દર્શન અને ચારિત્રનું ઉત્કૃષ્ટ પાલન જ મોક્ષપ્રાપ્તિનું સાધન છે.” આ પ્રમાણે દેશના સાંભળ્યા પછી ભરતના પુત્ર ઋષભસેને વિનંતી સાથે પ્રભુને કહ્યું, “હે કૃપાનિધિ ! આપ અમારું રક્ષણ કરો. આ સંસારના ભ્રમણમાં મારે પડવું નથી. મારે આપના જ આશ્રયે રહેવું છે, માટે મને દીક્ષા આપો. જે રીતે સૂર્યના કિરણો કલ્યાણરૂપી કમળોને વિકસિત કરી શકે છે, એ રીતે આપ અમારા અજ્ઞાનના અંધારા દૂર કરી, જ્ઞાનના કમળો ખીલવવા પ્રકાશપુંજ ધરાવો છો અને આધિ, વ્યાધિ, ઉપાધિ, ચાર ગતિરૂપ, દાવાનળ જેવા સંસારથી મુક્ત કરી શકો છો.” આવી વિનંતી સાંભળી પરમાત્માએ યોગ્યતા જાણીને ઋષભસેન (પુંડરિક)ને દીક્ષા આપી. એ સાથે ભારતના બીજા પુત્ર મરિચિ અને પુત્રી બ્રાહ્મીએ પણ દીક્ષા ગ્રહણ કરી. કચ્છ અને મહાકચ્છ સિવાયના અન્ય તાપસોએ ફરીથી દીક્ષા સ્વીકારી. આ સિવાયના ભરત, સુંદરી વગેરે દ્વારા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. શ્રાવકધર્મને જાણવા માટે સમગ્ર શ્રુતના સારરૂપે ત્રિપદી (ઉત્પાદક, વ્યય અને ધ્રૌવ્ય)નો ઉપદેશ આપ્યો. તે અનુસાર પુંડરિક સ્વામી આદિ ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. દિવ્ય ચૂર્ણથી ભરેલો થાળ લઈ સૌધર્મેન્દ્ર પ્રભુ પાસે પધાર્યા. દેવદુભિ થઈ. સર્વ પર દિવ્યચૂર્ણની વૃષ્ટિ થઈ. તેના પ્રભાવથી કમળો વધુ વિકસિત બન્યા. ભ્રમરો આકર્ષાઈ ગુંજન કરવા લાગ્યા. દેવ, દાનવ અને માનવથી સમવસરણની ભૂમિ ઉભરાવા લાગી. ભગવાને ફરીથી ગણધરોને ઉદ્દેશીને દેશના આપી. આ પછી દેવતાઓએ સફેદ અક્ષતમાંથી બનાવેલો બલિ મોટા થાળમાં લીધો. આ બલિ એટલે એક જાતનો ચોખામાંથી બનાવેલો દિવ્ય-સુગંધી પદાર્થ. આ બલિ રોગનિવારક અને કષ્ટ કાપનાર ગણાય છે. બલિના પીંડની પ્રદક્ષિણા કરી દેવતાઓએ આકાશમાંથી જ બલિ ઉછાળ્યો. અર્ધાભાગનો બલિ દેવતાઓએ જ અંતરિક્ષમાં જ ગ્રહણ કરી લીધો અને બાકીનો અર્ધા ભાગ નીચે પડ્યો, તેમાંથી અર્ધી ભરત મહારાજાએ લીધો અને બાકીનો બધાને વહેંચી આપ્યો. ભગવાને દેશના આપવાનું પૂરું કર્યું એટલે ઋષભસેને – પુંડરિક ગણધરે દેશના આપવાનો ગણધરધર્મ અપનાવ્યો. તેમની દેશના પૂરી થતાં સૌ પોતપોતાના સ્થાને ગયા. આ રીતે તીર્થની સ્થાપના કર્યા પછી ગોમુખ નામે યક્ષ અને ચકેશ્વરી નામે શાસનદેવી ઉત્પન્ન થયા અને પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. ચોત્રીસ અતિશયવાળા (જન્મથી ચાર, કર્મક્ષયથી અગિયાર અને દેવતાઓ દ્વારા કરાયેલા ઓગણીસ મળી કુલ ચોત્રીસ અતિશયો) એટલે કે ચોત્રીસ વિશિષ્ટ ગુણ - લક્ષણો વાળા, પાંત્રીશ ગુણવાળા અને આઠ મહાપ્રતિહાર્યો (છત્ર, ચામર...આદિ) સહિત પરમાત્મા પૃથ્વી તલ પર વિચરવા લાગ્યા. ભરતરાજાએ સમવસરણભૂમિમાંથી નીકળી પોતાની આયુધશાળા તરફ પ્રયાણ કર્યું. અગાઉ તેમને સમાચાર મળ્યા હતા કે તેમની આયુધશાળામાં ચરત્ન ઉત્પન્ન થયું છે, પરંતુ તેઓ શ્રી ઋષભદેવ પરમાત્માના કેવળજ્ઞાન મહોત્સવમાં પહેલા પધાર્યા હતા. હવે આવ્યા પછી ચક્રનું વિધિપૂર્વક પૂજન કર્યું. શ્રેષ્ઠ અને સુગંધી S un૩૬) Page #58 -------------------------------------------------------------------------- ________________ પુષ્પોની માળ ચડાવી, રત્નાલંકારો ચડાવ્યા. સુશોભિત ચક્ર સામે આઠ-આઠ પગલાં આગળ-પાછળ ફરી, આઠ દિશામાં સામ્રાજ્ય સ્થાપવાનો નિશ્ચય કર્યો અને એ મુજબ આઠ દિવસનો ઉત્સવ મનાવ્યો. ઈન્દ્ર જેમ ઐરાવત હાથી પર શોભે એ રીતે ભરત મહારાજા શોભવા લાગ્યા. આકાશમાં દેવદુદુભિ થઈ. દિવિજય માટે ભરત મહારાજાએ યાત્રા શરૂ ક૨વાની તૈયારી કરી. અશ્વો અને હાથીઓ શણગારાયા, તેમજ હજાર જેટલા અશ્વો દ્વારા ખેંચાતુ ચક્ર આકાશમાં રવિરાજની માફક પૂર્વદિશા ત૨ફ આગળ ચાલ્યું. સેનાપતિ, પુરોહિત તેમજ છત્રધારીઓ અને દંડધારકો સાથે શોભતાં ચક્ર અને ચવર્તી અનેરી આભા પ્રગટાવી રહ્યા હતા. એમ વિધાન છે કે જ્યારે ચત્ન ઉત્પન્ન થાય ત્યારે એ સાથે કુલ બાર બીજા ચન્ને ઉત્પન્ન થાય છે. ભરત મહારાજાને ત્યાં પણ હસ્તિરત્ન, અશ્વરત્ન, દંડરત્ન, પુરોહિતરત્ન, ગૃહપતિરત્ન, સૈન્યના નિવાસસ્થાન કરનારું વર્ધકી રત્ન, સૂર્ય અને ચંદ્ર જેવા દેખાતા કાકિણીરત્ન અને મણિરત્ન, નદીના અગાધ જળમાં તરનારું ચર્મરત્ન, મેઘની ધારાથી રક્ષણ કરનાર છત્રરત્ન, ચવર્તીના હાથમાં શોભતું ખડ્ગરત્ન વગેરેનો સમાવેશ થતો હતો. વિશાળ સૈન્ય સાથે ભરત મહારાજા ગંગાના કિનારે થઈ માગધ વિસ્તારમાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે અઠ્ઠમ તપ અને પૌષધ કર્યા. આ પછી તેમણે માગધના સમુદ્રકિનારે ઊભા રહી ધનુષ્ય-બાણ લીધા. બરાબર પણછ ચડાવી તીર ચડાવ્યું. ટંકાર સાથે બાણ સીધું માગધપતિની રાજસભામાં પડયું. માગધપતિ કોપાયમાન થયા. એ જ ક્ષણે તેણે આ બાણ ફેંકનારને લડવા માટે કહેણ મોકલ્યું. પરંતુ ભરત ચક્વર્તીએ પણ આદેશ કર્યો કે ‘જો જીવન ઈચ્છતા હો તો સર્વસ્વ સોંપ દો.' આ સાંભળી માગધપતિના પ્રધાને બુદ્ધિપૂર્વક ભરત ચક્રવર્તીનું શરણું સ્વીકારી લેવા રાજાને સમજાવ્યું. માગધપતિએ અભિમાન છોડી દીધું અને ભેટલું તથા બાણ લઈ તે ભરત મહારાજા પાસે આવ્યા. ભરત મહારાજાએ પણ સામે સત્કાર કર્યો અને છેવટે અઠ્ઠમ તપનું પારણું કર્યું. આ જ રીતે ભરત મહારાજા એ સિંધુ નદીના કિનારે આવ્યા. સિંધુનદીના સિંધુદેવીનું આસન ચલાયમાન થયું અને અવધિજ્ઞાન વડે ભરત મહારાજાના ચક્રવર્તીપણાંને જોયું અને વિવિધ ભેટણાં દ્વારા તેનો સ્વીકાર કર્યો. હવે ચક્ર દક્ષિણ દિશાએ વ૨દામ તીર્થ તરફ ચાલ્યું અને ત્યાં પણ તેમના આધિપત્યનો સ્વીકાર થયો. ઈશાન ખૂણે આવેલા વૈતાઢ્ય પર્વત પાસે તીર આવી પહોંચ્યું. ત્યાંના રાજાએ પણ ચક્વર્તીનું શાસન સ્વીકારતી ભેટો ભરત રાજાને મોકલાવી. પરસ્પર ભેટ બાદ ત્યાં પણ ચર્તીનું શાસન સ્થપાયું. ધીમે ધીમે ચરત્ન સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યું અને દિવિજય કરી અયોધ્યા તરફ પાછું વળ્યું. ભરત મહારાજા વિશાળ રસાલા સાથે અયોધ્યા પહોંચ્યા અઠ્ઠમ કરી શુભમુહુતૅ નગરીમાં પ્રવેશ કર્યો. એક વખત સુરનરોએ ભરત મહારાજાને વિનંતી કરી કે આપ મહારાજા થયા છો માટે હવે આપ આજ્ઞા કરો તો ચર્તીપદ માટેનો મહારાજ્યાભિષેક કરીએ. આ પછી નગર બહાર મંડપ રચી, ઈન્દ્રોએ તેને શણગાર્યો પૂરા ઠાઠ-માઠ સાથે ભરત મહારાજાનો મહારાજ્યાભિષેક થયો. બાર વર્ષ સુધી ચાલેલા આ ઉત્સવ પછી રાજાએ સર્વ સાથીઓનું સ્મરણ કરતા બાહુબલિની સાથે જન્મેલી સુંદરી ૫૨ નજ૨ ગઈ. જ્યા૨થી ભરત મહારાજા દિગ્વજય માટે નીકળ્યા હતા ત્યારથી સુંદરીએ આયંબિલનું તપ કર્યું હતું. છેવટે સુંદરીની ઈચ્છાથી તેને ઋ ષભદેવ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. ---(૩૭)...... Page #59 -------------------------------------------------------------------------- ________________ ભરત મહારાજાના ચક્વર્તી મહોત્સવમાં તેમના ભાઈ બાહુબલિ પધાર્યા ન હતા. એ જ વખતે સમાચાર છે. મળ્યા કે જે પ્રદેશમાં બાહુબલિ હતા ત્યાં ચરત્ન પ્રવેશ પામતું ન હતું. એટલે બાહુબલિને જીતવો બાકી હતો. અંતે બન્ને ભાઈઓ વચ્ચે યુદ્ધ માટે તૈયારી શરૂ થઈ. બન્ને પક્ષે કોઈ નમતું મૂકે એવું ન હતું. સામાસામે લડવા માટે પ્રથમ દૃષ્ટિયુદ્ધ થયું કે જેમાં દૃષ્ટિ પડવાથી જ તેની અસર થાય, તેમાં ભારતની હાર થઈ. બીજા યુદ્ધમાં પણ ભરતરાજા હારી ગયા. છેવટે મુઠ્ઠીના પ્રહારથી યુદ્ધ શરૂ થયું. બાહુબલિની તાકાત સામે ભરત મહારાજા ટકી શકે તેમ ન હતા. અંતે ભરત મહારાજાએ બાહુબલિ પર ચક્ર છોડ્યું. પણ એક જ ગોત્ર માટે ચક્ર કામ ન આપે, એટલે ચક્ર પાછું આવ્યું. અંતે ધના આવેશમાં બાહુબલિએ ભરત પર જોરથી પ્રહાર કરવા મુઠ્ઠી ઉગામી. કહેવાય છે કે કર્મબંધની સાંકળ તૂટે ત્યારે ઘણાં મોટાં પરિવર્તનો આવે છે. આ સમયે બાહુબલિ મનમાં વિચાર કરે છે કે આ હાથે નાનાભાઈને મારીને શક્તિનો પરિચય કરાવવાનું ખોટું છે. છેવટે તેમણે સંસારની અસારતા સમજાતા એ જ ઉગામેલા હાથથી પંચમુઠ્ઠી લોચ કર્યો. એ પછી બાહુબલીજી ત્યાં જ સ્થિર થઈ કાઉસગ્ગ ધ્યાને રહ્યાં. મનથી તેઓ વિચારતા હતા કે બીજા નાના ભાઈઓ જેઓ સાધુપણામાં છે તેઓ તેમના પિતા શ્રી ઋષભદેવ પરમાત્માની સાથે છે. તો તે પોતે પિતાને વંદન કરવા જાય તો એ પોતાનાંથી નાના સાધુઓને પણ વંદન કરવું પડે. આ રીતે વિચારી અભિમાનરૂપી હાથી પર મનને સવાર કરી એક જ ધ્યાને ઊભા રહ્યાં. બાર માસ સુધી તે આ રીતે કાઉસગ્ગ રહ્યાં, કર્મ ખપાવ્યા પરંતુ કેવળજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત ન થયો. જ્યાં સુધી મન અભિમાનના અંધારે અટવાતું હોય ત્યાં સુધી નિર્મળ એવું કેવળજ્ઞાનનું સ્વરૂપ ક્યાંથી પ્રગટ થાય? એક વખત ઋષભદેવ ભગવાને બ્રાહ્મી અને સુંદરીને કહ્યું કે તમારા ભાઈ બાહુબલિને મોહનીય કર્મના ઉદયથી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી માટે તમે ઉપદેશ આપી તેનો કર્મબંધ તોડો. તરત જ બ્રાહ્મી તથા સુંદરી સાધ્વીઓ ત્યાં આવી અને કહ્યું : વીરા મોરા! ગજ થકી નીચે ઊતરો રે ગજ પર રહ્યું કેવળજ્ઞાન ન હોય.” આટલું બોલી બન્ને સાધ્વીજીઓ ચાલી ગઈ, ત્યારે બાહુબલીએ વિચાર્યું કે ગજ પર ચડવાનો ક્યો સંકેત હશે. પછી પોતાને ખ્યાલ આવ્યો અહંકારરૂપી હાથી પર બેસવાનો ઉલ્લેખ થયો હશે. આમ વિચારી અભિમાન છોડી ઋષભદેવ પરમાત્મા પાસે જવા પગ ઉપાડતાંની સાથે જ બાહુબલીજીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ઋષભદેવની પર્ષદામાં કેવળી તરીકે બેઠા. ભરત મહારાજાનો પુત્ર મરિચી પણ ભગવાનની સાથે જ સાધુપણામાં વિચરતા હતા. પરંતુ ઉનાળામાં તાપથી કંટાળી ત્રિદંડી વેષે, છત્ર વગેરે ધારણ કરી અલગ વિહાર કરવા લાગ્યા ત્યારે લોકોને આશ્વર્ય થયું અને વિચિત્ર વેશ જોઈને પૂછવા લાગ્યા. પરંતુ મરિચી તો પોતાની વાતને સાચી ઠેરવી અન્યને પણ પોતાની જેવો ધર્મ પાળવા માટે પ્રોત્સાહન આપતા. આ રીતે કર્મ બંધ થતાં અનેક કોટાકોટી સાગરોપમનો સંસાર વધાર્યો. અજ્ઞાનરૂપી જીવે પરિભ્રમણ ઘટાડવા માટે જ્ઞાની પુરુષોએ દર્શાવેલા માર્ગને અનુસરવું જોઈએ. આ દરમિયાન ઋષભદેવ પરમાત્મા ચોત્રીસ અતિશય ધારણ કરી શ્રી અષ્ટાપદ પર્વત પર આવ્યા. દેવોને અવધિજ્ઞાન વડે જાણ થઈ અને તેઓએ ત્યાં સમવસરણની રચના કરી. ભરત મહારાજાને આ વાતની જાણ Page #60 -------------------------------------------------------------------------- ________________ થઈ. સુવર્ણમુદ્રાનું દાન કરી, સિંહાસન પરથી ઊઠી, સાત પગલાં આગળ જઈ, પ્રભુને પ્રણામ કર્યા. ભાવપૂર્વક તે અને બહુમાન સાથે, ચતુરંગી સેનાના રસાલા સાથે પ્રભુના સમવસરણમાં દર્શનાર્થે ગયા. ત્યાં ઉપદેશ સાંભળી || અને તેમના ભાઈઓને ઉમદા ચારિત્રમાં સ્થિર થયેલા જોઈ સંસારની અસારતા અને પોતાના ખોટા મોહ સામે પ્રાયશ્વિત થયું. આ પછી ઋષભદેવ પરમાત્માએ ભાવિ ત્રેવીસ તીર્થંકરો અને ભરત મહારાજા ઉપરાંત બીજા અગિયાર ચક્વર્તઓ, વાસુદેવ, બળદેવ વગેરે વિષે સંઘ સમક્ષ જણાવ્યું. આ સાંભળી ભરતચીએ પૂછયું, “હે પ્રભુ ! આ સભામાં કોઈ તીર્થંકરનો જીવ છે ?” ભગવાને કહ્યું, “તમારો પુત્ર મરિચી, જે આજે ત્રિદડી વેશમાં છે તે કાળક્રમે વાસુદેવ, ચક્વર્તી અને અંતે | ચોવીસમા તીર્થંકર થશે.” આ વાત સાંભળી ભરત મહારાજાએ તેમને વંદન કર્યા, પરંતુ મરિચીને પોતાની જાત પ્રત્યે અભિમાન થયું એટલે તેમણે નીચ ગોત્ર બાંધ્યું. આ બાજુ એક દિવસ ગણધરોએ શત્રુંજય પર્વત પર સમવસરણ રચ્યું, ત્યાં પ્રભુએ ઉપદેશ આપ્યો. અનેક પુંડરિકો કર્મ ખપાવી ત્યાં મોક્ષપદ પામ્યા. ભરત મહારાજાએ ત્યાં અત્યંત પાવનકારી ચૈત્ય બનાવ્યું અને તેમાં શ્રી ઋષભદેવ તેમજ પુંડરિકજીની પ્રતિમા સ્થાપિત કરાવી. શ્રી ઋષભદેવ પરમાત્મા હવે જુદા જુદા સ્થળે વિચરતા રહ્યાં અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ચૌદ પૂર્વી, અવધિજ્ઞાનીઓ, કેવળીઓ વગેરેનો ચતુર્વિધ સંઘ રચ્યો. પોતાનો નિર્વાણ સમય નજીક જાણી, તેઓ શ્રી અષ્ટાપદ પર્વત પર આવ્યા. ત્યાં દશ હજાર મુનિઓ સાથે છ ઉપવાસ કરી, અનશન શરૂ કર્યું.. ભરત મહારાજાને આ વાતની ખબર પડી અને દુઃખી હૃદય સાથે પ્રભુની પ્રદક્ષિણા કરી તેમની પાસે બેસી ગયા. ઈન્દ્રનું આસન ચલિત થયું, એ સમયે ત્રીજા આરાના નવાણું પક્ષ બાકી હતા ત્યારે મહા વદી તેરસના દિવસે પ્રભુનું નિર્વાણ થયું. આ જોઈને ભરત મહારાજા સહિત સૌને દુઃખ લાગ્યું, પરંતુ તરત જ તેમણે સ્વસ્થતા પ્રાપ્ત કરી. ભગવાનનું નિર્વાણ થયું એ પછી પાંચ લાખ પૂર્વે વ્યતીત થયા પછી એક દિવસ ભરત મહારાજા અલંકારો પહેરી મહેલમાં જતા હતા, ત્યાં અચાનક આંગળીમાંથી વીંટી સરી પડી. વીંટી વગરની આંગળીઓ જોઈને શરીરની ક્ષણભંગુરતા અને સંસારની અસારતા સમજાણી એટલે શુકલ ધ્યાનથી કર્મના બંધ તૂટતા ગયા અને કેવળજ્ઞાન થયું. પરંતુ તેઓ સાધુવેષમાં ન હતા એટલે ઈન્દ્રનું આસન ચલાયમાન થયું ત્યારે તેમણે આ મુજબ જણાવ્યું. ભરત મહારાજાએ તેમના પુત્રને ગાદી સોંપી રાજ્યાભિષેક કર્યો અને ભરત મહારાજે દીક્ષા ગ્રહણ કરી. ચોરાસી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષ પામ્યા. આ રીતે શ્રી ઋષભદેવ પરમાત્માએ પ્રથમ ધન સાર્થવાહના ભવમાં અને ત્યાર પછીના ભાવોમાં પુણ્ય ઉપાર્જન કરતા પરંપરાએ તેરમાં ઋષભદેવના ભવે પ્રથમ તીર્થંકર બન્યા. તેમના પરિવારને પણ મોક્ષમાર્ગ બતાવ્યો. સંસારના પામર જીવો પર ઉપકાર કરનાર શ્રી ઋષભદેવ પરમાત્માના ચરણમાં કોટિ કોટિ વંદના આ દેવાધિદેવનું ચરિત્ર ગઠન કરતા અલ્પમતિને કારણે કોઈ બાબત શાસ્ત્ર વિરૂદ્ધ આલેખાઈ હોય, તો ક્ષમા પ્રાર્થના સાથે અહીં શ્રી ઋષભદેવ પરમાત્માનું ચરિત્ર પૂર્ણ કરું છું. Page #61 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી ઋષભદેવ ભગવાનનો પુત્ર-પુત્રી પરિવાર ૧- ભરત ૪- વિશ્વકર્મા ૭– અમલ ૧૦- વરદત્ત ૧૩– યશોધર ૧- કામદેવ ૧૯- નન્દ રર- કુરુ. ૨૫- કૌશલ ૨૮- માગધ ૩૧- દશાર્ણ ૩૪– સુવર્મા ૩૭– બુદ્ધિકર ૪૦- યશકીર્તિ ૪૩– સુષેણ ૪૬– નરોત્તમ ૪૯- સુલેણ પર– પુષ્પયુત ૫૫– સુસુમાર ૫૮- સુધર્મા ૬૧- આનન્દ ૬૪- વિશ્વસેન ૬૭– વિજય ૭૦- અરિદમન ૭૩– દીર્ઘબાહુ ૭૬- વિશ્વ ૭૯- સેન ૮૨– અરિજય ૮૫- નાગદત્ત ૮૮- વીર ૯૧– પદ્મનાભ ૯૪- સંજય ૯૭– ચિત્તહર ૧00- પ્રભંજન ૨- બાહુબલી પ- વિમલ ૮- ચિત્રાંગ ૧૧- દત્ત ૧૪– અવર ૧૭– ધ્રુવ ૨૦- સૂર ૨૩– અંગ ૨૬– વીર ર૯- વિદેહ ૩ર- ગમ્ભીર ૩પ- રાષ્ટ્ર ૩૮- વિવિધકર ૪૧- યશસ્કર ૪૪- બ્રહ્મસેણ ૪૭– ચન્દ્રસેન ૫૦- ભાનુ પ૩- શ્રીધર પ- દુર્જય પ૯- ધર્મસેન ૨- નન્દ ૫- હરિફેણ ૬૮- વિજયન્ત ૭૧- માન ૭૪- મેઘ ૭૭– વરાહ ૮૦– કપિલ ૮૩– કુંજરબલ ૮- કાશ્યપ ૮૯- શુભમતિ ૯૨– સિંહ ૯૫- સુનામ ૯૮- સુખર ૧૦૦- બ્રાહ્મી (પુત્રી) ૩- શખ – સુલક્ષણ. ૯- ખ્યાતકીતિ ૧૨- સાગર ૧૫- થવર ૧૮- વન્સ ૨૧- સુનન્દ ૨૪– બંગ ૨૭– કલિંગ ૩૦- સંગમ ૩૩- વસુવર્મા ૩૬– સુરાષ્ટ્ર ૩૯- સુયશ ૪ર- કીર્તિકર ૪૫– વિક્રાન્ત ૪૮- મહસેન ૫૧- કાન્ત ૫૪-áર્ષ ૫૭– અજયમાન – આનન્દન ૩- અપરાજિત - જય ૯- પ્રભાકર ૭૨– મહાબાહુ ૭૫– સુઘોષ ૭૮- વસુ ૮૧– શૈલવિચારી ૮૪– જયદેવ ૮૭– બલ ૯૦– સુમતિ ૯૩– સુજાતિ ૯- નરદેવ ૯૯- દેઢરથ ૧૦૧- સુંદરી(પુત્રી ની Page #62 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री अजितनाथ ॥ UUUUU HODO SHRI JAIN ATMANAD'SABHA KHAR GATE. BHAVNAGAR SHRI JAIN ATMANAD SABH KHAR GATE. BHAVNAGAR महायक्ष अजितबला देवी ॥ श्री अजितनाथ ॥ ARHANTA MAJITAM VISHVA KAMALAKAR BHASKARAM AMLAN KEVALADARSH SANKRANTA JAGATAM STUVE अर्हन्तमजितं विश्व-कमलाकरभास्करम् । अम्लानकेवलादर्श-संक्रान्तजगतं स्तुवे ॥२॥ www.cainelibrary.ora Page #63 -------------------------------------------------------------------------- ________________ ફોટો સૌજવ્ય 'શ્રી અજિતનાથ ભગવાન 'શ્રીયુત રમણીકલાલ ભોગીલાલ શાહ-ભાવનગર ફોટો સૌજન્ચ સ્વતિ) દેખી મૂર્તિ અજિતજિનની નેત્ર મારાં ઠરે છે, ને હૈયું આ ફરી ફરી પ્રભુ ધ્યાન તારું ધરે છે; આત્મા મહારો પ્રભુ તુજ કન આવવા ઉલ્લાસ છે, આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે. ચૈત્યવંદન અજિતનાથ પ્રભુ અવતર્યા, વિનીતાના સ્વામી, જિતશત્રુ વિજયા તણા, નંદન શિવગામી. બહોતેર લાખ પૂરવ તણું, પાળ્યું જિર્ણ આય, ગજ લંછન નહીં, પ્રણમે સુર રાય. સાડા ચારશું ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ, પાદ પમ તસ પ્રણમીયે જિમ લહીએ શિવ ગેહ. સ્તવન પંથડો નિહાળું રે બીજાજિનતણોરે, અજિત અજિતગુણધાત્ર; જે તે જીત્યારે તિણે હું જીતિયોરે, પુરૂષકિશું મુજ નામ. ચેરમનયણ કરિ મારગ જોવતારે, ભૂલ્યો સયલ સંસાર જેણે નયણે કરિ મારગ જોઈયેર, નયણ તે દિવ્યવિચાર. ૫. પુરૂપ પરંપરા અનુભવ જોવતારે, અધોઅંધ પુલાય વસ્તુવિચારેરે જો આગમ કરીરે, ચરણધરણ નહી થાય. ૫. 3 તર્કવિચારેરે વાદપરંપરારે, પાર ન પહોંચે કોય; અભિમતવસ્તુરે વસ્તુગર્ત કહેરે, તે વિરલા જંગ જોય. વસ્તુવિચારે દિવ્યનયણતણોરે, વિરહ પડ્યો નિરધાર; તરતમજોગેરે તરતમવાસનારે, વાસિતબોધ આધાર. કાળલબ્ધિ લહી પંથ નિહાળશે, એ આશા અવલબ; એ જન જીવેરે જિનજી જાણજ્યોરે, આનંદઘન મતઅંબ. ૫ : થોય વિજયા સુત વંદો, તેજથી ક્યું દિગંદો, શીતલતાએ ચંદો, ધીરતાએ ગિરદો; મુખ જિમ અરવિંદો, જાસ સેવે સુરિંદો, લહો પરમાણંદો, સેવના સુખ કંદો. ૫. ૫ I s ( 2 ) Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથ પ્રભુનું ચરિત્ર હે હંસવાહિની માતા સરસ્વતી ! જેણે કર્મોરૂપી શત્રુઓને હરાવીને મોક્ષરૂપી વિજયપતાકાઓ લહેરાવીને પોતાના આત્માને સિદ્ધરૂપ સ્થાપિત કર્યો છે તેમ જ જેમના સ્મરણથી સર્વ પાપનો નાશ થાય એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રીઅજિતનાથના ચરણકમળમાં નમસ્કાર કરી, હવે તેમનું ચરિત્ર-ગઠન કરવાનો આ વિનમ્ર પ્રયાસ છે. જેમાં આપની કૃપા દૃષ્ટિ સાંપડે એવી અભ્યર્થના ! ભવ પહેલો સર્વ દ્વીપોમાં કેન્દ્ર સમાન જંબુદ્વીપનો મધ્યભાગ કે જ્યાં ચોથા આરામાં દુઃખમ-સુખમ જોવા મળે છે, એવા મહાવિદેહ નામના ક્ષેત્રમાં, દક્ષિણે અતિ સમૃદ્ધ વત્સ નામે વિજયમાં સુશીમા નામે નગરી હતી. આ નગરીની ભવ્યતા અને સમૃદ્ધિ અપાર હતી. તેના ભવ્ય મહાલયોની દીવાલોમાં જ્યારે તેમાં રહેતી સ્ત્રીઓનું પ્રતિબિંબ પડતું ત્યારે જાણે કે અનેક પ્રતિબિંબો ઝીલાતા અત્યંત રોમાંચક દૃશ્ય ઊભું થતું. ચૈત્યો પર ફરકતી ધજાઓ, ઊંચા પર્વતોના રત્નમય શિખરો અને સમૃદ્ધ ઉદ્યાનોએ આ નગરને દેવલોકથી પણ અનેરું આકર્ષણ આપ્યું હતું. આ સમૃદ્ધ નગ૨માં ગુણોરૂપી કિ૨ણોથી શોભતો વિમલવાહન નામનો રાજા હતો. પ્રજાવત્સલ રાજા મનુષ્યો, પ્રાણીઓ અને પ્રકૃત્તિનું પાલન ક૨વામાં જરાય કચાશ ન રાખે, એવી રીતે વિમલવાહન રાજા ધૈર્ય, ઔદાર્ય અને ગાંભીર્યયુક્ત ગુણોવાળા હતા. શત્રુઓને વિજયથી, પીડિતોને પ્રેમથી, જીવજંતુઓને રક્ષણથી અને યાચકોને દાનથી પ્રસન્નતા આપતા વિમલવાહનની કીર્તિ ફૂલની મ્હેક જેમ ચા૨ે ત૨ફ ફેલાઈ હતી. એક વખત આવી સમૃદ્ધિ વચ્ચે પણ વિમલવાહનને સંસાર પ્રત્યે અરૂચિ અને વૈરાગ્યનો ભાવ જન્મ્યો. તેને લાગ્યું કે આ સંસાર જન્મ-મરણના દુઃખોથી ભરેલો છે. યુવાની વિષયવાસનામાં પસાર થાય છે. દેહ નાશવંત છે છતાં આપણાં તમામ પ્રયત્નો દૈહિક સુખની પ્રાપ્તિમાં જ પસાર થાય છે. વૃદ્ધાવસ્થા અશક્તપણામાં પસાર થાય છે. મનુષ્યભવ દુષ્કર છે, પરંતુ આ ભવમાં જ ભાવિજીવનના સુખ-દુઃખનો આધાર છે. કર્મોનાં પરિણામો અને કર્મો દ્વારા પાપ-પુણ્યના બંધનું ઉપાર્જન આ ભવમાં થાય છે. આથી જન્મને સાર્થક બનાવવા માટે જો આ ભવમાં યોગ્ય પુરુષાર્થ ન થાય તો આ ભવ નિષ્ફળ જાય છે. આવો વિચાર કરતા વિમલવાહન પોતાના હાલનાં કર્તવ્ય વિષે ચિંતન કરતો હતો, એ સમયે આચાર્ય અરિંદમ તેમના ઉદ્યાનમાં પધાર્યા. આ સમાચાર સાંભળી વિમલવાહન રાજાના આનંદનો પાર ન રહ્યો. ધર્મપ્રેમી રાજાનો એ સ્વભાવ હોય છે કે તેઓને પોતે મેળવેલા વિજયના આનંદ કરતા પણ જો સંત, મુનિ કે મહાત્માઓના દર્શન થાય તો વિશેષ આનંદ મળે. વિમલવાહન રાજા પણ ભાવવિભોર થઈ તેના રસાલા સાથે, પૂરા ઠાઠમાઠપૂર્વક ગુરુ મહારાજના દર્શન અને વંદન કરવા નીકળ્યા. મનમાં આનંદનો ઉદધિ ઉછળતો હતો. ગુરુ મહારાજને જોઈને વિમલવાહન તેમને નમસ્કાર-વંદન કરી આસન પર બેઠો. સાધુ સમુદાયની વચ્ચે __(૪૦).--- ૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ કાન - - - છે અરિંદમ મુનિ તેમના તપના પ્રભાવથી અલગ જ તરી આવતા હતા. “ધર્મલાભ' કહેતાની સાથે જ ગુરુ છે મહારાજે આસન ગ્રહણ કર્યું. ગુરુ મહારાજની દેશના સાંભળવા વિમલવાહન ખૂબ જ ઉત્સુક હતો. તેમણે ગુરુ મહારાજને સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન થવાનું કારણ પૂછયું. ત્યારે ગુરુ મહારાજે તેમની માર્મિક અને ગૂઢ વાણીમાં કહ્યું. “હે રાજા ! હું જ્યારે ગૃહસ્થાવાસમાં હતો, ત્યારે એક વખત ચતુરંગી સેના સાથે દિગવિજય કરવા માટે નીકળ્યો. રસ્તે જતા માર્ગમાં એક સુંદર બગીચો જોવામાં આવ્યો. પુષ્પગુચ્છોથી હસતી ડાળીઓ, સૂર્યના તેજમાં પ્રસન્ન થતી કમળની ગુલાબી પાંખડીઓ, ચંદનનાં વૃક્ષો પરથી પસાર થતો સુગંધી પવન વગેરે જોઈને મારું મન ખૂબ જ આનંદ અનુભવવા લાગ્યું. પરંતુ જ્યારે દિવિજય મેળવ્યા પછી પાછો આવ્યો, ત્યારે તે જ બગીચો સુકાઈ ગયેલો જોયો. જે રીતે યુવાનીમાંથી વૃદ્ધાવસ્થા તરફ જતા શરીરની શક્તિ ક્ષીણ થતી જાય છે, આંખો નિસ્તેજ બને છે અને જાણે પૃથ્વી પર ભારરૂપ બને છે. એ રીતે એ બગીચો પણ ક્ષણભંગુર જિંદગીનું પ્રતિક બનેલો દેખાયો, અને એ જોઈ મેં વિચાર્યું કે આ બગીચાની પેઠે સંસારી જીવોની પણ આ સ્થિતિ થવાની છે. આ રીતે સંસારની અસારતા સમજાતા મેં તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી.” ગુરુ મહારાજની વાત સાંભળી રાજા વિમલવાહને દીક્ષા લેવાનું મનોમન નક્કી કરી લીધું. અને ઘેર આવ્યા પછી રાજભવનમાં મંત્રીઓ સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. મંત્રીઓ આ સાંભળીને ઉદાસ થઈ ગયા. રાજાએ તેના પુત્રને પણ પોતાના મનની વાત કરી. પુત્ર વિનયી હતો એટલે એણે પિતાને રાજપદ છોડવાની ના પાડી અને પોતાનું રાજા બનવાનું સામર્થ્ય પણ નથી એવી વાત કરી. અંતે રાજાની આજ્ઞાને વશ થઈ પુત્રે રાજા બનવાનું સ્વીકાર્યું. આ રીતે વિમલવાહન રાજાએ પુત્રને રાજગાદીએ સ્થાપિત કરી દીક્ષા લીધી. વિમલવાહન રાજા સાધુ બન્યા પછી ઉત્તમ ચારિત્રનું પાલન કરવા લાગ્યા. બાવીસ પરિસહો જેવા કે સુધાપરિસહ, શીવ પરિસહ, ઉષ્ણ પરિસહ, હંસ પરિસહ જેવા પરિસતો સહન કરીને આત્માના પ્રદેશ પર લાગેલાં કર્મોના પડળો દૂર કરવા લાગ્યા. કર્મની નિર્જરા કરવા માટે તેઓએ જુદા જુદા તપની આરાધના કરવાનું શરૂ કર્યું. અંતે અનશન કરીને શુભ ધ્યાનમાં પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરતા તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી તેમણે દેહત્યાગ કર્યો. આ રીતે પ્રથમ ભવમાં વિમલવાહન રાજા થયા પછી ચારિત્ર ગ્રહણ કરી, ઉત્તમ પ્રકારની આરાધના કરીને આયુષ્ય પૂર્ણ કર્યું. III) ભવ બીજો પID ઉત્તમ કર્મોનું ફળ ઉત્તમ જ હોય છે. જે રીતે દુષ્કર્મોના પરિણામે નીચ ગોત્રમાં જન્મ લેવો પડે છે, એ રીતે સારાં કર્મોનાં પરિણામે જીવ ઊંચ કુળમાં જન્મ ધારણ કરે છે. વિમલવાહને રાજા તરીકે પણ લોકચાહના પ્રાપ્ત કરી હતી અને ચારિત્ર ગ્રહણ કર્યા પછી ઉત્તમ આરાધના કરી તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરી વિજય નામના અનુત્તર વિમાનને વિષે દેવ તરીકે ઉત્પન્ન થયા. આ પ્રકારના દેવોની ખાસ વિશિષ્ટતાઓ છે કે તેનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે. ચંદ્રના કિરણોની જેવું ઉજ્જવળ શરીર, સુંદર આભુષણોથી અલંકૃત અને શક્તિ હોવા છતાં હંમેશા સુખની શયામાં 68 પોઢ્યા રહે છે. બીજા કોઈ સ્થળે જતા નથી. અવધિજ્ઞાન વડે લોકાલોકને જોયા કરે છે. શ્વાસ લેવા માટે પણ (૪૧) Page #66 -------------------------------------------------------------------------- ________________ વિમલવાહનનો જીવ આવા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો પરંતુ પૂર્વ કર્મના પુણ્યોદયે તે મોહભાવથી છે રહેવાને બદલે નિર્લેપભાવે રહ્યાં. છ માસનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે તેમના તેજમાં વૃદ્ધિ થઈ અને તેત્રીસ || સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. III) ભવ ત્રીજો |િ| ભરતક્ષેત્રની વિનીતા નગરી એટલે જાણે કે આ જંબુદ્વીપની ભૂમિ પર શાશ્વત શિરોમણી. તેમાં શ્રી ઋ ષભદેવ પરમાત્માના મોક્ષ પછી ઈશ્વાકુવંશના અસંખ્ય રાજાઓએ શુભ કર્મો વડે સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું હતું. આ પુનિત સ્થળે કાળાંતરે ઈશ્વાકુવંશમાં જિતશત્રુ નામે રાજા થયા. ધર્મ, કર્તવ્ય અને શાસનમાં પ્રભાવશાળી એવા ગુણોવાળા જિતશત્રુ રાજાને સુમિત્રવિજય નામે ભાઈ હતો પૃથ્વી પર જાણે દેવી ઊતરી આવી હોય એવી જિતશત્રુની રાણી વિજ્યાદેવી હતી. તેમની કુક્ષીએ વૈશાખ સુદ ત્રીજના દિવસે જ્યારે ચંદ્રનો યોગ રોહિણી નક્ષત્રમાં હતો ત્યારે વિમલવાહન રાજાનો જીવ વિજય નામે દેવલોકમાંથી આવીને ત્રીજા ભવે ત્રણેય જ્ઞાનના જ્ઞાતા (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન) એવા પુત્રરત્ન તરીકે ઉત્પન્ન થયો. આ ક્ષેત્રે નારકીના જીવોએ ક્ષણિક સુખનો અનુભવ કર્યો. જ્યારે પણ તીર્થંકર પરમાત્માનો જન્મ થાય છે ત્યારે તેમની માતા ઉત્તમ એવા ચૌદ વખો જુએ છે. વિજ્યાદેવીએ પણ રાત્રિના ચોથા પર્વે હાથી, વૃષભ, કેસરીસિંહ, લક્ષ્મીદેવી, પુષ્પોની માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, પૂર્ણ કુંભ, પદ્મસરોવર, સમુદ્ર, દેવવિમાન, રત્નપુંજ અને નિર્ધમ અગ્નિ એવાં અનુક્રમે ચૌદ સ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. આ સમયે અવધિજ્ઞાન વડે ઈન્દ્રએ જોયું ત્યારે શ્રી અજિતનાથ પ્રભુનું ચ્યવન થયેલું જાણી તેમની વિધિ અનુસાર સિંહાસન પરથી ઊભા થયા. તીર્થંકર પરમાત્માના દરેક કલ્યાણકો ઉજવવા માટે વિધિપૂર્વક ક્લિાઓ ઈન્દ્રો દ્વારા થાય છે. સૌધર્મેન્દ્ર પણ સાત આઠ પગલાં આગળ ચાલ્યા અને ઉતર સન્મુખ, જમણો ઢીંચણ ભૂમિ પર આરોપી, પૃથ્વીતળનો સ્પર્શ કરી શસ્તવપૂર્વક પ્રભુની સ્તુતિ કરી વિનિતા નગરીમાં જિતશત્રુ રાજાને ત્યાં આવ્યા. બીજા ઈન્દ્રો પણ આસન કંપવાથી ખબર પડતા તરત જ ત્યાં આવી પહોંચ્યા. બધા ઈન્દોએ ભાવપૂર્વક માતાને પ્રણામ કર્યા. આખી વિનીતા નગરીને શોભારૂપ બનાવવા માટે જ જાણે તેઓ આવ્યા હોય એમ રાજભવન અને માતાનો કક્ષ મણિ, માણેક અને રત્નજડિત સ્તંભોથી શોભી રહ્યો હતો. તેઓએ માતાને ચૌદ સ્વપ્નોનું ફળ સમજાવ્યું અને નંદીશ્વર દ્વીપે જઈ શાશ્વત પ્રતિમા સન્મુખ, ભાવપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. સંજોગોવશાત તે જ રાત્રીએ જિતશત્રુ રાજાના નાના ભાઈ સુમિત્રવિજયની રાણી યશોમતિએ પણ ચૌદ સ્વપ્નો જોયાં. રાત્રીના સમયે ઉત્તમ સ્વપ્ન જોયા પછી બાકીની રાત્રી જાગૃતપણે પસાર કરવી યોગ્ય મનાય છે. અહીં પણ યશોમતી રાણીએ અને વિજ્યાદેવીએ રાત્રી પસાર કરી. સવાર થતાં જ બન્નેએ પોતપોતાના પતિઓને સ્વપ્નોનું વૃત્તાંત કહી સંભળાવ્યું. જિતશત્રુ રાજાએ પોતાની રીતે તેનું ફળ કહ્યું અને જણાવ્યું કે ઉત્તમ પુત્રનો જન્મ થશે. એ જ રીતે સુમિત્રવિજય રાજાએ પણ ઉત્તમ ફળનું પરિણામ કહ્યું. સ્વપ્ન પાઠકોને બોલાવવામાં આવ્યા. એ પછીનું સુપન પાઠકોએ કહ્યું, “હે રાજા! શાસ્ત્રોમાં બહોંતેર સ્વપ્નો કહ્યાં છે. તેમાં ઉત્તમ ત્રીસ સ્વપ્નો છે તેમાંના ચૌદ સ્વપ્નો એવાં છે કે જ્યારે કોઈ તીર્થંકર કે ચક્વર્તીનો જન્મ થવાનો હોય એ પહેલા તેમની માતા જુએ છે. આ તે (૪૨) Page #67 -------------------------------------------------------------------------- ________________ રીત પ્રમાણે વિજ્યાદેવી તીર્થંકરની માતા થશે જ્યારે યશોમતિનો પુત્ર ચક્વર્તી થશે.” આ સાંભળી બન્ને રાણીઓ ખુશ થઈ અને પોતાની કુક્ષીએ જન્મ લેનાર એવા મહાન વ્યક્તિની પોતે માતા || થવાના છે એ વિચારે સ્વર્ગીય સુખનો અનુભવ કરવા લાગી. આ બનાવ પછી ઈન્દ્ર મહારાજની આજ્ઞાથી જુદા જુદા દેવલોકની દેવીઓ જુદી જુદી ક્લિાઓ કરવા માટે આવી પહોંચી. માતાના ગૃહમાંથી રજ, કચરો વગેરે દૂર કર્યા તો કોઈએ આંગણાની જમીનનું સિંચન કરી, સુગંધી પદાર્થોનો છંટકાવ કર્યો. આ રીતે કાર્યો કરી દેવતાઓએ ભગવાનના જન્મ અને ભાવિ અંગે રજૂઆત કરી. સમય પસાર થતા નવ માસ અને સાડા આઠ દિવસ પૂરા થયા ત્યારે મહા સુદ આઠમને દિવસે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતો ત્યારે વિજ્યારાણીએ ગજ લંછનવાળા પુત્રને જન્મ આપ્યો. તીર્થંકરના જન્મ સમયે સૌધર્મ ઈન્દ્રનું આસન કંપે છે અને તરત જ તેમની સાથે અન્ય દેવતાઓ અને ઈન્દ્રો, દિકકુમારીઓ વગેરે જન્મોત્સવ કરવા આવે છે. જુદી જુદી દિશાઓમાંથી દિકકુમારિકાઓ ચામર, દર્પણ, કળશ, પંખા વગેરે લઈને માતા પાસે આવી નમસ્કાર કરીને સૂતિકા કર્મ કર્યું. સૌધર્મ ઈન્દ્ર પાંચ રૂપ ધારણ કરી મેરૂપર્વત પર પ્રભુનો જન્મોત્સવ ઉજવવા ગયા. એ જ રાત્રીએ યશોમતિ રાણીએ પણ પુત્રને જન્મ આપ્યો. સવાર થતા આખા નગરમાં મંગળ ગીતો ગવાયાં. જ્યારે વિજ્યાદેવીના ગર્ભમાં પ્રભુ હતા ત્યારે રાજા સાથે પાસાંની રમત રમતી વખતે રાજાથી તે જિતાયાં નહીં. એ બાબત રાજા તથા રાણીને યાદ હતી. આથી પુત્રનું નામ અજિત રાખવાનું નક્ક કર્યું. એ જ સમયે યશોમતિ રાણીની કુક્ષીએ જન્મેલા પુત્રનું નામ સગર પાડવામાં આવ્યું. અજિતકુમાર રૂપ-લાવણ્ય અને ગુણોમાં બીજા માટે ઈર્ષારૂપ હતા. બાળકરૂપે જ્યારે પરમાત્મા પોતે જ ઉછરતા હોય ત્યારે માતાનો આનંદ તેના મુખ પર છલકાવા લાગે. બાળકની બાળસહજ ક્રડાઓ પણ મનભાવન હોય છે અહીં અજિતકુમાર અને સગરકુમાર બન્ને દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા એ જોઈને વિજ્યાદેવી અને યશોમતિરાણીની આંખો પ્રેમ વરસાવતી. બાળકને ચૂમી ભરતા જાણે કે પોતાના ભવના બંધનો કપાતા હોય એવો ખાસ આનંદ અનુભવવા લાગી. યોગ્ય વય થતાં બન્ને કુમારોને પંડિતો પાસે ભણવા મોકલ્યા. પરમાત્માને ભણાવનાર પંડિતો ગમે તેટલા પારંગત હોય, તો પણ જ્ઞાન અલ્પ લાગે. બન્ને કુમારો ઘણી ઝડપથી સર્વ શાસ્ત્રોમાં પારંગત બનવા લાગ્યા. પુરુષો માટેની બોંતેર કળાના જાણકાર બની પોતાની વિદ્યાનો પરિચય આપ્યો. સાડા ચારસો ધનુષ્ય ઊર્ચા અજિતકુમારની યુવાન વયે સેંકડો રાજકન્યાઓ સાથે લગ્ન થયા. અજિતકુમાર જાણતા હતા કે જ્યાં સુધી ભોગાવલિ કર્મનો ઉદય હોય ત્યાં સુધી તેણે તે ભોગવવા જ પડે છે એટલે આ લગ્ન માટે તેણે વિરોધ ન કર્યો. એ દરમિયાન જિતશત્રુ રાજાએ પોતાનું અઢાર લાખ પૂર્વ વર્ષ આયુષ્ય પસાર થયેલું જાણી ચારિત્ર લેવાનો વિચાર કર્યો. તેમણે અજિતકુમારને આ વિચાર જણાવ્યો. અજિતકુમાર નમ્ર અને વિવેકી હતા. તેઓ જાણતા હતા કે કોઈ સત્કાર્ય કરતું હોય ત્યારે તેમાં સાથ ન આપવો તે પણ અંતરાય કર્મબંધ જ ગણાય. એટલે તેમણે જિતશત્રુ રાજાને કહ્યું, “હે પિતાજી! વિવેકી પુરુષો બીજા કોઈને વ્રત ગ્રહણ કરવામાં વિઘ્નરૂપ થતા નથી, તો સમયસાધક એવા આપને હું શા માટે વિનરૂપ બનું? પરંતુ હું આપને વિનંતી કરું છું કે આપના પછી Page #68 -------------------------------------------------------------------------- ________________ રાજ્યના અધિકારી તરીકે કાકાને સ્થાપો.’’ ન આ સાંભળી સુમિત્રવિજયે પણ કહ્યું કે તે પણ તેમના મોટાભાઈ સાથે ચારિત્ર લેવા માટે આતુર છે ત્યારે અજિતકુમારે જણાવ્યું કે જો આપ રાજ્ય ગ્રહણ ક૨વા તૈયાર ન હો તો આપ અમારા ખાતર પણ આ સંસારમાં મનથી એટલે કે ભાવયતિ તરીકે રહો. સુમિત્રવિજયે અજિતકુમા૨ના વચનને માન્ય ગણ્યું અને જિતશત્રુ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. સમગ્ર આયુષ્ય દરમિયાન વ્રત-નિયમોનું પાલન કરી આઠ કર્મનો ક્ષય કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું. અજિતકુમાર રાજ્યમાં પોતાની ફ૨જો પૂર્ણ જવાબદારી સાથે પાળતા હતા. આ રીતે ત્રેપન લાખ પૂર્વ સુખપૂર્વક પસાર થયાં. એક વખત તેમણે એકાંતમાં બેસી વિચાર કર્યો કે હવે મારા ઘણા કર્મો ભોગવાઈ ગયાં છે માટે મારે મારા આત્માના કલ્યાણનો માર્ગ લઈ લેવો જોઈએ. આ સમયે લોકાંતિકે દેવતાઓ ત્યાં આવીને કહેવા લાગ્યા ‘હે પ્રભુ ! આપ તો પોતે જ સાચાખોટાના જાણકાર છો, પરંતુ અમે આપને યાદ કરાવીએ છીએ કે આપ ધર્મતીર્થ પ્રવર્તાવો.” આવો સંકેત કરી દેવો તો પોતાના સ્થાને ગયા પરંતુ અજિતકુમાર વિચારમાં પડ્યા. એમણે નિર્ણય કરી લીધો અને સગરકુમારને બોલાવી પોતાની ઈચ્છા વ્યક્ત કરી. સગરકુમારે પણ રાજ્ય લેવાની ના પાડી. આંખમાં આંસુ સાથે તેમણે કહ્યું, ‘‘હે સ્વામી! હું તો આપના ચરણકમળમાં જ રહેવાનું પસંદ કરીશ. તમારાથી દૂર જઈશ તો હું આપના વિયોગને શી રીતે સહન કરીશ ? જો તમે દીક્ષા લેશો તો હું તમા૨ો શિષ્ય થઈને રહીશ.” આ સાંભળી અજિતકુમારે કહ્યું કે જ્યાં સુધી ભોગ ફળ કર્મ બાકી હોય ત્યાં સુધી તો સંસારમાં રહીને તે ભોગાવલિ કર્મ ભોગવવા જ પડે છે માટે તમે પણ આ કર્મો ભોગવ્યા પછી દીક્ષા લઈ શકો છો. સત્પુરુષોનું એ લક્ષણ છે કે તેઓ ક્યારેય વડીલોની આજ્ઞાને અવગણતા નથી. ધીરગંભીર સમુદ્રની માફક તેઓ વડીલોની આજ્ઞાને ગંભીરતાપૂર્વક વિચાર કરે છે. સગરકુમારે અજિતકુમા૨ની આજ્ઞા સ્વીકારી અને તેમનો રાજનીતિશાસ્ત્રના નિયમો અનુસાર ભવ્ય રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આ વખતે આજુબાજુના રાજાઓ ભેટ સામગ્રી સાથે આ ઉત્સવમાં હાજરી આપવા આવી પહોંચ્યા. વાજિંત્રોના નાદથી આખુંય આકાશ ગુંજી ઊઠયું. ભાટ અને ચારણ જેવા લોકોએ રાજાની પ્રશસ્તિ માટે મીઠાસૂરમાં દુહા-છંદ લલકાર્યા. ઉત્તમ ભેટ અને કિંમતી નજરાણાં સાથે મંત્રોચ્ચારપૂર્વક સગરકુમારનો રાજ્યાભિષેક થયો. હવે દયાના સાગર સમાન અજિતકુમારે સંવત્સરી દાન આપવાનું શરૂ કર્યું. જેમ વર્ષાઋ તુ શરૂ થાય અને આકાશમાંથી મેઘરાજા વરસાદની હેલી વરસાવે એ રીતે અજિતકુમા૨ે વાર્ષિક-દાન શરૂ કર્યું. એ વખતે ઈન્દ્ર મહારાજાએ આશા કરેલા, કુબેરે પ્રેરેલા, અધિકારી વગરના, પર્વતની ગુફાઓમાં, જમીનમાં દટાયેલાં, સ્મશાનમાં દટાયેલાં, આવા અનેક પ્રકારનાં ધનના ઢગલાં દેવો કરવા લાગ્યા. અજિતકુમા૨ે જાહે૨ાત ક૨ાવી કે જે જે લોકોને આમાંથી જેટલું ધન જોઈએ એટલું મંગાવી લેવું. આ રીતે આખા નગરના લોકો પોતાની જરૂરિયાત મુજબ ધન-સંપતિ લેવા લાગ્યા. અજિતકુમારે રોજનું એક કરોડ અને આઠ લાખ સોનૈયા જેટલું દાન કરી, એક વર્ષમાં કુલ ત્રણસો અઠ્ઠાસી કરોડ અને એંસી લાખ સોનૈયા જેટલું દાન કર્યું. વાર્ષિક દાન પૂરું થયું ત્યારે ઈન્દ્રનું આસન કંપાયમાન થયું. તેમણે અવધિજ્ઞાન વડે જોયું અને અજિતકુમારનો દીક્ષા મહોત્સવનો અવસ૨ જાણી અન્ય દેવતાઓ સાથે ત્યાં આવી પહોંચ્યો. ઋ ષભદેવ ભગવાનનો દીક્ષા મહોત્સવ જે રીતે ઉજવાયો એ રીતે જુદા જુદા દેવો, ઈન્દ્રો વગેરેએ મળી અજિતકુમારનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. ઘેર ઘેર મંગલ ગીતો ગવાયા. દેવદુભિના અને વાજિંત્રોના અવાજથી આખુંયે વાતાવરણ ગુંજી ઊઠયું. n(૪૪) Page #69 -------------------------------------------------------------------------- ________________ અંતરીક્ષમાંથી દેવીઓ પણ પ્રભુની સન્મુખ નાયારંભ કરવા લાગી. અજિતકુમાર અલંકારો પહેરી સુપ્રભા નામની દેવરચિત શિબિકામાં આરૂઢ થયા. ત્યાંથી સહસ્ત્રાપ્રવણ નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. શિબિકામાંથી ઉતરી અજિતકુમારે અલંકારો ઉતાર્યા. એ જ સમયે ઈન્દ્રે આપેલું દેવદુષ્ય વસ્ત્ર ધારણ કર્યું. મહા સુદ બીજના દિવસે ચંદ્ર જ્યારે રોહિણી નક્ષત્રમાં હતો ત્યારે સપ્તચ્છવૃક્ષની નીચે છઠ્ઠનો તપ કરીને સાયંકાળે અજિતકુમારે પોતાની જાતે જ પોતાના વાળનો પંચમુષ્ટિ લોચ કર્યો. ઈન્દ્રે તે કેશ પોતાના ખોળામાં લીધા અને તે લઈ ક્ષીર સમુદ્રમાં પધરાવી દીધા. પછી અજિતકુમારે વ્રત ઉચર્યું અને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ત્રણ જગતમાં પ્રકાશ ફેલાયો. નારકીના જીવોને ક્ષણિક સુખનો અનુભવ થયો. હવે અજિતકુમા૨ રાજામાંથી મુનિ મહારાજ બન્યા. એટલે કે અજિતકુમા૨માંથી અજિતનાથ પરમાત્મા - પ્રભુ બન્યા. તેથી ઈન્દ્રે અને સગરકુમારે આનંદથી પ્રભુની સ્તુતિ કરી. દેવોના સમૂહ સાથે ઈન્દ્ર નંદીશ્વર દ્વીપે ગયો અને ત્યાં જે રીતે પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો હતો, એ રીતે દીક્ષામહોત્સવ પણ ઉજવ્યો. અંતે સૌ ઈન્દ્રોદેવો વગેરે પોતપોતાના સ્થાને ગયા. બીજે દિવસે પ્રભુએ બ્રહ્મદત્ત રાજાને ત્યાં દૂધની ખીર વહોરી પારણું કર્યું. એ વખતે ત્યાં જ દેવતાઓએ સોનૈયાની વૃષ્ટિ કરી. આ પછી અજિતનાથ પ્રભુ વિહાર કરી પૃથ્વીતલ ઉપર વિહ૨વા લાગ્યા. બાર વર્ષ પછી ફરી એ જ ઉદ્યાનમાં આવી સપ્તચ્છદ વૃક્ષની નીચે ઊભા રહી પ્રભુ કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. સાતમા ગુણસ્થાનકને ભજવા લાગ્યા. અનુક્મે બારમાં ગુણસ્થાનકે પહોંચ્યા ત્યારે સર્વ ઘાતી કર્મો નાશ પામ્યા અને પોષ સુદ અગિયારસના દિવસે છઠ્ઠ તપની સાથે પ્રભુને ઉજ્જવળ અને ઉત્તમ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જ્યારે પણ તીર્થંક૨ ૫રમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે ઈન્દ્રનું આસન ચલાયમાન થાય છે અને અવધિજ્ઞાન વડે તેને પ્રભુના કલ્યાણક ઉજવવા માટે જાણકા૨ી મળે છે. અહીં શ્રી અજિતનાથ પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. તરત જ તેમણે અવધિજ્ઞાન વડે જાણ્યું અને અન્ય ઈન્દ્રો અને દેવતાઓના પરિવાર સાથે એકઠા થઈ રત્નજડિત સ્તંભોવાળું, ચિંતામણિ રત્ન સમાન, હીરા, માણેક, મોતી વગેરેથી આચ્છાદિત આસન અને સુવર્ણકમળોની શોભાવાળું ત્રણ ગઢ અને ચા૨ દ૨વાજાવાળું સમવસરણ રચ્યું એટલે પ્રભુ ‘તીર્થાયનમઃ’ શબ્દો બોલી તીર્થને નમસ્કાર કરી, મધ્યનાં સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા, એટલે વ્યંતર દેવતાઓએ મળીને ત્રણેય દિશામાં પ્રભુના પ્રતિબિંબો સ્થાપિત કર્યા. બાર પર્ષદામાં તમામ દેવો, સાધુ-સાધ્વીઓ, ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષીની દેવીઓ તેમજ મનુષ્ય અને તિર્યંચલોક સર્વે મળીને પ્રભુની દેશના સાંભળવા એકઠા થયા. પ્રભુએ જંબૂદ્દીપની રચના, મેરૂપર્વતનું સ્વરૂપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, આર્ય-અનાર્ય દેશોના લોકો વિષે, નંદીશ્વર દ્વીપ તેમજ ત્રણેય લોકનું વર્ણન કરતી દેશના સરળ અને સ્પષ્ટ વાણીમાં કહી સંભળાવી. આ સાંભળી તમામ જીવોને પોતપોતાનું સ્થાન અને કર્તવ્ય વિષે સમજ ઊભી થઈ. આ બાજુ સગર રાજાની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. જ્યારે સગ૨કુમા૨નો જન્મ થયો ત્યારે જ સુપનપાઠકોએ તે ચશ્ર્વર્તી રાજા થશે એવી આગાહી કરી હતી. ચક્વર્તી રાજા આ રીતે પ્રાપ્ત થયેલાં ચરત્ન વડે જુદી જુદી દિશાના તમામ સામ્રાજ્યો ઉપર વિજય મેળવી ચક્વર્તીવદ પ્રાપ્ત કરે એ રીતે સગરકુમારે પણ છ ખંડો પર વિજય મેળવી ચર્તીપદ ધારણ કર્યું. સગર ચક્વર્તીને અનુક્ર્મ સાઠ હજાર પુત્રો થયા ત્યારે મોટા પુત્ર જન્ટુકુમારે તેમને કહ્યું, “હે પિતાજી ! ૪૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ આપે તો તમામ સામ્રાજ્ય પર વિજય મેળવી લીધો, હવે અમારે તો ક્યાંય યુદ્ધો કરવાનું રહ્યું નથી.” આ વાત સાંભળી સગર ચક્વર્તીએ તેની પાસે રહેલાં રત્નોમાંથી સ્ત્રીરત્ન સિવાયના રત્નો લઈ જવાની છૂટ આપી. આ રત્નો લઈ તે પુત્રો ગયા. રસ્તામાં અનેક અપશુકનો થયાં. ધીમે ધીમે ફરતા ફરતા તેઓ અષ્ટાપદ પર્વતે ગયા. તેઓએ આ પર્વતની ભવ્યતા જોઈ અને વિચારવા લાગ્યા કે જો કોઈ દુશ્મન અહીં ચડી આવે તો આ શ્રેષ્ઠ પર્વતનો નાશ થઈ જાય. એટલે તેને બચાવવાના ઉપાય તરીકે તેના રક્ષણ માટે એક ખાઈ તે પર્વતની ફરતી બાજુએ કરવાનું વિચાર્યું. તેમની પાસે રહેલાં ચક્રરત્નોમાંથી દંડ રત્નનો ઉપયોગ કરી પર્વતની ફરતી એક હજાર જોજન ઊંડી ખાઈ કરી. આ સમયે નીચે રહેલા નાગકુમાર દેવતાઓનાં સ્થાન ડોલવા લાગ્યાં. તેમનો વડો ઈન્દ્ર વલનપ્રભ કોપાયમાન થયો અને જન્દુકુમાર પાસે આવીને ફરિયાદ કરવા લાગ્યો. આ સાંભળી જહુકુમારે કહ્યું, “હે નાગરાજ! તમારા સ્થાનોનો અમે નાશ કરવા માગતા નથી, પરંતુ આ મહાન એવા અષ્ટાપદ પર્વતની રક્ષા માટે ખાઈ ખોદવાનું કાર્ય કરીએ છીએ માટે અમારો આ અપરાધ લાગ્યો હોય તો તે ક્ષમ્ય ગણશો.” આ વાત સાંભળી નાગકુમાર દેવને શંકાનું સમાધાન થઈ ગયું, એટલે તે પાછો ગયો. એ પછી તે ખાઈ પાણીથી પૂરવા માટે દંડરત્નનો ઉપયોગ કરી ગંગા નદીના પ્રવાહને એ બાજુ વાળી દઈ જહુકુમાર વગેરે ભાઈઓએ આ ખાઈને પાણીથી ભરી દીધી. વલનપ્રભ ઈન્દ્ર અતિ કોપાયમાન થયા અને તેણે તેમના અપરાધ બદલ દૃષ્ટિ વિષ સર્પ વડે સૌને બાળી નાખ્યા. આ સમાચાર સગર ચક્વર્તીએ સાંભળ્યા, ત્યારે તેને ખૂબ જ દુ:ખ થયું. તે વિચાર કરવા લાગ્યો કે આ રીતે તેના તમામ પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા. એ સમયે ઈન્દ્ર મહારાજાએ બ્રાહ્મણનું રૂપ લીધું અને સગર ચક્વત પાસે આવીને કહ્યું કે એમાં આવી રીતે ખેદ પામવાની જરૂર નથી. ગંગાનદીનો પ્રવાહ વાળેલો હતો એટલે તેના પ્રવાહથી આજુબાજુના ગામડાઓમાં પાણી ફરી વળ્યા. આ પછી સગર ચક્વર્તીએ તેના પૌત્ર ભગીરથ પાસે આ પ્રવાહને સમુદ્રમાં વાળી દેવા માટે કહ્યું. અંતે ગંગાનદીનો પ્રવાહ સમુદ્ર સાથે ભળ્યો. ભગીરથ જ્યારે આ કાર્ય પતાવીને પાછો આવતો હતો, ત્યારે અજિતનાથ પ્રભુને જોયા. તેને થયું કે પોતાના પિતાઓને આ રીતે એક સાથે શા માટે મારી નાખવામાં આવ્યા હશે ? આ શંકાનું સમાધાન શોધવા તેણે પ્રભુને પૂછયું. ત્યારે તેમણે જણાવ્યું, “હે ભગીરથ ! એક વખત એક સંઘમાં અનેક શ્રાવકો યાત્રાએ નીકળ્યા હતા. એક વખત રાત્રિ રોકાણ માટે તેઓએ એક ગામમાં કોઈ કુંભાર પાસે આશ્રય લીધો. ગામમાં મોટા ભાગે ચોર લોકો હતા તેઓ આ સંઘને લૂંટવા આવ્યા ત્યારે તે કુંભારે તેમને સમજાવ્યા. આથી આ સંઘ બચી ગયો. આ ચોરની પ્રવૃત્તિઓ એટલી વધી ગઈ હતી તેથી રાજા તેનાથી કંટાળી ગયો અને તેણે આખું ગામ બાળી દીધું. ફક્ત પેલો કુંભાર બચી ગયો. જે ગામ લોકો બચી ગયા તેઓ તારા પિતાઓ થયા.” આ આખી વાત સાંભળ્યા પછી ભાગીરથ ઘેર આવ્યો. તેણે સગર ચક્વર્તીને આ વૃત્તાંત કહી સંભળાવ્યું. સગર ચક્વર્તીને સંસારની અસારતા સમજાણી. તેણે ભાગીરથને રાજ્ય સોંપી દઈ શ્રી અજિતનાથ ભગવાન પાસે જ ચારિત્ર ગ્રહણ કર્યું અને પરંપરાએ મોક્ષપદ પામ્યા. અજિતનાથ ભગવાન પૃથ્વી પર વિહાર કરતા હતા. તેમને પંચાણું ગણધરો, એક લાખ મુનિ, ત્રણ લાખ ત્રીસ હજાર સાધ્વી, ત્રણ હજાર સાતસો ચૌદ પૂર્વધારી, એક હજાર ચારસો પચાસ મન:પર્યવજ્ઞાનીઓ, નવ 5 હજાર ચારસો અવધિજ્ઞાનીઓ, બાવીશ હજાર કેવળી, બાર હજાર ચારસો વાદી, વીસ હજાર ચારસો વૈશ્યિ Page #71 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિવાળા, બે લાખ અઠ્ઠાણું હજાર શ્રાવક, પાંચ લાખ પસ્તાલીસ હજાર શ્રાવિકા જેવડો વિશાળ પરિવાર તે થયો. આ પછી નિર્વાણ સમય નજીક આવેલો જાણી પ્રભુ સમેતશિખર પર્વતે આવ્યા. તીર્થંકર પરમાત્મા હંમેશા નિર્વાણકાળ નજીક આવવાની વાત જાણતા હોય છે. શ્રી અજિતનાથ પ્રભુએ આ રીતે બોતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં એક હજાર સાધુ સાથે અનશન શરૂ કર્યું. ઈન્દ્રનું આસન આ સમયે પણ ચલાયમાન થયું. પરમાત્માનાં દરેક કલ્યાણકો ઈન્દ્ર દ્વારા ઉજવાય છે. અનશનને એક માસ પૂરો થયો ત્યારે ચૈત્ર સુદ પાંચમને દિવસે ચંદ્ર જ્યારે મૃગશિર નક્ષત્રમાં આવ્યો ત્યારે પ્રભુ નિર્વાણ પામ્યા. દેવતાઓ તેમના દેહનો અગ્નિસંસ્કાર કરી નિર્વાણ મહોત્સવ ઉજવવા નંદીશ્વર દ્વીપમાં ગયા. ત્યાં વિધિપૂર્વક તેમજ પૂર્ણ ભાવપૂર્વક નિર્વાણ કલ્યાણક ઉજવ્યું. આ રીતે શ્રી અજિતનાથ અઢાર લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, ત્રેપન લાખ પૂર્વ ઉપરાંત રાજા તરીકે, બાર વર્ષ છદ્મસ્થપણામાં અને એક લાખ પૂર્વમાં ઓછો સમય કેવળીપણે વિચર્યા. આમ કુલ બોતેર લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને શ્રી અજિતનાથ ભગવાન, શ્રી ઋષભદેવ પરમાત્મા પછી પચાસ લાખ કરોડ સાગરોપમના આંતરે થયા. શ્રી અજિતનાથ પ્રભુના ચરિત્રગઠનમાં પ્રભુની મહાનતા ઘટાવવામાં કોઈ અવિનય થયો હોય અથવા શાસ્ત્ર વિરૂદ્ધ અર્થઘટન થયું હોય તો ક્ષમા પ્રાર્થી આ સાથે બીજા તીર્થંકર પરમાત્મા શ્રી અજિતનાથ ભગવાનનું ચરિત્રલેખન પૂર્ણ કરું છું. suuuuuuN ૪૭)vuuurn Page #72 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री संभवनाथ ।। 5 PSKE UZAIBILE INCOM ARRPAL DooG000 ooooo0000 SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR त्रिमुख यक्ष दुरितारि देवी ॥श्री संभवनाथ ॥ VISHVA BHAVYA JANARAM KULYA TULYA JAYANTITAHA DESHANA SAMAYE VACHAH SHREE SAMBHAVA JAGAT PATEHE विश्वभव्यजनाराम-कुल्यातुल्या जयंति ता: । देशनासमये वाचः, श्री संभवजगत्पतेः ॥३॥ in Edotion International Page #73 -------------------------------------------------------------------------- ________________ ફોટો સૌજન્ય શ્રી સંભવનાથ ભગવાન શ્રી રૂપાણી (કમળાબેન) જૈન ઉપાશ્રયના બહેનો ભાવનગર સ્તુતિ જે શાન્તિનાં સુખ-સદનમાં મુક્તિમાં નિત્ય રાજે, જેની વાણી ભવિકજનનાં ચિત્તમાં નિત્ય ગાજે; દેવેન્દ્રોની પ્રણયભરીની ભક્તિ જેને જ છાજે, વન્યું તે સંભવજિનતણા પાદપો હું આજે. ચૈત્યવંદન સાવત્થી નય૨ી ઘણી, શ્રી સંભવનાથ, જિતારિ નૃપ નંદનો, ચલવે શિવ સાથ. સેના નંદન ચંદને, પૂજો નવ અંગે; ચારશે ધનુષ્યનું દેહ માન, પ્રણમો મનરંગ, સાઠ લાખ પુરવતણું એ, જિનવર ઉત્તમ આય, તુરંગ લંછન પદપદ્મને, નમતાં શિવ સુખ થાય. થોય સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા, ષટ્ જીવના ત્રાતા, આપતા સુખશાતા, માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન શાતા, દુઃખ દોહગ વાતા, જાસ નામે પલતા. 3 ...... ... ૧ સ્તવન સંભવદેવ તે ધુર સેવો સવેરે, લહી પ્રભુસેવન ભેદ; સેવનકારણ પહિલી ભૂમિકારે, અભય અદ્વેષ અખેદ. સં. ૧ ભય ચંચલતા હો જે પરણામનીરે, દ્વેષ અરોચક ભાવ; ખેદપ્રવૃતિ હો કરતાં થાકીયેરે. દોષ અબોધિ લખાવ. સં. ૨ ચર્માવત્તન હો ચરમ કરણ તથારે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે વળ દૃષ્ટિ ખુલે ભલીરે, પ્રાપ્તિ પ્રવચનવાક. સં. ૩ પરિચય પાતક હો ઘાતક સાધુશ્રે, અકુસળ અપચયચેત; ગ્રંથઅધ્યાતમ શ્રવણ મનન કરીરે, પરિસીલન નયહેતા સં. ૪ કારણ જોગે હો કારજ નીપજેરે, એહમાં કોઈ ન વાદ; પિણ કારણ વિણ કારજ સાધીયેરે, તેજિનમત ઉનમાદ. સં. પ મુગ્ધ સુગમ કરિ સેવન આદરેરે, સેવન અગમ અનૂપ; દેજો કદાચિત સેવક યાચનારે, આનંદઘન રસરુપ. સં. ર ૩ ફોટો સૌજન્ય Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથ પ્રભુનું ચરિત્ર હે વીણાવાદિની દેવી સરસ્વતી ! સંસારના તાપનું શમન કરાનારા, ત્રણે લોકના સ્વામી, સંસારને છેદનારા અને સમગ્ર પૃથ્વીને પવિત્ર કરી, પુણ્યની જ્યોતને પ્રજ્જવલિત કરનારા શ્રી સંભવનાથ પ્રભુના ચરિત્રને મતિ અનુસાર ગઠિત કરવાના આ પ્રયાસમાં શાસનદેવની કૃપાદૃષ્ટિ થાઓ ! Iી ભવ પહેલો || જે રીતે જંબૂદીપના મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકરોના આગમનથી સમગ્ર પૃથ્વીતલ પરમ પાવન બની રહ્યું હતું, એ રીતે ઘાતકીખંડના ઐરાવત ક્ષેત્રમાં આવેલી નગરી ક્ષેમપરા પણ પાવન ભૂમિ ગણાતી. આ ક્ષેત્રમાં ઉત્તમ પુરુષો અને ઉત્તમ આત્માઓએ જન્મ લીધો હતો. તેથી ક્ષેમપરા નગરી શ્રેષ્ઠીવર્યોના આવાસથી શોભી રહી હતી. ક્ષેમપરા નામની આ નગરીમાં વિપુલવાહન નામનો રાજા હતો. વનવગડાની વાટે, ધોમધખતા તાપમાં ચાલ્યા જતા મુસાફરો જ્યારે સૂરજ નારાયણના શ્રાપને સહન કરી લાચાર થઈ ગયા હોય ત્યારે, જો અચાનક એકાદ લીલુંછમ વૃક્ષ નજરે ચડે અને તેની શીતળ છાયામાં જતા જ જે સુખદ ક્ષણોનો અનુભવ થાય, એવો અનુભવ વિપુલવાહન રાજાના આશ્રયે આવનારને થતો. તેમની પાસે આવનાર વ્યક્તિ પોતાના દુઃખ કે થાકને ભૂલી જતી અને પરમ શાતાનો અનુભવ કરી પ્રસન્ન થઈ પાછી જતી. પ્રજાપાલક તરીકે ખૂબ જ નામના મેળવનાર વિપુલવાહન રાજા સેવા, સદ્ગણ અને ઉમદા આદર્શના નમૂનારૂપ હતો. પ્રજાના સુખ માટે હંમેશા તે પ્રયત્નો કરતો. તેની છત્રછાયામાં પ્રજાજનો સુખ અને સંતોષનો શ્વાસ લેતા. ઘણી વખતે વધુ પડતુ સુખ માણસ જીરવી ન શકે અથવા તો જાણે પ્રકૃતિને આ વાત મંજૂર ન હોય એવું બને. વિપુલવાહન રાજા અને પ્રજા સંતોષનો રોટલો ખાતા હતા. એક વખત તે નગર પર પ્રકૃતિનો પ્રકોપ ઊતર્યો. ચોમાસું બેસતા જ આકાશમાં અષાઢી વાદળો ઊતરી આવે અને પછી તો ચોમાસામાં વરસાદની હેલી ચડે. જીવ-જંતુની જેમ માનવહૈયાં પણ હિલ્લોળા લેવા લાગે, એની બદલે, મહા દુષ્કાળ પડ્યો. આકાશમાં કોઈ વાદળ ન રચાય, ધરતીની ગોદમાં જાણે કે ઊંડા ચીરા પડયા હોય, એ રીતે ચારે બાજુ ઉજ્જડ અને વેરાન વગડા દેખાતા હતા. નદી - તળાવના પાણી સૂકાઈ ગયા હતા. જીવ - જંતુઓ અને વનસ્પતિ પાણી વગર પીડાતા હતા. હજારો પશુ – પંખી અને માણસો ભૂખમરાનો ભોગ બની મરવા માંડયા હતા. એ સમયે ચારે બાજુએ ભૂખ્યા લોકોની ચીસો વિપુલવાહન રાજાના ધ્યાન પર આવી. આ સાંભળી તેને ખૂબ જ દુઃખ થયું. તેને થયું કે પોતાની હાજરી હોવા છતાં પોતાની પ્રજાને ભૂખમરો સહન કરવો પડે છે ? પ્રજાપાલક રાજા આવા સમયે જ સાચી દયા અને પ્રજા પ્રત્યેનો પ્રેમ બતાવે છે. તેની હાજરીમાં પ્રજા ભૂખે મરે તો રાજાનો પ્રજા પ્રત્યેનો ધર્મ શું ? વિપુલવાહન રાજાને લાગ્યું કે સાધુ-સાધ્વી અને પ્રજા-ચતુર્વિધ સંઘ દુકાળના ઓળામાં સપડાઈ જશે તો (૪૮) Page #75 -------------------------------------------------------------------------- ________________ છે શાસન પ્રત્યેનો દ્રોહ ગણાશે. તરત જ તેમણે તેના રસોઈયાને આજ્ઞા કરી કે મારા માટે જે કાંઈ અન રાંધેલું છે હોય એ મુનિ - મહારાજાઓને વોહરાવી દો અને બીજા અન્નથી શ્રાવકોને જમાડો. આ માટે રાજાએ તેના અનાજના કોઠારો ખુલ્લા મૂકી દીધા. રાજાની આજ્ઞા થતા રસોઈયાઓએ નવાં નવાં ભોજન બનાવી શ્રાવકોને જમાડયા. અને પોતાની માટે રાંધેલાં અનાજમાંથી સાધુઓને વોહરાવ્યું. જ્યાં સુધી દુકાળની પરિસ્થિતિ ચાલુ રહી ત્યાં સુધી રાજા વિપુલવાહને મુનિ ભગવંતોની અને શ્રાવક - શ્રાવિકાઓની આ પ્રમાણે ભક્તિ કરવાનું ચાલું રાખ્યું. ભૂખી પ્રજાએ રાજાને અનેક આશીર્વાદ આપ્યા અને સાધુ ભગવંતોએ તેમના આ કૃત્યને પુણ્યકર્મની રીતે નવાર્યું. આવી ભક્તિના પ્રતાપે વિપુલવાહન રાજાએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. એક વખત રાજા વિપુલવાહન પોતાના મહેલની અગાશીમાં બેઠા બેઠા પ્રકૃતિના રંગોના દર્શન કરી રહ્યો હતો. એ સમયે એક વાદળ આકાશમાં ચડી આવ્યું. થોડીવારમાં તો તે વાદળ વેરાઈ પણ ગયું. રાજાએ આ બન્ને પરિસ્થિતિને બરાબર ધ્યાનથી નિહાળી હતી. તેણે વિચાર્યું કે સાંજ પડતા પશ્ચિમાકાશમાં સંધ્યાના અવનવાં રંગોની લીલા રચાય છે. ક્ષણિક સુખ પછી ફરી આકાશ મૂળ સ્વરૂપ ધારણ કરે છે. પુનમની ચમકતી ચાંદની કાયમ નથી હોતી. ચઢી આવેલું વાદળ જે રીતે વેરાઈ ગયું, એ રીતે આ માનવજીવન પણ ક્ષણભંગુર છે. આજે જે સુખનાં સાધન લાગે છે તે ઘડીભરમાં હતાં ન હતાં થઈ જાય છે. જે સુખ આજે પ્રસન્નતા અપાવે, એ જ્યારે પૂરાં થઈ જાય છે ત્યારે ફરી નિરાશા અને અજંપો ફેલાવે છે. આ આત્માએ આજે આ સુંદર દેહ ધારણ કર્યો છે, તે આવતી કાલે કરમાઈ જવાનો છે. આ રીતે આ નાશવંત સંસાર પ્રત્યે મોહ રાખવો યોગ્ય નથી. આવા વિચાર સાથે રાજા વિપુલવાહનને સંસારના સર્વ પદાર્થો પર વૈરાગ ભાવ ઉત્પન્ન થયો. આ સંસારની અસારતા સમજાણી અને પોતે મોક્ષસુખના ઉપાય તરીકે સંયમજીવન અનિવાર્ય છે એમ માની દીક્ષા લેવાનું નક્કી કર્યું. જ્ઞાની પુરુષો જ ક્ષણિક સુખની અનુભૂતિને કાયમી માની સ્વીકારી લેતા નથી. સામાન્ય માનવ આકાશમાં ઘેરાતાં અને વિખેરાતાં વાદળોને જોઈને આવું કાંઈ વિચારી શકતો નથી. વિપુલવાહન રાજાએ તેના કુંવર વિમલકીર્તિ સમક્ષ પોતાનો વિચાર પ્રગટ કર્યો. તેમણે કહ્યું, “હે વત્સ! હવે મને આ સંસાર પરથી મોહ ઊતરી ગયો છે. સાચું સુખ તો ચારિત્રગ્રહણ કરી પરંપરાએ મોક્ષપ્રાપ્તિ કરવામાં જ છે. માટે હવે આ રાજ્યનો કારભાર તું સંભાળે એમ હું ઈચ્છું છું.” આજ્ઞાપાલક પુત્ર પિતાજીના વચનોને ઝીલવા અને અમલમાં મૂકવા હંમેશા તૈયાર જ હોય છે. પછી તેનું પરિણામ શું આવશે તેની પરવા કરતો નથી. વિમલકીર્તિકુમારે પણ પિતા વિપુલવાહનની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને પિતાજીની ઈચ્છા અનુસાર તેમને ચારિત્રગ્રહણ કરવા માટેની બધી તૈયારી શરૂ કરી. વિપુલવાહને રાજ્ય કારભાર વિમલકીર્તિકુમારને સોંપી દીધો અને સ્વયંપ્રભ નામના આચાર્ય પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. સાધુજીવનની સાર્થકતા સંયમજીવન પર છે. જે સાધુ સંયમજીવનને ઉજ્જવળ બનાવે એટલે કે વિધિપૂર્વકની સંયમ સાધના કરે એ પોતાના પુણ્યકર્મને વધુ મજબૂત બનાવે છે. તેના પુણ્યકર્મમાં ઉમેરો થાય વિપુલવાહન રાજાએ સાધુતા સ્વીકાર્યા પછી ઉત્તમ ચારિત્રજીવન જીવવાનું શરૂ કર્યું. વીશ સ્થાનક તપની આરાધના કરી બાંધેલાં તીર્થંકર નામકર્મને વધુ પોષક બનાવ્યું. પરંપરાએ તેમનું આયુષ્ય પૂર્ણ થતાં વિપુલવાહન . મુનિભગવંત ત્યાં કાળધર્મ પામ્યા. Suu uuuuuuu(૪૯) Page #76 -------------------------------------------------------------------------- ________________ GSSS = = = = III ભવ બીજો || વિપુલવાહન રાજાએ પ્રથમ ભાવમાં ભૂખથી પીડાતા જીવ-જંતુઓ, પશુ-પક્ષીઓ તેમજ પ્રજાજનો માટે એ પરિસ્થિતિ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાનાં અનાજના ભંડારો ખુલ્લા મુકી દીધા હતા. એ વખતે બાંધેલાં અને પછી તેને પોષેલાં પુણ્યકર્મના પરિણામે બીજા ભવમાં તેમનો જીવ આનત નામના નવમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવલોકમાં પરંપરા મુજબ સુખ-વૈભવ જ ભોગવવાના હોય, એ રીતે વિપુલવાહનનો જીવ દેવ સ્વરૂપે દેવલોકના સુખ ભોગવવા લાગ્યો. અહીં પણ તેના રૂપ, લાવણ્ય અને મોહક દેહાકૃતિનાં પરિણામે દેવાંગનાઓનો અતિપ્રિય બની ગયો. સુખપૂર્વક દિવસો પસાર કરતા કરતા, ત્યાનું આયુષ્ય પૂર્ણ થતાં વિપુલવાહનના જીવનું ત્યાંથી ચ્યવન થયું. પૂર્વના પુણ્યોદયે દેવલોકના સુખ પામ્યા પછી પણ પુણ્યરાશિમાં જો વધારો થયો હોય તો તે જીવનું ચ્યવન ફરીથી ઊંચ ગોત્રમાં થાય છે. અહીં વિપુલવાહને તેનો બીજો ભવ પૂર્ણ કર્યો. [ભવ ત્રીજો આનત નામના દેવલોકમાંથી વિપુલવાહનનો જીવ પૂર્વ ભરતાર્ધમાં આવેલી વસ્તી નગરીમાં જિતારી રાજાની સેનાદેવી રાણીની કુક્ષિને વિષે ફાગણ સુદ આઠમને દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ આવ્યો, ત્યારે પુત્ર તરીકે ઉત્પન્ન થયો. આ સમયે સેનાદેવી રાણીએ ચૌદ માસ્વપ્નો જોયાં. આ ચૌદ સ્વપ્નો એટલે તીર્થકરની માતા સ્વપ્નો જુએ છે એ જ સ્વપ્નો અનુક્રમે જોયા. આ સ્વપ્નો જોવાથી માતાના આનંદનો પાર ન રહ્યો. સવાર સુધી જાગતા રહીને આ સ્વપ્નોનું ફળ જાણવા જિતારી રાજાને વિનંતી કરી. રાજા પણ આ સ્વપ્નોની વાત સાંભળી ખૂબ જ પ્રસન્ન થયો. સુપન પાઠકને બોલાવવામાં આવ્યો. તેણે અગાઉ ચરિત્રોમાં વર્ણવ્યા પ્રમાણે ચૌદે ચોદ સ્વપ્નો અને તેનાં પરિણામો વિષે જણાવતા કહ્યું કે જે પુત્રનો જન્મ થશે તે તીર્થકર બનશે. આ સાંભળી જિતારી રાજા અને સેનાદેવી રાણીએ પોતાને ત્યાં ઉત્તમ વ્યક્તિના જન્મ થવા વિષેની વાત માટે સોનૈયાનું દાન કર્યું. અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસ થયા પછી માગશર સુદ ચૌદશને દિવસે ચંદ્ર મૃગશિર્ષ નક્ષત્રમાં હતો ત્યારે સેનાદેવીએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. તીર્થંકર પરમાત્માનું શરીર જન્મથી જ અશુચિરહિત હોય છે. એ રીતે અહીં પણ અશુચિરહિત શરીરવાળા, સુવર્ણવર્ણવાળા અને અશ્વના લાંછનવાળા પુત્રને પામી પિતા જિતારી અને માતા સેનાદેવી ખૂબ જ હર્ષ અનુભવવા લાગ્યા. આ સમયે નારકીના જીવોએ થોડી ક્ષણો સુખનો અનુભવ કર્યો. ત્રણેય લોકમાં પુણ્ય પ્રકાશ ફેલાયો. તીર્થકર ભગવાનના જન્મ સમયે ઈન્દ્રનું આસન ચલાયમાન થાય એટલે અવધિજ્ઞાન વડે તેમને ખબર પડે કે તીર્થકર ભગવાનનો જન્મ થયો છે. અત્યારે પણ ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. તેણે અવધિજ્ઞાન વડે જાણ્યું કે શ્રાવસ્તી નગરીમાં જિતારી રાજાના ઘેર તીર્થંકર પરમાત્મા પુત્રરૂપે જન્મ્યા છે. તરત જ દેવદુદુભિનો નાદ છે Liા Page #77 -------------------------------------------------------------------------- ________________ છ થયો એટલે અન્ય ઈન્દ્રો, દેવતાઓ વગેરેએ આવી પરમાત્મા અને તેમની માતાને નમસ્કાર કર્યા. જ્યારે તે પરમાત્મા ગર્ભમાં હતા ત્યારે તે રાજ્યમાં શીંગ (શંબા)નું ધાન્ય ખૂબ જ પ્રમાણમાં થયું હતું. એટલે રાજાએ તેનું નામ સંભવકુમાર પાડ્યું. ઈન્દ્રોની સાથે આઠ દિશામાંથી વિવિધ વસ્તુઓ - દર્પણ, ચામર આદિ લઈને દિકકુમારિકાઓ પણ પ્રભુનો જન્મોત્સવ ઉજવવા આવી પહોંચી. ઈન્દ્ર પંચરૂપ ધારણ કર્યા. આ પહેલા ઋષભદેવ પ્રભુના ચરિત્રમાં જણાવ્યું એ જ પ્રમાણે પાંચ રૂપે અલગ અલગ વિધિ કરી અને સંભવકુમારને મેરુપર્વત પર જન્માભિષેક માટે લઈ ગયા. પવિત્ર અને સુગંધી જળ, તેલ, મર્દન અને વિલેપન વિધિ અનુસાર સ્નાન કરાવ્યું. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી. દેવીઓએ આવીને માતા માટે સૂતિકા કર્મ કર્યું. જુદી જુદી દિશામાં દિકકુમારિકાઓ ગોઠવાઈ ગઈ. પ્રભુ સંભવકુમારનો અભિષેક મહોત્સવ પૂર્ણ થતાં ફરી ઈન્દ્ર પાંચ રૂપ ધારણ કર્યા. અને માતાની પાસે તેમને મૂકી, પ્રણામ કર્યા. દેવીઓએ મંગળ ગીતો દ્વારા પ્રભુના જન્મનો મહોત્સવ ધામધુમપૂર્વક ઉજવ્યો. ઈન્દ્રો, દેવતાઓ દેવીઓ વગેરે સૌ ઉલ્લાસપૂર્વક વિધિ પૂર્ણ કરી પોતાના સ્થાને ગયા. સંભવકુમાર અનેક ધાત્રીઓના લાલનપાલનથી મોટા થવા લાગ્યા. ચારસો ધનુષ્ય ઊંચું દેહમાન ધરાવતા સંભવકુમાર જ્યારે યૌવનવય પામ્યા, ત્યારે તેમના પિતાએ દેવાંગનાઓ જેવી હજારો કન્યાઓને એમની સાથે પરણાવી. રાજ વૈભવ અને સુખસાહ્યબી ઉપરાંત દેવકન્યાઓ જેવી રાણીઓ હોવાથી સંભવકુમાર જાણે સ્વર્ગલોકનું સુખ ભોગવતા હતા. આ રીતે પંદર લાખ પૂર્વ પસાર થયાં ત્યારે જિતારી રાજાએ સંભવકુમારને રાજગાદી સોંપી દીક્ષા લીધી. સંભવકુમાર રાજા બન્યા પછી ઉત્તમ રાજવહીવટ અને પ્રજાપાલક હોવાથી લોકોના પ્રિય બન્યા. આ રીતે ચાર પૂર્વાગ અને ચુંમાલીસ લાખ પૂર્વ પસાર થયા. એક વખત સંભવકુમાર સંસાર અને તેની વિષમ પરિસ્થિતિઓ વિષે ચિંતન કરતા બેઠા હતા. ત્યારે લોકાંતિક દેવોએ અવસરને અનુલક્ષીને સંભવકુમારને વિનંતી કરતા કહ્યું, “હે સ્વામી! આપ તીર્થ પ્રવર્તાવો!” દેવોની આજ્ઞા અનુસાર સંભવકુમાર રાજાએ વરસીદાન આપવાનું શરૂ કર્યું. ઈન્દ્ર આદિ દેવોએ વિવિધ સ્થળોએથી સુવર્ણ અને ધન વગેરે લાવીને આ દાનમાં ઉમેરો કર્યો. આ રીતે દાન આપવાથી લોકોનું દારિદ્ર દૂર થયું. છેવટે માગશર સુદ પુનમના દિવસે મૃગશિર નક્ષત્રના યોગે છઠ્ઠનું તપ કરીને ચારિત્ર ગ્રહણ કરવાનું જાણી ઈન્દ્રો તેમજ અન્ય દેવતાઓ સંભવકુમાર રાજાનો દીક્ષા મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. શિબિકા તૈયાર થતા તેમાં સંભવકુમાર રાજાને સિંહાસન પર સ્થાપિત કર્યા. દેવદુદુભિ અને વાજિંત્રોના ધ્વનિ, પુષ્પવૃષ્ટિ અને લોકસમુદાય વચ્ચે સંભવકુમારે પંચમુષ્ટિ લોચ કર્યો. તેમના કેશ ઈન્દ્ર મહારાજે ગ્રહણ કર્યા. આભૂષણોના ત્યાગી, પંચ મહાવ્રતધારી અને તીર્થ સ્થાપકને જોવા ઉમટેલા લોકોએ પણ આ મહોત્સવને વધાવી લીધો. ઈન્દ્ર દેવદુષ્ય વસ્ત્ર પ્રભુને ખંભે નાખ્યું. દીક્ષાવિધિ પૂર્ણ કરતા ઈન્દ્રો, દેવતાઓ દેવીઓ વગેરે સ્વસ્થાને પધાર્યા. બીજે દિવસે એ જ નગરના સુરેન્દ્રદત્ત રાજાને ઘેર પ્રભુએ ક્ષીરથી છઠ્ઠ તપનું પારણું કર્યું. એ સમયે દેવતાઓએ તેમના ઘેર સોનૈયાની વૃષ્ટિ કરી. સંભવનાથ પ્રભુ ત્યાંથી વિહાર કરી જુદા જુદા નગરમાં, ગામોમાં તેમજ નવાં નવાં સ્થાનોમાં ગયા. આ રીતે ચૌદ વરસ પસાર થયાં. ત્યાંથી એક વખત તે સહસાગ્ર નામના વનમાં આવ્યા. ત્યાં આવી સાળ વૃક્ષની નીચે શુકલ ધ્યાન સહિત પ્રભુએ કાર્યોત્સર્ગનો પ્રારંભ કર્યો. છઠ્ઠ તપ સહિત જ્યારે ચંદ્ર મૃગશિર્ષ નક્ષત્રમાં Page #78 -------------------------------------------------------------------------- ________________ » હતો ત્યારે કારતક વદી પાંચમના દિવસે પ્રભુને કેવળજ્ઞાન થયું. ચારે તરફ જ્ઞાનરૂપી પ્રકાશનાં અજવાળાં થયાં. ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. તેણે અવધિજ્ઞાન વડે જાણ્યું કે પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, ત્યારે તે અને અન્ય ઈન્દ્રો, દેવતાઓ વગેરે ત્યાં આવી પહોંચ્યા. જ્યારે પણ તીર્થંકર પરમાત્માને કેવળજ્ઞાન થાય, ત્યારે ઈન્દ્રો આવીને ભવ્ય સમવસરણ રચી તેમાં સિંહાસન સ્થાપી, પ્રભુના બિંબ ત્રણ દિશામાં સ્થાપી, ખૂબ જ ઊંચું અશોકવૃક્ષ રચી બાર પર્ષદા માટે ત્રણ ગઢ અને ત્રણ ગઢમાં ચાર-ચાર દરવાજા, માણેક મઢેલાં તંભો, રત્નજડિત પુતળીઓવાળાં સિંહાસન પર જવા માટે પગથિયાં વગેરેની રચના કરે છે. સંભવનાથ ભગવાન પણ આ રીતે રચેલાં સમવસરણના સિંહાસન પર આરૂઢ થયા અને બીજી ત્રણ દિશામાં ઈન્દ્ર પરમાત્માના બિંબોનું સ્થાપન કર્યું. દેવો, દેવીઓ, વિવિધ દિશામાંથી આવેલા ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવતાઓ, ચતુર્વિધ સંઘ તેમજ તિર્યંચ ગતિના જીવો સહિત બાર પર્ષદા તૈયાર થઈ. પરમાત્માએ ત્રણે ભુવનમાં જ્ઞાનનો પ્રકાશ થાય એ રીતે દેશના આપવાનું શરૂ કર્યું. સૌએ પોતાની શક્તિ અનુસાર તેમની વાણીનું રસપાન કર્યું. તે સમયમાં ત્રિમુખ નામે યક્ષ અને દુરિતારી નામે શાસનદેવી ઉત્પન્ન થયાં. તેમની સાથે બે લાખ સાધુઓ, ત્રણ લાખ છત્રીસ હજાર સાધ્વીઓ, બે હજાર એકસો પચાસ ચૌદ પૂર્વધારીઓ, નવ હજાર છસો અવધિજ્ઞાનીઓ, બાર હજાર એકસો પચાસ મન:પર્યવજ્ઞાનીઓ, પંદર હજાર કેવળજ્ઞાનીઓ, ઓગણીસ હજાર આઠસો વૈકિય લબ્ધિવાળા, બાર હજાર વાદી, બે લાખ ત્રણ હજાર શ્રાવકો અને છ લાખને છત્રીસ હજાર શ્રાવિકાઓ જેટલો પરિવાર થયો. કેવળજ્ઞાન પછી ચાર પૂવગ અને ચૌદ વરસ જુન લાખ પૂર્વ સુધી વિહાર કર્યો. આ સમયે અનેક જીવોને ઉપદેશ આપી બોધ પમાડયા પછી પોતાનો નિર્વાણ સમય નજીક આવ્યો જાણીને સંભવનાથ પ્રભુ પોતાના પરિવાર સાથે સમેતશિખર પર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે પાદોપગમન અનશન શરૂ કર્યું. એક માસના અંતે ચૈત્ર સુદ પાંચમને દિવસે પ્રભુનું નિર્વાણ થયું. કુલ સાઠ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું. આ રીતે ત્રીજા તીર્થંકર પરમાત્મા શ્રી સંભવનાથ પ્રભુનું ચરિત્ર પૂર્ણ કરું છું. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ કાંઈ આલેખન થયું હોય તો તે બદલ ક્ષમા યાચી ચરિત્રલેખનમાં યોગ્ય ક્ષમતા પ્રાપ્ત થવા માટેની પ્રાર્થના કરું છું. - નો IIIIIII Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીનો પરિવાર 0 ગણધર –૧૧૬ o કેવલજ્ઞાની –૧૪,000 0 મનઃ પર્યવજ્ઞાની -૧૧,૫૦ 0 અવધિજ્ઞાની –૯,૮૦૦ 0 વૈક્રિય લબ્ધિધારી -૧૯,000 0 ચતુર્દશ પૂર્વી –૧,૫00 0 ચર્ચાવાદી -૧૧,000 o સાધુ -૩,00,000 0 સાધ્વી -૬,૩૦,૦૦૦ 0 શ્રાવક -૨,૮૮,000 શ્રાવિકા –૫,૨૭,૦૦૦ એક ઝલક 0 માતા -સિદ્ધાર્થ o પિતા –સંવર O નગરી –અયોધ્યા O વંશ –ઈક્વાકુ 0 ગોત્ર -કાશ્યપ o ચિહ્ન –વાનર 0 વર્ણ -સુવર્ણ છે શરીરની ઊંચાઈ –૩૫૦ ધનુષ્ય 0 યક્ષ –યક્ષેશ 0 યક્ષિણી -કાલી O કુમારકાળ -૧૨,૫૦,૦૦૦ પૂર્વ 0 રાજ્યકાળ -૮પૂર્વાગ અધિક ૩૬.૫ લાખ પૂર્વ o છદ્મસ્થકાળ –૧૮ વર્ષ 0 કુલદીક્ષાપર્યાય -૮ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ ૦ આયુષ્ય –૫૦ લાખ પૂર્વ પંચ કલ્યાણકતિથિ સ્થાન નક્ષત્ર O ચ્યવન વૈશાખ સુદ ૪ વિજય અભિજીત O જન્મ મહા સુદ ૨ અયોધ્યા અભિજીત 0 દીક્ષા મહા સુદ ૧૨ અયોધ્યા અભિજીત O કેવળજ્ઞાન પોષ સુદ ૧૪ અયોધ્યા અભિજીત નિર્વાણ વૈશાખ સુદ ૮ સન્મેદશિખર પુષ્પ Page #80 -------------------------------------------------------------------------- ________________ 卐 ODD SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR ईश्वर यक्ष P www 11 श्री अभिनंदनस्वामी ॥ 6000 00000000 LY " 11 frigerì 11 ANEKATA MATAMBHODHI SAMMULASAN CHANDRAMAHA DADHYAD MAND MANANADM BHAGAVANA BHINANDANAH. ラブ अनेकान्तंमताम्भेधि-समुल्लासनचन्द्रमाः । HTTP: 118 ? DX $145 00000 SHRI JAIN ATMANAD SABH KHAR GATE, BHAVNAGAR काली देवी Page #81 -------------------------------------------------------------------------- ________________ ફોટો સૌજન્ય શ્રી અભિનંદનસ્વામી ભગવાન શ્રી લહેરચંદ દલીચંદ શાહ પરિવાર–ભાવનગર સ્તુતિ ચોથા આરારૂપ નભ વિષે દીપતા સૂર્ય જેવા, ઘાતિ કર્મોરૂપ મૃગ વિષે કેસરી સિંહ જેવા; સાચે ભાવે ભવિકજનને આપતા મોક્ષ મેવા, ચોથા સ્વામી ચરણયુગલે હું ચહું નિત્ય રહેવા. ચૈત્યવંદન નંદન સંવર રાયના, ચોથા અભિનંદન, પિ લંછન વંદન કરો, ભવ દુઃખ નિકંદન. ૧ સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન રાય, સાડા ત્રણશેં ધનુષમાન, સુંદર જસ કાય. ર વિનીતા વાસી વંદીએ એ, આયુ લખ પચાસ, પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ. 3 સ્તવન અભિનંદનજિન દરશણ ત૨સીયેં, દરશણ દુલભ દેવ; મતમત ભેદે૨ે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અ.૧ સામાન્ય કરી દરિશણ દોહિલું, નિરણય સફળ વિશેષ; મદમે ધેર્યોરે અંધોકિમ કરે, રવિ શશિ રૂપ વિલેખ. હેતુવિવાદે હો ચિત ધરિ જોઈયે, અતિ દુરગમ નયવાદ; આગમવાદે હો ગુરૂગમ કો નહિ, એ સબળો વિષવાદ. એ. ૩ ધાતી ડુંગર આડા અતિઘણા, તુજ દરશણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરૂ, સેંગુ કોઈ ન સાથ. દરશણ દશણ રટતો જો ફિરૂં, તો રણ રોઝ સમાન; જેહને પિપાસા હો અમૃત પાનની, કિમ ભાંજે વિષ પાન. અ. ૫ તરસન આવે હો મરણ જીવન તણો, સિડેં જો દરશણ કાજ; દરશણ દુરલભ સુલભ કૃપા થકી, આનંદધન મહારાજ અ. થોય સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાચો, થયો હીરો જાચો, મોહને દેઈ તમાચો; પ્રભુ ગુણ ગણ માચો, એહને ધ્યાને રાચો, જિન પદ સુખ સાચો, ભવ્ય પ્રાણી નિકાચો. .. 4 અ. ૨ અ. ૪ ફોટો સૌજન્ય Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામીનું ચરિત્ર હે શ્રુતજ્ઞાનની દેવી ! જેમના ગુણોની સમૃદ્ધિ વડે જગત આખું પરમ પાવન બની જાય છે, જેના સ્મરણથી ત્રણે લોકના જીવોને ૫૨મ શાતાનો અનુભવ થાય છે અને જેની દિવ્ય આભાના દર્શનથી અનેક પાપના તાપો શમે છે એવા શ્રી અભિનંદન સ્વામીના અમૃત કુંભરૂપી ઉજ્જવળ ગુણોના ગાનરૂપ આ ચરિત્ર આલેખન કરવાનું આ કલમમાં સામર્થ્ય પ્રગટો ! ભવ પહેલો જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં મંગલાવતી નામે વિજયમાં રત્નસંચયા નામની નગરી હતી. તેમાં મહાબલ નામે રાજા હતો. જેવી રીતે અનેક નદીઓના સમૂહથી બનતો પ્રદેશ શોભે છે એ રીતે અનેક ગુણોના ભંડા૨ સાથે રાજા શોભતો હતો. દાન, શીલ, તપ અને ભાવ - આ ચારેય પ્રકારના ધર્મોથી તેનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી બન્યું હતું. મહાપુરુષો પુણ્યાનુબંધી પુણ્યવાળાં હોય છે. આવા આ મહાબલ રાજાને માત્ર શ્રાવકધર્મ પૂરતો લાગ્યો નહીં, તેથી તેણે સંયમનો માર્ગ સ્વીકારવા માટે આચાર્ય વિમલસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. સાધુવેષમાં પણ તેમના ગુણોના પરિણામે તે ઉત્તમ પ્રકારનો ચારિત્ર ધર્મ પાળવા લાગ્યા. જેવી રીતે શ્રેષ્ઠ વેપારી વ્યાપારમાં ધનનું ઉપાર્જન કરે એ રીતે સાધુ મહાબલે પુણ્યનું ઉપાર્જન કર્યું હતું. વીસ સ્થાનક તપમાંના કેટલાક સ્થાનકોની આરાધના કરી છેવટે તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. આ રીતે તે લાંબા સમય સુધી ચારિત્ર પાળી, અનશન લઈને કાળધર્મ પામ્યા. ભવ બીજો મહાબલ રાજાએ દીક્ષા લીધા પછી, ઉત્તમ પુણ્યનું ઉપાર્જન કર્યું હતું. તેમના મૃત્યુ પછી તેમનો જીવ વિજય નામના વિમાનને વિષે મહર્ધિક નામના દેવ તરીકે ઉત્પન્ન થયો. ત્યાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય સુખપૂર્વક પસાર કર્યું. અનેક સુખ - સાહ્યબી હોવા છતાં જ્યારે આયુષ્ય પૂર્ણ થાય છે, ત્યારે તમામ સુખો અહીં છોડીને જવું પડે છે. મહાબલનો જીવ પણ દેવલોકના સુખ ભોગવી લીધા પછી સમયાંતરે ત્યાંથી ચ્યવી ગયો. ભવ ત્રીજો જંબુદ્રીપમાં ભરતક્ષેત્રમાં ઈન્દ્રોની નગરી જેવી અયોધ્યા નામે નગરી હતી. તેમાં ઘેર ઘેર સુંદર અને મણિમય સ્તંભો વડે શોભાયમાન આવાસો હતા. તેની રત્નજડિત દીવાલો પર પડતાં પ્રતિબિંબો તેની ---(૫૩)----- Page #83 -------------------------------------------------------------------------- ________________ શોભામાં વધારો કરતા હતા. તે સાથે ત્યાં આવેલાં ચૈત્યોની શોભા તો અવર્ણનીય હતી. સુવર્ણકમળો પર તો સૂર્યનાં કિરણો પડતાં જેવી શોભા ધારણ કરે એવી શોભા આ ચૈત્યોની જોવા મળતી હતી. આવી નગરીમાં સંવર નામનો રાજા હતો. આ રાજા પ્રજાનો સાચો રક્ષક અને ધર્મનો પણ રક્ષક હતો. તેના રાજ્યમાં પ્રજા સુખનો અનુભવ કરતી હતી. રાજકારભારની સાથે તેણે ધર્મનાં કાર્યો પણ એટલા જ રસપૂર્વક કરવામાં આનંદ અનુભવ્યો હતો. સંવર રાજાને સિદ્ધાર્થી નામની રાણી હતી. પુણ્યાનુબંધી પુણ્યના પરિણામે રાણી પણ ગુણવાન અને પ્રેમાળ હતી. સુંદર રૂપ-લાવણ્ય અને સપ્રમાણ દેહાકૃતિ ધરાવતી રાણી સિદ્ધાર્થી સંવર રાજાની સાથે યોગ્ય પતિવ્રતા ધર્મનું પાલન કરતી હતી. આ સિદ્ધાર્થા રાણીની કુક્ષીમાં મહાબલ રાજાના જીવે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને પુત્ર તરીકે ચ્યવન કર્યું. વૈશાખ સુદ ચોથના દિવસે જ્યારે જીવ ચ્યવીને આવ્યો ત્યારે ત્રણે જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. નારકીના જીવોએ ક્ષણિક સુખનો અનુભવ કર્યો. એક વખત માતા સિદ્ધાર્થીને રાત્રીના છેલ્લા પ્રહરમાં હાથી, વૃષભ, કેસરી સિંહ, શ્રીદેવી, પુષ્પની માળ, પરિપૂર્ણ ચંદ્ર, સૂર્ય, પૂર્ણ કુંભ, કમળોથી છવાયેલું સરોવર, ઉછળતા તરંગોવાળો સમુદ્ર, મનોહર દેવવિમાન, રત્નનો ઢગલો અને નિર્ધમ અગ્નિ જેવા ચૌદ મહાસ્વપ્નો જોયાં. સવારે ઊઠીને જ્યારે સિદ્ધાર્થ રાણીએ પોતાને આવેલાં ચૌદ સ્વપ્નોની વાત રાજાને કહી ત્યારે રાજાએ કોઈ મહાન પુત્રના આગમનનો સંકેત કર્યો. સુપન પાઠકોને બોલાવવામાં આવ્યા. તેમણે જણાવ્યું, “તમારો પુત્ર ચોથા તીર્થંકર પરમાત્મા થશે.” આ વાત સાંભળી માતા - પિતાના આનંદનો પાર ન રહ્યો. સમયાંતરે મહા સુદ બીજને દિવસે ચંદ્ર જ્યારે અભિચિ નક્ષત્રમાં હતો ત્યારે સિદ્ધાર્થ રાણીએ સુવર્ણના વર્ણવાળાં અને વાનરના લાંછનવાળાં પુત્રને જન્મ આપ્યો. પ્રભુના જન્મ પહેલાં સમગ્ર નગરીમાં હર્ષ અને આનંદ છવાયો હતો તેથી તેમના પિતાએ તેમનું નામ અભિનંદન રાખ્યું. પુત્રનાં લક્ષણ પારણામાંથી એ કહેવત અનુસાર, તીર્થંકર પરમાત્માનો જન્મ થાય ત્યારે ઈન્દ્રનું આસન કંપાયમાન થઈ, અન્ય દેવો અને ઈન્દ્રો સાથે શકેન્દ્ર પણ પ્રભુનો જન્મોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. નક્કી થયેલી ક્લિાઓ અનુસાર પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. બાળવયથી વૃદ્ધિ પામતા અભિનંદનકુમાર સાડા ત્રણસો ધનુષ્યની કાયા ધરાવતા અત્યંત તેજસ્વી લાગતા હતા. યુવાન વયે પહોંચતા પિતાએ અભિનંદન કુમારના લગ્ન અનેક રાજકન્યાઓ સાથે કરાવ્યા. તેમની સાથે સાડાબાર લાખ પૂર્વ વર્ષ પસાર થયા પછી, તમામ સુખ - સાહ્યબી અને સમૃદ્ધિ તેમજ કૌટુંબિક પ્રેમના સબંધોને છોડી સંયમ માર્ગે જવાની ઈચ્છા તેમને જન્મી. આ જ વખતે લોકાંતિક દેવતાઓએ આવીને પ્રભુને આજ્ઞા કરી કે આપ તીર્થ પ્રવર્તાવો. આ સાંભળી પ્રભુએ વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. ઈન્દ્રની આજ્ઞા અનુસાર જુદી જુદી જગ્યાએથી દેવતાઓ અનેક પ્રકારના ધન-સંપતિ લાવવા લાગ્યા. આ રીતે પ્રભુએ એક વર્ષ સુધી દાન આપ્યું. એ પછી ચોસઠ ઈન્દ્રોએ પ્રભુનો દીક્ષાભિષેક કર્યો. પ્રભુને વસ્ત્રાલંકારથી વિભૂષિત કરી અર્થસિદ્ધ નામની શિબિકા પર બેસાડયા. ત્યાંથી તેઓ સહસ્ત્રાગ્ર વનમાં ગયા. ત્યાં પોતાના આભુષણો ઊતાર્યા એટલે ઈન્દ્ર દેવદુષ્ય વસ્ત્ર પ્રભુના ખભા ઉપર ધારણ કર્યું. એ વખતે પ્રભુને છઠ્ઠલપ હતું. આ સમયે પ્રભુએ પંચમુષ્ઠિ લોચ કર્યો. ઈન્દ્ર પ્રભુના કેશને વસ્ત્રોમાં ગ્રહણ કરી ક્ષીરસમુદ્રમાં પધરાવ્યા. ઈન્દ્રો, દેવતાઓ, | દેવીઓ, મનુષ્યો આદિ સૌએ હર્ષનાદ સાથે પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. LTLTLTLT (૫૪) પuuuuu LILIITI Page #84 -------------------------------------------------------------------------- ________________ છે. બીજા દિવસે અયોધ્યા નગરીના ઈન્દ્રદત રાજાના ઘેર પ્રભુએ છઠ્ઠ તપનું પારણું શીર (ખીર)થી કર્યું. એ જ i જ સમયે દેવતાઓએ ત્યાં દ્રવ્ય, પુષ્પો, સુગંધી જળ વગેરેની વૃષ્ટિ કરી. દેવદુદુભિના નાદથી પ્રભુનો | દીક્ષા મહોત્સવ ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવાયો. વિહાર કરતા પ્રભુ સહસ્ત્રાગ્ર વનમાં આવ્યા. ત્યાં છઠ્ઠનો તપ કર્યો અને કાર્યોત્સર્ગમુદ્રામાં શુકલ ધ્યાનમાં સ્થિર થયા. ઘાતિકર્મનો ક્ષય થતા પોષ સુદ ચૌદસના દિવસે અભિચિ નક્ષત્રમાં ચંદ્ર આવતા પ્રભુને નિર્મળ એવું કેવળજ્ઞાન થયું. પરિણામે નારકીના જીવોએ ક્ષણિક પીડા દૂર થયાનો અનુભવ કર્યો. અવધિજ્ઞાન વડે ખબર પડતા ઈન્દ્રો વગેરેએ આવીને એક યોજન પ્રમાણ ઊંચું સમવસરણ રચ્યું. દેવતાઓએ સુવર્ણકમળમાં પ્રભુ માટે આસન રચ્યું. તેમાં બસો ધનુષ્ય જેટલું ઊંચું ચૈત્યવૃક્ષ રચીને સમવસરણને પૂર્ણ બનાવ્યું. શ્રી અભિનંદન પ્રભુએ “તીર્થયનમઃ” કહીને તેમાં પ્રવેશ કર્યો. ઈન્ને બાકીની ક્રિયાઓ પૂર્ણ કરી, બાર પર્ષદા સહિત ત્રણ ગઢ અને ચાર ચાર દરવાજાનું નિર્માણ કરી સમવસરણને મણિ-માણેક, રત્નો અને સુવર્ણસ્તંભોથી શોભાયમાન કર્યું. પ્રભુએ સમવસરણમાં બેસી આત્મા, કર્મ અને ધર્મનું સ્વરૂપ સમજાવતી દેશના આપી. ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. શ્રી અભિનંદન પ્રભુના સમયમાં શાસન દેવતા તરીકે શ્યામ વર્ણવાળો, હાથીના વાહન પર બેસનાર, બે હાથમાં બીજોરું, અક્ષસૂત્ર તેમજ અન્ય ચીજો સહિત યક્ષેશ્વર નામે યક્ષ અને શ્યામ વર્ણવાળી, કમળ પર બેસનારી, ચાર ભૂજાવાળી કાલિકા નામની શાસનદેવી થયા. ચોત્રીસ અતિશયોથી યુક્ત પ્રભુ હવે દેશના આપવા ગામેગામ વિચારવા લાગ્યા. વિચરતા વિચરતા તેમને ત્રણ લાખ સાધુ, છ લાખ ત્રીસ હજાર સાધ્વીઓ, નવ હજાર આઠસો અવધિજ્ઞાની, એક હજાર પાંચસો ચૌદ પૂર્વી, અગિયાર હજાર છસો પચાસ મનઃ પર્યવજ્ઞાની, ચૌદ હજાર વાદીઓ, બે લાખ અઠ્ઠાવીસ હજાર શ્રાવકો અને પાંચ લાખ સત્તાવીસ હજાર શ્રાવિકાઓ જેટલો પરિવાર થયો. પોતાનો નિર્વાણ સમય નજીક જાણી પ્રભુ સમેતશિખર પધાર્યા. એક માસના અનશન પછી એક હજાર મુનિઓ સાથે વૈશાખ સુદ આઠમના દિવસે ચંદ્ર જ્યારે પુષ્ય નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુ નિર્વાણ પામ્યા. પ્રભુના દેહનો અંગ સંસ્કાર સુર-અસુરોએ મળી કર્યો. તેમની દાઢો અને અસ્થિઓના પૂજન માટે તેઓ લઈ ગયા. નંદીશ્વર દ્વીપમાં જઈ અષ્ટાબ્દિકા મહોત્સવ કર્યો અને તેઓ પોતપોતાના સ્થાને ગયા. આ રીતે શ્રી અભિનંદન સ્વામીએ સાડા બાર લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, આઠ પૂર્વાગ સહિત સાડી છત્રીસ લાખ પૂર્વ રાજ્યમાં, આઠ પૂર્વાગ ઉણા એક લાખ પૂર્વ સાધુ અવસ્થામાં – આમ મળી કુલ પચાસ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું. શ્રી સંભવનાથ ભગવાન પછી દસ લાખ કરોડ સાગરોપમના આંતરે શ્રી અભિનંદન સ્વામી નિર્વાણપદને પામ્યા. આ રીતે સમગ્ર જગતને આનંદ પમાડનાર અને ભવ્યજનોને મોહનિદ્રામાંથી મુક્તિના પ્રકાશમાં લઇ જનાર શ્રી અભિનંદન સ્વામીના જીવનને ટૂંકમાં યથાશક્તિ ગઠિત કરવાના પ્રયત્નમાં અલ્પમતિથી શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ક્ષમાપ્રાર્થના સાથે આ ચરિત્ર અહીં પૂર્ણ કરૂં છું. In Can Education International Page #85 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી સુમતિનાથ ભગવાનનો પરિવાર ૦ ગણધર -100 0 કેવલજ્ઞાની -૧૩,000 0 મન:પર્યવજ્ઞાની –૧૦,૪૫૦ 0 અવધિજ્ઞાની --૧૧,૦૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી –૧૮,૪૦૦ 0 ચતુર્દશ પૂર્વી –૨,૪00 0 ચર્ચાવાદી –૧૦,૪પ૦ ૦ સાધુ –૩,૨૦,૦૦૦ 0 સાધ્વી –૫,૩૦,૦૦૦ ૦ શ્રાવક –૨,૮૧,૦૦૦ 0 શ્રાવિકા -૫,૧૬,૦૦૦ એક ઝલક –મંગલા –મેઘ -અયોધ્યા -ઈશ્તાક -કાશ્યપ -સુવર્ણ o માતા પિતા 0 નગરી 0 વંશ 0 ગોત્ર 0 ચિહ્ન 0 વર્ણ છે શરીરની ઊંચાઈ ૦ યક્ષ 0 યક્ષિણી 0 કુમારકાળ 0 રાજ્યકાળ 0 છદ્મસ્થકાળ 0 કુલ દીક્ષાકાળ ૦ આયુષ્ય –૩૦૦ ધનુષ્ય –તુંબુ -મહાકાલી –૧૦ લાખ પૂર્વ –૧૨ પૂર્વાગ અધિક ર૯ લાખ પૂર્વ –૨૦ વર્ષ -૧૨ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ –૪૦ લાખ પૂર્વ પંચ કલ્યાણક 0 ચ્યવન 0 જન્મ 0 દીક્ષા 0 કેવળજ્ઞાન નિર્વાણ તિથિ શ્રાવણ સુદ ૨ વૈશાખ સુદ ૮ વૈશાખ સુદ ૯ ચૈત્ર સુદ ૧૧ ચૈત્ર સુદ ૯ સ્થાન વજયન્ત અયોધ્યા અયોધ્યા અયોધ્યા સન્મેદશિખર નક્ષત્ર મઘા મઘા. મઘા મઘા પુનર્વસુ Page #86 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री सुमतिनाथ ॥ HOOAAO SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR SHRI JAIN ATMANAD SABH KHAR GATE, BHAVNAGAR तुंबरु यक्षा महाकाली देवी ॥ श्री सुमतिनाथ ॥ DYUSATKIRIT SHANAGROTTEJITANDHRI NAKHAVALIHI BHAGVAN SUMATI SWAMI TANOTVBHI MATANIVAHA धुसत्किरीटशाणायो, त्तेजिनाविनखावलिः । भगवान् सुमतिस्वामी, तनोत्वभिमतानि वः ॥५॥ ain Education international Page #87 -------------------------------------------------------------------------- ________________ ફોટો સૌજન્ય : | # સુમતિનાથ ભગવાન , 'શ્રી કાંતિલાલ હેમરાજ વાકાણી પરિવાર--ભાવનગર ફોટો સૌજન્ય સ્તુતિ આ સંસારે ભ્રમણ કરતાં શાન્તિ માટે જિનેન્દ્ર, દેવો સેવ્યાં કુમતિ વશથી મેં બહુએ મુનીન્દ્ર; તોએ નાવ્યો ભવભ્રમણથી છૂટકારો લગારે, શાન્તિદાતા સુમતિજિન દેવ છે તું જ મારે. ચૈત્યવંદન, સુમતિનાથ સુહકરૂ, કોસલા જસ નયરી, મેધ રાય મંગલા તણો, નંદન જિતવયરી. ૧ કૌંચ લંછન જિન રાજિયો, ત્રણશે ધનુષની દેહ, ચાલીશ લાખ પૂરવ તણું, આયુ અતિ ગુણગેહ. ૨ સુમતિ ગુણે કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ, તસ પદપબ સેવા થકી, લહો સુખ અવ્યાબાધ. ૩ સ્તવન સુ.૧ સુમતિ ચરણકજ આતમઅરપણા, દરપણ જિમ અવિકાર; સુગ્યાની. અતિતર પણ બહુ સમ્મત જાણીયે, પરિસરપણસુવિચાર સુગ્યાની. ત્રિવિધ સકળ તનું ધરગત આતમા, બહિરાતમ ધુરી ભેદ; સુગ્યાની બીજો અંતરઆતમ તીસરો, પરમાતમ આવછેદ સુગ્યાની આતમબદ્ધ હો કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અધરૂપ; સુગ્યાની. કાયાદિકનો હો સાખી ઘર રહ્યો, અંતર આતમ રૂપ. સુગ્યાની. જ્ઞાનાનંદેહો પૂરણ પાવનો, વરજિત સકળ ઉપાધ; સુગ્યાની. અતિંદ્રિયગુણગમમણિઆગરૂ, ઈમ પરમાતમ સાંધ સુગ્યાની. બહિરાતમ તજિ અંતર આતમા, રૂપ થઈ થિરાવ; સુગ્યાની. પરમાતમનું હો આતમ ભાવવું, આતમઅરપણ દાવ. સુગ્યાની. આતમારપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ; સુગ્યાની. પરમ પદારથ સંપતિ સંપજે, આનંદઘન રસપોષ સુગ્યાની. થોય, સુમતિ સુમતિ દઈ, મંગલા જાસ માઈ, મેરુને વળી રાઈ, ઓર એહને તુલાઈ; ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ, નહિ ઉણિમ કાંઈ, સેવિયે એ સદાઈ. - ( 5 ) Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથ પ્રભુનું ચરિત્ર હે શ્વેત પદ્માસને બિરાજમાન મા શારદા ! આ અગાધ ઊંડાણવાળા સંસાર સમુદ્રને પાર કરાવનાર સેતુ સમાન, પરમ ઉપકારી અને પરમ પ્રભાવક એવા ઉત્કૃષ્ટ શાસનમાં શોભારૂપ શ્રી સુમતિનાથ પ્રભુની પ્રેરક જીવનયાત્રાને શબ્દોમાં ગઠિત કરવા માટે યોગ્ય શબ્દોનું સામર્થ્ય આ કલમમાં પ્રગટો અને શ્રી પરમાત્માની વાણીને લોક સમુદાય સુધી પ્રવાહિત કરવાની શક્તિ પ્રગટો ! ભવ પહેલો જંબુદ્રીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પુષ્કલાવતી નામના વિજયમાં શંખપુકર નામની નગરીમાં વિજ્યાસેન નામનો રાજા હતો. આ રાજાને અતિ સ્વરૂપવાન રાણી હતી. તેનું જેવું સ્વરૂપ હતું, એવું જ નામ હતું - સુદર્શના. પરંતુ એ રાજાને એક વાતનું અત્યંત દુઃખ હતું. એવું માનવામાં આવે છે કે જ્યાં ધનસંપત્તિની ખોટ હોતી નથી ત્યાં ઘણી વખત શેર માટીની ખોટ હોય છે. સુદર્શના રાણીને પણ કાંઈ સંતાન ન હતું. તે રાજ્યમાં નંદિષેણ નામના શેઠ હતા. તેને ગુણવાન અને બુદ્ધિમાન સંતાનો હતા. આ સંતાનો જોઈને સુદર્શના રાણીને ઘણી વખત ઈર્ષા થતી. પોતાનું સ્ત્રી તરીકેનું કર્તવ્ય માતૃત્વ વગર અધૂરું રહે એ વાત તેને સતાવ્યા કરતી. તેની ઝંખના તેના દુઃખનું કારણ બની ગઈ. આ વાત રાજા વિજ્યાસેનથી અજાણ ન હતી. આથી રાણીએ જ્યારે રાજાને પોતાના મનની વાત કરી, ત્યારે રાજા પણ દુઃખ અનુભવવા લાગ્યો. રાણીના મનની ઈચ્છા પૂર્ણ ક૨વા રાજાએ છેવટે ધર્મનો આશરો લીધો. તેણે જ્યોતિષોને બોલાવ્યા અને તે અનુસા૨ કુળદેવીની સાધના શરૂ કરી. મનથી કરેલું અને શુભભાવ સાથે કરેલું તપ નિષ્ફળ જતું નથી. એકાગ્ર ચિત્તે કરેલી આરાધના તેનું પરિણામ આપ્યા વગર રહેતી નથી. રાજાએ કરેલી આરાધનાના પરિણામે કુળદેવી પ્રસન્ન થયા. દેવીએ વરદાન માગવા માટે જણાવ્યું ત્યારે રાજાએ પોતાના મનની ઈચ્છા અનુસાર પુત્રની માગણી કરી. દેવીએ તેને વરદાન આપ્યું કે અત્યારે એક ઉત્તમ જીવ દેવલોકમાં છે તેનું વન થઈ તે તારે ત્યાં પુત્ર તરીકે જન્મ લેશે. આ વાત કરી કુળદેવી અંતર્ધ્યાન થઈ ગયા. વ૨દાન સાંભળી રાજાના આનંદનો પાર ન રહ્યો. તેણે રાણીને વાત કરી. બન્ને હર્ષાવેશમાં આવી ગયા. અનુક્રમે રાણી સુદર્શનાને કુળદેવીના વરદાન પ્રમાણે ગર્ભ રહ્લ. ઉત્તમ સરિતાના જળમાં જેમ સુવર્ણ કમળો ખીલી ઊઠે તેમ સુદર્શનાના આનંદનો પાર ન રહ્યો. દિવસે દિવસે ૨ાણી વધુ ને વધુ ધર્મપ્રિય બનતી ગઈ. દાન, દયા અને ધર્મનો ત્રિવેણી સંગમથી રાણીએ જુદા જુદા ચૈત્યોમાં અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યો અને પુણ્યકર્મ ઉપાર્જન કર્યું. સમય આવ્યે જેમ વેલ પર ફળ પ્રાપ્ત થાય, એ રીતે સુદર્શના રાણીને પુત્રરત્ન પ્રાપ્ત થયું. સુદર્શના રાણીને આવેલાં સ્વપ્નને અનુસરીને પુત્રનું નામ પુરુષસિંહ પાડવામાં આવ્યું. પુરુષસિંહ યુવાનવયે પહોંચ્યો ત્યારે તેમનું તેજ અને લાવણ્ય કામદેવને પણ શ૨માવે એવા થયા. તેને જોઈને કોઈ પણ કન્યા મોહિત થઈ જતી. પિતાએ તેના લગ્ન આઠ રાણીઓ સાથે કરાવ્યા. આ રાણીઓ સાથે પુરુષસિંહ કામક્રીડા કરવા લાગ્યો. 1.n(૫૬)---... Page #89 -------------------------------------------------------------------------- ________________ ” એક દિવસ ઉદ્યાનમાં જતી વખતે તેણે ત્યાં વિનયનંદન નામના સૂરિને સમવસરેલા જોયા. તેમની દેશના સાંભળતાં જ તેની સંસાર પ્રત્યેની મોહમાયા દૂર થઈ. તરત જ તેને વિચાર થયો કે અગ્નિ પાસે રહીને દાક્યા વગર રહી શકાતું નથી. જેમ દરિયા કિનારે બેસીને પાણીની છાંટ લાગ્યા વગર રહેતી નથી. એ રીતે સંસારમાં રહીને સંસારસુખથી અલિપ્ત રહી શકાતું નથી. માટે જ્ઞાની પુરુષો સંસારને છોડીને સંયમની સાધના કરે છે. ઘેર આવ્યા પછી પુરુષસિંહે પિતાને આ સંબંધી વાત કરી અને દીક્ષા લેવા માટે સંમતિ માગી. પિતાએ ઘણું સમજાવ્યો પરંતુ તેનું મન હવે સંસારથી અલિપ્ત થઈ ગયું હતું. તેમણે વિનયનંદન સૂરિ પાસે દીક્ષા લીધી. ઉત્તમ પ્રકારનું ચારિત્ર્ય પાળતા તેમજ સંયમ જીવનની સાધનામાં દિવસો પસાર થવા લાગ્યા. આ પછી વીસ સ્થાનકના આરાધન દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. કાળાંતરે આયુષ્ય પૂર્ણ કરી દેવપણે ઉત્પન્ન થયા. [I || ભવ બીજો || પૂર્વ ભવના પૂણ્યકર્મ પુરુષસિંહનો જીવ ગ્રેવિયકમાં વૈયંત નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. અહીં પણ દેવલોકના સુખવૈભવમાં જીવન પૂર્ણ કર્યું. દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું. I||]ભવ ત્રીજો પૈ||||| જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આવેલી વિનીતા નામે નગરીમાં મેઘ નામે રાજા હતો. આ આખી નગરીમાં આવેલી ઈમારતો રૂપાના કાંગરાથી શોભી રહી હતી. મહેલોની દિવાલો પર જડેલા રત્નોમાં પડતા પ્રતિબિંબોથી મહેલની શોભા અનેકગણી વધી ગઈ હતી. એ રાજાને મંગળા નામે શીલવતી અને ગુણવાન રાણી હતી. પુરુષસિંહનો જીવ દેવલોકમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી શ્રાવણ સુદ બીજના દિવસે મંગળાદેવીની કુક્ષીમાં પુત્રપણે અવતર્યો. તે વખતે મંગળાદેવીએ તીર્થંકરના જન્મને સૂચવતા ચૌદ મહાસ્વપ્નો જોયા. એ દરમિયાન એક ધનાઢ્ય વેપારી પોતાની બે સરખી ઉંમરની સ્ત્રીઓને લઈ પરદેશ વેપાર કરવા ગયો હતો. ત્યાં એક સ્ત્રીને પુત્ર થયો. બંને સ્ત્રીઓએ તેને ઉછેરીને મોટો કર્યો. પરંતુ પાછા ફરતી વખતે તે વ્યાપારીનું અવસાન થયું. ત્યાર પછી બેમાંથી જે સ્ત્રી કપટી હતી તે કહેવા લાગી કે આ પુત્ર અને ધન મારા છે. તેમની ફરિયાદ રાજદ્વારે મેઘરાજા પાસે ગઈ, પણ તેનો ઈન્સાફ છ મહિના સુધી કોઈથી થઈ શક્યો નહિ. મંગળારાણીએ રાજાના મુખથી તે વાત જાણી તે બે સ્ત્રીઓને બોલાવી કહ્યું કે હે સ્ત્રીઓ મારા ગર્ભને વિષે ત્રણ જ્ઞાનને ધરનાર પુત્ર છે, તેનો જન્મ થશે ત્યારે તમને ઈન્સાફ આપશે, તે સાંભળી અપરમાતા મૌન રહી, પણ ખરી માતા બોલી ઊઠી કે હે દેવી તેટલા વખત સુધી મારાથી શી રીતે રહી શકાય ! માટે આપ ઈન્સાફ આપો પછી મંગળારાણી કહે કે સ્ત્રી તારાથી કાળક્ષેપ સહન થતો નથી માટે તું જ ખરી માતા છે. એમ કહી તેને પુત્ર સોંપી બંને જણીઓને વિદાય કરી. સૌ સભા વિસ્મય પામી વખાણ કરવા લાગી. મંગળારાણીના બુદ્ધિચાતુર્ય ઉપર રાજા પણ પ્રસન્ન થયા. નવ માસ અને સાડા સાત દિવસ પસાર થયા પછી મંગળાદેવીએ વૈશાખ સુદ આઠમે ચંદ્ર જ્યારે મઘા નક્ષત્રમાં હતો ત્યારે કચ પક્ષીના લાંછનવાળા કાંચન | » વર્ણના પુત્રને જન્મ આપ્યો. તે ગર્ભમાં હતા ત્યારે મંગળાદેવીએ બુદ્ધિચાતુર્યમાં ખૂબ જ વિકાસ સાધ્યો હતો. must (૫) પ uuuuuuuuuuuu S In L Page #90 -------------------------------------------------------------------------- ________________ છે અને તેની સારી મતિ થઇ હતી. તેથી પુત્રનું નામ સુમતિ રાખવામાં આવ્યું હતું. ઈન્દ્રની આજ્ઞાથી છપ્પન છે દિકુમારિકાઓ તેમજ દેવોએ સુમતિકુમારનો જન્મોત્સવ ઉજવ્યો. અનુક્રમે ત્રણસો ધનુષ્ય ઊંચા શરીરવાળા સુમતિકુમાર મોટા થતા ઘણી રાજકન્યાઓ તેની સાથે પરણાવવામાં આવી. તેઓની સાથે સાંસારિક સુખ ભોગવ્યા પછી જન્મ પછી દસ લાખ પૂર્વ ગયા પછી પિતાના આગ્રહથી રાજકારભાર ગ્રહણ કર્યો. સુમતિકુમારે ૧૨ પૂર્વાગ સહિક ૨૯ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં પસાર કર્યો. એક વખત લોકાંતિક દેવોએ સુમતિકુમારને તીર્થકર તરીકેનું કર્તવ્ય બજાવવા તીર્થ સ્થાપવાની વિનંતી કરી. ત્યારથી તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. ઈન્દ્રએ આવો પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવવા માટે અભયંકરા નામની શિબિકા રચી. સુમતિકુમાર તેમાં બેસી સહસ્ત્રાબ્રૂ ઉદ્યાનમાં પધાર્યા. એ સમયે દેવી દેવતાઓએ પણ વિમાનમાર્ગે આવી પુષ્પની વૃષ્ટિ કરી. આ રીતે વૈશાખ સુદ નોમના દિવસે સુમતિકુમારે ચારિત્ર્ય ગ્રહણ કર્યું. ત્યારે તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે વિજયપુર ગામના રાજા પદમના ઘરે પારણુ કરી અનેક પરિશ્રમો સહન કરતા વીસ વરસ સુધી વિહાર કર્યો. ફરી સહસ્ત્રાપ્રવનમાં આવ્યા પછી પ્રિયંગુ વૃક્ષની નીચે કાયોત્સર્ગમાં રહ્યા. એ સમયે સર્વઘાતી કર્મ ખપાવી છઠ્ઠ તપની આરાધના સાથે ચૈત્ર સુદ અગિયારસના દિવસે પ્રભુને કેવળજ્ઞાન થયું. આ સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થતા દેવતાઓએ સમોવસરણ રચ્યું. સમવસરણમાં પ્રભુ બિરાજમાન થયા ત્યારે ઈન્દ્રએ પ્રભુનાં બીજા ત્રણ બિંબો ત્રણે દિશામાં સ્થાપિત કર્યા. બાકીની બધી વિધિઓ ઈન્દ્ર તથા દેવતાઓએ સમવસરણમાં બાર પર્ષદાઓ રચી. ત્રણેય ગઢમાં સૌએ પ્રભુની મધુર વાણીમાં દેશના સાંભળી. પ્રભુએ ધર્મ, અધર્મ, શુભ કર્મફળ અને અશુભ કર્મફળ વગેરેનું વિસ્તારથી વર્ણન કર્યું. સૌએ પ્રભુની સ્તુતિ કરી અને સ્વસ્થાને પાછા ગયા. આ પછી પ્રભુએ વિહાર કર્યો. એ દરમિયાન શ્વેત વર્ણવાળો, ચતુર્ભુજાવાળો અને ગરૂડના વાહન પર બિરાજમાન યક્ષ તંબુરૂ શાસનદેવ અને ચતુર્ભુજવાળી, સુવર્ણ જેવી કંતિવાળી અને પદ્માસન પર બિરાજમાન યક્ષણી મહાકાળી શાસનદેવી થયા. ચોત્રીસ અતિશયોથી શોભતા પ્રભુ ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. ઘણા કાળ પર્યત વિહાર કરતાં પ્રભુને ત્રણ લાખને વીશ હજાર સાધુ, પાંચ લાખને ત્રીસ હજાર સાધ્વી, બે હજારને ચારસો ચૌદ પૂર્વી, અગિયાર અવધિજ્ઞાની, દશ હજારને ચારસો વૈશ્ચિલબ્ધિવાળા, દશ હજારને સાડા ચારસો વાદ લબ્ધિવાળા, બે લાખ એકાશી હજાર શ્રાવક અને પાંચ લાખને સોળ હજાર શ્રાવિકાનો પરિવાર થયો. કેવળજ્ઞાનની ઉત્પત્તિથી આરંભીને સુમતિનાથ પ્રભુએ વીશ વર્ષ અને બાર પૂર્વાગે ઉણા એક લાખ પૂર્વ પૃથ્વી પર વિહાર કર્યો. અનુક્રમે પોતાનો નિર્વાણ કાળ નજીક આવ્યો જાણી સમેતશિખર પર આવ્યા. ત્યાં એક હજાર મુનિ ભગવંતો સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસ પછી અઘાતી કર્મ ખપાવી ચૈત્ર સુદ નોમના દિવસે પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં એક હજાર મુનિઓ સાથે પ્રભુ સુમતિનાથ મોક્ષપદને પામ્યા. આ રીતે શ્રી સુમતિનાથ પ્રભુ દશ લાખ પૂર્વ કૌમાર અવસ્થામાં, ઓગણત્રીસ લાખને બાર પૂર્વાગ રાજ્યાવસ્થામાં અને બાર પૂર્વાગે ઉણા લાખ પૂર્વ વિહારમાં એ રીતે કુલ ચાલીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી અભિનંદન સ્વામી પછી નવ લાખ બ્રેડ સાગરોપમ ગયા પછી સુમતિનાથ પ્રભુ નવ લાખ ોડ સાગરોપમ ગયા પછી મોક્ષે ગયા. ત્યાર પછી ઈન્દ્રોએ પ્રભુના શરીરને વિધિ અનુસાર અગ્નિસંસ્કાર કરી નિર્વાણ મહોત્સવ રચી પોતાના સ્થાને ગયા. ત્રિલોકમાં પ્રકાશ ફેલાવનાર પરમ ઉપકારી પ્રભુ શ્રી સુમતિનાથનું સ્વમતિ અનુસાર ચરિત્ર આલેખન છે. અહીં પૂર્ણ કરે છે... (૫૮) Page #91 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી પદ્મપ્રભુ સ્વામીનો પરિવાર ગણધર –૧૦૭ 0 કેવલજ્ઞાની –૧૨,૦૦૦ 0 મન:પર્યવજ્ઞાની -૧૦,૩૦૦ 0 અવધિજ્ઞાની -૧૦,000 0 વૈકિય લબ્ધિધારી -૧૬,૮00 0 ચતુર્દશ પૂર્વી -૨,૩૦૦ 0 ચર્ચાવાદી -૯,૬૦૦ ૦ સાધુ –૩,૩૦,૦૦૦ 0 સાધ્વી -૪,૨૦,૦૦૦ 0 શ્રાવક -૨,૭૬,૦૦૦ ૦ શ્રાવિકા –૫,૦૫,૦૦૦ એક ઝલક માતા -સુસીમા ૦ પિતા –ઘર 0 નગરી -કૌશામ્બી 0 વંશ -ઈવાકુ o ચિહ્ન -કમલા 0 વર્ણ –લાલ(રક્ત) છે શરીરની ઊંચાઈ –૨૫૦ ધનુષ્ય 0 યક્ષ -કમલ 0 યક્ષિણી -શ્યામાં 0 કુમારકાળ –૭.૫ લાખ પૂર્વ 0 રાજ્યકાળ –૧૬ પૂર્વાગ અધિક ૨૧.૫ લાખ પૂર્વ 0 છાત્સ્યકાળ – માસ 0 કુલ દીક્ષા પર્યાય -૧૬ પૂવાંગ કમ ૧ લાખ પૂર્વ ૦ આયુષ્ય –૩૦ લાખ પૂર્વ પંચ કલ્યાણકતિથિ સ્થાન નક્ષત્ર 0 ચ્યવન પોષ વદ ૬ નવમો ગ્રેવેયક 0 જન્મ આસો વદ ૧૨ કૌશામ્બી 0 દીક્ષા આસો વદ ૧૩ કૌશામ્બી ચિત્રા 0 કેવળજ્ઞાન ચૈત્ર સુદ ૧૫ કૌશામ્બી નિર્વાણ કારતક વદ ૧૧ સમ્મદ શિખર ચિત્રા ચિત્રા ચિત્રા ચિત્રા Page #92 -------------------------------------------------------------------------- ________________ GAP ॥ श्री पद्मप्रभस्वामी। S SENAKEPAWARA Sisipanse SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR SHRI JAIN ATMANAD SABHA KHAR GATE. BHAVNAGAR कुसुम यक्ष अच्युता-श्यामा देवी ॥ श्री पद्मप्रभस्वामी॥ PADMAPRABHA PRABHORDEH BHASAH PUSHNANTU VAH SHRIYAM ANTARANGARI MATHANE KOPATOPADI VARUNAHA पदाप्रभप्रभोदेह-भासः पुष्णन्तु वः श्रियम । अन्तरंगारिमथने, कोपाटोपादिवारुणाः ॥६॥ Jain Education Internationa Page #93 -------------------------------------------------------------------------- ________________ ફોટો શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાન શ્રી રેખાબેન ધનવંતરાય રતિલાલ શાહ (અંબિકા એજન્સી)-(ભાવનગર ફોટો સૌજન્ચ સૌજન્ય સ્તુતિ સોના કેરી સર વિરચિતા પદ્મની પંક્તિ સારી, પધો જેવા પ્રભુચરણના સંગથી દીપ્તિ ધારી; દેખી ભવ્યો અતિ ઊલટથી હર્ષના આંસુ લાવે, તે શ્રી પદ્મપ્રભ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે. ચૈત્યવંદન કોસંબીપુર રાજિયો, ઘર નરપતિ રાય, પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય. ૧ ત્રીશ લાખ પૂરવતણું, જિન આ, પાલી, ધનુષ અઢીસે દેહડી, સવિ કર્મને ટાળી. ર પમાંછન પરમેસ્વરૂ એ, જિનપદ બની સવ, પમવિજય કહે કીજિયે, ભવિજન સહુ નિતમેવ. ૩ ( સ્તવન ૫, ૨ પદમપ્રભુજિન તુજ મુજ આતરૂપે, કિમ ભાજે ભગવત; કરમવિપાકે કારણ જોયનેરે, કોય કહે મતિમંત પયઈ કિઈ અણુભાગ પ્રદેશથીરે, મૂળ ઉત્તરે બિઠું ભેદ; ધાતિ અધાતી હો બંધુદયદીરણારે, સત્તા કરમવિછેદ કન કોપલવતું પયડી પુરૂષતણીરે, જોડી અનાદિસ્વભાવ; અન્યસંયોગી જિહાં લગે આતમારે, સંસારી કહેવાય. કારણયોગે હો બ કે બંધનેરે. કારણ મુગતિ મૂકાય ; આશ્રવ સંવર ના નુ પે હેયોપાદેય સુણાય જનકરણે હો અંતર તુજ પડોરે, ગુણ કરણે કરિ ભગ; ગ્રંથયુક્તિ કરિ પંડિતજન કહ્યોરે, અંતરભગ સુસંગ. તુજ મુજ અતર અંતર ભાજશેરે, વાજશે મંગળતુર; જીવસરોવર અતિશય વાધશ્કેરે, આનંદધન રસપૂર. થોય અઢીશ ધનુષ કાયા, ત્યક્ત મદ મોહ માયા, સુસીમાં જસ માયા, શુકલ જે ધ્યાન ધ્યાયા: કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા, સેવે સુર રાયા, મોક્ષનગરે સિધાયા. Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી પડાપ્રભ સ્વામીનું ચરિત્ર | હે આત્મ જ્યોતિને સદાય ઉજ્જવળ કરનારી માતા શારદા ! પદ્મ સમાન કાંતિ ધારણ કરનારા, શુભ કાર્યોમાં સદાય મંગલ કરનારા શ્રી પદ્મપ્રભ જિનેશ્વરને વંદન કરવાની સાથે તેમનું ચરિત્ર આલેખવામાં આપની અમીદષ્ટિ પ્રાપ્ત થાઓ IIII) ભવ પહેલો || ઘાતકીખંડ દીપમાં પૂર્વ વિદેહમાં વત્સ નામના વિજયમાં સુસીમા નામે નગરી હતી. તેમાં ધર્મ અને ઉત્તમ ગુણોરૂપી અલંકારોથી આભૂષિત રાજા અપરાજિત પ્રજાનું રક્ષણ કરતા હતા. ધર્મ અને કર્તવ્યપરાયણતા હોવાથી તે રાજ્ય તરફની ફરજો અને સાંસારિક સુખ અનાસક્ત ભાવે બજાવતો હતો. એક વખત સંસારના પરિભ્રમણ અંગે ચિંતન કરતા તેને સમજાયું કે આ નાશવંત શરીર જ્યાં સુધી યૌવનવયનું હશે ત્યાં સુધી જ એનું મૂલ્ય છે માટે આત્માની સાધના જ મોક્ષફળ માટે અનિવાર્ય ધર્મ છે. આ રીતે સંસાર પરથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં પિહિતાશ્રવ આચાર્ય પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ઉત્તમ પ્રકારનું ચારિત્ર પાળી, વીશ સ્થાનકનું આરાધન કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. છેવટે શુભ ધ્યાનપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. IIIભવ બીજો વિ S = અપરાજિત રાજાનો જીવ બીજા ભવે નવમાં રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવલોકમાં અપાર સુખ અને સમૃદ્ધિ સાથે દિવસો પસાર કરતા એકત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. I || ભવ ત્રીજો ] જંબૂઢીપના ભરતક્ષેત્રમાં વત્સદેશમાં કૌશાંબી નગરીમાં ધર નામે રાજા હતો. તેની યશગાથા ચારે બાજુ ફેલાયેલી હતી. તેથી બીજા કોઈ પણ રાજા તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા ન હતા. ધર રાજાને સતી જેવી સુસીમા જેવી રાણી હતી. દેવકન્યા જેવું સૌન્દર્ય ધરાવતી સુસીમા રાણીનું રૂપલાવણ્ય અદ્ભુત લાગતું હતું. અપરાજિત રાજાનો જીવ નવમાં રૈવેયકમાં દેવપણાનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી અવીને સુસીમા રાણીની કુક્ષીમાં મહા વદ છઠના દિવસે પુત્રપણે અવતર્યો. તીર્થંકરના જન્મ પહેલાં જે રીતે માતાને ચૌદ મહાસ્વપ્નોનું દર્શન થાય છે. એ જ રીતે સુસીમા રાણીએ છે muપા (પ) પvu Page #95 -------------------------------------------------------------------------- ________________ પણ તીર્થકરના જન્મને સૂચવનારા ઉત્તમ ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા જોયા. આ સમય તેમ દરમિયાન સુસીમા રાણીને પદ્મની શયામાં સુવાનું મન થયું હતું. દેવતાઓએ તેની આ ઈચ્છા પૂર્ણ કરી. નવ માસ અને સાડા સાત દિવસ પસાર થયા પછી પન્ન જેવા વર્ણવાળાં અને પદ્મના લાંછનવાળાં પુત્રને જન્મ આપ્યો. એ દિવસ એટલે કારતક વદ અગિયારસ. જન્મ કલ્યાણકની ઉજવણી માટે છપ્પન દિકુમારીકાઓએ આવી સૂતિકાકર્મ કર્યું. ઈન્દ્ર વગેરેએ આવીને પ્રભુને મેરુપર્વત પર સ્નાન કરાવી જન્મોત્સવ ઉજવ્યો. દેવ વગેરેએ સ્તુતિ કરી, પ્રભુને લઈ સુસીમાદેવી પાસે આવીને નમસ્કાર કરી પોતાને સ્થાને ગયા. અનુક્રમે યૌવનવય પામતા અઢીસો ધનુષ્ય ઊંચાઈવાળા પ્રભુજીની શોભા અપાર લાગતી હતી. સંસાર સુખ ભોગવ્યા પછી પ્રભુ ચારિત્ર ગ્રહણ કરવા ઈચ્છતા હતા પરંતુ પિતાની આજ્ઞા મુજબ રાજકારભાર સંભાળવા લાગ્યા. આ રીતે એકવીશ લાખ પૂર્વ અને સોળ પૂર્વાગ પસાર થયા. - ત્યાર પછી લોકાંતિક દેવોએ આવીને પ્રભુને તીર્થ સ્થાપવા માટે દીક્ષા ગ્રહણ કરવા પ્રેરણા કરી. પ્રભુએ સંવત્સરી દાન આપવાનું શરૂ કર્યું. કારતક વદ તેરસે ચિત્રા નક્ષત્ર છઠ્ઠ તપ સાથે સહસ્ત્રાગ્ર વનમાં જઈ એક હજાર રાજાઓ સાથે પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી. ઈન્દ્રો અને દેવતાઓએ પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. બીજા દિવસે સોમદેવ રાજાને ઘેર પ્રભુએ છઠ્ઠ તપનું પારણું કર્યું. છ માસ સુધી વિહાર કર્યા પછી ફરી પાછા સહસ્ત્રામ્ર વનમાં આવી પ્રભુ કાયોત્સર્ગમાં સ્થિર થયાં. શુકલ ધ્યાન સાથે ચૈત્ર સુદ પુનમના દિવસે ચંદ્ર જ્યારે ચિત્રા નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુને કેવળજ્ઞાન થયું. તીર્થંકર પરમાત્માને જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે ઈન્દ્ર દેવતાઓ વગેરે આવીને સમવસરણ રચે છે અને પ્રભુ સિંહાસન પર સ્થાપિત થાય પછી બીજી ત્રણ દિશામાં પ્રભુને બિબોનું સ્થાપન કરે છે. આ મુજબ શ્રી પદ્મનાથ પ્રભુ માટે સમવસરણની રચના અને બિંબની સ્થાપના થઈ. પ્રભુએ મધુર વાણીમાં દેશના આપી. ત્યાંથી વિહાર કરતાં પ્રભુને ત્રણ લાખ ત્રીસ હજાર સાધુ, ચાર લાખ વીસ હજાર સાધ્વી, બે હજાર બસ્સો ચૌદ પૂર્વધારી, દશ હજાર અવધિજ્ઞાની, દસ હજાર ત્રણસો મન:પર્યવજ્ઞાની, બાર હજાર કેવળી, સોળ હજાર એકસો આઠ વૈક્યિ લબ્ધિવાળા, નવ હજાર છસો વાદી લબ્ધિવાળા, બે લાખ છોતેર હજાર શ્રાવક, પાંચ લાખને પાંચ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર થયો. આ વખતે નિલ અંગવાળો અને મૃગના વાહનવાળો, ચાર ભૂજાવાળો કુસુમ નામે યક્ષ અને શ્યામ અંગવાળી, પુરૂષના વાહનવાળી, ચાર ભૂજાવાળી અય્યતા નામે યક્ષણી અનુક્રમે શાસનદેવ અને શાસનદેવી થયા. આ રીતે વિહાર કરતા પોતાનો મોક્ષ સમય નજીક આવેલો જાણી પદ્મપ્રભ સમેતશિખર પધાર્યા. ત્યાં એક માસનું અનશન કરી માગશર વદ અગિયારસના દિવસે ચિત્રા નક્ષત્રે બીજા આઠ અનશનવ્રતધારી મુનિઓ સાથે મોક્ષપદ પામ્યા. આ રીતે પદ્મપ્રભ સ્વામીએ સાડા સાત લાખને સોળ પૂર્વાગ કૌમાર વયમાં, સાડી એકવીશ લાખ પૂર્વ રાજ્ય પાળવામાં અને સોળ પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ વ્રતમાં - એમ મળી ત્રીશ લાખ પૂર્વ આયુષ્ય ભોગવ્યું. સુમતિનાથ ભગવાન પછી કુલ નેવું હજાર કોટી સાગરોપમ ગયા પછી શ્રી પદ્મપ્રભનો મોક્ષ થયો. એ સમયે ઈન્દ્ર તથા દેવતાઓ મળી પ્રભુના દેહનો વિધિપૂર્વક સંસ્કાર કરી નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. પરમ જ્યોતિનાં પ્રકાશથી પૂર્ણ એવા શ્રી પદ્મપ્રભુસ્વામીનું ચરિત્ર આલેખન અહીં પૂર્ણ કરૂં છું. (૬) Page #96 -------------------------------------------------------------------------- ________________ 515 ॥ श्री सुपार्श्वनाथ ॥ -12 donaaman nonnnnn Del RODUCEM GOLE 2000 SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR मातंग यक्ष शान्ता देवी ॥ श्री सुपार्श्वनाथ ॥ SHRI SUPARSHVA JINENDRAYA MAHENDRA MAHITANGHRAYE NAMASCHATURVARNA SANGHA GAGANA BHOG BHASVATE श्री सुपार्श्वजिनेन्द्राय, महेन्दमहिताचये । नमश्चतुर्वर्णसङ गगनाभोगभास्व ते ॥७॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ ફોટો સૌજન્ચ | સૌજન્ચ શ્રી સુપાર્શ્વનાથ ભગવાન 'શ્રી લવજીભાઈ તારાચંદ સંઘવી (આકોલીવાળા) Tહ. અમુભાઈ સંઘવી -- ભાવનગર સ્વતિ) આખી પૃથ્વી સુખમય બની આપને જન્મકાળે, ભવ્યો પૂજે ભયરહિત થઈ આપને પૂર્ણ વ્હાલ; પામે મુક્તિ ભવભયથકી જે સ્મરે નિત્યમેવ, નિત્ય વંદું તુમ ચરણમાં શ્રી સુપાર્લેષ્ટ દેવ. ચૈત્યવંદન, શ્રી સુપાર્શ્વ જિગંદ પાસ, ટાળ્યો ભવફેરો, પૃથ્વી માત ઉરે જયો તે નાથ હમેરો. ૧ પ્રતિષ્ઠિત સુત સુંદર, વાણારસી રાય, વિશ લાખ પૂરવ તણું પ્રભુજીનું આય. ૨ ધનુષ બનેં જિન દેહડીએ, સ્વસ્તિક લંછન સાર, પદ પધે જસ રાજતો, તાર તાર ભવ તાર. ૩ સ્તવન લ, શ્રી ૧ લ. શ્રી ર લ. શ્રી ૩ લ. શ્રી. ૪ શ્રીસુપાસજિન વંદીયે, સુખ સંપતિને હેતુ લલતાં; શાંતસુધારસ જલનિધિ ભવસાગરમાહે સેતુ. સાત મહાભય ટાળતો, સપ્ત જિનવરદેવ; લ. સાવધાન મનસા હરી, ધારો જિનપદસેવ; શિવ શંકર જગદિશ્વરૂ, ચિદાનંદ ભગવાન; લ. જિન અરિહા તિર્થકરૂ, જ્યોતિસરૂપ અસમાન. અલખ નિરંજન વછછલૂ સકળજંતુ વિસરામ; લ. અભયદાનદાતા સદા, પૂરણ આતમરામ.. વિતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય શોગ; લ. નિંદ્રા તંદ્રાં દુરદશા, રહિત અબાધતયોગ. પરમપુરૂષ પરમાત્મા, પરમેશ્વર પરધાન; લ. પરમપદારથ પરમિટ્ટી, પરમદેવ વર માન વિધિ વિરંચિ વિશ્વભરૂ રૂષીકેશ જગનાથ; લ. અધર અધમોચન ધણી, મુક્ત પરમપદ સાથ. ઈમ અનેક અભિધા ધરે, એનુભવગમ્ય વિચાર. લ. જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર. લ. શ્રી. ૫ લ. શ્રી. ૬ લ શ્રી. ૭ લ. શ્રી. ૮ થીય સુપાસ જિન વાણી, સાંભળે જેહ પ્રાણી, હૃદયે પોંચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી; પાંત્રીશ ગુણ ખાણી, સૂત્રમાં જે ગુથાણી, ષટુ દ્રવ્યશું જાણી, કર્મ પીલે મ્યું પાણી. Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર | જ્ઞાનનો પ્રકાશ ફેલાવનારી હે માતા સરસ્વતી ! કેવળજ્ઞાનરૂપી મહાસાગરમાં પ્રગટ થતી લહેરોની જેવી મધુર વાણી દ્વારા સાંસારિક જીવોના કર્મરૂપી અંધકારને દૂર કરનારા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર અંકિત કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાઓ ! IIIIભવ પહેલો II] ઘાતકી ખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રના તિલક જેવા રમણીય વિજયમાં ક્ષેમપુરી નામે નગરીમાં ઉજ્જવળ યશગાથા ધરાવતા રાજા નંદીષેણ થઈ ગયા. પ્રજાના દુઃખમાં સદાય સહાય કરનારા રાજા હોય ત્યારે પ્રજાને શી વાતની ખામી હોય? ક્ષેમપુરી નગરમાં આથી જ રિદ્ધિસિદ્ધિનો પાર ન હતો. આ રીતે રાજકારભારમાં પોતાનો સમય પસાર થતાં ઘણી વખત રાજા નંદીષેણ સંસારના ક્ષણભંગુર સુખ વિષે ચિંતન કરતા પરિણામે તેનું મન સંસારથી અલિપ્ત થવા ઇચ્છતું હતું. કાળાંતરે નંદીષેણ રાજાએ અરિદમન નામના આચાર્ય પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. સાધુજીવનના આચારોનું ઉત્તમ પ્રકારે પાલન કરતા વશ સ્થાનકોમાંથી કેટલાક સ્થાનકોની આરાધના વડે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અંતે અનશન કરી નંદિષેણ મુનિએ આયુષ્ય પૂર્ણ કર્યું. | ભવ બીજો પૂર્વ ભવના પુણ્ય કર્મે જીવની સ્થિતિ ક્યાં હશે એ તો નિશ્ચિત ન હોય પરંતુ કોઈ ઉત્તમ કુળમાં જ તેનો જન્મ નિશ્ચિત હોય છે. પ્રથમ ભવમાં નંદિષેણ મુનિએ બાંધેલા તીર્થંકર નામકર્મના પરિણામે નંદિષેણ મુનિ પછીના ભવે છઠ્ઠા રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં અઠ્ઠાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. |) ભવ ત્રીજો | જંબૂઢીપના ભરતક્ષેત્રમાં કાશી દેશમાં વારાણસી નામની નગરી હતી. તેમાં પ્રતિષ્ટ નામના ગુણવાન રાજા હતા. શીયળ અને રૂપમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરનારી પૃથ્વી નામની રાણીથી પ્રતિષ્ટ રાજાની કીર્તિ વ્યાપેલી હતી. નંદીષેણ રાજાનો જીવ દેવપણાનું આયુષ્ય પૂર્ણ કરી પૃથ્વી રાણીની કુક્ષીમાં ભાદરવા વદ આઠમના દિવસે છે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં હતો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયો. મહાપુરૂષના જન્મ સૂચવનારી આગાહી રૂપ બાબતો છે. (૬૧). uuuuuuuuuu Train Education International Page #99 -------------------------------------------------------------------------- ________________ અનુસાર તીર્થંકર પરમાત્માનો જીવ જ્યારે માતાની કુક્ષીમાં ચ્યવન કરે ત્યારે ચૌદ ઉત્તમ સ્વપ્નો તેના મુખમાં છ પ્રવેશતા જુએ છે. પૃથ્વી રાણીએ પણ ચૌદ ઉત્તમ સ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયાં. સુપન પાઠકોએ આ સ્વપ્નોની ફળશ્રુતિ કહી. અનુક્રમે જેઠ સુદ બારસને દિવસે વિશાખા નક્ષત્રના યોગે સ્વસ્તિકના લાંછનવાળા સુવર્ણવર્ણા પુત્રને પૃથ્વીદેવીએ જન્મ આપ્યો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમણે પોતાના આત્માને એક, પાંચ અને નવ ફણાવાળા નાગની શય્યા પર સૂતેલો જોયો હતો. આ ઉપરાંત જ્યારે પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે માતા સારા પાર્શ્વવાળા (પડખાંવાળા) થયા હતા તેથી તેમનું નામ સુપાર્શ્વ રાખવામાં આવ્યું. ઈન્દ્રનું આસન કંપાયમાન થતાં ઈન્દ્ર આદિ દેવતાઓ તેમજ દિકુમારિકાઓએ પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. બાલ્યાવસ્થા પસાર કરતા સુપાર્શ્વકુમાર સર્વ ગુણલક્ષણોવાળા, રૂપસંપત્તિ ધરાવતા, બસો ધનુષ્ય ઊંચી કાયાવાળા યૌવનવયને પામ્યા. આ સમયે પિતાની આજ્ઞાથી રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા. આ રીતે પાંચ લાખ પૂર્વ પસાર થયાં. પછી પિતાએ તેમને રાજ્યની જવાબદારી સોંપી. આ કાર્યમાં તેમણે વિશ પૂર્વાગે અધિક ચૌદ લાખ પૂર્વ નિર્ગમન કર્યા. લોકાંતિક દેવો તીર્થંકર પરમાત્માને તેમની શાસન-તીર્થ સ્થાપવાની પ્રેરણા કરે છે એ વિધાન અનુસાર સુપાર્થ પ્રભુને રાજ્યકારભારમાંથી મુક્તિ અપાવી તીર્થ સ્થાપના માટે લોકાંતિક દેવોએ પ્રેરણા કરી. આ પછી દાન દેવામાં ચિંતામણી તુલ્ય અને દીક્ષા લેવામાં ઉત્કંઠા ધરાવનાર શ્રી સુપાર્શ્વ સ્વામીએ સંવત્સરી દાન દીધું. વાર્ષિકદાનના અંતે ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. દેવદુદુભિ સાથે બીજા ઈન્દ્રો તથા દેવતાઓ પ્રભુનો દીક્ષા મહોત્સવ કરવા આવી પહોંચ્યા. મોક્ષગામી પ્રભુ માટે રત્નજડિત અને મનોહર લાગતી મનોહરા નામની શિબિકા તૈયાર થઈ, તેમાં બિરાજી પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. આભૂષણો વગેરેનો ત્યાગ કર્યો અને ઈન્દ્ર પ્રભુના સ્કંધ ઉપર આરોપેલું દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યું. જેઠ માસની શુકલ ત્રયોદશીએ પ્રભુએ ચારિત્ર ગ્રહણ કર્યું. બીજે દિવસે પાટલીખંડના રાજા મહેન્દ્રના ઘેર પરમાન વડે પારણું કર્યું. દેવતાઓએ ધનની વૃષ્ટિ કરી પાંચ દિવો પ્રગટ કર્યા. ત્યાંથી નવ માસ સુધી છદ્મસ્થ અવસ્થામાં પ્રભુએ વિવિધ પ્રકારના અભિગ્રહ સાથે વિહાર કર્યો. પૃથ્વીતટ પર વિહાર કરતા ફરીથી સહસ્ત્રાપ્રવનમાં પ્રભુ આવ્યા અને છઠ્ઠ તપ કરી શિરીષ નામના વૃક્ષની નીચે સ્થિર થયા. અંતે ઘાતકર્મનો નાશ કરી ફાગણ વદ છઠ્ઠના દિવસે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવ્યો ત્યારે શ્રી સુપાર્શ્વસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તીર્થંકર પરમાત્માના કેવળજ્ઞાન મહોત્સવની ઉજવણીની પરંપરા અનુસાર પ્રભુને દેશના આપવા માટે સર્વ દેવતાઓએ સમવસરણની રચના કરી ચારસો ધનુષ્યથી અધિક એક કોશ ઊંચા ચૈત્યવૃક્ષની પ્રભુએ પ્રદક્ષિણા કરી “તીર્થાય નમઃ” એમ કહીને ઉત્તમ સિંહાસન પર સ્થાપિત થયા. પ્રભુજીની માતાએ સ્વપ્નમાં જેવો સર્પ જોયો હતો એવો સર્પ જાણે બીજું છત્ર હોય એમ ધારણ થયો. આ પછી પણ એક ફણાવાળો, પાંચ અથવા નવ ફણાવાળો સાપ ધારણ થયો હતો. બાકીની ત્રણેય દિશાઓમાં દેવતાઓએ પ્રભુની જેવા બીજાં ત્રણ બિંબો પ્રસ્થાપિત કર્યા. ચતુર્વિધ સંઘ તેમજ અન્ય સૌ સ્વસ્થાને બિરાજમાન થયા. ઈન્દ્રની સ્તુતિ અનુસાર પ્રભુએ મધુર વાણીમાં દેશના આપતા કહ્યું, “પ્રાણી જેટલા જેટલા સંબંધો પોતાના આત્મીયપણાથી પ્રિય માને છે તેટલા તેટલા શોકના ખીલાઓ તેના હૃદયમાં જોડાય છે, તેથી - આ જગતમાં સર્વ પદાર્થ આત્માથી જુદા છે, તે પ્રમાણે જાણીને અન્યત્વબુદ્ધિ પ્રાપ્ત થઈ છે તેને કોઈ પણ તે LILLLTLTITI Page #100 -------------------------------------------------------------------------- ________________ છ વસ્તુનો નાશ થવાથી મોહ ઉત્પન્ન થતો નથી કે શોક લાગતો નથી.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી પ્રતિબોધ પામી ઘણાંએ ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે પૃથ્વી પર વિહાર કરતા પ્રભુને પંચાણું ગણધર, ત્રણ લાખ સાધુ, ચાર લાખને ત્રીસ હજાર સાધ્વીઓ, બે હજારને ત્રીશ ચૌદ પૂર્વધર, નવ હજાર અવધિજ્ઞાનવાળા, નવ હજાર અને દોઢસો મન:પર્યવજ્ઞાનીઓ, અગિયાર હજાર કેવળજ્ઞાનીઓ, પંદર હજાર અને ત્રણસો વૈશ્યિલબ્ધિવાળા, આઠ હજાર ચારસો વાદલબ્ધિવાળા, બે લાખ સત્તાવન હજાર શ્રાવકો અને ચાર લાખ ત્રાણુ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર થયો. આ ઉપરાંત શ્યામવર્ણવાળો, હાથીના વાહનવાળો અને ચાર ભૂજાવાળો માતંગ નામે યક્ષ પ્રભુને પાસે રહેનાર શાસનદેવતા થયો તેમજ સુવર્ણ જેવા વર્ણવાળી, હાથી પર બિરાજેલી ચાર ભૂજાવાળી શાંતા નામે યક્ષણી સદા પ્રભુના સાંનિધ્યમાં રહેનારી શાસનદેવી થઈ. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી નવ માસ અને વિશ પૂર્વાગે ન્યૂન એવાં લાખ પૂર્વ ગયા પછી નિર્વાણકાળ નજીક આવેલો જાણી પ્રભુ સમેતશિખરમાં પધાર્યા. ત્યાં એક માસનું અનશન કરી પાંચસો મુનિઓની સાથે ફાગણ વદ સાતમને મૂળ નક્ષત્રે નિર્વાણ પામ્યા. આ રીતે પ્રભુએ પાંચ લાખ પૂર્વ કુમાર વયમાં, ચૌદ લાખ પૂર્વને વશ પૂર્વાગ રાજ્ય પાળવામાં અને દીક્ષા પર્યાયમાં વીશ પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ સહિત કુલ વિશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી પદ્મપ્રભુના નિર્વાણ પછી નવ હજાર કરોડ સાગરોપમ ગયા ત્યારે સુપાર્શ્વનાથ પ્રભુનો નિર્વાણકાળ થયો. પ્રભુના મોક્ષ પછી ઈન્દ્રો તથા દેવતાઓ તેમજ અન્ય મુનિજનોએ પ્રભુના દેહનો વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરી મહિમાપૂર્વક નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. શ્રી સુપાર્શ્વ પ્રભુનું ચરિત્ર આલેખન સ્વમતિપૂર્વક કરતા શાસ્ત્ર વિરુદ્ધ કોઈ દોષ રહ્યો હોય, તો ક્ષમાયાચના સાથે આ ચરિત્ર પૂર્ણ કરૂં છું. L T Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામીનો પરિવાર - - - -૯૩ -૧0,000 -૮,૦૦૦ -૮,000 -૧૪,૦૦૦ -૨,000 -૭,૬૦૦ –૨,૫૦,૦૦૦ -૩,૮૦,૦૦૦ –૨,૫૦,૦૦૦ -૪,૯૧,૦૦૦ 0 ગણધર 0 કેવળજ્ઞાની 0 મન:પર્યવજ્ઞાની 0 અવધિજ્ઞાની ૦ વૈક્રિય લબ્ધિધારી 0 ચતુર્દશ પૂર્વી ૦ ચર્ચાવાદી ૦ સાધુ ૦ સાધ્વી 0 શ્રાવક 0 શ્રાવિકા એક ઝલક ૦ માતા ૦ પિતા ૦ નગરી 0 વંશ 0 ગોત્ર 0 ચિહ્ન 0 વર્ણ છે શરીરની ઊંચાઈ ૦ યક્ષ 0 યક્ષિણી o કુમારકાળ 0 રાજ્યકાળ 0 છદ્મસ્થકાળ 0 કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ 0 ચ્યવન ફાગણ વદ ૫ ૦ જન્મ માગસર વદ ૧૧ 0 દીક્ષા માગસર વદ ૧૩ 0 કેવળજ્ઞાન મહા વદ ૭ નિર્વાણ શ્રાવણ વદ ૭ -લક્ષ્મણા –મહાસેન -ચંદ્રપુરી -ઈક્વાકુ -કાશ્યપ –ચંદ્રમાં -શ્વેત –૧૫૦ ધનુષ્ય -વિજય -ભૃકુટિ –૨.૫ લાખ પૂર્વ –૨૪ પૂવાંગ અધિક ૫ લાખ પૂર્વ –૩ માસ –૨૪ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ –૧૦ લાખ પૂર્વ સ્થાન વૈજયન્ત ચન્દ્રપુરી ચન્દ્રપુરી ચન્દ્રપુરી સન્મેદશિખર નક્ષત્ર અનુરાધા અનુરાધા અનુરાધા અનુરાધા શ્રવણ Page #102 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री चद्रंप्रभस्वामी ॥ 200000000 0000000 मिनार SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR • SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR ॥ श्री चद्रप्रभस्वामी ॥ CHANDRAPRABH PRABHOSHCHANDRA MARICHI NICHAYO JJVALA MURTIRMURT SITA DHYANA NIRMITEV SHRIYE STU VAH चन्द्रप्रभप्रभोश्वन्द्र-मरीचिनिचयोज्ज्वला । मूर्तिमूर्तसितध्यान,-निर्मितेव श्रियेस्तुवः ॥८॥ विजय यक्ष ज्वाला (भी ) नेगी library.org Page #103 -------------------------------------------------------------------------- ________________ ફોટો ફોટો T સૌજન્ચ સૌજન્ચ | 'શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન છે 'સ્વ. ગુલાબબેન જમનાદાસ મહેતાના સ્મરણાર્થે 'હ. નવિનચંદ્ર જમનાદાસ મહેતા પરિવાર--(ભાવનગર.. સ્તુતિ જેવી રીતે શશિકિરણથી ચંદ્રકાન્ત દ્રવે છે, તેવી રીતે કઠિણ હૃદયે દર્યનો ધોધ વહે છે; દેખી મૂર્તિ અમૃત ઝરતી મુક્તિદાતા તમારી, પ્રીતે ચંદ્ર-પ્રભ જિન મને આપજો સેવ સારી. ચૈત્યવંદન, લમણા માતા જનમિયો, મહસેન જસ તાય, ઉડુપતિ લંછન દીપતી, ચંદ્રપુરીનો રાય. ૧ દશ લાખ પૂરવ આઊખું, દોઢસો ધનુષની દેહ, સુરનરપતિ સેવા કરે, ધરતા અતિ સનેહ. ૨ ચંદ્રપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર, પદ્મવિજય કહે પ્રણમીએ, મુજ પ્રભુ પાર ઉતાર. ૩ સ્તવન ચંદ્રપ્રભુ મુખચંદ્ર, સખી મુને દેખણ દે, ઉપસમરસનો કંદ; સ. સેવે સુરનરવંદ, સ. ગતકલિમલદુ:ખદંદ, સુહમ નિગોદે ન દેખાયો, સ. બાદર અતિહિં વિશેષ, સ. પઢવી આઉ ન લખીઓ, સ. તેઉ વાઉ ન લેશ. વનસપતિ અતિધણ દીહા, સ. દીઠો નહય દીદાર; સ. બિ તિ ચઉરિદી જળલીહા, સ. ગતસન્નીપણ ધાર, સુર તિરિ નરય નિવાસમાં, સ. મનુજ અનારજ સાથ; સ. અપજના પ્રતિભાસમાં, સ. ચતુર ન ચઢીયો હાથ. ઈમ અનેક થલ જાંણીયે; સ. દરિશણ વિણ જિનદેવ; સ. આગમથી મતિ આણીયે, સ. કીજે નિરમલ સેવ. નિર્મલ સાધુ ભગતિ લહી, સ. યોગ અવશ્યક હોય; સ. કિરિયા અવંચક તિમ સહી, સ. ફળ અવંચક જોય. પ્રેરક અવસર જિનવરૂ, સ. મોહનીય ક્ષય થાય; સ. ' કામિત પૂરણ સુરતરૂ, સે. આનંદધન પ્રભુ પાય. થોય સેવે સુરવૃંદા, જાસ ચરણારવિંદા, અક્રમ જિન ચંદા, ચંદવર્ણ સોલંદા; મનસેન નૃપ નંદા, કપાતા દુ:ખ દંદા, લંછન મિષ ચંદા, પાય માનું સેવિંદા. a ( 8 ) Page #104 -------------------------------------------------------------------------- ________________ - - ( શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું ચરિત્ર | - - જ્ઞાનની દિવ્ય જ્યોતિ દ્વારા અજ્ઞાનના અંધકારને દૂર કરનાર હે મા શારદા ! ચંદ્ર જેવી ઉજ્જવળ કાંતિ અને મોહરૂપી અંધકારને દૂર કરનારી પરમ જ્યોતિ ધરાવનાર શ્રી ચંદ્રપ્રભસ્વામીનું ચરિત્ર કીર્તન કરવામાં આપની કૃપાદૃષ્ટિની સાર્થક્તા પ્રાપ્ત થાઓ ! [II ભવ પહેલો પૈll| ઘાતકી ખંડના મંગળાવતી વિજયમાં રત્નસંચયા નામે નગરીને વિષે પદ્મ નામે રાજા હતો. રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રવર્તતા હતા. છતાં રાજા ધર્મપાલનને ભૂલ્યો ન હતો. ધીમે ધીમે સંસાર પરથી મોહમાયા દૂર કરી પદ્મ રાજાએ યુગંધર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. વિવિધ અભિગ્રહોને ધારી, તપત્યાગમાં સંયમ જીવન ગાળી, ઉત્તમ એવા વીશ સ્થાનકનું આરાધન કરી તીર્થંકર નામકર્મ બાંધ્યું. સમયાંતરે આયુષ્ય પૂર્ણ કર્યું. SUNIL ભવ બીજો II] * પદ્મ રાજાએ મુનિપણામાં ઉત્તમ પુણ્ય બાંધ્યું તેનાં પરિણામે તે વૈયંત નામના વિમાનમાં દેવ તરીકે | ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમનું સુખપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. S | ભવ ત્રીજો ગી આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં ચંદ્રાનના નામે નગરીમાં મહાસેન રાજા હતા. રાજ્યની અંદર કોઈ વાતની કમી ન હતી. રાજા સર્વ બાબતમાં પરમ પ્રતાપી હતો. તે રાજાને સંપૂર્ણ ગુણ-લક્ષણોવાળી લક્ષ્મણા નામે રાણી હતી. બન્નેની ખુશી જોઈ દેવલોકના દેવો પણ જાણે ઈર્ષા કરતા. સમય જતા વૈયંત વિમાનમાંથી વેલો પદ્મરાજાનો જીવ લક્ષ્મણા રાણીની કુક્ષીમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. એ શુભ દિવસ એટલે ચૈત્ર વદ પાંચમ જ્યારે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં બિરાજમાન હતો. અનુષ્મ પોષ વદ બારસના દિવસે ચંદ્ર જ્યારે અનુરાધા નક્ષત્રમાં હતો ત્યારે લક્ષ્મણા રાણીએ ચંદ્રના લાંછનવાળા ચંદ્રવર્ણા પુત્રને જન્મ આપ્યો. આ સમયે ઈન્દ્રનું આસન કંપિત થતા, અવધિજ્ઞાન વડે ઈ પ્રભુનો જન્મ થયો જાણ્યું. તરત જ દેવદુભિ થઈ અને સર્વ ઈન્દ્રો, દેવતાઓ, દિકકુમારિકાઓ, દેવીઓ સૌએ મળી પ્રભુનો જન્મોત્સવ ઉજવવા તૈયારી કરી. માતા પાસે આવી નમસ્કાર કરી, સ્તુતિ કરી તેઓએ સૂતિકાકર્મ કર્યું. કે પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાને ચંદ્રનું પાન કરવાની ઈચ્છા થઈ હતી એટલે પુત્રનું નામ ચંદ્રપ્રભ / Page #105 -------------------------------------------------------------------------- ________________ વાડવામાં આવ્યું. સૂતિકા કર્મ પછી ઈન્દ્ર મહારાજે પાંચ રૂપ ધારણ કર્યા. પ્રભુને ખોળામાં બેસાડી ઈન્દ્ર સૌની સાથે મેરૂપર્વત પર પ્રભુને સ્નાન કરાવવા લઈ ગયા. ત્યાં વૃષભના શૃંગમાંથી ઉછળતા ઉત્તમ જળ વડે સ્નાન કરાવી, પ્રભુના શરીરનું અર્ચન કરી, સ્તુતિ કરી ફરી પાછા માતા પાસે લાવ્યા. સૌ દિકકુમારિકાઓએ જન્મોત્સવ ઉજવ્યો અને પોતાને સ્થાને ગયા. નાનકડું બીજ ધરતીમાં વાવ્યું હોય ત્યારે ખ્યાલ પણ ન આવે કે તે વૃદ્ધિ પામી વિશાળ વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કરશે. ચંદ્રપ્રભકુમાર શિશુવય પસાર કરતા દોઢસો ધનુષ્ય ઊંચી કાયા ધરાવતા થયા. અનુક્રમે યૌવનવય પામતા અનેક રાજ કન્યાઓ સાથે પિતાએ પ્રભુને પરણાવ્યા. અઢી લાખ પૂર્વ પસાર થતા પિતાએ તેમને રાજ્યનો કારભાર સોંપ્યો. ગાદી સંભાળ્યા પછી ઉત્તમ રાજનીતિ દ્વારા લોક ચાહના પ્રાપ્ત કરી. ચોવીસ પૂર્વ યુક્ત સાડા છ લાખ પૂર્વ રાજ્યનું પાલન કર્યું. પ્રભુને સંસાર પ્રત્યે વિરક્તભાવ હતો પરંતુ પિતાની આજ્ઞા અને ભોગાવલિકર્મની નિર્જરા માટે તેમણે સંસાર સુખ ભોગવ્યું. લોકાંતિક દેવોએ પ્રભુને તીર્થ પ્રવર્તાવાની પ્રેરણા કરી ત્યારે પ્રભુએ સાવંત્સરિક દાન આપવાની શરૂઆત કરી. વાર્ષિક દાન આપ્યા પછી ઈન્દ્રનું આસન ચલિત થયું. અવધિજ્ઞાન વડે ઈન્દ્ર પ્રભુની દીક્ષાનો અવસર જાણ્યો એટલે સર્વ ઈન્દ્રો, દેવતાઓ તથા દેવીઓ વિમાનમાર્ગે આવી પહોંચ્યા. મનોરમા નામની મનોહર શિબિકા રચી. પ્રભુ તેમાં બિરાજમાન થયા અને સહસ્ત્રાપ્રવનમાં આવી પહોંચ્યા. સાપ જેમ પોતાની કાંચળી ઉતારે એ રીતે અલંકારોનો ત્યાગ કરી પ્રભુએ પંચમૃષ્ટિથી કેશનો લોચ કર્યો. દેવી-દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. વાજિંત્રોના નાદથી આકાશ ગુંજી ઊઠ્યું. પ્રભુના કેશનું ઈન્દ્ર યોગ્ય રીતે લેપન કર્યું. પ્રભુએ દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યું. આ રીતે છઠ્ઠના તપ સાથે પ્રભુએ પોષ વદ તેરસને દિવસે ચંદ્ર જ્યારે અનુરાધા નક્ષત્રમાં હતો ત્યારે દીક્ષા લીધી. સૌ ઈન્દ્રો, દેવી-દેવતાઓ તેમજ માનવ સમુદાય પોતપોતાના સ્થાને પાછા ફર્યા. છઠ્ઠના તપસ્વી પ્રભુએ બીજે દિવસે પદ્મખંડ નગરમાં સોમદત્ત રાજાના ઘેર પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પ્રભુના ચરણ જ્યાં અંકિત થયા હતા ત્યાં રત્નપીઠની સ્થાપના કરી. ત્યાંથી પ્રભુ વિહાર કરતા ત્રણ માસ છબસ્થ અવસ્થામાં પસાર કરી ફરી સહસ્ત્રામ્રવનમાં પાછા આવ્યા અને પુનાગ નામના વૃક્ષ નીચે સ્થિર થયા. છઠ્ઠના તપસ્વી પ્રભુને શુકલ ધ્યાનના અંતે ફાગણ વદ સાતમના દિવસે ચંદ્ર જ્યારે અનુરાધા નક્ષત્રમાં હતો ત્યારે ઉજ્જવળ એવું કેવળજ્ઞાન થયું. આ સમયે ઈન્દ્રનું આસન કિંપિત થયું. તરત જ સુર-અસુર આદિ દેવતાઓએ આવી ત્રણ ગઢવાળુ (રત્ન, સોનું, રૂપાના) સમવસરણ રચ્યું. વચ્ચે અઢારસો ધનુષ્ય ઊંચું ચૈત્યવૃક્ષ અને પગથિયે સુવર્ણકમળો રચ્યા. પ્રભુએ તેના પર પ્રસ્થાન કર્યું. ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી, “તીર્થાય નમઃ” કહેતા આસન ગ્રહણ કર્યું. ઈન્દ્રની સ્તુતિ સાંભળી પ્રભુએ દેહની ક્ષણભંગુરતા અને અશુચિ અંગે દેશના આપી. પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામી ઘણાએ દીક્ષા ગ્રહણ કરી.દત્ત વગેરે ત્રાણું ગણધરો થયા. તેઓએ દ્વાદશાંગીની રચના કરી. પ્રભુની દેશનાના અંતે દત્ત ગણધરે દેશના આપી. અંતે સૌ સ્વસ્થાને ગયા. પ્રભુના સમયમાં હંસના વાહનવાળો, ચાર ભૂજાવાળો વિજય નામે યક્ષ શાસનદેવ થયો અને હંસના વાહનવાળી, પીળા અંગવાળી અને ચાર ભૂજાવાળી ભ્રકુટી નામે દેવી શાસનદેવતા થઈ. બન્ને પ્રભુના સાંનિધ્યમાં રહેવા લાગ્યા. છે પૃથ્વી પર વિહાર કરતા પ્રભુને અઢી લાખ સાધુ, ત્રણ લાખ એંશી હજાર સાધ્વીઓ, બે હજાર ચૌદ છે Page #106 -------------------------------------------------------------------------- ________________ E પૂર્વીઓ, આઠ હજાર અવધિજ્ઞાની, આઠ હજાર મન:પર્યવજ્ઞાની, દશ હજાર કેવળજ્ઞાની, ચૌદ હજાર વૈશ્ય લબ્ધિવાળા, સાત હજાર છસો વાદી લબ્ધિવાળા, અઢી લાખ શ્રાવક અને ચાર લાખ એકાણું હજાર શ્રાવિકા જેટલો પરિવાર થયો. પ્રભુ ચોવીસ પૂર્વાગ અને ત્રણ માસે ન્યૂન એક લાખ પૂર્વ વિહાર કરી સમેતશિખરે આવ્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે અનશન કર્યું. એક માસના અંતે પ્રભુએ ઘાતી કર્મનું છેદન કર્યું. અને ભાદરવા વદ સાતમના દિવસે શ્રવણ નક્ષત્રે ચંદ્રનું આગમન થતા પ્રભુનું નિર્વાણ થયું. આ સમયે ઈન્દ્રનું આસન કંપિત થયું. દેવતાઓ સહિત સૌ પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉજવવા માટે આવ્યા અને વિધિ અનુસાર દેહનો સંસ્કાર કર્યો. સૌએ નંદીશ્વર દ્વીપે જઈ અઠ્ઠાઈ મહોત્સવ ઉજવી સૌ પોતાના સ્થાને ગયા. પ્રભુએ કુલ દશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું જેમાં અઢી લાખ પૂર્વાગ કુમાર વયમાં, ચોવીસ પૂર્વ સહિત સાડા છ લાખ પૂર્વ રાજ્ય કરવામાં અને ચોવીસ પૂર્વાગ રહિત એક લાખ પૂર્વ દીક્ષા પર્યાયમાં પસાર કર્યા. શ્રી સુપાર્શ્વ પ્રભુના નિર્વાણકાળ પછી નવશે કોટિ સાગરોપમ શ્રી ચંદ્રપ્રભુ મોક્ષપદને પામ્યા. ઉજ્જવળ કાંતિ ધરાવનાર, સિદ્ધ પદને પામી, સાંસારિક જીવોને પ્રતિબોધનાર શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું ચરિત્ર ગઠન અહીં પૂર્ણ થાય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૦ ચ્યવન ૭ જન્મ O દીક્ષા O કેવળજ્ઞાન O નિર્વાણ O ગણધર O કેવળજ્ઞાની મન:પર્યવજ્ઞાની અવધિજ્ઞાની O વૈક્રિય લબ્ધિધારી O ચતુર્દશ પૂર્વી O ચર્ચાવાદી O સાધુ O સાધ્વી O શ્રાવક O શ્રાવિકા શ્રી સુવિધિનાથ પ્રભુનો પરિવાર -૮૮ -૭,૫૦૦ -૭,૫૦૦ -૮,૪૦૦ -૧૩,૦૦૦ -૧,૫૦૦ -૬,૦૦૦ જી માતા છપિતા O નગરી Ö વંશ O ગોત્ર ૦ ચિહ્ન O વર્ણ O શરીરની ઊંચાઈ હ યક્ષ O યક્ષિણી પંચ કલ્યાણક O કુમારકાળ O રાજ્યકાળ O છનસ્થકાળ O કુલ દીક્ષાપર્યાય O આયુષ્ય તિથિ મહા વદ ૯ કારતક વદ પ કારતક વદ કારતક સુદ ૩ શ્રાવણ વદ ૯ –૨,૦૦,૦૦૦ -૧,૨૦,૦૦૦ –૨,૨૯,૦૦૦ -૪,૭૧,૦૦૦ –રામાદેવી –સુગ્રીવ —કાકંદી —ઈક્ષ્વાકુ -કાશ્યપ મગર —શ્વેત –૧૦૦ ધનુષ્ય —અજિત –સુતારા -૫૦ હજાર પૂર્વ –૨૮ પૂર્વાંગ અધિક ૫૦ હજાર પૂર્વ –૪ માસ –૨૮ પૂર્વાંગ કમ ૧ લાખ પૂર્વ -૨ લાખ પૂર્વ સ્થાન વૈજયન્ત કાકંદી કાકંદી કાકંદી સમ્મેદશિખર નક્ષત્ર મૂળ મૂળ મૂળ % 5% 5% મૂળ મૂળ Page #108 -------------------------------------------------------------------------- ________________ 似 95 SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR अजित यक्ष efone P P 1gfaf KARAMAL KAVADVISHVAM KALYAN KEVAL SHRIYA ACHINTYA MAHATMYA NIDHIHI SUVIDHIR BODHAYE STU VAH करामलकवद्विश्वं कलयन् केवलश्रिया अचिन्त्यमाहात्म्यनिधिः, सुविधिर्बोधऽयेस्तु वः OK 田 Cccc SHRI JAIN ATMANAD SABHA KHAR GATE. BHAVNAGAR सुतारा देवी wwwwwanalibros.ore Page #109 -------------------------------------------------------------------------- ________________ ફોટો સૌજન્ય શ્રી સુવિધિનાથસ્વામી ભગવા શ્રી જસુભાઈ જગજીવનદાસ કપાસી પરિવાર–ભાવનગર સ્તુતિ સેવા માટે સુ૨ નગરથી દેવનો સંઘ આવે, ભક્તિ ભાવે સુરગિરિ પરે સ્નાત્રપૂજા રચાવે; નાયારંગે નમન કરીને પૂર્ણ આનન્દ પાવે, સેવા સારી સુવિધિ જિનની કોણને ચિત્ત નાવે ? ચૈત્યવંદન સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત; મગર લંછન ચરણે નમું, રામા રૂડી માત. આયુ બે લાખ પૂરવતણું, શત ધનુષની કાય; કાકંદી નય૨ી ધણી, પ્રણમું પ્રભુ પાય. ઉત્તમ વિધિ જેહથી લહ્યો એ, તેણે સુવિધિ જિનનામ; નમતાં તસ પદપદ્મને, લહિયે શાશ્વત ધામ. ૩ સ્તવન સુવિધિજિજ્ઞેસર પાય નમીને, શુભકરણી ઈમ કીજે૨ે; અતિઘણ ઉલટ અંગ ધરીને, પ્રહઉઠી પૂજીજેરે. દ્રવ્ય ભાવ સૂચીભાવ ધરીને, હરખેં દેહરે જઈયેરે; દષ્ટ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના રિ થઈયે કુસુમ અક્ષત વર વાસ સુગંધો ધૂપ દીપ મન સાખીરે; અંગપૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરૂ મુખ આગમ ભાખીરે એહનું ફળ દોય ભેદ સુણીજે, અનંતરને ૫રં૫૨૨; આણાપાલણ ચિત્તપ્રસત્તી, મુગતિ સુગતિ સુરમંદિરરે. ફલ અક્ષત વર ધૂપ પઈવો, ગંધ નૈવેદ ફળ જળભરીરે; અંગ અગ્નપૂજા મિલિ, અડવિધ, ભાવે ભવિક સુભગતિ વીરે સત્તરભેદ ઈંકવીશ પ્રકારે, અદ્વેત્તરશત ભેદેરે; ભાવપૂજા બહૂવિધ નિરધારી, દોહગ દુરગતિ છેદેરે. તુરીય ભેદ પદ્મિવત્તીપૂજા, ઉપસમ ખીણ સયોગીરે; ચઉહાપૂજા ઈમ ઉતરાધ્યયણે, ભાખી કેવળભોગી. ઈમ પૂજા બહુભેદ સુણીને, સુખદાયક શુભક૨ણીરે; - ભવિકજીવ કરશ્ય તે લહિગ્યે, આનંદધન પદધરણીરે. થોય નરદેવ ભાવદેવો, જેહની સારે સેવો, જેહ દેવાધિદેવો, સાર જગમાં જ્યું મેવો; જોતાં જગ એહવો, દેવ દીઠો ન તેહવો, 'સુવિધિ' જિન જેવો મોક્ષ દે તત્તખેવો. 9 .... ૧ ૨ ફોટો સૌજન્ય સુ.૧ સુ. ર સુ.૩ સુ.૪ સુપ સુ. સુ. ૭ સુ. ૮ Page #110 -------------------------------------------------------------------------- ________________ છે. શ્રી પુષ્પદંત (સુવિધિનાથ) પ્રભુનું ચરિત્ર ત્રણ જગતને પુષ્પની માળાની જેમ ધારણ કરનારા વિતરાગ પ્રભુ શ્રી પુષ્પદંત (સુવિધિનાથ સ્વામી)નું ચરિત્ર આલેખવામાં અલ્પમતિ આત્માનું તો શું ગજું ?છતાં આપના પ્રભાવથી આ કાર્યમાં સામર્થ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે નમસ્કાર કરું છું. IIIII) ભવ પહેલો_aIII પુષ્કરવર નામે કપમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામે નગરીને વિષે મહાપદ્મ નામે રાજા હતો. જન્મથી જ ધર્મ પરાયણ સ્વભાવના પરિણામે યૌવનવયમાં ધર્મના સંસ્કાર વૃદ્ધિ પામતા તે રાજ્ય કારભારમાં પણ ધર્મભાવનાને ભૂલતા નહીં. આ રીતે રાજ્ય કરતા કરતા સંસારની અસારતાને સમજીને જગનંદ ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. આ પછી દુષ્કર તપ દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ઉત્તમ ચારિત્ર અને તપ-ત્યાગના ધર્મમાં સ્થિર આત્માના પછીના ભાવ પણ પુણ્યાનુબંધી પુણ્યનું પરિણામ ભોગવી શકે છે. આ રીતે સાધુના આચારોનું ઉત્તમ પાલન કરી મહાપદ્મ રાજાનું આયુષ્ય પૂર્ણ થયું. ભવ બીજો પI] ઉત્તમ પૂર્વ કર્મના પરિણામે મહાપદ્મ રાજા વૈાંત નામના વિમાનમાં મહદ્ધિક દેવતા થયા. દેવલોકના સુખ અને વૈભવ ભોગવવામાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થતાં તેમનું અવન થયું. [I) ભવ ત્રીજો | NITIN જંબુદ્વીપના દક્ષિણ ભરતાર્થમાં કાકંદી નામની અતિ શોભાયમાન નગરીમાં સુગ્રીવ નામે મહાપ્રતાપી રાજા હતો. તેની યશગાથા ચોમેર ફેલાયેલી હતી. સુગ્રીવ રાજાની રાણી રામાં પણ નિર્મળ ગુણોથી અને સૌન્દર્યથી શોભતી હતી. રાજહંસિની જેમ માનસરોવરમાં શોભે એવું નિર્મળ ચારિત્ર ધરાવતી રામા રાણીની કુક્ષિમાં વૈયંત વિમાનમાંથી દેવપણે વેલો મહાપદ્મ રાજાનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. તે પાવન દિવસ એટલે ફાગણ વદ નોમ. તે સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થતા તેમણે અવધિજ્ઞાન વડે જાણ્યું કે એ જીવ 5 સુવિધિનાથ તીર્થંકર પરમાત્માનો છે એટલે તેણે ત્યાં જ પ્રભુને વંદન કર્યું. આ સમયે રામા રાણીએ તીર્થંકર છે suuuuuuuu(૬૭) માઘાન 29 Education International Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના જન્મને સૂચવતાં ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. પૂર્ણ સમય થતાં માગસર વદ પાંચમે મૂળ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં, રામાદેવીએ મગરના ચિન્હવાળા શ્વેત વર્ણવાળા એક પુત્રરત્નને જન્મ આપ્યો. અવધિજ્ઞાન વડે ઈન્દ્રને જાણ થતાં અન્ય ઈન્દ્રો, દેવતાઓ, દિક્કુમારિકાઓ વગેરે પ્રભુનો જન્મોત્સવ ઉજવવા આવી પહોંચ્યા અને વિધિસહિત જન્મોત્સવ ઉજવ્યો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતા સર્વ વિધિમાં કુશળ હતા એટલે સુવિધિનાથ રખાયું અને પુષ્પના દોહદને કારણે પ્રભુને દાંત ઊગ્યા હતા માટે તેમનું પુષ્પદંત એવું બીજું નામ પણ રાખવામાં આવ્યું. જન્મોત્સવ ઉજવ્યા પછી માતા ૨ામા૨ાણીને અને પ્રભુને નમસ્કાર કરી ઈન્દ્રો, દેવતો વગે૨ે સ્વસ્થાને ગયા. જન્મથી પચાસ હજાર પૂર્વ ગયા ત્યારે સો ધનુષ્યની ઊંચી કાયાવાળા, યૌવનવય ધરાવતા પ્રભુને અનેક રાજકન્યાઓ સાથે પરણાવ્યા. પ્રભુને રાજ્યકારભાર સોંપી પિતાએ પોતાની જવાબદારી પૂર્ણ કરી. રાજ્યની જવાબદારી સંભાળતા પચાસ હજાર પૂર્વ ગયા પછી જ્યારે પ્રભુને દીક્ષા લેવાની ઈચ્છા થઈ એ સમયે લોકાંતિક દેવોએ તેમને તીર્થની સ્થાપના કરવાની પ્રેરણા આપી. આથી પ્રભુએ એક વર્ષ સુધી યાચકોની ઈચ્છા મુજબ સંવત્સરી દાન દીધું. વર્ષને અંતે ઈન્દ્ર આદિ દેવતાઓએ સૂરપ્રભા નામની શિબિકા રચી. તેમાં બિરાજી પ્રભુ સહસ્ત્રામ્રવનમાં ગયા. ત્યાં માગસર વદ છઠ્ઠના દિવસે પ્રભુ અલંકાર આદિનો ત્યાગ કરી, દેવદુષ્ય વસ્ત્રને ધારણ કર્યું. સર્વે મળીને પ્રભુનો દીક્ષામહોત્સવ ઉજવ્યો. બીજે દિવસે પ્રભુએ છઠ્ઠ તપનું પારણું શ્વેતપુર નગરમાં પુષ્પ રાજાને ઘે૨ ક્ષીરથી કર્યું. દેવતાઓએ પંચ દિવ્ય પ્રગટ કર્યા. ત્યારબાદ વિહાર કરતા ચાર માસ પ્રભુના છદ્મસ્થ અવસ્થામાં પસાર થયા. ફરી સહસ્ત્રાપ્રવનમાં પ્રભુ પધાર્યા. ત્યાં માલુર વૃક્ષની નીચે પ્રતિમાપણે ઊભા રહ્યા. ક્ષપકશ્રેણિનું મંડાણ થયું અને કર્મ ખપી જવાથી કારતક સુદ ત્રીજને દિવસે મુળ નક્ષત્રે પ્રભુને કેવળજ્ઞાન થયું. તત્કાળ સુર-અસુરોના દેવતાઓ વગેરેએ આવીને ભવ્ય સમવસરણની રચના કરી. મધ્યમાં બારસો ધનુષ્ય ઊંચું ચૈત્યવૃક્ષ રચ્યું. પ્રભુએ પ્રદક્ષિણા કરી અને ‘તીર્થાય નમઃ’’ એમ કહીને સિંહાસન ૫૨ પૂર્વાભિમુખે આરૂઢ થયા. દેવતાઓએ બીજી ત્રણ દિશામાં પ્રભુના જેવા જ ત્રણ બિંબો સ્થાપિત કર્યા. સૌ બાર પર્ષદામાં પોતપોતાના સ્થાને બિરાજમાન થયા. શઈન્દ્રે પ્રભુને સ્તુતિ કરતા નીચે પ્રમાણે પ્રશ્નો કર્યા, ‘‘હે પ્રભુ ! આપ વીતરાગ છો. આપે સૌને અનુકૂળ થઈ ૨હેવાની વાત કરી છે તો આપ મિથ્યાત્વ પર શા માટે દ્વેષભાવ રાખો છો? જો આપ નિર્ભય હો તો શા માટે સંસારથી ભય પામો છો ? જો આપ રોષ રહિત હો તો શા માટે કર્મો પર રોષ કરો છો ? '' આ સાંભળી પ્રભુએ શુભાશુભ કર્મ (આશ્રવનું સ્વરૂપ) તેના આઠ પ્રકાર અને તેના પરિણામો વગેરે વિષે સમજાવતા કહ્યું, ‘‘આશ્રવોથી જન્મ પામેલો અપાર સંસારરૂપ સાગર, દીક્ષારૂપી વહાણ વડે વિદ્વાન પુરૂષોએ તરી જવાને યોગ્ય છે.'' પ્રભુની આવા પ્રકા૨ની ધર્મદેશના સાંભળી હજારો મુમુક્ષો બન્યા અને ચારિત્ર ગ્રહણ કર્યું. અને અઠ્યાસી ગણધરો થયા. જ્યારે પ્રભુ દેશના આપી આરામ પામ્યા, ત્યારે વરાહ નામના ગણધરે દેશના આપી. સુર અસુરોએ નંદીશ્વર દ્વીપમાં જઈ અઠ્ઠાઈ મહોત્સવ કર્યો અને સૌ સ્વસ્થાને ગયા. સુવિધિનાથ પ્રભુના સમયમાં શ્વેત અંગવાળો, કાચબાના વાહનવાળો અને ચાર ભૂજાવાળો અજિત નામે યક્ષ શાસનદેવ થયો અને ગૌર વર્ણવાળી, વૃષભના વાહન પર બિરાજમાન ચાર ભૂજાવાળી યક્ષક્ષિણ સુતારા શાસનદેવી થયા. અઠ્યાવીસ પૂર્વાંગ અને ચાર માસે ઉણા એવા એક લાખ પૂર્વ પર્યંત વિહાર કરતા પ્રભુને બે લાખ સાધુઓ, એક લાખને વીશ હજાર સાધ્વીઓ, આઠ હજાર સાધ્વીઓ, આઠ હજા૨ને ચારસો અવધિજ્ઞાનીઓ, દોઢ ૬૮ --- ➖➖➖➖➖ Page #112 -------------------------------------------------------------------------- ________________ હજાર ચૌદ પૂર્વધારીઓ, સાડા સાત હજાર મનઃપર્યવજ્ઞાનીઓ, સાત હજારને પાંચસો કેવળજ્ઞાનીઓ, તેર હજાર વૈયિ લબ્ધિવાળા, છ હજાર વાદલબ્ધિવાળા, બે લાખને ઓગણત્રીશ હજાર શ્રાવકો અને ચાર લાખને બોતેર હજાર શ્રાવિકાઓ - આટલો પરિવાર થયો. ત્યારબાદ પ્રભુ સમેતશિખર પર્વતે પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે અનશન કરી એક માસ તે પ્રમાણે રહ્યા. કારતક વદ નોમને દિવસે જ્યારે ચંદ્ર મૂળ નક્ષત્રમાં હતો ત્યારે હજાર મુનિઓની સાથે પ્રભુ નિર્વાણપદને પામ્યા. ઈન્દ્રોએ વિધિયુક્ત સંસ્કાર કરી મોક્ષપદનો મહિમા પ્રગટ કર્યો. આ રીતે શ્રી સુવિધિનાથ પ્રભુએ અરધો લાખ પૂર્વ કુમાર વયમાં, અઠ્યાવીશ પૂર્વાંગે સહિત અર્ધલાખ પૂર્વે રાજ્ય ક૨વામાં અને અઠ્યાવીસ પૂર્વાંગે રહિત એક લાખ પૂર્વ દીક્ષા પર્યાયમાં એમ મળી કુલ બે લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું. શ્રી સુવિધિનાથ પ્રભુના નિર્વાણ પછી કેટલોક કાળ જતાં હુંડાવસર્પિણીકાળ એટલે કે મહા કનિષ્ક અને ન્યૂન એવો અવસર્પિણીકાળમાં સાધુઓનો ઉચ્છેદ થઈ ગયો. જે રીતે માર્ગ ભૂલેલા મુસાફરો બીજા મુસાફરોને પ્રવાસનો માર્ગ પૂછે એ રીતે ધર્મ ન જાણનાર અજ્ઞાનીઓ સ્થવિર શ્રાવકોને ધર્મ પૂછવા લાગ્યા. ત્યારે તેઓ પોતાની સમજણ અનુસાર ધર્મ સમજાવવા માંડ્યા. તેઓએ પૂજાવિધિ પ્રમાણે દ્રવ્યદાનનું મહત્વ સમજાવવા માંડયું. લોભી શ્રાવકોએ પોતાને આચાર્યો બતાવીને કૃત્રિમ શાસ્ત્રો રચી વિવિધ જાતના દાન બતાવ્યા. જેમાં કન્યાદાન, પૃથ્વીદાન, લોહદાન, તિલદાન, કપાસદાન, ગોદાન, સ્વર્ણદાન, રૂપાદાન, ગૃહદાન, ગજદાન અને શય્યાદાન મુખ્ય ગણાવ્યાં. તે દાનનું મોટું ફળ પણ આલોક-પરલોક સંબંધી સમજાવ્યું. તેઓ એમ કહેવા લાગ્યા કે આ દાન લેવા માટે પોતે જ લાયક છે. આ રીતે લોભી આચાર્યો બની બેઠેલાં શ્રાવકો ગુરુ સમાન બનવા લાગ્યા. જેમ ‘ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન' એ રીતે અજ્ઞાની લોકોમાં આવા શઠ શ્રાવકો મહત્વના બનવા લાગ્યા. એવી રીતે શીતળનાથ સ્વામીનું તીર્થ પ્રવર્તતા સુધી આ ભરતક્ષેત્રમાં તીર્થોચ્છેદ થતો રહ્યો. તે સમયે બ્રાહ્મણોએ આ ભરતક્ષેત્ર ૫૨ પોતાનું એક છત્ર રાજ્ય ચલાવ્યું. આ રીતે બીજા છ જિનેશ્વરોના અંતરમાં એટલે કે શાંતિનાથના અંતર સુધી આંતરે આંતરે મિથ્યાત્વ પ્રવર્ત્યે. ":"1" NOT ૬૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી શીતલનાથ પ્રભુનો પરિવાર -૮૧ 0 ગણધર 0 કેવલજ્ઞાન 0 મન:પર્યવજ્ઞાની 0 અવધિજ્ઞાની O વૈક્રિય લબ્ધિધારી 0 ચતુર્દશ પૂર્વી 0 ચર્ચાવાદી 0 સાધુ 0 સાધ્વી 0 શ્રાવક 0 શ્રાવિકા –૭,૦૦૦ –૭,૫૦૦ -૭,૨૦૦ –૧૨,૦૦૦ –૧,૪૦૦ –૫,૮૦૦ –૧,૦૦,૦૦૦ –૧,૦૬,૦૦૦ –૨,૮૯,000 -૪,૫૮,૦૦૦ એક ઝલક -નંદાદેવી -દઢરથ -ભદિલપુર -ઈવાકુ -કાય –શીવન્સ -સુવર્ણ O માતા o પિતા 0 નગરી 0 વંશ 0 ગોત્ર 0 ચિહ્ન 0 વર્ણ 0 શરીરની ઊંચાઈ 0 યક્ષ 0 યક્ષિણી 0 કુમારકાળ 0 રાજ્યકાળ 0 છદ્મસ્થકાળ 0 કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ 0 ચ્યવન ચૈત્ર વદ ૬ 0 જન્મ પોષ વદ ૧૨ 0 દીક્ષા પોષ વદ ૧૨ 0 કેવળજ્ઞાન માગશર વદ ૧૪ ૦ નિર્વાણ ચૈત્ર વદ ૨ -૯૦ ધનુષ્ય –બ્રહ્મા -અશોકા –૨૫ હજાર પૂર્વ – ૫૦ હજાર પૂર્વ –૩ માસ -૨૫ હજારપૂર્વ –૧ લાખ પૂર્વ સ્થાન પ્રણિત ભક્િલપુર ભદિલપુર ભદિલપુર સન્મેદશિખર નક્ષત્ર પૂર્વાષાઢા પૂર્વાષાઢા પૂર્વાષાઢા પૂર્વાષાઢા પૂર્વાષાઢા Page #114 -------------------------------------------------------------------------- ________________ ॥श्री शीतलनाथ ॥ 3 SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR PX 9 % SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR ब्रह्मयक्ष अशोका देवी ॥ श्री शीतलनाथ ॥ SATVANAM PARMANAND KANDODU BHEDAN VAMBUDRA SYADVADAMRUT NISHYANDI SHITALH PATUVOJINAH सत्वानां परमानन्द-कन्दोदभेदनवाम्बुद्रः । स्यादादामृतनिस्यन्दी, शीतलः पातु वोः जिनः ॥१०॥ DE International For DIVADLO Page #115 -------------------------------------------------------------------------- ________________ ફોટો શ્રી શાંતલનાથ ભગલાજ 'શ્રી શાંતિલાલ જીવરાજભાઈ સોમાણી પરિવાર ભાવનગર ફોટો સૌજન્ચ સૌજ સ્તુતિ આધિ વ્યાધિ પ્રમુખ બહુએ તાપથી તપ્ત પ્રાણી શીળી છાયા શીતલ જિનની જાણીને હર્ષ આણી; નિત્યે સંવે મન વચન ને કાયથી પૂર્ણ ભાવે, કાપી ખંત રિત ગણને પૂર્ણ આનંદ પાવે. ચૈત્યવંદન, નંદા દૂઢરથ નંદનો, શીતલ શીતલનાથ; રાજા ભદિલપુર તણ, ચલવે શિવ સાથ. ૧ લાખ પૂરવનું આઉખું, નવું ધનુષ પ્રમાણ; કાયા માયા ટાલીને, લહ્યા પંચય નાણ- ૨ શ્રીવત્સ લંછન સુંદરૂ એ, પાદ પદ્મ રહે જાસ; તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ. ૩ સ્તવન શી.૧ શી. શી. ૩ શિતળજિનપતિ લલિતાત્રિભંગી, વિવિધભંગી મનમોહેરે; કરૂણા કોમળતા તીક્ષણતા ઉદાસીનતા સોહરે. સર્વજંતુ હિતકરણી કરૂણા, કર્મવિકારણ તીક્ષણરે; હાંને દાન રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણરે. પરખ છેદનઈરછા કરૂણા, તીક્ષણ પરદુખરઝે; ઉદાસીનતા ઉભયવિલક્ષણ, એક ઠામે કિમ સીઝરે અભયદાન તે કરૂણામલક્ષય, તીક્ષણતા ગુણભાવે રે, પ્રેરણ વિન કૃતિ ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવરે. શકિત વ્યકિત ત્રિભુવન પ્રભૂતા, નિગ્રંથતા સંયોગેરે ; યોગી ભોગી વક્તા મૌની, અનુપયોગી ઉપયોગિરે. ઈત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત દેતીરે; અચરિકારી ચિત્રવિચિત્રા, આનંદધનપદ લેતીરે. શી.૪ 9 શી.૫ શી. ; ન થાય શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સર્વ પરભાવ વામી: જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી, સવિ શિવસુખ કામી, પ્રણમીએ શીષ નામી. . . . ( 10 ) દ Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથ પ્રભુનું ચરિત્ર વાણીના સૌ દોષો દૂર કરનારી છે વાગીશ્વરી માતા ! જેમના ગુણો ચંદ્ર જેવા શીતળ અને ઉજ્જવળ છે, જે રીતે સૂર્યનાં કિરણોના મૃદુ સ્પર્શથી કમળની પાંખડીઓ ખીલી ઊઠે, એ રીતે જે પ્રભુના ચરણની સ્પર્શના માત્રથી આત્મા ઉન્નત માર્ગે ગમન કરવાનું સામર્થ્ય પ્રગટાવે, એવા શ્રી શીતલનાથ પ્રભુનું ચરિત્ર ગઠન કરવા આપ આ શબ્દોમાં સામર્થ્ય અર્પો એવી| મંગળ પ્રાર્થના. III ભવ પહેલો_IIIII પુષ્કરવર દ્વીપના અર્ધભાગમાં પૂર્વ વિદેહ ક્ષેત્રના શોભાયમાન વજ નામના વિજયમાં સુસીમા નામે નગરી પદ્મોત્તર રાજાના પ્રભાવી ગુણોના કારણે શોભાયમાન બની હતી. રાજા હોવાના કારણે વિરચિત ગુણો અને ધર્મપ્રેમી હોવાનાં કારણે પ્રાણીમાત્ર પર કરુણા વરસાવતી તેની આંખો આ બન્ને ભાવોને સાથે ધારણ કરી શકતી હતી. ધર્મના વિકાસ પાછળ રાજા પધ્ધોત્તર સદા પ્રવૃત્ત રહેતો હતો. હંમેશા તેના મનમાં એક જ રટણ રહેતું – “ક્યારે આ સંસારનો ત્યાગ કરું?” આ રીતે ચિંતન કર્યા પછી રાજ્ય છોડી અસ્તાઘ નામના સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. રત્નત્રયીની આરાધના કરતા તીવ્ર તપ અને શુદ્ધ ચારિત્રના કારણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. વિવિધ અભિગ્રહોથી આત્માના પ્રદેશને કર્મરહિત કરતા તેમણે આયુષ્ય પૂર્ણ કર્યું. ||) ભવ બીજો |િ||| પદ્મોત્તર રાજાએ દીક્ષા લીધા પછી મુનિપણામાંથી આયુષ્ય પૂર્ણ થયે પ્રાણાત કલ્પમાં વીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. પૂર્વ ભવના પુણ્યકર્મના ઉદયે દેવલોકમાં સુખ અને ભોગવિલાસ ભોગવ્યા. રૂપવાન અને ગુણવાન દેવરૂપ દેવલોકની શોભાને ઉન્નત બનાવે છે એ રીતે પદ્મોત્તર રાજાનો જીવ બીજે ભવે દેવલોકના સુખ ભોગવી ત્યાંથી આવી ગયો. ભવ ત્રીજો II - આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે ભદિલપુર નામે અત્યંત રમણીય નગરીમાં દઢરથ રાજા અને તેમની નંદા નામે રાણી હતા. દઢરથ રાજા સમૃદ્ધ નગરીમાં પ્રજાવત્સલ તરીકે પ્રજાના પ્રિય હતા તો રાણી નંદા જાણે છે. બોલતા બોલતા સુગંધી શ્વાસથી ચોમેર મહેક ફેલાવતી, કીર્તિવાન અને ગુણવાન હતી. (90) uuu Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાત કલ્પમાંથી પધ્ધોત્તર રાજાનો જીવ અવીને વૈશાખ વદ છઠ્ઠના દિવસે જ્યારે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં તો આવ્યો ત્યારે નંદા રાણીની કક્ષામાં પુત્રપણે ઉત્પન્ન થયો. ઈન્દ્રનું આસન કંપાયમાન થયું. નંદારાણીએ મહાન એવાં ચૌદ સ્વપ્નોને પોતાના મુખમાં પ્રવેશતા જોયા, જે તીર્થંકરના જન્મનું સૂચન કરતા હતાં. અનુક્રમે સમય પૂર્ણ થતાં મહા વદી બારસને પૂર્વાષાઢા નક્ષત્ર શ્રીવત્સના લાંછનવાળા સુવર્ણ જેવા વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. પ્રભુના જન્મ સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થતા, અવધિજ્ઞાનના પરિણામે પ્રભુનો જન્મ થયેલો જાણ્યો. છપ્પન દિકકુમારિકાઓ જુદી જુદી દિશાઓમાંથી આવી અને સૂતિકાકર્મ કર્યું. ઈન્દ્ર પણ પંચરૂપ ધારણ કરી દેવતાઓ સાથે મેરૂ પર્વત પર પ્રભુને સ્નાન કરાવવા લઈ ગયા. દિવ્યતા અને આભૂષણોથી અલંકૃત પ્રભુને પાછા માતા પાસે પધરાવી, પ્રભુજીને અને માતાને નમસ્કાર કરી, સ્તુતિ કરી સૌ પોતપોતાના સ્થાને ગયા. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજાનું તપ્ત થયેલું અંગ નંદાદેવીના સ્પર્શથી શીતળ થઈ ગયું હતું, તેથી પ્રભુનું શીતલનાથ નામ રાખવામાં આવ્યું. અનેક ધાત્રીઓના પાલનનાં પરિણામે શીતલનાથ પ્રભુ ચંદ્રની વૃદ્ધિની જેમ વધવા લાગ્યા. પ્રભુના શરીરનું પ્રમાણ નેવું ધનુષ્ય થયું. યૌવનવય પ્રાપ્ત થતાં તેમના પિતાએ ઘણી રાજકન્યાઓ સાથે તેમના વિવાહ કર્યા. પચીશ હજાર પૂર્વના પ્રભુ થયા ત્યારે પિતાના આગ્રહથી તેમણે રાજ્યની જવાબદારી લીધી. પચાસ હજાર પૂર્વ સુધી સારી રીતે રાજ્ય પ્રત્યેની ફરજો પૂર્ણ થતાં એક વખત લોકાંતિક દેવોએ આવીને પ્રભુને વિનંતી કરતા કહ્યું, “હે નાથ ! અરણ્યમાં જળપ્રવાહની જેમ આ દુસ્કર સંસારમાં તીર્થનો અભાવ છે માટે આપ તીર્થ પ્રવર્તાવો.” આ પછી શીતલનાથ પરમાત્માએ સંવત્સરી દાન આપવા માંડયું. વાર્ષિક દાનના અંતે ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. સૌએ આવીને પ્રભુનું દીક્ષા કલ્યાણક ઉજવવા મહોત્સવ કર્યો. વસ્ત્રાભૂષણ, ચામર અને ચંદ્રપ્રભા નામની શિબિકામાં શોભતા શીતલનાથ હજારો દેવતાઓ તેમના પરિવાર અને મનુષ્યોના વિશાળ સમુદાય સહિત સહસ્ત્રામ્રવનમાં આવ્યા. સંસાર સમુદ્રથી તરનાર આત્માને સંયમ એ જ સાચું ઘરેણું છે. શીતલનાથ પ્રભુએ આભૂષણ આદિનો ત્યાગ કર્યો અને ઈન્દ્ર નાખેલું દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરી પંચમુષ્ટિ વડે લોચ કર્યો. તે કેશને ક્ષીરસમુદ્રમાં પધરાવી ઈન્દ્ર તેનો યોગ્ય વિધિ કર્યો. મહા વદ બારસના દિવસે છઠ્ઠના તપ સાથે એક હજાર રાજાઓની સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. તે જ વખતે તેમને ચોથું જ્ઞાન-મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવી સૌ પોતપોતાના સ્થાને ગયા. બીજે દિવસે પ્રભુએ રિષ્ટ નામના નગરના રાજા પુનર્વસના ઘેર પરમ અન્નથી પારણું કર્યું, તે સમયે દેવતાઓએ પાંચ દિવ્યો પ્રગટાવી, સુવર્ણની વૃષ્ટિ કરી. ત્યાંથી વિહાર કરતા પ્રભુ ત્રણ માસ છબસ્થ- અવસ્થામાં રહી પાછા સહસ્ત્રામ્રવનમાં આવ્યા. ત્યાં પીપળાના વૃક્ષની નીચે કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. શુકલ ધ્યાનના બીજા પાયે ચડી, ઘાતિ કર્મનો નાશ થયો. ત્યાં ક્ષપકશ્રેણિની રચના થતા, પોષ વદ ચોથના દિવસે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રે આવ્યો ત્યારે શીતલનાથ પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. સુર-અસુરો આવી ચાર ચાર ધારવાળા રત્ન, સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢવાળું સમવસરણ રચ્યું. મધ્યમાં એશી ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષની રચના કરી. પ્રભુએ તેમાં પ્રવેશ કર્યો અને વૃક્ષની પ્રદક્ષિણા કરી, “તીર્થાય નમઃ” કહેતા રત્નના સિંહાસન પર આરૂઢ થયા. દેવો વગેરેએ પ્રભુનાં ત્રણ બિબોની ત્રણ દિશાઓમાં TITLTLTLTLTLT Page #118 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના કરી. સૌએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યું. સૌધર્મ ઈન્દ્ર પ્રભુને સ્તુતિ કરતા તે સમયે પ્રવર્તી રહેલા છે. અધર્મ, અદેવ અને અગુરુ સંબંધી વાત કરી અને મિથ્યાત્વરૂપી સર્પ સર્વને ગળી જશે એમ કહી પ્રભુને મિથ્યાત્વનો નાશ કરવા કહ્યું. પ્રભુએ મધુર વાણીમાં સર્વ આશ્રવોનો નિરોધ કરી સંવર કરવાનું અને એ દ્વારા મિથ્યાત્વનો ક્ષય કરવાની દેશના આપી. આ દેશનાથી ઘણા જીવો પ્રતિબોધ પામ્યા અને દીક્ષા ગ્રહણ કરી. કેટલાકે શ્રાવકના કર્તવ્યોનું પાલન કરવાનો સ્વીકાર કર્યો. પ્રભુની દેશના પૂરી થતા આનંદ નામના ગણધરે ધર્મદેશના આપી. આ રીતે કેવળજ્ઞાન મહોત્સવની ઉજવણી કરી સૌ પોતપોતાના સ્થાને પાછા ફર્યા. તે સમયે ત્રણ નેત્રવાળા અને ચાર મુખવાળો પદ્મ પર બિરાજમાન બ્રહ્મ નામે યક્ષ શાસનદેવ થયો અને નીલ વર્ણવાળી, મેઘના વાહનવાળી અશોકા નામની યક્ષણી શાસનદેવી થઈ બન્ને પ્રભુના સાંનિધ્યમાં રહેવા લાગ્યા. શીતલનાથ પ્રભુએ ત્રણ માસે ઊણા પચીશ હજાર પૂર્વ સુધી પૃથ્વીતળ પર વિહાર કર્યો. એક લાખ મુનિઓ, એક લાખને છ હજાર સાધ્વીઓ, ચૌદસો ચૌદપૂર્વધારી, સાત હજાર બસો અવધિજ્ઞાની, સાડા સાત હજાર મન:પર્યવજ્ઞાની, સાત હજાર કેવળજ્ઞાની, બાર હજાર વૈક્યિ લબ્ધિવાળા, પાંચ હજારને આઠસો વાદ વાળા. બે લાખ નેવાશી હજા૨ શ્રાવકો અને ચાર લાખને અઠ્ઠાવન હજાર શ્રાવિકાઓનો પરિવાર થયો, પ્રભુ મોક્ષકાળ નજીક આવેલો જાણી સમેતશિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે અનશન કરી, એક માસના અંતે વૈશાખ વદ બીજના દિવસે ચંદ્ર જ્યારે પૂર્વાષાઢા નક્ષત્ર હતો ત્યારે પ્રભુ તે મુનિઓની સાથે મોક્ષપદને પામ્યા. પ્રભુએ કુલ એક લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું, જેમાં પચ્ચીસ હજાર પૂર્વ કુમાર અવસ્થામાં, પચાસ હજાર પૂર્વ રાજ્ય કરવામાં અને પચ્ચીશ હજાર પૂર્વ ચારિત્રમાં પસાર કર્યા. સુવિધિનાથનાં નિર્વાણ પછી નવ કોટી સાગરોપમ ગયા ત્યારે શીતલનાથ પ્રભુ નિર્વાણ પામ્યા. દેવતાઓએ મળી પ્રભુના દેહનો યોગ્ય સંસ્કાર કર્યો. સૌએ ઉત્તમ પ્રકારે નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. જગતના ભવ્ય પ્રાણીઓને મોક્ષમાર્ગ બતાવનારા શ્રી શીતલનાથ પ્રભુનું ચરિત્રલેખન અહીં પૂર્ણ કરું છું. V V VVVAYYYYYYYSMS irrivinel jirishirw ays w YYYYYYYAVAVANAVAV LLLLL Page #119 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પંચ કલ્યાણક O ગણધર O કેવલજ્ઞાની O મન:પર્યવજ્ઞાની O અવધિજ્ઞાની O વૈક્રિય લબ્ધિધારી જી ચ્યવન ૭ જન્મ O દીક્ષા O કેવળજ્ઞાન ૭ નિર્વાણ ચતુર્દશ પૂર્વી O ચર્ચાવાદી O સાધુ O સાધ્વી શ્રી શ્રેયાંસનાથ પ્રભુનો પરિવાર -૭ -૬,૫૦૦ -૬,૦૦૦ -5,000 O શ્રાવક O શ્રાવિકા જી માતા ૦ પિતા નગરી વંશ ૦ ગોત્ર 0 ચિહ્ન વર્ણ શરીરની ઊંચાઈ યક્ષ યક્ષિણી O કુમારકાળ ૦ રાજ્યકાળ O છÉસ્થકાળ O કુલ દીક્ષાપર્યાય O આયુષ્ય તિથિ વૈશાખ વદ ૬ મહા વદ ૧૨ મહા વદ ૧૩ પોષ વદ ૧૫ અષાઢ વદ ૩ -૧૧,૦૦૦ -૧,૩૦૦ -૫,૦૦૦ -૮૪,૦૦૦ -૧,૦૩,૦૦૦ -૨,૭૯,૦૦૦ -૪,૪૮,૦૦૦ —વિષ્ણુદેવી -વિષ્ણુ –સિંહપુર --ઈશ્વાકુ -કાશ્યપ —ખડગી (ગેંડા) –સુવર્ણ –૮૦ ધનુષ્ય -યક્ષરાજ -માનવી –૨૧ લાખ વર્ષ - ૪૨ લાખ વર્ષ –ર માસ –૨૧ લાખ વર્ષ –૮૪ લાખ વર્ષ સ્થાન મહાશુક્ર સિંહપુર સિંહપુર સિંહપુર સમ્મેદશિખર નક્ષત્ર શ્રવણ શ્રવણ શ્રવણ શ્રવણ ઘનિષ્ઠા Page #120 -------------------------------------------------------------------------- ________________ 四 45 SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR ईश्वर यक्ष efore 彰 道 新鲜 三百 RATORY 鮮肉 T BHAVAROGART JANTUNA MADAGANKAR DARSHANAH NIHISHREYAS SHRIRAMANAH SHREYANSAH SHREYASE STUVAH भवरोगार्तजन्तूना, - मगदङ्कारदर्शनः । A::::11911 For Private & Personal Lee Only 折5 SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR (f) Page #121 -------------------------------------------------------------------------- ________________ ફોટો સૌજન્ય શ્રી શ્રેયાંસનાથ ભગવાન શ્રી કાંતિલાલ છગનલાલ શાહ (કે.સી. શાહ) પરિવાર ભાવનગર સ્તુતિ જે હેતુ વિણ વિશ્વના દુ:ખ હરે ન્હાયા વિના નિર્મળા, જીતે આંતર શત્રુને સ્વબળથી, દ્વેષાદિથી વેગળા; વાણી જે મધુરી વદે ભવતરી, ગંભીર અર્થે ભરી, તે શ્રેયાંસ જિણંદના ચરણની, ચાહું સદા ચાકરી. ચૈત્યવંદન શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુનૃપ તાય; વિષ્ણુમાતા જેહની, એંશી ધનુષની કાય. વરસ ચોરાસી લાખનું, પાલ્યું જેણે આય, ખડ્ગી લંછન પદ કજે, સિંહપુરીનો રાય. રાજ્ય તજી દીક્ષા વરીએ, જિનવર ઉત્તમ જ્ઞાન, પામ્યા તસ પદપદ્મને, નમતાં અવિચલ થાન. સ્તવન થોય વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત, પ્રભુના અવદાત, તીન ભુવને વિખ્યાત; સુરપતિ સંઘાત, જાસ નિકટે આયાત, કરી કર્મનો ઘાત, પામીઆ મોક્ષ શાત. શ્રીશ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામીરે; અધ્યાતમમત પૂરણપામી, સહજ મુગતિગતગામીરે. સયલ સંસારી ઈદ્રિયરામી, મુનીગુણ આતમરામીરે; મુખ્યપણે જે આતમરામી, તે કેવળનિઃ કામીરે. નિજ સ્વરૂપે જે કિરિયા સાથે, તે અધ્યાતમ લહિયે; જેકિરિયા કાર ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયેરે નામઅધ્યાતમ ઠવણઅધ્યાતમ, દ્રવ્યઅધ્યા તમ છંડોરે; ભાવઅધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહથી પિંઢ મંડોરે. શબ્દઅધ્યાતમ અરથ સુણીને, નિરવિકલ્પ આદરજ્યોરે; શબ્દઅધ્યાતમ ભજના જાણી, દાનગ્રહણ મતિ ધરજ્યોરે, શ્રી.પ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસીરે; વસ્તુગતેં જે વસ્તુ પ્રકાશે, આનંદધન મતવાસીરે; 11 ૧ 3 શ્રી.૧ શ્રી.ર શ્રી.૩ ફોટો સૌજન્ય શ્રી.૪ શ્રી. 5 Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું ચરિત્ર મોક્ષમાર્ગના આધારરૂપ ધર્મના પ્રવર્તક, જન્મ-મરણના ચક્યાંથી મુકત થવા માટે પથદર્શક અને સિદ્ધગતિનાં સોપાનોના સંવાહક પ્રભુ શ્રી શ્રેયાંસનાથનું ચરિત્ર હવે પછી આલેખું છું. પ્રભુના ગુણો તો અપરંપાર છે પરંતુ તેને યથામતિ પણ જો આલેખી શકાય એવી ક્ષમતા પ્રાપ્ત થાય તો ધન્યતાનો અનુભવ થાય. માટે હે મા શારદા ! આપ એવી ક્ષમતા આપો એવી પ્રાર્થના. II) ભવ પહેલો પIII S પુષ્કરવર દ્વીપમાં પૂર્વ વિદેહક્ષેત્રને વિષે કચ્છ નામના વિજયમાં ક્ષેમા નામ ઉત્તમ નગરી. આ નગરીમાં નલિનીગુલ્મ રાજાનું શાસન પ્રવર્તતું હતું. આ રાજાએ પોતાના રાજ્યમાં બુદ્ધિશાળી મંત્રીઓના પ્રભાવે ખૂબ જ રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એ સાથે જ તેમની ધર્મભાવનાની કીર્તિ પણ ચોમેર વ્યાપેલી હતી. જે રીતે કોઈ ઉત્તમ વૈદ્ય આધિ-વ્યાધિને દૂર કરી શરીરને નિર્મળ બનાવે એ રીતે નલિનીગુલ્મ રાજાએ ધર્મના આચરણથી તન-મનની શુદ્ધિને પ્રાપ્ત કરી હતી. સમયાંતરે સંસારથી વિરક્ત થવાની ઈચ્છાના કારણે તેમણે વજદત્ત મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. તીવ્ર તપ અને અનેક પરિસહોને સહન કરતા આ રાજમુનિએ પ્રવચન સિદ્ધાંતમાં કહેલા અર્ધભજ્યાદિક સ્થાનકોના આરાધનથી તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યું. કાળાંતરે આ મહાતપસ્વી મુનિ આ નાશવંત દેહને છોડી કાળધર્મ પામ્યા. IIIII) ભવ બીજો (l|||| નલિની ગુલ્મ રાજાએ મુનિ બન્યા પછી ઉત્તમ ચારિત્રની આરાધનામાં જીવન પસાર કર્યું તેથી તેમનો જીવ મહાશુક્ર નામના સાતમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. સ્વર્ગીય સુખ ભોગવી ત્યાં તેમણે ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કર્યું. || ભવ ત્રીજો || આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નામે નગરમાં વિષ્ણુરાજ નામે રાજા હતા. દાન, ધર્મ અને સત્યપ્રિયતા જેવા ગુણોથી યુક્ત રાજા મંદિરોની રત્નમય દીવાલોમાં પડતા પ્રતિબિંબો અને તેજકિરણોની જેમ શોભતા હતા. વિષ્ણરાજ રાજાને વિષ્ણુ નામે રાણી હતી. ઈન્દ્ર સાથે જે રીતે ઈન્દ્રાણી શોભે એમ બન્ને પ્રસન્નતાથી જીવન વ્યતીત કરતા હતા. આ બાજુ નલિનીગુલ્મ રાજાનો જીવ મહાશુક્ર નામના સાતમાં દેવલોકમાંથી ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ થતા T] Jäin Education International Page #123 -------------------------------------------------------------------------- ________________ ચ્યવીને વિષ્ણુરાણીની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. આ વખતે નારકીના જીવોએ ક્ષણિક સુખનો અનુભવ કર્યો. ઈન્દ્રનું આસન ચલાયમાન થતા અવધિજ્ઞાનથી જાણીને તેણે પણ પ્રભુના ચ્યવન કલ્યાણક પ્રસંગે વંદન કર્યું. આ સમયે જે રીતે અન્ય તીર્થંકરોના જન્મને સૂચવનારા મહા સ્વપ્નો તેમની માતા મુખમાં પ્રવેશતા જુએ છે એ રીતે વિષ્ણુદેવીએ પણ ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાં પ્રવેશતા જોયા. જેમ શ્રી ૠ ષભદેવ પ્રભુની માતાએ સ્વપ્નનું ફળ ક્યું એ રીતે વિષ્ણુદેવીએ પણ પોતાની કુક્ષિએ તીર્થંકરનો જન્મ થશે એ વાત જાણી. A સમય પૂરો થતા ભાદરવા વદ બારસને દિવસે શ્રવણ નક્ષત્રે ગેંડાના ચિન્હવાળા સુવર્ણવર્ણી પુત્રને જન્મ આપતા માતા વિષ્ણુદેવી અને વિષ્ણુરાજ પિતાના ઉલ્લાસનો પાર ન રહ્યો. ઈન્દ્રનું આસન કંપાયમાન થતા પ્રભુનો જન્મ થયો જાણી દેવી, દેવતાઓ વગેરે સૌ જુદી જુદી દિશામાંથી દર્પણ, ઝારી, પંખા, ચામર ઈત્યાદિ ધા૨ણ ક૨તા જન્મ મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. પ્રભુને અને માતાને નમસ્કાર કરી સૂતિકાકર્મ કરી સૌ ગીત-વાજિંત્રો સાથે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. ઈન્દ્રે પાંચ રૂપ ધારણ કર્યાં અને મેરૂપર્વત પર સ્નાનાદિ ક્રિયા માટે ભગવાનને લઈ ગયા. ઉત્તમ જળ વડે સ્નાન કરાવી, અલંકારથી આભૂષિત કરી ઈન્દ્ર પ્રભુને પાછા માતા પાસે મૂકી ગયા. સૌએ સ્તુતિ કરી અને જન્મોત્સવ ઉજવી પોતપોતાના સ્થાને ગયા. વિષ્ણુરાજ રાજાએ પુત્રના જન્મ માટે પ્રાતઃકાળે મહાન ઉત્સવ કર્યો. આ દિવસ શ્રેયકારી રહ્યો માટે પુત્રનું નામ શ્રેયાંસકુમા૨ ૨ાખ્યું. ત્રણ જ્ઞાનને ધારણ કરનારા પ્રભુ એંશી ધનુષ્યની કાયાવાળા તેમ જ ઉત્તમ ગુણોવાળા હતા.પ્રભુ જ્યારે યૌવનવય પમ્યા ત્યારે પિતાએ અનેક રાજકન્યાઓ સાથે તેમને પરણાવ્યા. પ્રભુ પણ ભોગાવલિ કર્મ ભોગવવાના બાકી હોઈ, પ્રભુએ લગ્ન કર્યા. `એકવીસ લાખ વરસનું આયુષ્ય પૂરું થતા પિતાએ તેમને રાજ્યાસને બેસાડ્યા. બેતાલીસ લાખ વરસ સુધી પ્રભુએ રાજ્ય કર્યું. પ્રભુ સંસારથી વિરક્ત થયા. ત્યારે લોકાંતિક દેવોએ પ્રેરણા કરતા પ્રભુને તીર્થ પ્રવર્તાવાની વિનંતી કરી. શ્રેયાંસ પ્રભુએ વરસીદાન દીધું અને અનેક યાચકોને ખુશ કર્યા. આ પછી સહસ્ત્રાપ્રવનમાં જવાની તૈયારી કરતા ઈન્દ્રનું આસન ચલાયમાન થયું અને ઈન્દ્રો, દેવતાઓ આદિ પરિવાર સાથે પ્રભુનો દીક્ષા કલ્યાણક જાણી વિમાનમાર્ગે આવી પહોંચ્યા. આખુંય આકાશ રંગબેરંગી વિમાનો, દેવતાઓના તેજ અને વાજિંત્રોના નાદથી છવાઈ ગયું. ઈન્દ્ર વગેરેએ પ્રભુને અલંકારોથી આભૂષિત કર્યા. વિમલપ્રભા નામની શિબિકા રચી પ્રભુ તેમાં આરૂઢ થયા અને સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. પ્રભુએ આભુષણ આદિનો ત્યાગ કર્યો અને ઈન્દ્રે આપેલું દેવદુષ્ય ધારણ કર્યું. ફાગણ વદ તેરસના દિવસે શ્રવણ નક્ષત્રે છઠ્ઠના તપ સાથે પ્રભુએ પંચમુષ્ટિ લોચ કર્યો. ઈન્દ્ર વગેરેએ તે કેશનું યોગ્ય વિધિ અનુસાર ક્ષેપન કર્યું. અને પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી. દેવતાઓ તથા ઈન્દ્રો વગેરે નંદીશ્વર દ્વીપમાં જઈ અઠ્ઠાઈ મહોત્સવ ઉજવી પોતપોતાના સ્થાને ગયા. બીજે દિવસે પ્રભુએ સિદ્ધાર્થ નગરમાં નંદરાજાને ઘે૨ છતપનું પારણું કર્યું. દેવતાઓએ પંચદિવ્ય પ્રગટાવ્યા. બે માસ સુધી વિહાર કરી પ્રભુ ફરી પાછા સહસ્ત્રામ્રવનમાં પધાર્યા. ત્યાં અશોકવૃક્ષની નીચે કાયોત્સર્ગમાં સ્થિર થયા. શુકલ ધ્યાને રહી ઘાતી કર્મોનો નાશ કરી જેઠ વદ અમાસને દિવસે શ્રવણ નક્ષત્રમાં જ્યારે ચંદ્ર હતો ત્યારે પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. ઈન્દ્રનું આસન કંપાયમાન થતા સર્વ ઈન્દ્રો અને દેવતાઓ વગેરેએ આવીને પ્રભુના કેવળજ્ઞાન મહોત્સવની રચના કરી. રત્નજડિત સમવસરણમાં પધાર્યા. ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી સિંહાસન પર આરૂઢ થતા ‘“તીર્થાય નમઃ” કહ્યું. બાકીની ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ પ્રભુનાં ત્રણ બિંબોનું સ્થાપન કર્યું. સૌ દેવી-દેવતાઓ, મનુષ્યો વગેરેએ સમવસ૨ણમાં પોતાનું સ્થાન લીધું. પ્રભુના સમયમાં ત્રિપૃષ્ટ વાસુદેવ, ચળ નામે બળદેવ અને અશ્વગ્રીવ નામે પ્રતિવાસુદેવ થયા હતા જેના ૭૪ Page #124 -------------------------------------------------------------------------- ________________ 5 ચરિત્ર ત્રિષષ્ઠિ શલાકા પુરુષ' પુસ્તકમાં જણાવેલાં છે. પ્રભુ શ્રેયાંસનાથ સમવસરણમાં પધાર્યા છે તે જાણી ત્રિપુષ્ટ વાસુદેવ આદિ પણ ત્યાં પધાર્યા. ઈન્દ્ર પ્રભુની સ્તુતિ કરી અને દેશના ફરમાવવા વિનંતી કરી. પ્રભુએ કર્મોની નિર્જરા કરવાનો ધર્મ સમજાવ્યો. આ સાંભળી ઘણાં લોકોએ દીક્ષા લીધી. બળભદ્ર અને વાસુદેવે સમક્તિની પ્રાપ્તિ કરી. પોરસી પૂર્ણ થતા પ્રભુએ દેશના સમાપ્ત કરી. એ સમયે ત્રિપુષ્ટ વાસુદેવના પુરુષો આઠશેરના પ્રમાણવાળો બળી લાવ્યા. તે બળી પ્રભુ પાસે ઉડાડ્યો. તેનો અર્ધો ભાગ નીચે પડ્યા પહેલા જ દેવતાઓએ લઈ લીધો. બાકીના અર્ધામાંથી અર્ધ રાજાઓએ અને બાકી બચેલો ભાગ અન્ય સૌએ ગ્રહણ કર્યો. પ્રભુએ દેશના સમાપ્ત કરી ત્યારે તેમના છોંતેર ગણધરોમાંથી મુખ્ય એવા ગોશુભ ગણધરે દેશના આપી. જ્યારે આ દેશના પૂર્ણ થઈ ત્યારે સમવસરણમાં બિરાજમાન સૌ પ્રભુને વંદન કરી સ્વસ્થાને પાછા ગયા. જ્ઞાનરૂપી સૂર્યની જેમ પ્રભુ ત્યાંથી વિહાર કરતા જ્ઞાનનો પ્રકાશ ફેલાવતા બે માસે ઉણા એકવીશ લાખ વર્ષ સુધી પૃથ્વી તલ પર વિચર્યા. તેમને ચોરાશી હજાર સાધુ, એક લાખને ત્રણ હજાર સાધ્વી, તેરસો ચૌદ હજાર વૈકેય લબ્ધિવાળા, પાંચ હજાર વાદ લબ્ધિવાળા, બે લાખને ઓગણએંશી હજાર શ્રાવકો અને ચાર લાખને અડતાળીશ હજાર શ્રાવિકા જેટલો પરિવાર થયો તેમજ ઈશ્વર નામે યક્ષ અને માનવી નામે યક્ષણી અનુક્રમે શાસનદેવ તથા શાસનદેવી થયા. પોતાનો નિર્વાણકાળ નજીક આવેલો જાણી પ્રભુએ સમેતશિખર પર આવી એક હજાર મુનિઓ સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસના અંતે શ્રાવણ સુદ ત્રીજને ઘનિષ્ઠા નક્ષત્ર હજાર મુનિઓ સાથે પ્રભુ નિર્વાણ પામ્યા. પ્રભુએ કુમાર વયમાં એકવીસ લાખ વર્ષ કુમાર અવસ્થામાં, રાજ્ય ચલાવવામાં બેતાલીસ લાખ વર્ષ અને દીક્ષાપર્યાયમાં એકવીસ લાખ વર્ષ ગાળી કુલ ચોરાસી લાખ વરસનું આયુષ્ય પૂર્ણ કર્યું. દેવતાઓએ આવીને પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. શ્રી શીતલનાથ પ્રભુના નિર્વાણકાળ પછી છાસઠ લાખ અને છત્રીસ હજાર વર્ષે તથા સો સાગરોપમે ઊણા એક કોટી સાગરોપમે શ્રી શ્રેયાંસનાથ પ્રભુ નિર્વાણ પામ્યા. લોકાલોકમાં વ્યાપ્ત જ્ઞાનવાળા, રાગદ્વેષની ઉપર વિજય મેળવનારા, પાપથી મુક્ત કરાવનારા શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું ચરિત્ર આલેખન કરવામાં ક્ષતિ રહી હોય તો ક્ષમા પ્રાર્થી આ ચરિત્ર પૂર્ણ કરૂં છું. LLL Page #125 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રભુનો પરિવાર -૬૬ -૬,૦૦૦ -૬,૦૦૦ –૫,૪૦૦ –૧૦,૦૦૦ -૧,૨૦૦ -૪,૭૦૦ -૭૨,૦૦૦ –૧,૦૦,૦૦૦ –૨,૧૫,૦૦૦ -૪,૩૬,૦૦૦ 0 ગણધર, 0 કેવલજ્ઞાની 0 મન:પર્યવજ્ઞાની 0 અવધિજ્ઞાની O વૈક્રિય લબ્ધિધારી 0 ચતુર્દશ પૂર્વ 0 ચર્ચાવાદી ૦ સાધુ 0 સાધ્વી 0 શ્રાવક શ્રાવિકા એક ઝલક 0 માતા o પિતા 0 નગરી 0 વંશ O ગોત્ર 0 ચિહ્ન 0 વર્ણ છે શરીરની ઊંચાઈ 0 યક્ષ 0 યક્ષિણી 0 કુમારકાળ 0 રાજ્યકાળ 0 છાWકાળ 0 કુલ દીક્ષાપર્યાય 0 આયુષ્ય પંચ કલ્યાણક તિથિ 0 ચ્યવન જેઠ સુદ ૯ 0 જન્મ મહા વદ ૧૪ 0 દીક્ષા મહા વદ ૧૫ 0 કેવળજ્ઞાન મહા વદ ૨ નિર્વાણ અષાઢ સુદ ૧૪ -જયા -વસુપૂજ્ય –ચંપા –ઈક્વાકુ -કાશ્યપ –મહિષ (પાડો) –લાલ (રક્ત) –૭૦ ધનુષ્ય -કુમાર –ચંડા –૧૮ લાખ વર્ષ -૧ માસ –૫૪ લાખ વર્ષ -૭ર લાખ વર્ષ સ્થાન પ્રાણત ચંપા ચંપા નક્ષત્ર શતભિષા શતભિષા શતભિષા શતભિષા ઉત્તર ભાદ્રપદ ચંપા ચંપા - Page #126 -------------------------------------------------------------------------- ________________ SIFE ॥ श्री वासंपूज्य स्वामी ॥ STREARL ANCE SHRI JAIN ATMANAD SABHA KHAR GATE. BHAVNAGAR SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR प्रचंडा (प्रवरा) देवी ॥ श्री वासुपूज्य स्वामी ॥ VISHVOPAKARKI BHUT TIRTHKRIT KARMA NIRMITIHI SURASUR NARAIHI PUJYO VASUPUJYAH PUNATUVAH विश्वोपकारकीभूत- तीर्थकृत्कर्मनिर्मितिः । सुरासुरनरैः पूज्यो, वासुपूज्यः पुनातु वः ॥१२॥ कुमार यक्षा Page #127 -------------------------------------------------------------------------- ________________ ફોટો |.. 'ૐ ભાસપૂજય સ્વામી ભગવાન સૌજલ્સ ફોટો સૌજન્ચ 'શ્રી કંચનબેન વલ્લભદાસ શાહ પરિવાર-ભાવનગર સ્તુતિ) જે ભેદાય ન ચક્રથી ન અસિથી, કે ઈન્દ્રના વજથી, - એવા ગોઢે કુકર્મ હે જિનપત, છેદાય છે અપથી; જે શાન્તિ નવ થાય ચંદન થકી, તે શાન્તિ આપો મને, - વાસુપૂજ્ય જિનેશ હું પ્રણયથી, નિત્યે નમું આપને ચૈત્યવંદન, વાસવ વંદિત વાસુપૂજ્ય ચંપા પુરી ઠામ; વાસુપૂજ્ય કુલ ચદ્રમા, માતા ૪૫ નામ. ૧ મહિષ લંછન જિન બારમાં, સિત્તેર ધનુષ પ્રમા; કાયા આયુ વરસ વલી, બહોતેર લાખ વખાણ ૨ સંધ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય, તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય. 3 સ્તવન ) વા.૧ વા.૨ વા. 3 વાસુપૂજિન ત્રિભુવનસ્વામી, ધનનામી પરિણામીરે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમફળકામીરે. નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદગ્રાહકે સાકારોરે; દર્શન જ્ઞાન ૬ ભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારોરે. કસ્તૂપરિણામી પરિણામો,કર્મ જે જીવે કરીયેરે. એક અનેકરૂપ નયવાદે, નિયતે નય અનુસરીયેરે. - દુખ સુખ રૂપ કરમફળ જાણો, નિશ્ચય એક આનંદોરે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદોરે. પરિણામી ચેતન પરિણામો, જ્ઞાનકરમફળ ભાવીરે; જ્ઞાનકરમફળ ચેતન કહીયે, લેજ્યો તેહ મનાવીરે. આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજ તો દ્રવ્યલિંગીરે, વસ્તુગતું જે વસ્તુપ્રકાશે, આનંદઘન મતસંગીરે. વા, ૪ વા.૫ વા.7 વિશ્વના ઉપગારી, “ધર્મના આદિકારી, ધર્મના દાતારી, કામ ક્રોધાદિ વારી; તાર્યા નર નારી, દુ:ખ દોહગ હારી, વાસુપૂજ્ય નિહારી, જાઉં છું નિત્ય વારી. ( 12 ) Page #128 -------------------------------------------------------------------------- ________________ - શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચરિત્ર હે વાગ્યાદિની દેવી મા શારદા! અલૌકિક ગુણોવાળા અને સર્વજીવો પર મૈત્રીભાવ કેળવનારા શ્રી વાસુપૂજ્યસ્વામીના અતિ નિર્મળ એવાં ચરિત્રના આલેખન દ્વારા કૃતાર્થ થવા માટેની શક્તિ પ્રાપ્ત થાઓ. || ભવ પહેલો | પુષ્કવર દ્વીપના મંગલાવતી વિજયમાં રત્નસંચયા નામે નગરીને વિષે પદ્મોત્તર નામે રાજા હતા. ધર્મ, લક્ષ્મી અને કીર્તિને સાથે ધારણ કરતા. રાજા પદ્મોતરની સિદ્ધિ ચોમેર વ્યાપી હતી. ધીમે ધીમે ધર્મની ભાવના પ્રબળ બનતા સંસારની અસારતા તેમને સમજાણી આથી વજનાભ ગુરુ પાસે દીક્ષાગ્રહણ કરી. અપ્રવચનમાતાનું ઉત્કૃષ્ટ પાલન કરતા તેમણે વીસ સ્થાનકની આરાધના કરી તીર્થકર નામકર્મ ઉપાર્જિત કર્યું. ઘણા વર્ષ સુધી આવા ઉત્તમ ચારિત્રનું પાલન કર્યું. ઉત્તમ ચારિત્રપાલન મોક્ષના દરવાજા ખોલી આપે છે. આ બાબત આ રાજમુનિના જીવનમાં સાચી પડી હોય એમ તેઓએ સંપૂર્ણ સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. SESS || ભવ બીજો સામાન્ય રીતે તીર્થંકર પરમાત્માના જીવે જો આગલા ભવે પુણ્યકાર્યમાં જીવન પસાર કર્યું હોય તો, બીજા ભવે જન્મ દેવલોકમાં થાય છે. પદ્મોત્તર રાજમુનિએ પાળેલાં ઉત્તમ ચારિત્રનાં કારણે પહેલા ભવે આયુષ્ય પૂરું કરી તે દશમાં દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. ઉત્કૃષ્ટ સુખ ભોગવ્યા પછી તેમના જીવનું ત્યાંથી ચ્યવન થયું. IIભવ ત્રીજો વી - જંબુદ્વીપના ભરતાર્ધમાં ચંપાનગરીમાં પ્રતાપી એવા વસુપૂજ્ય નામે રાજા હતા. ચંપાનગરી એટલે પૃથ્વીલોકમાં જાણે સ્વર્ગ ઊતરી આવ્યું હોય એટલી અનેરી શોભા ધરાવતી નગરી ! આ રાજાના કુળરૂપી સરોવરમાં રાજહંસી જેવી રાજરાણી જયાદેવી સૌની પ્રીતિનું પાત્ર બની હતી. પક્વોત્તર રાજાનો જીવ અનુક્રમે દેવલોકમાંથી ચ્યવીને જેઠ સુદ નોમના દિવસે શતભિષા નક્ષત્રે જયાદેવીની કુશિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તે સમયે માતા જયાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નોને છે પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. Page #129 -------------------------------------------------------------------------- ________________ જે સ્ત્રીની કુક્ષિએ ત્રણ જગતના નાથનો જન્મ થવાનો હોય તે સ્ત્રીની ખુશીની કોઈ સાથે સરખામણી તો થઈ શકે નહીં. માતા જયાદેવી પણ ખૂબ જ પ્રસન્ન હતા. સમય પૂરો થતાં તેમણે ફાગણ વદ ચૌદસના દિવસે ચંદ્રનું આગમન વરૂણ નક્ષત્રમાં થયું ત્યારે રાતા વર્ણના મહિષ (પાડા)ના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. આ સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થયું. અવધિજ્ઞાન વડે જાણીને તે તથા અન્ય ઈન્દ્રો, દેવતાઓ તથા છપ્પન દિકુમારિકાઓ પ્રભુનો જન્મોત્સવ ઉજવવા વિમાનમાર્ગે આવી પહોંચ્યા. દરેકે પોતાના આચાર મુજબ સૂતિકાકર્મ કર્યું. પ્રભુ તથા માતાને નમસ્કાર કર્યા. ત્યાર બાદ ઈન્દ્ર પાંચ રૂપ ધારણ કર્યા અને પ્રભુને મેરુ પર્વત પર સ્નાન માટે લઈ ગયા. નિર્મળ અને વિશુદ્ધ એવા પવિત્ર જળથી ભગવાનને સ્નાન કરાવ્યું. દિવ્ય વસ્ત્રો, આભૂષણ અને પુષ્પોથી અલંકૃત કરી ઈન્દ્ર પાછા તેમને માતા પાસે મૂકી ગયા. પ્રભુ અને માતાને વંદન કરી, પ્રભુના ગુણોની સ્તુતિ કરી સૌ પોતપોતાને સ્થાને ગયા. પ્રાત:કાળે વસુપૂજ્ય રાજા તથા જયાદેવીમાતાએ પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો અને વાસુપૂજ્ય નામ રાખ્યું. કુમારવયના થતા પ્રભુ રત્ન અને સવર્ણના રમકડાંઓથી રમવા લાગ્યા. અનુક્રમે યૌવનવય પામતા સીત્તેર ધનુષ્ય ઊંચા અને સર્વ ગુણલક્ષણોથી યુક્ત પ્રભુજી સૌના પ્રિય થઈ પડયા. ધીમે ધીમે સંસાર પ્રત્યે વિરક્ત ભાવ થવાથી તેમણે માતા-પિતાને સંસારથી મુક્ત કરવા વિનંતી કરી. માતા-પિતાએ તેમને સુંદર રાજ કન્યાઓ સાથે પરણાવી રાજસુખ ભોગવવા કહ્યું. પરંતુ તેમણે પોતાના તરફનો મોહ દૂર કરવા કહ્યું. સંસારની અસારતા વિષે સમજાવી પ્રભુએ જન્મ પછી અઢાર લાખ વર્ષ ગયા પછી દીક્ષા લેવા ઉત્સુક્તા જણાવી. આ અવસરે લોકાંતિક દેવોએ પ્રભુને તીર્થની સ્થાપના કરવા પ્રેરણા કરી. સંસાર છોડીને જેને સંયમ ગ્રહણ કરવું છે તેને કોઈ રોકનાર નથી. પ્રભુએ પણ સાંવત્સરિક દાન દેવાની શરૂઆત કરી. યાચકોના સંતોષ અને પ્રસન્નતા જોઈ દાનની સાર્થકતાનો ખ્યાલ આવ્યો. આ રીતે એક વર્ષ પસાર થતા ઈન્દ્રનું આસન કંપિત થયું અને તેમણે અવધિજ્ઞાન વડે પ્રભુનો દીક્ષા અવસર જાણ્યો. સુર-અસુરોએ સિંહાસન યુક્ત એવી પૃથ્વી નામની શિબિકા રચી. સુવર્ણકમળ ઉપર જેમ રાજહંસ શોભે એ રીતે પ્રભુ મણિમય સિંહાસન પર શોભવા લાગ્યા. દેવતાઓએ ચામર, પંખા, છત્ર, પુષ્પોની માળા, સુગંધી જળનાં પાત્રો આદિ લઈને પ્રભુના દીક્ષા સ્થળે જવા પ્રયાણ કર્યું. સૌ વિહારગ્રહ નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. આખું ઉદ્યાન જાણે વસંતોત્સવ ઉજવતું હોય એવી મહેકથી આચ્છાદિત હતું. પ્રભુ શિબિકાથી નીચે ઊતર્યા. અલંકારો વગેરેનો ત્યાગ કર્યો અને પંચમુષ્ટિથી કેશનો લોચ કર્યો. એ સમય ઈન્દ્ર પ્રભુની ઉપર દેવદુષ્ય વસ્ટ નાખ્યું અને પ્રભુએ તે વસ્ત્ર ધારણ કર્યું. દેવતાઓએ પ્રભુના કેશનું યોગ્ય વિધિથી ક્ષેપન કર્યું. આ રીતે પ્રભુએ છઠ્ઠના તપ સાથે ફાગણ માસની અમાસના દિવસે જ્યારે ચંદ્રનો યોગ વરૂણ નક્ષત્રમાં હતો ત્યારે દીક્ષા ગ્રહણ કરી. સૌ દેવી-દેવતાઓ પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવી સ્વસ્થાને ગયા. મહાપુર નગરના સુનંદ રાજાના ઘેર પ્રભુએ બીજે દિવસે પરમ અન્નથી પારણું કર્યું. આ પછી પ્રભુ અનેક ગ્રામ, નગર વગેરે સ્થળે વિહાર કરવા લાગ્યા. વાસુપૂજ્ય સ્વામીના સમયમાં બીજા વાસુદેવ દ્વિપુષ્ટ, બળદેવ વિજય અને પ્રતિ વાસુદેવ તારક થયા. આ વિષેના ચરિત્રો “ત્રિષષ્ઠિશલાકા પુરુષ' પુસ્તકમાંથી જાણી લેવા. એક માસ છદ્મસ્થપણે વિહાર કરી વાસુપૂજ્ય સ્વામી પાછા વિહારગૃહ નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં Page #130 -------------------------------------------------------------------------- ________________ પાટલ(એક જાતના ગુલાબ)ના વૃક્ષ નીચે કાયોત્સર્ગ મુદ્રામાં સ્થિર થયા. શુકલધ્યાનસહિત-ધાતિકર્મોના નાશની સાથે ક્ષપકશ્રેણિ મંડાઈ અને મહા સુદ બીજના દિવસે ચંદ્ર જ્યારે શતભિષા નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુને કેવળજ્ઞાન થયું. ઈન્દ્રનું આસન ચલાયમાન થયું અને સૌ પ્રભુનો કેવળજ્ઞાન મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. સમવસરણની ૨ચના થઈ અને તેમાં ચાલીશ ધનુષ્ય ઊંચું ચૈત્યવૃક્ષ રચ્યું. પ્રભુએ તેની પ્રદક્ષિણા કરી અને ‘તીર્થાય નમઃ’’ કહી તેઓ સિંહાસન પર બિરાજમાન થયા. સમવસરણના ત્રણેય ગઢમાં સુર-અસુર સર્વ દેવતાઓ, ઈન્દ્ર, મનુષ્યો વગેરે સૌએ પોતાનું સ્થાન લીધું. ઈન્દ્રએ પ્રભુને સ્તુતિ કરતા સંસાર સમુદ્રમાંથી તરવાનો ઉ૫ય બતાવવા વિનંતી કરી. પ્રભુએ સૌને મધુર વાણીમાં ધર્મપરાયણતાનું મહત્ત્વ સમજાવતી દેશના આપી. પરિણામે ઘણાં લોકોએ ચારિત્ર ગ્રહણ કર્યું. આ સાથે તે પર્ષદામાં બિરાજમાન બીજા વાસુદેવ દ્વિપુષ્ટને સમક્તિની પ્રાપ્તિ થઈ. પ્રભુની દેશના પૂર્ણ થતા સુક્ષ્મ નામના ગણધરે બાકીની દેશના આપી. અંતે સૌ પોતપોતાના સ્થાને ગયા. શ્રી વાસુપૂજ્ય સ્વામીના સમયમાં કુમાર નામે યક્ષ શાસનદેવ અને ચંદ્રા નામે દેવી શાસનદેવી થયા. બન્ને પ્રભુની સમીપ રહેવા લાગ્યા. બિહારમાં પ્રભુને બોંતેર હજાર સાધુ, એક લાખ સાધ્વીઓ, બારસો ચૌદ પૂર્વધારી, ચોપનસો અવધિજ્ઞાની, એકસઠસો મનઃપર્યવજ્ઞાની, છ હજાર કેવળજ્ઞાની, દશ હજાર વૈયિલબ્ધિવાળા, સુડતાલીસસો વાદ લબ્ધિવાળા, બે લાખ પંદર હજાર શ્રાવકો અને ચાર લાખ છત્રીસ હજાર શ્રાવિકાઓનો પરિવાર થયો. પોતાનો મોક્ષકાળ નજીક આવતો જાણી પ્રભુ ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં છસો મુનિઓ સાથે પ્રભુએ અનશનવ્રત સ્વીકાર્યું. એક માસના અંતે જ્યારે ચંદ્ર ઉત્તરાભાદ્રપદમાં આવ્યો ત્યારે અષાઢ સુદ ચૌદસે પ્રભુએ છસો મુનિઓ સાથે મોક્ષપદને પ્રાપ્ત કર્યું. કુમારવયમાં અઢાર લાખ વર્ષ, દીક્ષા પર્યાયમાં ચોપન લાખ વર્ષ એમ મળી કુલ બોંતેર લાખ વર્ષનું આયુષ્ય શ્રી વાસુપૂજ્ય સ્વામીએ ભોગવ્યું. શ્રી શ્રેયાંસપ્રભુના નિર્વાણ પછી ચોપન સાગરોપમ ગયા ત્યારે વાસુપૂજ્ય ભગવાન નિર્વાણપદ પામ્યા. સર્વ દેવો આ અવસર જાણી નિર્વાણ મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. સૌએ યથાવિધિ પ્રભુના દેહનો સંસ્કાર કર્યો અને સ્વસ્થાને ગયા. દ્વિપૃષ્ટ વાસુદેવ પછીના ભવે દેવપર્ણ ઉત્પન્ન થયા. ત્યાં સુખ ભોગવી, આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી તમઃપ્રભા નામની છઠ્ઠી ન૨કભૂમિમાં ગયો. તેણે કુલ ચુંમોતેર લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. વિજય બળભદ્રે (બળદેવ) પંચોતેર લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું પણ દ્વિપૃષ્ટના મૃત્યુ પછી સંસા૨થી વિરક્ત થયા અને શ્રી વિજયસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ઉત્તમ ચારિત્ર પાળી કાળધર્મ પામી મોક્ષે ગયા. ત્રણ જગતના પૂજ્ય અને રાગ, દ્વેષ, કષાયો વગેરેથી ૫૨ એવા શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચરિત્ર આલેખન અહીં પૂર્ણ કરૂં છું. COLLE નામયોગ ७८ Page #131 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિમલનાથ પ્રભુનો પરિવાર 0 ગણધર 0 કેવલજ્ઞાની 0 મન:પર્યવજ્ઞાની 0 અવધિજ્ઞાની O વૈક્રિય લબ્ધિધારી 0 ચતુર્દશ પૂર્વી 0 ચર્ચાવાદી 0 સાધુ 0 સાધ્વી 0 શ્રાવક શ્રાવિકા -૧૭ –૫,૫00 –૫,૫૦૦ -૪,૮૦૦ -૯,000 -૧,100 -૩,૨૦૦ –૬૮,૦૦૦ –૧,૦૦,૦૦૦ –૨,૦૮,૦૦૦ -૪,૨૪,૦૦૦ એક ઝલક o માતા o પિતા O નગરી 0 વંશ 0 ગોત્ર 0 ચિહ્ન 0 વર્ણ o શરીરની ઊંચાઈ ૦ યક્ષ 0 યક્ષિણી 0 કુમારકાળ 0 રાજ્યકાળ 0 છત્વસ્થકાળ 0 કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ 0 ચ્યવન વૈશાખ સુદ ૧૨ 0 જન્મ મહા સુદ ૩ 0 દીક્ષા મહા સુદ ૪ 0 કેવળજ્ઞાન પોષ સુદ ૬ નિર્વાણ જેઠ વદ ૭ -શ્યામાં -કૃતવર્મા -કપિલપુર –ઈક્વાકુ -કાશ્યપ –શૂકર -સુવર્ણ -૬૦ ધનુષ્ય –ષનુખ -વિદિતા –૧૫ લાખ વર્ષ -૩૦ લાખ વર્ષ -૨ માસ -૧૫ લાખ વર્ષ –૦ લાખ વર્ષ સ્થાન સહસ્ત્રાર કિંપિલપુર કપિલપુર નક્ષત્ર ઉત્તર ભાદ્રપદ ઉત્તર ભાદ્રપદ ઉત્તર ભાદ્રપદ ઉત્તર ભાદ્રપદ રેવતી કપિલપુર સમ્મદખિર Page #132 -------------------------------------------------------------------------- ________________ 5 WOW בר SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR 迎 4643 षण्मुख यक्ष ।। श्री विमलनाथ ॥ विमलस्वाभिनो वाचः, कतलक्षोदसोदरा । armani era: 118311. VOTNICT 17327 f VIMALSWAMINO VACHAH KATALAKSHOD) SODARA JAYANTI TRI JAGAT-CHETO JALANAIRMALYA HETAVAH 7425 45 Cast 100 SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR faren furni Page #133 -------------------------------------------------------------------------- ________________ ફોટો સૌજન્ય શ્રી વિમલનાથ ભગવાન શ્રી બાવચંદ મોહનલાલ શાહ (ખદરપરવાળા) પરિવાર–ભાવનગર સ્તુતિ જેવી રીતે વિમલ જળથી વસ્ત્રનો મેલ જાય, તેવી રીતે વિમલ જિનનાં ધ્યાનથી નષ્ટ થાય; પાપો જૂનાં બહુ ભવતણાં, અજ્ઞતાથી કરેલાં, તે માટે હે જિન ! તુજ પદે પંડિત છે નમેલા ચૈત્યવંદન કપિલપુર વિમલ પ્રભુ, શ્યામા માત મલ્હાર, કૃતવર્મા નૃપ કુલ નભે, ઉગમિયો દિનકાર લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસાં તણું, આયુ સુખદ [સુખસમુદાય | વિમલ વિમલ પોતે થયા એ, સેવક વિમલ કરે; તુજ પદપદ્મવિમલ પ્રતિ, સેવું ધરી સસસ્નેહ સ્તવન દુ દાગ દૂરે ટલ્યારે, સુખસંપદચ્યું ભેંટ; ધાગધણી માથે કિયોરે, કુણ ગંજે નરખેટ; વિમળજિન દિઠા લોયેણે આજ, મા૨ા સિધ્યા વાછિન કાઝ ચરણકમળ કમળા વસેરે, નિરમળ થિરપદ દેખ સમળ અયર પદ પરિહરીરે, પંકજ પામર પેખ; મુજ મન તુજ પદપંકજેરે, લીણો ગુણ મકરંદ, રંક ગિણે મંદિર ધરારે, ઈદચંદ નાગિદ. સાહિબ સમરથતું ધણીરે, પામ્યો પરમ ઉદાર, મનવિસરામી વાલહોરે, આતમચો આધાર. દરશણ દીઠે જિનતણોરે, સંશય ન રહે વેધ; દિનકર કર ભર પસરતારે, અંધકાર પ્રતિષેધ અમીય ભરી મૂતિ રચીરે, ઓપમ ન ઘટે કોય શાંત સુધારસ ઝીલતીરે, નિરખિત તૃપતિ ન હોય એક અરજ સેવકતણીરે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજીયેરે, આનંદઘન પદસેવ થોય વિમલ જિન જુહારો, પાપ સંતાપ વારો, શ્યામાંબ મલ્હારો, વિશ્વ કીર્તિ વિફારો; યોજન વિસ્તારો, જાસ વાણી પ્રસારો, ગુણગણ આધારો, પુણ્યના એ પ્રકારો. 13 ફોટો સૌજ વિત વિર વિ.૩ વિ.૪ વિ.પ વિ. વિ.જ Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ પ્રભુનું ચરિત્ર વીણાધારિણી વરદાયિની હે માતા ભગવતી ! કર્મના બંધનથી મુક્ત બની નિર્મળ અને ઉજ્જવળ સ્વરૂપવાળા, નિર્મળ તીર્થજળની જેમ જગતને પાવન કરનારા શ્રી વિમલનાથ ભગવાનનું ચરિત્ર આલેખન કરવામાં જ્ઞાનગંગોત્રી હે માતા સરસ્વતી ! આપની કૃપા પ્રાપ્ત થાઓ ! I ભવ પહેલો || ઘાતકી ખંડમાં પ્રાગ્વિદેહ ક્ષેત્રને વિષે ભરત નામના વિજયમાં મહાપુરી નામે નગરી હતી. તેમાં પાસેન નામે મહાપ્રતાપી અને ગુણવાન રાજા થઈ ગયા. મહાપુરી નગરી ઉત્તમ મહાલયો અને રાજા પદ્મસેનના શાસનથી શોભી રહી હતી. રાજ્યની જવાબદારીઓને સંપૂર્ણ ન્યાય આપતાની સાથે રાજાની ધર્મભાવના પણ ઉત્કૃષ્ટ પ્રકારની હતી. ધીમે ધીમે આ સંસાર તેમને કાંટાની જેમ ખૂંચવા લાગ્યો. અને સર્વગુપ્ત નામના આચાર્ય પાસે પધસેન રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર પ્રાપ્તિ માત્ર મોક્ષનું કારણ બનતું નથી. ત્યાર પછી સાધુતાને શોભે એવા આચારોનું પાલન કરી તપ, ત્યાગ અને સંયમની ત્રિવેણીમાં સ્નાન કરે તેને જ ઉત્તમ સંસ્કારવાળા બીજા ભવની પ્રાપ્તિ થાય છે. આ મુજબ પદ્મસેને મુનિ બન્યા પછી વીસ સ્થાનકોમાંથી કેટલાક સ્થાનકોની ઉત્તમ આરાધના કરી અને એ રીતે તીર્થંકર નામકર્મ બાંધ્યું. કાળાંતરે તેમણે તેમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ બીજો III પદ્મસેન રાજમુનિએ ઉત્તમ એવા તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યા પછી આયુષ્ય પૂર્ણ કર્યું. અને સહસાર નામના દેવલોકમાં તેઓ દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં સુખ સાહ્યબીમાં આયુષ્ય વિતાવી દેવગતિમાંથી ચ્યવન પામ્યા. ભવ ત્રીજો જંબૂદીપના ભરતક્ષેત્રમાં કાંપિલ્યપુર નામે સુંદર ચૈત્યો અને સુવર્ણ કુંભોથી શોભતી હવેલીઓની નગરી હતી. આ નગરીમાં કૃતવર્મા નામે રાજા હતો. જે રીતે ગંગાજળની સ્પર્ધામાં અન્ય કોઈ જળ ટકી ન શકે એ રીતે કૃતવર્માના પ્રતાપી અને રાજ કુળને શોભે એવા ગુણોમાં કોઈ બરાબરી કરી શકે તેમ ન હતા. આ રાજાને અંતઃપુરના આભુષણ સમાન શ્યામા નામે રાણી હતી. રૂપ, લાવણ્ય અને ગુણોમાં સાક્ષાત દેવી સમાન શ્યામા રાણીની કુક્ષિમાં દેવલોકમાંથી અવીને પહ્મસેન રાજાનો જીવ પુત્ર તરીકે ઉત્પન્ન થયો. જ્યારે માતાની કુક્ષિમાં ઉત્તમ મહાપુરૂષના જીવનું ચ્યવન થાય ત્યારે તેના આગમનની નિશાનીરૂપે માતા 0 મહાસ્વપ્નોનું દર્શન કરે છે. એમાં પણ જ્યારે તીર્થકરના આગમનને સૂચવવાનું હોય ત્યારે તેમની માતા ચૌદ છે (૭૯) Page #135 -------------------------------------------------------------------------- ________________ » મહાસ્વપ્નો જેમાં હાથી, વૃષભ, કેસરી સિંહ વગેરેને મુખમાં પ્રવેશતા જુએ છે. શ્યામા રાણીએ પોતાની કુક્ષિમાં તીર્થંકર પરમાત્માના જન્મને સૂચક ઉપર મુજબના ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા જોયા. આ સમયે ઈન્દ્રનું આસન કંપિત થયું અને તેણે અવધિજ્ઞાનથી પ્રભુનું ચ્યવન થયેલું જાણી ત્યાં જ મેઘનું આગમન થતાં જેમ મયુર નૃત્ય કરવા લાગે છે, એ રીતે શ્યામા રાણીનું મન આનંદથી નાચી ઊઠ્યું. અનુક્રમે સમય પૂર્ણ થતાં મહા સુદ ત્રીજની મધ્યરાત્રિએ ઉત્તરાભાદ્રપદનો ચંદ્ર થતાં અને અન્ય ગ્રહો જ્યારે ઉચ્ચ સ્થાને હતા ત્યારે રાણીએ વરાહના લાંછનવાળા સુવર્ણના વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. આ સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થયું. ઈન્દ્ર અવધિજ્ઞાન વડે પ્રભુનો જન્મ થયાનું જાણ્યું અને દેવદુદુભિ થતાં અન્ય ઈન્દ્રો, દેવતાઓ, દેવીઓ અને છપ્પન દિકકુમારિકાઓ સૌ પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવવા પોતપોતાના સુંદર વિમાનોમાં એકબીજાની જાણે સ્પર્ધા કરતા હોય એ રીતે આવી પહોંચ્યા. પ્રથમ પ્રભુ તથા માતાને નમસ્કાર કરી સ્તુતિ કરી. માતાનું સૂતિકાકર્મ કર્યું. આ પછી ઈન્દ્ર પાંચ રૂપ ધારણ કર્યા અને પ્રભુને ખોળામાં લઈ અતિપાંડુકગલા નામની શિલા પર સિંહાસન પર બૈઠા. જાણે મેરુપર્વત આખોય પ્રભુને પોતાના ખોળામાં લેતા હર્ષ પામ્યો. વૃષભના શૃંગમાંથી નીકળતી નિર્મળ જળધારા વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પ્રભુના અંગનું દેવદૂષ્ય વસ્ત્ર વડે અર્ચન કર્યું. વિલેપન બાદ દિવ્ય વસ્ત્ર-અલંકારોથી પ્રભુને આભૂષિત કરી ઈન્દ્ર પ્રભુની આરતી ઉતારી અને પ્રભુના ગુણગાન ગાવારૂપ સ્તુતિ કરી. આ રીતે માનવિધિ પૂર્ણ કરી ઈન્દ્ર ફરીથી પ્રભુને શ્યામાદેવીનો પાસે લઈ જઈ સ્થાપિત કર્યા. પ્રભુ જયારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતા એકદમ વિમલ(નિર્મળ) થઈ ગયા હતા, તેથી તેમનું નામ વિમલનાથ પાડવામાં આવ્યું. ધાત્રીઓ વડે લાલનપાલન થતાં સાઠ ધનુષ્યની કાયાવાળા પ્રભુ અનુક્રમે યૌવનવય પામ્યા. પિતાએ તેમને અનેક રાજ કન્યાઓ સાથે પરણાવ્યા. પરમાત્મા પોતે પણ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. ભોગાવલિકર્મ ભોગવવાના બાકી જાણીને પ્રભુએ સંસારના સુખ વિરક્તભાવે ભોગવ્યા. આ રીતે પ્રભુ પંદર લાખ વર્ષના થયા ત્યારે પિતાએ રાજ્યકારભાર તેમને સોંપ્યો. ગુણવાન વ્યક્તિ આવેલી જવાબદારીને ન્યાયપૂર્વક નિભાવે છે. પ્રભુએ પણ ત્રીસ લાખ વર્ષ સુધી રાજ્યપાલનની જવાબદારી વહન કરી. અંતે સંસારનાં ચક્રમાંથી તારનારા સંયમ માર્ગે જવાનો નિશ્ચય કરો આ વખતે લોકાંતિક દેવોએ પ્રભુને “તીર્થ પ્રવર્તાવો” એવી પ્રેરણા કરી. આ જાણીને પ્રભુએ સાંવત્સરિક દાન દેવાનું શરૂ કર્યું. જે રીતે કલ્પવૃક્ષ યાચકની ઈચ્છા મુજબના ફળ આપે એ રીતે પ્રભુએ યાચકોની ઈચ્છા પૂર્ણ કરી. એ સમયે ઈન્દ્ર, દેવતાઓ વગેરેએ આવીને પ્રભુના દીક્ષા મહોત્સવની તૈયારી કરી. પ્રભુને દિવ્ય વસ્ત્રો, અલંકાર વગેરેથી આભૂષિત કર્યા અને દેવદત્તા નામની શિબિકા તૈયાર કરી. પ્રભુ શિબિકામાં આરૂઢ થયા. ત્યાંથી સર્વની સાથે સહસ્ત્રાપ્રવનમાં આવીને વિમલનાથ પ્રભુએ પોતાના આભુષણોને ત્યાગી દીધા. ઈન્દ્ર દેવદૂચ વસ્ત્ર પ્રભુના ખભે નાખ્યું. છઠ્ઠ તપ સહિત મહા સુદ ચોથના દિવસે જન્મ નક્ષને એક હજાર રાજાઓની સાથે પ્રભુએ દીક્ષા લીધી. ત્રીજે દિવસે ધાન્યકુટ નગરમાં જય રાજા ના ઘેર પ્રભુએ પારણું કર્યું. એ સમયે વસુધારાદિક પાંચ દિવો દેવતાઓએ પ્રગટ કર્યા. પ્રભુએ જ્યાં પારણું કર્યું હતું ત્યાં જયરાજાએ રત્નપીઠ બંધાવી. ગામેગામ જતા બે વર્ષ સુધી પ્રભુએ વિહાર કર્યો. તેમના રામયમાં ત્રીજા વાસુદેવ સ્વયંભુ, બળદેવ ભદ્ર અને પ્રતિવાસુદેવ મેરક થયા. તેમનાં ચરિત્ર ત્રિષષ્ટીશલાકાપુરુષમાં વિસ્તૃત આપેલા છે. .... (૮૦). Funny Page #136 -------------------------------------------------------------------------- ________________ છેઆ રીતે છપસ્થ અવસ્થામાં બે વર્ષ પસાર કર્યા પછી ફરીથી પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. ત્યાં તે જંબૂવૃક્ષની નીચે કાયોત્સર્ગમાં સ્થિર થયા. અનુષ્મ ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયેલા પ્રભુએ ઘાતકર્મોનો નાશ કર્યો. it આ સાથે જ પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. છઠ્ઠ તપયુક્ત પ્રભુ કેવળજ્ઞાનના પ્રકાશથી શોભી રહ્યાં હતા. આ ભવ્ય દિવસ એટલે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના યોગે પોષ સુદ છઠ્ઠનો દિવસ. આ સમયે દેવતાઓએ રત્નજડિત સમવસરણ રચ્યું. તેમાં આરૂઢ થઈ પ્રભુએ ભવ્યજીવોને ઉપકારક એવી દેશના આપી. મંદર સહિત કુલ સત્તાવન ગણધરો થયા. એ સમયે મયુરના વાહનવાળો, ઉજ્જવળ વર્ણવાળો, બન્ને બાજુએ છ છ ભૂજાવાળો પમુખ નામે યક્ષ શાસનદેવ થયો અને હરિતાળ જેવા વર્ણવાળી, પદ્મ ઉપર બિરાજેલી, બાણ અને કોદંડ તથા સાપને ધારણ કરનારી વિદિતા નામે શાસનદેવી થઈ. યક્ષ અને દેવી હંમેશાં તેમની સાથે રહેલા છે એવા શ્રી વિમલનાથ પ્રભુ વિહાર કરવા લાગ્યા. પ્રભુના પરિવારમાં અડસઠ હજાર સાધુઓ, એક લાખ આઠસો સાધ્વીઓ, અગિયારસો ચૌદ પૂર્વધર, અડતાલીસસો અવધિજ્ઞાનીઓ, પાંચ હજાર ને પાંચસો મન:પર્યવજ્ઞાનીઓ, પાંચ હજાર ને પાંચસો કેવળજ્ઞાનીઓ, નવ હજાર વૈશ્ચિલબ્ધિવાળા, ત્રણ હજાર ને બસો વાદલબ્ધિવાળા, બે લાખ ને આઠ હજાર શ્રાવકો અને ચાર લાખ ને ચોત્રીસ હજાર શ્રાવિકાઓ હતા. કેવળજ્ઞાન પછી પોતાનો નિર્વાણકાળ નજીક આવેલો જાણી પ્રભુ સમેતશિખરે પધાર્યા. ત્યાં છ હજાર સાધુઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસનું અનશન પાળી અષાઢ વદ સાતમે જ્યારે ચંદ્રનું સ્થાન પુષ્ય નક્ષત્રમાં હતું, ત્યારે તેરમાં તીર્થકર વિમલનાથ પ્રભુનું નિર્વાણ થયું. ઈન્દ્રાદિક દેવતાઓ સ્વકર્મ અનુસાર પ્રભુનો નિર્વાણમહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. ઈન્દ્રો તથા દેવતાઓએ પ્રભુની દાઢો તથા દાંત તેમજ અસ્થિઓ ગ્રહણ કર્યા. યોગ્ય સંસ્કાર કરી તે સૌ સ્વસ્થાને ગયા. શ્રી વિમલનાથ પ્રભુએ પંદર લાખ વર્ષ કુમાર અવસ્થામાં, ત્રીસ લાખ વર્ષ પૃથ્વીનું રક્ષણ કરવામાં અને પંદર લાખ વર્ષ વ્રતમાં એમ મળી કુલ સાઠ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી વાસુપૂજ્ય પ્રભુના નિર્વાણ પછી ત્રીસ સાગરોપમ ગયા ત્યારે શ્રી વિમલનાથ પ્રભુનો નિર્વાણકાળ થયો. અનંત સુખને આપનારા, ઉજ્જવળ કર્મ દ્વારા ત્રણ જગતને જીવોને શીતળતા આપનારા શ્રી વિમલનાથ પ્રભુનું ચરિત્ર અહીં પૂર્ણ થાય છે. ર TER Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી અનંતનાથ પ્રભુનો પરિવાર ૦ ગણધર, –૫૦ 0 કેવલજ્ઞાની –૫,000 0 મન:પર્યવજ્ઞાની –૫,૦૦૦ 0 અવધિજ્ઞાની -૪,૩00 0 ક્રિય લબ્ધિધારી -૮,૦૦૦ ૦ ચતુર્દશ પૂર્વી –૧,૦૦૦ 0 ચર્ચાવાદી -૩,૨૦૦ 0 સાધુ –૬૬,૦૦૦ 0 સાધ્વી -૨,૦૦૦ 0 શ્રાવક -૨,૦૬,૦૦૦ શ્રાવિકા -૪,૧૪,000 એક ઝલક -સુયશા -સિંહસેન –અયોધ્યા –ઈક્વાકુ -કાશ્યપ -શ્યન -સુવર્ણ 0 માતા પિતા 0 નગરી 0 વંશ 0 ગોત્ર 0 ચિહ્ન ૦ વર્ણ 0 શરીરની ઊંચાઈ ૦ યક્ષ 0 યક્ષિણી O કુમારકાળ 0 રાજ્યકાળ 0 છતૂચ્છકાળ 0 કુલ દીક્ષાપર્યાય 0 આયુષ્ય પંચ કલ્યાણક તિથિ 0 ચ્યવન અષાઢ વદ ૭ ચૈત્ર વદ ૧૩ 0 દીક્ષા ચૈત્ર વદ ૧૪ 0 કેવળજ્ઞાન ચૈત્ર વદ ૧૪ o નિર્વાણ ચૈત્ર વદ ૫ –૫૦ ધનુષ્ય –પાતાલ –અંકુશ –૭.૫ લાખ વર્ષ –૧૫ લાખ વર્ષ –૩ વર્ષ -૭.૫ લાખ વર્ષ –૩૦ લાખ વર્ષ સ્થાન પ્રાણત અયોધ્યા અયોધ્યા અયોધ્યા સન્મેદશિખર નક્ષત્ર રેવતી રેવતી રેવતી રેવતી રેવતી Page #138 -------------------------------------------------------------------------- ________________ refrharth ॥श्री असंव AALALLAnn AAORanana (Sh lalDRE SHRI JAIN ATMANAD SABHA KHAR GATE. BHAVNAGAR SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR पाताल यक्ष अंकुशा देवी ॥ श्री अनंतनाथ ॥ SWAYAMBHU RAMANASPARDHI KARUNARASA VARINA ANANTA JIDANTAMVAH PRAYACHHATU SUKHASHRIYAM स्वयंभूरमणस्पर्द्धि-करुणारसवारिणा । अनन्तजिदनन्तां वः प्रयच्छतु सुखश्रियम् ॥१४॥ Nacionalne masa For Private Persona l Page #139 -------------------------------------------------------------------------- ________________ ફોટો સૌજન્ય ફોટો સૌજન્ય 'શ્રી અનંતનાથ ભમભાજ 'શ્રી મેનાબેન કુંવરજી શાહના આત્મશ્રેયાર્થે , 'હ. વિનયચંદ કુંવરજી શાહ પરિવાર - ભાવનગર સ્તતિ) જેઓ મુક્તિ નગર વસતા કાળ સાદિ અનંત, ભાવે ધ્યાવે અવિચલપણે જેને સાધુ સંત; જેહની સેવા સુરમણિ પરે સૌખ્ય આપે અનંત. નિત્યે મ્હારા હૃદયકમલે આવજો શ્રી અનંત. ચૈત્યવંદન, અનંત અનંત ગુણ આગરૂ, અયોધ્યા વાસી; સિંહસેન નૃપ નંદનો, થયો પાપ નિકાસી. સુજસા માતા જનમીયો, ત્રીશ લાખ ઉદાર; વરસ આઉખ પાલીયું, જિનવર જયકાર. લંછન સિંચાણા તેણું એ, કાયા ધનુષ પચાસ; જિનપદપમ નમ્ય થકી, લહીયે સહજ વિલાસ. ૩ સ્તવન ધો.૧ ધા.૨ ધા.૩ ધાર તરવારની હિલી દોહિલી,ચૌદમાજિનતણી ચરણસેવા; ધારપર નાચતા દેખ બાજીગર,સેવનાધારપર રહે ન દેવા. એક કહે સેવીયે વિવિધ કિકિયા કરી,ફળ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયે કરી બાપડા, રડવડે સ્કાર ગતિમાંહિ લેખે ગચ્છનાભેદ બહુ નયણ નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાંઘકાં; મોહ નડિયા કળિકાળરાજે. વચન નિરપેક્ષ વ્યવહાર જાઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચનનિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભરી આદરી કાંઈ રાચો. દેવ ગુરૂ ધર્મની શુદ્ધિ કરો કિમ કહે, કિમ રહે શુધ્ધ શ્રદ્ધા ન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કહી, છારપરિ લી ણો સરસ જાણો. પાપ નહી કોઈ ઉત્સુત્ર ભાષણ જિસો, ધર્મ નહી કોઈ જગ સુત્ર સરિખો; સુત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે; તેહનો શુદ્ધ ચારિત્ર પરિખો. એહ ઉપદેશનું સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમે નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદધનરાજ પાવે. ધા.૪ ધા.પ ધા. ૬ ધા. ૭ થોય છે અનંત અનંત નાણી, જાસ મહિમા ગવાણી, સુરનર તિરિ પ્રાણી, સાંભળે જાસવાણી, એક વચન સમજાણી, જેહ ચાવાદ જાણી, તર્યા તે ગુણ ખાણી, પામીઆ સિદ્ધિ રાણી. ......(14) Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી અનંતનાથ પ્રભુનું ચરિત્ર અક્ષયપાત્રની જેમ જ્ઞાનની અખૂટ સરવાણીને વહેતી રાખનારી હે મા શારદા ! ત્રણે જગતના જીવોને મોક્ષરૂપી અનંત સુખને પ્રાપ્ત કરાવનારા શ્રી અનંતનાથ પ્રભુની યશોગાથારૂપ ચરિત્રનું આલેખન કરવાની ક્ષમતા આ શબ્દોમાં આપો ! ભવ પહેલો ઘાતકી ખંડના પ્રાવિદેહ ક્ષેત્રના ઐરાવત નામના વિજયમાં અરિષ્ટા નામે નગરી હતી. આ નગરીમાં પદ્મરથ નામના મહાપ્રતાપી રાજા હતા. રાજ્યમાં રિદ્ધિ-સિદ્ધિની વૃદ્ધિ કરી પદ્મરથ રાજા ધર્મનું શ૨ણ લેવા માટે અને માનવજન્મને સફળ કરવા માટે ચારિત્ર ગ્રહણ કરવા વિચાર્યું. સંસાર ગમે તેટલો મોહનીય હોય, પણ જે વ્યક્તિને આ મોહની છાંટ ન લાગે તે આસાનીથી સંસારનો ત્યાગ કરી શકે છે. રાજ્યની સમૃદ્ધિ અને પોતાના યશની વૃદ્ધિ હોવા છતાં પદ્મ૨થ રાજાએ ચિત્ત૨ક્ષ નામના ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. તપની ઉત્તમ આરાધના કરી તેમણે તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યું. અનુક્રમે ધર્મની સાધનામાં જ આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ બીજો પદ્મરથ રાજમુનિએ મુનિપણાંનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી તેમનો જીવ પ્રાણાત દેવલોકમાં પુષ્પોત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. દેવલોકની સુખ સાહ્યબીનું પાન કરતા આયુષ્ય નિર્ગમન કર્યું. આ રીતે સમય પસાર કરતા તેમનું દેવપણામાંથી ચ્યવન થયું. ભવ ત્રીજો આ જંબુદ્રીપની અયોધ્યા નામે સુપ્રસિદ્ધ નગરીમાં સિંહસેન નામનો રાજા હતો. જે રીતે ઈષ્ટ દેવની સૌ ભક્તિ કરે, એ રીતે અન્ય રાજાઓ સિંહસેન રાજાની ભક્તિ કરતા હતા. સિંહસેન રાજામાં એક વિશિષ્ટતા એ હતી કે તે ધર્મ, અર્થ અને કામને યોગ્ય સમયે યોગ્ય ન્યાય આપતો. તેમને સુયશા નામે સર્વાંગ સુંદરતા ધરાવતી ગુણવાન રાણી હતી. આ તરફ પ્રાણાત નામના દેવલોકમાં ઉત્પન્ન થયેલો પદ્મરથ રાજાના જીવે ચ્યવીને આયુષ્ય પૂર્ણ કર્યું હતું તે હવે સુયશા રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તીર્થંકરના આગમનનું સૂચન કરનારા ચૌદ મહાસ્વપ્નો રાણીએ પોતાના મુખમાં પ્રવેશતા જોયા. આ શુભ દિવસ એટલે શ્રાવણ વદ સાતમ જ્યારે ચંદ્ર રેવતી નામના નક્ષત્રમાં હતો. સમય પૂર્ણ થયો ત્યારે પુષ્ય નક્ષત્રે વૈશાખ વદ તેરસે બાજ પક્ષીના લાંછનવાળા સુવર્ણ વર્ણના પુત્રને ૨ાણી સુયશાએ જન્મ આપ્યો. આ સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થયું. અધોલોક, ઉર્ધ્વલોક અને રૂચક દ્વીપથી ૮૨ Page #141 -------------------------------------------------------------------------- ________________ છે છપ્પન દિકકુમારિકાઓએ આવીને સૂતિકાકર્મ કર્યું. તરત જ સૌધર્મ ઈન્દ્ર આવીને પ્રભુની સ્તુતિ કરી અને છે પાંચ રૂપ ધારણ કર્યા. માતા પાસેથી પ્રભુને લઈ, તેમના ખોળામાં બેસાડી ઈન્દ્ર પ્રભુને મેરુપર્વત પર સ્નાનવિધિ કરાવવા લઈ ગયા. ત્યાં ઉત્તમ જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું અને પવિત્ર પદાર્થોથી વિલેપન કરી દેવી વસ્ત્રાલંકારોથી આભૂષિત કર્યા. ફરી ઈન્દ્ર પ્રભુને માતા પાસે લઈ ગયા. સૌએ પ્રભુને તથા માતાને નમસ્કાર કર્યા અને સ્તુતિ કરી સૌ સ્વસ્થાને પાછા ફર્યા. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે પિતા સિંહસેને શત્રુઓના અનંતબળને જીત્યું હતું. તેથી પ્રભુનું અનંતજીવા નામ પાડવામાં આવ્યું. જે રીતે શુક્લપક્ષમાં ચંદ્રની વૃદ્ધિ થાય છે એ રીતે પ્રભુ બાલ્યાવસ્થા પસાર કરી યુવાન અવસ્થામાં પ્રવેશ્યા ત્યારે તેમની કાયા પચાસ ધનુષ્ય જેટલી ઊંચી હતી. પિતાની આજ્ઞાથી તેમણે લગ્ન કર્યા. આ રીતે સાડા સાત લાખ વર્ષો પસાર થયા પછી પિતાની આજ્ઞાથી રાજ્યની જવાબદારી પંદર લાખ વર્ષ સુધી વહન કરી. તીર્થંકર પરમાત્મા પરમ પુરુષ હોવા છતાં વડીલોની આજ્ઞાનું પાલન કરે છે. અનંતનાથ પ્રભુએ પણ પિતાની આજ્ઞાનું ઉચિત પાલન કર્યું. પ્રભુને સંસાર પ્રત્યે વિરક્ત ભાવ જાગ્યો. તે સમયે લોકાંતિક દેવોએ આવીને પ્રભુને તીર્થ સ્થાપના કરવાની પ્રેરણા આપી. તરત જ પ્રભુએ વાર્ષિક દાન આપવાની શરૂઆત કરી. ઉત્તમ પ્રકારના દાનથી વાચકો પરિતોષ પામ્યા. પ્રભુનો દીક્ષા અવસર આવી પહોંચતા દેવતાઓએ સાગરદત્તા નામની ઉત્તમ શિબિકા તૈયાર કરી. આ શિબિકા પર આરૂઢ થયેલા પ્રભુજી સહસ્ત્રાપ્રવનમાં આવી પહોંચ્યા. ઈન્દ્રો, દેવતાઓ તથા દેવીઓ પોતાના વિમાનમાં અવકાશમાર્ગે આવી પહોંચ્યા અને આખું આકાશ દિવ્ય આભાથી છવાઈ ગયું. પ્રભુએ સંસારના મોહમાયારૂપ અલંકાર આદિ ચીજોનો ત્યાગ કર્યો. છઠ્ઠના તપ સાથે વૈશાખ વદી ચૌદસના દિવસે ચંદ્રએ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રભુએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. ઈન્દ્રાદિક દેવતાઓએ પ્રભુને વંદના કરી અને સૌ સ્વસ્થાને ગયા. બીજે દિવસે વર્ધમાન નગરના વિજયરાજાના ઘેર પ્રભુએ પારણું કર્યું. વસુધારાદિક પાંચ દિવ્યોનું પ્રાગટ્ય દેવતાઓએ કર્યું. જે સ્થળે પ્રભુએ પારણું કર્યું હતું ત્યાં વિજયરાજાએ રત્નજડિત પીઠ તૈયાર કરાવી. ત્યાંથી પ્રભુ અનેક પરિસહો સહન કરતા ગામેગામ વિચરવા લાગ્યા. સાધુ તો ફરતા ભલા” એ વિધાન અનુસાર શ્રી અનંતનાથ પ્રભુ લોકોને સાચો ધર્મ સમજાવતા હતા. તે સમયમાં ચોથા વાસુદેવ પુરૂષોત્તમ, ચોથા બળદેવ સુપ્રતી અને ચોથા પ્રતિવાસુદેવ મધુ એમ ત્રણ શલાકા પુરુષ થયા, જેઓના વિગતથી ચરિત્ર ‘ત્રિષષ્ટી શલાકા પુરુષ' ગ્રંથમાં આપવામાં આવ્યાં છે. આ રીતે ત્રણ વર્ષ સુધી છબસ્થપણે વિહાર કરી અનંતનાથ પ્રભુ ફરીથી સહસ્ત્રામ્રવનમાં આવ્યા. ત્યાં અશોકવૃક્ષની નીચે પ્રભુ કાયોત્સર્ગમાં સ્થિર થયા. પોતાના ઘાતકર્મોનો વિનાશ થતાં ક્યા જીવને પૂર્ણ જ્ઞાનનો અનુભવ ન થાય? આ મુજબ શ્રી અનંતનાથ પ્રભુને પણ ઘાતકર્મોનો વિનાશ થતા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ સમયે પ્રભુને છઠ્ઠનો તપ હતો. પ્રભુના કેવળજ્ઞાનનો એ મહાન દિવસ એટલે રેવતી નક્ષત્રમાં ચંદ્રના આગમન સાથે વૈશાખ વદ ચૌદસનો દિવસ. તરત જ ઈન્દ્રનું આસન કંપિત થયું અને દેવતાઓએ દિવ્ય સમવસરણ અને ચૈત્યવૃક્ષની રચના કરી. પ્રભુએ વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી પૂર્વ દ્વારથી તેમાં પ્રવેશ કર્યો. સમવસરણની બાકીની ત્રણ દિશાઓમાં દેવતાઓએ પ્રભુનાં ત્રણ બિંબોનું સ્થાપન કર્યું. વાસુદેવ પુરુષોત્તમ અને બળભદ્રને આ વાતની જાણ થતાં તેઓ પણ સમવસરણમાં પધાર્યા. સૌએ પ્રભુને આ નમસ્કાર કર્યા. ઈન્દ્રની સ્તુતિને ધ્યાનમાં રાખી પ્રભુએ જીવ, જીવના પ્રકારો, જીવને ઉપજવાની નવ યોનિઓ, Page #142 -------------------------------------------------------------------------- ________________ છે જીવોના મૂળ ભેદો તેમજ ચૌદ ગુણસ્થાનકો વિષેની દેશના આપી. આ ઉપરાંત અજીવ તત્ત્વનું સ્વરૂપ, છે પુદ્ગલોની સ્થિતિ, શુ તથા અશુભ કર્મોનું સ્વરૂપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આદિ નવતત્ત્વોના ભેદ અને સ્વરૂપ વિષેની દેશના પણ આપી. જે આ નવ તત્ત્વોનાં સ્વરૂપને જાણે છે તે સંસારમાં પોતાનું કર્તવ્ય યોગ્યતા સાથે પૂર્ણ કરે છે. પ્રભુની દેશના સાંભળી ઘણાએ દીક્ષા લીધી. પુરુષોત્તમ વાસુદેવને સમક્તિની પ્રાપ્તિ થઈ. અને સુપ્રભ બલરામે શ્રાવકત્વનો સ્વીકાર કર્યો. પ્રભુની દેશના પૂર્ણ થતાં તેમના ગણધરોમાંથી યશ નામના ગણધરે બીજી પારસી સુધી દેશના આપી. અંતે સૌએ પ્રભુને નમસ્કાર કર્યા. દેશના વડે પ્રભાવિત થયેલા સૌ પોતપોતાના સ્થાને પાછા ગયા. શ્રી અનંતનાથ પ્રભુના તીર્થમાં પાતાળ નામે યક્ષ અને અંકુશા નામે દેવી અનુક્રમે શાસનદેવ અને શાસનદેવી થયા. પૃથ્વીતલ પર વિહાર કરતા, ભવ્યજીવોને બોધ પમાડતા પ્રભુ પોતાનો નિર્વાણકાળ નજીક આવેલો જાણી સમેતશિખરમાં પધાર્યા. ત્યાં સાત હજાર સાધુઓની સાથે અનશનવ્રત ગ્રહણ કર્યું. એક માસના અંતે ચૈત્ર સુદ પાંચમે ચંદ્ર જ્યારે પુષ્ય નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુને મોક્ષપદ પ્રાપ્ત થયું. આ સમયે ઈન્દ્ર વગેરેએ આવીને પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉચિત વિધિ અનુસાર ઉજવ્યો. તેમના પુનિત દેહનો યોગ્ય સંસ્કાર કર્યો અને સૌ પોતાના સ્થાને ગયા. શ્રી અનંતનાથ પ્રભુના પરિવારમાં છાસઠ હજાર સાધુઓ, બાસઠ હજાર સાધ્વીઓ, નવસો ચૌદ પૂર્વધારીઓ, ચાર હજાર ત્રણસો અવધિજ્ઞાનીઓ, ચાર હજાર પાંચસો મન:પર્યવજ્ઞાનીઓ, પાંચ હજાર કેવળજ્ઞાનીઓ, આઠ હજાર વૈમ્પલબ્ધિવાળા, ત્રણ હજાર બસો વાદલબ્ધિવાળા, બે લાખ છ હજાર શ્રાવકો અને ચાર લાખ ચૌદ હજાર શ્રાવિકાઓ થયા. શ્રી અનંતનાથ પ્રભુએ કૌમાર અવસ્થામાં સાડા સાત લાખ વર્ષ, રાજ્યપાલનમાં પંદર લાખ વર્ષ અને દીક્ષાપર્યાયમાં સાડા સાત લાખ વર્ષ એમ કુલ ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. શ્રી વિમલનાથ અને શ્રી અનંતનાથ પ્રભુના નિર્વાણ સમય વચ્ચે નવ સાગરોપમનું રાતરું હતું. પ્રભુના સમયમાં થયેલા પુરુષોત્તમ વાસુદેવે ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય ઉગ્ર પાપકર્મોમાં ગાળ્યું તેથી તે તમપ્રભા નામની છઠ્ઠી નારકીમાં ગયા. પોતાના નાના ભાઈના અવસાનથી દુઃખ પામેલા સુપ્રભ બળદેવે સંસારથી વિરક્ત થઈ મૃગાંકુશ નામના મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી, કેવળજ્ઞાન પામી, અંતે મોક્ષપદને પામ્યા. મહાન વિભૂતિ અને ભવ્યજીવોના ઉદ્ધારક શ્રી અનંતનાથ પ્રભુના ઉત્તમ ચરિત્રના આલેખનમાં કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા પ્રાર્થના સાથે આ ચરિત્ર આલેખન પૂર્ણ કરું છું. 'ઉપજ ............. III ITTTTTTTTTTTTTT Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રીધર્મનાથ સ્વામીનો પરિવાર –૪૩ –૪,૫૦૦ -૪,૫૦૦ -૩,૬૦૦ -૭,000 -૯00 –૨,૮૦૦ -૬૪,૦૦૦ - ૨,૪૦૦ –૨,૦૪,૦૦૦ -૪,૧૩,૦૦૦ 0 ગણધર, 0 કેવલજ્ઞાની 0 મન:પર્યવજ્ઞાની 0 અવધિજ્ઞાની ૦ વૈક્રિય લબ્ધિધારી 0 ચતુર્દશ પૂર્વી 0 ચર્ચાવાદી ૦ સાધુ 0 સાધ્વી. 0 શ્રાવક 0 શ્રાવિકા એક ઝલક માતા o પિતા O નગરી o વંશ 0 ગોત્ર 0 ચિહ્ન 0 વર્ણ o શરીરની ઊંચાઈ 0 યક્ષ 0 યક્ષિણી 0 કુમારકાળ 0 રાજ્યકાળ 0 છાત્સ્યકાળ 0 કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ 0 ચ્યવન વૈશાખ સુદ 9 o જન્મ મહા સુદ ૩ 0 દીક્ષા મહા સુદ ૧૩ 0 કેવળજ્ઞાન પોષ સુદ ૧૫ નિર્વાણ જેઠ સુદ ૫ –સુવ્રતા -ભાનું –૨નપુર -ઈફ્લાક -કાશ્યપ -વજ –સુવર્ણ -૪૫ ધનુષ્ય -કિન્નર -કંદર્પો –૨.૫ લાખ વર્ષ -૫ લાખ વર્ષ –૨ વર્ષ -૨.૫ લાખ વર્ષ –૧૦ લાખ વર્ષ નક્ષત્ર પુષ્ય પુષ્ય સ્થાન વિજયન્ત ૨નપુર રત્નપુર રત્નપુર સમેદશિખર પુષ્ય Page #144 -------------------------------------------------------------------------- ________________ ॥श्री धर्मनाथ ॥ . MOTORA se Khannahne MAYALASS SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR किनर यक्ष कंदर्पा (पन्नगा) देवी ॥श्री धर्मनाथ ॥ KALPA DRUMA SADHARMANA MISHTA PRAPTAO SHARIRINAM CHATURDHA DHARMA DESHTARAM DHARMANATH MUPASMAHE कलपद्रुमसघर्माण-मिष्टप्राप्तौ शरीरिणाम् ।। चतुर्घा धर्मदेष्टारं, धर्मनाथमुपास्महे ॥१५॥ wwwaainalioranoran Page #145 -------------------------------------------------------------------------- ________________ ફોટો સૌજન્ય શ્રી ધર્મનાથ ભગવાન ફોટો શાહ અનોપબહેન ગીરધરલાલ બેલચંદ (પચ્છેગામવાળા) સૌજન્ય હ. શ્રી જસુભાઈ, બિપીનભાઈ, ભરતભાઈ-ભાષનગર. સ્તુતિ ..સંસારાંભો-નિધિ જળ વિષે,બૂતો હું જિનેં તારો સારો સુખકર ભલો ધર્મ પામ્યો મુનીંદ્ર; લાખો યો યદિ જન કરે તોય ના તેહ છોડું, નિત્ય ધર્મ પ્રભુ તુજ કને ભક્તિથી હાથ જોડું. ચૈત્યવંદન ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત; વજ્ર લંછન વજી નમે, ત્રણ ભુવન વિખ્યાત દસલાખ વરસનું આઉખું, વધુ ધનુ પિસ્તાલીશ; રત્નપુરી રાજીયો, જગમાં જાસ જગીશ ધર્મમારગ જિનવર કહીએ, ઉત્તમ જન આધાર; તેણે તુજ પાદપદ્મ તણી, સેવા કરું નિરધાર. સ્તવન 9 15 ૨ ઘરમ જિનેસર ગાડુંરંગશું, ભેગ મ પડજ્યો હો પ્રીત જિજ્ઞેસર બીજો મનમંદિર આણું નહીં, એ અમ કુળવટ રીત ઘરમેં ધરમ કરતાં જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ; જિ ધર્મોિસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. પ્રવચનઅંજન જો સદગુરૂ કરે, દેખે પરમનિધાન; જિ. હૃદયનયણ નિહાળે જગધણી, મહિમા મેરૂસમાન દોડત દોડત દોડત દોડીઓ, જેતી મનનીરે દોડય; જિ. પ્રેમપ્રતીત વિચારો ટૂકડી, ગુરૂગમ લેજ્યોરે જોડ એકપખી કિમ પ્રીત વરે પડે, ઉભય મિલ્યા હોવે સં; જિ. હું રાગી હું મોહે ચંદીયો, તું નિરાગી નિરબંધ. પરમનિધાન પ્રગટ મુખ આગળ, જગત ઓલંધી હાં જાય; જિ. જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધો અંધ પુલાય નિરમળ ગુણમણિ રોહણ ભૂધરા, મુનિજન માનસહંસ; જિ. ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી, માત પિતા કુળવંશ. મનમધુકરવર કરજોડી કહે, પદકજ નિકટ નિવાસ; જિ. ધનામી આનંદધન સાંભળો, એ સેવક અરદાસ. 3 થોય ઘરમેં ધર્મ ઘડી, કર્મના પાસ તૌરી, કેવલ શ્રી જોરી, જે ચોરે ને ચોરી; દર્શન મદ શેરી, જાય ભાગ્યા સટોરી, નમે સુરનર કરો, તે વરે સિદ્ધિ ગોરી. જિ. ધ.૧ જિ. ધાર જિ. ધ.૩ જિન્ જિ. પ જિ. ધાર જિ ૧.૭ જિ. ધ. ૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી ધર્મનાથ પ્રભુનું ચરિત્ર ) - ગંગાના પ્રવાહની જેમ જ્ઞાનની ધારાને અખલિત વહેતી રાખનાર છે માતા શારદા ! ધર્મરૂપ ગંગાના પ્રવાહમાં કર્મોના કચરાને સાફ કરી આત્માના પ્રદેશને ઉજળો કરનાર એવા શ્રી ધર્મનાથ પ્રભુનું ચરિત્ર આલેખન કરવામાં આપના દ્વારા શબ્દોનું બળ સાંપડે એવી મંગલ પ્રાર્થના. III) ભવ પહેલો પIII ઘાતકા ખંડના પૂર્વ મહાવિદેહમાં ભરત નામના વિજયમાં ભઢિલ નામે નગર તેના મુગટમણિ જેવા રાજા દઢરથથી શોભતું હતું. સૂર્યના તેજ સામે અન્ય સૌ પ્રકાશપુંજ ઝાંખા લાગે એ રીતે દઢરથ રાજા પાસે અન્ય સૌ રાજાનું રાજત્વ ઝાંખું લાગતું હતું. પોતાના બાહુબળથી તે ઘણાં મોટા સામ્રાજ્ય પર પોતાનું શાસન સ્થાપી શક્યા હતા.તેમજ રાજ્યમાં ધન-વૈભવનો પાર ન હતો છતાંય રાજા દઢરથ પોતાના ધર્મ સંસ્કારોનું હંમેશા જતન કરતા. ધર્મપ્રેમી વ્યક્તિને ધીમે ધીમે સંસારનાં બંધનો અકારા લાગે છે. તેનો આત્મા સંયમરૂપી આકાશમાં મુક્ત રીતે ઉડ્ડયન કરવા ઝંખી રહ્યો હોય છે. રાજા દૃઢરથની ઈચ્છા પણ સંસારના ભ્રામક સુખોને છોડી સંયમની સાધના કરવાની હતી. આથી તેમણે વિમલવાહન નામના ગુરુ પાસે દીક્ષા લીધી. ચારિત્ર ગ્રહણ કર્યા પછી સાધુતાને શોભે એવી રીતે રહેનાર મુનિ ભગવંતો સંયમજીવનમાં ઉત્તમ પ્રકારની સાધના કરી મોક્ષમાર્ગના મુસાફર બની શકે છે. દઢરથ રાજમુનિએ સાધુતાને શોભાવે એવા તપ-ત્યાગ અને સંયમ જીવનમાં વીશ સ્થાનકની આરાધના વડે તીર્થકર નામકર્મના અધિકારી બન્યા. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતા તેઓ કાળધર્મ પામ્યા. III) ભવ બીજો || દઢરથ રાજમુનિએ ઉત્તમ ચારિત્ર પાળ્યું હતું તેથી કાળધર્મ પામ્યા પછી તે વૈજ્યત નામના વિમાનમાં મહાદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં પૂર્વ ભવના પુણ્યોદયે મળેલ સુખ વૈભવને ભોગવતા તેમનું આયુષ્ય પૂર્ણ કર્યું. (1) ભવ ત્રીજો પI જંબુદ્વીપને વિષે ભારતવર્ષમાં રત્નપુર નગરમાં ભાનુ નામના રાજા હતા. સુવર્ણમય ચૈત્યો, ઉપવનો અને | ચાંદનીના તેજમાં ઓપતી ભવ્ય હવેલીઓ આ નગરીની શોભામાં વધારો કરતા હતા. આ સાથે રાજા 4? Education International Page #147 -------------------------------------------------------------------------- ________________ ભાનુની કીર્તિ પણ ચોમેર ફેલાયેલી હતી. આ રાજાને પ્રિય બની રહેનાર પતિવ્રતા રાણીનું નામ સુવ્રતા હતું. જે વૈજ્યત વિમાનમાંથી આયુષ્ય પૂર્ણ કર્યા પછી દઢરથ રાજાનો જીવ ચ્યવીને વૈશાખ સુદ સાતમે જ્યારે ચંદ્રનું સ્થાન પુષ્ય નક્ષત્રમાં હતું ત્યારે સુવ્રતા રાણીની કુક્ષિમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. આ સમયે તીર્થંકરના જન્મને સૂચવતાં ચૌદ મહાસ્વપ્નો હાથી, વૃષભ, કેસરી સિંહ વગેરે - રાણીએ પોતાના મુખમાં પ્રવેશતા જોયા. સુવ્રતા રાણીનું મન પ્રસન્નતા અને હર્ષના હિંડોળે ચડયું. આ સમયે ઈન્દ્રનું આસન કંપિત થયું. દેવદુદુભિ થતાં, અવધિજ્ઞાન વડે ઈન્દ્રએ પ્રભુના વન વિષે જાણ્યું. ત્રણ જ્ઞાનને ધારણ કરનારા પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા એટલે ત્રણે લોકમાં પ્રકાશ ફેલાયો. નારકીના જીવોએ સુખનો ક્ષણિક અનુભવ કર્યો. સમય પૂર્ણ થતાં મહા સુદ ત્રીજના દિવસે જ્યારે ચંદ્રનો યોગ પુષ્ય નક્ષત્રમાં હતો, ત્યારે સુવ્રતા રાણીએ વજના લાંછનવાળા સુવર્ણવર્ણા એવા પુત્રને જન્મ આપ્યો. આ સમયે ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. સૌ દેવી-દેવતાઓ પ્રભુનો જન્મોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. ત્રણ જગતનો નાથ જેના ખોળામાં રમતો હોય એ માતાના ભાગ્યની શી વાત કરવી ? માતા સુવ્રતાનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો હતો. સૂતિકાકર્મ કર્યા બાદ સૌ પ્રભુને તથા માતાને નમસ્કાર કરી જુદા જુદા સ્થાને ગોઠવાયા. ઈન્દ્ર પાંચ રૂપ ધારણ કર્યા. માતા પાસેથી પ્રભુને લઇ તેમની જગ્યાએ પ્રભુનાં બિંબની સ્થાપના કરી, તે પ્રભુને મેરુપર્વત પર સ્નાન કરાવવા લઈ ગયા. પાવન અને નિર્મળ જળ વડે સ્નાન કરાવી સુગંધી દ્રવ્યોથી વિલેપન અને આભુષણોથી અલંકૃત કરીને ફરી ઈન્દ્ર પ્રભુને માતા પાસે લઈ આવ્યા. પ્રભુની સ્તુતિ કરી સૌ પોતપોતાના સ્થાને પાછા ગયા. દેવાધિદેવ પરમાત્મા બાળક સ્વરૂપે માતાના ખોળામાં રમવા લાગ્યા. જ્યારે પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે માતાને ધર્મક્યિા કરવાની ઈચ્છા જાગી હતી તેથી તેમનું નામ ધર્મનાથ રાખવામાં આવ્યું. દિવસે દિવસે વૃદ્ધિ પામતા ધર્મનાથ પ્રભુની કાયા પીસ્તાલીસ ધનુષ્ય ઊંચી થઈ. અનુક્રમે પ્રભુ યૌવનવયને પામ્યા. માતા-પિતાની ઈચ્છા અને પોતાના ભોગાવલિ કર્મ ખપાવવાના બાકી હોઈ પ્રભુએ લગ્ન કર્યા. જન્મથી અઢી લાખ વર્ષ પૂરા થયાં પછી પિતાએ પ્રભુને રાજ્યની જવાબદારી સોંપી. પાંચ લાખ વરસ સુધી રાજ્યનો કારભાર યથાયોગ્ય રીતે ચલાવ્યો. હવે પ્રભુએ દીક્ષા લેવાનો વિચાર આ સમયે લોકાંતિક દેવોએ પ્રભુને તીર્થ પ્રવર્તાવવા માટે પ્રેરણા કરી. એટલે મહામૂલ્ય સોનૈયા, રત્નો, વસ્ત્રો આદિ વસ્તુઓનું સાંવત્સરિક દાન દીધું. એક વર્ષ સુધી યાચકોની ઈચ્છાને તૃપ્ત કરી દાનનો મહિમા કર્યો. આ પછી દેવતાઓએ પ્રભુ માટે રત્નજડિત એવી નાગદત્તા નામની શિબિકા રચી. પ્રભુ તેના પર બેસી વપ્રકાંચન નામના ઉદ્યાનમાં પધાર્યા. મહા સુદ તેરસે ચંદ્ર જ્યારે પુષ્ય નક્ષત્રમાં હતો ત્યારે છઠ્ઠના તપ સાથે ધર્મનાથ પ્રભુએ દેવી-દેવતાઓ તથા ઈન્દ્રો આદિની હાજરીમાં પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા લીધી. બીજા દિવસે સોમનપુર નગરમાં ધર્મસિંહ રાજાના ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ વસુધારા વગેરે પંચ દિવ્યો પ્રગટાવ્યાં. રાજા ધર્મસિંહે પ્રભુના પગલાંની ભૂમિ પર રત્નમય પીઠ તૈયાર કરાવી. ત્યાંથી પ્રભુ ગામેગામ વિહાર કરતા બે વરસ પછી તે જ વનમાં પાછા આવ્યા. ત્યાં દધિપર્ણ નામના વૃક્ષ નીચે પ્રભુ કાયોત્સર્ગમાં લીન થયાં. શ્રી ધર્મનાથ પ્રભુના સમયમાં પાંચમાં વાસુદેવ પુરુષસિંહ, બળદેવ સુદર્શન અને પ્રતિ વાસુદેવ નિશુંભ થયા. આ તમામના ચરિત્રો ‘ત્રિષષ્ટી શલાકા પુરુષ' ગ્રંથમાં સવિસ્તર આપેલાં છે. કાયોત્સર્ગમાં સ્થિર થયેલા પ્રભુએ ધીમે ધીમે ઘાતિ કર્મોનો નાશ કર્યો. તરત જ દિવ્યજ્ઞાન રૂપી કેવળજ્ઞાનના LLLLLL Page #148 -------------------------------------------------------------------------- ________________ છે પ્રકાશથી પ્રભુનું મુખારવિંદ શોભવા લાગ્યું. આ મહાન દિવસ એટલે જ્યારે ચંદ્રનો યોગ પુષ્ય નક્ષત્રમાં થયો તે પોષ સુદ પુનમનો પાવન દિવસ. તરત જ ઈન્દ્રાદિક દેવતાઓએ આવીને પ્રભુ માટે પાંચસો ચાલીસ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષવાળું ભવ્ય સમવસરણ રચ્યું. પ્રભુ તે સિંહાસન પર બિરાજ્યા એટલે દેવતાઓએ બાકીની ત્રણ દિશાઓમાં પ્રભુનાં ત્રણ બિંબોનું સ્થાપન કર્યું. પ્રભુની પર્ષદાઓમાં ચતુર્વિધ સંઘ, દેવતાઓ તેમજ તિર્યંચો આદિ પોતપોતાના સ્થાને ગોઠવાયા. આ પર્ષદા વિશે સમાચાર મળતા વાસુદેવ પુરુષસિંહ પણ બળદેવ સુદર્શન સહિત ત્યાં પધાર્યા. ઈન્દ્ર તેમજ વાસુદેવ પુરુષસિંહે તથા સુદર્શને પ્રભુની સ્તુતિ કરી દેશના ફરમાવવા માટે વિનંતી કરી. આ વિનંતી સાંભળી પ્રભુએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર, ધ, માન આદિ ચાર કષાયો તથા જીવનાં ચાર ગતિમાં થતાં પરિભ્રમણ વિષે સુમધુર અને સરળ શૈલીમાં દેશના આપી. પ્રભુની દેશના પૂરી થતાં તેમના ગણધર અરિષ્ટ બાકીની દેશના આપી. પ્રભુની ઉત્તમ દેશના સાંભળ્યા પછી ઘણાં પુરુષોએ દીક્ષા લીધી, કેટલાકે શ્રાવકધર્મને સ્વીકાર્યો. આ મુજબ વાસુદેવ પુરુષસિંહને સમતિની પ્રાપ્તિ થઈ. બલભદ્ર સુદર્શને શ્રાવકપણું સ્વીકાર્યું. સૌ સ્વસ્થાને પાછા ગયા પછી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. કેવળજ્ઞાન પામ્યા પછી બે વર્ષ ઉણા અઢી લાખ વર્ષ સુધી વિહાર કરતા પ્રભુને ચોસઠ હજાર સાધુઓ, બાસઠ હજારને ચારસો સાધ્વીઓ, નવસો ચૌદ પૂર્વધારી, ત્રણ હજાર ને છસો અવધિજ્ઞાની, ચાર હજાર ને પાંચસો મન:પર્યવજ્ઞાની, એટલા જ કેવળજ્ઞાની, સાત હજાર વૈક્યિ લબ્ધિવાળા, બે હજાર ને આઠસો વાદલબ્ધિવાળા, બે લાખ ને ચાલીસ હજાર શ્રાવકો અને ચાર લાખ ને તેર હજાર શ્રાવિકાઓ – આ પ્રમાણે પરિવાર થયો. શ્રી ધર્મનાથ પ્રભુએ અઢી લાખ વરસ કુમારપણામાં અને પાંચ લાખ વરસ રાજ્ય કરવામાં પસાર કર્યા. આ પછી અઢી લાખ વરસ દીક્ષાપર્યાયમાં પસાર કર્યા પછી જ્યારે પોતાના નિર્વાણનો સમય નજીક આવેલો જાણી પ્રભુ સમેતશિખર ગિરિ પધાર્યા. ત્યાં એકસો આઠ મુનિઓ સાથે પ્રભુએ અનશન વ્રત ધારણ કર્યું. એક માસના અંતે જેઠ સુદ પાંચમના દિવસે જ્યારે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવ્યો ત્યારે પ્રભુનું નિર્વાણ થયું અને તે મોક્ષપદને પામ્યા. આ રીતે પ્રભુએ કુલ દસ લાખ વરસનું આયુષ્ય ભોગવ્યું. પ્રભુ નિર્વાણ પામ્યા જાણી ઈન્દ્રાદિક દેવોએ આવી પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. અને પ્રભુના પાવન દેહનો યોગ્ય સંસ્કાર કરી સૌ સ્વસ્થાને ગયા. પુરુષસિંહ વાસુદેવ હિંસાકર્મના પરિણામે આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકભૂમિમાં ગયા. તેમણે કુલ દસ લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. પોતાના ભાઈના વિરહમાં સુદર્શન બલભદ્ર કીર્તિધર નામના સાધુ પાસે દીક્ષા ગ્રહણ કરી અને કુલ સત્તર લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી ધર્મનાથ પ્રભુના તીર્થમાં પ્રભુની સાથે જ રહેનાર કિન્નર નામે યક્ષ શાસનદેવ થયો અને કંદર્પ નામે યક્ષણી શાસનદેવ થયા. સંસારના પરિતાપનું છેદન કરી મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાવવામાં સદાય ધર્મનો પ્રકાશ પાથરી આત્માને ઉન્નત કરાવનાર શ્રી ધર્મનાથ પ્રભુનાં ચરિત્રનું આલેખન સમાપ્ત કરું છું. T TITLTLTLTLLLLLLLL Page #149 -------------------------------------------------------------------------- ________________ | શ્રી શાંતિનાથ પ્રભુનો પરિવાર, 0 ગણધર -૩૬ 0 કેવલજ્ઞાની -૪,000 0 મન:પર્યવજ્ઞાની -૪,૦૦૦ 0 અવધિજ્ઞાની -૩,૦૦૦ o વૈક્રિય લબ્ધિધારી -૬,000 0 ચતુર્દશ પૂર્વી -૮00 0 ચર્ચાવાદી -૨,૪00 0 સાધુ - ૨,000 0 સાધ્વી -૬૧,૬૦૦ 0 શ્રાવક –૨,૯૦,૦૦૦ O શ્રાવિકા -૩,૯૩,૦૦૦ એક ઝલક 0 માતા -અચિરા o પિતા -વિશ્વસેન 0 નગરી –હસ્તિનાપુર વંશ -ઈસ્લાક 0 ગોત્ર -કાશ્યપ 0 ચિહ્ન –મૃગ 0 વર્ણ –સુવર્ણ 0 શરીરની ઊંચાઈ -૪૦ ધનુષ્ય 0 યક્ષ -ગરુડ 0 યક્ષિણી -નિવણી 0 કુમારકાળ -૨૫ હજાર વર્ષ 0 રાજ્યકાળ -૫૦ હજાર વર્ષ 0 છધસ્થકાળ 0 કુલ દીક્ષાપર્યાય -૨૫ હજાર વર્ષ ૦ આયુષ્ય –૧ લાખ વર્ષ પંચ કલ્યાણકતિથિ સ્થાન 0 ચ્યવન શ્રાવણ વદ ૬ સર્વાર્થસિદ્ધિ 0 જન્મ વૈશાખ વદ ૧૩ હસ્તિનાપુર 0 દીક્ષા વૈશાખ વદ ૧૪ હસ્તિનાપુર 0 કેવળજ્ઞાન પોષ સુદ ૯ હસ્તિનાપુર ૦ નિર્વાણ વૈશાખ વદ ૧૩ સન્મેદશિખર -૧ વર્ષ નક્ષત્ર ભરણી ભરણી ભરણી ભરણી ભરણી Page #150 -------------------------------------------------------------------------- ________________ मा ॥ श्री शांतिनाथ 00A SHRT JAIN ATMANAD SABHA KHAR GATE. BHAVNAGAR SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR निर्वाणी देवी गरुड यक्ष ॥ श्री शांतिनाथ ॥ SUDHA SODAR VAG JYOTSNA NIRMALI KRUT DIN MUKHAH MRUGALAKSHMA TAMAH SHANTYEI SHANTINATH JINO - STUVAH सुघासोदरवाज्योत्स्ना,-निर्मलीकृतदिमखः । मृगलक्ष्मा तमःशानत्त्यै, शान्तिनाथजिनोऽस्तु वः ॥१६॥ wain Education Internationa Page #151 -------------------------------------------------------------------------- ________________ ફોટો સૌજન્ય શ્રી શાંતિનાથ ભગવાન શેઠશ્રી વિનયચંદ કુંવરજી શાહ પરિવાર હ. શ્રી રમેશચંદ્ર વિનયચંદ શાહ - ભાવનગર સ્તુતિ જાણ્યા જાયે શિશુ સકળનાં લક્ષણો પા૨ણાથી, શાન્તિ કીધી પણ પ્રભુ તમે માતના ગર્ભમાંથી; પખંડો ને નવ નિધિ તથા ચૌદ રત્નો તજીને, પામ્યા છો જે પરમ પદને આપજો તે અમોને. ચૈત્યવંદન શાંતિ જિનેસર સોલમા, અચિરાસુત વો; વિશ્વસેન કુલ નભોમણિ, વિજન સુખકંદો. મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણે; હત્થિણાઉર નયરી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ. ચાલીશ ધનુષની દેહડી એ, સમ ચઉરસ સંઠ; વદન પદ્મ જયું ચંદલો, દીઠે ૫૨મ કલ્યાણ. ફોટો સૌજન્ય સ્તવન શાં. ૧ શા. ૨ શાં. ૩ શા.૪ શા.પ શાં. † શાં. ૭ શાં. ૮ શાંતિજિન એક મુજ વિનતી, સુણો ત્રિભુવનરાયરે; શાંતિસરૂપ કિમ જાણીયે, કહો મન કિમ પરખાયરે. ધન્ય તું આતમ જેહને, એવો પ્રશ્ન અવકાશરે;ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિપ્રતિભાસરે. ભાવ અવિશુદ્ધ સવિ સુદ્ધજે, કહ્યા જિનવરદેવરે; તે તિમ અવિતથ સo, પ્રથમ એ શાંતિપદસેવરે. આગમધર ગુરૂ સમકિતી, ક્લિાસ વરસારરે; સંપ્રદાઈ અવંચક સદા, સૂચિ અનુભવાધારરે. શુદ્ધ આલંબન આદરે, તજી અવર જ જાળરે; તામસીવૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિકી સાલરે. ફળવિશંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થસંબંધિરે; સકળનયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધનસંધિરે; વિધિપ્રતિષેધ કર્યુંરે આતમા, પદારથ અવિરોધરે; ગ્રહણવિધિ મહાજને પરિગ્રહ્યો, ઈસ્યો આગમે બે ધરે, દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરૂસંતાનરે; જોગ સામર્થ્ય ચિત ભાવજે, ધરે મુતિનિદાનરે. માન અપમાન ચિત સમ ગણે, સમ ગણે નક પાષાણરે; વંદક નિંદક સમ ગણે, ઈસ હોય તું જાણરે. સર્વ જગજંતુને સમ ગણે, ગણે તૃણ મણિ ભાવ ગતિ સં? બિહુ * ગ, મુણ ભવજલનિધિ નાવરે શાં. ૧૦ આપણો આતમા ભાવ જે, એક ચેતનાધારરે, અવર સવિ સાથ સંયોગથી, એહ નિજ પરિકર સારરે પ્રભુમુખથી ઈમ સાંભળી, કહે આતમરામરે; તાહરે દિરશણૅ નિસ્તર્યો, મુજ સિધ્ધા સવિ કામરે. અહો અહો હું મુજને કહું, નોમુજ નમોમુજ્જરે; અમિતફળદાનદાતારની, જેને ભેટ થઈ તુજ્જરે. શાંતિસરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂપરે; આગમમાંહિ વિસ્તર ઘણો, કહ્યો શાંતિજિનભૂપરે. શાંતિ સરૂપ ઈમ ભાવણ્યે, ધરી શુદ્ધ પ્રણિધાનરે; આનંદધન પદ પામશ્ય, તે લહિશ્ય બહુ માનરે. શ. ૯ શાં. ૧૧ શો. ૧૨ શા. ૧૩ શાં. ૧૪ શાં. ૧૫ થોય વંદો જિન શાતિ, જાસ સોવત્ર કાંતિ, ટાળે ભવ ભ્ર મોહ મિથ્યાત્વ શાંતિ; દ્રવ્યભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાતિ, ધરતા મન ખાાંત, શોક સંપ વાંતિ. 16 " ર ૩ Page #152 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શાંતિનાથ પ્રભુનું ચરિત્ર | પાપરૂપી દાવાનળના પરિતાપને શાંત સુધારસના પાન કરાવી તેને પરિતોષની જલધારા વડે તૃપ્ત કરનાર શ્રી શાંતિનાથ પ્રભુનું ચરિત્ર આલેખન કરવામાં આપ પ્રેરણાના પિયુષ પાતા રહો એવી વિદ્યાદેવી હે માતા ભગવતી ! આપ આ શબ્દોમાં સામર્થ્ય પ્રગટાવો ! શ્રી શાંતિનાથ પ્રભુના બાર ભાવો નીચે પ્રમાણે હતા. ભવ પહેલો - શ્રેષણ રાજા, ભવ બીજો - યુગલિક, ભવ ત્રીજો - સૌધર્મ દેવલોકમાં દેવ, ભવ ચોથો - વૈતાઢ્ય પર્વત પર અમિતતેજ રાજા, ભવ પાંચમો - પ્રાણત દેવલોકમાં દેવ, ભવ છઠ્ઠો – અપરાજિત નામે બળદેવ, ભવ સાતમો - અશ્રુત કલ્પમાં ઈંદ્ર, ભવ આઠમો વજાયુધ નામે ચક્વર્તી, ભવ નવમો - ત્રીજા રૈવેયકમાં દેવ, ભવ દસમો - મેઘરથ નામે રાજા, ભવ અગિયારમો - સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ, ભવ બારમો - શ્રી શાંતિનાથ ભગવાન. = = = = = = = III ભવ પહેલો Bll] જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં દક્ષિણાર્ધમાં રત્નપુર નામનું સુંદર નગર અને તેમાં શ્રીષેણ નામનો રાજા હતો. ધર્મકર્મમાં સદા તત્પર એવા શ્રીષેણ રાજા પ્રજાપાલક અને કર્તવ્યનિષ્ઠ હતા. તેને કમળની પાંખડી જેવી કોમળ અભિનંદિતા અને મનને સદાય પ્રસન્ન રાખનાર શિખિનંદિતા નામે બે રાણીઓ હતી. સમય પસાર થતા અભિનંદિતાએ બે તેજસ્વી પુત્રોને જન્મ આપ્યો. સૂર્ય અને ચંદ્ર જેવા આ તેજસ્વી પુત્રોના નામ ઈંદુષણ અને બિંદુષણ રાખવામાં આવ્યા. આ ભરતક્ષેત્રના મધ્યભાગમાં અચલગ્રામ નામે ગામમાં ધરણીજટ નામે પ્રખ્યાત બ્રાહ્મણ રહેતો હતો. યશોભદ્રા નામે સુશીલ પત્ની અને નંદીભૂતિ અને શિવભૂતિ નામે પુત્રો એ ધરણીજટ બ્રાહ્મણનો પરિવાર. પરંતુ તે બ્રાહ્મણને દાસી તરીકે કામ કરતી કપિલા સાથે આડ સંબંધ હતો. તેને એક પુત્ર થયો તેનું નામ કપિલ રાખવામાં આવ્યું. નંદીભૂતિ અને શિવભૂતિએ અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. કપિલ ઘર છોડીને રતનપુર નગરમાં બ્રાહ્મણ વેષે રહ્યો. ત્યાં તેણે સત્યભામા નામની કુળવાન સ્ત્રી સાથે લગ્ન કર્યા. પાછળથી સત્યભામાએ તેના કુળ અને કુસંસ્કારો વિષે જાણ્યું ત્યારે શ્રીષેણ રાજાને તેણે પોતાની જાતને કપિલથી છોડાવવા વિનંતી કરી. રાજાએ તેને પોતાના મહેલમાં રાખી. આ બાજુ શ્રીષેણ રાજાનો પુત્ર હૃદુષણ એક વખત કૌશંબી નગરીના રાજા બલરાજાની પુત્રી શ્રીકાન્તા નામની રાજકુમારીને સ્વયંવરમાં પરણી લાવ્યો. પરંતુ તેની સાથે અનંતમતિકા નામની વેશ્યા હતી. તે સ્વરૂપવાન હતી. પરિણામે ઈન્દુષણ અને બિંદુષેણ બને તેના પર મોહ પામ્યા. માયાનાં બંધનમાં ફસાયેલ આત્મા અંધ બની ચારે બાજુ ભટક્યા કરે છે. આ બન્ને ભાઈઓ પણ મોહાંધ બની અનંતમતિકા માટે લડવા માંડયા. રાજાએ તેમને સમજાવ્યા પણ વાસનાના દાવાનળે મન પર કાબુ જમાવ્યો હોય ત્યાં પિતાની આજ્ઞા પાળવાની વાત તદન વ્યર્થ છે. અંતે રાજા શ્રીષેણ તાળપુર ઝેરવાળા કમળને સુંઘી મૃત્યુ પામ્યા. સત્યભામાનું જાણે કે છત્ર ચાલ્યું ગયું. ફરી કપિલના હાથમાં સપડાવાના ભયથી તેણે પણ આ રીતે જ જીવન ટૂંકાવ્યું. આ તે (૮ ૮) Page #153 -------------------------------------------------------------------------- ________________ સમાચારથી બન્ને રાણીઓએ પણ પોતાના પતિના માર્ગે પ્રયાણ કર્યું. આ રીતે ચારેય નિર્દોષ આત્મા આ નાશવંત શરીર છોડી ગયા. આ રીતે પ્રથમ ભવમાં શ્રીષેણ રાજાએ પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ બીજો શ્રીષેણ રાજા, અભિનંદિતા, શિખિનંદિતા અને સત્યભામા વિષયુક્ત કમળ સુંઘીને મૃત્યુ પામ્યા પછી જંબુદ્રીપના ઉત્ત૨ કુરુક્ષેત્રમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા અને ત્રણ ગાઉ જેટલા શરીરનાં પ્રમાણવાળા યુગલિકો તરીકે ઉત્પન્ન થયા. જેમાં શ્રીષેણ અને અભિનંદિતા પુરુષ-સ્ત્રી થયા અને શિખિનંદિતા અને સત્યભામા પણ એ રીતે જ પુરુષ-સ્ત્રી તરીકે ઉત્પન્ન થયા. આ રીતે અદ્વૈત સુખનો અનુભવ કરતા શ્રીષેણ રાજાનાં જીવે ત્યાંથી આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ ત્રીજો શ્રીષેણ રાજાનો જીવ દેવલોકમાંથી દેવપણે ઉત્પન્ન થયો. પ્રથમ કલ્પમાં દેવલોકનું સુખ ભોગવતા દેવોની સાથે શ્રીષેણ રાજાનો જીવ સુખ-સાહ્યબીમાં દિવસો પસાર કરવા લાગ્યા. દૈવી ભોગ-વિલાસ અને રંગ-રાગમાં મસ્ત બનેલો આત્મા પૂર્વભવના પુણ્યોદયે ઉચ્ચ કુળમાં જન્મે છે. શ્રીષેણ રાજાના જીવે આ રીતે પ્રથમ કલ્પમાં દેવનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ ચોથો ભરતક્ષેત્રમાં મહા ઉત્તમ વૈતાઢ્ય ગિરિની ઉ૫૨ ૨થનપુર ચક્કાળ નામના નગ૨માં અર્કકીર્તિ નામે રાજા હતો. સમૃદ્ધિ અને પરાક્રમના કા૨ણે તેની કીર્તિ ચોમેર ફેલાણી હતી. તેની શોભામાં અભિવૃદ્ધિ કરનાર રાણી જ્યોતિર્માળાની કુક્ષીમાં શ્રીષેણ રાજાનો જીવ સૌધર્મ કલ્પથી ચ્યવીને પુત્રપણે અવતર્યો. તેનું નામ અમિતતેજ રાખવામાં આવ્યું. સત્યભામાનો જીવ પણ સૌધર્મ કલ્પથી ચ્યવીને જ્યોતિર્માલાની પુત્રી પણે અવતર્યો. તેનું નામ સુતારા ૨ખાયું. અભિનંદિતાનો જીવ ત્રિપૃષ્ટ વાસુદેવની પત્ની સ્વયંપ્રભાના પુત્ર પણે ઉત્પન્ન થયો. તેનું નામ વિજય રાખવામાં આવ્યું. કપિલનો જીવ સ્વયંપ્રભાના પુત્રપણે ઉત્પન્ન થયો. અમિતતેજની બેન સુતારાને વિજય સાથે પરણાવી અને વિજયની બેન જ્યોતિઃપ્રભાને અમિતતેજ સાથે પરણાવી. પૂર્વભવે સાથે રહેલા અને સાથે જ મૃત્યુ પામેલા જીવો બીજા ભવે પણ કોઈને કોઈ સગાના રૂપે જન્મે છે. અનિઘોષ આ ચારેયની ઈર્ષા કરતો હતો. તેણે પોતાની વિદ્યાના પ્રભાવે એક માયાવી મૃગ બનાવ્યો. વિજય આ મૃગને જોઈ મારવા ગયો ત્યારે પાછળથી અનિધોષે વિજયની પત્ની સુતારાનું હરણ કર્યું. એની જગ્યાએ કૃત્રિમ સુતા૨ા બનાવી. આ કૃત્રિમ સુતારા પાસે “મને સર્પ ક૨ડયો ” એવો પોકાર કરાવરાવ્યો. આ જાણીને વિજય એટલે કે તેનો પતિ તેની પાછળ ચિત્તામાં બળી મરવા તૈયાર થયો, પ્રાણપ્રિય પત્નીનો ૮૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ વિરહ સહન ન થવાથી તે પોતાનું બલિદાન આપવા માગતો હતો. એવામાં વિદ્યાધર પુરુષોએ તેને રોક્યો અને કહ્યું, “તમારી પત્ની જીવતી છે. આ કાર્ય અષનિઘોષે સુતારાને મેળવવા માટે કર્યું છે.” વિદ્યાના પ્રભાવથી આ વિદ્યાધરોએ કૃત્રિમ સુતારાને ત્યાંથી કાઢી મૂકી. ત્યાર પછી અમિતતેજને આ વાતની ખબર પડી એટલે અષનિઘોષ પર બદલો લેવા તેણે વિજયને તેની સાથે લડવા મોકલ્યો. અષનિઘોષ અનેક વિદ્યાઓ જાણતો હતો. જ્યારે વિજયે તેનું મસ્તક હણી નાખ્યું, ત્યારે તેની વિદ્યાના પ્રભાવે એકના બે અષનિઘોષ થયા. પછી બેના ચાર, ચારના આઠ, એમ સેંકડો અષનિઘોષ થયા. અમિતતેજ વિદ્યાની સાધના કરી પાછો આવ્યો. તેણે મહાવાળા વિદ્યાના ભાવે અષનિઘોષના બધાં રૂપને શાંત કરી દીધાં. અમિતઘોષ બીકનો માર્યો ત્યાંથી ભાગી ગયો અને બળદેવ મુનિના સમવસરણમાં બેઠો. પાછળ અમિતતેજ ગયો અને તે પણ ત્યાં બેઠો. કહેવાય છે કે સુયોગ કે ઉચિત નિમિત્ત મળે ત્યારે ઉચ્ચ આત્મા એનો લાભ અવશ્ય મેળવે છે. સૂતારા અષનિઘોષની માતા પાસે હતી એવું વૃત્તાંત જાણવાથી તેને પણ વિજય અને અમિતતેજ પાસે લાવવામાં આવી. ધર્મની સભામાં સૌ પોતપોતાના વેર-ભાવ ભૂલી જાય છે. સમવસરણમાં બેઠેલા અષનિઘોષે વિજય અને અમિતતેજનું સ્વાગત કર્યું. પોતે કરેલા દુષ્કૃત્યુની માફી માગી. બળદેવ મુનિએ તે તમામને પૂર્વભવનું વૃત્તાંત કહ્યું અને અમિતતેજને કહ્યું, “આ ભવથી નવમાં ભવે તું ભરતક્ષેત્રનો પરાક્રમી રાજા, પાંચમો ચક્વર્તી અને એ જ ભવે સોળમા તીર્થંકર થશો.” આ વાત સાંભળી અમિતતેજે અને વિજયે શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા. અષનિઘોષે પોતાના કૃત્યનાં પ્રાયશ્વિતરૂપે દીક્ષા લીધી. અમિતતેજ અને વિજય ખૂબ જ હર્ષથી પાછા ફર્યા. ઉત્કૃષ્ટ દાન અને ધર્મક્તિાઓ દ્વારા બન્ને પોતાના જીવનને કૃતાર્થ કરવા લાગ્યા. એક વખત તેઓ બન્ને શ્રી અહંન્તની શાશ્વત પ્રતિમાને વંદન કરવા ગયા. ત્યાં વિપુલમતિ અને મહામતિ નામના ઉત્તમ ચારણમુનિની દેશના સાંભળી અને અમિતતેજે હવે પોતાનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે એવું જાણ્યું. ત્યાંથી તેઓ સ્વસ્થાને પાછા ફર્યા પછી બન્નેએ દાન-ધર્મનું ઉત્કૃષ્ટ કાર્ય કરી દીક્ષા ગ્રહણ કરી. તરત જ પાદપોપગમ નામે અનશન લીધું. તે સમયે વિજયે પોતાના પિતાનું સ્મરણ કરી, પોતાની પાસે રહેલી અલ્પ સમૃદ્ધિ વિષે વિચાર કર્યો. પરિણામે તેણે નિયાણું બાંધ્યું. અમિતતેજે ઉત્તમ પ્રકારે અનશન વ્રતનું પાલન કર્યું. અંતે તેઓએ ત્યાં આયુષ્ય પૂર્ણ કર્યું. આ રીતે શ્રીષેણ રાજાના જીવે ચોથા ભવે અમિતતેજ તરીકેનું આયુષ્ય પૂર્ણ કર્યું. I ભવ પાંચમો અમિતતેજનો જીવ ઉત્કૃષ્ટ અનશન કરી પ્રાણત નામના દશમાં કલ્પમાં નંદિતાવર્ત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. અમિતતેજની સાથે શ્રીવિજયનો જીવ પણ એ જ કલ્પમાં સુસ્થિાવર્ત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. મનની ઈચ્છા પ્રમાણે વાંછિત સુખની પ્રાપ્તિ થતા આ બન્ને દેવો દેવલોકનું સુખ ભોગવવા લાગ્યા. ત્યાં વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી તેઓનું ચ્યવન થયું. LLLLLL Page #155 -------------------------------------------------------------------------- ________________ ભવ છઠ્ઠો જંબુદ્વીપના રમણીય નામના વિજયમાં શુભા નામની સમૃદ્ધ નગરી હતી. આ નગરીમાં મેરુપર્વત જેવો સ્થિર અને મહાસાગર જેવો ગંભીર રાજા-સ્તિમિતસાગર હતો. તેની સમૃદ્ધિમાં અને કીર્તિમાં વધા૨ો ક૨ના૨ રાણીઓ વસુંધરા અને અનુન્દ્વરા અપ્સરા જેવી સ્વરૂપવાન હતી. અમિતતેજનો જીવ દેવલોકમાંથી ચ્યવીને વસુંધરા રાણીની કુક્ષીમાં પુત્રપણે અવતર્યો. આ સમયે બળભદ્રના જન્મને સૂચવનારા ચાર મહાસ્વપ્નો - ચાર દાંતવાળો હાથી, નિર્મળ ક્રાંતિવાળો વૃષભ, ઉજ્જવળ ચંદ્ર અને વિકાસ પામેલાં કમળના પુષ્પોવાળું સરોવર રાણી વસુંધરાએ પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. સમય પૂર્ણ થતા વસુંધરા રાણીએ શ્રીવત્સના લાંછનવાળા, શ્વેતવર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ અપરાજિત પાડવામાં આવ્યું. આ સમયે શ્રીવિજયનો જીવ પણ દેવલોકમાંથી ચ્યવીને રાણી અનુન્દ્વરાની કુક્ષીમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તે સમયે રાણીએ વસુદેવના જન્મને સૂચવનારા સાત મહાસ્વપ્નો જોયા. જેમાં કેસરી સિંહ, સૂર્ય, કુંભ, લક્ષ્મીદેવી, સમુદ્ર તેમજ રત્નોનો સંચય - વગેરેનો સમાવેશ થતો હતો. સમયાનુક્ર્મ રાણી અનુદ્ધ૨ાએ પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું નામ અનંતવીર્ય પાડવામાં આવ્યું. બન્ને ભાઈઓ રાજ્યની સુખ-સમૃદ્ધિ ભોગવવા લાગ્યા. એક વખત અનંતવીર્ય અને અપરાજિત નાટક જોવા ગયા. ત્યાં દાસીઓ આ નાટક ભજવતી હતી. પરંતુ દમિતારી નામના પ્રતિવાસુદેવના કહેવાથી તે બન્ને દાસીઓને પાછી મોકલવાનો આદેશ અપાયો, તેથી તેઓએ પોતે જ દાસીઓનું રૂપ લીધું અને મિતા૨ીની પાસે આવ્યા. તેની પુત્રી કનકશ્રી પાસે તેઓએ પોતે જ અનંતવીર્યના વખાણ કર્યા. તે સાંભળતા કનકશ્રીએ અનંતવીર્યને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. એ જ સમયે બન્નેએ પોતાના અસલી રૂપ ધારણ કર્યાં, કનકશ્રીને લઈને તેઓ નીકળ્યા તેથી દમિતારી રાજાએ યુદ્ધ કર્યું. યુદ્ધમાં દમિતારી મૃત્યુ પામ્યો. પાછા ફરતા રસ્તામાં તેઓને કીર્તિધર નામના મુનિના કેવળજ્ઞાનના સમાચા૨ મળ્યા. તેઓ સમવસરણમાં દેશના સાંભળવા બેઠા. કનકશ્રીએ પોતાનો પાછલો વૃત્તાંત જાણવાની ઈચ્છા પ્રગટ કરી. તે સાંભળી કનકશ્રીને વૈરાગ લાગ્યો. સંસારના બંધનમાં પૂરાયેલો આત્મા સંયમ માટે તલસી રહ્યો. ઘેર આવી કનકશ્રીએ દીક્ષા લીધી અને આકરા તપની આરાધના કરી મોક્ષપદને પામી. અનંતવીર્ય અને અપરાજિત રાજ્યની જવાબદારી વહન ક૨વા લાગ્યા. ચોરાશી લાખ આયુષ્ય ભોગવી અનંતવીર્ય પહેલી નારકીમાં ગયા. અપરાજિતને પોતાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે પણ દીક્ષા ગ્રહણ કરી. આ રીતે અપરાજિત બળદેવે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ સાતમો બળદેવ તરીકે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી અપરાજિતનો જીવ અચ્યુત નામના દેવલોકમાં ઈન્દ્ર તરીકે ઉત્પન્ન થયો. ત્યાં દેવલોકના રાજવૈભવ અને સમૃદ્ધિ ભોગવી અપરાજિતે પોતાનો છઠ્ઠો ભવ પૂરો કર્યો. . ૯૧ --- Page #156 -------------------------------------------------------------------------- ________________ ભવ આઠમો ( આ જંબુદ્વીપના પૂર્વ મહાદેવના મંગલાવતી વિજયમાં રત્નસંચયા નામે નગરીને વિષે ક્ષેમકર નામનો રાજા હતો. લક્ષ્મીનો યોગ અને પ્રાપ્ત થયેલ લક્ષ્મીનો રક્ષક રાજા ક્ષેમંકર બળવાન રાજા તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેને પુષ્પમાળા જેવી કોમળ અને ચારિત્રુયવાન રત્નમાળા નામે રાણી હતી. અપરાજિતનો જીવ અય્યત દેવલોકમાંથી ઍવીને રત્નમાળાની ક્ષિએ પુત્ર તરીકે ઉત્પન્ન થયો. આ સમયે માતાએ ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. જેમાં વજનો સમાવેશ થતો હતો તેથી પુત્રનો જન્મ થતાં તેનું નામ વધુધ પાડવામાં આવ્યું. વજધનું મોહક અને તેજસ્વી વ્યક્તિત્વ જોઈ સૌ કોઈનું હૃદય ગર્વ અનુભવતું હતું. યૌવનવય પ્રાપ્ત થતા તેના લગ્ન લક્ષ્મીવતી નામની રાજકન્યા સાથે થયા. અનુક્યું અનંતવીર્યનો જીવ અય્યત દેવલોકમાંથી ચ્યવીને લક્ષ્મીવતીની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. શુભ દિવસે માતાપિતાએ ઉત્સવ ઉજવી તેનું સહસ્ત્રાયુધ એવું નામ પાડ્યું. તે મોટો થતાં કનકશ્રી નામે રાજકન્યાને પરણ્યો. સમય પસાર થતા કનકશ્રીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ શતબલ રાખવામાં આવ્યું. એક વખત વયુધ વસંતકડા કરવા માટે ઉદ્યાનમાં ગયા. ત્યાં એક દેવે કે જે પૂર્વભવમાં દમિતારી રાજા હતો તેણે વૈરભાવે એક પર્વત તેના પર નાખ્યો. વજયુધમાં નામ પ્રમાણે ગુણો હતા. તેણે એક મુઠ્ઠીમાં જ તેના ચુરા કરી નાખ્યાં. આ સમયે શક્ર ઈન્દ્રએ આ દૃશ્ય જોયું. તેમણે કહ્યું કે આ વયુધ આ ભવમાં ચક્વર્તી અને પછી સોળમાં તીર્થકર થશે. આ પ્રમાણે કહી શક્ર ઈન્દ્ર સ્વસ્થાને ગયા. વયુધ પોતાના નગરમાં પાછો ફર્યો. ક્ષેમકર રાજાએ સમયાંતરે વજયુધને રાજ્યનો કારભાર સોંપી દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પૃથ્વી પર પ્રતિબોધ આપી વિહાર કરવા લાગ્યા. આ સમયે જયુધની આયુધશાળામાં એક ચરત્ન ઉત્પન્ન થયું. બીજાં પણ તેર રત્નો ઉત્પન્ન થયાં. આ રીતે ચરત્નની પાછળ વયુદ્ધ ગયો અને છ ખંડ પર વિજય મેળવી ચક્વર્તી રાજા બન્યો. એક વખત ક્ષેમંકર પ્રભુ ત્યાં આવ્યા અને સમવસરણમાં બિરાજ્યા. આ સમાચાર સાંભળી પરિવારસહિત વિજયુધ તેમની દેશના સાંભળવા ત્યાં ગયો. મહાન માણસોની એ વિશેષતા હોય છે કે તેઓ પોતાનો વિનય ચૂકતા નથી. વિજયુધે પ્રભુને કહ્યું, “હે સ્વામિ ! આ દુરસ્ત સંસારથી છૂટવા માટે હું રાજ્યની જવાબદારી સહસ્ત્રાયુધને સોંપી દીક્ષા લેવા માગું છું.” આ સાંભળી મંકર પ્રભુ પ્રસન્ન થયા અને વધુધે દીક્ષા ગ્રહણ કરી. તે વિહાર કરતા કરતા સિદ્ધિપર્વત પર આવી પહોંચ્યા. “હું ઉપસર્ગોને સહન કરીશ.” એવો સંકલ્પ કરી તેણે વિરોચન નામના સ્થંભ ઉપર વાર્ષિકી પ્રતિમા ધારણ કરી. આ સમય દરમિયાન અશ્વગ્રીવ પ્રતિ વાસુદેવના પુત્ર મણિકુંભ અને મણિકેતુ જેઓ સંસારચક્રમાં ફરતા ફરતા અસુર દેવતા બન્યા હતા, તેઓ ત્યાં આવી પહોંચ્યા. તેઓએ મહર્ષિ વયુધને જોયા ત્યારે પૂર્વનો અમિતતેજનો ભવ અને તેની વેરવૃત્તિના પ્રભાવે તે બન્નેએ ઉપદ્રવો શરૂ કર્યા. પહેલા સિંહનું રૂપ ધારણ કરી ઉઝરડા કરવા લાગ્યા. થોડી વાર પછી બન્નેએ હાથીનું રૂપ ધારણ કર્યું અને દંતશૂળ વડે પ્રહાર કરવા લાગ્યા. એ પછી સર્પનું રૂપ ધારણ કરી મુનિના શરીરે વીંટાઈ ગયા. અને રાક્ષસ થઈ પોતાની તીક્ષ્ણ દાઢ વડે પ્રહાર કરવા લાગ્યા. એ સમયે ઈન્દ્રની પાસેથી તિલોત્તમા વગેરે અપ્સરાઓ મહર્ષિ વયુધને વંદન કરવા આવી. તેઓએ તેમની ઉપર ઉપસર્ગો થતા જોયા. તેઓએ બન્ને દેવતાઓને પણ જોયા ત્યારે તેમને કે કહ્યું, “અરે પાપીઓ ! આવા ઉત્તમ મુનિ ઉપર તમે શા માટે ઉપસર્ગો કરો છો ?” આ સાંભળી બને છે. N ( ૬) ૧૪. Page #157 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓ ક્ષોભ પામ્યા અને ચાલ્યા ગયા. સત્યના પ્રકાશ સામે અસત્યનો અંધાર ટકતો નથી. અંતે તે દેવાંગનાઓ મુનિને વંદન કરી ચાલી ગઈ. વાર્ષિકી પ્રતિમા પૂર્ણ કરી વયુધ મુનિ ત્યાંથી વિહાર કરી ગયા. આ બાજુ રાજા સહસ્ત્રાયુધ પિતા પાસેથી મળેલી રાજસમૃદ્ધિ ભોગવવા લાગ્યો. ઘણા વર્ષ સુધી રાજ્યની જવાબદારી વહન કરી અને સમયાંતરે પિહિતાશ્રવ નામના ગણધર પાસે દીક્ષા ગ્રહણ કરી. વિહાર કરતા સહસ્ત્રાયુધ મુનિ તેમજ વજ્યુધ મુનિ એટલે કે પુત્ર અને પિતા સાથે થઈ ગયા. ત્યાં ઈષપ્રાક્ભાર નામના ગિરિ પર જઈ અનશન કરી આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ નવમો વયુધ મુનિએ અનશન કરી આયુષ્ય પૂર્ણ કર્યું પછી તેમનો જીવ ત્રીજા ત્રૈવેયકમાં અહનિંદ્ર તરીકે ઉત્પન્ન થયો. ત્યાં અભૂતપૂર્વ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પચીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ ઇસમો જંબુદ્રીપના પૂર્વ મહાવિદેહમાં પુષ્કળાવતી વિજયને વિષે સીતા નદીના કાંઠે સમૃદ્ધ નગરી પુંડરીકિણી રાજા ધનરથની બુદ્ધિ-ચતુરાઈ અને પુણ્યપ્રભાવથી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ધનરથ રાજાને પ્રિયમતી અને મનો૨મા નામે બે રાણીઓ હતી. વયુધનો જીવ દેવલોકમાંથી ચ્યવીને પ્રિયમતિ રાણીના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. એ સમયે રાણીએ સ્વપ્નમાં વરસતા મેઘને જોયો એટલે તેનું નામ મેઘરથ પાડવામાં આવ્યું. આ બાજુ સહસ્ત્રાયુધનો જીવ પણ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં, ચ્યવીને રાણી મનો૨માની કુક્ષિમાં પુત્રરૂપે અવતર્યો. તેનું નામ દૃઢરથ પાડવામાં આવ્યું. મેઘરથ અને દૃઢરથ બન્ને ભાઈઓ પરસ્પરના સહવાસમાં મોટા થવા લાગ્યા. યૌવનવય પામતા દેશ-વિદેશમાં તેઓની પ્રસિદ્ધિ ફેલાઈ ગઈ. મેઘ૨થ અને દઢ૨થ બન્ને ભાઈઓના ધામધુમથી લગ્ન ઉજવાયા. ધનરથ રાજાને આ સંસારમાંથી પોતાના આત્માને મુક્ત કરવાની ઈચ્છા જાગી. લોકાંતિક દેવોની પ્રેરણાથી તેણે રાજ્યનો કારભાર મેઘ૨થ કુમારને સોંપ્યો અને ચારિત્ર ગ્રહણ કર્યું. એક વખત મેઘરથ રાજા પૌષધશાળામાં પૌષધ અંગીકાર કરી વ્યાખ્યાન ફ૨માવી રહ્યા હતા. કરુણાના અવતાર અને દયાના સ્વામી એવા મેઘરાજાની ધર્મસભા એટલે શ્રોતાઓ પણ દયાના સાગરમાં ડૂબકી માર્યાનો અનુભવ કરે. આ સમયે ભય અને ડરથી થર થર કાંપતુ એક પારેવું ત્યાં આવી પહોંચ્યું. તેની આંખોમાં દયાની યાચના હતી. પારેવું મેઘરથ રાજાના ખોળામાં બેઠું. રાજા તેની યાચના સમજી ગયા. એટલે તેને અભયદાન આપતા તે બોલ્યા, “ભય પામીશ નહીં, ભય પામીશ નહીં.” એટલામાં જ પારેવાની પાછળ બાજ પક્ષી આવ્યું. જે રીતે હરણની પાછળ વાઘ કે સિંહ પડે એમ બાજ પોતાના શિકારની પાછળ આવી પહોંચ્યું અને બોલ્યું, ‘‘હે રાજન્ ! એ મારું ભક્ષ્ય છે માટે મને સોંપી દો.” આ સાંભળી મેઘરાજા બોલ્યા, “શરણાર્થીની રક્ષા કરવી એ મારો ધર્મ છે. ક્ષણિક સુખને માટે તું આ ૯૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ છે નિર્દોષ જીવની હત્યા કરીશ તો તારે નરકની વ્યથા સહન કરવી પડશે. ધર્મનું આચરણ જ જીવને સુખી , બનાવે છે. માટે તારો નિશ્વય છોડી દે.” પારેવું મારા ભયથી તમારા શરણે આવ્યું છે અને હું ભૂખથી પીડિત છું. મારી ભૂખની પીડા તમે નહિ મટાડો તો તમે અધર્મ કરતા નથી ? મને મારું ભક્ષ્ય આપી દો.” કહેતા બાજ પક્ષીએ મેઘરથ રાજાને ધર્મ અને અધર્મની તાર્કિક દલીલ કરી. પોતે માત્ર માંસનો જ આહાર કરે છે એવો આગ્રહ કર્યો. આ સાંભળી મેઘરાજાએ બાજ પક્ષીને પોતાના શરીરમાંથી તે પારેવા જેટલા વજનનું માંસ તોળી આપવાની ખાતરી આપી. બાજ પક્ષીએ આ વાત મંજૂર રાખી. રાજાએ ત્રાજવું મંગાવ્યું અને કબુતરના વજન પ્રમાણે માંસ કાપીને મુકવા માંડયું. જેમ જેમ રાજા પોતાનું માંસ કાપીને મૂકવા લાગ્યો તેમ તેમ પારેવું જે પલ્લામાં હતું, તે પલ્લું નીચે નમતું ગયું. છેવટે રાજાએ પોતાનું આખું શરીર ત્રાજવામાં મૂકી દીધું. આખી સભા અને રાજપરિવારમાં હાહાકાર મચી ગયો. લોકો રાજાને વિનંતી કરવા લાગ્યા કે જો આપ આપના પ્રાણની નહીં કરો તો અમારું રક્ષણ કોણ કરશે ? આ કોઈ માયાવી પક્ષીઓ જ લાગે છે. આ સાંભળતાં જ બાજ અને પારેવાએ પોતાના માયાવી રૂપ દૂર કર્યા. માથે મુગટ, કાને કુંડળ, ગળામાં માળાને ધારણ કરનાર કોઈ દેવતા પ્રગટ થયાં. તે બોલ્યો, “હે રાજન્ ! પુરુષોમાં તમે ઉત્તમ પુરુષ છો એવી ઈશાનેન્દ્રની સભામાં પ્રશંસા થતી હતી માટે તમારી પરીક્ષા કરવા માટે હું પારેવામાં સ્થાપિત થયો હતો. હવે મને માફ કરો.” આ રીતે કરુણાના ભંડાર એવી વ્યક્તિની પરીક્ષા કરવા ગમે તે આવે તો પણ તે પોતાની પ્રતિજ્ઞા તોડતા નથી. પોતાની માન્યતામાં દઢ એવા મેઘરથ રાજા પણ પોતાના પ્રાણના ભોગે શરણે આવેલાનું રક્ષણ કરવા તૈયાર હતા. મેઘરથ રાજાએ બન્ને પક્ષીઓનો પૂર્વભવ કહ્યો આ સાંભળી બન્ને પક્ષીઓને જાતિસ્મરણ જ્ઞાન થયું અને કાળાંતરે ભુવનવાસી દેવતાઓમાં દેવપણે ઉત્પન્ન થયાં. આ રીતે પોતાના વચનની કસોટીમાંથી પસાર થયેલા મેઘરથ રાજાએ પૌષધ પાર્યો અને તેમને સમતારૂપી વૃક્ષના બીજની માફક વૈરાગ્યનો ભાવ જાગૃત થયો. રાજ્યનો કારભાર પોતાના પુત્ર મેઘસેનને સોંપી તેઓ અઠ્ઠમના તપ સાથે કાયોત્સર્ગમાં સ્થિર થયા. આ સમયે ઈશાનેન્દ્ર પોતાના અંતઃપુરમાં બેઠા બેઠા, “નમો ભગવતે તુલ્ય” બોલીને નમસ્કાર કર્યા. આ સાંભળીને તેની ઈંદ્રાણીઓએ પૂછયું, “તમે જ સૌ માટે નમવા યોગ્ય છો, તો તમે ભક્તિપૂર્વક કોને નમસ્કાર કરો છો?” મહાન આત્માઓની એ જ મહાનતા છે કે જ્યારે તે પોતાનાથી વધુ મહાન વ્યક્તિને નમન કરવાનું ન ચૂકે, ઈશાનેન્દ્ર આવા જ મહાન હતા, એથી તેમણે કહ્યું કે પુંડરીકિણી નગરીમાં મેઘરથ રાજા અઠ્ઠમ તપ કરી શુદ્ધ ધ્યાનમાં બિરાજે છે. આ ભરતક્ષેત્રના તે ભાવિ તીર્થકર થવાના છે. જ્યારે ઈશાનેન્દ્રએ આવી પ્રશંસા કરી ત્યારે તેમની ઈન્દ્રાણીઓ અતિરૂપા અને સુરૂપા આ સહન ન કરી શકી. બન્નેએ મેઘરથ રાજાને ચલિત કરવા માટે લાવણ્યમય સુંદરીઓનું રૂપ ધારણ કર્યું. સ્ત્રીઓ પોતાના રૂપ અને યૌવનના સહારે પુરુષોની પ્રિય પાત્ર બની રહે એવું વિચારી બન્ને ઈન્દ્રાણીઓએ મેઘરથ રાજાને ચલિત કરવા નૃત્ય શરૂ કર્યું. પોતાના રૂપની તાકાત પણ અજમાવવા લાગી. અનેક વિકૃતિઓ કરી રાજાને મોહિત કરવાના પ્રયત્નો કરવા લાગી. છેવટે પોતાનું કાર્ય સિદ્ધ ન થતા બન્નેએ રૂપને સંકેલી લીધું અને પ્રાયશ્ચિત કરતી પોતાના સ્થાને પાછી ગઈ. પ્રાતઃકાળે મેઘરથ રાજાએ પૌષધ પાર્યો આ સમયે શ્રી ઘનરથ પ્રભુ વિહાર કરતા તે જ નગરીમાં સમવસર્યા હતા એ સમાચાર મળતા મેઘરથ રાજા દઢરથ સહિત ત્યાં વંદનાર્થે આવી પહોંચ્યા. તેમની પાસે મેઘરથ રાજાએ દીક્ષા ગ્રહણ કરવા માગણી કરી. મેઘસેનને રાજ્ય સોંપી તેમણે દૃઢરથ સાથે દીક્ષા લીધી. Page #159 -------------------------------------------------------------------------- ________________ કર્મની નીર્જ૨ા ક૨વા તપ, ત્યાગ અને સંયમની ઉત્કૃષ્ટ સાધના અનિવાર્ય છે. આ સત્યને જે મહાપુરુષો આચરે છે તે અંતે ૫૨મપદને પામે છે. આ રીતે મેઘ૨થ રાજાએ પણ વિવિધ તપને આચરતા અનુક્મે વીશ સ્થાનકનું આરાધન કર્યું. છેવટે તેઓએ અંબરતિલક નામના પર્વત પર ચઢી અનશનને ધારણ કરી, આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ અગિયારમો મેઘરાજાનો ભવ એટલે જૈન શાસનમાં અમર કથાઓમાંની એક વાત. એ ભવમાં મેઘરથ રાજાએ કરેલું પુન્યનું ઉપાર્જન એટલે અભયદાનનું સુંદર ઉદાહ૨ણ. આ રીતે અંતિમ સમયે અનશનનું પાલન કરી મેઘરથ રાજાનો જીવ સર્વાર્થસિદ્ધિ નામે વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. એ સાથે જ દૃઢરથ પણ તે જ સ્થાને દેવપણે ઉત્પન્ન થયા. સ્વર્ગમાં સુખસાહ્યબીની પ્રાપ્તિ એ જ જીવને મળે છે જેણે આગળ કોઈ ભવમાં પુન્યનું ઉપાર્જન કર્યું હોય. દેવપણાંમાં અનેક સુખ-સાહ્યબી સાથે મેઘરથ રાજાના જીવે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ બારમો તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યા પછી મેઘરથ રાજાના જીવે દેવપણામાં આયુષ્ય પૂર્ણ કર્યું. જંબૂઢીપનું ભરતક્ષેત્ર એટલે પુણ્યાત્માઓનું જન્મસ્થળ. એમાં પણ હસ્તીનાપુર નગરી એટલે આજુબાજુની સરિતાઓના જળમાં કમળની માફક શોભાયમાન નગરી. આ નગરીમાં જગતનું કલ્યાણ કરનાર અને શત્રુઓને ક્ષણાર્ધમાં મહાત કરનાર વિશ્વસેન નામે રાજા હતા. ન્યાય, નીતિ અને કીર્તિ માટે રાજા વિશ્વસેનનો ચારેય તરફ યશ ફેલાયો હતો. તેમને સર્વ સ્ત્રીજનમાં શિરોમણિ અને ગુણવાન એવી અચિરા નામે રાણી હતી. રાજા વિશ્વસેન અને રાણી અચિરા સમગ્ર રાજ પરિવારમાં પ્રિય હતા. સમયાંતરે મેઘરથ રાજાનો જીવ દેવપણાનું આયુષ્ય પૂર્ણ કરી, અચિરા રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. એ સમયે રાણીએ હાથી, વૃષભ, કેશરીસિંહ આદિ ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતાં જોયાં. એ દિવસ એટલે ભાદ૨વા વદ સાતમ. જ્યારે માતા આવાં મહાસ્વપ્નો નિહાળે ત્યારે તીર્થંકર પરમાત્માના જીવનું ચ્યવન થાય છે, એ રીતે અચિરાદેવીએ પોતાની કુક્ષિમાં તીર્થંકર પરમાત્માના જીવનું ચ્યવન થયાનું સુખ અનુભવ્યું. પ્રાતઃકાળે જ્યારે વિશ્વસેન રાજાને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ પણ ઉજ્જવળ ભવિષ્યની આગાહી કરી. સ્વપ્ન પાઠકોએ પણ જણાવ્યું કે અચિરાદેવીની કુક્ષિમાં ચક્રી અથવા ધર્મચી પુત્ર થશે. રાજપરિવારમાં આનંદનો પાર ન રહ્યો. સમય પસાર થતો ગયો. જેઠ મહિનાની વદ તેરસના દિવસે જ્યારે બધા જ ગ્રહો ઉચ્ચ સ્થાને હતા ત્યારે અચિરાદેવીએ મૃગનાં લાંછનવાળા સુવર્ણની તિવાળા પુત્રરત્નને જન્મ આપ્યો. આ સમયે ત્રણે લોકમાં દિવ્ય પ્રકાશની તેજરેખા છવાઈ ગઈ. ક્ષણવાર માટે નારકીના જીવોએ પણ સુખનો અનુભવ કર્યો. તીર્થંકરનો જન્મ થાય ત્યારે તેમનો જન્મોત્સવ ઉજવવા દેવ-દેવીઓ આવી પહોંચે છે. એ મુજબ અત્યારે પણ દિકુમારીઓનાં આસન કંપાયમાન થયાં. તેઓએ અવધિજ્ઞાનથી જાણ્યું કે પ્રભુનો જન્મ થયો છે. તરત ૯૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ છે જ તેઓ પોતાના કર્મરૂપે કરવાની ક્રિયાઓ કરવા આવી પહોંચી. પૃથ્વીની રજ દૂર કરી, શુભ જળનું સિંચન છે કરી, આનંદ અને હર્ષના ગીતો ગાતી, હાથમાં દર્પણ, ચામર, પંખા, દીપક આદિ લઈ આવેલી આ દિકુમારીઓએ અચિરાદેવી અને પ્રભુને રત્નસિંહાસન પર બેસાડ્યા. દિવ્ય વસ્ત્રાલંકારોથી આભૂષિત માતા અને પ્રભુના રૂપને જોઈ હરખઘેલી થઇ તેઓએ સૂતિકાકર્મ કર્યું અને ગીતો ગાતી ઊભી રહી. આ સમયે સૌધર્મ ઈદ્રનું આસન પણ કંપિત થયું. અવધિજ્ઞાન વડે તેણે પ્રભુના જન્મોત્સવ વિષે જાણ્યું અને તરત જ પોતાના પરિવાર સાથે પાલક વિમાનમાં બેસી પ્રભુ પાસે પધાર્યા. અચિરાદેવીને અવસ્થાપિનિ નિદ્રા મૂકી, તેમની પાસે પ્રભુનાં બિંબનું સ્થાપન કર્યું. પોતાના પાંચ રૂપ પ્રગટ કરી, પ્રભુને પોતાના ખોળામાં સ્થાપી, બે રૂપ વડે ચામર અને એક રૂપ વડે છત્ર તેમ જ વજ, ધારણ કરી સૌધર્મ ઈન્દ્ર મેરુપર્વત પર અતિપાંડુકબલા નામે શિલા પર આવ્યાં. પ્રભુને ખોળામાં લઈ, વિવિધ સ્થળોનાં પવિત્ર જળ વડે સ્નાન કરાવ્યું. દિવ્ય વસ્ત્રોથી અંગ લૂછી, ગોશીષચંદનનું વિલેપન કરી, દિવ્ય અલંકારો અને પુષ્પોની માળાથી પ્રભુને વિભૂષિત કર્યા. છેલ્લે પ્રભુની સ્તુતિ કરી, પ્રભુના ગુણગાન કરી, પ્રભુની ભક્તિ કરી અચિરાદેવી પાસે પ્રભુને ફરીથી યોગ્ય રીતે પાછા મૂક્યા. આ સમયે સમગ્ર નગરીમાં રત્ન તથા સુવર્ણની વૃષ્ટિ થઈ. માતાને આપેલી અવસ્થાપિની નિદ્રા પાછી લીધી અને સૌ ઈન્દ્રો પોતપોતાને સ્થાને પાછા ગયા. પ્રભુ જ્યારે માતાની કક્ષમાં આવ્યા ત્યારે કરૂદેશમાંથી મહામારી જેવા ઉપદ્રવોનો નાશ થયો હતો અને અશિવ શમી ગયા હતા, તેથી પિતાએ પુત્રનું નામ શાંતિનાથ પાડયું. તીર્થંકર પરમાત્મા બાલ્યાવસ્થામાં હોય કે યૌવનાવસ્થામાં, તેમની ગુણગરિમા ચોતરફ સુગંધની માફક છવાઈ જાય છે. શ્રી શાંતિનાથ પ્રભુ પણ ધાત્રીઓના લાલનપાલન વડે વૃદ્ધિ પામતા, બાળસહજ કિડાઓ કરી સૌના હર્ષમાં વધારો કરતા, તે જોઈ અચિરા માતા તેમ જ વિશ્વસેન પિતાના આનંદની કોઈ સીમા ન રહેતી. બાલ્યાવસ્થાને પાર કરી શાંતિનાથ પ્રભુ ચાલીસ ધનુષ્યનું કાયાપ્રમાણ ધરાવતા થયા. યૌવનવય પામતા જ પિતા વિશ્વસેને તેમના લગ્ન અનેક રૂપવાન અને ગુણવાન કન્યાઓ સાથે કર્યા. પ્રભુ જ્યારે પચીશ હજાર વર્ષના થયા, ત્યારે પિતાએ તેમને રાજ્ય સોંપ્યું અને પોતાની સાધના કરવા લાગ્યા. મહાત્માઓનું જીવન માત્ર સ્વાર્થી હેતુ માટે નથી હોતું. બીજાના સુખે સુખ અનુભવતા મહાન આત્માઓની માફક રાજાના સ્થાને બેઠેલા શાંતિકુમાર રાજ્યની જવાબદારીઓ વહન કરવા લાગ્યા. નિકાચિત ભોગનીય કર્મ ભોગવ્યા વગર કોઈ આત્મા છૂટી શકતો નથી. શાંતિકુમાર પણ પોતાની રાણીઓ સાથે સુખ ભોગવવા લાગ્યા. તેમની રાણીઓમાં યશોમતિ રાણી પટરાણીના સ્થાને હતા. એક વખત યશોમતિએ સ્વપ્નમાં સૂર્યની જેમ પ્રવેશ કરતું ચક્ર પોતાના મુખમાં પ્રવેશતું જોયું. રાણીએ આ વાત શાંતિકુમારને કરી. તેમણે જ્ઞાનથી જોયું તો ખ્યાલ આવ્યો કે પૂર્વભવમાં દઢરથ કે જે તે તેનો અનુજ હતો તેનો જીવ દેવલોકમાંથી યશોમતિની કુક્ષિમાં Àવ્યો હતો. શાંતિકુમારનો અને યશોમતિના આનંદનો પાર ન રહ્યો. આ સમયે યશોમતિએ સ્વપ્નમાં ચક્ર જોયું હતું તેથી પુત્રનું નામ ચાયુધ પાડયું. ચકાયુધના લગ્ન પણ સમય જતા અનેક રાજકન્યાઓ સાથે કરાયા. ન્યાય અને નીતિપૂર્વક કારભાર ચલાવતા શાંતિકુમારે પચીશ હજાર વર્ષ પસાર કર્યા. એક વખત મહાપુણ્યોદય જાગ્યો હોય એમ તેમની આયુધશાળામાં મહા તેજસ્વી ચક્રન ઉત્પન્ન થયું. પરંપરા મુજબ શાંતિકુમારે તે નિમિત્તે અઠ્ઠાઈ ઉત્સવ મનાવ્યો અને તે ચન્ની પૂજા કરી. લક્ષ્મીના મુખરૂપ તે ચક્ર આયુધશાળામાંથી નીકળી પૂર્વ દિશા સન્મુખ પ્રયાણ કરવા લાગ્યું. ત્યાં વિવિધ Page #161 -------------------------------------------------------------------------- ________________ SM ખંડો સાધી શાંતિકુમાર રાજા ચક્રની પાછળ પાછળ પોતાના સૈન્ય સાથે પ્રયાણ કરવા લાગ્યા. જેમ સિંહ તે જંગલમાંથી પસાર થાય અને ચારે બાજુ અભૂતપૂર્વ ભયજનક શાંતિ છવાઈ જાય, એ રીતે શાંતિકુમાર પણ ચક્રરત્નની પાછળ વિવિધ દિશાઓની ઉપર વિજય મેળવતા આગળ વધતા રહ્યાં. તેમના શરણે આવેલાઓ વિવિધ પ્રકારના વાહનો, કિંમતી આભૂષણો અને વસ્ત્રો તેમ જ સોના-રૂપાની ભેટ લાવી કહેવા લાગ્યા, આજથી પૃથ્વી સાધનાર તમે જ અમારા સ્વામી છો. અમોને આજ્ઞા કરો, હવેથી અમે તમારા સેવક થઈને રહીશું.” છ ખંડને સાધીને આઠસો વર્ષે શાંતિકુમાર ચક્વર્તી હસ્તીનાપુર પાછા આવ્યા. જ્યારે તેઓ મહેલમાં પધાર્યા ત્યારે અન્ય રાજાઓએ તેમનો ઉત્સાહપૂર્વક અભિષેક કર્યો. ચક્વર્તી રાજાની કેટલીક વિશિષ્ટતાઓ નોંધવા જેવી હોય છે. એ મુજબ શાંતિકુમાર ચક્વર્તીની હજાર જેટલા યક્ષો રક્ષા કરતા હતા. ચૌદ રત્ન અને નવનિધિ તેના આશ્રયે હતા. ચોસઠ હજાર સ્ત્રીઓ તેમના અંતઃપુરમાં તેમના જીવનના બાગને મહેકતો રાખતા હતા. ચોરાશી લાખ હાથી, ઘોડા, રથો વગેરે સાથે અનેક રાજ્યોના અધિપતિ હતા. આ ઉપરાંત તેમની સામે હંમેશા ગીત, નૃત્ય, તાંડવ, નાટક, જળક્રડા વગેરે ભોગ-સુખનો અનુભવ કરાવનાર માધ્યમો હતાં. આ રીતે ચક્વર્તીપણામાં અભિષેકથી શરૂ કરીને પચીશ હજાર વર્ષ પસાર કર્યા. સમયનો પ્રવાહ અખ્ખલિત વહી રહ્યો હતો. એ પ્રવાહમાં તીર્થંકર પરમાત્માના આગમનથી સર્વ જીવોને શાતાનો અનુભવ થાય છે. શાંતિકુમાર રાજ્યાવસ્થામાં વર્ષો પસાર કરતા હતા. એ સમયે લોકાંતિક દેવતાઓનાં આસનો કંપાયમાન થયાં. તેઓએ અવધિજ્ઞાન વડે કારણ જાણ્યું અને ખ્યાલ આવ્યો કે જંબૂદ્વીપના ભરતાર્ધમાં શાંતિકુમારનો દીક્ષા સમય નજીક આવ્યો છે. તીર્થંકર પરમાત્મા પોતે જ જ્ઞાનના પરિણામે દીક્ષા સમય જાણી શકે છે, પરંતુ લોકાંતિક દેવોના કર્મ અનુસાર તેઓએ શાંતિકુમારને ત્રણ પ્રદક્ષિણા કરી, પ્રણામ કર્યા અને કહ્યું, “હે સ્વામી! તીર્થ પ્રવર્તાવો.” દેવોની આ વાણી સાંભળી શાંતિકુમારે દીક્ષા ગ્રહણ કરવા નિશ્ચય કર્યો. લોકાંતિક દેવો પાછા પોતાના સ્થાને ગયા. તેઓએ એકત્રિત કરેલા દ્રવ્ય વડે શાંતિકુમારે વાર્ષિકદાન આપવાનું શરૂ કર્યું. એક વર્ષ સુધી સાવંત્સરિક દાન આપ્યું. વર્ષ પૂરું થયું એટલે ચકયુધને રાજ્ય સોંપી તેઓએ સંયમ અંગીકાર કરવા નિશ્વય કર્યો. ઈન્દ્ર, દેવતાઓ વગેરેએ મળી શાંતિકુમારનો દીક્ષા મહોત્સવ ઉજવવાની તૈયારી કરી. સર્વાર્થ નામની શિબિકા પર આરૂઢ થયેલા શાંતિકુમાર સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં પહોંચ્યા. પુષ્પોની સુગંધ અને ભમરાના ગુંજન વચ્ચે શોભતા ઉદ્યાનમાં શિબિકા આવી પહોંચી. છઠ્ઠ તપવાળા શાંતિકુમારે અલંકાર વગેરેનો ત્યાગ કર્યો. જેઠ વદ ચૌદસના દિવસે, દિવસના પાછલા પહોરમાં જ્યારે શાંતિકુમારે દીક્ષા અંગીકાર કરી ત્યારે અન્ય એક હજાર રાજાઓ પણ તેમની સાથે સંયમ માર્ગે અનુસર્યા. પ્રભુને એ સમયે મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું, બીજા દિવસે સુમિત્ર રાજાના ઘેર પ્રભુએ છઠ્ઠનું પારણું કર્યું. દેવતાઓએ પાંચ દિવો પ્રગટાવ્યા. દીક્ષા અંગીકાર કર્યા પછી શાંતિનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. એક વર્ષ પછી હસ્તિનાપુરના સહસ્ત્રાપ્રવનમાં નંદીવૃક્ષની નીચે પ્રભુ શુકલધ્યાનમાં સ્થિર થયા. ઘાતકર્મનો નાશ થતા પોષ સુદ નોમના દિવસે પ્રભુને કેવળજ્ઞાન થયું. આ સમયે દેવોનું આસન કંપાયમાન થયું. પરંપરા પ્રમાણે તેઓએ સુવર્ણશિલા પર શી ધનુષ્ય ઊંચું ચૈત્યવૃક્ષ રચ્યું અને તેની નીચે સમવસરણની રચના કરી. શ્રી શાંતિનાથ પ્રભુએ ત્રણ પ્રદક્ષિણા સાથે સિંહાસન પર પૂર્વ દિશા સન્મુખ આસન ગ્રહણ કર્યું. દેવતાઓએ અન્ય ત્રણ દિશાઓમાં •૯૭)., Indian Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનાં ત્રણ બિંબો સ્થાપ્યા. ચક્રયુધ રાજાને ખબર પડતા તે પણ રાજપરિવાર સાથે પ્રભુને વંદન કરવા પધાર્યા. શાંતિનાથ ભગવાને સુમધુર વાણીમાં દેશના આપતા કહ્યું : “સંસાર અનેક દુઃખોની પરંપરાનું મૂળ છે. ચાર કષાયો તેના પાયામાં છે. ઈન્દ્રિયોનો જય કરવાથી કષાયોનો નાશ થાય છે. જેમ અગ્નિથી સુવર્ણ શુદ્ધ થાય છે એ રીતે કષાયોથી રહિત આત્મા માટે ઈન્દ્રિયોનું શમન આવશ્યક છે. મોહમાં અંધ બનેલ હંમેશા પોતાના વિનાશને નોતરે છે. દીપમાંથી પ્રગટ થતી શિખાના મોહમાં ફસાઈને પતંગિયું પોતાના પ્રાણ પાથરી દે છે. આ રીતે ઈન્દ્રિયોનાં સુખનું પરિણામ, શુભ-અશુભનો વિચાર અને રાગ-વિરાગની સમજ વગેરે વિષે વિચારના૨ મનની શુદ્ધિથી ઈન્દ્રિયોને જીતી કષાયને ક્ષીણ કરે છે.’’ આ પ્રમાણે દેશ સાંભળીને ચક્રયુધે પણ સંસારના મોહમાં ફસાવાને બદલે દીક્ષા ગ્રહણ કરવાની માગણી પ્રભુ પાસે કરી. પ્રભુની સંમતિ મળતા તેણે પોતાના પુત્ર કુરુચંદ્રને રાજ્ય સોંપ્યું અને પાંત્રીસ રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. આ ઉપરાંત અન્ય સ્ત્રી, પુરુષોએ પણ ચારિત્ર અંગીકાર કર્યું. ચાયુધ અને અન્ય પાંત્રીસ ગણધરોને પ્રભુએ આપેલા ઉપદેશ મુજબ દ્વાદશાંગીની રચના થઈ. આ પછી મુખ્ય ગણધર ચક્રાયુધે ઉપદેશ ફરમાવ્યો. તે સમાપ્ત થતા સૌ પોતાના સ્થાને ગયા. શ્રી શાંતિનાથ પ્રભુના તીર્થમાં સુવરના વાહનવાળો, શ્યામ વર્ણવાળો, ડુક્કર જેવા મુખવાળો અને ચાર હાથમાં બીજોરૂ, કમળ વગેરે ધારણ કરનાર ગરૂડ નામે યક્ષ શાસન દેવતા થયો અને ગૌર વર્ણવાળી, કમળના આસન ૫૨ સ્થિત, ચાર ભૂજાવાળી નિર્વાણી શાસનદેવી થઈ. શ્રી શાંતિનાથ ભગવાનના પરિવારમાં બાસઠ હજાર સાધુઓ, એકસઠ હજાર છસો સાધ્વીઓ, આઠસો ચૌદ પૂર્વધર,ત્રણ હજાર અવધિજ્ઞાનીઓ,ચાર હજા૨ મનઃપર્યવજ્ઞાનીઓ,ચાર હજા૨ ત્રણસો કેવળજ્ઞાનીઓ, છ હજાર વૈયિલબ્ધિવાળા, બે હજાર ચારસો વાદલબ્ધિવાળા, બે લાખ નેવું હજાર શ્રાવકો, ત્રણ લાખ ત્રાણું હજાર શ્રાવિકાઓ હતા. પોતાનો નિર્વાણ સમય નજીક આવે ત્યારે તીર્થંક૨ ૫૨માત્મા અગાઉથી જ તે જાણી લે છે અને એ મુજબ કર્મો કરે છે. શ્રી શાંતિનાથ પ્રભુ પણ પોતાનો નિર્વાણ સમય નજીક આવેલો જાણી સમેતશિખર પધાર્યા. ત્યાં નવસો મુનિઓની સાથે એક મહિનાનું અનશન કરી જેઠ વદ તેરસના રોજ ઉત્તમ નક્ષત્રના સમયે તે મુનિઓની સાથે પ્રભુ નિર્વાણ પામ્યા. આ રીતે શ્રી શાંતિનાથ પ્રભુએ કુમા૨પણામાં, માંડલિક રાજાપણામાં, ચક્વર્તીપણામાં અને ચારિત્રપણામાં પચીસ પચીસ હજાર વર્ષો પસાર કરી કુલ એક લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. નિર્વાણ કલ્યાણક ઉજવવા માટે પણ દેવોએ સ્વકર્મ સંપન્ન કર્યું. આ રીતે શ્રી શાંતિનાથ ભગવાને ચવર્તી તેમ જ તીર્થંકરપણામાં પોતાનો ધર્મ બજાવી ગૃહસ્થીઓને પણ ઉપયોગી બાબતો સમજાવી. આ રીતે શ્રી શાંતિનાથ ભગવાનનાં ચરિત્રમાંથી પ્રેરણા પામનાર પણ જીવનમાં ધીર, ગંભીર અને શાંત પ્રકૃતિને પામે છે. જેઓએ સંસારની અસારતા સમજાવવા માટે, ઘાસનાં તણખલા જેવા સુખનો ત્યાગ કર્યો અને લક્ષ્મીનાં ભંડારને લાત મારી, એવા પ્રભુ શ્રી શાંતિનાથના ચરિત્ર આલેખનમાં કોઈ ક્ષતિ રહેવા પામી હોય તો ક્ષમા પ્રાર્થના. ૯૮ --- ---- Page #163 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક O ગણધર O કેવલજ્ઞાની O મન:પર્યવજ્ઞાની O અવધિજ્ઞાની O વૈક્રિય લબ્ધિધારી શ્રી કુંથુનાથ પ્રભુનો પરિવાર -૩૫ -૩,૨૦૦ -૩,૩૪૦ -૨,૫૦૦ -૫,૧૦૦ -૭૦ O ચતુર્દશ પૂર્વી O ચર્ચાવાદી O સાધુ ૦ સાધ્વી O શ્રાવક O શ્રાવિકા જી માતા ૦ પિતા O નગરી O વંશ ૦ ગોત્ર 0 ચિહ્ન ૦ વર્ણ O શરીરની ઊંચાઈ પંચ કલ્યાણક ૦ ચ્યવન ૭ જન્મ O દીક્ષા O કેવળજ્ઞાન ૦ નિર્વાણ ૦ યક્ષ O યક્ષિણી O કુમારકાળ O રાજ્યકાળ O છદ્મસ્થકાળ O કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય તિથિ અષાઢ વદ ૯ ચૈત્ર વદ૧૪ ચૈત્ર વદ ૫ ચૈત્રસુદ ૩ ચૈત્ર વદ ૧ -૨,૦૦૦ -૬૦,૦૦૦ -૬૦,૬૦૦ -૧,૮૦,૦૦૦ -૩,૮૧,૦૦૦ –શ્રી દેવી –સૂરસેન -હસ્તિનાપુર -ઈશ્વાકુ —કાશ્યપ —છાગ(બકરા) –સુવર્ણ -૩૫ ધનુષ્ય —ગંધર્વ –બલા -૨૩,૭૫૦ વર્ષ -૪૭,૫૦૦ વર્ષ —૧૬ વર્ષ –૨૩, ૭૫૦ વર્ષ -૯૫ હજાર વર્ષ સ્થાન સર્વાર્થસિદ્ધિ હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર સમ્મેદશિખર નક્ષત્ર કૃત્તિકા કૃત્તિકા કૃત્તિકા કૃત્તિકા કૃત્તિકા Page #164 -------------------------------------------------------------------------- ________________ Gurmand SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR गंधर्व यक्ष Crem श्री कुंथुनाथ ।। dou प्रकाशकद Rec QU ॥ श्री कुंथुनाथ ॥ SHRI KUNTHUNATHO BHAGAWAN SANATHO TISHAYARDHIBHIHI SURASURANRU NATHANA MEKANATHO STU VAH SHRIYE श्री कुंथुनाथो भगवान्, सनाथोऽतिशयर्द्धिभिः । सुरासुरनृनाथाना, - मेकनाथोऽस्तु वः श्रिये ॥१७॥ 415 भक COCC SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR बला देवी Page #165 -------------------------------------------------------------------------- ________________ કોટો સૌજન્ય શ્રી કુંથુનાથ ભગવાન શ્રીમતી રંભાબેન છગનલાલ પારેખ પરિવાર–ભાવનગર સ્તુતિ જેની મૂર્તિ અમૃત ઝરતી, ધર્મનો બોધ આપે, જાણે મીઠું વચન વદતી શોક સંતાપ કાપે; જ્યુની સેવા પ્રણયભરથી સર્વ દેવો કરે છે, તે શ્રી કુંથ-જિન ચરણમાં ચિત્ત મારું ઠરે છે. ચૈત્યવંદન કુંથુનાથ કામિત દીયે, ગજપુરનો રાય; સિરિ માતા ઉરે અવતર્યો, શૂર નરપતિ તાય. કાયા પાંત્રીસ ધનુષ્યની, લંછન જસ છાગ; કેવલજ્ઞાનાદિક ગુણો, પ્રણમો ધરી રાગ. સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય, સ્તવન ૧ ૨ 3 કુંથુજિન મનડું કિમહી ન બાજે, જિજિમ જતન કરીને રાખું, તિમતિમ અલગુ ભાજહો; રજની વાસ૨ વસતી ઉજડ, ગયણ પાયાલે જાયે; સ્વપખાયને મોડું થોથું. એહ ઉખાણો ન્યાયેહો. મુગતિતણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે વયીડું કાંઈ એવું ચિતે, નાખું અલવે પાસેહો. આગમ આગમધરને હાથે, નાવે કિણ વિધિ આકું; ફિહાં કિણ જો હઠ કરી હટકું, તો વ્યાળતણી પરે વાંકુહો. જો ઠગ કહું તો ઠગતું ન દેખું, સાહુકાર પિણ નાહિ; સર્વ માહે ને સહુથી અલગું, એ અચરિજ મનમાહિહો. જે જે કહ્યું તે કાન ન ધારે, આપમતે ૨હે કાલો; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન માહરો સાલોહો. મ્હે જાણ્યું એ લિંગનપુસક, સકળ મરદને ઠેલે; બીજી વાતે સમરથ છે નર, એહને કોઈ ન ઝેલેહો. મનસાધ્યું તિણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી; ઈમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટીહો મન દુરારાધ્ય તે સિ આપ્યું, તે આગમથી મતિઆણું; આનંદધનપ્રભુ મારૂં આણો, તો સાચું કકર જાણું હો. થોય કુંજિન નાથ, જે કેર છે સનાથ, તારે ભવ પાથ, જે ગ્રહી ભવ્ય હાથ; એહનો તજે સાથ, બાવળ દીએ બાથ, તરે સૂરનર સાથ, જે સુણે એક ગાથ. - 17 ". ફોટો સૌજન્ય કુ. ૧ કું. ૨ ૨૫ કું.૭ કું.૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુંથુનાથ પ્રભુનું ચરિત્ર દ્વાદશાંગીની અધિષ્ઠાત્રી સરસ્વતી દેવી ! જે પ્રભુની કીર્તિ પાસે ચંદ્રનું તેજ ઝાંખું લાગે, જે પ્રભુના ગુણ ગાવા માટે સાગર પોતાના વિશાળ જળરાશિને ઉછાળતો હર્ષોલ્લાસ પામે અને જેમની શીતળ વાણી સદા જય પામે છે એવા શ્રી કુંથુનાથ પ્રભુના ચરિત્ર આલેખન માટેનું સામર્થ્ય તો ક્યાંથી પ્રગટે ? છતાં આપની કૃપાદૃષ્ટિએ આ કાર્ય પૂર્ણ થાઓ એવી પ્રાર્થના. શ્રી કુંથુનાથ પ્રભુના ત્રણ બવો આ મુજબ છે. ભવ પહેલો તીર્થંકર પરમાત્માની ચરણરજથી જે ધરતી પાવન થઈ છે એ ભૂમિ એટલે જંબૂદ્દીપ. આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પુણ્યના ઉદયે અનેક શલાકા પુરુષોએ અવતાર ધારણ કરી જૈન શાસનના ઉજ્જવળ ઈતિહાસની પરંપરા સર્જી. તેમાં પણ પૂર્વ વિદેહ ક્ષેત્રમાં આવર્ત નામના વેજયમાં ખડગપુરી નામની નગરીમાં સર્વ ગુણસંપન્ન અને બહાદુર એવા સિંહાવહ નામના રાજા હતા. ધર્મ અને નીતિ જે રાજાના હૈયે વસ્યા હોય તે રાજાની પ્રજા પણ રાજ્યના રક્ષણ માટે તૈયાર હોય. સિંહાવહ રાજાએ આવા ગુણોથી ચારે તરફ યશ અને કીર્તિ ફેલાવ્યા હતા. તેમના રાજ્યમાં અમાપ સંપત્તિ અને અખૂટ વૈભવ હતા. સત્તા અને સંપત્તિ બન્ને હોવા છતાં સિંહાવહ રાજાને ધર્મ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. મહાન પુણ્યકર્મના ઉપાર્જનથી મહાપુરુષોમાં કેટલીક બાબતોમાં વિશિષ્ટ લક્ષણો હોય છે. તેઓ મોહમાયાના અને ભોગવિલાસના સાગ૨ વચ્ચે રહેતા હોય છતાં કમળના પુષ્પની માફક તેમાંથી અલિપ્ત રહી શકે એવી ક્ષમતા ધરાવતા હોય છે. સિંહાવહ રાજા પણ અનાસક્ત ભાવે રાજ્યની જવાબદારી વહન કરતા હતા. આ રીતે કેટલોક સમય પસાર થયો. એક વખત આ ભોગવિલાસ અને સુખસાહ્યબીમાંથી મુક્ત થવા માટે તેઓએ વૈરાગ્યભાવ ધારણ કર્યો. અનુક્ર્મ સંવાચાર્ય પાસે જઇને તેમણે દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેનું ઉત્કૃષ્ટ પાલન કરતા તપની આરાધના કરી ઉત્તમ એવા તીર્થંકર નામકર્મની પ્રાપ્તિ કરી. સમયાંતરે તે સાધુપણું પૂર્ણ કરી કાળધર્મ પામ્યા. ભવ બીજો પૂર્વભવમાં તીર્થંક૨ નામકર્મ બાંધ્યા પછી સિંહાવહ રાજાનો જીવ સર્વાર્થસિદ્ધિમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવપણાંના સુખ ભોગવ્યા પછી કાળાંતરે ત્યાંથી તેમનું ચ્યવન થયું. આ રીતે સિંહાવહ રાજાએ બીજો ભવ પૂર્ણ કર્યો. ૧૫ .ucation International Ce Page #167 -------------------------------------------------------------------------- ________________ IIIII) ભવ ત્રીજો all S - IT'S જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામની ઐતિહાસિક નગરી પ્રાચીનકાળથી મહાપુરુષોનું જન્મસ્થળ બની રહી છે. આ નગરમાં શોભારૂપ ચૈત્યો અને તેની ગૌરવવંત ધજાઓ જોઈ સૌને તેમાં જન્મ લેવાનું મન થતું. દરેક ઘરમાં રત્નજડિત મિનારા હતા. કિલ્લાના કાંગરા પર, રાજમંદિરોમાં અને દરવાજાઓ પર પડતાં પ્રતિબિંબો તેની શોભામાં વધારો કરતા હતાં. આવી નગરીમાં શૂર નામના રાજા હતા. તેમના નામ પ્રમાણે ગુણ હતા. તેમના ગુણો તેમની શોભામાં વિશેષ પ્રકાશ પાથરતા હતા. રાજા હોવા છતાં તેમના હાથ શસ્ત્રોથી નહીં, પણ સત્કર્મોથી શોભતા હતા. તેમને રૂપ અને લાવણ્યમય મુદ્રાથી શોભતી શ્રી નામની રાણી હતી. તેમના વચનોમાંથી જાણે અમૃત વહેતું હોય એવી તેમની વાણી હતી. મંદ સ્વરે ઉચ્ચારાતા શબ્દોથી તે રાજપરિવારના પ્રિય પાત્ર હતા. સમયાંતરે સર્વાર્થસિદ્ધિ નામના વિમાનમાંથી સિંહાવહ રાજાનો જીવ દેવપણામાંથી આવીને શ્રી રાણીની કુક્ષિમાં શ્રાવણ વદ નોમના દિવસે જ્યારે કૃત્તિકા નક્ષત્રમાં ચંદ્રની સ્થિતિ હતી ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયો. આ સમયે તીર્થંકર પરમાત્માની માતા જે ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા જુએ છે એ ચૌદ મહાસ્વપ્નો શ્રી રાણીએ પણ જોયા. એ મુજબ ચાર દાંતવાળો શ્વેત હાથી, કુમુદપુષ્પ જેવી ક્રાંતિવાળો વૃષભ, કેશરીસિંહ વગેરે ચૌદ મહાસ્વપ્નો જોયા. સવારે રાણીએ રાજાને આ સ્વપ્ન વિષે વાત કરી. રાજા પણ આ સ્વપ્નોના પ્રભાવથી પરિચિત હતા. તેમણે કહ્યું, “હે દેવી ! આ સ્વપ્નના પ્રભાવથી તમારે ચક્વર્તી અને તીર્થંકર પુત્રનો જન્મ થશે.” આવા શુભ સમાચાર સાંભળીને રાણીના આનંદનો પાર ન રહ્યો. તેમની આંખો સમક્ષ પરમાત્માની મૂર્તિનાં દર્શન થયાં. રાણીના દિવસો ઉલ્લાસથી પસાર થતા ગયા. અનુક્મ નવ માસ અને સાડા સાત દિવસ પસાર થયા. વૈશાખ વદ ચૌદસના દિવસે જ્યારે ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં હતો ત્યારે છાગ(બકરા)ના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. જ્યારે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય ત્યારે ત્રણે લોકમાં ક્ષણિક પ્રકાશનો અનુભવ થાય અને નારકીના જીવો ક્ષણવાર માટે પરમ સુખનો અનુભવ કરે. શ્રી રાણીએ પુત્રને જન્મ આપ્યો તે સમયે નારકીના જીવોએ ક્ષણિક સુખનો અનુભવ કર્યો. ઈન્દ્રોનાં આસન કંપાયમાન થયાં. તેઓએ પ્રભુજન્મનો સંકેત જાણ્યો એટલે જન્મોત્સવને ઉજવવા સૌ હર્ષઘેલા બની ગયા. સૌ પ્રથમ વિવિધ દિશાઓમાંથી છપ્પન દિકુમારિકાઓ આવી અને સૂતિકાકર્મ કર્યું. માતાની સામે તેઓ ચામર, પંખા, દર્પણ વગેરે લઈ ગીતો ગાવા લાગી. માતાને સિંહાસન પર બેસાડી તેમના ખોળામાં પ્રભુજીને પધરાવ્યા. શકેંદ્ર પણ પાંચ રૂપ ધરીને પ્રભુનો જન્મોત્સવ ઉજવવા અન્ય ઈન્દ્રો સહિત આવી પહોંચતા ચારે તરફ દિવ્ય વાતાવરણ રચાઈ ગયું. તીર્થકર પરમાત્મા જ્યારે બાલ્યાવસ્થામાં હોય ત્યારે તેમના રૂપ અને ગુણની પ્રશંસા કરવા દેવો પણ પહોંચી જાય છે. શકેદ્રએ પ્રથમ રૂપ ધરી પ્રભુને ખોળામાં પધરાવ્યા, બે રૂપ ધરી ચામર અને એક એક રૂપ ધરી છત્ર અને વજને ધારણ કર્યા. તેઓ મેરૂગિરિપર પ્રભુને લઈ આવ્યા. ત્રેસઠ ઈન્દ્રોએ તીર્થજળથી પ્રભુને અભિષેક કર્યો. શકેંદ્રએ પ્રભુને ઈશાન ઈન્દ્રના ખોળામાં પધરાવ્યા અને સ્નાત્ર ભણાવ્યું અને સ્તુતિ કરતા કહ્યું : હે પ્રભુ! આપના જ્ઞાન અને સ્નાત્રવિધિમાં ઉપયોગી જળ, કમળ, ઔષધિઓ, પુષ્પો, ચંદન સૌ કૃતાર્થ થયાનો ભાવ અનુભવે છે. આજે મેરૂગિરિ પણ ઉત્કૃષ્ટ થયો છે. તમારા દર્શન અને સ્પર્શથી અમારા નયન અને હાથ પવિત્ર થયા છે.” ક Page #168 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે સ્તુતિ કરી ઈન્દ્ર વગેરે પ્રભુને પાછા હસ્તિનાપુર લઈ ગયા અને શ્રી રાણી પાસે સ્થાપિત કરી છે ગયા. સવારે શૂર રાજાએ પ્રભુનો જન્મોત્સવ કર્યો. પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ કુંથુ નામનો રત્નસંચય જોયો હતો એટલે પ્રભુનું નામ કુંથુ પાડવામાં આવ્યું. ઈન્દ્ર વગેરે સ્વસ્થાને ગયા. તીર્થંકર પરમાત્માને પણ પૂર્વભવોનાં ભોગાવલિ કર્મો ભોગવવા પડે છે. અનુક્રમે વૃદ્ધિ પામતા પ્રભુ પાંત્રીસ ધનુષ્યની કાયા ધરાવતા યુવાવસ્થામાં પ્રવેશ્યા. સર્વના દિલ જીતી લેનાર રાજકુમારને પરવા માટે કઈ કન્યા તૈયાર ન હોય? પિતાની આજ્ઞાથી તેમણે રાજકન્યાઓ સાથે વિવાહ કર્યા. રાજ-વૈભવ અને સુખસાહ્યબીમાં રાચતા સમય કેવી રીતે પસાર થઈ જાય છે તેનો ખ્યાલ પણ હોતો નથી. જન્મથી ત્રેવીસ હજાર અને સાડાસાતસો વર્ષ ગયા પછી પિતાની આજ્ઞાથી તેમણે રાજ્ય ગ્રહણ કર્યું. આટલા જ વર્ષો માંડલિકપણાંમાં પસાર કર્યા. રાજ્યમાં પ્રજાએ સુખનો અનુભવ કર્યો. પૂર્વભવના પુણ્યોદયે આ ભવમાં આવેલાં પરિણામોથી ધન્યતા અનુભવતા કંથકુમારની આયુધશાળામાં ચરત્ન ઉત્પન્ન થયું. ચરત્ન ચક્વર્તી માટેનું સૂચક ગણાય. એ ચક્ર જેમ જેમ પસાર થતું જાય એમ એ પ્રદેશ પર ચક્વર્તી રાજાની વિજયપતાકા ફરકતી જાય, એ પ્રમાણે માગધપતિ, વરદામપતિ, પ્રભાસપતિ, સિંઘ વગેરે ખંડો સાધ્યા. નવનિધિના સ્વામી બનેલા કુંથુનાથ પ્રભુએ આખા ભરતક્ષેત્રને સાધ્યું અને દિગ્વિજય કરી હસ્તિનાપુર પાછા પધાર્યા. હસ્તિનાપુરની પ્રજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. જ્યારે તીર્થંકર પ્રભુ ચક્વર્તી બનીને આવે છે ત્યારે દેવો પોતે પણ તે ઉત્સવ ઉજવવા આવી પહોંચે છે. અહીં પણ દેવોએ પ્રભુના ચક્કર્તાપણાનો અભિષેક કર્યો. એક-બે દિવસ નહીં પણ બાર વર્ષ સુધી સૌએ સાથે મળી ઉત્સવ મનાવ્યો. આ રીતે ચક્વર્તીપણામાં ત્રેવીસ હજારને સાડાસાતસો વર્ષ પસાર થયાં. આ વર્ષો દરમિયાન પ્રજાએ સંપૂર્ણ સુખ અને સંતોષનો અનુભવ કર્યો. આ પછી લોકાંતિક દેવોએ કહ્યું, “હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવો.” આ સાંભળી કુંથુસ્વામીએ સંસારનાં મોહ અને માયાના બંધનોને તોડી મુક્તિનો પંથ લેવાની તૈયારી શરૂ કરી. રાજકારભાર પુત્રને સોંપી દીધો અને વાર્ષિકદાન આપવાનું શરૂ કર્યું. દાનથી દરિદ્રોનું દારિદ્ર ટળી ગયું. આ પછી વૈશાખ વદ છઠ્ઠના દિવસે છઠ્ઠના તપ સાથે વિજ્યા નામની શિબિકામાં બેસી કુંથુસ્વામી સહસ્ત્રાગ્ર વનમાં પધાર્યા. સહસ્ત્રાગ્ર વનની શોભા સાથે પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવવા આવી પહોંચેલા દેવોના પરિવારની શોભા અવર્ણનીય હતી. આખું આકાશ વિવિધ દેવવિમાનોથી શોભાયમાન થઈ ગયું. પ્રભુએ શિબિકામાંથી ઊતરી આ સુંદર ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. પ્રભુએ અલંકારોનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી. એ સમયે પ્રભુને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. બીજા દિવસે ચક્રપુરમાં વ્યાપ્રસિંહ રાજાના ઘેર પ્રભુએ પારણું કર્યું. પરંપરા પ્રમાણે આ સમયે દેવો દ્વારા પંચ દિવ્યો પ્રગટ થાય છે. વ્યાધ્રસિંહ રાજાના ઘેર પણ દેવતાઓએ પંચ દિવ્યો પ્રગટ કર્યા. પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. આ રીતે છબસ્થાવસ્થામાં સોળ વર્ષ પસાર થયાં. ત્યારપછી ફરી કુંથુનાથ પ્રભુ વિહાર કરતા સહસ્ત્રાગ્ર વનમાં આવી પહોંચ્યા. ત્યાં તિલક નામના વૃક્ષની નીચે છઠ્ઠ તપ કરી કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. જેમ અંધકારમય વાતાવરણ વચ્ચે પ્રકાશનું એક કિરણ આવી જતા ઘડીભર તેજપુંજ રચાય છે, એ રીતે ચૈત્ર સુદ ત્રીજનો એ દિવસ પ્રભુના જીવનનો પ્રકાશપુંજ બની સમસ્ત જગતના અજ્ઞાનના અંધકારને દૂર કરનાર બની ગયો. એ દિવસે પ્રભુને કેવળજ્ઞાન થયું. આ સમયે ઈન્દ્રનું સિંહાસન કંપ્યું. સૌ દેવો-ઈન્દ્રો આ વગેરેએ પ્રભુના કેવળજ્ઞાનનો ઉત્સવ મનાવવા તૈયારી કરી. દેવતાઓએ સંચાર કરેલાં સુવર્ણ કમળ ઉપર suuuuuuuuuuu109 Page #169 -------------------------------------------------------------------------- ________________ છે ચરણ મૂક્તા પ્રભુએ પૂર્વ ધારાથી સમવસરણમાં પ્રવેશ કર્યો. સમવસરણની વચ્ચે ચારસો ને વીશ ધનુષ્ય ઊંચું ચૈત્યવૃક્ષ શોભી રહ્યું હતું. તે ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી કુંથુનાથ પ્રભુ પૂર્વ ધારથી સમવસરણમાં પ્રવેશ્યા. “તીર્થાય નમઃ” એમ કહીને પ્રભુ પૂર્વાભિમૂખે બેઠા. એ પછી વ્યંતર દેવતાઓએ અન્ય ત્રણ દિશાઓમાં પ્રભુના ત્રણ બિંબો સ્થાપ્યાં. ચતુર્વિધ સંઘ વચ્ચે શોભતું સમવસરણ, વચ્ચે શોભતું વિશાળ ચૈત્યવૃક્ષ, દેવો - ઈન્દ્રો વગેરેના ઉત્તમ વસ્ત્રાલંકારો, સુવર્ણ, ચાંદી અને માણેક વગેરેથી આભૂષિત સમવસરણનાં ગઢો વગેરેની શોભાથી વાતાવરણ પણ વિભૂષિત થઈ ગયું. સૌધર્મેન્દ્ર પ્રભુને સ્તુતિ કરતા પ્રભુએ દેશના આપવાનું શરૂ કરતા કહ્યું : “સંસારરૂપ સાગરને તરવા માટે વિવેકી જનોએ ઈન્દ્રિયોની ઉપર જીત મેળવવી જોઈએ. તેનાથી મનઃશુદ્ધિ થાય છે જે દીપક સમાન તેજસ્વી બની રહે છે. તેનાથી જ મુક્તિની તપસ્યા સિદ્ધ થાય છે. મનઃશુદ્ધિ વગરની ક્યિા નિષ્ફળ જાય છે. જે વ્યક્તિ મનને નિરંકુશ રાખી જીવન જીવે છે એ સંસારના ઊંડા ખાડામાં ધકેલાય છે. મુક્તિની ઈચ્છા રાખનાર પ્રાણીઓએ મનને કાબુમાં રાખવું જોઈએ. સિદ્ધિની ઈચ્છા રાખનાર પ્રાણીએ મનની શુદ્ધિ અવશ્ય કરવી. મનની શુદ્ધિ વડે રાગ-દ્વેષ પર વિજય મેળવવો, જેથી આત્મા ભાવમલિનતા છોડીને સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે.” આ રીતે પ્રભુની સુમધુર વાણી સમવસરણમાંથી ચારે તરફ ગૂંજતી હતી. સાંસારિક જીવો આ વાણીનો પ્રતિબોધ પામી સંસારથી વિરક્ત થવા વિચારવા લાગ્યા. ઘણા લોકોએ દીક્ષા પણ લીધી અને સ્વયંભૂ સહિત કુલ પાંત્રીસ ગણધરો થયા. પ્રભુએ દેશના પૂર્ણ કરી પછી ગણધરે પણ દેશના આપી. બન્ને દેશના પૂરી થતાં સર્વ પોતપોતાના સ્થાને ગયા, કુંથુસ્વામીના તીર્થમાં રથના વાહનવાળો, શ્યામવર્ણ ધારણ કરનાર ગંધર્વ નામે યક્ષ શાસનદેવતા થયો અને ગૌરવર્ણવાળી, મયુરના વાહન પર બેસનારી બલાદેવી નામે શાસનદેવી થઈ. કેવળજ્ઞાન પછી પ્રભુનું કાર્ય ભવ્ય પ્રાણીઓ પર ઉપકાર કરવાનું હોય છે. કુંથુનાથ પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. વિહાર કરતા કરતા પ્રભુના પરિવારમાં સાઠ હજાર સાધુઓ, સાઠ હજાર અને છસો સાધ્વીઓ, છસો સિત્તેર ચૌદપૂર્વધારીઓ, અઢી હજાર અવધિજ્ઞાનીઓ, ત્રણ હજાર ત્રણસો ચાલીસ મન:પર્યવજ્ઞાનીઓ, ત્રણ હજાર બસો કેવળજ્ઞાનીઓ, પાંચ હજાર એકસો વૈશ્યિલબ્ધિવાળા, બે હજાર વાદલબ્ધિવાળા, એક લાખ ઓગણએંશી હજાર શ્રાવકો અને ત્રણ લાખ ઓગણએંશી હજાર શ્રાવિકા થયા. તીર્થંકર પ્રભુ કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં નિર્વાણ પામવા સુધીનો સમય જીવોને પ્રતિબોધવામાં પસાર કરે છે. એ સમય દરમિયાન તેમના ઉપદેશથી તેમણે આપેલાં વ્રતોનું પાલન દ્વારા સંસારથી વિરક્ત પામી અથવા શ્રાવકધર્મ અંગીકાર કરી જે આત્માઓ પરિવર્તન પામે છે એ એમનો પરિવાર ગણાય છે. આ રીતે પ્રભુએ ત્રેવીસ હજાર સાતસો ચોવીસ વર્ષ પસાર કર્યા. પોતાનો નિર્વાણ સમય નજીક આવેલો જાણી પ્રભુ શ્રી સમેતશિખર પધાર્યા. સમેતશિખર તીર્થસ્થળની રજેરજ શ્રી તીર્થંકર પરમાત્માઓનાં પુણ્યના પ્રભાવે પાવન બની છે. વર્તમાન ચોવીસીમાંથી વીસ તીર્થંકરો સમેતશિખરે મોક્ષ પામ્યા હતા. શ્રી કુંથુનાથ પ્રભુએ સમેતશિખરમાં અન્ય એક હજાર મુનિઓની સાથે અનશન શરૂ કર્યું. એક માસ પછી ચંદ્રનું સ્થાન કૃત્તિકા નક્ષત્ર હતું, ત્યારે વૈશાખ વદ એકમના દિવસે પ્રભુ એક હજાર મુનિઓ સાથે મોક્ષપદ પામ્યા. આ રીતે પ્રભુએ કુલ પંચાણું હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું. જેમાં કૌમારપણામાં, રાજ્ય કરવામાં, S ચક્રવર્તીપણામાં અને સંયમજીવનમાં (વ્રતમાં) સરખો સરખો સમય પસાર કર્યો. uuuuuuuu10).uuuuu Inni IIIIIIIIIIII Page #170 -------------------------------------------------------------------------- ________________ છે પ્રભુનું નિર્વાણકલ્યાણક ઉજવવા માટે ઈન્દ્રો તથા દેવો આવી પહોંચ્યા. સૌએ સાથે મળી પ્રભુનો નિર્વાણ છે મહોત્સવ ઉજવ્યો. પ્રભુની દાઢો, દાંત અને અસ્થિઓને ઈન્દ્રો તથા દેવોએ વિધિ અનુસાર ગ્રહણ કર્યા. આ રીતે સ્વકર્મ પૂર્ણ કરી સૌ ક્રમાનુસાર પોતાના સ્થાને ગયા. શ્રી કુંથુનાથ પ્રભુના આ રીતે ત્રણ ભવનું ચરિત્રલેખન પૂર્ણ થયું. આમાં અલ્પમતિ અનુસાર કોઈ ક્ષતિ રહેવા પામી હોય તો મિચ્છામિ દુક્કડમ્ સાથે વિરમું છું. શીલા 2 IIIII Page #171 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી અરનાથ પ્રભુનો પરિવાર -૩૩ -૨,૮૦૦ –૨,૫૫૧ –૨,૬૦૦ –૭,૩૦૦ –૭૧). –૧,૬૦૦ –૫૦,૦૦૦ -૦,૦૦૦ –૧,૮૪,૦૦૦ -૩,૭૨,૦૦૦ 0 ગણધર 0 કેવલજ્ઞાની 0 મન:પર્યવજ્ઞાની 0 અવધિજ્ઞાની વૈક્રિય લબ્ધિધારી 0 ચતુર્દશ પૂર્વી 0 ચર્ચાવાદી 0 સાધુ 0 સાધ્વી 0 શ્રાવક 0 શ્રાવિકા એક ઝલક 0 માતા o પિતા 0 નગરી O વંશ 0 ગોત્ર o ચિહ્ન 0 વર્ણ શરીરની ઊંચાઈ 0 યક્ષ આ યક્ષિણી 0 કુમારકાળ 0 રાજ્યકાળ 0 છાર્થીકાળ 0 કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ 0 ચ્યવન ફાગણ સુદ ૨ 0 જન્મ માગસર સુદ ૧૦ 0 દીક્ષા માગસર સુદ ૧૧ 0 કેવળજ્ઞાન કારતક સુદ ૧ર નિર્વાણ માગસર સુદ ૧૦ -મહાદેવી -સુદર્શન -હસ્તિનાપુર –ઈક્વાકુ -કાશ્યપ નંદ્યાવર્ત -સુવર્ણ –૩૦ધનુષ્ય --પક્ષેન્દ્ર -ધારિણી –૨૧ હજાર વર્ષ -૪૨ હજાર વર્ષ – ૩ વર્ષ –૨૧ હજાર વર્ષ -૮૪ હજાર વર્ષ સ્થાન નવમું ગ્રેવેયક હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર સન્મેદશિખર નક્ષત્ર રેવતી રેવતી રેવતી રેવતી રેવતી Page #172 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री अरनाथ ॥ REAnnn Coa SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR o SHRI JAIN ATMANAD SABH. KHAR GATE, BHAVNAGAR यक्षेन्द्र यक्ष धारिणी देवी ॥ श्री अरनाथ ॥ ARANATHSTU BHAGVAN CHATURTHARA NABHORAVIHI CHATURTH PUR SHARTHSHRI VILASAM VITANOTU VAH अरनाथस्तु भगवान श्चतुर्थरनभोरवि : । चतुर्थपुरुषार्थश्री,-विलासं वितनोतु वः ॥१८॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ ફોટો - શ્રી અરજી ભગ .-- ફોટો 'શ્રી રૂપાણી (કમળાબેન) જૈન ઉ . . -હેનો સૌજન્મ્ય સૌજન્ચ ભાવનગર અતિ) જે દુ:ખોના વિષમ ગિરિઓ, વજની જેમ ભેદે, ભવ્યાત્માની નિબિડ જડતા, સૂર્યની જેમ છેદે; જેની પાસે તૃણ સમય ગણે સ્વર્ગને ઈદ્ર જેવા, એવી સારી અરજિન મને આપજો આપ સેવા. ચૈત્યવંદન નાગપુરે અર જિનવર, સુદર્શન નૃપનંદ; દેવી માતા જનમિયો, ભવિજન સુખ કંદ લંછન નંદાવર્તનું, કાયા ધનુષહ ત્રીશ; સહસ ચોરાણી વરષનું આયુ જાસ જગીશ અરુજ અજર અર જિનવરૂએ, પામ્યા ઉત્તમ ઠાણ; તસ પદપદ્મ આલંબતાં, લહીયે પદ નિરવાણ ૨ ૩ સ્તવન ) ધરમ પરમ અરનાથનો, કિમ જાણું ભગવંતરે; સ્વ પર સમય સમજાવીયે, મહિમાવંત મહંતરે. શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમય એહ વિલાસરે; પર વડિ છાંહડી જિહાં પડે, તે પર સમય નિવાસરે. તારા નક્ષત્ર ગ્રહ ચંદની, જ્યોતિ દિનેસ મઝારરે; દર્શન જ્ઞાનચરણથકી, શક્તિ નિજાતમ ધારરે. ભારી પીળો ચીકણો, કનક અનેક તરંગરે; પર્યયદષ્ટિ ન દીજીયે; એકજ કનક અભંગરે દર્શન જ્ઞાન ચરણથી, અલખ સરૂપ અનેકરે; નિરવિકલપ રસ પિજીયે, શુદ્ધ નિરંજન એકરે. પરમારથ પથે જે કહે, તે રંજે એક સંતરે; વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંતરે. વ્યવહારે લખું દોહિલા, કાંઈ ન આવે હાથરે; શુદ્ધનય થાપના સેવતા, નવિ રહેં દુવિધા સાથરે. એકપખી લખ પ્રીતની, તુમ સાથે જગનાથરે, - કૃપા કરીનેં રાખો , ચરણ તલે ચહી હાથરે. ધ.૮ ચક્રી ધરમતીરથતણો, તીરથફળ તતસારરે, તીરથ સેવે તે લહેં, આનંદઘન નિરધારરે. થાય 'અર જિનવર રાયા, જેહની દેવી માયા, સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કોયા; નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દયા, સમવસરણ વિરચાયો, ઈદ્ર-ઈદ્રાણી ગાયા. ( 18 ) - ક , * , , , , , , , , , Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરનાથ પ્રભુનું ચરિત્ર અજ્ઞાનરૂપી તિમિરને દૂર કરી, જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનારી હે માતા શારદા ! ત્રણે લોકમાં દિવ્ય પ્રકાશ પાથરનાર, ચંદ્ર જેવી ઉજ્જવળ ક્રાંતિને ધારણ કરનાર અને ચંદનવૃક્ષ જેવી શીતળતા સદાય ફેલાવનાર શ્રી અરનાથ પ્રભુના ઉત્તમ ચરિત્રનું આલેખન કરવા આપની ઉપાસના દ્વારા શક્તિની પ્રાપ્તિ થાઓ એ જ પ્રાર્થના ! વર્તમાન ચોવીશીના અઢારમાં તીર્થંકર શ્રી અરનાથ પ્રભુના ત્રણ ભવનું વર્ણન આ પ્રમાણે છે. ભવ પહેલો પરમ ઉપકારી પરમાત્માનાં પુનિત પગલાંથી પાવન થયેલ જંબુદ્રીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં સીતાનદીના વિશાળ તટ પર આવેલાં વત્સ નામના વિજયની સુસીમા નામની સમૃદ્ધ નગરીમાં ધનપતિ નામના રાજા હતા. નામ જેવા ગુણ એ મુજબ તેના રાજ્યમાં અપાર સમૃદ્ધિ હતી છતાંય જેમ ગુણવાન વ્યક્તિ સંપત્તિમાં લીન બની ધર્મની ઉપેક્ષા ક૨તા નથી એ પ્રમાણે ધનપતિ રાજા પણ જીવનમાં સત્તા કરતાં ધર્મને વધુ મહત્વ આપતા. ન્યાય અને નીતિથી પ્રજાનું રક્ષણ કરતા તેથી તે પ્રજાવત્સલ રાજા તરીકે સુપ્રસિદ્ધ બન્યા હતા. જે રાજા સત્તા અને સંપત્તિમાં અંધ બને તેનું જીવન અને રાજ્ય અંતે પતન પામે છે, પરંતુ જે સત્તામાં પણ ધર્મને ચૂક્તો નથી એ રાજ્ય હંમેશા ઉન્નતિ પામે છે. સંસા૨માં ફરજ બજાવતા આસક્તભાવ અનુભવ્યા વગર ધનપતિ રાજાનું મન ધીમે ધીમે સંસારથી વિરક્ત થવા માટે ઉત્સુક બનવા લાગ્યું, તેથી તેણે સંવર નામના મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. જીવનમાં સદાય ધર્મને પ્રાધાન્ય આપનાર ધનપતિ રાજાએ મુનિપણાંમાં પણ વિવિધ અભિગ્રહ અને વ્રતોનું પાલન ચાલુ રાખ્યું. ઉગ્ર તપસ્યા કરતા તેઓ મુનિપણે વિચરવા લાગ્યા. એક વખત તેમણે ચાતુર્માસના ઉપવાસ કર્યાં. મનની સમતાને ગુમાવ્યા વગર તપશ્ચર્યા પૂર્ણ થતા જિનદાસ નામના એક શ્રેષ્ઠિપુત્રને ત્યાં પારણું કર્યું. આ ઉપરાંત જુદા જુદા સ્થાનકોની આરાધના કરી પૂર્વ કર્મને તોડી તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. કાળાન્તરે ધનપતિમુનિ ઉચ્ચ ચારિત્ર્યના પાલન પછી કાળધર્મ પામ્યા. ભવ બીજો તીર્થંકર નામકર્મ બાંધ્યા પછીના ભવે એ જીવ હંમેશા દેવપણે દેવલોકમાં જન્મે છે. અહીં ધનપતિમુનિએ ઉત્તમ ચારિત્ર્યના પાલન અને ઉગ્ર તપશ્ચર્યા દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યું હતું, તેથી કાળધર્મ પામી તેમનો જીવ નવમાં ચૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવલોકમાં અપાર સુખ ભોગવ્યા પછી કાળાન્તરે ત્યાં ધનપતિ રાજાના જીવે આયુષ્ય પૂર્ણ કર્યું. 1-૧૦૪}=== Page #175 -------------------------------------------------------------------------- ________________ ભવ ત્રીજો દેવતાઓમાં ઈન્દ્ર સમાન, ધર્મપ્રિય અને પ્રજાવત્સલ રાજા સુદર્શન જંબૂદ્વીપનાં ભરતક્ષેત્રનાં સમૃદ્ધ નગ૨ હસ્તિનાપુરની શોભાસમાન હતા. નગરમાં સોનાના સ્ફટિક અને નીલમણિથી મઢેલાં ચૈત્યો જાણે મેરૂશિખર જેવા સુંદર લાગતા હતાં. સુદર્શન રાજા પાસે અઢળક સંપત્તિ હતી; ચતુરંગ સેના તેમના આદેશનું પાલન ક૨વામાં ગૌરવ અનુભવતી હતી. તેમને મહાદેવી નામની પ્રિય રાણી હતી. અન્ય કોઈ રાણીની ક્યારેય ઈર્ષા ન કરનાર મહાદેવી લાવણ્યમય રૂપ ધરાવતી હતી. સુદર્શન રાજાની સાથે મહાદેવી રાણી સ્વર્ગની દેવાંગના જેમ શોભી રહી હતી. બન્ને સુખથી સમય પસાર કરતા હતા. સમય જતા ત્રૈવેયક દેવલોકમાંથી ધનપતિ રાજાના જીવનું દેવપણામાંથી મહાદેવી રાણીની કુક્ષિમાં ચ્યવન થયું. એ મહાન દિવસ એટલે ફાગણ સુદ બીજનો દિવસ. આ દિવસે મહાદેવી રાણીના મુખ પર અજબ ઉલ્લાસ જણાતો હતો. તે રાત્રી પણ જાણે શુભ બની ગઈ હોય, એમ રાણીએ ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. રાત્રીના શેષ ભાગે ઉજ્જવળ ગજેન્દ્ર, નિર્મળ વૃષભ, કેશરીસિંહ, રૂપાના દર્પણ જેવો પૂર્ણ ચંદ્ર વગેરે સ્વપ્નો જે માતા પોતાના મુખમાં પ્રવેશતા જુએ તેને તીર્થંકરની માતા બનવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. રાણી મહાદેવીના ઉદ૨માં તીર્થંકર ૫૨માત્માના જીવનું ચ્યવન થતાં નારકીના જીવોએ ઘડીભર સુખનો અનુભવ કર્યો. પ્રાતઃકાળ થતા રાણીએ રાજા સુદર્શનને આ ચૌદ મહાસ્વપ્નો વિષે જણાવ્યું ત્યારે રાજા પણ ઉત્તમ ભવિષ્યની આગાહી કરી શક્યા. સુપનપાઠકોએ સ્વપ્નોનાં પરિણામ અને મહત્વ વિષે વાત કરી ત્યારે રાજપરિવારમાં હર્ષનો અનુભવ થયો. દિવસે દિવસે રાણી મહાદેવીના ઉદ૨માં ઉત્કૃષ્ટ જીવ વૃદ્ધિ પામવા લાગ્યો. રાણી આનંદથી દિવસો પસા૨ ક૨વા લાગી. અનુક્ર્મ માગશર સુદ દસમે જ્યારે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવ્યો ત્યારે નંદાવર્તનાં લાંછનવાળા સર્વગુણલક્ષણ સંપન્ન સુવર્ણવર્ણી પુત્રને ૨ાણીએ જન્મ આપ્યો. પ્રભુનો જન્મ થાય ત્યારે ઈન્દ્રનું આસન કંપે જેથી પ્રભુજન્મની જાણ ઈન્દ્રો, દેવતાઓ, દેવીઓ વગેરેને થાય. જન્મ કલ્યાણક ઈન્દ્રો અને દેવી-દેવતાઓ દ્વારા ઉજવાય એટલે એના સંકેતરૂપે આસન કંપે એ મ અનુસાર સૌધર્મેન્દ્રનું આસન કંપ્યું. જ્ઞાનના પ્રભાવે પ્રભુના જન્મની જાણ થતા, છપ્પન દિકુમારિકાઓ ચામર, દર્પણ, પંખા, કળશ આદિ સામગ્રી સાથે વિવિધ દિશા-વિદિશામાંથી સુતિકર્મ માટે આવી પહોંચી. ચારે તરફ મધુર ધ્વનિઓ સંભળાયા. દેવવિમાનોથી આકાશની શોભા વધી. ગીતોના સુમધુર શબ્દોથી રાજદરબારનું વાતાવરણ ગૂંજી ઊઠયું. માતા અને બાળકને જોતા સૌ દેવીઓ - દિક્કુમારિકાઓના ચહેરા પાવન થયાનો સંકેત વ્યક્ત કરતા હતા. તેઓએ વિધિ અને તેમના ક્ર્મ અનુસાર સૂતિકર્મ પૂર્ણ કર્યું. - ઈન્દ્રએ માતાને અવસ્વાપિની નિદ્રા આપી, પ્રભુના પ્રતિબિંબને તેમની પાસે સ્થાપિત કરી પાંચ રૂપ ધારણ કર્યાં. તેમના કર્મ મુજબ એક રૂપે પ્રભુને ધારણ કર્યાં, એક સ્વરૂપે છત્ર ધર્યું. બે સ્વરૂપો બન્ને બાજુ ચામર ઢોળવા લાગ્યાં અને એક સ્વરૂપે આગળ વજ્ર ઉછાળી ચાલવા માંડયું. ચારે બાજુ જયજયકારના નાદ વચ્ચે ચોસઠ ઈન્દ્રોએ મેરૂપર્વત પર જઈ પ્રભુનો જન્માભિષેક કર્યો. પ્રભુને વસ્ત્રાલંકારોથી વિભૂષિત કરી સૌધર્મેન્દ્ર પ્રભુની સ્તુતિ કરી. ફરી તેઓ પ્રભુને માતા પાસે લઈ આવ્યા અને માતાની અવસ્વાપિની નિંદ્રા દૂર કરી. પ્રભુને માતાની બાજુમાં સ્થાપિત કર્યાં. સૌ દેવી-દેવતાઓ માતા તથા પ્રભુને પ્રણામ કરી, સ્તુતિ કરી અને સ્વસ્થાને પાછા ગયા. ૧૦૫ Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળ થતા રાજા સુદર્શને પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવ્યો. હસ્તિનાપુર નગરમાં ઘેર ઘેર આનંદ- જે ઉલ્લાસનું વાતાવરણ ફેલાયું. નગરજનોએ આ ઉત્સવને પરમ પુણ્યોદય માની વધાવી લીધો. જ્યારે પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં અર એટલે કે ચન્ના આરા જોયા હતા એટલે પ્રભુનું નામ અર પાડવામાં આવ્યું. દેવાંગનાના રૂપ જેવી ધાત્રીઓથી ઉછેરાયેલા અર કુમાર અનુક્રમે યૌવનવય પામ્યા ત્યારે તેમની કાયા ત્રીસ ધનુષ્ય જેટલી ઊંચી હતી. પિતાની આજ્ઞા મુજબ તેમણે અનેક રાજ કન્યાઓ સાથે લગ્ન કર્યા. જન્મથી એકવીશ હજાર વર્ષો ગયા પછી પિતાની આજ્ઞા અનુસાર અરકુમારે રાજ્યની જવાબદારી સંભાળી. કર્મસત્તા કોઈનેય છોડતી નથી એ ન્યાયે પોતાના ભોગાવલિ કર્મ ભોગવવા જ પડે એમ સ્વીકારી અરકુમાર રાજા તરીકે સત્તા ભોગવવા લાગ્યા. આ મુજબ એકવીશ હજાર વર્ષ માંડલિકપણામાં ગયાં. એ સમયે તેમની આયધશાળામાં ચક્ર રત્ન ઉત્પન્ન થયું. આ સાથે બીજા તેર પ્રભાવશાળી ચક્રે પણ તેમના સાથમાં હતાં તેથી ઉત્પન્ન થયેલાં ગગનચારી ચન્ની પાછળ તેઓ દિગ્વિજય કરવા નીકળ્યાં. જેમ જેમ તેઓ એક એક ખંડમાંથી પસાર થતા ગયા તેમ તેમ વિજયની માળા તેમના કંઠમાં આરોપતી ગઈ. આ રીતે ચારસો વર્ષ સુધી ફરીને આખા ભરતક્ષેત્ર ઉપર પોતાનું શાસન સ્થાપિત કર્યું. દિગ્વિજય મેળવીને પાછા ફર્યા ત્યારે સમગ્ર પ્રજા સાથે દેવતાઓએ અરકુમારનો ચક્વર્તી રાજા તરીકે ઉત્સવ મનાવ્યો. એકવીશ હજાર વર્ષ જેટલો લાંબો સમય ચક્વર્તીપણામાં પસાર થયો. પ્રભુના જીવનનાં મહત્વનાં કાર્ય અને પ્રસંગોનો નિર્દેશ ઈન્દ્રો દ્વારા કે દેવતાઓ દ્વારા થતો હોય છે. અરકુમારે ચક્વર્તીપણામાં પૂર્ણ સુખ ભોગવ્યું, પછી લોકાંતિક દેવતાઓએ તેમને કહ્યું, “સ્વામી ! તીર્થ પ્રવર્તાવો” આ સાંભળી અરકુમારે ક્ષણવારમાં જ મહાસામ્રાજ્યનો ત્યાગ કરવાની તૈયારીરૂપે વાર્ષિકદાન આપવાનું શરૂ કર્યું. વિવિધ પ્રકારના અને વિવિધ સ્થળોએથી દેવતાઓ વડે લવાયેલાં મૂલ્યવાન દ્રવ્યોનું દાન કરી પ્રભુએ લોકોની ઈચ્છા પૂર્ણ કરી. વર્ષાન્ત તેમણે રાજ્યસત્તા પોતાના પુત્ર અરવિંદને સોંપી. આ સમયે પણ પોતાનું આસન ચલિત થવાથી ઈન્દ્રો અંતઃપુરના પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યા. અનુક્યું તેઓએ પ્રભુની દિક્ષા વિધિપૂર્વક કરવા માટે દીક્ષા સંબંધી અભિષેક, સ્નાન, વિલેપન અને દિવ્યવસ્ત્રાલંકારોનું આરોપણ, આદિ ક્રિયાઓ કરી. દેવોએ પ્રભુ માટે વૈજ્યત નામની શિબિકા રચી. પ્રભુ તેમના પર આરૂઢ થયા. શરૂઆતમાં મનુષ્યોએ અને પાછળથી દેવતાઓએ આ શિબિકાને ઉપાડી. ગીતો અને વાજિંત્રોમાંથી પ્રગટ થતા મધુર ધ્વનિ વચ્ચે શિબિકા સહસ્ત્રાપ્રવનમાં આવી પહોંચી. વનમાં પણ પ્રકૃતિ તથા પક્ષીઓ પ્રભુના આગમનની રાહ જોઈ આનંદ પામતા હોય એવી વનરાજી ખીલી હતી. આ મનોહર ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. શિબિકામાંથી નીચે ઉતરી પ્રભુએ માગશર સુદ અગિયારસના દિવસે છઠ્ઠના તપ સાથે અન્ય એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. તરત જ તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. બીજા દિવસે રાજપુર નગરમાં અપરાજિત રાજાને ઘેર પ્રભુએ પારણું કર્યું. વિધિ અને સ્વકર્મ અનુસાર દેવતાઓએ ત્યાં પંચ દિવ્ય પ્રગટાવ્યા. જ્યાં પ્રભુના પગલાં પડ્યાં હતાં, ત્યાં રાજાએ રત્નની પીઠિકા રચી. આ રીતે સૌએ મળી અરનાથ પ્રભુનો દીક્ષા મહોત્સવ ખૂબ જ ધામધુમપૂર્વક ઉજવ્યો. આ પછી પ્રભુ વિવિધ અભિગ્રહને ધારણ કરતા પૃથ્વી તટ પર વિહાર કરવા લાગ્યા. ત્રણ વર્ષ સુધી આ રીતે છબસ્થપણે પસાર કર્યા બાદ પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં આમ્રવૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યાં. અનુક્મ ઘાતિકર્મનો ક્ષય થતાં કારતક સુદ બારસે જ્યારે ચંદ્ર રેવતી નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુને કેવળજ્ઞાન K પ્રાપ્ત થયું. આ સમયે ઈન્દ્રાસન કંપિત થતા ઈન્દ્રો અને દેવતાઓને પ્રભુના કેવળજ્ઞાનની જાણ થઈ. તરત જ Jad ucation International Page #177 -------------------------------------------------------------------------- ________________ છે દેવતાઓએ આવી પ્રભુનું વિધિપૂર્વક સમવસરણ રચ્યું, જેમાં વાયુકુમારે એક યોજન સુધી પૃથ્વીને સાફ કરી, જે મેઘકુમાર દેવતાઓએ સુગંધી જળનો છંટકાવ કર્યો, વ્યંતર દેવતાઓએ રત્નના તથા સુવર્ણના પાષાણોની ભૂમિ બાંધી તેના પર પંચવર્ણા પુષ્પો પાથર્યાં. વચ્ચે ભવનપતિ દેવતાઓએ મધ્યમાં રત્નની પીઠ બનાવી.ચારે તરફ અનુક્રમે સોનાના કાંગરાવાળો રૂપાનો ગઢ, રત્નના કાંગરાવાળો સોનાનો ગઢ અને માણેકના કાંગરાવાળો રત્નનો ગઢ બનાવ્યો. વચ્ચે ત્રણસોને સાઠ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષની રચના કરી. પ્રભુએ પૂર્વદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો, ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી અને “તીર્થાય નમઃ” કહીને પૂર્વાભિમુખે પૂર્વ સિંહાસન પર તેઓ બિરાજમાન થયાં. દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં ત્રણ બિબો સ્થાપિત કર્યા. પ્રભુ સમવસરણમાં પધાર્યા હતા તે જાણી રાજા કુરૂદ્રહ ચતુરંગી સેના સહિત ત્યાં આવી પહોંચ્યા. ઈન્દ્ર અને રાજાએ ઊભા થઈને પ્રભુને સ્તુતિ કરી. આ પછી અરનાથ ભગવાને સર્વ જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપવો શરૂ કર્યો. તેમણે કહ્યું : “ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ પૈકી મોક્ષનો પુરુષાર્થ ઉત્તમ છે જે મેળવવા માટે યોગીઓ પણ પ્રબળ પુરુષાર્થ કરે છે. રાગ અને દ્વેષ સર્વ પ્રાણીઓની માટે બંધનરૂપ છે. તે જ સર્વ દુઃખનું મૂળ છે. જીવનમાં રાગ-દ્વેષને ટાળવાથી જીવ સ્વભાવે સ્ફટિક મણિ જેવો નિર્મળ છે. સંસારમાં ત્રણ દોષ છે - રાગ, દ્વેષ અને મોહ. મુમુક્ષુ આત્મા આ ત્રણેય દોષથી પર રહેવા માગે છે. માટે આ દોષો દૂર કરવા.” પ્રભુ ઉપર પ્રમાણે ઉપદેશ આપી રહ્યા હતા, ત્યારે સર્વ જીવોના ચહેરા પર પ્રસન્નતા છવાયેલી હતી. પ્રથમ પૌરુષી સમાપ્ત થતા પ્રભુએ દેશના સમાપ્ત કરી. તેમની પાદપીઠ પર બેસી પ્રભુના પ્રથમ ગણધર કુંભે બીજી પૌરુષી પૂર્ણ થઈ ત્યાં સુધી દેશના આપી. આ દેશનાથી કૃતાર્થ થયાનો અનુભવ કરી સૌ પોતાના સ્થાને પાછા ફર્યા. પ્રભુ અરનાથના સમયમાં તેમના તીર્થમાં ત્રણ નેત્રવાળો, શ્યામવર્ણ, છ ડાબી અને છ જમણી એમ બાર ભૂજાઓવાળો પમુખ નામે યક્ષ શાસનદેવતા થયો અને નીલવર્ણવાળી, કમળપત્ર પર બેસનારી, ચાર ભુજાવાળી ધારિણી શાસનદેવી થઈ. આ રીતે શાસનદેવતાઓથી અધિષ્ઠિત થયેલા અરના પર વિહાર કરવા લાગ્યા. એમની વાણીના પ્રભાવથી તેમના પરિવારમાં પચાસ હજાર સાધુઓ (મહાત્મા), સાઠ હજાર તીવ્ર વ્રતધારી સાધ્વીઓ, છસોને દશ ચૌદ પૂર્વધારીઓ, બે હજાર છસો અવધિજ્ઞાનીઓ, પચીસો ને એકાવન મન:પર્યવજ્ઞાનીઓ, બે હજાર ને આસો વળજ્ઞાનીઓ, સાત હજાર ને ત્રણસો વૈક્સિલબ્ધિવાળા, એક હજાર ને છસો વાદલબ્ધિવાળા, એક લાખ ને ચોરાશી હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને બોતેર હજાર શ્રાવિકાઓ થયા. પોતાનો નિર્વાણસમય નજીક આવેલો જાણી અરનાથ પ્રભુ સમેતશિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસના અનશન પછી માગશર સુદ દસમના રોજ જ્યારે ચંદ્ર રેવતી નક્ષત્રમાં હતો ત્યારે તે મુનિઓ સાથે પ્રભુ મોક્ષપદને પામ્યા. એ સમયે ઈન્દ્રનું સિંહાસન કંપી ઊઠયું. તેમણે અવધિજ્ઞાન દ્વારા પ્રભુના નિર્વાણ વિષે જાણ્યું. તરત જ તે પરિવાર સાથે પ્રભુના શરીરનો સંસ્કાર કરવા આવી પહોંચ્યાં. સૌ ઈન્દ્રોએ મળી યથાવિધિ પ્રભુની અન્ય યિાઓ કરી. દેવતાઓએ દાઢ, દાંત તેમ જ અસ્થિઓને યોગ્ય રીતે ગ્રહણ કર્યા અંતે સૌ પોતપોતાના સ્થાને ગયા. અરનાથ પ્રભુએ કૌમાર વયમાં, માંડલિકપણામાં, ચક્વર્તીપણામાં અને સંયમજીવનમાં સરખા એટલે કુલ ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું. આ રીતે અઢારમાં તીર્થકર તરીકે વર્તમાન ચોવીશીમાં શ્રી અરનાથ પ્રભુ ચક્વર્તી તીર્થકરનું પદ પામ્યા. ગુણરૂપી વૃક્ષોની વૃદ્ધિ કરનાર અને જગતમાં આનંદનો ઉદ્યોત કરી, ધર્મ ફેલાવનાર શ્રી અરનાથ પ્રભુના | ચરિત્ર લેખનનું યથામતિ આલેખન કરવામાં ધન્યતા અનુભવું છું. uuuuuuuuuuu009 Page #178 -------------------------------------------------------------------------- ________________ श्री मल्लिनाथ ॥ Annap aantar AUR SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR कुबेर यक्ष वैरोटया देवी ॥ श्री मल्लिनाथ ॥ SURASURNARADHISH MAYURNAV VARIDAM KARMADRUNMULANE HASTI MALLAM MALLI MABHISHTUMAH सुरासुरनराधीश,-मयूरनववारिदम् । कर्मद्रुन्मूलने हस्ति,-मलं मल्लीमभिष्टुमः ॥१९॥ . MAUNEduonminute Page #179 -------------------------------------------------------------------------- ________________ ફોટો સૌજન્ય શ્રી મલ્લિનાથ ભગવાન શ્રી બચુભાઈ નરોત્તમદાસ વોરા પરિવાર–મુંબઈ સ્તુતિ તાર્યા મિત્રો અતિ રૂપવતી સ્વર્ણની પૂતળીથી, એવી વસ્તુ પ્રભુ તુજ નથી બોધ ના થાય જેથી; સચ્ચારિત્રે જન મન હરી બાળથી બ્રહ્મચારી, નિત્યે મલ્લિ-જિનપતિ મને આપજો સેવ સારી. ચૈત્યવંદન મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયી; પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી. ૧ તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ્ય પચવીશની કાય; લંછન કળશ મંગલકરૂ, નિર્મમ નિરમાય. રે વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. ૩ સ્તવન સેવક કિમ અવગણિયેહો, મલ્લિજિન. એ અબ શોભા સારી; અવર જે આદર અતિ દિયે, તેહને મૂલ નિવારીહો. જ્ઞાનસુરૂપ અનાદિ તુમ્હારૂં, તે લીધું તમે તાણી, જુઓ આજ્ઞાનદશા રીસાવી, જાતાં કોણ ન ખણીહો. નિંદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરિય અવસ્થા આવી; નિંદ્રા સુપનદશા રીસાણી, જાણી ન નાથ મનાવીહો. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારસું ગાઢી; મિથ્યામતી અપરાધણ જાણી, ધરથી બાહિર કાઢીહો હાસ્ય અતિ ચિંત શોગ દુગચ્છા, ભય પામર કરસાલી; નોકષાય શ્રેણીગજ ચઢતાં, શ્વાન તણી ગતિ ઝાલીહો. રાગ દ્વેષ અવિરતિની પરણીત, એ ચરણમોહના યોધા; વીતરાગ પરિણતિ પરણમતાં, ઉઠી નાઠા બોધાહો. વેદોદય કામાપરિણામા, કામ કરમ સહુ ત્યાગી; નિકામી કરૂણારસસાગર, અનંત ચતુપદ પાગીહો. દાન વિધન વા૨ી સહુ જનને, અભયદાન પદદાતા; લાભ વિધન જગ વિધન નિવારક, પરમ લાભરસમાતાહો. વીર્ય વિધન પંડિત વીર્યે હણ્યો, પૂરણ પદવી જોગી; ભૌગોપભોગદોય વિધન નિવારી, પૂરણ ભોગી સુભોગીહો ઈમ અઢાર દૂષણ વજિત તનુ, મુનિજનવૃંદ ગાયા; અવિરતિરૂપક દોષ નિરૂપણ, નિરદૂષણ મનભાયાહો. ઈણ વિધિ ૫૨ખી મન વિસ૨ામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની હિરનિજરથી, આનંદઘનપદ પાવો. શેય મલ્લિજિન નમીયે, પૂરવલાં પાપ ગમીયે, ઈન્દ્રિય ગણ દમિયે, આણ જિનની ન ક્રમીયે; ભવમાં નવિ ભમિયે, સર્વ પરભાવ વમીયે, નિજ ગુણમાં ૨મીયે, કર્મ મલ સર્વ ધમીયે. 19 . મ.૧ માર મ.૩ મ.૪ માપ મ ફોટો સૌજન્ય મ. ક મ.૮ મ.૯ મ. ૧૯ 4.11 Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી મલ્લિનાથ પ્રભુનું ચરિત્ર શરદપૂર્ણિમાના ચંદ્ર સમાન વદનવાળી બે વાગેશ્વરી દેવી ! ત્રણે લોકમાં ભયંકર એવા રાગ-દ્વેષ અને જન્મ-જરાદિ ભાવોને હણી નાખનાર શ્રી મલ્લિનાથ પ્રભુના સ્વમતિ અનુસાર ચરિત્ર આલેખનમાં આપ સહાયભૂત થાઓ ! શ્રી મલ્લિનાથ ભગવાનના ત્રણ ભવોનું વર્ણન નીચે મુજબ છે. III) ભવ પહેલો || જંબુદ્વીપના અપરવિદેહમાં સલિલાવતી વિજયમાં વીતશોકા નામે નગરી હતી. આ નગરીની શોભા સમાન બળવાન રાજા બળ, હાથી જેવું બળ, સિંહ જેવું સામર્થ્ય અને કુબેર જેટલી સંપત્તિ. ધરાવતો હતો. જ્યારે ધર્મ અને નીતિ રાજાના પાયાના આદર્શો બને, ત્યારે રાજ્ય દરેક રીતે પ્રગતિ કરી શકે. બળ રાજાનું રાજ્ય પણ સુખી અને સમૃદ્ધ ગણાતું હતું. બળ રાજાને ધારણી નામે રાણી હતી. રાણી પણ રાજ પરિવારમાં ખૂબ જ માનભર્યું સ્થાન ભોગવતી. તેમને મહાબલ નામનો પરાક્રમી પુત્ર હતો. યૌવનવય પામતા મહાબલના પાંચસો જેટલી સુંદર કન્યાઓ સાથે લગ્ન થયા. મહાબલ અને તેની રાણીઓ સુખ ભોગવી સંસારની જવાબદારીઓ સારી રીતે વહન કરતા હતાં. મહાબલને અચલ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ અને અભિચંદ્ર નામે જ બાલમિત્રો હતો. મિત્રો તરીકે બધાં વચ્ચે અત્યંત સ્નેહ હતો. સૌ એકબીજાના સુખ-દુઃખમાં હંમેશા સાથ આપતા હતા. એક વખત તે નગરીની બહાર કેટલાક મુનિ ભગવંતો પધાર્યા હતા. મુનિ ભગવંતોની વાણીના પ્રભાવથી સૌ નગરજનો અત્યંત પ્રભાવિત થયા. બળ રાજા પણ મુનિઓની વાણીથી સંસારની અસારતા સમજી શક્યા. તેણે વૈરાગ્ય પ્રાપ્ત થતા દીક્ષા લીધી. રાજ્યની જવાબદારી હવે મહાબલકુમાર પર આવી. મહાપુરૂષોનાં જીવનની એ જ લાક્ષણિકતા છે કે તેઓ સંસારની જવાબદારી વહન કરતા હોય છતાં, તેમાં આસક્ત થયા વગર જ નિરપેક્ષભાવે રહી શકે. મહાબલ રાજા તેની પત્ની કમલશ્રી તથા પુત્ર બલભદ્ર સાથે સંસાર સુખ ભોગવતો છતાંય તેના છએ મિત્રો સાથે ઘણી વખત આ સંસારની પ્રત્યે પોતાની વિરકતા વિષે વાતો કરતો. મિત્રો પણ તેની આ વાત સાથે સંમત થતા. તેઓ પણ મહાબલ સાથે જ દીક્ષા લેવા તૈયાર થયા. મહાબલ મિત્રોની સાચી વફાદારી તરફ ગૌરવ અનુભવતા મિત્રોની પ્રસંશા કરવા લાગ્યો. છેવટે છએ મિત્રો સાથે દીક્ષા લઇ ઉત્તમ સંયમી જીવન પસાર કરવા લાગ્યા. મહાબલના ગયા પછી રાજ્યની જવાબદારી તેના પુત્ર બલભદ્ર પર આવી પડી. આ બાજુ મહાબલમુનિ પોતાના છએ નિમિત્રો સાથે મોક્ષમાર્ગ મેળવવા પ્રયત્ન કરવા લાગ્યા. તેઓએ એવી પ્રતિજ્ઞા કરી હતી કે તેઓમાંથી કોઇ એક પણ જે તપસ્યા કરે, એ પ્રમાણે સૌએ કરવી. આ રીતે સી ઉગ્ર તપશ્વર્યા કરવા લાગ્યા. મહાબલમુનિ ઇચ્છતા હતા કે તે સૌથી વધુ ફળ મેળવી મોક્ષમાર્ગ પ્રાપ્ત કરે. એક 6. કુવિચારનો અમલ કરવા બીજાં અનેક જૂઠનો આશ્રય લેવો પડે છે. મહાબલમુનિ બીજા મિત્રો કરતાં વધુ પૂણ્ય તે S unniu a un૧૦૮ પuuuuuuuuuuu DIS Page #181 -------------------------------------------------------------------------- ________________ છે કમાવા બીજાથી છૂપી રીતે કાંઇક કરવાનું વિચારવા લાગ્યા. આ માટે તે રોજ જૂદા-જૂદા ન્હાના બતાવવા તે લાગ્યા. “આજ મારું માથું દુઃખે છે, આજે પેટમાં દુઃખે છે. આ રીતે ભોજન ન લઇ, બીજા મિત્રોને છેતરી તેઓથી અધિક તપ કરતા હતા. એક પછી એક તપ વડે કર્મની નિર્જરા કરતા ઉત્તમ સ્થાનકોની તેમણે આરાધના કરી, તેમણે તીર્થકર નામકર્મનું ઉપાર્જન કર્યું, પરંતુ કપટ સાથે કરેલાં તપનું પરિણામ કર્મબંધ કરાવે છે. એ મુજબ મહાબલ મુનિએ સ્ત્રીવેદ કર્મ બાંધ્યું. ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મહાબલમુનિ અને તેના છએ સાથી મુનિઓ ચોરાશી હજાર વર્ષ સંયમજીવન પાળી અનશન વ્રત લઇ કાળધર્મ પામ્યા. મહાબલમુનિનાં દૃષ્ટાંતથી જાણવા મળે છે કે ઉત્તમ ચારિત્ર અને તપથી કર્મની નિર્જરા જરૂર થાય છે. પણ જો તેમાં માયા કે કપટ ભળે તો કર્મબંધનું કારણ બને છે. |||III) ભવ બીજો IIIIIIII) પૂર્વ ભવમાં કરેલ પૂણ્યકર્મ બીજા ભવમાં ઉત્કૃષ્ટ સ્થાન અપાવે છે. મહાપુરૂષો જણાવે છે કે સત્કર્મનું વાવેલું બીજ વૃક્ષ બનીને પાંગરે ત્યારે તેની શીતલ છાયા સૌને શાતાનો અનુભવ કરાવે છે. મહાબલમુનિએ અને તેના સાથી મુનિઓએ પૂર્વભવમાં ઉગ્ર તપ અને સંયમથી કરેલાં પૂણ્યના ઉપાર્જનથી બીજા ભવે ઉત્કૃષ્ટ એવા વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવ તરીકે સ્થાન મેળવ્યું. સાતેય મિત્રો પૂર્વભવના સ્નેહને કારણે અહીં પણ મૈત્રીભાવપૂર્વક દેવલોકનાં સુખનો અનુભવ કરી રહ્યાં હતાં. કાળાન્તરે તેઓએ દેવ તરીકેનું આયુષ્ય પૂર્ણ કર્યું. IIIII) ભવ ત્રીજો IિIII) સૂવર્ણનાં કુંભોથી શોભતા પ્રાસાદો અને ચૈત્યોને જોઇ જ્યાં દેવોને પણ સ્વર્ગના સુખ ઝાંખા લાગે, એવી અલોકિક નગરી મિથિલા આ જંબુદ્વીપના દક્ષિણ ભરતાર્ધમાં આવી હતી. આ નગરીમાં શાસ્ત્રો અને શસ્ત્રોનો જાણકાર, દાનવીર અને ધર્મમાં શ્રદ્ધા રાખનાર કુંભ નામે રાજા હતો. યશ, કીર્તિ અને વૈભવ તેના જીવનને વધુ ગૌરવ અપાવતા હતા. કુંભ રાજાને સુંદર પ્રભાવતી નામે રાણી હતી. રૂપ અને શીલ એ પ્રભાવતી રાણીની શોભા હતા. કુંભ રાજા અને રાણી પ્રભાવતી મિથિલા નગરીના રાજ્ય પરિવારમાં સ્વર્ગીય સુખ ભોગવતા હતાં. સમયાંતરે મહાબળનો જીવ વૈજયંત વિમાનમાંથી ચ્યવીને ફાગણ સુદ ચોથે જ્યારે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં હતો ત્યારે પ્રભાવતી રાણીની કુક્ષિમાં અવતર્યો. આ સમયે રાણીએ તીર્થંકરના જન્મની આગાહી કરતા ચૌદ મહાસ્વપ્નો જોયાં. રાણીએ પ્રાતઃકાળમાં કુંભ રાજાને સ્વપ્નો વિષે વાત કરી ત્યારે રાજાએ કહ્યું: આપણે ત્યાં કોઇ મહાન આત્માનો જન્મ થશે.” સુપન પાઠકોએ તીર્થંકરના જન્મને સૂચવતા સૌનો આનંદ ઉત્સવમાં બદલાઇ ગયો. ત્રણ મહિના પછી રાણીને માલ્ય (પુષ્પ) ની પથારીમાં સૂવાની ઇચ્છા થઇ. તીર્થંકરની માતાનો એવો પૂણ્યોદય હોય છે કે તેમની તમામ ઇચ્છા દેવો પૂરી કરતા હોય. પ્રભાવતી રાણીની આ ઇચ્છા દેવોએ છે પૂરી કરી. પોતાના સદ્દભાગ્યનું ગૌરવ અનુભવતા રાણી દિવસો પસાર કરવા લાગ્યાં. Page #182 -------------------------------------------------------------------------- ________________ સમય જતાં ચંદ્રનું સ્થાન અશ્વિની નક્ષત્રમાં હતું ત્યારે માગશર સુદ અગિયારસે પ્રભાવતી રાણીએ નીલવર્ણ ધરાવતી કુંભના લાંછનવાળી ઓગણીશમાં તીર્થકરરૂપી કન્યાને જન્મ આપ્યો. આ સમયે ઇન્દ્રનું ઇન્દ્રાસન કંપી ઉઠ્યું. દેવોએ અવધિજ્ઞાન વડે તીર્થકરના જન્મ વિષે જાણ્યું. તેઓના કર્મ પ્રમાણે દિકકુમારિકાઓ પ્રભુનો જન્મોત્સવ ઉજવવા વિવિધ ઉપકરણો સાથે આવી અને ભાવપૂર્વક સૂતિકાકર્મ કર્યું. પ્રભુ અને માતાની સન્મુખ તેઓએ સ્તુતિ કરી. તીર્થંકર પ્રભુનો જન્મોત્સવ ઉજવવા ઇન્દ્રો તેમને મેરૂગિરિ પર લઇ જાય છે અને ત્યાં વિધિપૂર્વક સ્નાત્ર મહોત્સવ કરી પ્રભુને વસ્ત્ર-અલંકારોથી અલંકૃત કરે છે. આ વિધિ અનુસાર અહીં પણ ઇન્દ્રોએ તેમ જ દેવતાઓએ પ્રભુનો સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો અને ભાવપૂર્વક પ્રભુની સન્મુખ સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ ! આજે તમારો જન્મોત્સવ ઉજવતાં અમારું દેવત્વ સફળ થયું. જે રીતે સોનાના મુગટમાં નીલમણિ શોભે એ રીતે તમે સૌની વચ્ચે શોભો છો. તમારા દર્શનથી મને જે સુખની પ્રાપ્તિ થાય છે, એવું સુખ ઇન્દ્રપણામાં પણ મને થતું નથી. એક તરફ ધાર્મિક કાર્ય અને બીજી તરફ તમારા દર્શન-આ બન્નેમાં તમારું દર્શન અધિક ફળપ્રાપ્તિનાં સાધનરૂપ છે.” તીર્થંકર પ્રભુના ગુણની યોગ્ય સ્તુતિ કર્યા પછી ઇન્દ્ર પ્રભુને ફરી પાછા માતાની પાસે મૂકી ગયા. માતા અને પ્રભુને નમસ્કાર કરી સૌ સ્વસ્થાને ગયા. પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાને પુષ્પની માળા પર સુવાની ઇચ્છા થઇ હતી. તેથી પુત્રીનું નામ મલ્લિ રાખવામાં આવ્યું. આ રીતે પૂર્વભવમાં બાંધેલા સ્ત્રીવેદ કર્મના પરિણામે તીર્થંકર પ્રભુને સ્ત્રી તરીકે જન્મ લેવો પડ્યો. મલ્લિકુમારી ધાત્રીઓના લાલનપાલનથી પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. વૃક્ષ પર શોભતી મંજરી કે છોડ પર મહેકતી પુષ્પકની જેમ મલ્લિકુમારીનું લાવણ્ય ખીલતું જતું હતું. તીર્થંકર પરમાત્મા પોતે જ કુમારી સ્વરૂપે હતા, જેથી ગુણથી તેમનું રૂપ અને સૌન્દર્ય તેમની પચીસ ધનુષ્ય જેટલી ઉંચી કાયાથી વિશેષ શોભતા હતા. પરસ્પર સ્નેહથી બંધાયેલા બીજા ભવે પણ કોઇને કોઇ સંબંધે ભેગા થાય છે. જે રીતે મહાબલે બીજા ભવે દેવપણાનું આયુષ્ય પૂર્ણ કરી ત્રીજા ભવે મલ્લિકુમારી તરીકે જન્મ ધારણ કર્યો એ રીતે તેમની સાથેના છએ મિત્રોએ પણ દેવગતિમાંથી ત્રીજા ભવે જુદા જુદા સ્થળે જન્મ ધારણ કર્યો. અચલરાયનો જીવ વૈજયંત વિમાનમાંથી ચ્યવીને ભરતક્ષેત્રના સાકેતપુર ગામે પ્રતિબુદ્ધિ રાજા થયો. તેના રાજમહેલમાં સાક્ષાત દેવાંગના સમાન રાણી પ્રભાવતી બિરાજમાન હતી. એક વખત રાણી શણગાર સજીને નાગપ્રતિમાનાં દર્શન માટે રાજા પ્રતિબુદ્ધિ સાથે જતી હતી, ત્યારે પુષ્યોનાં મંડપ વચ્ચે રાણીનું રૂપ અદ્ભુત લાગતું હતું. આ જોઇ રાજાએ તેના મંત્રીને પૂછ્યું કે પ્રભાવતી જેવું સ્ત્રીરત્વ ક્યાંય જોયું છે? આ સાંભળી મંત્રી સ્વબુદ્ધિએ મલ્લિકુમારીના રૂપ અને ગુણની પ્રસંશા કરતા કહ્યું, “મનુષ્યોમાં અને દેવતાઓમાં તે મલ્લિકુમારીના જેવી કોઇ નારી નથી.” આ સાંભળી રાજા પ્રતિબુદ્ધિને પૂર્વજન્મની મિત્રતાના અનુરાગે મલ્લિકુમારી સાથે લગ્ન કરવાની ઇચ્છા જાગી અને તે માટે દૂત દ્વારા સંદેશો પણ મોકલ્યો. જે રીતે અચલરાયે પ્રતિબુદ્ધિ રાજા તરીકે જન્મ ધારણ કર્યો, એ રીતે તેના અન્ય સાથી મિત્ર ધરણનો જીવ પણ વૈજયંત વિમાનમાં દેવપણામાંથી ચ્યવીને ચંપાપુરીમાં ચંદ્રષ્ણાય નામે રાજા થયો. આ નગરીમાં અહંન્નય નામે એક શ્રાવકધર્મ પાળતો વ્યાપારી હતો. એક વખત તે સમુદ્રયાત્રા કરવા નીકળ્યો, ત્યારે ઇન્દ્ર દેવોની સભામાં એવી આગાહી કરી કે અન્નય જેવો શ્રાવકધર્મ પાળતો અન્ય કોઇ શ્રાવક નથી. દેવોને આ સાંભળી આ અહંન્નયની ઇર્ષા થઇ તેથી તેઓએ એ સમુદ્રમાં વરસાદી તાંડવ શરૂ કરાવ્યું. ઇર્ષાની આગ માણસને ન ૧૧) LLLLLLLLTLTL Page #183 -------------------------------------------------------------------------- ________________ કરાવવાના કાર્યો કરાવવા માટે સતત પ્રેરતા હોય છે. વહાણ ડૂબવા લાગ્યું, ત્યારે સૌ મુસાફરો પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ ક૨વા લાગ્યા ત્યારે અર્હનય શ્રાવકે પણ અનશન ધારવાનું પચ્ચખાણ કર્યું. પરીક્ષા કરનાર અને ઇર્ષા કરનાર દેવોએ પ્રગટ થઇ અર્જુન્નયને પ્રણામ કર્યા. તેઓએ જ્યારે ઇન્દ્ર પાસે અર્હન્નયની દૃઢતા વિષે વાત કરી ત્યારે ઇન્દ્રે અર્હન્નયને ભેટરૂપે બે જોડી સુંદર અને દિવ્ય કુંડળો આપ્યા. આ જોઇ અર્હન્નય ખૂબ જ ખુશ થયો. દરિયો ખેડતા ખેડતા અર્જુન્નય મિથિલા નગરીના કુંભ રાજાને ત્યાં આવી ચડ્યો. રાજાએ તેનો ભાવપૂર્વક સત્કાર કર્યો તેથી અર્હન્નયે તેની પાસેના દિવ્ય કુંડળોમાંથી એક જોડ કુંડળ ભેટ તરીકે આપ્યા. રાજા આ કુંડળ જોઇ ખૂબ જ ભાગ્યશાળી હોવાનો અનુભવ કરવા લાગ્યા. આ કુંડળ તેણે તેની કુંવરી મલ્લિકુમારીને આપ્યાં. અર્હન્નયે મલ્લિકુમારીનું સૌદર્ય જોયું અને મનોમન મલ્લિકુમારી અને રાજા કુંભના વખાણ કરતા ચંપાપુરીના ચદ્રચ્છાયા રાજાને ત્યાં આવી પહોંચ્યો. રાજા પાસે બીજી જોડી કુંડળને ભેટ ધર્યા. રાજા આ દિવ્ય કુંડળો જોઇ વિસ્મય પામ્યો અને પૂછ્યું, “હે શ્રેષ્ઠીવર ! આ કુંડળ તમે ક્યાંથી લાવ્યા ?'' અર્હન્નયે સમગ્ર વૃત્તાંત રાજાને કહ્યું ત્યારે મલ્લિકુમારી સાથેના પૂર્વજન્મના મિત્રસ્નેહના યોગથી રાજા ચંદ્રચ્છાયાને મલ્લિકુમારી મેળવવાની ઇચ્છા જાગી, તરત જ તેણે પણ દૂત સાથે કુંભરાજાને આ વિષે સંદેશો મોકલાવ્યો. પૂર્વજન્મના સ્નેહના બંધનથી અચલ અને ધરણ બન્ને મલ્લિકુમા૨ીને મેળવવા ઉત્સુક હતા. ત્રીજા મિત્ર પૂરણનો જીવ પણ વૈજયંત વિમાનમાંથી આવીને શ્રાવસ્તીપુરીમાં રૂકમિ નામે રાજા થયો. તેને ધાણી નામે પત્ની અને સુબાહુ નામે સ્વરૂપવાન પુત્રી હતી. જ્યારે સુબાહુ ઉત્કૃષ્ઠ વસ્ત્રાલંકારો ધારણ કરે, ત્યારે તેનું સૌદર્ય કોઇ અપ્સરા જેવું ખીલી ઉઠતું. આ જોઇ રાજાને થતું કે આવી સ્વરૂપવાન કન્યા બીજે ક્યાં હોય ! આવો વિચાર કરતા રાજાએ તેના અંતઃપુરના સેવકને પૂછ્યું, “સુબાહુ જેવી સુંદર કન્યા તમે જોઇ છે ? ’’ સેવક રાજાને પ્રણામ સાથે બોલ્યો, “હે પ્રભુ ! મિથિલાનગરીના કુંભ રાજાની પુત્રી મલ્લિકુમારી જેવું કોઇ સ્ત્રીરત્ન મેં જોયું નથી? આ સાંભળી રાજાને પૂર્વજન્મના સ્નેહના કા૨ણે મલ્લિકુમા૨ીને મેળવવાની ઇચ્છા થતા, તેણે પણ દૂત સાથે કુંભ રાજાને સંદેશો મોકલ્યો. આ બાજુ છ મિત્રોમાંનો વસુનો જીવ પણ વૈજયંત વિમાનમાંથી ચ્યવીને વારાણસીમાં શંખ નામે રાજા થયો. એક વખત અર્હન્નયે આપેલું દિવ્ય કુંડળ મલ્લિકુમારીથી ભાંગી ગયું. તેથી રાજા કુંભે તે સરખું કરાવવા સોનીઓને ઘેર બોલાવ્યા. કોઇ સોની તે કુંડળ સરખું ન કરી શક્યો એટલે રાજાએ તેમને નગરમાંથી કાઢી મૂક્યાં. તેઓ વારણસીમાં શંખ રાજાને ત્યાં આવ્યા અને તેઓને કુંભ રાજાએ કાઢી મૂક્યા તે વિષેનું વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાથે મલ્લિકુમા૨ીના રૂપની પણ તેઓએ વાત કરી ત્યારે પૂર્વજન્મના સ્નેહને કા૨ણે ૨ાજા વસુએ પણ મલ્લિકુમારીને મેળવવા દૂતને મિથિલામાં કુંભ રાજા પાસે મોકલ્યો. 37 જે રીતે અચલ, ધરણ, પૂરણ અને વસુના જીવનમાં આ ભવે મલ્લિકુમારીને મેળવવા પૂર્વજન્મનો સ્નેહ કારણભૂત બન્યો એ જ રીતે વૈજયંત વિમાનમાંથી ચ્યવીને અદીનશત્રુ નામે રાજા થયેલા વૈશ્રવણનો જીવ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયો. અદીનશત્રુ રાજાને ત્યાં કુંભ રાજાને ત્યાંથી આવેલા ચિત્રકારે મલ્લિકુમારીના રૂપનું વર્ણન કર્યું હતું. તેથી પૂર્વ જન્મના સ્નેહથી પ્રભાવિત થઇ રાજા અદીનશત્રુએ પણ મલ્લિકુમા૨ીને મેળવવા કુંભ રાજાને ત્યાં દૂત મોકલ્યો. છઠ્ઠા મિત્ર અભિચંદ્રનો જીવ પણ વૈજયંત વિમાનમાંથી ચ્યવીને કાંપિલ્યપુર નગરમાં જિતશત્રુ નામે રાજા ---(૧૧૧) ------ Page #184 -------------------------------------------------------------------------- ________________ થયો. પૂર્વકર્મનું ફળ સૌને ભોગવવું પડે છે. ઋ ણાનુબંધથી મિત્રસ્નેહે મલ્લિકુમારી સાથે પૂર્વભવમાં બંધાયેલા અભિચંદ્રે જિતશત્રુના ભવે પણ અનુકૂળ સંજોગો ઉભા થતાં મલ્લિકુમારીનો સાથ મેળવવા પ્રયત્નો કર્યા. આ બાજુ મલ્લિકુમારીએ પોતાના પૂર્વભવના છએ મિત્રો અત્યારે જેઓ રાજા છે તે પોતાને મેળવવા આવી રહ્યા છે એ અવધિજ્ઞાન વડે જાણ્યું. મલ્લિકુમારીનો આ ભવ તો તીર્થંકરનો ભવ હતો. એટલે તેને મેળવવા માટે રાજાઓની ઇચ્છા પાર ન પડી શકે એ માટે મલ્લિકુમારીએ પૂરી સાવધાની અને તૈયારી કરી. અશોકવાડીમાં છ એ રાજાઓ આવવાના હતા તેથી મલ્લિકુમારીએ અંદર મહેલની વચ્ચે સુંદર રત્નોની પીઠ પર પોતાની સૂવર્ણમય પ્રતિમા સ્થાપન કરાવી. મણિના હોઠ, નીલમણિના વાળ અને સ્ફટિકનાં નેત્રો તેમજ પરવાળાના હાથ-પગ રચ્યા. આ આખી પ્રતિમા અદ્દભૂત સૌંદર્ય ધરાવતી હતી. તેમાં પણ વચ્ચે સૂવર્ણકમળ બનાવ્યું હતું. તેમાં વચ્ચે એક કાણું પડાવ્યું. પ્રતિમાવાળા ઓરડાની ફરતી દીવાલ કરાવી અને તેમાં છ ઓરડા કરાવ્યા. જેના દ્વારમાંથી આ પ્રતિમા જોઇ શકાય. આ ઓરડામાંથી કોઇ કોઇને ન જોઇ શકે એવી રચના કરી. સૂવર્ણમૂર્તિ ૫૨નું કમળનું ઢાંકણ ખોલી તેમાં દ૨૨ોજ આહારનો એક એક પિંડ (ટૂકડો) નાખવામાં આવ્યો. કુંભ રાજા છ રાજાઓના દૂત આવવાથી ચિંતાતુર હતા, પરંતુ મલ્લિકુમા૨ીએ પિતાને ખાતરી આપી કે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. મલ્લિકુમારીએ છ એ રાજાઓને ગુપ્ત રીતે મહેલમાં લાવવાની વ્યવસ્થા કરી. દરેક રાજાએ મલ્લિકુમારીની પ્રતિમા જોઇ અને મલ્લિકુમા૨ી મેળવ્યા માટે ગર્વ અનુભવવા લાગ્યા. સૌ તેમના સૌંદર્યની ગુણગાથા ક૨વા લાગ્યા. મલ્લિકુમારીએ આ જોયું એટલે તેઓને સચ્ચાઇનું જ્ઞાન કરાવવા માટે કમળનું ઢાંકણ ખોલ્યું. તરત જ મહેલમાં સડેલા અનાજની દૂર્ગંધ ફેલાઇ ગઇ. દરેક રાજા વસ્ત્ર વડે નાક ઢાંકી દઇ અવળું મોં કરી બેસી ગયા. આ જોઇ મલ્લિકુમા૨ીએ કહ્યું, ‘‘આ પ્રતિમા સૂવર્ણની છે. પરંતુ અંદર તો માંસ, રૂધિર અને વિષ્ટા જેવા દુર્ગંધ મારતા પદાર્થો છે, માટે આ શરીરનો મોહ રાખવો ખોટો છે. તમે આજથી ત્રીજા ભવે મારી સાથે દીક્ષા લઇ ઉગ્ર તપશ્ચર્યા કરી હતી.’’ મલ્લિકુમારીની વાત સાંભળી છએ રાજાઓને જાતિસ્મરણ જ્ઞાન થયું અને સૌને પોતાનો પૂર્વભવ યાદ આવ્યો. તેઓને પોતાના અત્યારના કૃત્ય માટે પ્રાયશ્ચિત થયું. તેઓએ માફી માગી અને દીક્ષા લેવાનું નક્કી કરી વિદાય થયા. આ રીતે તીર્થંકર ૫૨માત્માએ મોહ-માયાના બંધનમાંથી મુક્તિ અપાવવા માટે ઉચિત ઉદાહરણ આપ્યું. આ સમયે લોકાંતિક દેવોએ આવી મલ્લિકુમારીને એટલે કે પ્રભુને વિનંતી કરી કે ‘તીર્થ પ્રવર્તાવો’ આ સાંભળી પ્રભુએ જાંભૃક દેવતાઓએ એકઠા કરેલા દ્રવ્યોમાંથી વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. અંતે અઠ્ઠમ તપ સાથે પ્રભુએ દીક્ષા ગ્રહણ માટે દેવતાઓ દ્વારા રચેલી જયંતિ નામે શિબિકામાં સહસ્રામ્ર વન તરફ પ્રયાણ કર્યું. સહસ્રામ્ર વન વિવિધરંગી પુષ્પો અને ફળોથી શોભાયમાન હતું. મલ્લિપ્રભુ જયંતિ શિબિકામાં આકાશમાં પૂર્ણિમાના ચંદ્ર જેમ શોભતા હતા. શિબિકા ઉદ્યાનમાં આવી પહોંચી. એક હજાર પુરૂષો અને ત્રણ સો સ્ત્રીઓ સાથે માગશર સુદ અગીયા૨સે જ્યારે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુએ દીક્ષા લીધી. પ્રભુનો દીક્ષા મહોત્સવ દેવો તેમ જ ઇન્દ્રોએ યોગ્ય વિધિ અનુસાર ઉજવ્યો. એ દિવસે જ પ્રભુને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. મલ્લિનાથ પ્રભુના જીવનની એ વિશિષ્ટતા હતી કે તેમને એ જ દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ઇન્દ્રાદિક દેવોએ ત્રણસો ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે સમવસરણ રચ્યું. પ્રભુ પૂર્વાભિમુખ બાજુ બેઠા અને અન્ય ત્રણ ==(૧૧૨)... Page #185 -------------------------------------------------------------------------- ________________ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ પ્રભુનાં ત્રણ બિંબો સ્થાપિત કર્યા. ચતુર્વિધ સંઘ યોગ્ય સ્થાને સ્થાપિત થયો. 9 મલ્લિનાથ પ્રભુને કુંભરાજા તથા ઇન્દ્રએ દેશના ફરમાવવા સ્તુતિ કરી ત્યારે પ્રભુએ નીચે મુજબ દેશના આપી. કર્મ અને જીવ ક્યારેય એક બીજાથી અલગ થઇ શકતા નથી. પરંતુ સાધુ અને યોગી પુરૂષો પુણ્યાનુબંધી પૂણ્યના પ્રભાવે રાગાદિ કર્મોનો નાશ કરે છે. તેઓ દરેક પરિસ્થિતિમાં સમાન સમતાભાવે રહે છે. સમતાપણાં જેવું ઉત્તમ કોઇ સુખ નથી. તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે સમતારૂપ શસ્ત્રથી રાગાદિ તત્વોનો નાશ કરે છે, એ જ શાશ્વતપદને પામી જાય છે. સમાગુણથી જ જ્ઞાન, દર્શન અને ચરિત્રનું ત્રિરત્ન પ્રાપ્ત થાય છે, માટે અતિ અદ્દભૂત સુખ પામનાર સમતાપણું ધારણ કરવું એ કલ્યાણકારી બને છે.” આ રીતે મલ્લિનાથ પ્રભુએ જીવનમાં સમતાનાં મહત્વ વિષે દેશના આપી. તેમની આવી વાણીથી છ રાજાઓએ પ્રતિબોધ પામી ચારિત્ર ગ્રહણ કર્યું. તેમને ભિષક (અભિક્ષક) સહિત અઠ્યાવીસ ગણધરો થયા. વિધિ અને ક્રમ અનુસાર પ્રભુ પછી તેમના પ્રથમ ગણધરે બીજી દેશના આપી. બીજા દિવસે તે વનમાં રહેલા વિશ્વસેન રાજાને ત્યાં પ્રભુએ પારણું કર્યું. ઇન્દ્રાદિક દેવતાઓ તેમ જ સમવસરણમાં રહેલા સૌ કોઇ પોતાની જાતને ધન્ય થયેલી માની હર્ષ અને ઉલ્લાસપૂર્વક સ્વસ્થાને ગયા. શ્રી મલ્લિનાથ પ્રભુના સમયમાં ચાર મુખવાળો, હાથીના વાહન પર બેસનાર, આઠ ભુજાઓવાળો કુબેર નામે યક્ષ શાસનદેવતા થયો અને કમળના આસન પર સ્થિત, ચાર ભૂજાવાળી વૈરોચ્યા નામની શાસનદેવી થઇ. બન્ને પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. તીર્થંકર પ્રભુ કેવળજ્ઞાન પામ્યા પછી અને નિર્વાણ પામ્યા પહેલાનો સમય ભવ્ય જીવોને પ્રતિબોધ આપવામાં પસાર કરે છે. એ દરમિયાન એમનો પરિવાર તૈયાર થાય છે. આ મુજબ શ્રી મલ્લિનાથ પ્રભુના પરિવારમાં ચાલીસ હજાર સાધુ, પંચાવન હજાર સાધ્વી, છસો અડસઠ ચૌદ પૂર્વધારી, બે હજાર બસો અવધિજ્ઞાની, સત્તરસો પચાસ મન:પર્યવજ્ઞાની, બે હજાર બસો કેવળજ્ઞાની, બે હજાર નવસો વૈક્યિ લબ્ધિવાળા, એક હજાર ચારસો વાદલબ્ધિવાળા, એક લાખ ત્રાસી હજાર શ્રાવકો અને ત્રણ લાખ સિત્તેર હજાર શ્રાવિકાઓ હતાં. નિર્વાણ સમય નજીક આવ્યો જાણી શ્રી મલ્લિનાથ પ્રભુ સમેતશિખરમાં પધાર્યા. ત્યાં પાંચસો સાધુ અને પાંચસો સાધ્વીઓ સાથે તેમણે અનશનવ્રત ગ્રહણ કર્યું. એક માસ બાદ એ તમામ સાથે ફાગણ સુદ બારસના દિવસે પ્રભુ નિર્વાણ પામ્યા. આ સમયે ઇન્દ્રનું આસન કંપિત થયું અને ઇન્દ્રાદિક દેવતાઓએ અવધિજ્ઞાન વડે પ્રભુના નિર્વાણ વિષે જાણતા તેઓ તે મહોત્સવ ઉજવવા સ્વકર્મ અનુસાર આવી પહોંચ્યા. વિધિ અનુસાર તેઓએ પ્રભુના દાંત અને દાઢ ગ્રહણ કર્યા અને શરીરની યોગ્ય ક્યિા કરી. શ્રી મલ્લિનાથ પ્રભુએ કૌમારાવસ્થામાં અને સંયમકાળ મળીને કુલ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું. શ્રી અરનાથ પ્રભુના નિર્વાણ પછી કોટી હજાર વર્ષ પછી શ્રી મલ્લિનાથ પ્રભુનું નિર્વાણ થયું. આ રીતે વર્તમાન ચોવીસમાંના ઓગણીસમાં મલ્લિનાથ પ્રભુએ પૂર્વ ભવમાં કપટથી તપ કર્યું, એથી સ્ત્રીવેદ કર્મ બાંધ્યું અને સ્ત્રીના ભવમાં તીર્થકર બન્યા. ૧ ૧૩) Page #186 -------------------------------------------------------------------------- ________________ :"... ॥ श्री मुनिसुव्रतस्वामी ॥ ODODOD 600 SHRI JAIN ATMANAD SABHA KHAR GATE. BHAVNAGAR SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR वरुण यक्ष नरदत्ता देवी ॥ श्री मुनिसुव्रतस्वामी ॥ JAGNMAHA MOHNIDRA PRATYUSH SAMAYOPAMAM MUNISUVRUTA NATHSYA DESHANA VACHANAM STUMAH जगन्महामोहनिद्रा,-प्रत्यूषसमयोपमम् । मुनिसुव्रतनाथस्य, देशनावचनं स्तुमः ॥२०॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ ફોટો 'શ્રી મનિસબતસ્વામી ભગવાન ના 'શ્રી અનંતરાય પ્રભુદાસ દાઠાવાળા પરિવાર-મુંબઈ ફોટો સૌજન્ચ સૌજલ્ય સ્તુતિ અજ્ઞાનાધકૃતિ વિનાશ કરવા, જે સૂર્ય જેવા કહ્યા, જેણે અષ્ટ પ્રકારનાં કઠિણ જે, કર્મો બધા તે દહ્યો; જેની આત્મસ્વભાવમાં રમણતા, જે મુક્તિદાતા સદા, એવા તે મુનિસુવ્રતેશ નમીએ, જેથી ટળે આપદા. ( ચૈત્યવંદન, મુનિસુવ્રત જિન વીશમા, કચ્છપનું લછન; પધા માતા જેહની, સુમિત નૃપ નંદન ૧ રાજગૃહી નયરી ધણી, વીશ ધનુષ શરીર, કર્મ નિકાચિત રેણુવજ, ઉદામ સમીર ત્રીસ હજાર વરસ તણુએ, પાલીફ આયુ ઉદાર, પદ્મવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. 3 સ્તવન મુનિસુવ્રતજિનરાય એક મુજ વિનતી નિસુણો. આતમતત્વ કયું જાણું જગતગુરૂ, ઓહ વિચાર મુજ કહો; આતમ તત્વ જાણ્યા વિણ નિરમલ, ચિત્તસમાધિ નવિ લહિયો. મુ.૧ કેઈ અબંધ આતમતત માને, કિરિયા કરતો દીસે; ક્રિયાતણું ફળ કહો કુણ ભોગવે, ઈમ પૂછયું ચિત રીસે. જડ ચેતન એ આતમ એકજ, થાવર જંગમ સરિખો; દુખ સુખ સંકર દૂષણ આવે, ચિત્ત વિચાર જો પરખો. એક કહે નિત્યજ આતમતત, આતમ દરશણ લી; કૃતવિનાશ અકૃતાગમદૂષણ, નવિ દેખે મતિહીણો. સુગમત રાગી કહે વાદી, ક્ષિણક એ આતમ જાણો; બંધ મોખ સુખ દુખ ન ઘટે, એહ વિચાર મન આણો. ભૂતચતુષ્ક વરજિત આતમતત, સત્તા અલગી ન ઘટે, અંધ સંકટ જો તિજર ન દેખે, તો શું કીજે સકટે. ઈમ અનેકવાદી મતિવિભ્રમ, સંકટ પડિયો ન લહે; ચિતસમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત કોઈ ન કહે. વલતું જગગુરૂ ઈણ પરે ભાખં, પક્ષપાત સવિ છડી; રાગ દ્વેષ મોહ ૫ખ વરજિત, આતમ શું રઢિ મંડી. આતમ ધ્યાન કરે જો કોઉં, સો ફિર ઈણમાં નાવે; વાગજાળ બીજું સહુ જાણે, એહ તત્વ ચિત ચાવે. જિણે વિવેક ધરિ એ પંખ ગ્રહિયે, તે તત્વજ્ઞાની કહિયે, શ્રી મુનિસુવૃત કૃપા કરો તો, આનંદઘનપદ લહિયે. જ હોય મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વર્ગના સુખ જામે; દુર્ગતિ દુ:ખ વામે, નવિ પડે મોહ ભામે, સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. ( 20 ) = Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિસુવ્રતસ્વામીનું ચરિત્ર | શ્રી જિનેશ્વર ભગવંતના મુખકમળમાં ઉત્પન્ન થયેલી હે શ્રુતદેવી ! જેઓએ પોતાના શાસનમાં અમૃતરૂપી વાણીનો સંચાર કરી જગતના જીવોનું કલ્યાણ કર્યું છે એવા પરમ ઉપકારી શ્રી મુનિસુવ્રત પ્રભુના ચરિત્રલેખનમાં આપની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થાઓ ! શ્રી મુનિસુવ્રતસ્વામીના ત્રણ ભવોનું વર્ણન આ પ્રમાણે છે. | ભવ પહેલો દાન, ધર્મ, તપ અને બળ જેવા ગુણો ધરાવનાર રાજા સુરશ્રેષ્ઠ જંબુદ્વીપના અપર વિદેહમાં રહેલા ભરત નામના વિજયની ચંપાનગરીમાં દાનવીર, ધર્મવીર, આચારવીર અને રણવીર તરીકે શોભાયમાન હતા. અન્ય રાજાઓ જ નહીં, મુનિરાજો પણ સુરશ્રેષ્ઠના ગુણોની ગરિમાથી પ્રભાવિત થયા હતા. એક વખત એ નગરીનાં ઉદ્યાનમાં નંદન નામે મુનિ પધાર્યા હતાં. સુરશ્રેષ્ઠ પણ તેમને ભાવપૂર્વક વંદન કરવા ગયા. મુનિએ અનેક દૃષ્ટાંતો સાથે સુમધુર વાણીમાં દેશના આપી. આ સાંભળીને રાજા સુરશ્રેષ્ઠને આ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ જાગ્યો અને તરત જ દીક્ષા લીધી. જે હૃદયથી સંસારને ચાહે છે. તેની માટે સંયમમાર્ગ સ્વીકારવો કઠિન છે, પરંતુ સંસારમાં વિરક્તભાવે કર્મ કરનાર માટે સંસાર બંધનરૂપ નથી. તેમ જ સંયમમાર્ગ કઠિન નથી. સુરશ્રેષ્ઠ સાધુજીવનમાં શુદ્ધ અને ઉત્તમ આચારોથી ઉત્તમ તપની આરાધના કરી અને તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરી આયુષ્ય પૂર્ણ કર્યું. S ભવ બીજો તે પૂર્વજન્મના પૂણ્યના કારણે પુણ્યાનુબંધી પુણ્યથી ઉત્તમ ગતિ પામનાર જીવ બીજા ભવે એ કર્મ અનુસાર યોનિમાં જન્મ ધારણ કરે છે. અહીં રાજા સુરશ્રેષ્ઠએ મુનિપણામાં ઉત્તમ સ્થાનકોનું આરાધન કર્યું એ કારણે બીજા ભવમાં તેમનો જીવ પ્રાણત નામના દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. દેવલોકના સુખ અને વૈભવ વચ્ચે સમયાંતરે સુરશ્રેષ્ઠએ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કર્યું. || ભવ ત્રીજો VID ભરતક્ષેત્રનું મગધ રાજ્ય પૃથ્વી પર રાજગૃહી જેવી સંપન્ન નગરીથી વિખ્યાત થયું હતું. આ નગરીમાં ઘેર [ ઘેર દાનવીરો, પૂણ્યશાળીઓ અને મહારથીઓ વિરાજતા હતા. ધર્મને પમાડનારા મહામુનિઓ આ નગરીને Sain Education International Page #189 -------------------------------------------------------------------------- ________________ છે અલંકૃત કરી રહ્યા હતા. મુગટ પર જેમ મણિ શોભે એ રીતે તે નગરીમાં રાજા સુમિત્ર તેના ગુણોથી શોભતો છે હતો. રાજા સુમિત્ર સચ્ચાઇનું સમર્થન કરનાર, સંપત્તિનો સ્વામી અને પર્વત જેવી મક્કમ તાકાત ધરાવનાર હોવાની સાથે ધર્મ અને શૈર્ય તેના ઉમદા વ્યક્તિત્વનાં ઉત્તમ પાસાંઓ હતાં. સુમિત્ર રાજાને સાક્ષાત દેવાંગના સમાન રૂપ ધરાવતી, ચંદન જેવી શીતળ મુખમુદ્રા ધારણ કરેલી, રાજલમી સમાન રાણી પદ્માવતી હતી. રાજા અને રાણી રાજમહેલમાં સુખનો અનુભવ કરતા હતાં. સુખ-સમૃદ્ધિ અને રાજવૈભવ વચ્ચે સુખી જીવન પસાર કરતા સુમિત્ર રાજા અને પદ્માવતી રાણી જ્યારે પ્રેમ-સંવાદ રચતા ત્યારે જાણે સ્વર્ગલોકના આનંદનો અનુભવ થતો. આ સમયે પ્રાણાતકલ્પ નામના દેવલોકમાંથી સુરશ્રેષ્ઠનો જીવ ચ્યવીને પદ્માવતીરાણીની કુક્ષિમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. દેવાધિદેવનું દર્શન થાય ત્યારે આપણી પામર આંખો પવિત્ર થાય છે. આ તો તીર્થંકર પરમાત્મા પોતે જ જ્યારે સાક્ષાત માનવ તરીકે જન્મ ધારણ કરે ત્યારે તેના આગમનના સૂચક તરીકે માતા ચૌદ મહાસ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયા. આ સમયે ત્રણે લોકના જીવો સુખનો અનુભવ કરે છે. અહીં પણ ત્રણે લોકમાં વિદ્યુત જેવો ઉદ્યોત થયો. આસનકંપથી ઇન્દ્રોએ વીસમાં તીર્થંકરનું ચ્યવન જાણ્યું. તેઓએ માતા પદ્માવતીને ત્યાંથી જ નમસ્કાર કર્યો. રાણીએ રાજાને ચૌદ મહાસ્વપ્નો વિષે વાત કરી, ત્યારે રાજાએ કહ્યું, “હે દેવી ! આ સ્વપ્નોના પ્રભાવથી તમને ત્રણ લોકને વંદન કરવા યોગ્ય પુત્ર થશે.” આ સાંભળી રાણી પદ્માવતી જેમ મેઘગર્જનાથી મોર હર્ષ પામે એ રીતે આનંદવિભોર બન્યા. ગંગા જેવા નિર્મળ જળમાં કમળ ખીલવાથી જેમ જળની શોભા વધે તેમ માતાનું સૌંદર્ય રાત-દિવસ ખીલવા લાગ્યું. પ્રભુના ચ્યવનનો એ મહાન દિવસ એટલે શ્રાવણ માસની પુનમ. દિવસ પર દિવસ પસાર થતા ગયા. ચોતરફ ઉત્સવ મંડાયા હોય એમ સૌના હૈયાં ભાવવિભોર થયા. અનુક્રમે જેઠ વદ આઠમે જ્યારે ચંદ્ર મકર રાશિમાં હતો ત્યારે શ્યામ વર્ણવાળા અને કાચબાના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. આ સમયે નારકના જીવોએ પણ ક્ષણવાર માટે સુખનો અનુભવ કર્યો. બધા જ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં આવ્યા. સુગંધી જળની વૃષ્ટિ સાથે આકાશમાં દુંદુભીના નાદ થયા. આ સમયે અધોલોકમાંથી આઠ કુમારિકાઓએ અવધિજ્ઞાનથી પ્રભુના જન્મ વિષે જાણ્યું. તેઓએ માતાને ત્રણ પ્રદક્ષિણા કરી અને ઇશાન દિશામાંથી સંવર્ત વાયુથી એક યોજન જેટલા વિસ્તારમાંથી કાંટા વગેરે દૂર કર્યું. પ્રભુના ગુણગાન ગાતી ત્યાં બેસી ગઇ. આ મુજબ છપ્પન દિકકુમારિકાઓએ વિધિ અનુસાર સૂતિકર્મ કર્યું અને માતાને નમસ્કાર તથા ત્રણ પ્રદક્ષિણા દઇ પ્રભુના ગુણગાન ગાતી માતાની પાસે બેઠી. આ સમયે ઇન્દ્રોનાં આસનો કંપાયમાન થયાં. તેઓએ પણ અવધિજ્ઞાનથી ભગવાનના જન્મને જાણ્યો. શદ્ તે દિશા સામે સાત પગલાં ચાલી પ્રભુને વંદના કરી. ત્યારે ઘંટારવ થયો તેથી એકત્ર થયેલા દેવતાઓ સહિત ઇન્દ્ર વગેરે પ્રભુનો જન્મોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. ઇન્દ્ર માતાને તથા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી અને માતાને અવસ્વાપિની નામની નિંદ્રા આપી. તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ સ્થાપી સૌ મેરૂપર્વતની અતિપાંડુકબલા નામની શિલા પર પ્રભુનો જન્મોત્સવ ઉજવવા ગયા. ઇન્દ્ર અને દેવતાઓએ વિધિ અને તેમના કર્મકાંડ અનુસાર પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. શક્રેન્દ્ર પ્રભુને સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ ! આ અવસર્પિણી કાળમાં મહાન પુણ્યોદયે અમે તમને પ્રાપ્ત કર્યા છે. હે સ્વામી! તમારું દર્શન ન થયું હોત તો અમારો જન્મ નિરર્થક થઇ જાત. જે રીતે વર્ષાઋતુના આગમનથી સમગ્ર પ્રકૃતિ પુલકિત થઇ જાય એ રીતે આપની હાજરીથી આ મેરૂપર્વતના શિખરની શોભા અવર્ણનીય છે. અમારા ભવાંતરમાં પણ છે અમે આપનું સ્મરણ પામી શકીએ એવું થજો.” Iuuuuuuuuuuuઉ૧૫) . Page #190 -------------------------------------------------------------------------- ________________ છે. આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી ઇન્દ્ર પ્રભુને ફરી પાછા માતા પાસે લઇ ગયા અને ત્યાં તેમને પહેલા હતા જ ત્યાં જ પ્રભુને સ્થાપી દીધા. તીર્થંકર પ્રભુના જન્મોત્સવ ઉજવવાની ખુશી કોને ન હોય? પ્રાતઃકાળના સુવર્ણમય કિરણોથી સુવર્ણમય બનેલા રાજમહેલનાં ઝરુખાઓ પ્રભુના આગમનની ખુશીના સાક્ષી હતા. પ્રાતઃકાળે સુમિત્ર રાજાએ પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. એ સમયે નગરજનોએ પોતાની ખુશાલી વ્યક્ત કરવા આંગણામાં સાથિયા પૂર્યા. રાજા સુમિત્રે દ્રવ્યનાં દાન આપી દરિદ્ર લોકોનું દારિદ્રય દૂર કર્યું. આ રીતે વીસમાં તીર્થંકર પ્રભુનો જન્મોત્સવ ઉજવાયો. જ્યારે પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે માતા પદ્માવતી મુનિની જેમ સારા વ્રતવાળા થયા હતા તેથી તેમનું નામ મુનિસુવ્રત પાડવામાં આવ્યું. અનેક ધાત્રીઓના લાલનપાલન અને બાળક્રિડા દ્વારા વૃદ્ધિ પામતા પ્રભુ યૌવનવય પામ્યા ત્યારે વીસ ધનુષ્યની કાયા ધરાવતા થયા. રૂપ અને ગુણમાં પ્રભાવક એવા મુનિસુવ્રતકુમારે પ્રભાવતી અને બીજી અનેક કન્યાઓ સાથે લગ્ન કર્યા. સાંસારિક સુખ ભોગવવામાં મનની આસક્તિ જો ભળે તો તેના કર્મબંધ ખૂબ ભારે પડે, પરંતુ જો પૂર્વભવના કર્મનું પરિણામ જાણી તેમાં વિરક્ત થયા વગર ભોગવે તો કર્મની નિર્જરા થાય છે. મુનિસુવ્રતકુમાર ભોગાવલિકર્મ ભોગવવામાં મનને આસક્ત કર્યા વગર રાણીઓ સાથે રહેવા લાગ્યા. અનુક્રમે રાણી પ્રભાવતીએ એક પુત્રને જન્મ આપ્યો, તેનું નામ સુવ્રત પાડ્યું. પુત્ર પણ પિતા જેવો તેજરવી અને ચતુર હતો. આ રીતે કૌટુંબિક સુખ ભોગવતા સાડા સાત હજાર વર્ષો પસાર થયા. હવે સુમિત્ર રાજા રાજ્ય કારભારમાંથી નિવૃત્ત થવા ઇચ્છતા હતા. મુનિસુવ્રતકુમારને રાજ્યની જવાબદારી સોંપી તેઓ નિવૃત્ત થયા. પુત્ર અને રાજા તરીકેનો પોતાનો ધર્મ બજાવતા મુનિસુવ્રતકુમાર સાચા અર્થમાં પ્રજાપાલક થઇને રહ્યા. આ રીતે પંદર હજાર વર્ષ પસાર થયા. તીર્થંકર પ્રભુ તમામ અવસ્થામાં પોતાના કર્મનું પરિણામ વિચારે છે. અહીં પણ મુનિસુવ્રતપ્રભુ રાજા તરીકે જવાબદારી નિર્ગમન કરી રહ્યા હતાં, ત્યારે કર્મનો ક્ષય થયો જાણી સંસારથી મુક્ત થવા ઇચ્છતા હતા. એ સમયે લોકાંતિક દેવોએ અવધિજ્ઞાનથી આ વાત જાણી અને વિનંતી કરી, “હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવો.” પ્રભુએ આ આદેશને કર્તવ્યભાવે સ્વીકાર્યો. દેવો દ્વારા એકત્ર કરેલ વિવિધ ઉચ્ચ કોટિના દ્રવ્યથી પ્રભુએ વાર્ષિકદાન આપવાનું શરૂ કર્યું. રાજ્યનો કારભાર પુત્ર સુવ્રતને સોંપી સંયમ સ્વીકારવા તૈયાર થયા. સાંસારિક સુખને માણવા અને તેનાથી પોતાની જાતને મુક્ત કરવી બન્ને પરિસ્થિતિમાં મહાપુરૂષો વિનયનો ઉપયોગ કરી અન્ય માટે ઉદાહરણ પૂરું પાડે છે. અહીં મુનિસુવ્રતરાજા અપરાજિતા નામની શિબિકા પર આરૂઢ થયા. દેવના વિમાન જેવી શિબિકા નિલગુહા નામના ઉદ્યાનમાં આવી પહોંચી. આમ્રવૃક્ષોથી આચ્છાદિત ઉદ્યાનમાં પ્રભુનું આગમન થતાં કોમળ કળીઓ ખીલવા લાગી. વિવિધરંગી પુષ્યો પ્રભુના મિલનમાં ડોલવા લાગ્યાં. ફાગણ સુદ બારસનો એ દિવસ એટલે મુનિસુવ્રત પ્રભુના દીક્ષા કલ્યાણકનો દિવસ. એક હજાર રાજાઓ સાથે છઠ્ઠના તપસ્વી એવા પ્રભુ દીક્ષા ગ્રહણ કરવા શિબિકા પરથી નીચે ઉતર્યા. અલંકારનો ત્યાગ કર્યો અને ઇન્ડે આપેલું દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યું. પંચમુષ્ટિ વડે કેષનો લોચ કર્યો. આ ક્રિયા સમયે તે કેશને વસ્ત્રમાં લીધા અને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યા. “સર્વ સાવદ્ય યોગનું હું પ્રત્યાખ્યાન કરું છું.” એમ કહેતા પ્રભુએ ચરિત્ર ગ્રહણ કર્યું. છઠ્ઠનું પારણું કરવા પ્રભુ રાજગૃહી નગરીમાં બ્રહ્મદત્ત રાજાને ત્યાં પધાર્યા. દેવતાઓએ ત્યાં પાંચ દિવ્યો પ્રગટ કર્યા. પૂર્વનિશ્ચિત કર્મ અનુસાર રાજા બ્રહ્મદને પ્રભુના ચરણ જ્યાં પડ્યા હતા ત્યાં રત્નપીઠ સ્થાપી. uuuuuuuઉ૧૬) LLLLL Page #191 -------------------------------------------------------------------------- ________________ - - ચારિત્ર ગ્રહણ કર્યા પછી તીર્થકર ભગવંતોનું કર્તવ્ય ઉપસર્ગો સહન કરી કર્મક્ષય દ્વારા પરંપરાએ છે મોક્ષપ્રાપ્તિનું હોય છે. મુનિસુવ્રત પ્રભુએ અગિયાર મહિના સુધી વિહાર કરી ઉપસર્ગો સહન કરી કર્મક્ષય ર્યો. આ પછી નીલગુહા નામના ઉદ્યાનમાં ચંપકવૃક્ષની નીચે આવીને ત્યાં કાઉસગ્ગ ધ્યાને સ્થિર થયા. ઘાતકર્મનો ક્ષય થતા મહાજ્ઞાન એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એ મહાન દિવસ એટલે ફાગણ વદ બારશ. ચંદ્ર જ્યારે શ્રવણ નક્ષત્રમાં આવ્યો ત્યારે પ્રભુએ જ્ઞાનના પ્રકાશ પુંજનું ચક્ર રચાયું. આ સમયે નારકીના જીવોને ક્ષણવાર સુખ થયું. સર્વ સુર-અસુરના ઇન્દ્રો પોતાના આસન ચલિત થવાથી ઉજ્જવળ એવા કેવળજ્ઞાનનો મહિમા કરવા આવ્યા. સમવસરણની રચના કરવા વાયુકુમાર દેવતાઓએ એક યોજન સુધી પૃથ્વીને સાફ કરી, મેઘકુમારોએ સુગંધી જળનો છંટકાવ કર્યો. વ્યંતરોએ સૂવર્ણ અને રત્નોની ભૂમિ બાંધી પાંચ વર્ણોનાં પુષ્પો વેર્યા. ચારેય દિશામાં છત્ર, ધ્વજ, સ્તંભ વગેરે ચિન્હોથી સુશોભિત તોરણો રચ્યાં. વચ્ચે ભવનપતિ દેવોએ રત્નની પીઠ બનાવી. ચારે તરફ સોનાના કાંગરાવાળો રૂપાનો કિલ્લો, મધ્યમાં જ્યોતિષ્ક દેવોએ રત્નના કાંગરાવાળો સોનાનો કિલ્લો અને તેની ઉપર વૈમાનિક દેવોએ માણેકના કાંગરાવાળો રત્નનો કિલ્લો રચ્યો. પ્રત્યેક કિલ્લાને ચાર - ચાર દરવાજા મૂક્યા. વચ્ચે બસોને ચાલીસ ધનુષ્ય ઊંચું અશોકવૃક્ષ રચ્યું. તેની નીચે મણિમય પીઠ પર રત્નનું સિંહાસન અને સુંદર ત્રણ છત્રો રચ્યાં. બન્ને બાજુ ચંદ્ર જેવા ઉજ્જવળ ચામર ધરાવતા યક્ષો ઊભા રાખ્યા. સમવસરણના આગળના ભાગમાં ધર્મચક્રનું સ્થાપન કર્યું. પછી દેવતાઓ દ્વારા રચેલાં સૂવર્ણનાં નવા કમળ પર ચરણ મૂકતા મુનિસુવ્રત પ્રભુ અનેક દેવતાઓની વચ્ચેથી પસાર થયાં, ત્યારે મનમોહક દશ્યો રચાયાં. પ્રભુએ પૂર્વ ધારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. વૃક્ષની ત્રણ પ્રદક્ષિણા કરી “તીર્થાય નમઃ' એ પ્રમાણે બોલી તેઓ સિંહાસન પર પૂર્વાભિમુખે આરૂઢ થયાં. તરત જ વ્યંતરોએ અન્ય ત્રણ દિશામાં પ્રભુનાં ત્રણ બિંબોનું સ્થાપન કર્યું. પ્રભુના મસ્તકના પાછલા ભાગે ભામંડલ અને આગળ ઇન્દ્રધ્વજ રચાયો. સમગ્ર આકાશ અને આખું વાતાવરણ દુંદુભિના નાદથી ગુંજી ઉઠ્યું. શ્રી ચતુર્વિધ સંઘ, તિર્યંચો અને વાહનો વગેરે યોગ્ય સ્થાને ગોઠવાયાં. આખું વાતાવરણ રોમાંચક બની ગયું. જેની કલ્પના માત્રથી મન પ્રસન્નતા અનુભવે એવો સાક્ષાત્કાર થાય ત્યારે મનની ખુશી બેહદ બની જાય છે. સર્વ જીવોએ પ્રસન્નતાપૂર્વક પ્રભુને નમસ્કાર કર્યા. શકઇન્દ્ર પ્રભુને નમસ્કાર કરી દેશના આપવા નીચે મુજબ સ્તુતિ કરી. સુવ્રત રાજાએ પણ સ્તુતિ કરી પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. “હે દેવ ! જેઓ તમારી પવિત્ર દેશના સાંભળે છે, તેઓ ક્ષણવારમાં પૂર્વકર્મોનો ત્યાગ કરે છે, તમારા નામરૂપ રક્ષામંત્રથી હવે પાપરૂપ પિચાશ કોઇને વળગી શકશે નહીં માટે હે સ્વામી ! આ લોક તેમ જ પરલોકમાં વાંછિતની પ્રાપ્તિ માટે આપની વાણી સાંભળવા અમે સૌ આતુર છીએ.” આ સાંભળી પ્રભુએ સર્વ જીવોને ઉપકારી ઉપદેશ માટે મધુર વાણીમાં કહ્યું, “આ સંસારમાં ધર્મ દસ પ્રકારે છે - સંયમ, સત્યવચન, પવિત્રતા, બ્રહ્મચર્ય, નિષ્ક્રીનપણું, તપ, ક્ષમા, મૃદુતા, સરળતા અને મુક્તિ. અપકાર પર ઉપકાર કરનાર, ક્ષમાવાન અને વિનયી જ ધર્મની યોગ્યતા પામી શકે છે. ગૃહસ્થ માટે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત આ મુજબ બાર પ્રકારનો ધર્મ તેમ જ માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ છે. જન્મની સફળતા ઇચ્છનારે આ મુજબ શ્રાવક ધર્મ સ્વીકારવો.” તીર્થંકર પ્રભુની દેશના પામર જીવોને પણ સન્માર્ગે વાળે છે. સાધુ ભગવંતોને મોક્ષપ્રાપ્તિ માટે પ્રબળ આ બનાવે છે તેમ જ સંસારની અસારતા પ્રગટ કરે છે. પ્રભુની દેશના સાંભળી સમવસરણમાં બિરાજમાન શ્રી - ૧૭. . Page #192 -------------------------------------------------------------------------- ________________ સંઘમાંથી ઘણાએ દીક્ષા લીધી અને કેટલાકે શુદ્ધ શ્રાવકધર્મ સ્વીકાર્યો. પ્રભુને ઇન્દ્ર વગેરે અઢાર ગણધરો થયા. પ્રભુએ તેમની દેશના પૂર્ણ કરી પછી ઇન્દ્ર ગણધરે દેશના આપી. આ રીતે પુણ્યની પ્રસાદી પામ્યા પછી પ્રસન્નતા અનુભવતા શ્રી ચતુર્વિધ સંઘ સ્વસ્થાને પાછો ગયો. પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળો, ચાર મુખવાળો, શ્વેત વર્ણવાળો, જટાધારી અને આઠ હાથવાળો ૫૨શુ નામે યક્ષ થયો એટલે તે શાસનદેવતા થયો. તેમ જ ગૌર વર્ણવાળી, ભદ્રાસન પર બેસનારી, ચાર હાથવાળી નરદત્તા નામે શાસનદેવી થયા. એક વખત મુનિસુવ્રતપ્રભુ વિહાર કરતા ભરૂચ નગરમાં સમવસર્યા. આ વખતે ત્યાંનો રાજા જિતશત્રુ સુંદ૨ અશ્વ પર ચઢી પ્રભુને વંદન કરવા આવ્યો. રાજા પ્રભુની દેશના સાઁભળવા બેઠો, તે સમયે તે અશ્વ પણ કાન ઊંચા રાખી જાણે પ્રભુની વાણી સાંભળવા મગ્ન થયો. દેશના પૂરી થઇ ત્યારે ગણધરે પૂછ્યું, “હે ભગવંત ! આ સમવસરણમાં અત્યારે ધર્મને કોઇ પામ્યું ?’’ પ્રભુએ ઉત્તર આપ્યો, ‘હાલ આ સમવસ૨ણમાં જિતશત્રુ રાજાના અશ્વ વગર કોઇ ધર્મ પામ્યું નથી.’’ આ સાંભળીને સર્વને નવાઇ લાગી. આટલી માનવમેદનીમાં અનેક ધર્મી અને પુણ્યવંત આત્માઓ પ્રભુની દેશના ધ્યાનપૂર્વક સાંભળતા હોવા છતાં અશ્વ જેવો જીવ જ માત્ર ધર્મ પામ્યો ! રાજા જિતશત્રુએ તેના વિષે પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે પદ્મિની નામે નગ૨માં જિનધર્મ નામે એક શેઠ હતો. તેને સાગરદત્ત નામે મિત્ર હતો. તે દ૨૨ોજ શેઠ સાથે જિનચૈત્યમાં આવતો. એક વખત વ્યાખ્યાનમાં તેણે સાંભળ્યું કે જે અર્હત પ્રભુનાં બિબ ભરાવે તે જન્માંતરમાં મોક્ષ પામે એવા ધર્મને પામે છે. આ સાંભળી સાગરદત્તે સોનાનું અર્હત બિંબ ક૨ાવ્યું અને ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ પહેલા સાગરદત્ત અન્યધર્મી હતો, તેથી તેણે નગર બહાર એક મોટું શિવાલય કરાવ્યું હતું. “એક વખત ઉત્તરાયણના પર્વ પ્રસંગે સાગરદત્ત તે શિવાલયમાં ગયો. ત્યાં પૂજા માટે એકત્ર કરેલા ઘીના ઘડાઓ શિવપૂજકો ઝડપથી ખેંચતા હતા. ઘણા દિવસ પહેલા આ ઘડાઓ ત્યાં પડ્યા હતા, તેથી તેની નીચે પિંડ આકારે ઉધઇઓ ચોંટેલી હતી. પૂજકો ઘડા ખેંચતા હતા તેથી ઉધઇઓ ચગદાતી હતી. સાગ૨દત્તે જૈન સાધુ-સાધ્વીઓના ઉપદેશમાં જીવદયા વિષે જાણ્યું હતું. તેણે આ દશ્ય જોયું, તેથી તેના દિલમાં જીવદયાનો ભાવ જાગૃત થયો. વસ્ત્રથી તે ઉધઇને દૂર કરવા લાગ્યો ત્યારે શિવભક્તોએ તેની ટીકા કરતા કહ્યું, “તને પેલા ધોળા વસ્ત્રોવાળા યતિઓએ આ નવી શિક્ષા આપી લાગે છે.' આટલું બોલતા તેઓએ જાણી જોઇને વધુ ઉધઇઓ ચગદી નાખી. તેના આચાર્યએ પણ આ બાબત પ્રત્યે સાગરદત્તની ઉપેક્ષા કરી. સાગરદત્તને આથી વધું દુઃખ થયું. તેણે વિચાર્યું કે આવા ગુરૂઓ પોતાની સાથે અન્યના ભવ પણ બગાડે છે. પોતે દુર્ગતિમાં જાય છે તેની સાથે તેને અનુસરનારાઓ પણ એ જ માર્ગે જાય છે. આ રીતે શિવાલયમાં અશ્રદ્ધા સાથે તેણે ફરજપૂર્વક શિવપૂજા કરી. પરિણામે તેને સમક્તિની પ્રાપ્તિ ન થઇ. સાગરદત્ત જ મૃત્યુ પામીને આ અશ્વરૂપે જન્મ્યો છે. પૂર્વજન્મે તેને જિનપ્રતિમા કરાવેલી તેથી પુણ્યોદયે તે આજે આ દેશનાથી ધર્મ પામ્યો છે.’ મુનિસુવ્રત પ્રભુના આવા વચનો સાંભળી રાજા જિનધર્મ તે અશ્વને ખમાવીને માફી માગી અને તેને છોડી મૂક્યો. તે પ્રસંગથી ભરૂચ તીર્થ અશ્વાવબોધ નામે પણ જાણીતું થયું છે. કેવળજ્ઞાન પછી જગતને ઉપદેશ દ્વારા સાચા માર્ગને અનુસ૨વાનો પ્રતિબોધ પમાડી મુનિસુવ્રત પ્રભુ વિહાર કરતા હતા. તેમને ત્રીસ હજાર સાધુઓ, પચાસ હજાર સાધ્વીઓ, પાંચસો ચૌદ પૂર્વધારીઓ, અઢારસો અવધિજ્ઞાનીઓ, પંદ૨સો મનઃ પર્યવજ્ઞાનીઓ, અઢારસો કેવળજ્ઞાનીઓ, બે હજાર વૈયિલબ્ધિવાળા, એક હજા૨ બસો વાદલબ્ધિવાળા, એક લાખ બોંતેર હજાર શ્રાવક, ત્રણ લાખ પચાસ હજાર શ્રાવિકાઓનો --૧૧૮):-.. Page #193 -------------------------------------------------------------------------- ________________ પરિવાર થયો. નિર્વાણ સમય નજીક આવે ત્યારે તીર્થંકર પ્રભુ અગાઉથી સંકેત પામે છે અને અનશન ધારણ કરે છે. મુનિસુવ્રત પ્રભુ પણ એ સમયે સમેતશિખરે પધાર્યા. ત્યાં એક માસનું અનશન કરી, એક હજાર મુનિઓ સાથે જેઠ વદ નોમે તેઓ મોક્ષપદ પામ્યા. આ રીતે પ્રભુએ સાડા સાત હજાર વર્ષ કુમારપણામાં, પંદર હજાર વર્ષ રાજ્યમાં, સાડા સાત હજાર વર્ષ દીક્ષાપર્યાયમાં એમ કુલ ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી મલ્લિનાથ પ્રભુ પછી ચોપન લાખ વર્ષ ગયા પછી શ્રી મુનિસુવ્રત પ્રભુ નિર્વાણ પામ્યા. ઇન્દ્રાદિક દેવતાઓએ અવધિજ્ઞાનથી પ્રભુનું નિર્માણ જાણ્યું એથી તેઓએ આવી વિધિપૂર્વક પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. શ્રી મુનિસુવ્રત સ્વામી ત્રીજા ભવે આ રીતે મોક્ષપદ પામ્યા. તેમના પિતા સુમિત્ર રાજા હરિવંશમાં ઉત્પન્ન થયા હતા. તે વંશની ઉત્પત્તિ વિષેની કથા પણ રોચક છે. આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં કૌશાંબી નામે નગરીમાં પુરૂષોમાં ઉત્તમ એવો સુમુખ નામે રાજા હતો. રૂપમાં કામદેવ સમાન અને ગુણમાં ઉત્તમ એવા સુમુખ રાજા વસંતક્રીડા કરવા હાથી પર જઇ રહ્યા હતા. રસ્તામાં અનુપમ સૌંદર્યવાળી વનમાળા નામની એક વીર શાળવીની સ્ત્રીને જોઇ. તેનાં સૌંદર્યથી તે મોહિત થયો પરંતુ તેના વિયોગથી અત્યંત દુ:ખી થયો. વસંતઋ તુને માણવા આવેલા રાજા સુમુખનું મુખ વિરહની વેદના અનુભવવા લાગ્યું. તે જોઇ તેના મંત્રી સુમતિએ રાજાને કા૨ણ પૂછ્યું અને વનમાળા મેળવી આપવા વચન આપ્યું. સુમિત્રે આત્રેયી નામની પરિવ્રાજિકાને વનમાળા પાસે મોકલી. વનમાળા પણ સુમુખને જોઇ મોહિત થયેલી હતી તેથી તે ખુશ થઇ. અંતે બન્નેનો મેળાપ થયો અને વનમાળા પટ્ટરાણી તરીકે રહેવા લાગી. આ બાજુ વીર શાળવી વનમાળાનો વિરહ સહન ન કરી શક્યો. તે વિલાપ કરતો ચારે તરફ ભમતો હતો. ભમતા ભમતા તે રાજમહેલ પાસે આવ્યો અને વનમાળાનું નામ લેતા વિલાપ કરવા લાગ્યો. વનમાળા અને રાજા સુમુખે તેને જોયો અને તરત જ તેઓએ વીર શાળવીને દગો દઇ છેતર્યો છે એવો વિચાર કર્યો. બન્નેને પોતાના આ કૃત્ય માટે પસ્તાવો થયો. સંજોગોવશાત તે જ સમયે તેઓ ૫૨ આકાશમાંથી અકસ્માતે વિજળી પડી અને ત્યાં જ તેઓ મૃત્યુ પામ્યા. બન્ને વચ્ચેના સ્નેહનાં કારણે તેઓ હરિવર્ષ નામના ક્ષેત્રમાં યુગલિક પણે જનમ્યા. પિતાએ તેમનું હિર અને હરિણી નામ પાડ્યું. કલ્પવૃક્ષના પ્રભાવે સર્વ ઇચ્છા પૂરી થતી હતી. આથી તેઓ ખૂબ જ સુખથી સમય પસાર કરતાં. વીર શાળવીએ સુમુખ અને પોતાની પ્રિયતમા વનમાળાના મૃત્યુ બાદ બાળતપ કર્યું અને મરીને સૌધર્મ કલ્પમાં મલીન દેવતા થયો. તેણે અવધિજ્ઞાન વડે હિર અને હિરણીને જોયા કે તરત જ તેઓનો અને પોતાનો પૂર્વભવ યાદ આવ્યો. તે ખૂબ જ ક્રેધિત થયો અને તે બન્નેનો નાશ કરવા હરિવર્ષ ક્ષેત્રમાં ગયો. પરંતુ તેણે વિચાર્યું કે યુગલિકોનું મૃત્યુ આયુષ્ય પુરૂં થયાં પહેલાં થતું નથી. જો ક્ષેત્રનો પ્રભાવ હોય તો તેમની સદ્ગતિ થાય છે. તેથી તેમને જો અન્ય ક્ષેત્રમાં લઇ જવામાં આવે તો ત્યાં તેઓ અકાળે મૃત્યુ પામે. આવો વિચાર કરી તે દેવે હરિ અને હરિણીને કલ્પવૃક્ષ સાથે જ ઊપાડ્યા અને ભરતક્ષેત્રના ચંપાપૂરીમાં લાવીને મૂક્યા. તે સમયે ચંપાપૂરી નગરીનો રાજા ચંદ્રકીર્તિ મરણ પામ્યો હતો. એટલે તેની પ્રજા દુ:ખી હતી. આ દેવે આકાશમાં રહી કહ્યું, “તમારા પૂણ્યોદયે હરિવર્ષમાંથી તમારા લાયક હરિ નામના પુરૂષ અને હરિણી નામની સ્ત્રીને હું લાવ્યો છું. તેઓ કલ્પવૃક્ષના પ્રભાવનો ભોગ ભોગવે છે. તે પ્રતાપી પુરૂષ છે. માટે તમે તમારા રાજા તરીકે તેનો સ્વીકાર કરો. તેને ભોજનમાં કલ્પવૃક્ષનાં ફળો સાથે માંસમિશ્રિત મદિરા પણ આપજો.” --૧૧૯)------ Page #194 -------------------------------------------------------------------------- ________________ દેવના વચનો સાંભળી પ્રધાન વગેરેએ એ રીતે જ તે વચનોનું પાલન કર્યું. પરંતુ દેવે તેની શક્તિથી ઓછા આયુષ્યવાળા કરી દીધા. પ્રજાએ તથા પ્રધાનોએ હરિનો રાજ્યાભિષેક કર્યો. અંતે પોતે લીધેલા બદલા માટે દેવ આનંદ અનુભવતો પોતાને સ્થાને ગયો. હિર રાજાના નામથી તે વંશ હરિવંશ તરીકે ઓળખાયો. તેને પૃથ્વીપતિ નામે પૂત્ર થયો. હરિ રાજા અને હરિણી રાણી અંતે ક્ષેત્રના કા૨ણે પાપકર્મો આચરી નરક ગતિ પામ્યાં. પૃથ્વીપતિ રાજા તરીકે આવ્યા પછી તેના વંશમાં મહાગિરિ, હિમગિરિ, વસુગિરિ, ગિરિ, મિત્રગિરિ જેવા અનેક રાજાઓ થયા. આ રીતે ભરતક્ષેત્રમાં ત્યારથી હરિવંશ સ્થપાયો. જેમાં સુમિત્ર રાજાના પુત્ર તરીકે વીસમા તીર્થંકર મુનિસુવ્રત સ્વામી થયાં. અજ્ઞાનીઓને જ્ઞાનરૂપી ચિંતામણી રત્ન અને અમૃતરૂપી મોક્ષફળની પ્રાપ્તિ થાય એવા સમક્તિ વચનની ગંગા વહેતી કરનાર પ્રભુ મુનિસુવ્રત સ્વામીનું ચરિત્ર અહીં પુરું થાય છે. A➖➖➖➖ 步 --- ..... Page #195 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી નમિનાથ પ્રભુનો પરિવાર -૧૭ -૧,૬૦૦ –૧,૨૫૦ –૧,૬૦૦ –૫,૦૦૦ –૪૫). –૧,000 -૨૦,૦૦૦ -૪૧,000 -૧,૭૦,000 -૩,૪૮,૦૦૦ ૦ ગણધર 0 કેવલજ્ઞાની ૦ મન:પર્યવજ્ઞાની 0 અવધિજ્ઞાની 0 વૈક્રિય લબ્ધિધારી 0 ચતુર્દશ પૂર્વી 0 ચર્ચાવાદી 0 સાધુ ૦ સાધ્વી 0 શ્રાવક 0 શ્રાવિકા એક ઝલક 0 માતા પિતા ૦ નગરી વંશ 0 ગોત્ર 0 ચિત 0 વર્ણ 0 શરીરની ઊંચાઈ 0 યક્ષ 0 યક્ષિણી ૦ કુમારકાળ 0 રાજ્યકાળ 0 છબસ્થકાળ 0 કુલ દીક્ષાપર્યાય 0 આયુષ્ય પંચ કલ્યાણક તિથિ 0 ચ્યવન આસો સુદ ૧૫ O જન્મ અષાઢ વદ ૮ 0 દીક્ષા જેઠ વદ ૯ 0 કેવળજ્ઞાન માગસર સુદ ૧૧ નિર્વાણ ચૈત્ર વદ ૧૦ -વપ્રા -વિજય -મિથિલા –ઈક્વાકુ -કાશ્યપ –નીલોત્પલ (નીલકમલ) -સુવર્ણ –૧૫ ધનુષ્ય –ગાંધારી -ર૫૦૦ વર્ષ -૫ હજાર વર્ષ –૯ માસ –૨૫00 વર્ષ -૧૦ હજાર વર્ષ સ્થાન અપરાજિત મિથિલા મિથિલા મિથિલા સમેદશિખર નક્ષત્ર અશ્વિની અશ્વિની અશ્વિની અશ્વિની અશ્વિની Page #196 -------------------------------------------------------------------------- ________________ श्री नमिनाथ ॥.. n00XHAMnA -000 SHRI JAIN ATMANAD SABHA KHAR GATE. BHAVNAGAR SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR भृकुटि यक्ष गांधारी देवी ॥ श्री नमिनाथ ॥ LUTHANTO NAMATAM I MURDHNI NIRMALIKAR KARNAM VARIPLAVA IVA NAMEHE PANTU PAD NAKHANSHAVAK लुठन्तो नमतां मूर्तीि, निर्मलीकारकारणम् । वारिप्लवा इव नमः, पान्तु पादनखांशव ॥२शा wan Education internationa wwwaiannebra von Page #197 -------------------------------------------------------------------------- ________________ ફોટો સૌજન્ય ➖➖➖➖ મિનાથ ભગવાન ચાણી (કમળાબેન જૈન-ઉપાયના ભાવનગર સ્તુતિ વૈરી વૃંદ નમ્યો પ્રભુ જનકને, ગર્ભ પ્રભાવે કરી, કીર્તિ ચન્દ્રકરોજ્વલા દિશિદિશિ, આ વિશ્વમાં વિસ્તરી; આપી બોધ અપૂર્વ આ જગને, પામ્યા પ્રભુ શર્મને, પુણ્યે શ્રી નમિનાથ આપ ચરણે, પામ્યો ખરા ધર્મને, ચૈત્યવંદન મિથિલા નયરી રાજીયો, વપ્રાસુત સાચો; વિજયરાય સુત છોડીને, અવર મત માચો. નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષની દેહ; નમિ જિનવરનું સોહતું, ગુણ ગણ મણિગેહ. દશ હજાર વરસતણું એ, પાળ્યું પરગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય. થોય નમીએ નમ નેહ, પુણ્ય થાયે જ્યું દેહ, અઘ સમુદય જેહ, તે ૨હે નાહીં રેહ; લહે કેવલ તેહ, સેવના કામ એહ, લહે શિવપુર ગેહ, કર્મનો આણી છે. સ્તવન ખટદરશણ જિન અંગ ભણીજ, ન્યાસદડગ જો સાધેરે, નિજિનવરના ચરણ ઉપાસક, ખટદ૨ણ આરાધે. જિનસુરપાદપ પાય વખાણું, સાંખ્ય યોગ દોય ભેદેરે; આતમસત્તા વિવરણકરતા, લો દુગ અંગ અખેદેરે. ભેદ અભેદ સુગત મિમાંસક, જિનવર દોય કર ભારીરે; લોકાલોક અવલંબન ભજિયે, ગુરૂગમથી અવધારીરે લોકાયતિક કૂખ જિનવરની, અસ વિચાર જો કીજેરે; તત્વવિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કિમ પીજેરે. જૈન જિનેશ્વર વરઉત્તમઅંગ, અંતરંગ બહિરંગેરે; અક્ષરન્યાસધરા આરાધક, આરાધેધરી સંગે૨ે. જિનવરમાં સધલાં દરેિશણછે, દર્શન જિનવર ભજનારે; સાગરમાં સઘલી તટની સહી, ટિનીસાગર છજના૨ે જિનસરૂપ થઈ જિન આરાધે, તે સહીં જિનવર હોવેરે; ભૃગી ઈલિકાને ચટકાવે; તે ભૃગી જગ જોવેરે. ચૂરણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ ૫૨પ૨ અનુભવરે; સમયપુરૂષના અંગ કહ્યાએ, જે છેદે તે દુરભવરે. મુદ્રાબીજધારણાઅક્ષર, ન્યાસ અરથવિનિયોગેરે; જે ધ્યાવે તે નવિ વંચી જે, ક્રિયાઅવચક ભોગે રે. શ્રુતઅનુસાર વિચારી બોલું, સુગુરૂ તથાવિધિ ન મિલેરે; ક્રિયા કરી હતી. પી સી બાદ ચિત સઘળો. ય. ૧૮ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિયેરે; સમય ચરણસેવા શુચા દેજ્યો, જિમ આનંદયત પહિયેરે. *. ખ. 3 ખ. ૪ ૪. પ 4.7 4.9 પ. . ૫. ૯ ૧. ૧૧ - 7 ૨ 3 ફોટો સૌજન્ય ५ १ Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથ પ્રભુનું ચરિત્ર | હે દ્વાદૃશાંગીની અધિષ્ઠાત્રી શ્રી સરસ્વતી દેવી ! વિષય-કષાયોથી વિરક્ત થયેલાં એવા શ્રી વિતરાગ પરમાત્મા શ્રી નમિનાથ પ્રભુના ઉપકારી જીવનને રજૂ કરવા આપ સહાયભૂત બનો શ્રી નમિનાથ ભગવાનના ત્રણ ભવો આ મુજબ છે. IIII) ભવ પહેલો || આ જંબુદ્વીપનું પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ભરત નામે વિજયમાં આવેલ કૌશાંબી નગરીમાં સિદ્ધાર્થ નામે તપસ્વી રાજા હતો. જે રાજ્યનો સુકાની તપ અને સંસ્કાર દ્વારા સંયમી જીવન જીવે તે રાજ્યની પ્રજા પણ ઉત્તમ સંસ્કારનું આરોપણ પામે. પ્રજામાં પોતાના જેવા ઉત્તમ ગુણોનું સ્થાપન થાય એટલે રાજા સિદ્ધાર્થ મુનિ ભગવંતોને પુરાં માન-સન્માનથી આશ્રય આપતો, તેની ભક્તિ કરી કૃતાર્થ થતો. આ રીતે એક વખત તેમના નગરમાં મહાજ્ઞાની એવા સુદર્શન મુનિ પધાર્યા. રાજા અને પ્રજા આ મહાન જ્ઞાની ગુરૂને વંદન કરવા ગયા. મુનિ ભગવંતે પોતાના આચાર પ્રમાણે સંસારની કટુતા અને સંયમની મધુરતા વિષે સમજાવ્યું. તેમના ઉપદેશથી સંસાર તરફથી મોહ-માયા અને આસક્તિ દૂર થવાની રાજા સિદ્ધાર્થે દીક્ષા લેવાનું નક્કી કર્યું. મહાન માણસો પોતાના શુભ નિર્ણયમાં ક્યારેય પીછેહઠ કરતા નથી. રાજા સિદ્ધાર્થે સંસારનાં બંધનો અને રાજ્યના ભોગ અને વિલાસને પળવારમાં ત્યાગી દીધા. સંયમ અને મુક્તિને પોતાનો જીવનમંત્ર બનાવી સકલ જગત માટે શ્રેષ્ઠ ઉદાહરણ રૂપ સર્વવિરતીનો સ્વીકાર કર્યો. સાધુધર્મના આચાર મુજબ તપ, ત્યાગ અને સાધના તેમજ દેવ, ગુરૂ અને ધર્મ જ આત્માને મુક્તિના માર્ગે પ્રયાણ કરાવે છે. સિદ્ધાર્થ રાજાએ દીક્ષા લીધા પછી ઉગ્ર તપશ્વર્યા અને અનેક સ્થાપકોની આરાધના કરી ઉજ્જવળ એવું તીર્થકર નામકર્મનું ઉપાર્જન કર્યું. દીક્ષાપર્યાયમાં કેટલોક કાળ પસાર કર્યા પછી સિદ્ધાર્થ મુનિ કાળધર્મ પામ્યાં. | ભવ બીજો તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યા પછીનો ભવ દેવપણામાં હોય એવું શાસ્ત્રો મુજબ સામાન્ય પરંપરા જોવા મળે છે. સિદ્ધાર્થ રાજાએ પ્રથમ ભવમાં મુનિપણામાં ઉગ્ર તપશ્ચર્યા દ્વારા ઉપાર્જિત કરેલ તીર્થંકર નામકર્મથી બીજા ભવે દેવગતિ પ્રાપ્ત કરી. તેમનો જીવ અપરાજિત વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. દેવપણામાં સુખાદિ ભોગવીને તેત્રીસ સાગરોપમનું આયુષ્ય તેમણે પૂર્ણ કર્યું. Page #199 -------------------------------------------------------------------------- ________________ == ESSES ભવ ત્રીજો GSSSS વિજય નામે ધર્મપ્રેમી અને પરાક્રમી રાજા આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની મિથિલા નામે નગરીનું સિંહાસન શોભાવતો હતો. તેમને વદ્રા નામે ગુણવાન રાણી હતી. પુણ્યાનુબંધી પૂણ્યકર્મનાં કારણે રાજા અને રાણી વચ્ચે સ્નેહનાં ગાઢ બંધન બંધાયેલાં હતાં. સમય જતા વદ્રા રાણીની કુક્ષિમાં અપરાજિત વિમાનમાંથી દેવ તરીકે ઉત્પન્ન થયેલા સિદ્ધાર્થ રાજાનું જીવન ચ્યવન થયું. ચ્યવનનો એ શુભ દિવસ એટલે આસો સુદ પુનમ. જ્યારે ચંદ્રનું સ્થાન અશ્વિની નક્ષત્રમાં હતું. આ વખતે આસનકંપથી ઇન્દ્રોએ એકવીસમાં તીર્થંકરનું ચ્યવન જાણ્યું. નારકીના જીવોએ ક્ષણવાર સુખનો અનુભવ કર્યો. ત્રણ લોકમાં પ્રકાશ છવાઇ ગયો. વદ્રા રાણીએ ચૌદ મહાસ્વપ્નો જોયા. જેમાં ઉજ્જવળ ગજેન્દ્ર, સ્ફટિક જેવો નિર્મળ વૃષભ, કેશરીસિંહ આદિને તેમણે પોતાના મુખમાં પ્રવેશતા જોયા. (બાકીના સ્વપ્નો આગળના ચરિત્રો પ્રમાણે જાણવા.) ઇન્દ્રોએ એ સ્વપ્નના અર્થની આગાહી કરતા જણાવ્યું, “હે સ્વામિની ! આ અવસર્પિણી કાળમાં જગતના સ્વામી અને એકવીસમાં તીર્થંકર તમારે ત્યાં પુત્ર તરીકે જન્મ લેશે.” આ સાંભળી માતા વદ્રા અત્યંત હર્ષ પામ્યા અને બાકીની રાત તેના આનંદમાં પસાર કરી. સવારે રાજા વિજયને વદ્રા રાણીએ સ્વપ્ન વિષે વાત કરી ત્યારે તેમણે પણ મહાનપુત્રના જન્મની આગાહી કરી. આ સાથે રાણીના મુખ પર આનંદના પૂર આવ્યા હોય અને હૃદયમાં જાણે પ્રેમનો સાગર ઉછળતો હોય, એમ દિવસો પસાર કરવા લાગ્યા. સમય પૂર્ણ થતા શ્રાવણ વદ આઠમે જ્યારે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં હતો ત્યારે વિદ્રા રાણીએ કાળા કમળના લાંછનવાળા અને સૂવર્ણજેવા વર્ણવાળા એક પુત્રને જન્મ આપ્યો. આ સમયે ત્રણ લોકમાં અંધકારને દૂર કરનાર પરમ પ્રકાશનો ઉદ્દભવ થયો. આ વખતે પણ નારકીના જીવોએ ક્ષણવાર સુખનો અનુભવ કર્યો. આકાશમાંથી સુગંધી જળની વૃષ્ટિ થઇ. ચારે તરફ દુભિના સુમધુર ધ્વનિ સંભળાવા લાગ્યા. આસનકંપથી જુદા જુદા લોકમાં વસનારી દિકકુમારિકાઓ દર્પણ, ઝારી, પંખા, ચામર, દીપક આદિ સામગ્રી સાથે આવી અને પ્રભુની સન્મુખ ગીત ગાવા લાગી. સર્વેએ મળી યથાવિધિ સૂતિકર્મ કર્યું. આ પછી તેઓ સ્વસ્થાને ગઇ. સૌધર્મ ઇન્દ્રએ અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મને જાણ્યો. તેમણે પાલક વિમાન વડે પ્રભુના સૂતિકાગૃહની પ્રદક્ષિણા કરી અને તેમાં પ્રવેશ કરી માતાને અવસ્થાપિની નિંદ્રા આપી અને તેમના પડખે પ્રભુના બિંબનું સ્થાપન કર્યું. પોતે પાંચ રૂપ ધારણ કર્યા પછી ચામર, છત્ર અને વજ લઇ પ્રભુને ખોળામાં લઇ મેરૂપર્વત પર ગયા. ત્યાં અશ્રુત, ભવનપતિ, વ્યંતરો આદિ ઇન્દોએ મળી પ્રભુનો જન્મોત્સવ કર્યો. પ્રભુને પવિત્ર જળ વડે સ્નાન કરાવ્યું. ચંદન વડે અર્ચન કર્યું અને ઉત્તમ વસ્ત્રાલંકારોથી આભૂષિત કરી, આરતી ઉતારી, સ્તુતિ કરી. હે પ્રભુ ! જેઓ ભક્તિભાવ વડે તમારા પર એક પુષ્પ પણ ચડાવે છે. તેઓ મસ્તક પર છત્ર ધારણ કરીને નિરંતર વિચરે છે. જેઓ રાત્રી દિવસ તમારા પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરે છે, તેઓ હંમેશા આ લોકમાં સર્વને ધ્યાન કરવા યોગ્ય થાય છે. તમને સ્નાત્ર, અંગરાગ, નેપથ્ય અને આભૂષણ વગેરે ધારણ કરાવવામાં તમારા પ્રસાદથી હંમેશા મારો અધિકાર રહો.” આ રીતે સ્તુતિ કરી ઇન્દ્ર પ્રભુને લઇ વિદ્રા માતા પાસે પાછા આવ્યા. તેમને આપેલી અવસ્વાપિની નિદ્રા દૂર કરી. ઇન્દ્ર પાછા નંદીશ્વર દીપે ગયા અને ત્યાં શાશ્વત અહંત પ્રતિમાનો અઠ્ઠાઇ ઉત્સવ કરી સર્વ ઇન્દ્રો સ્વસ્થાને ગયા. પ્રાતઃ કાળે વિજય રાજાએ ધામધૂમપૂર્વક પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. પ્રભુ જ્યારે માતાના Page #200 -------------------------------------------------------------------------- ________________ છે ગર્ભમાં હતા ત્યારે તેમના પ્રભાવથી દુશ્મનો વિજય રાજાને નમ્યા હતા. એટલે પ્રભુનું નામ નમિનાથ પાડવામાં આવ્યું. જેમ ચંદ્ર પૂર્ણિમા તરફ આગળ વધતા વધુ ઉત્કૃષ્ઠ સૌંદર્ય ધારણ કરે છે એ રીતે નામકુમારે પણ બાલ્યવય પસાર કરી યૌવનવયમાં પ્રવેશ કર્યો. જન્મથી અઢી હજાર વર્ષ પૂરા થયા પછી પંદર ધનુષ્ય જેટલું દેહમાન ધરાવતા નમિકુમારના લગ્ન થયા અને તેમને રાજ્યની જવાબદારી સોંપી રાજા વિજય જવાબદારીમાંથી મુક્ત થયા. પાંચ હજાર વર્ષ સુધી તેમણે રાજ્યની જવાબદારી વહન કરી. પ્રજાના પાલક નમિકુમારે ત્યાર પછી સુપ્રભ નામના પુત્રને રાજ્ય પર સ્થાપિત કર્યા. સુખમાં પણ મહાપુરૂષો આસક્ત થતા નથી. નમિકુમારના મનમાં દીક્ષા લેવાનો વિચાર આવ્યો. લોકાંતિક દેવો અવધિજ્ઞાન વડે તીર્થંકર પ્રભુના દીક્ષા લેવાના વિચારને જાણી તેમને “તીર્થ પ્રવર્તાવો' એવી વિનંતી કરે અને એ મુજબ તીર્થંકર પ્રભુની દીક્ષા થાય. અહીં પણ લોકાંતિક દેવોએ નામિકુમારના દીક્ષા લેવાનો વિચાર જાણ્યો અને વિનંતી કરી, “હે નાથ ! તીર્થ પ્રવર્તાવો” પછી ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલો ક દેવતાઓએ પરેલા ધન વડે પ્રભએ વાર્ષિક દાન દેવાનું શરૂ કર્યું. જેમ જેમ દાનનો પ્રવાહ વહેતો રહ્યો તેમ તેમ સંસારનો અંત કરવાની પ્રભુની ઇચ્છા પ્રબળ થતી ગઇ. પ્રભુના કર્મના બંધ તૂટતા ગયા. શક્ર આદિ ઇન્દ્રો પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવવા માટે આવ્યા. તેઓએ છત્ર, ચામર અને પંખા ધારણ કરેલી દેવકુરુ નામની શિબિકા રચી. આ શિબિકા પર આરૂઢ થઇ પ્રભુ સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. નવપલ્લવોથી અલંકૃત વૃક્ષો જાણે પ્રભુના આગમનથી ખુશ થયાં હોય એ રીતે ઝૂલવા લાગ્યા. કાંચન વર્ણના પુષ્પોથી શોભતા ઉદ્યાનમાં કોકિલના ટહુકારે પ્રભુના આગમનની વધાઇ આપી. પ્રભુએ છઠ્ઠના તપ સાથે અષાઢ વદ નોમના દિવસે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. દર્શન, જ્ઞાન અને ચારિત્રની રત્નત્રયીને ગ્રહણ કરવા ભૌતિક રત્નાલંકારનો ત્યાગ કરવો પડે. પ્રભુએ પલવારમાં આ મહાન ત્યાગ કર્યો. તરત જ તેમને મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનના વિચારોને પ્રકાશ કરનારૂં મન:પર્યવ નામે ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે પ્રભુએ વીરપુર નગરમાં દત્ત નામના રાજાના ઘેર પરમ અન્નથી પારણું કર્યું. આ સમયે દેવતાઓએ પાંચ દિવો પ્રગટ કર્યા. જ્યાં પ્રભુનાં ચરણ અંકિત થયાં હતા, ત્યાં રાજાએ રત્નપીઠ તૈયાર કરી. ભગવાન નમિનાથ ત્યાંથી નીકળી નવ માસ સુધી પૃથ્વીપટ પર વિહાર કરતા પ્રભુ ફરીથી સહસામ્રવનમાં પાછા આવ્યા.છઠ્ઠના તપસ્વી પ્રભુ બોરસલીના વૃક્ષ નીચે આવી કાઉસગ્ગ સ્થિર થયા. એ સમયે માગશર સુદ અગિયારસના દિવસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર હતો ત્યારે દિવસના પૂર્વ ભાગમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની હકીકતને પ્રકાશમાં લાવનાર કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ વખતે એક સો એશી ધનુષ્ય ઊંચું ચૈત્યવૃક્ષ રચાયું. દેવાદિક ઇન્દ્રોએ પ્રભુ માટે વિધિ અનુસાર સમવસરણ રચ્યું. રત્ન, સુવર્ણ અને રૂપાના ગઢવાળું સમવસરણ આ ચૈત્યવૃક્ષથી અદ્દભૂત લાગતું હતું. પ્રભુએ પૂર્વદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી. તીર્થાય નમઃ' ઉચ્ચારી રત્ન સિંહાસન પર પ્રભુ બિરાજમાન થયા. દેવતાઓએ પોતાના કર્તવ્ય મુજબ બીજી ત્રણ દિશામાં પ્રભુના ત્રણ બિબો પ્રસ્થાપિત કર્યા. આ વખતે પ્રભુનાં મસ્તકનાં પાછળ ભામંડળ રચાયું. ચતુર્વિધ સંઘ, દેવતાઓ, તીર્થંચો તેમ જ વાહનો વગેરે સ્વસ્થાને ગોઠવાયાં. શક ઇન્દ્ર પ્રભુને નમસ્કાર કર્યા અને સ્તુતિ કરતા કહ્યું. હે પ્રભુ ! આપ પરમ ઉપકારી છો. હું આપના શરણમાં આશ્રય કરું છું. હું ફળની આશા વગર ઇચ્છે દૂ છું કે હંમેશા આપની સેવા કરવાનું સામર્થ્ય મને મળે.” Page #201 -------------------------------------------------------------------------- ________________ આ પછી શ્રી નમિનાથ પ્રભુએ દરેક જીવોને પોતાની સમજ અનુસાર ગ્રહણ કરી શકે એવી વાણીમાં દેશના આપવાનું શરૂ કર્યું. પ્રભુના મુખમાંથી સરતી વાણીનું પાન કરવા આવેલા સૌને સંસાર જીવનની ક્ષણભંગુરતા વિષે સાચું જ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે કેટલાકે સાધુધર્મ અને કેટલાકે શ્રાવકધર્મ સ્વીકાર્યો. પ્રભુને મુખ્ય ગણધર કુંભ મળી કુલ સત્તર ગણધરો હતા. પ્રભુની દેશના બાદ કુંભ ગણધરે દેશના આપી અને છેવટે સૌ ધન્યતા અનુભવતા પો પોતાના સ્થાને ગયા. પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળો, ચાર મુખવાળો અને સુવર્ણ જેવા વર્ણવાળો ભૂકુટિ નામે યક્ષ હતો. તેને પોતાના આઠ હાથમાં વિવિધ વસ્તુઓ ધારણ કરેલી હતી. તે પ્રભુની સાથે રહેનાર શાસનદેવ થયો. ચાર હાથવાળી, શ્વેત અંગવાળી અને હંસ પર બિરાજમાન ગાંધારી પ્રભુની શાસનદેવી થઇ. પૃથ્વી પટ પર વિચરતા પ્રભુના પરિવારમાં વીસ હજાર સાધુઓ, એકતાલીસ હજાર સાધ્વીઓ, સાડા ચારસો ચૌદ પૂર્વધર, એક હજાર ને છસો કેવળજ્ઞાનીઓ, પાંચ હજાર વૈશ્યિલબ્ધિવાળા, એક હજાર વાદલબ્ધિવાળા, એક લાખ સિત્તેર હજાર શ્રાવકો તેમ જ ત્રણ લાખ અડતાલીસ હજાર શ્રાવિકાઓ હતી. આ રીતે નમિનાથ પ્રભુ કેવળજ્ઞાન પામ્યા પછી નવ માસ ઓછા અઢી હજાર વર્ષ પછી પોતાનો નિર્વાણ સમય નજીક આવ્યો જાણી શ્રી સમેતશિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે પ્રભુએ અનશન કર્યું. એક માસના અંતે વૈશાખ વદ દસમે જ્યારે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં હતો, ત્યારે શ્રી નમિનાથ પ્રભુ તે મુનિઓ સાથે મોક્ષમાં ગયા. પ્રભુના નિર્વાણ સમયે ઇન્દ્રાદિક દેવોએ અવધિજ્ઞાન વડે પ્રભુનું નિર્વાણ જાણ્યું. તેઓ પ્રભુનો નિર્માણ મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. તેઓએ વિધિપૂર્વક આ મહોત્સવ ઉજવ્યો અને પોતાની જાતને પાવન કરી સૌ સ્વસ્થાને ગયાં. શ્રી નમિનાથ પ્રભુએ કુમારપણામાં અઢી હજાર વર્ષ, રાજ્યમાં પાંચ હજાર વર્ષ અને ચારિત્રમાં અઢી હજાર વર્ષ મળી કુલ દસ હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું. શ્રી મુનિસુવ્રત સ્વામીના નિર્વાણ પછી છ લાખ વર્ષ ગયા ત્યારે શ્રી નમિનાથ પ્રભુનું નિર્વાણ થયું. શ્રી નમિનાથ પ્રભુનાં જીવન અને કાર્યોના પરિચયની એક ઝલક માત્ર આપવાનો ઉપક્રમ હતો. તે અનુસાર આ ચારિત્રલેખનમાં કોઇ ક્ષતિ રહી હોય તો તે ક્ષમ્ય ગણશો. Tી J છેડતી કરી છે , 'HERI vu. ૧૨છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री नेमिनाथ ॥ AADATOR Annnn SPORTS SHRI JAIN A MANAU SABHA KHAR GATE. CANAGAR ... ... . ..: . SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR अम्बिका देवी ॥ श्री नेमिनाथ ॥ YADUVANSHA SAMUDRENDU KARMAKAKSHA HUTASHANAH ARISHTANEMIR VHAGAWAN BHUYADVO RISHTNASHANAM यदुवंशसमुन्द्रेन्दुः, कर्मकक्षहुताशनः । अरिष्टनेमिर्भगवान्, भूयाद्वोऽरिष्टनाशनः ॥२२॥ गोमेघ यक्ष Page #203 -------------------------------------------------------------------------- ________________ " 'શ્રી નેમિનાથ ભગવાન છે. ફોટો શ્રી શાંતિલાલ લાલચંદ હારીજવાળા પરિવાર હો સૌજવ્ય |.., * ના T સૌજન્ચ *. |ખાંતિભાઈ, અરવિંદભાઈ, અશોકભાઈ, ભરતભાઈ ભાવનગર | Pr લોભાવે લલના તણા લલિત શું, ત્રિલોકના નાથને, કમ્પાવે ગિરિભેદી વાયુ લહરી, શું સ્વર્ગના શૈલને; શું સ્વાર્થે જિન દેવ એ પશુતા, પોકાર ના સાંભળે ? શ્રીમમિજિનેન્દ્ર સેવનથકી, શું શું જગે ના મળે ? ચૈત્યવંદન, નેમિનાથ બાવીસમાં, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય. દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. શૌરીપુરી નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદધને, નમતાં અવિચલ થાન. 3 મ.૨ સ્તવન અષ્ટ ભવતર વાલહીરે, તે મુજ આતમરામ, મનરાવાલા; મુગતિનારીશું આપણેરે, સગપણ કોઈ ન કામ. મ.૧ પરિ આવોહો વાલિમ ધરિ આવો, મારી આશાના વિસરામ મ. રથ ફેરોહોસાજન રથ ફેરો, સાજન માહરા મનોરથ સાથ મ. નારી પેખે ૫ નેહલોરે વાલા, સાચ કહે જગનાથ. મ. ઈશ્વર અરધંગે ધીરે વા. તે મુજ ઝાલે ન હાથ પશુજનને કરૂણા કરીને વા. આણી રીદય વિચાર છે. માણસની કરૂણા નહીરે વા. એ કુણ ધર આચાર, મ. ૩ પ્રેમકલપતરૂ છેદીયોરે વા. ધરિયો યોગધતૂર મ. ચતુરાઈરો કુણ કહોરે વા. ગુરુમિલિઓ જગસૂર. માહરું તો એમા કયું નહીરે, વા. આપ વિચારે રાજ; મ. રાજસભામાં બેસતા રે, વા. કીસડી વધસી લાજ. પ્રેમ કરે જગજન સહુ, વા. નિરવાહે તે ઓર; મ. પ્રીત કરીને છોડિદેરે, વા. તેહશું ચાલે ન જોર. જો મનમાં એહવું હતું રે, વા. નિસપતિ કરત ન જાણ; મ. નિસંપતિ કરીને છાંડતારે, વા. માણસ હુયે નુકસાણ. દેતાં દાનસંવત્સરીરે, વા. સહુ લહે વંછિત પોષ; મ. સેવકવંછિત નવિ લહેરે, વા. તે સેવકનો દોષ. સખી કહે એ સામળોરે, વા. હું કહું લક્ષણસ્વત; મ ણ લક્ષણ સાચી સખીરે, વા. આપ વિચારે હેત. રાગી સુરાગી સહુરે, વા. વૈરાગી શ્યો રાગ: મ. રાગ વિના કિમ દાખવોરે, વા. મુગતિ સુંદરીમાગ. મ. ૧૦ એક ગુહ્ય ઘટતું નહીરે, વા. સઘલોઈ જાણે લોગ, મ. અનેકાંતિક ભોગવોરે, વા. બ્રહ્મયારીગતશોગ. મેં.૧૧ જિણ જોગે તુજને જોઊં વા. તિણ જોગે જોવો રાજ, મ. એકવાર મુજને જુવોરે, વા. તો સિઝે મુજ કાજ. મ.૧૨ મોહદશા ધરિ ભાવતારે, વા. ચિત લહે તત્વવિચાર; મ. વીતરાગતા આદરીરે, વા. પ્રાણનાથ નિરાધાર. મ. ૧૩ સેવક પિણ તે આદરેરે, વા. તો રહે સેવકમામ; મ. આશય સાથે ચાલીયેરે, વા. ઓરિજ રૂડું કામ. મ. ૧૪ વિવિધયોગધરિ આદરયોરે, વા. નેમનાથ ભરતાર, મ, ધારણ પોષણ તારણોરે, વા, નવરસ મુગતા હાર, , કારણરૂપી પ્રભુ ભજ્યોરે, વા. ગણ્યો ન કાજ અકાજ;૨. કૃપા કરીને પ્રભુ દીજીયેરે, વા. આનંદઘનપદરાજ; ન થાય છે રાજૂલ વર નારી, રૂપથી રતિ ારી, તેહના પરિહારી, બાલ્યથી બ્રહ્મચારી; પશુઆ ઉગારી, હુઆ ચારિત્રધારી, કેવલશ્રી સારી, પામીઆ ધાતી વારી. ( 22 ) Page #204 -------------------------------------------------------------------------- ________________ sy શ્રુતસિન્ધુના પારને પમાડનાર હે શ્રુતદેવતા ! વૃક્ષ પર વસંતઋતુ પાંગરતા વનરાજિની શોભા અનેક ગણી થાય છે એ જ રીતે આ ચોવીશીના બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથપ્રભુના શાસનમાં ઉજ્જવળ અને ઉલ્લાસપૂર્ણ શાસનની શોભા થઈ, એવા પરમ ઉપકારક પ્રભુના ચરિત્રનાં આલેખનમાં આપની કૃપા વરસો ! શ્રી નેમિનાથ પ્રભુના ત્રણ ભવ આ પ્રમાણે છે. ધનકુમાર નામે રાજા સૌધર્મ દેવલોકમાં દેવ પ્રથમ ભવ બીજો ભવ ત્રીજો ભવ, ચોથો ભવ પાંચમો ભવ છઠ્ઠો ભવ સાતમો ભવ આઠમો ભવ નવમો ભવ આ સાથે રાજીમતિ - - - નેમિનાથ પ્રભુનું ચરિત્ર - - સુરતેજ નગરમાં ચિત્રગતિ નામે રાજા મહેન્દ્ર દેવલોકમાં દેવ સિંહપુરમાં અપરાજિત નામે રાજા અગિયારમાં દેવલોકમાં દેવ પ્રથમ ભવ ધનવતી નામે રાજકન્યા બીજો ભવ ત્રીજો ભવ ચોથો ભવ પાંચમો ભવ છઠ્ઠો ભવ . સાતમો ભવ આઠમો ભવ – નવમો ભવ હસ્તિનાપુર નગરમાં શંખકુમાર નામે રાજા અપરાજિત નામના વિમાનમાં દેવ અને (સૌરિપુરી નગરીમાં) નેમિનાથ તીર્થંકર. એટલે કે જે આ નવે ભવ સુધી નેમિનાથની સાથે સ્નેહભાવે જોડાયેલ, તેના નવ ભવ આ મુજબ છે. સૌધર્મ દેવલોકમાં દેવી શિવમંદિર નગરમાં રત્નવતી નામે રાજકુમારી માહેન્દ્ર દેવલોકમાં દેવી રથનુપુર નગરમાં રત્નમાળા નામે રાજકુમારી અગિયારમાં દેવલોકમાં દેવી ચંપાપુરી નગરીમાં યશોમતી નામે રાજકુમારી અપરાજિત નામના વિમાનમાં દેવ અને ઉગ્રસેન રાજાની રાજીમતિ નામે રાજકુંવરી 125 Page #205 -------------------------------------------------------------------------- ________________ ( ) ભવ પહેલો ) ભૂજાદંડમાં વજ જેવી પ્રચંડ તાકાત અને વીરતા ધરાવતા રાજા વિક્રમધન એક વખત જંબૂદ્વીપના ભરતક્ષેત્રના અચલપુર નગરનું સિંહાસન શોભાવતા હતા. તેમના કપાળમાંથી કોઈ અલૌકિક તેજ ચમકી રહ્યું હતું. તેની પ્રચંડ તાકાત જોઈ આજુબાજુના અનેક રાજવીઓએ શાંતિનો અનુભવ કર્યો હતો. જુદા જુદા સ્થળોમાંથી સંચિત થયેલી ધનરાશિ રાજ્યની સંપત્તિમાં વધારો કરતી હતી. પ્રજા પણ રાજાને વફાદાર રહેવામાં પોતાની જાતને ભાગ્યશાળી માનતી હતી. રાજસિંહાસન જેમ રાજા વિક્રમધનના સંસ્કારથી શોભતું હતું એ રીતે રાજમહેલનું અંતઃપુર રૂપ, ગુણ અને શીલના સંસ્કારયુક્ત રાણી ધારિણીથી શોભતું હતું. ઉત્તમ ગુણો ધરાવતા અને ઉત્કૃષ્ટ વિચારો સેવનારને સ્વપ્ન પણ ઉત્તમ આવે છે. રાણી ધારિણીએ એક વખત એવું જ સ્વપ્ન જોયું, જેમાં કોઈ ઉત્તમ દેખાતા પુરુષે ફલિત થયેલો આંબો હાથમાં લઈ રાણીને કહ્યું કે આ આંબો આજે તારા આંગણામાં રોપાય છે, પછી તે જુદા જુદા નવ સ્થળે રોપાશે. જેમ જેમ સમય જશે તેમ તેમ તે વૃક્ષ ઉત્તમ ફળદાયી બનશે. આ સ્વપ્ન જોયા પછી રાણીએ રાજા વિક્રમધનને તે સંબંધી વાત કરી. રાજા પણ ખૂબ જ ખુશ થયા તેમણે આ સ્વપ્નનો મર્મ સમજવા નિમિત્તિઓને બોલાવ્યા. તેમણે જણાવ્યું કે આ સ્વપ્નથી એમ સિદ્ધ થાય છે કે ધારિણી રાણીને એક ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે. રાણીના હર્ષનો પાર ન રહ્યો. દિવસે દિવસે રાણીના મનમાં મહાન વીરપુરષની માતા બનવાની ઝંખના વધવા લાગી સમયના નિરંતર વહેતા પ્રવાહમાં કેટલીક ધટનાઓ વહી જાય છે જ્યારે કેટલીક ધટનાઓ ઈતિહાસ સર્જે છે. કેટલીક આવી બાબતો કે આવા પ્રસંગો યુગપ્રવર્તક બને છે. આવી જ ઘટના રાજા વિક્રમધનના પરિવારમાં બની. રાણી ધારિણીએ સમયાંતરે ગર્ભધારણ કર્યો. ગુલાબના વિકસિત પુષ્પ જેવું નજાકત સૌન્દર્ય તેમના ચહેરા પર છવાઈ ગયું. દિવસે દિવસે તેમની શોભા વધવા લાગી. પૂર્ણ દિવસો થતાં રાણીએ એક ઉત્તમ દિવસે પુત્રને જન્મ આપ્યો. પુત્રનું તેજ જોતા પોતાને આવેલ સ્વપ્ન સાકાર થતું જાણી રાણી ખુબ જ પ્રસન્ન બન્યા. રાજાએ પણ મહાદાનપૂર્વક પુત્રજન્મનો મહોત્સવ કર્યો. તેનું નામ ધન પાડવામાં આવ્યું. બાળલીલાઓમાંથી પસાર થતા ધનકુમાર યૌવનવય પામતા સુંદર અને બહાદુર રાજકુમાર બન્યા. સૌના દિલ જીતી લેનાર ધનકુમાર પ્રજાપ્રિય રાજકુમાર બન્યા. આ સમયે કુસુમપુર નામના નગરમાં પરાક્રમી રાજા સિંહ રહેતા હતા. તેમની રાણી વિમળા અતિ રૂપવાન હતા. તેમને અપ્સરા જેવું રૂપ ધરાવતી ધનવતી નામે રાજકુમારી હતી વિવિધ કળાઓ શીખતી ધનવતી સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. વસંતઋતુ એટલે યુવાન હૈયાની પ્રિય ઋતુ. રાજકુમારી ધનવતી વસંતના વૈભવને માણવા માટે તેની સહેલીઓ સાથે ઉદ્યાનમાં ગઈ. ભમરાઓનું ગુંજારવ અને સારસયુગલોની ક્રીડાએ આખા ઉદ્યાનને મોહિત કરી દીધું હતું. જળક્રીડા કરતા હંસોના ઝૂંડ જોઈ ધનવતી ભાવવિભોર બની હતી. આનંદથી ફરતી રાજકુમારી જાણે ઉદ્યાનમાં ખીલેલી પ્રકૃતિનું પાન કરવામાં મસ્ત બની હતી. Page #206 -------------------------------------------------------------------------- ________________ યોગાનુયોગ એક મહત્વની ઘટના બની. અશોકવૃક્ષ નીચે એક વિચિત્ર ચિત્રકાર હાથમાં કોઈ ચિત્રપટ લઈને ઉભો હતો. ધનવતીની સખી કમલિનીએ તેને જોયો. ચિત્રપટ જોતા જ કમલિની નવાઈ પામી. અનુપમ સૌન્દર્ય ધરાવતો એક પુરૂષ એ ચિત્રપટમાં બનાવેલો હતો. એ જોઈ કમલિનીએ તે ચિત્ર પેલા ચિત્રકારના હાથમાંથી લઈ લીધું અને પૂછ્યું, ''આ ચિત્રનો પુરૂષ તે માત્ર કલ્પનાથી દોર્યો છે કે આવું રૂપ ધરાવનાર કોઈ પુરૂષની આ પ્રતિકૃતિ છે?'' આ સાંભળી તે ચિત્રકાર ખડખડાટ હસવા લાગ્યો અને બોલ્યો, ''જે વિક્રમરાજા અચલપુર નગરનું સિંહાસન શોભાવે છે એનો અનુપમ સૌન્દર્ય ધરાવનાર કુંવર ધનકુમારનું આ ચિત્ર છે. મેં એ રાજકુમારને પ્રત્યક્ષ જોયા પછી જ તેનું આ ચિત્રપટ બનાવ્યું છે. મેં માત્ર મારા આનંદ માટે જ આ ચિત્ર તૈયાર કર્યું હતું." ચિત્રકાર અને કમલિની વચ્ચે થયેલી વાત ત્યાં પાસે ઊભેલી રાજકુમારી ધનવતીએ સાંભળી. કમલિની પણ આશ્ચર્ય પામતી ત્યાં ઊભી રહી ગઈ. ચિત્રકાર તો વાત કરી ત્યાંથી ચાલ્યો ગયો. ધનવતીનું મન પેલા પુરુષને જોવા બેચેન બની ગયું. સારસજોડમાંથી છૂટી પડેલી સારસીની જેવી તેની મનોદશા પામી જઈ કમલિનીએ તેનું કારણ પૂછ્યું ત્યારે ધનવતીએ પોતાના મનની વાત વ્યક્ત કરતા કહ્યું, 'પેલા ચિત્રપટનો રાજકુમાર મારા મનની વિહ્વળતાનું કારણ છે.'' કમલિનીએ ધનવતીને આશ્વાસન આપ્યું અને તેના મનોરથ પૂર્ણ થવા માટે શુભેચ્છા વ્યક્ત કરી. થોડા દિવસો પછી રાજકુમારી ધનવતી દિવ્ય વસ્ત્રો ધારણ કરી તેના પિતા સિંહરાજાને વંદન કરવા ગઈ. રાજા તો પોતાની લાડકવાયી દિકરીની મુગ્ધાવસ્થા જોઈ જ રહ્યો. ધનવતી નમ્રતાપૂર્વક પિતાને પ્રણામ કરી તેના આવાસે ગઈ. તે ગયા પછી રાજા તેના ભવિષ્ય વિષે વિચારતા હતા. એ સમયે સિંહરાજાએ પોતાના કોઈ કાર્ય માટે વિક્રમધન રાજા પાસે અગાઉ મોકલેલ એક દૂત અચલપુરથી પાછો આવ્યો. રાજાને પ્રણામ કરી તે ઉભો રહ્યો. સિંહરાજાએ ક્ષેમ કુશળ પૂછી કહ્યું.'ત્યાંની કોઈ વિશેષ બાબત હોય તો જણાવ.'' આ સાંભળી તે કહ્યું: ''અચલપુરના રાજા વિક્રમધનના કુંવર ધનકુમારને જોયા પછી એવું લાગ્યું છે કે આવો રૂપવાન અને તેજસ્વી પુરુષ હજુ સુધી ક્યાંય જોયો નથી. તેને જોતા જ મને રાજકુંવરી ધનવતી યાદ આવી ગયા. મને લાગે છે કે ધનકુમાર જ તેમની વાત માટે યોગ્ય પતિ બની શકશે.' આ વાત સાંભળી રાજા ખૂબજ ખુશ થયા અને સારી બક્ષિશ આપી, દૂતને વિદાય કર્યો. દૂત અને રાજા વચ્ચેના આ સંવાદો ધનવતીની નાની બહેન ચંદ્રવતી અંદર ઊભા રહી સાંભળતી હતી. તે પણ ખૂબ જ ખુશ થઈ અને તરત જ આ સુખદ સમાચાર ધનવતીને આપવા દોડી ગઈ. ધનવતીના મનની વાત જ ચંદ્રવતીએ કહી ત્યારે ધનવતીતો મંત્રમુગ્ધ બની ગઈ. ''શું ધનકુમાર આ વાત જાણતા હશે ? મારા મનમંદિરના સ્વામી બનવાને જ પોતે સર્જાયા હોય, એ એમને ખબર હશે ? '' આવા વિચારમાં ખોવાયેલી ધનવતી ધનકુમારને યાદ કરતી રહી. તેને ખ઼બર પડી કે દૂત ફરી અચલપુર જવાનો છે એટલે ધનવતીએ પોતાની ઈચ્છા જણાવતો સંદેશ દૂતને આપ્યો. સિંહરાજાએ પણ વિક્રમધન રાજા માટે સંદેશ મોકલ્યો હતો. આ બંને સંદેશ લઈ દૂત અચલપુર ગયો. સિંહરાજાનો સંદેશ તેણે રાજા વિક્રમધનને આપ્યો. જ્યારે રાજાએ આ સંદેશ વાંચ્યો ત્યારે તેને પોતાની જાતને ભાગ્યશાળી ગણી ખુશી વ્યક્ત કરી. દૂતે ધનકુમારને તેમની માટે જ મોકલેલ સંદેશ આપ્યો. ધનકુમાર પણ આ સમાચારથી ખુશ થયા. સમય જતા ધનકુમાર અને ધનવતીના લગ્ન ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યા. 127 Page #207 -------------------------------------------------------------------------- ________________ એક વખત ચતુર્વિધ જ્ઞાનધારી મુનિ વસુંધર એક ઉધાનમાં પધાર્યા. વિક્રમધન રાજા, રાણી ધારિણી વગેરે સપરિવાર તે ઉદ્યાનમાં મુનિ ભગવંતની વાણી સાંભળવા આવ્યા. સૌ ધ્યાનપૂર્વક તે વાણીના રસનું પાન કરી રહ્યા હતા. દેશના પૂરી થઈ ત્યારે વિક્રમધન રાજાએ મુનિ ભગવંતને ધારિણીરાણીને ધનકુમાર ગર્ભમાં હતા ત્યારે આમ્રવૃક્ષ અને તેને નવ વખત રોપવાના સ્વપ્ન વિષે પૂછ્યું. આ સાંભળીને મુનિરાજે કહ્યું, ''હે મહારાજા ! આ તમારો પુત્ર ધનકુમાર આ ભવથી માંડી ઉત્તરોત્તર નવ ભવ કરશે અને નવમાં ભવમાં આ ભરતક્ષેત્રના યદુવંશમાં બાવીસમાં તીર્થંકર થશે." મુનિ ભગવંતના આ વચનો સાંભળી રાજા અને રાણી પોતાની જાતને ધન્ય માની અત્યંત ખુશી અનુભવવા લાગ્યા. ધનકુમાર પણ ધનવતી સાથે આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. ધનવતી અત્યંત પ્રેમાળ હતા. તે ધનકુમારના સહવાસથી ખુશ થઈ વિવિધ ક્રિડાઓ દ્વારા ધનકુમારને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા. એક વખત ધનવતીને લઈ ધનકુમાર સરોવર પર ક્રિડા કરવા ગયા. બન્ને આનંદથી સમય નિર્ગમન કરવા લાગ્યા. આ સમયે અશોકવૃક્ષની નીચે એક મુનિ મુર્છા ખાઈને પડયા હતા. તે મુનિ ભગવંતના હોઠ તરસથી સુકાતા હતા. પર્ગમાં પડેલા ચિરામાંથી લોહી નિકળતું હતું. આ જોઈ ધનવતી વિચારમાં પડી ગયા. તેણે આ દશ્ય ધનકુમારને બતાવ્યું. એ જોઈને ધનકુમાર પૂર્વકર્મનું આ ફળ હશે એમ વિચારવા લાગ્યા. તરત તે સાધુ ભગવંત પાસે ગયા. તેમની ભાવ-ભક્તિપૂર્વક સેવા કરી. જ્યારે મુનિ ભગવંત બરાબર સ્વસ્થ થયા પછી તેમને ધનકુમારે આ થયાનું કારણ પૂછ્યું. કે મુનિભગવંતને જણાવ્યું કે સમુદાય સાથે વિહાર કરતા તે સમુદાયથી તે પોતે છૂટા પડી ગયા. તેમણે તેઓને શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ ન મળ્યા. આ પછી અત્યંત ભૂખ-તરસથી પીડાતા તેની આ સ્થિતિ થઈ હતી. આ પછી મુનિ ભગવંતે આ સંસાર પણ મૂર્છા થઈ આવે એવો ત્રાસજનક છે માટે ધર્મપૂર્વક આરાધના કરવી એવો ઉપદેશ આપ્યો. આ સાંભળી ધનકુમાર અને ધનવતી બન્નેએ સમ્યક્તપ્રધાન ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. એક વખત ફરીથી વસુંધર મુનિ તે નગરના ઉધાનમાં પધાર્યા. ધનકુમાર અને ધનવતી તેમને વંદન કરવા ગયા. સંસારની ક્ષણભંગૂરતા વિષેની દેશના તેમણે સાંભળી તેથી સંસારથી ઉદ્વેગ પામી બન્નેએ શુભ દિવસે દીક્ષા લીધી. ધનકુમારે તેના પુત્ર જયંતને રાજ્યની જવાબદારી સોંપી. આ પછી સાધુપણામાં બન્નેએ ઉચ્ચ આરાધના કરી,અનશન ગ્રહણ કર્યું. એક માસના અંતે તેઓ મૃત્યુ પામ્યા. આ રીતે પ્રથમ ભવે પૂણ્યકર્મનું ઉપાર્જન કરી ધનકુમાર અને ધનવતીએ આયુષ્ય પૂર્ણ કર્યું. ) ભવ બાજો પૂર્વ કર્મ અનુસાર જીવનું પરિભ્રમણ નિશ્ચિત થાય છે. જીવનું ચાર ગતિમાં થતું પરિભ્રમણ કર્મોને આધિન 128➖➖ Page #208 -------------------------------------------------------------------------- ________________ છે. ધનકુમાર અને ધનવતીએ શુદ્ધ ચારિત્રનું પાલન કરી પુણ્યકર્મ સંચિત કર્યું હતું. આથી ત્યાંથી મૃત્યુ પામી ધનકુમાર અને ધનવતીના જીવ બીજા ભવે સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પૂર્વભવના ઋણાનુબંધ આ ભવે પણ તેઓ વચ્ચે પરસ્પર પ્રેમની ગાંઠ બંધાઈ રહી. દેવલોકના સુખ અને વૈભવને માણતા બન્ને દેવોએ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કર્યું. ( ) ભવ ત્રીજો (D ભરતક્ષેત્રના વૈતાઢય પર્વતની ઉત્તર સીમા પર અનેક સુંદર નગરોની વચ્ચે સુરતેજ નામનું નગર શોભતું હતું. ત્યાં સૂર નામે ચક્રવર્તી રાજા હતા. વિધુત્પતિ નામની પ્રેમાળ રાણી સાથે સૂર રાજા પ્રજાકલ્યાણની પોતાની ફરજો પ્રત્યે વફાદાર રહી રાજ્ય કારભાર ચલાવતા. ધનકુમારનો જીવ બીજા ભવે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી વિધુત્મતિ રાણીની કુક્ષિમાં પુત્ર તરીકે અવતર્યો. પૂર્વ કર્મના પરિણામ સ્વરૂપે તેનુ તેજ જન્મથીજ અનુપમ હતું. શુભ દિવસે સૂર રાજાએ તેનું નામ પાડવા માટે ભવ્ય ઉત્સવ કર્યો અને ચિત્રગતિ નામ પાડ્યું. તે અનુક્રમે મોટો થતા અનેક વિદ્યા અને કળામાં પારંગત બન્યો. આ સમયે વૈતાઢયગિરિની દક્ષિણે શિવમંદિર નામનું નગર હતું. આ નગરમાં અસંગસિંહ નામના રાજા હતા. શશિપ્રભા નામની સુંદર અને સુશીલ રાણી સાથે સુખ વૈભવ ભોગવતા રાજા અનંગસિંહ પ્રજાપાલક પણ હતા. સમય જતા રાણી શશિપ્રભાના ઉદરમાં સૌધર્મ દેવલોકમાંથી દેવ તરીકે ઉત્પન્ન થયેલા ધનવતીના જીવનું ચ્યવન થયું. શશિપ્રભાની જેવા જ રૂપ લાવણ્ય ધરાવતી પુત્રીનો જન્મ થતા સૌ હર્ષઘેલા બની ગયા. શુભ દિવસે તેનુ નામ રત્નાવતી રાખવામાં આવ્યું. ધીમે ધીમે વૃદ્ધિ પામતી રત્નાવતી જુદી જુદી કળામાં પારંગત બની. એક વખત અસંગસિંહ રાજાએ નિમિત્તિઓને રત્નવતીના ભવિષ્ય વિષે પૂછ્યું ત્યારે નિમિત્તિઓએ કહ્યું "જે તમારી પાસેથી ખરીરત્ન લઈ લેશે અને જેની પર દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરશે, એની સાથે શશિપ્રભા પરણશે." આ સાંભળીને સૌ ખુશી થયા. એ સમયમાં ચક્રપુર નામના નગરમાં સુગ્રીવ રાજાને યશસ્વતી અને ભદ્રા નામની બે રાણીઓ હતી. તેમને સુમિત્ર અને પદ્મ નામે પુત્રો હતા. બન્ને પુત્રો રાજ્યના વારસદાર હતા. પરંતુ જ્યારે સ્ત્રી ઈર્ષાવૃત્તિથી પ્રેરાય છે ત્યારે ન કરવાના કાર્યો કરે છે. ભદ્રામાતા જાણતા હતા કે જો સુમિત્રને ગાદી મળશે તો પોતાનો પુત્ર પદ્મ રાજ્યના હકથી વંચિત રહેશે. આ વિચારથી તેણે સુમિત્રને ઉગ્ર ઝેર આપ્યું. સુમિત્ર મુછ ખાઈ પૃથ્વી પર પર પડ્યો. સુગ્રીવાજા તેમજ મંત્રી વગેરેને ખબર પડતા તેઓ ત્યાં આવી પહોંચ્યા. વિષ ઉતારવા માટે ઘણા પ્રયત્નો કરી જોયા છતાં તે વિષ ઉતર્યું નહી. આથી તેઓ આક્રંદ કરતા હતા. આ સમયે ચિત્રગતિ કે જેણે અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી તે આકાશમાં વિહરવા માટે નીકળ્યો અને ત્યાં આવી ચડ્યો. તમામ લોકોને તેણે શોકાતુર જોયા અને તેને જે ઘટના બની તે વિષે ખબર પડી. તેની પાસે તો વિવિધ સિદ્ધિઓ હતી તેથી તેણે મંત્રિત જળ વડે તેના પર સિંચન કર્યું. થોડા સમયમાં તો સુમિત્ર બેઠો થયો. સુમિત્રને ખબર પડી કે તેની અપરમાતાએ તેને ઝેર આપ્યું હતું. આ સાંભળતા ભદ્રામાતા શરમથી ત્યાંથી દૂર (129) In પk, Page #209 -------------------------------------------------------------------------- ________________ જતા રહ્યાં. સુમિત્રે ચિત્રગતિની ઓળખાણ માગી અને ચિત્રગતિના મંત્રીએ જ્યારે તેની ઓળખાણ આપી ત્યારે તે ખુશ થયો ત્યારથી સુમિત્રે ચિત્રગતિ સાથે ગાઢ મિત્રતા બાંધી. જ્યારે ચિત્રગતિએ જવાની રજા માંગી ત્યારે સુમિત્રે સુયશા કેવલીના દર્શન કરવા જવા માટેની વાત કરી. ચિત્રગતિ અને સુમિત્ર સુયશા સાધ્વી પાસે ગયા. સુમિત્રની અપર મા ભદ્રામાતા તેના કુકર્મ અનુસાર નરકમાં જશે. આ પછી સુઝિવ રાજાએ દીક્ષા લીધી. ચિત્રગતિ સુમિત્રની રજા લઈ પોતાના ઘેર આવ્યો. એક વખત સુમિત્રની બહેન જે કલિંગ દેશના રાજા સાથે પરણાવી હતી, તેને રત્નપતીનો ભાઈ કમલ હરી ગયો. આ વાતથી સુમિત્ર ખૂબ જ શોકમાં હતો. આ સમાચાર ચિત્રગતિને મળ્યા ત્યારે ચિત્રગતિએ અસંગસિંહ ઉપર ચઢાઈ કરી અને લડાઈમાં અનંગસિંહ રાજાને જ દેવતાએ આપેલું ખડગરત્ન હતું તે ચિત્રગતિએ તેની પાસેથી લઈ લીધું. સુમિત્રે પોતાની બહેન પાછી મેળવી. આ પછી સુમિત્રને સંસાર પરનો મોહ દૂર થયો અને દીક્ષા લીધી. જ્યારે તે કાયોત્સર્ગમાં સ્થિર હતા ત્યારે તેનો ભાઈ પદ્મ કે જેના માટે ભદ્રામાતાએ પોતાને ઝેર આપ્યું હતું, તે ત્યાંથી પસાર થયો. તેની માતાના થયેલા અપમાન બદલ તેણે સુમિત્રને બાણ માર્યું સુમિત્રે પોતાના કર્મબંધ માટે પદ્મનો આભાર માન્યો અને મૃત્યુ પામી દેવપણામાં જનમ્યો. | ચિત્રગતિએ સુમિત્રના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે તે ખુબ જ દુ:ખી થયો. તે સિદ્વાયતનમાં ગયો. ત્યાં રાજા અનંગસિંહ પણ પોતાની પુત્રી રત્નાવતીને લઈ આવ્યો હતો. ચિત્રગતિએ વિચિત્ર પ્રકારે પ્રભુની સ્તુતિ કરી, એવામાં સુમિત્રે દેવલોકમાંથી પુષ્પવૃષ્ટિ કરી અને પોતે પ્રગટ થયો. બન્ને મિત્રો પરસ્પર લાગણી અનુભવી રહ્યાં હતા એ સમયે રત્નવતીએ ચિત્રગતિને જોયો ત્યારે તેના તરફ તેના મનમાં પ્રેમની લાગણી ઉદ્દભવી. રાજા અસંગસિંહે પણ પોતાની વિધવા દીકરીના ભવિષ્યનો વિચાર કર્યો. છેવટે તેણે રત્નાવતીના લગ્ન ચિત્રવતિ સાથે કર્યા. બન્ને સાંસારિક ભોગ ભોગવી પાછળથી બન્નેએ દીક્ષા લીધી. ઉત્તમ ચારિત્રનું પાલન કરી ચિત્રગતિ અને રત્નાવતીએ આયુષ્ય પૂર્ણ કર્યું. આ રીતે પહેલા ભવમાં ધનકુમારે અને ધનવતીએ ત્રીજા ભવે ચિત્રગતિ અને રત્નાવતી તરીકે આયુષ્ય પૂર્ણ કર્યું. ) ભય ચોથો (T પહેલા ભવે જે ઋણાનુબંધે જે જીવો જોડાયા હોય એ જ જીવો પછીના ભવે પણ કોઈને કોઈ સંબંધે સાથે રહે છે અને પરસ્પર સ્નેહથી જોડાય છે. ધનકુમાર અને ધનવતીએ ત્રીજા ભવે ચિત્રગતિ અને રત્નાવતી તરીકે પતિ-પત્ની બની છેવટે દીક્ષા ગ્રહણ કરી. એ રીતે બન્ને ફરીથી ચોથા ભવમાં માહેન્દ્ર કલ્પમાં દેવતા થયા. અહિં પણ બન્ને વચ્ચે પરસ્પર પ્રીતિ બંધાણી. દેવલોકના સુખ ભોગવતા કાળક્રમે તેઓએ દેવલોકનું આયુષ્ય પૂર્ણ | ભવ્ય પાંચમો) પૂર્વ વિદેહમાં પા નામના વિજયમાં સિંહપુર નગરમાં હરિહંદી નામે રાજા હતા. સૂર્યના તેજ જેવી .............. (1.................. For Private & Personal use Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જવળ કીર્તી ધરાવતા આ રાજાને પ્રિયદર્શના નામે પટરાણી હતા. ચિત્રગતિનો જીવ માટેન્દ્ર દેવલોકમાંથી વીને પ્રિયદર્શનાની કુક્ષિમાં અવતર્યો. પૂર્ણ સમય થતા પ્રિયદર્શનાએ સુંદર પુત્રને જન્મ આપ્યો. સૌએ મળીને ઉમંગપૂર્વક જન્મોત્સવ ઉજવ્યો. આ પુત્રનું નામ અપરાજિત રાખવામાં આવ્યું. પુણ્યકર્મનો સંચય હોય ત્યારે તેનું ફળ પાછળના ભાવમાં અવશ્ય મળે છે. અપરાજિતકુમાર ધીમે ધીમે અનેક કળામાં પારંગત થયો. રાજાના મંત્રીને વિમળબોધ નામનો પુત્ર હતો. તેની સાથે અપરાજિતકુમારને મિત્રાચારી થઈ. એક વખત બન્ને મિત્રો અશ્વ પર બેસી ક્રીડા કરવા માટે બહાર ગયા. તેમના અશ્વો તેમને એક જંગલમાં ખેંચી ગયા. તેઓ એક વૃક્ષ નીચે આવીને અટકયા. ચારે તરફ સુંદર વનરાજીના દર્શનથી મુગ્ધ બનેલા અપરાજિતે વિમળબોધ ને કહ્યું, સારું થયું આ અશ્વો આપણને અહીં ખેચી લાવ્યા, નહીં તો આ સુંદર પ્રકૃતિનું દર્શન આપણે કયાંથી કરત! આ પૃથ્વીની સુંદરતા કયાંથી પામી શકત ! વિમળબોધ પણ પ્રકૃતિનું પાન કરવા લાગ્યો. અચાનક "રક્ષણ કરો, રક્ષણ કરો" એવો પોકાર તેઓએ સાંભળ્યો. એ અવાજ એક પુરૂષનો હતો. તેનું આખું શરીર કંપતુ હતું. તેની પાછળ સુભટો હાથમાં તલવાર લઈને આવ્યા અને તેઓ તેને મારવા માગે છે એમ કહ્યું. આ સાંભળીને અપરાજિતે કહ્યું કે શરણે આવેલ વ્યકિતનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે. પરંતુ સુભટોએ આ વાત સાંભળી નહીં તેથી તેઓ અપરાજિતને મારવા આગળ આવ્યા. અપરાજિતકુમારે તો અનેક કળાઓની સાથે જુદા જુદા પ્રકારના યુદ્ધ કરવાની પણ તાલીમ લીધી હતી. તેના પ્રહાર માત્રથી સુભટો નાસી ગયા. તેઓએ તેમના રાજાને આ વાતની જાણ કરી એટલે એ મોટા લશ્કર સાથે ચડી આવ્યો. આ વખતે પણ અપરાજિતકુમારે સર્વનો પરાજય કર્યો. અચાનક તે રાજાને ખ્યાલ આવ્યો કે અપરાજિતકુમાર તો તેના મિત્રનો જ પુત્ર છે. તરત જ તેણે તેના માણસોને શસ્ત્રો નીચે મૂકી દેવા આજ્ઞા આપી અને વાત્સલ્યભાવથી તેનું આલિંગન કર્યું. ઉપરાંત તે બન્ને મિત્રોને પોતાના ઘેર લઈ ગયા. અપરાજિત અને વિમળબોધ બન્ને મિત્રો કોશલ રાજાના ઘેર આનંદથી રહ્યો. ત્યાં કોશલ રાજાએ અપરાજિત સાથે પોતાની પુત્રી કનકમાળાને પરણાવી. બને મિત્રો કોશલરાજાના ઘેર થોડો સમય રહ્યા. અત્તે તેઓએ વિચાર કર્યો કે જો તેઓ રજા માગશે તો રાજા તેમને વધુ રહેવાનો આગ્રહ રાખે એટલે તેઓને કહ્યા વગર જ બન્ને મિત્રો રાત્રે ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં રાજા અને કનમાળા વિષે વાતો કરતા જતા હતા. ત્યાં અચાનક એક મંદિર બાજુથી કોઈ સ્ત્રીનું રૂદન સંભળાયું. અપરાજિતકુમાર તે બાજુ ગયો અને જોયું તો એક તિક્ષ્ણ હથિયાર ધારી પુરૂષ અગ્નિના કુંડ પાસે ઊભો હતો. તેની બાજુમાં એક સ્ત્રી કરૂણ સ્વરે રૂદન કરી રહી હતી. અપરાજિતકુમારે પેલી સ્ત્રી તરફ જોયું એટલે સ્ત્રીએ કહ્યું " આ નરાધમ મને તેની જાળમાં ફસાવવા માગે છે, મારી રક્ષા કરો. તરત જ તે પુરૂષ સાથે યુદ્ધ કરીને અપરાજિતે તેને મુર્શિત કરી દીધો. થોડા સમય પછી તે ભાનમાં આવ્યો ત્યારે બે હાથ જોડી કુમારને કહેવા લાગ્યો, "હે વીર, તમે મને બધા પ્રકારે જીતી લીધો છે, હવે મારી રક્ષા કરો અને આ સ્ત્રી વૈતાઢય પર્વત ઉપર રથનૂપુર નામના નગરના અમૃતસેન નામના રાજાની રત્નમાળા નામની પુત્રી છે. તેને કોઈએ એવું કહ્યું છે કે હરિનંદી રાજાનો પુત્ર અપરાજિત તેનો પતિ થશે એટલે આ સ્ત્રી તેના પર મોહિત થઈને બીજા પર મન લગાડતી નથી. જયારથી મેં એને જોઈ છે, ત્યારથી તેના પર મને પ્રેમ ઉત્પન્ન થયો છે. મેં તેની માગણી કરી પરંતુ તેણે ના પાડી, તેથી હું તેને ઉપાડી લાવ્યો છું, તે કહે છે કે ભલે મને અગ્નિમાં બાળી નાખો પણ હું તો તમારે વશ થઈશ નહીં. હું શ્રીષેણ વિદ્યાધરનો સૂરકાંત નામે પુત્ર છું. મેં ઘણી અસાધ્ય વિદ્યા પ્રાપ્ત કરી છે. (133) Page #211 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આ સ્ત્રી માટે વશ થઈ નથી. તેણે 'બચાવો'' ની પ્રાર્થના કરી અને તમે આવી પહોંચ્યા. આ રીતે મને તમે દુર્ગતિમાંથી બચાવ્યો. માટે હું તમારો ઉપકાર માનું છું. અપરાજિત અને તેના મિત્ર આ વૃતાંત સાંભળી વિચારમાં પડી ગયા, કારણકે તે સ્ત્રી જે પુરૂષ પર મોહિત થઈ હતી તે કુમાર પોતે જ હતો. મંત્રી પુત્રે તે પુરૂષને પોતાની તથા અપરાજિતકુમારની ઓળખાણ આપી. આ સાંભળી તે સ્ત્રી ખૂબ જ ખુશ થઈ. સૂરકાંતે પોતાની પાસે રહેલા મણિ અને મૂલિકા અપરાજિતને આપ્યા, તેનાથી કોઈ પણ ઘા રૂઝવી શકાય. મંત્રીપુત્રને એક ગુટિકા આપી, જેનાથી વેશ પરિવર્તન થઈ શકે, આ જ સમયે રત્નમાળાના માતા-પિતા વગેરે પણ તેની શોધમાં ત્યાં આવી પહોંચ્યા. તેઓ પણ અપરાજિતકુમારને જોઈ ખુશ થયા. તેઓએ રત્નમાળાના લગ્ન અપરાજિત સાથે કરાવ્યા. અપરાજિતે રત્નમાળાના પિતાજીને કહ્યું કે તે પછી રત્નમાળાને મોકલી આપે. આ રીતે વાત કરી અપરાજિત અને તેનો મિત્ર વિમળબોધ ત્યાંથી નીકળી ગયા. આ રીતે માર્ગમાં આવતા વિઘ્નોને દૂર કરતા અપરાજિત અને વિમળબોધ એક મોટા જંગલમાં આવી પહોંચ્યા. તરસ લાગવાથી બન્ને એક ઝાડ નીચે બેઠા. વિમળબોધ પાણીની શોધમાં ગયો અને જ્યારે પાછો આવ્યો ત્યારે અપરાજિતને ત્યાં જોયો નહિં. આમતેમ તપાસ કરતા તે શોકગ્રસ્ત થઈ પડયો. એ સમયે બે માણસો ત્યાં આવી પહોંચ્યા. તેઓએ તેને કહ્યું '' ભુવનભાનુ નામનો એક રાજા છે તેની બે પુત્રી કમલિની અને કુમુદિની છે. તેમણે કોઈએ કહ્યુ છે કે તેનો વર જે થશે તે તેમનો મિત્ર થશે. અમે તેની શોધમાં આવ્યા ત્યારે તમે બન્ને મિત્રોને ઝાડ નીચે બેઠેલા જોયા. તમે પાણીની શોધમાં ગયા ત્યારે અમે તમારા મિત્રનું અપહરણ કરી અમારા ભુવનભાનું રાજા પાસે લઈ ગયા. ત્યાં તમારા મિત્રને સિંહાસન પર આદરપૂર્વક બેસાડયા પરંતુ તે ખૂબ જ દુ:ખી હતા. તેમણે તમારી વિષે ઓળખાણ આપી કારણકે તે તમારા નામનું જ રટણ કરતા હતા. અને તમારી શોધમાં તમને લેવા માટે અહીં આવ્યા છીએ." આ વાત સાંભળી વિમળબોધ ખૂબ જ આનંદ પામ્યો. પોતાના મિત્રની શોધ કરીને થાકી ગયો હતો. તરત જ તે બન્ને વિદ્યાધરોની સાથે ગયો. અપરાજિતને જોઈ તેની આંખોમાં હર્ષના આંસુ આવ્યાં. તે સમયે કમલિની અને કુમુદિનીના લગ્ન ભુવનભાનુએ અપરાજિત સાથે અત્યંત ધામધુમથી ઉજવ્યા. અપરાજિત આ બન્ને કન્યાઓને પણ ત્યા જ મૂકી તેના મિત્ર વિમળબોધ સાથે ત્યાંથી નીકળી ગયો. આ ઉપરાંત શ્રીમંદિરપુર ગામના રાજાને મુશ્કેલીમાં મદદ કરી. તેના ઘાને પોતાની પાસે રહેલી મણી મૂલિકાથી ધોઈ. તેમની પીડા મટાડી. આ રાજા અપરાજિતને ઓળખી ગયા કારણકે તે તેના પિતાનો મિત્ર હતો. ત્યાં પણ તેમની પુત્રી રંભા સાથે તેણે લગ્ન કર્યા. છેવટે તે અને વિમળબોધ અગાઉની જેમ જ નીકળી ગયા. આ રીતે જનાનંદ નગરના જિતશત્રુ રાજાની કુંવરી પ્રીતિમતીના સ્વયંવરમાં અનેક રાજાઓ હતા, છતાં કળાઓમાં પ્રીતિમતીની શરત પ્રમાણે હરાવી દઈ અપરાજિત તેને જીતી લે છે. રાજા જિતશત્રુ બન્નેના વિવાહ ઉલ્લાસપૂર્વક ઉજવે છે. પાછળથી ખબર પડે છે કે અપરાજિત જિતશત્રુ રાજાનો ભાણેજ થતો હતો. પ્રીતિમતી સાથે ભોગવિલાસ ભોગવી રહેલા અપરાજિત ઘડીભર પોતાના માતાપિતાને પણ ભૂલી ગયો. એક વખત પિતા હણિદીનો એક દૂત આ નગરમાં આવ્યો. તેણે અપરાજિતને જોયો. અપરાજિતે તેને માતા પિતાના ખબર પૂછ્યા ત્યારે તેણ કહ્યું કે રાજા હરિશંદી તમારા વિયોગમાં આંસુ સારે છે અને માતા તો ઝૂરી ઝૂરીને દિવસો પસાર કરે છે. આ સાંભળતા જ પોતાની જાતને ધિક્કારતો અપરાજિત તેના મિત્ર સાથે 132 Page #212 -------------------------------------------------------------------------- ________________ સિંહપુર નગરમાં આવી પહોંચ્યો. એ સમયે જેટલી કન્યાઓને તે પરણ્યો હતો તે તેના પિતા પણ ત્યાં આવી છે પહોચ્યાં. આ રીતે અપરાજિત પોતાની રાણીઓ સાથે પૂરા ઠાઠમાઠથી અને સન્માનપૂર્વક મહેલમાં પ્રવેશ્યો. માતા-પિતાએ તેનું સ્નેહથી આલિંગન કર્યુ. સમગ્ર રાજમહેલનું વાતાવરણ હર્ષમય બની ગયું. પ્રીતિમતી રાણી પટરાણીનું સ્થાન પામી. સમયના પ્રવાહમાં પરિવર્તન આવે છે ત્યારે કોઈ નવી ઘટના આકાર લે છે. રાજા હરિશંદી પણ હવે સંસારથી દૂર રહી આત્મસાધના કરવા માગતા હતા. તેણે અપરાજિતને રાજય સોંપી દીક્ષા લીધી. વિમળબોધ મંત્રી થયો. રાજયમાં અપાર સુખ અને સાહ્યબી ભોગવવા માટેનું ઉજ્વળ નસીબ અપરાજિતને મળ્યું. એક વખતન અપરાજિત રાજાએ એક મૃતકને જોયું. ચાર માણસો તેને ઉપાડી લઈ જતા હતા. પાછળ બીજા લોકો પણ રૂદન કરતા જતા હતા. તેને જોઈને અપરાજિતને ખબર પડી કે જે માણસ ગઈકાલ સુધી અનંત સુખનો સ્વામી હતો, તેને આજે આ તમામ સુખ છોડીને જવું પડે છે. સંસારચક્ર તે આનું નામ છે. આ વિચારે તેના મનને જાગૃત કરી દીધું. સંસારની અસારતા તેની આંખ સામે જોઈ એટલે અપરાજિતે સંસાર છોડી દીક્ષા લેવા માગતા હતા. આ સાથે પ્રીતિમતી પટરાણી, મંત્રી વિમળબોધ તેમ જ તેના નાના ભાઈઓ પણ દીક્ષા લેવાનું નકકી કર્યુ. આ રીતે એ તમામ સાથે અપરાજિત સંસારચક્રથી દૂર લઈ જનાર એવા ઉત્તમ ચારિત્રપદને પ્રાપ્ત કરવા દીક્ષા લીધી. ઉત્તમ ચારિત્રનું પાલન કરી, સાધુપણું પૂર્ણ કરી અપરાજિત તેમજ પ્રીતિમતી અને અન્ય મંત્રીઓએ પણ ચારિત્ર પાલન કરતા ઉત્તમ પુણ્ય પ્રાપ્ત કર્યું. કાળાંતરે તેઓએ દેવલોકનું આયુષ્ય પૂરું એ ભય છઠ્ઠો ) જે રીતે પૂર્વના પુણ્યોદયે જીવ ચારેય ગતિમાં ઉત્તમ ગતિ પામે છે એ રીતે પાંચમાં ભવમાં અપરાજિત તરીકે જન્મેલો ધનકુમારનો જીવ છઠ્ઠા ભવે અગિયારમાં દેવલોકમાં દેવતા તરીકે ઉત્પન્ન થયો, કારણકે અપરાજિતે દીક્ષા લીધા પછી ઉત્તમ પ્રકારે ચારિત્રનું પાલન કરી પુણયાનુબંધી પુણયકર્મ બાંધ્યું હતું. એ જ રીતે પ્રથમ ભવે ધનકુમારની પત્ની ધનવતિએ અનુક્રમે પાંચમાં ભવે પ્રીતિમતી તરીકે અપરાજિત રાજાની રાણી થઈ, પાછળથી ચારિત્ર ગ્રહણ કરી, આયુષ્ય પૂર્ણ કર્યા પછી છઠ્ઠા ભવે એ જ દેવલોકમાં દેવતા તરીકે જન્મ ધારણ કર્યો. પૂર્વભવની પ્રીતિથી બંધાયેલા જીવો પછીના ભવે પણ પરસ્પર એવા સંબંધે જોડાય છે.એ રીતે આ બને દેવતાઓ તેમ જ વિમળબોધનો જીવ પણ દેવપણે ઉત્પન્ન થયો હતો તે તમામ પરસ્પર પ્રીતિવાળા બન્યા. તેઓએ આ રીતે સ્વર્ગીય સુખ-વૈભવમાં દેવલોકમાં દેવરૂપે આયુષ્ય પૂર્ણ કર્યું. (133) (133) Page #213 -------------------------------------------------------------------------- ________________ ભય સાતમો ) હસ્તિનાપુર નગર એટલે આ જંબૂદ્વિપના ભારતક્ષેત્રના કુરુદેશની શોભા. એમાંય રાજા શ્રીષેણ એટલે તો તે નગરની મહાન વિભૂતિ. તેને શ્રીમતી નામની રાણી હતી. આ રાણીએ શંખ જેવા આકારનો ઉજ્વળ પૂર્ણ ચંદ્ર પોતાના મુખમાં પ્રવેશતો જોયો. તે સ્વપ્નના ફળ વિષે સ્વપ્ન પાઠકોએ જણાવ્યું કે તે રાણીને એવો ઉત્તમ પુત્ર થશે જે સૌ શત્રુઓનો નાશ કરનાર બનશે. આ વાતથી સૌ ખુશ થયા. સમય પસાર થતા રાણી શ્રીમતીએ સર્વ લક્ષણોથી પૂર્ણ એવા પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર બીજુ કોઈ નહીં પણ આરણનામના દેવલોકમાંથી ચ્યવીને આવેલો અપરાજિતનો જીવ. આમ આ રીતે પથમ ભવમાં જે ધનકુમાર હતો તેનો જીવ અનુક્રમે સાતમાં ભવે આ રાજકુમાર તરીકે જન્મ પામ્યો. માતા-પિતાએ ઉલ્લાસપૂર્વક પુત્રનો જન્મોત્સવ ઉજવ્યો. પુત્રનું નામ શંખકુમાર રાખવામાં આવ્યું. અપરાજિતનો મિત્ર વિમળબોધનો જીવ આરણ દેવલોકમાંથી ચ્યવીને શ્રીષેણ રાજાના મંત્રી ગુણનિધિના પુત્ર તરીકે અવતર્યો. તેનું નામ મતિપ્રભ પાડવામાં આવ્યું. પૂર્વ ભવ અનુસાર આ ભવે પણ શંખકુમાર અને મતિપ્રભ વચ્ચે ગાઢ મિત્રતા સ્થપાઈ. એક વખત તે નગરની સીમમાં રહેતા લોકોએ રાજા શ્રીષેણને જણાવ્યું કે ચંદ્રશશિરા નદીને કાંઠે ખૂબ જ શકિતશાળી એવો સમરકેતુ નામનો પલ્લિપતિ એટલે કે ચોરનો રાજા પર્વત પર એક કિલ્લો બંધાવી રહ્યો છે. એ રાજા નગરના લોકોની સંપત્તિ લૂંટી જશે. આ વાત સાંભળી રાજા શ્રીષેણે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ તે પલ્લિપતિને પકડી લાવશે તેને યોગ્ય બદલો આપવામાં આવશે. આ વાત શંખકુમારે પણ સાંભળી. તેણે માતા-પિતા પાસે આ ભગીરથ કાર્ય કરવાની સંમતિ માગી. પિતાની આજ્ઞાથી તે સૈન્ય સાથે તે ગામ ગયો. પલિપતિને ખબર પડતા જ તે ત્યાંથી નાસી ગયો અને બીજે કયાંક કપટથી સંતાઈ રહ્યો. શંખકુમારે ગામ કબજે કર્યું અને તે પણ ઝાડની ઘટામાં સંતાઈ રહ્યો. આ વાતની ખબર પડતા તે રાજા શંખકુમાર સાથે લડવા બહાર નીકળ્યો. તે માનતો હતો કે પોતે બળવાન છે એટલે તેની જ જીત થશે. પરંતુ શંખકુમારે થોડી જ વારમાં તેને હરાવ્યો. તેણે જે જે વસ્તુઓ ચોરી લીધી હતી તે જે તેને પાછી આપી. આ રીતે શંખકુમારે પોતાની શકિતનો પરિચય કરાવ્યો. તે ચોરોને પાછા લઈ આવતા રસ્તામાં જયારે તેઓ એક છાવણીમાં રાત્રે સુતા હતા ત્યારે કોઈ સ્ત્રીના રૂદનનો અવાજ સંભળાયો. શંખકુમાર તે દિશામાં ગયો. એક સ્ત્રી વૃક્ષ નીચે બેઠી બેઠી રડતી હતી. શંખકુમારે તેને રડવાનું કારણ પૂછયું, ત્યારે તે સ્ત્રીએ કહ્યું " હે કુમાર! અંગદેશની ચંપાપુરી નગરીના જિતારી રાજાને યશોમતી નામની રૂપવાન અને ગુણવાન કુંવરી છે, જયારથી તેણે શ્રીષેણ રાજાના કુંવર શંખકુમારના ગુણો વિષે સાંભળ્યું છે, ત્યારથી તેની સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો હતો. પરંતુ મણિશેખર નામના એક વિદ્યાધરે તેનું હરણ કર્યું. હું તેની ધાવ માતા છું. તેની સાથે હું પણ નીકળી હતી. તે વિદ્યાધર મારી પાસેથી બળજબરીપૂર્વક યશોમતિને લઈ ગયો છે તેથી હું રડુ છું". આ વાત સાંભળી તે સ્ત્રીને સાંત્વન આપી શંખકુમાર ત્યાંથી તેની શોધમાં નીકળ્યો. થોડે દૂર પર્વતની ગુફામાં તેણે એક સ્ત્રીને પ્રાર્થના કરતી જોઈ. તે બાજુમાં રહેલા પુરૂષને પોતાને છોડી દેવાની વિનંતી કરતી હતી. શંખકુમારને ખ્યાલ આવી ગયો કે તે સ્ત્રી જ યશોમતિ હશે. તે તરત સિંહની માફક વિધાધર પર ત્રાટક્યો અને યશોમતિને કહ્યું, "તું જેને મનથી ચાહે છે એવો તારો પ્રાણનાથ હું પોતે જ શંખકુમાર છું". (13) Page #214 -------------------------------------------------------------------------- ________________ મણિરોખરે પણ પોતાના વિદ્યાના પ્રભાવે તેને ઓળખી લીધો. બન્ને વચ્ચે યુદ્ધ ચાલ્યું. મણિશેખરે કોઈથી 9 પાછુ ન ફરે એવું અવધ્ય શસ્ત્ર બહાર કાઢ્યું પરંતુ શંખકુમારનું પુણ્ય અને પૂર્વકર્મા પ્રભાવક હતા. આથી તેણે શસ્ત્ર લઈ લીધું. અંતે વિદ્યાધર વશ થઈને જમીન પર પડ્યો તેણે માફી માગી અને કહ્યું " હું તમારો દાસ છું. હવે તમે વૈતાઢય પર્વત પર યાત્રા કરવા પધારો". શંખકુમારે યશોમતિની ધાવમાતાને બોલાવી અને સૌ સાથે વૈતાઢય પર્વત પર ગયા. વિદ્યાધરે શખકુમારને વસ્ત્ર અને અલંકારોથી સુશોભીત કર્યો. શંખકુમારે યશોમતિની સાથે ભાવપૂર્વક અરિહંત ભગવાનનું પૂજન કર્યું. મણિશેખર વિદ્યાધર આ પછી શંખકુમારને પોતાના નગરમાં લઈ ગયો. ત્યાં વિદ્યાધરના અનેક શત્રુઓને શંખકુમારે હરાવ્યા તેથી વિદ્યાધરે તેને અનેક વિદ્યાઓ શીખવી. આ ઉપરાંત તેણે પોતાની પુત્રીઓ પણ આપી. શંખકુમાર એ બધા સાથે યશોમતિના ચંપાપુરીમાં આવ્યો. ત્યાં જિતારી રાજાને પણ પોતાની શકિતથી ખુશ કર્યા. જિતારી રાજાએ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી પોતાની કન્યા યશોમતિ અને અન્ય કન્યાઓના શંખકુમાર સાથે લગ્ન કર્યા. આ રીતે શંખકુમાર મહાપરાક્રમથી વિજય મેળવી પોતાના નગર હસ્તિનાપુર પાછો આવ્યો. પોતાની સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કરી કોઈ પણ વ્યકિત આધ્યાત્મિક માર્ગે પોતાનું બાકીનું જીવન પસાર કરે, એ એ સમયની પરંપરા હતી. શંખકુમારના આગમન પછી તેમના પિતા શ્રીષેણે પણ રાજયની જવાબદારી એમને સોંપી ચારિત્ર ગ્રહણ કર્યુ. રાજયની જવાબદારી નિભાવતા શંખકુમારે પણ ધર્મને છોડયો ન હતો. એક વખત શ્રીષેણ કેવળી વિહાર કરતા ફરીથી હસ્તિનાપુર આવ્યા. એ સમયે શંખકુમાર સપરિવાર તેમને વંદન કરવા ગયો. મુનિ ભગવંતે જે ઉપદેશ આપ્યો તેનાથી તેનું મન આ સંસારની અસારતા અનુભવવા લાગ્યું. છતાય પોતે યશોમતિને પોતાની પાસેથી દૂર કરવા માગતો ન હતો. મનમાં આવો સંઘર્ષ અનુભવવાથી શંખકુમારે ૨" વિશે શ્રીષેણ મુનિને પૂછ્યું. શ્રીષેણ મુનિ તો કેવળી હતા એટલે તેણે શંખકુમારને કહ્યું " હે રાજનું! આ બાબત આ જન્મના કર્મનું પરિણામ નથી. પ્રથમ ભવમાં તું ધનકુમાર હતો ત્યારે યશોમતિ ધનવતિ નામે સ્ત્રી હતી. ત્યાંથી બીજા ભવે તમે દેવતા અને દેવી રૂપે સાથે રહ્યાં. ત્રીજા ભવે તું ચિત્રગતી રાજા થયો અને તે રત્નાવતી નામે રાણી થઈ. બન્ને વચ્ચે અપાર પ્રેમ હતો. આ પછી ચોથા ભવે ફરીથી તમે દેવલોકમાં દેવતા અને દેવી તરીકે સાથે રહ્યા. પાંચમાં ભવે તું અપરાજિત રાજા થયો અને યશોમતિ પ્રીતિમતિ નામની રાણી થઈ. એ સમયે પણ સાંસારિક સુખો ભોગવતા પરસ્પર ખૂબ જ પ્રેમથી રહ્યા. છઠ્ઠા ભવે ફરી દેવતા અને દેવી તરીકે રહ્યા. પછી અત્યારે આ તમારો સાતમો ભવ છે. હવે આઠમાં ભવે તમે દેવતા અને દેવી સ્વરૂપે અપરાજિત નામના વિમાનમાં ઉત્પન્ન થશો અને નવમાં ભવે તું ભરતક્ષેત્રમાં બાવીસમાં તીર્થકર થઈશ. એ વખતે યશોમતિ રાજીમતી નામે સ્ત્રી થશે. તને મેળવવા આતુર હોવા છતાં, તે તને નહીં પરણી શકે. તું ચારિત્ર ગ્રહણ કરીશ એટલે એ પણ ચારિત્ર લેશે અને મોક્ષગતિ પામશે. આ રીતે નવ ભવો પૂર્ણ થશે. આ ઉપરાંત તારા નાના ભાઈઓ અને તારો મિત્ર મતિપ્રભ પણ તને પૂર્વભવથી અનુસરી રહ્યા છે. બધાં તારા ગણધરો થશે". આ રીતે પોતાના ભવો વિષે વૃતાંત સાંભળ્યા પછી શંખકુમારે યશોમતિ અને અન્ય સાથે – પ્રધાન, પત્ની વગેરે સાથે દીક્ષા લીધી. ઉત્તમ ચારિત્રનું પાલન અને તપ દ્વારા કર્મનો ક્ષય કરતાં શંખકુમારે ખૂબજ મહિમાવંત એવા મહાન વીસસ્થાનકતપનું આરાધન કર્યું સાધુજીવનના આચારો અને કર્મનિર્જરા દ્વારા શખમુનિએ કાળક્રમે આયુષ્ય પૂર્ણ કર્યું યશોમતિએ પણ દીક્ષા લીધા પછી ઉત્તમ ચારિત્ર પામી આયુષ્ય પૂર્ણ કર્યુ i Page #215 -------------------------------------------------------------------------- ________________ - ભવ્ય આઠમો છે શંખકુમારે દીક્ષા લીધા પછી, મહાન એવા વીસ સ્થાનક તપની આરાધના દ્વારા મુનિપણાને શોભાવ્યું. એ જ રીતે યશોમતિએ પણ સાધ્વીજીવનના આચારોનું પાલન કર્યા પછી શંખકુમાર અપરાજિત નામના વિમાનમાં પાંચ અનુત્તર દેવતાઓમાંથી એક દેવતા થયા. યશોમતિ પણ કાળક્રમે દેવલોકમાં દેવી પણ તેમની સાથે ઉત્પન્ન થઈ. બન્ને દેવલોકના સુખ ભોગવી, દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કર્યુ. ભય નવમો ) શ્રી નેમિનાથ ભગવાનનો નવમો ભવ વર્ણવતા પહેલા આજે જે દ્વારકા નગર સૌરાષ્ટ્રમાં આવેલું છે, તેનો ઈતિહાસ ટૂંકમાં જોઈએ. કારણકે તેની સાથે ભગવાનના જીવનને સંબંધ છે. પ્રાચીન ખંડિયરો જેની સાક્ષી પૂરે છે અને સમયનાં વહેણ સાથે જે પરિવર્તન પામતો જાય છે, તે ઈતિહાસના પાનાં પર નોંધાય છે. લગભગ અઠયાસી હજાર વર્ષ પહેલા ભરતખંડમાં ઉત્તરે સૌરીપુરી નગરીમાં શ્રી સમુદ્રવિજય રાજા રાજય કરતા હતા. તેમને શિવાદેવી નામે રાણી હતી. તે મહારાજાને નવ ભાઈઓ હતા. સૌથી નાનો ભાઈ તે વસુદેવ. તે રોહિણી, દેવકી વગેરે અનેક રાજકન્યાઓને પરણ્યા હતા. રોહિણીના પુત્રનું નામ બળદેવ હતું અને દેવકીના પુત્રનું નામ શ્રીકૃષ્ણ એ સમયે મથુરામાં કંસ નામે જુલમી રાજા હતો જેણે પોતાના પિતા ઉગ્રસેનને પણ કેદ કર્યા હતા. પ્રજા તેનાથી કંટાળી ગઈ હતી, આખરે કંસરાજાનો વધ શ્રીકૃષ્ણ કર્યો. મથુરાની ગાદી પર ઉગ્રસેન રાજા આવ્યા તેથી કંસ રાજાનો સસરો જરાસંઘ શ્રીકૃષ્ણ પર ક્રોધિત થયો. પરિણામે સમુદ્રવિજય મહારાજા વગેરે સૌ ગભરાયા. તેઓએ રાજ્ય અને ઘરબાર છોડી દીધા. અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવીને વસ્યા. ત્યાં જે નગરી વસાવી તે દ્વારિકા નગરી તરીકે ઓળખાઈ. આજે તો એ દ્વારિકા રહી નથી.આજનું દ્વારકા તે પાછળથી વસેલું નગર છે. સૌરીપુરી નગરમાં સમુદ્રવિજયના રાણી શિવાદેવીએ એક વખત રાત્રીનો શેષ કાળ બાકી રહ્યો હતો ત્યારે હાથી, વૃષભ, સિંહ વગેરે ચૌદ સ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયા. તે વખતે કારતક વદ બારસે જ્યારે ચંદ્રનો યોગ ચિત્રા નક્ષત્રમાં હતો, ત્યારે અપરાજિત નામના અનુત્તર વિમાનમાંથી બત્રીસ સાગરોપમનું આયુષ્ય ભોગવી શંખરાજાનો જીવ શિવાદેવીની કુક્ષીમાં ઉત્પન્ન થયો. આ સમયે ત્રણે જગતમાં ઉદ્યોત થયો અને નારકીના જીવોએ પણ ક્ષણવાર સુખનો અનુભવ કર્યો. શિવાદેવીએ સ્વપ્ન વિષે સમુદ્રવિજયને જણાવ્યું. સ્વપ્ન પાઠકના કહ્યા અનુસાર શિવાદેવીની કુક્ષીએ તીર્થકર પુત્રનો જન્મ થવાનો હતો. અનુક્રમે નવમાસ પૂર્ણ થતા શ્રાવણ સુદ પાંચમની રાત્રીએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતો ત્યારે શિવાદેવીએ શંખના લાંછનવાળા 13.. Page #216 -------------------------------------------------------------------------- ________________ એક પુત્રને જન્મ આપ્યો. છપ્પન દિકુમારિકાઓ અને ચોસઠ ઈન્દ્રોએ અન્ય દેવો સહિત પ્રભુનો જન્મોત્સવ માં ઉજવ્યો. પ્રભુ જયારે માતાના ગર્ભમાં હતા, ત્યારે તેમની માતાએ સ્વપ્નમાં ચક્ર જોયું હતું તેથી તેમનું નામ અરિષ્ટનેમિ અર્થાત નેમિકુમાર પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થામાં પણ સૌના મનને આકર્ષતા નેમિકુમાર ધીમે ધીમે સમય પસાર કરવા લાગ્યા. નેમિકુમાર યુવાવસ્થાએ પહોંચ્યા ત્યારે તેમના શરીરનું પ્રમાણ દસ ધનુષ્યનું હતુ. એક વખત તે બીજા મિત્રો સાથે ફરતા ફરતા શ્રીકૃષ્ણની આયુધશાળા પાસે પહોંચ્યા. આયુધશાળામાં શંખ, ચક્ર, ગદા, ધનુષ્ય વગેરે શસ્ત્રો હતા. તેમણે તે બધામાં શંખની માગણી કરી ત્યારે આયુધશાળાના રક્ષકે કહ્યું કે : " આ શંખને લેવાનો તમે પ્રયત્ન કરશો નહી, કારણ કે આ ઉપાડવા તમે સમર્થ નથી ". પરંતુ નેમિકુમારે આશ્ચર્યથી તે શંખ હાથમાં લીધો અને વગાડ્યો. એનો અવાજ આવતા જ પર્વતોના શિખરો કંપી ઉઠ્યા, લગામ ફેંકી દઈ ઘોડા દૂર નાસી ગયા, પ્રચંડ અવાજના પરિણામે પશુ-પક્ષીઓ નાસભાગ કરવા લાગ્યા સમુદ્રના પાણી હિલોળે ચડ્યાં. વજ જેવો અવાજ આવવાથી નગરજનોમાં ગભરાટ ફેલાયો અને કૃષ્ણ પણ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે કહ્યું કે એવો કોઈ શત્રુ હોવો જોઈએ જે આવી પ્રચંડ શકિત ધરાવે છે. પછી તેમને ખબર પડી કે આ શંખ તો નેમિકુમારે વગાડ્યો છે. ત્યારે નેમિકુમારના આ પરાક્રમથી શ્રીકૃષ્ણ વિચાર્યું કે ભવિષ્યમાં આ રાજય પર પણ તેમની સત્તા સ્થપાશે. આથી તેની વધુ પરીક્ષા કરવા શ્રીકૃષ્ણ તેમના બળનો મુકાબલો કરવા કહ્યું. નેમિકુમાર પાસે પણ ઘણી વિદ્યાઓ હતી. તેમણે તે પરિક્ષામાં પણ શ્રીકૃષ્ણને હરાવ્યા. આ રીતે નેમિકુમારે પોતાની શકિતનો પરિચય કરાવ્યો. શ્રીકૃષ્ણને સ્વાભાવિક વિચાર આવ્યો કે આટલા બળવાન નેમિકુમાર પાસે પોતાનું તો કોઈ સ્થાન ન હતું. "ભવિષ્યમાં આ રાજ્યમાં આવા શૂરવીર પાસે મારૂ તો શું ચાલશે?" આવો વિચાર તેમણે કર્યો ત્યાં તો દેવતાઓએ આકાશવાણી કરીને કહ્યું : " હે કૃષ્ણ! નેમિકુમાર બાવીસમાં તીર્થકર થશે. તેમને આ સાંસારિક સુખમાં રસ નથી". આ વાત સાંભળી શ્રીકૃષ્ણ નેમિકુમારને બોલાવ્યા અને સૌને કહ્યું કે આજથી નેમિકુમારને કોઈએ ક્યાંય જતા અટકાવવાં નહીં." આ પછી નેમિકુમારને શ્રીકૃષ્ણ અંતઃપુરમાં તેની ભોજાઈઓ વચ્ચે ક્રીડા કરવા માટે પણ કહે છે. નેમિકુમારની મશ્કરી કરતા સૌ આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. એક વખત શિવાદેવી માતાને નેમિકુમારને લગ્ન કરવા માટે વિનંતી કરી. તેમની માટે ઘણા સ્થળેથી ઘણી રાજકન્યાઓની માંગણીઓ આવતી પરંતુ નેમિકુમાર તેનો અસ્વીકાર કરતા. એક દિવસ વસંતઋતુમાં શ્રીકૃષ્ણ, નેમિકુમાર, શ્રી કૃષ્ણની પટરાણીઓ, નગરજનો સૌ ઉદ્યાનમાં વસંતોત્સવ માણવા ગયા. એ દિવસે સત્યભામા સુસીમા, જાંબુવતી વગેરે જેવી પટરાણીઓએ નેમિકુમારને લગ્ન કરવા આગ્રહ કર્યો. નગરજનો ઉત્સાહમાં ક્રીડા કરવા લાગ્યા. ચારે તરફ પુષ્પો, વેલીઓ અને વૃક્ષોથી આચ્છાદિત વાતાવરણ વચ્ચે નિર્વિકારપણે નેમિકુમાર પણ ક્રીડા કરવા લાગ્યાં. છતાંય તે લગ્નની બાબતમાં ચોક્કસ નિર્ણય આપતા ન હતા. શ્રીકૃષ્ણની પટરાણીઓએ જુદી જુદી રીતે, વિવિધ લાલચો દ્વારા અને જીવનમાં સ્ત્રીનું મહત્વ સમજાવતા નેમિકુમારને લગ્ન કરવા માટે કહેવા લાગ્યા. જ્યારે સૌ કુટુંબીજનો અત્યંત આગ્રહ કરવા લાગ્યા ત્યારે નેમિકુમારે વિચાર્યું કે આ બધા અજ્ઞાની છે માટે તેમની સાથે વિશેષ વાત કરવી બરાબર નથી. તે મૂંગા રહ્યા એટલે મૌનને સંમતિ ગણી એમ માની લીધું કે નેમિકુમાર લગ્ન માટે તૈયાર છે. સૌ ઉત્સાહમાં આવી ગયા. તરત જ શ્રીકૃષ્ણ કોંઈ ઉત્તમ રાજકન્યાની શોધમાં THE NE ૨૦. Page #217 -------------------------------------------------------------------------- ________________ નીકળી પડયા. આ સમયે નેમિકુમારના સાતમા ભવે તેમની પ્રિયા યશોમતિ જે આઠમા ભવે તેમની સાથે જ અપરાજિત વિમાનમાં દેવીરૂપે જન્મી હતી તે નવમાં ભવે ઉગ્રસેન રાજાને ત્યાં રાજીમતી નામની કન્યારૂપે જન્મી હતી. તે પણ રૂપવાન અને ગુણવાન હતી. સત્યભામાએ શ્રીકૃષ્ણને નેમિકુમાર માટે રાજીમતિ યોગ્ય કન્યા છે તે વાત કરી એટલે શ્રીકૃષ્ણ ઉગ્રસેન રાજાને ત્યાં રાજમતિની માંગણી કરવા ગયા. ઉગ્રસેન રાજા આ સંબંધથી ખૂબ જ ખુશ થયા અને પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા. સમુદ્રવિજય પણ પોતાના પુત્ર નેમિકુમાર લગ્ન ક૨શે અને રાજીમતિ જેવી રાજકન્યા પોતાની પુત્રવધૂ બનશે તેથી ખુશ થયા. માતા શિવાદેવીનું તો જાણે જીવન ધન્ય બની ગયુ ! આખુ દ્વારકા શણગારવામાં આવ્યું. પ્રત્યેક દરવાજે તોરણ બંધાયા. શ્રીકૃષ્ણની પટરાણીઓ તેમજ નગરની સ્ત્રીઓ મધુર સ્વરે ગીતો ગાવા લાગી. સમુદ્રવિજય રાજાએ તત્કાળ લગ્નની તૈયારી કરાવવા માંડી. લગ્નનો દિવસ શ્રાવણ સુદ છઠ નજીક આવવા લાગ્યો. આંગણે શરણાઈઓ વાગવા માંડી. નેમિકુમારને પીઠી ચોળી અલંકારોથી સુશોભિત કરવામાં આવ્યા. મનોહર ચંદનની સુગંધથી વાતાવરણ સુગંધી બની ગયું. બાજુમાં બે શ્વેત ચામર, ઉપર શ્વેત છત્ર, શ્વેત અશ્વવાળો રથ અને શ્વેત વસ્ત્રથી શોભતા નેમિકુમારને જોવા નગરજનો વિશાળ રાજમાર્ગો પર ગોઠવાઈ ગયા. બાજુમાં અનેક યુવાન જાનૈયાઓ ઘોડા પર તેમજ હાથી પર બેસી તેમની સાથે રહ્યાં. મહામૂલ્યવાળી શિબિકાઓમાં બેસી અંતઃપુરની સ્ત્રીઓ ગીતો ગાવા લાગી. આગળ મંગળપાઠકો ઊંચા સ્વરે મંગળપાઠ કરતા ચાલતા હતા. વાજિંત્રોના નાદથી આકાશ ગાજવા લાગ્યું. આવી સાજન- મહારાજથી સુશોભિત જાન ઉગ્રસેન રાજાના મહેલ તરફ પ્રયાણ કરતી હતી એ સમયે વ૨૨ાજા નેમિકુમારને જોવા અટારીઓમાં સ્ત્રીઓ ગોઠવાઈ ગઈ હતી. નૈમિકુમારનું મોહિતરૂપ જોતા તેઓ રાજીમતિને આ સંદેશ આપવા દોડી ગઈ. રાજીમતિ પણ પોતાના સ્વામીને જોવા અધીરી બની હતી તેથી તે સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરી નેમિકુમારને જોવા મહેલના ગોખમાં બેસી ગઈ. તેની સખીઓ મુકત મને નેમિકુમારના વખાણ કરતી હતી તો બીજી બાજુ દેવવિમાનમાં દેવી જેમ શોભે તેમ રાજીમતિ હતી. તેણે દૂરથી નેમિકુમારને આવતા જોયા ત્યારે તે મનોમન બોલી, '' ધણું પુણ્ય હોય તો જ આવા પુરૂષની પ્રાપ્તિ થાય છે.'' આ વિચારમાં પોતે ખોવાઈ ગઈ હતી. વિધિની લીલા અકળ છે. આ સમયે રાજીમતીની જમણી આંખ ફરકવા લાગી એટલે તરત " કાંઈક અનિષ્ટ થવું જોઈએ,' એવો વિચાર તેના મનને વ્યથિત કરી ગયો. તેની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. આ જોઈ તેની સખીઓએ પણ ' અમંગળ નહી થાય' એવું સાંત્વન આપ્યું. સાજન-માજન સહિત વરઘોડામાં મહાલતા જાનૈયાઓની વચ્ચે નેમિકુમાર ઉગ્રસેન રાજાના મહેલ તરફ આગળ વધી રહ્યા હતા. એ સમયે પ્રાણીઓનો કરૂણ સ્વર નેમિકુમારે સાંભળ્યો ત્યારે તેમણે તે વિષેનું કારણ પૂછયું. આ સાંભળી તે રથના સારથિએ કહ્યું '' હે સ્વામી ! તમને આ ખબર નથી કે તમારા વિવાહ માટે યોજાયેલ ભોજન સમારંભ માટે આ પ્રાણીઓને લાવવામાં આવ્યા છે. તેઓને વાડામાં પૂરેલા છે, એટલે તેઓ ભયથી પોકાર કરે છે.' આ સાંભળી નેમિકુમારે તરત જ સારથિને તે રથ તે બાજુએ લઈ જવા માટે આદેશ આપ્યો. જયાં રથ તે વાડા પાસે પહોંચ્યો ત્યાં જ પ્રાણીઓના ચિત્કાર અને કરૂણ આક્રંદ સંભળાયા. કેટલાક પ્રાણીઓને ડોકથી બાંધ્યા હતા. તો કેટલાકને પગે દોરડા બાંધ્યા હતા. કોઈને પાંજરામાં પૂર્યા હતા તો કોઈને ભયથી રંજાડાતા હતા. આમ આ પ્રાણીઓ પોતાની જાતને બચાવવા જાણે કોશિષ કરતા હોય એમ તેમની આંખોમાં લાચારી અને વિવશતા હતી. તિર્યંચના જીવોની આ દશા ? આ લાચારી ? જે બોલી શકતા નથી તેની આંખોમાં જે લાચારી હતી તે નેમિકુમાર વાંચી શકયા. ■■■■■■ (138) Page #218 -------------------------------------------------------------------------- ________________ આવું કરૂણ દશ્ય જોઈને કોઈ પણ કઠણ હૃદયનો માનવી આ પ્રાણીઓને છોડી દેવાનું સૂચવે, ત્યારે છે નેમિકુમાર તો કરૂણાની મૂર્તિ અને સાક્ષાત પ્રેમ અને દયાના સાગર ! પોતાના માટે આ પ્રાણીઓનું બલિદાન? આ વિચાર કરી નેમિકુમારે તેના સારથિને પોતાના રથને ઉગ્રસેન રાજાના મહેલ તરફ લઈ જવાની બદલે તેમના પોતાના ઘર તરફ વાળવાનો આદેશ આપ્યો. આ રીતે રથ પાછો ફરતો જોઈ સૌને નવાઈ લાગી. નેમિકુમારને પાછા વળતા જોઈ તેમના માતા-પિતા અમંગળ બની ગયું હોય એમ અવાચક થઈ ગયા. ઉત્સવને સ્થાને કોઈ અકસ્માત સર્જાયો હોય એવું વાતાવરણ બની ગયું. આ જોઈ નેમિકુમારે તેમના માતા-પિતાને કહ્યું : " આ પ્રાણીઓ જેવી રીતે પોતાની જાતને બંધનમાંથી મુકત કરવા માગે છે એ રીતે મારે પણ આ સંસારના બંધનમાંથી મુકિત જોઈએ છે". આ સાંભળી માતા-પિતા મુછિત થઈ ગયા, યાદવકુળના જાનૈયાઓ આનંદની જાનમાં મહાલતા હતા, તેઓ પણ આ જોઈ દુઃખી બની ગયા. શ્રીકૃષ્ણ નેમિકુમારને સમજાવ્યા પણ નેમિકુમાર તો મક્કમ બની સંસારની અસારતા સમજાવી. આ બાજુ ગોખમાં બેઠેલી રાજીમતિએ જ્યારે નેમિકુમારના રથને પાછો વળતા જોયો ત્યારે તે મુછિત થઈ ઢળી પડી. છે નમાં આવતાજ તે બોલી : " અરે નેમિકુમાર ! જો તમે મને છોડીને જ જવાના હતા તો પહેલેથી જ મને તમારા લાયક કેમ ગણી? શા માટે મારા પ્રેમ બંધન છોડીને જાઓ છો?" રાજીમતિની સખીઓએ તેને સાંત્વન આપ્યું અને બીજા યોગ્ય રાજકુમાર સાથે લગ્ન કરવા જણાવ્યું. રાજીમતિ આ સાંભળી બોલી કે જેની સાથે ભવભવનું બંધન હોય એને છોડીને બીજા સાથે લગ્ન કરવાની વાત જ અસ્થાને છે. આ રીતે નેમિકુમાર વિષે વિચારતી રાજીમતિ સારસબેલડીથી છૂટી પડેલી સારસી જેમ વિલાપ કરવા લાગી. એ સમયે દેવોની આજ્ઞા અનુસાર નેમિકુમારે વાર્ષિક દાન આપવાની શરૂઆત કરી. વર્ષ પુરૂ થતા શક્ર આદિ ઈન્દ્રો તેમજ દેવતાઓએ પ્રભુ માટે ઉત્તરકુરૂ નામની શિબિકા રચી. નેમિકુમાર આ શિબિકામાં આરુઢ થયા. સાથે જુદા જુદા ઈન્દ્રોએ ચામર, છત્ર, ખડગ, દર્પણ, કુંભ, શ્રીવત્સ, નંદાવર્ત વગેરે લઈ આગળ વધ્યા. આ સાથે તેમના માતા-પિતા તેમજ કૃષ્ણ વગેરે ભાઈઓ અને નગરજનો પણ જોડાયા. ઉગ્રસેન રાજાના મહેલ પાસેથી પસાર થંયા ત્યારે રાજીમતિ મૂછ પામી ગઈ. નેમિકુમારની શિબિકા સહસ્ત્રામવણ નામના ઉપવનમાં જે ઉદ્યાન રૈવતાચલ ગિરિ (ગિરનાર) ની શોભા હતું. ત્યાં આવી પહોંચી. ઉપવનના પુષ્પો શુભ ચોઘડિયાથી પોતાના જીવનને પ્રભુ માટે સમર્પિત થવાની રાહ જોતા હતા. નેમિકુમાર શિબિકામાંથી નીચે ઉતર્યા. સર્વ આભુષણો ઉતાર્યા. એ સમયે શ્રાવણ સુદ છઠ્ઠનો દિવસ હતો જ્યારે ચંદ્રનું સ્થાન ચિત્રા નક્ષત્રમાં હતું ત્યારે છઠ્ઠના તપસ્વી નેમિકુમારે પંચમુષ્ટિક લોચ કર્યો અને ઈન્દ્ર એ કેશ લઈ લીધા. પ્રભુ પર દેવદૂષ્ય વસ્ત્ર મૂક્યું. શક્ર ઈન્દ્ર તે કેશને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા. પ્રભુએ સમાયિક ઉચ્ચર્યું. આ સમયે નારકીના જીવોએ સુખનો ક્ષણિક અનુભવ કર્યા. આ સાથે એક હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી. આ રીતે ઉલ્લાસપૂર્વક દીક્ષા મહોત્સવ ઉજવ્યા પછી સૌ પોતપોતાના સ્થાને ગયા. દીક્ષાના બીજા દિવસે પ્રભુએ વરદત્ત નામના બ્રાહ્મણના ઘેર પરમ અન્નથી પારણું કર્યું. તે વખતે તેના ઘરમાં પંચદિવો પ્રગટ થયાં. આ પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી પૃથ્વીપટ પર વિચરવા માટે નીકળ્યા. નેમિનાથની દીક્ષા બાદ તેમનો ભાઈ રથનેમિ રાજીમતિના રૂપ પાછળ પાગલ થઈ તેની પાસે વિવિધ ચીજ-વસ્તુઓ મોકલવા લાગ્યો. રાજીમતિ એમ માનતી હતી કે નેમિનાથના ભાઈ હોવાથી ભાવપૂર્વક આ ચીજો મોકલે છે તેથી તેનો સ્વીકાર કરતી હતી અને રથનેમિએ રાજીમતિને પોતાના પ્રત્યે પ્રેમ છે તેમ માની છે (139) Page #219 -------------------------------------------------------------------------- ________________ લીધું. એક વખત એકાંત સ્થળે જ્યારે રાજીમતિ એકલી હતી ત્યારે થનેમિએ કામવાસનાથી પ્રેરાઈને રાજીમતિ પાસે લગ્નની માગણી કરી. જેણે વાસનાની મદિરા પીધી હોય એ શું સમજે ? રાજીમતિ આ વાત જાણી ગઈ, તેને ઘણો બોધ આપ્યો, પરંતુ તે માન્યો નહિં. પછી રાજીમતિએ દૂધનો ગ્લાસ ભરી પીધો અને એક થાળીમાં તે પીધેલુ દૂધ વમન કરી પાછું કાઢયું એ દૂધ રથનેમિને પીવાનું કહ્યું આ સાંભળી રથનેમિએ કહ્યું : 'હું કોઈ શ્વાન નથી કે આ દૂધનુ પાન કરૂં ? '' રાજીમતિએ તરત કહ્યું કે મારી જાતને નેમિનાથે વમન કરેલી છે, તો શા માટે તું એ સ્વીકારવા તૈયાર થયો છે ? આ સાંભળી રથનેમિ શરમ અનુભવવા લાગ્યો. તેને સાચું કર્તવ્ય સમજાયું અને ત્યાંથી ચાલ્યો ગયો. નેમિનાથની ગેરહાજરીમાં રાજમતિ દિવસો પસાર કરવા લાગી. દીક્ષા લીધા પછી ચોપન દિવસે વિહાર કરતા નેમિનાથ પ્રભુ ફરીથી સહસ્રામ્રવનમાં પાછા આવ્યા ત્યાં વેતસ નામના વૃક્ષની નીચે અઠ્ઠમ તપ સાથે કાઉસગ્ગમાં સ્થિર થયા. ધાતિકર્મોના બંધન તૂટતા ગયા. આસો વદ અમાસની રાત્રે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કર્મ અનુસાર દરેક દેવ – ઈન્દ્રો વિગેરેએ પ્રભુ માટે સમવસરણની રચના કરી. એકસો વીસ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષની નીચે રચેલા સિંહાસન પર પ્રભુ "તિર્થાયનમઃ કહી આરૂઢ થયા. અન્ય ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ પ્રભુના ત્રણ બિંબો સ્થાપ્યાં. સમવસરણના ત્રણ ગઢમાં સૌએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યુ. ચતુર્વિધ સંઘ અને તિર્યંચના જીવો પણ આ દેશના સાંભળવા આવ્યા હતાં. શ્રીકૃષ્ણ ઈન્દ્રની પાછળ બેઠા. આ સમયે પ્રભુએ લક્ષ્મી અને સાંસારિક સુખની ક્ષણભંગુરતા સમજાવી. સાધુએ સર્વવિરતી અને શ્રાવકે દેશવિરતી ધર્મનું પાલન કઈ રીતે કરવું તે સમજાવ્યું. આ દેશના સાંભળી વરદત્ત દીક્ષા લેવા તૈયાર થયો. શ્રીકૃષ્ણે રાજીમતિના રાગનું કારણ ભગવાનને પૂછ્યું ત્યારે તેમણે નવ ભવમાં શું સંબંધ હતો તે કહી સંભળાવ્યો. આ સમયે વરદત્ત અને અન્ય ઘણાએ દીક્ષા લીધી. કેટલાકે શ્રાવકધર્મ અંગિકાર કર્યો. નેમિનાથ પ્રભુએ વરદત્ત સહિત અગિયાર ગણધરોને સ્થાપન કર્યા. રોહિણી, દેવકી વગેરેએ શ્રાવિકાધર્મનો સ્વીકાર કર્યો. પ્રથમ પૌરુષી પૂરી થતાં પ્રભુએ દેશના સમાપ્ત કરી. એ વખતે વરદત્ત ગણધરે દેશના આપી અને તે પુરી થતાં સૌ પોતપોતાના સ્થાને ગયા. પ્રભુએ ચતુર્વિધસંઘની સ્થાપના કરી. શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં ત્રણ મુખવાળો, શ્યામવર્ણવાળો, મનુષ્યના વાહનવાળો, છ હાથવાળો ગોમેધ નામનો યક્ષ શાસનદેવ થયો અને સુવર્ણસમાન વર્ણવાળી, સિંહના વાહનવાળી, ચાર હાથવાળી અંબિકા નામે શાસનદેવી થઈ. આ પછી નેમિનાથ પ્રભુ વિહાર કરી પૃથ્વીપટ પર વિહાર કરવા લાગ્યા. તેમના આ કાળ દરમિયાન બનેલા વિવિધ પ્રસંગોમાં એક વખત નારદમુનિએ દ્રોપદીનું હરણ કર્યુ અને શ્રીકૃષ્ણ તેને પાછી લઈ આવ્યા તે મહત્વની ઘટના બની. આ ઉપરાંત ગજસુકુમારની દીક્ષા, તેમને સહન કરવા પડયા હોય એવા ઉપસર્ગો અને છેવટે તેમનું કાળધર્મ પામી, કેવળજ્ઞાનની પ્રાપ્તિ, વગેરે પ્રસંગો પણ બન્યા. આ સમયે નેમિનાથ પ્રભુના અન્ય ભાઈઓ અને રાજીમતીએ પણ પ્રભુ પાસે દીક્ષા લીધી. વિવિધ પ્રદેશોમાં વિહાર કરતા શ્રી નેમિનાથ પ્રભુને (કેવળજ્ઞાનથી માંડીને) અઢાર હજાર મહાત્મા સાધુઓ, ચાલીસ હજાર બુદ્ધિમાન સાધ્વીઓ, ચારસો ચૌદ પૂર્વધારીઓ, પંદરસો અવધિજ્ઞાનીઓ અને પંદરસો વૈક્રિયલબ્ધિવાળા, એટલા જ કેવળજ્ઞાનીઓ, એક હજાર મનઃપર્યવજ્ઞાનીઓ, આઠસો વાદલબ્ધિવાળા, એક લાખ ઓગણસિત્તેર હજાર શ્રાવક અને ત્રણ લાખ ઓગણચાલીસ હજાર શ્રાવિકાઓનો પરિવાર થયો. અનુક્રમે પ્રભુ વિહાર કરતા કરતા પોતાનો નિર્વાણ સમય નજીક આવેલો જાણી રૈવતગિરિ (ગિરનાર) 140 Page #220 -------------------------------------------------------------------------- ________________ ૫૨ આવ્યા ત્યાં પાંચસો છત્રીસ મુનિઓ સાથે પાદોપગમન અનશન શરૂ કર્યું. અષાઢ સુદ આઠમના સાંજે પ્રભુ નિર્વાણ પામ્યા. એ સમયે પરંપરા મુજબ શક્ર ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે એક શિબિકા રચી, શક્ર ઈન્દ્ર પ્રભુની અંગપૂજા કરી, દેવતાઓએ ચંદનના કાષ્ટ ગોઠવ્યા અને ઈન્દ્રની આજ્ઞાથી અગ્નિકુમારોએ ચિત્તામાં અગ્નિ ઉત્પન્ન કર્યો. વાયુકુમારોએ તેને પ્રજ્જવલિત કર્યો. સંસ્કાર પૂર્ણ થતા ક્ષીરસાગરના જળથી દેવોએ અગ્નિ શાંત કર્યો આ પછી ઈન્દ્રોએ પ્રભુની દાઢો લીધી. રાજાઓએ વસ્ત્રો લીધા. લોકોએ ભસ્મ લીધી. તે સ્થળ પર ઈન્દ્રોએ શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિ સહિત એક ચૈત્ય તૈયાર કરાવ્યું. આ ક્રિયાઓ પછી સૌ સ્વસ્થાને ગયા. શ્રી નેમિનાથ પ્રભુએ કૌમારપણામાં ત્રણસો વર્ષ, છદ્મસ્થ અને કેવળીપણામાં સાતસો વર્ષ એમ કુલ એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું. શ્રી નેમિનાથ પ્રભુ એકવીસમાં તીર્થંકર શ્રી નમિનાથ પછી પાંચ લાખ વર્ષ પછી થયા. આ રીતે પ્રખર તેજવાળા બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં નવમાં વાસુદેવ, બળદેવ, અને પ્રતિવાસુદેવ થયા. જેના ચરિત્ર ' શ્રી ત્રિષષ્ઠી શલાકાપુરૂષ'' પુસ્તકમાં વર્ણવાયા છે. પરમ ઉપકારી પ્રભુ શ્રી નેમિનાથ ભગવાનના આ ચરિત્રલેખનમાં યથામતિ આલેખન કરવામાં કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમાયાચના. --14.... Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુનો પરિવાર –૧૦ -૧,000 -૭૫૦ –૧,૪૦૦ –૧,૧૦૦ –૩પ૦ -૦૦ -૧૬,૦૦૦ -૩૮,૦૦૦ –૧,૪૪,000 –૩,૩૯,૦૦૦ 0 ગણધર ૦ કેવલજ્ઞાની ૦ મન:પર્યવજ્ઞાની 0 અવધિજ્ઞાની 0 વૈક્રિય લબ્ધિધારી ૦ ચતુર્દશ પૂર્વી 0 ચર્ચાવાદી ૦ સાધુ 0 સાધ્વી ૦ શ્રાવક 0 શ્રાવિકા એક ઝલક 0 માતા ૦ પિતા 0 નગરી 0 વંશ 0 ગોત્ર ૦ ચિહ્ન ૦ વર્ણ છે શરીરની ઊંચાઈ ૦ યક્ષ 0 યક્ષિણી ૦ કુમારકાળ ૦ રાજ્યકાળ 0 છધWકાળ 0 કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ 0 ચ્યવન ફાગણ વદ ૪. 0 જન્મ માગસર વદ ૧૦ 0 દીક્ષા માગસર વદ ૧૧ 0 કેવળજ્ઞાન ફાગણ વદ ૪ નિર્વાણ શ્રાવણ સુદ ૮ –વામાં -અસ્વસેન -વારાણસી -ઈવાનું -કાશ્યપ -સર્પ -નીલ -૯ હાથ –પાશ્ર્વ –પદ્માવતી –૩૦ વર્ષ -નહીં -૮૪ દિવસ -૭૦ વર્ષ -૧૦૦ વર્ષ સ્થાન પ્રાણત વારાણસી વારાણસી વારાણસી સમેદશિખર નક્ષત્ર વિશાખા વિશાખા વિશાખા વિશાખા વિશાખા Page #222 -------------------------------------------------------------------------- ________________ ... ॥ श्री पार्श्वनाथ ॥ म AAALIMARI SH 000 NEPामा SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR पार्श्व यक्ष पभापती देवी ॥ श्री पार्श्वनाथ ॥ KAMATHE DHARNGNDRECHA SVOCHITAM KARMA KURVATI PRABHU STULYA MANOVRITTIHI PARSHVANATHAH SHRIYESTUVAH कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति । प्रभुस्तुल्यमनोवृत्ति :, पार्श्वनाथ श्रियेऽस्तु वः ॥२३॥ Jain Educ Page #223 -------------------------------------------------------------------------- ________________ ફોટો શ્રી પાર્શ્વનાથ ભમવાર ફોટો સૌજન્ચ 'શ્રીમતી ચંદ્રાબેન શશીકાંત રતીલાલ વાધર પરિવાર સૌજન્ચ (શશીઈન્ડસ્ટ્રીઝવાળા)-ભાવનગર સ્તુતિ ધૂણીમાં બળતો દયાનિધિ તમે, જ્ઞાને કરી સર્પને, જાણી સર્વ જનો સમક્ષ ક્ષણમાં, આપી મહામંત્રને; કીધો શ્રી ધરણંદ્ર ને ભવથકી, તાર્યા ઘણા ભવ્યને, આપો પાર્થ જિનેન્દ્ર નાશ રહિતા, સેવા તમારી મને. 1 ચૈત્યવંદન, આશ પુરે પ્રભુ પાસજી, ત્રોડ ભવ પાસ; વામા માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથની કાયા; કાશી દેશ વારાણસી, પ્રત્યે પ્રભુ આયા. ૨ એક સો વરસનું આઉખુએ, પાળી પાસ કુમાર; પદ્મ કહે મુકત ગયા, નમતાં સુખ નિરધાર. ૩ સ્તવન ધુવપદરામીહો સ્વામી માહરા, નિકામી ગુણરાય સુગ્યાની; નિવગુણ કામીહો પામી તું ધણી, ધ્રુવઆરામીહ થાય. સુ. સર્વવ્યાપીકો સર્વજાણગપણે, પરપરણમનસ્વરૂપ; સુ. પરરૂપે કરી તત્વપણું નહી. સ્વસત્તાચિદરૂપ સુ. ગ્યેય અને કેહો ગ્યાનઅનેકતા, જળભાજન રવિ જેમ સુ. દ્રવ્ય એકતત્વપણે ગુણએકતા, નિજપદ રમતાહો એમ. સુ. પરક્ષેત્રે ગતગ્યેયને જાણવે, પરક્ષેત્રી થયું ગ્યાન; સુ. અસ્તિપણું નિજક્ષેત્રે તમે કહ્યો, નિર્મળતાગણમાન. સુ. યેયવિનાશેહો જ્ઞાનવિનશ્વરૂ, કાળ પ્રમાણેરે થાય; સુ. સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પરરીતે ન જાય. સુ. પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ; સુ. આત્મચતુષ્કયી પ૨માં નહી, તો કિમ સાહુનોરે જાણ. સુ. અગરૂ લધુ નિજ ગુણને દેખાતાં, દ્રવ્ય સકળ દેખાત; સુ. સાધારણ ગુણની સાધમ્મર્યતા, દર્પણજળને દષ્ટાંત, સુ. શ્રી પારસજિન પારસરસ સમો, પિણ ઈહાં પારસ નાંહિ સુ. પૂરા રસિહોનજરાણ મરસનો, આનંદધન મુજમાંહિ.સુ. ધૂ. ૮ થોયો પાસજિર્ણદા વામાનંદા, જબ ગરબે ફળી, સપના દેખે અર્થવિશેષે, કહે મધવા મળી; જિનવર જાયો સુર ફુલરાયા, હુઓ રમણી પ્રિયે, | નમિ રાજી ચિત્ર વિરાજી; વિલોકિત વ્રત લીએ. I , , - - ૧ - જન કે , + ર કામ ન * * * # 4 - પદ ને કે ના મા Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્થ્યનાથપ્રભુનું ચરિત્ર વાણીના સર્વ દોષને દૂર કરવાની હે વિદ્યાદા સરસ્વતી દેવી ! ત્રણ લોકમાં મુગટ સમાન, અંતરીક્ષ પ્રભુ શ્રી પાર્શ્વનાથ તીર્થંકરનુ ચરિત્ર આલેખન કરવું એટલે હાથમાં કોડિયું લઈ સૂર્ય સામે ધરવું. છતાં આ વિનમ્ર પ્રયત્નો માટે આપની કૃપાદષ્ટિ વરસો અને પ્રભુનાં મંગલમય જીવનનું એકાદ બિંદુ પણ વ૨સી જાય તો પાવન થઈ જવાની ઈચ્છાને પૂર્ણ કરવાની પ્રાર્થનામાં આપ સહાયભૂત થાઓ ! શ્રી પાર્શ્વનાથ પ્રભુના દસ ભલો નીચે પ્રમાણે છે : પહેલો ભવ – મરુભૂમિ, - બીજો ભવ – હાથી, ત્રીજો ભવ – સહસ્ત્રાર દેવલોકમાં દેવતા, ચોથો ભવ – કિરણવેગ મુનિ, પાંચમો ભવ – બારમાં દેવલોકમાં દેવતા, છઠ્ઠો ભવ – શુભંકરા નગરીમાં વજીનાભ રાજા, સાતમો ભવ – મધ્ય ચૈવેયકમાં લલિતાંગ નામે દેવતા, આઠમો ભવ – પુરાણપુરમાં સુવર્ણબાહુ રાજા, નવમો ભવ – દસમાં દેવલોકમાં દેવ અને દસમો ભવ – વારાણસી નગરીમાં પાર્શ્વકુમાર તરીકે જન્મી શ્રી પાર્શ્વનાથ પ્રભુ – ત્રેવીસમાં તીર્થંકર 142 Page #225 -------------------------------------------------------------------------- ________________ ભય પહેલો જંબુદ્વિપની વચ્ચે મેરુપર્વત અને તેની દક્ષિણે પોતનપુર નામે નગર. ધનાઢયો અને કુબેર પુરુષોથી સમૃદ્ધ બનેલું આ નગર જાણે સુકાન સંભાળનાર રાજા અરવિંદ પરાક્રમી સાથે વિવેકી પણ હતો. પોતાની પ્રજાના સુખ માટે ધનનો વ્યય કરવામાં તે ધન્યતા અનુભવતો હતો. તેના રાજયમાં સુંદર અને ભવ્ય દેરાસરો હતા. મુનિવરો અને ધર્માત્મા ઓથી આ નગર પુણ્યભૂમિ બન્યું હતું. આ નગરમાં વિશ્વભૂતિ નામે બ્રાહ્મણ પુરોહિત રહેતો હતો. તે રાજા અરવિંદનો મંત્રી હતો તેનામાં શ્રાવક જેવા આચારો હતા. તેને અનુદ્ધરા નામે પત્ની હતી. સંસ્કારી કુટુંબ તરીકે પ્રતિષ્ઠા ધરાવતો વિશ્વભૂતિ રાજાનો વિશ્વાસુ મંત્રી હતો. તેને કમઠ અને મરુભૂતિ નામના બે પુત્રો હતા. તે બન્નેમાં કમઠ મોટો ભાઈ હતો. તેને વરૂણા નામે પત્ની હતી. કમઠ દૂરાચારી અને ક્રોધી હતો. મરુભૂતિ વિનયી અને શાંત હતો. બન્ને પુત્રો હવે પોતાની જવાબદારી બરાબર સંભાળી શકે એમ હતા, તેથી વિશ્વભૂતિએ અનશન વ્રત સ્વીકાર્યું અનુક્રમે સમાધિયુકત મરણ પામી તે સૌધર્મ દેવલોકમાં દેવતા થયો. આ પછી તેની પત્ની અનુદ્ધરા પણ પતિવિરહમાં નવકારમંત્રનું સ્મરણ કરતા મૃત્યુ પામી. વિશ્વભૂતિ પછી કમઠ રાજય કારભારમાં તેના સ્થાને જોડાયો. પરંતુ મરભૂતિતો સંસારથી અને સત્તાથી વિમુખ થઈ પોતાનો સમય ધર્મકાર્યમાં પસાર કરવા લાગ્યો. તેની પત્ની વસુંધરાને તેણે સ્વપ્નમાંય સ્પર્શ કર્યો નહિ. તેની સરખામણીમાં કમઠ કામવાસનાથી ભરેલો હતો. એક વખત રાજા અરવિંદ મરુભૂતિને સાથે લઈ બીજા રાજા સાથે લડવા ગયો હતો. પાછળ કમઠ રાજયનો સ્વામી થઈ વર્તવા લાગ્યો. તેની કામવૃત્તિ તેના પર સવાર થઈ ગઈ હતી. મરુભૂતિની પત્ની વસુંધરા સુંદર અને નવયૌવના હતી. તેને જોઈ કમઠે તેને કહ્યું, "તમારૂ રૂપ ચંદ્રલેખા જેવું સુંદર છે. મરુભૂતિ તો સંસારથી વિરકત છે. તમે શા માટે તમારી યુવાની આ રીતે પસાર કરો છો?" આ સાંભળી વસુંધરા ખૂબ જ ગુસ્સે થઈ પરંતુ તેની સામે તો કામાંધ કમઠ હતો. કમઠે વસુંધરાને પોતાની આસકિતનો ભોગ બનાવી. વસુંધરા પહેલેથી જ સંસારસુખ ભોગવી શકી ન હતી, તેથી થોડા સમયમાં તે પણ તેમાં આસકત બની. વિધિની વિચિત્રતા કેવી સ્થિતિ સર્જી શકે આ વાતની ખબર કમઠની પત્નીને પડી. મરુભૂતિ આવ્યો ત્યારે સ્ત્રી સહજ ઈર્ષા ભાવે તેણે તરત જ મરુભૂતિને કમઠ અને વસુંધરા વિષે વાત કરી. મરુભૂતિતો ભાઈની આવી વાત સાંભળી સાચું માની ન શકયો. છેવટે તેણે કમઠને કહ્યું કે પોતે કોઈ કાર્ય માટે બહાર જાય છે. રાત્રે તે વેશ બદલી કમઠ પાસે આવ્યો અને કહ્યું, "હે ભદ્ર! હું થાકેલો પ્રવાસી છું, અહી રાતવાસો કરી શકું?" કમઠે આ વાત સાચી માની લીધી અને તે છૂપી રીતે ત્યાં રહ્યો. વસુંધરા અને કમઠ માનતા હતા કે મરુભૂતિ બહારગામ ગયેલો છે. તેઓને કામક્રિડા કરતા મરુભૂતિએ જોયા ત્યારે સંસારની અસારતા વધુ ડખવા લાગી. પોતાના ભાઈ અને પત્ની વચ્ચે આ દૂરાચારી સમ્બન્ધો જોઈ તેને દુઃખ થયું. વિચાર કરતા મરભૂતિને લાગ્યું કે રાજા પાસે જો આ વિષે ફરીયાદ કરવામાં આવે તો જ હું પઠસમજશે. આ રીતે તેણે આ આખી વાત રાજા અરવિંદ સમક્ષ મૂકી. રાજા કમઠ પર ખૂબ જ ગુસ્સે થયો. તેન જા આપવા ઉધે અવળે ગધેડા સાથે બાંધી દીધો અને આખા ગામમાં ફેરવ્યો. કમઠના મનમાં મરુભુતિ પર ગુસ્સાની આગ (143) - Page #226 -------------------------------------------------------------------------- ________________ જવાળાઓ બની ફેલાવા લાગી. તેની સાથે મરુભૂતિને દુઃખ થયું કે પોતે રાજાને ફરિયાદ કરી તેથી તેના મોટાભાઈને આવું અપમાન સહન કરવું પડયું. સજ્જનતા છોડતા નથી. તેને પોતાની ભૂલ લાગી તેથી તે કમઠ પાસે માફી માગવા ગયો. વેરની આગમાં ક્રોધાંધ બનેલો કમઠ મરુભૂતિ સામે મોટી શિલા ઉપાડીને આગળ આવ્યો. તેણે મરુભૂતિના મસ્તક પર તે શિલા નાખી. ભયંકર ધા થવાથી મરુભૂતિ ત્યાં જ મૃત્યું પામ્યો. વેર અને ક્રોધની આગ કેવું ભયંકર પરિણામ લાવે છે? સર્પના મુખમાંથી કયારેય અમૃત ઝરતું નથી એ રીતે કમઠની વેરવૃત્તિ ઝેર બનીને પ્રગટ થઈ. મરુભૂતિએ પોતાનું આયુષ્ય આ રીતે પૂર્ણ કર્યું.. આ બાજુ કમઠને રાજા અરવિંદે એક વખત આકાશમાં વશસાદી વાદળો વિલીન થતાં જોયાં ત્યારે તેને સંસારનાં સુખો આવા ક્ષણભંગુર છે એવો વિચાર આવ્યો. જે રીતે પાણીના પરપોટાનું આયુષ્ય ક્ષણિક છે એ રીતે આ સુખો ક્ષણિક છે એવું વિચારી તેણે દીક્ષા લીધી. સાધુધર્મના આચાર પ્રમાણે અરવિંદ મુનિ વિચરવા લાગ્યા. ભય બીજો પૂર્વભવના કર્મ અનુસાર પછીના ભવે જીવનું અવતરણ થાય છે. જયારે મરુમૂતિને કમઠે શિલા મારી ત્યારે આર્તધ્યાનથી મરુભૂતિનો જીવ પશુગતિ પામીને ગજેન્દ્ર હાથી તરીકે ઉત્થન્ન થયો. તે અન્ય હાથિણીઓ સાથે જળ ક્રિડા કરતા કરતા એક વખત એક સરોવર પાસે આવ્યો. આ બાજુ અરવિંદમુનિ સમેતશિખરની યાત્રા કરવા એક સંઘની સાથે ત્યાં આવી પહોંચ્યા. ત્યાં મોટો કોલાહલ થતાં, હાથી એકદમ રઘવાયો થયો. નિર્જન સ્થળે શાંતીથી પોતાની ઈચ્છા પ્રમાણે રહેનાર હાથીને જનસમૂહ ન ગમ્યો, એટલે તે ચારે બાજુ દોડવા લાગ્યો. તેને ગાંડો બનેલો જોઈ માણસો દોડધામ કરવા લાગ્યા. હાથીતો બરાબર તોફાને ચડયો. કોઈને પગ નીચે કચડતો તો કોઈને સૂંઢમાં ઉછાળતો તે હાથી હવે ખતરનાક બની ફરવા લાગ્યો. અચાનક તે અરવિંદમુનિ જયાં બિરાજતા હતા, ત્યાં આવી ચડયો. સૌને એમ લાગ્યું કે તે હમણાં મુનિરાજને સુંઠમાં ઉપાડી ફેંકી દેશે. હાથી તમની નજીક આવ્યો, છતાં મુનિરાજ સ્વસ્થ હતા. હાથીએ ઠા૨ક ઘટના બની. તોફાને ચડેલો આ ગજરાજ એકદમ શાંત સસલાની જેમ ઉભો રહી ગયો. લોકો તો આશ્ચર્ય પામી ગયા. મુનિરાજે કાયોત્સર્ગ પાર્યો અને અવધિજ્ઞાન વડે એમણે જે જોયું તે કહ્યું, ''અરે બુદ્ધિમાત ! આ પાગલપણું છોડી દે. તું પૂર્વભવમાં મરુભૂતિ નામે બ્રાહ્મણ હતો પણ આચારમાં સાચો શ્રાવક હતો. હું એ વખતે રાજા અરવિંદ હતો અને તું મારો મંત્રી હતો. તું અંત સમયે આર્તધ્યાનથી આ રીતે હાથી તરીકે જનમ્યો છું માટે હવે તું ચેત અને આત્માને ઓળખ. તે પૂર્વભવમાં જે શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો, તે તું અત્યારે પણ કર." મુનિરાજનાં વચનો સાંભળી, હાથી શ્રાવકના આચાર પ્રમાણે મુનિને વંદન કરી (નમીને) ત્યાંથી ચાલ્યો ગયો. આ સમયે લોકોમાંથી પણ ઘણાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. મુનિરાજે જોયું કે આ હાથીને હવે ધર્મ પામવાની ઈચ્છા જાગૃત થઈ છે એટલે મુનિરાજે વાત્સલ્યથી આત્માનું E 144 .... . Page #227 -------------------------------------------------------------------------- ________________ છે સમ્મસ્વરૂપ સમજાવ્યું. જગતમાં સાચું દર્શન જ આત્માને મોક્ષનાં પગથિયે પહોંચાડે છે. આ સાંભળીને હાથી તે હાથીને પોતાના આત્માનું સાચું સ્વરૂપ સમજાયું અને આ રીતે શુભ ભાવના પામ્યા પછી તે હાથી ગુરુની આજ્ઞામાં રહી સુખ-દુ:ખમાં સમાન ભાવે જ રહેવા લાગ્યો. આ સમયે બીજા જીવો પણ સાચું દર્શન પામ્યા. ચારે બાજુ ધર્મનો જયજયકાર થયો. યાત્રાસંઘ ત્યાંથી સમેતશિખરજી તરફ આગળ વધ્યો. હાથી હવે નિર્દોષ જીવન જીવીને પોતાના આત્માને મોક્ષમાર્ગ તરફ લઈ જવાના પ્રયત્નો કરે છે. જીવહિંસા કર્યા વગર શુદ્ધ આહાર જ લેવા લાગ્યો. પોતાના મોટા શરીરથી અન્ય જીવને દુઃખ ન થાય એવી રીતે જયણાપૂર્વક રહેવા માંડયો. પૂર્વ ભવમાં કમઠની પત્ની વરેણા હાથિણી થઈ હતી. તે પણ ત્યાં જંગલમાં રહેતી હતી. ગજેન્દ્ર હાથીની સાથે તેણે પણ અરવિંદ મુનિનું કથન સાંભળ્યું તેથી તેને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. તે પણ સ્વધર્મ પ્રમાણે રહેવા લાગી. અહીં મરુભૂતિને માર્યા પછી કાળક્રમે મૃત્યુ પામેલો કમઠ આર્તધ્યાનના પરિણામે કુફ્ફટ જાતિનો સર્પ થયો. તે પણ આ જ વનમાં રહેતો હતો. પૂર્વ જન્મના પાપથી આ જન્મે વૈરવૃત્તિ વધુ પ્રબળ બની. અનેક જીવ-જંતુઓને મારી તે નવા પાપ આચરતો ગયો. એક તરફ મરુભૂતિનો જીવ ગજેન્દ્ર હાથીના રૂપમાં જીવ બચાવી જયણાપૂર્વક શ્રાવક ધર્મ અંગીકાર કરી જીવન પસાર કરે છે અને બીજી બાજુ કમઠનો જીવ સર્પરૂપે નવાં પાપ સંચરતો જાય છે. એક વખત ગજેન્દ્રને તરસ લાગી એટલે પાણી પીવા તે સરોવર પાસે ગયો. તરસ છીપાવવા તે પાણીમાં થોડે દૂર સુધી ગયો, ત્યાં અચાનક કાદવમાં તેના પગ ફસાઈ ગયા. ઘણી મહેનત કરવા છતાં, તે વધુને વધુ ખૂંચતો ગયો. હવે તેને લાગ્યું કે આમાંથી બહાર નીકળી શકાય એમ નથી, તેથી મરણ નિશ્ચિત છે. પોતે સમાધિમરણની તૈયારી રૂપે પંચ પરમેષ્ઠિને યાદ કરવા લાગ્યો. આત્માનું ચિંતતન અને વૈરાગ્ય ભાવે પોતાનો આ ભવ અને પરભવ સુધારી લેવા માટેનો અવસર ફરી નહીં મળે એમ માની તે ઉચ્ચ ભાવના ભાવવા લાગ્યો. આજુબાજુના વૃક્ષો પરના વાંદરાઓએ આ દશ્ય જોયું પરંતુ તેઓ તેને બચાવી શકે એમ હતાં નહી, તેથી તેઓ કિકિયારી કરવા લાગ્યા. અ સમયે કમઠનો જીવ જે સર્પ થયો હતો, તે ફૂંફાડા મારતો ત્યાં આવી પહોંચ્યો. હાથીને જોતા જ તેને પોતાને પૂર્વભવ યાદ આવ્યો. આગળના વૈરભાવથી પ્રેરાઈને દુશ્મન સાથે બદલો લેવાનો આ બરાબર અવસર છે એમ માની તેણે તે હાથીના કુંભસ્થળ પર ડંશ માર્યો. વેર સાથે ઝેર ભળ્યું એટલે ઝેર વધુ તીવ્ર બન્યું. તરત જ હાથીને ઝેર ચડયું અને થોડા જ સમયમાં આખા શરીરમાં તે વ્યાપી ગયું. આ વખતે પોતાનો મરણકાળ નજીક આવ્યો છે એમ જાણી, આર્તધ્યાન કરવાની બદલે તરત જ સમાધિપૂર્વક અનશનનો અંગીકાર કરી, નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યું. આ રીતે પહેલા ભવમાં મરુભૂતિએ ઉચ્ચ પુણ્યબળથી બીજા ભવે હાથીનો ભવ પણ સુધારી લીધો. મરીને સર્પ બનેલો કમઠ પાપકર્મો વધારતો કાળક્રમે મૃત્યુ પામ્યો, પરંતુ આર્તધ્યાન, વેર અને ક્રોધથી જે મુકત હોય તે જ ઉચ્ચ ગતિ પામી શકે. આ સાપ તો વેર-ઝેર રૂપી આગમાં બળતો હતો એટલે તેની માટે સમાધિમરણ તો ક્યાંથી સંભવે? આ રીતે બે સગાભાઈ, પોતાના પુણ્ય અને પાપ કર્મના કારણે કેવી વિચિત્ર ગતિ પામે છે! (145) Page #228 -------------------------------------------------------------------------- ________________ ભવાજો કર્મના પરિણામો હંમેશા જીવની ગતિને નિર્મિત કરે છે. પહેલા ભવે મરુભૂતિ અને બીજા ભવે હાથી તરીકે સમાધિમરણ પામેલો જીવ ઉચ્ચગતિ પામી સહસ્ત્રાર નામના દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. તેનું નામ હતું શશિપ્રભદેવ. અવધિજ્ઞાનથી જયારે તેણે પોતાનો પૂર્વ ભવ જાણ્યો અને સમજાયું કે માત્ર ધર્મનાં પરિણામે જ આ ભવે તે ઉત્તમ દેવલોકમાં જન્મ પામ્યો છે, ત્યારે ધર્મ પ્રત્યે વધુ ઉન્નત ભાવ જાગ્યો. પૂર્વભવમાં મુનિરાજનો ઉપકાર યાદ કરી, તે સ્વર્ગમાં બિરાજમાન શાશ્વત જિનબિંબોની ભાવથી પૂજા કરવા લાગ્યો. તેની ભકિતમાં દિન પ્રતિદિન વધારો થતો ગયો. તેણે અનેકવાર નંદીશ્વર દ્વીપનાં શાશ્વત જિનમંદિરોના પણ દર્શન કર્યા. સ્વર્ગના અન્ય દેવતાઓ સાથે ધર્મચર્ચાઓ કરતો શશિપ્રભદેવ સ્વર્ગમાં સર્વને પ્રિય થઈ ગયો. કમઠની પત્ની વરૂણા જે હાથિણી થઈ હતી તે પણ પુણ્યકર્મના કારણે બીજા કલ્પમાં દેવી થઈ હતી. તેનું સુદર રૂપ જોઈ દેવલોકના સર્વ દેવતાઓ તેની પ્રત્યે આકર્ષાયા હતાં, પરંતુ પૂર્વ જન્મમાં બંધાયેલો સ્નેહ અતિ બળવાન હોય છે એટલે તેનું મન શશિપ્રભદેવ માટે ઝંખતુ હતું. અવધિજ્ઞાનથી શશિપ્રભદેવે આ વાત જાણી અને તે પેલી દેવીને પોતાની સાથે લઈ આવ્યો. તેની સાથે સ્વર્ગીય સુખ ભોગવી સમય પસાર કરવા લાગ્યો. અંતે શશિપ્રભદેવે દેવલોકમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. કમઠનો જીવ ત્રીજા ભવે જે ઝેરી સર્પ બન્યો હતો, તે પણ કેટલોક સમય પસાર કર્યા પછી મૃત્યુ પામ્યો પછી પોતાના પૂર્વ ભંવનાં પાપકર્મોના ઉદયથી અને સર્પના ભવમાં પાપકર્મના આચરણથી તે સત્તર સાગરોપમના આયુષ્યવાળી પાંચમી નરકભૂમિમાં ઉત્પન્ન થયે. ત્યાં પણ ઈર્ષા અને વેરની આગમાં એના જીવે કયારેય આરામનો અનુભવ ન કર્યો. ભયચોથો પ્રાગ નામના વિદેહમાં સુકચ્છ નામે વિજય હતું. તેમાં વૈતાઢયગિરિ પર તિલકા નામે એક અતિ ધનાઢય નગરી અતી. ધન અને સંપત્તિનું મૂલ્ય ત્યારે જ ગણાય જયારે એનો માલિક ઉદાર વલણ ધરાવતો હોય. એ માલિક હતા ખેચરપતિ રાજા વિધુતગતિ. તેને કનકતિલકા નામે પટરાણી હતી. સમય પસાર થતા આઠમાં દેવલોકમાંથી શશિપ્રભદેવનો જીવનું તેની કુશિમાં અવન થયું. સમય જતા રાણી કનકતિલકાએ સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ કિરણવેગ પાડવામાં આવ્યું. સમય પસાર થતો ગયો. કિરણવેગે પણ કિશોરાવસ્થા પૂર્ણ કરી યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. વિધુતગતિ રાજાને લાગ્યું કે હવે કિરણગ રાજકારભાર સંભાળવાને યોગ્ય છે, ત્યારે તેણે કિરણવેગને રાજય સોપ્યું અને પોતે દીક્ષા લીધી. કિરણગંનિર્લેપભાવે રાજયની જવાબદારી વહન કરવા લાગ્યો. પદ્માવતી સાથે લગ્ન થયા પછી કિરણતેજ (146) Page #229 -------------------------------------------------------------------------- ________________ નામના પુત્ર સાથે સંસારની ફરજ બજાવતા કિરવણવેગનું મન સંસારથી વિરકત થવા લાગ્યું. પરંતુ કર્મના પરિણામે તે સમય પસાર કરવા લાગ્યો. એક વખત સુરગુરૂ નામના મુનિમહારાજ ત્યાં સમોસર્યા. આ વાતની રાજા કિરણવેગને ખબર પડી એટલે તે ત્યાં વંદન કરવા ગયો. સંસારની અસારતા સાંભળીને તે રાજયની જવાબદારી કિરણતેજને સોંપી કિરણવેગે દિક્ષા લીધી. એકલવિહારી થઈને પોતાની આકાશગમન શકિતથી પુષ્કરદ્વીપમાં શાશ્વત અહંતોને નમસ્કાર કરી વૈતાઢયગિરિ પાસે કાઉસગ્ગમાં સ્થિર થયા. કમઠનો જીવ જે પાંચમી નરકમાં ઉત્પન્ન થયો હતો તે ચોથા ભવે તે જ ગિરિ પર મોટા સર્પ તરીકે ઉત્પન્ન થયો હતો. તે ચોથા ભવે તે જ ગિરિ ૫૨ મોટા સર્પ તરીકે ઉત્પન્ન થયો પાપાનુબંધી પાપકર્મથી તે આ ભવે પણ વેરની આગમાં ફરવા લાગ્યો. ફરતા ફરતા કિરણવેગ મુનિમહારાજ જે સ્થળે સ્થિર ઉભા હતા, ત્યાં આવી પહોંચ્યો. તેને જોતા જ પૂર્વ જન્મના વૈરભાવથી તેનો ક્રોધ જાગૃત થયો. જેમ વેલ વૃક્ષને વળગી પડે એમ તે સર્પએ મુનિરાજના શરીરે ભરડો લીધો. તેના ઝેરી ડંશથી મુનિના શરીરે ઝેર વ્યાપી રહ્યું છતા પણ તે ધ્યાનમાં જ મગ્ન રહ્યા. પોતાના કર્મો ક્ષય થતા હોય તો ઉચ્ચ આત્મા ગમે તે કષ્ટને સહન કરી, અનશનવ્રતને ધારણ કરી, ત્યાં જ કાળધર્મ પામ્યા અને કમઠનો જીવ એટલે કે પેલો સર્પ તે વનમાં લાગેલા દાવાનળથી મરણને શરણ થયો અને તમઃ પ્રભા નરકમાં ઉત્પન્ન થયો. ભણ પાંચમો આપણે ત્રેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના પૂર્વભવો જોઈએ છીએ પ્રથમ ભવે મરુભૂમિ તેના ભાઈ કમઠથી જ હણાયો. એ જીવ બીજા ભવે હાથી, ત્રીજા ભવે સ્વર્ગમાં દેવતા અને ચોથા ભવે મુનિરાજ તરીકે કાળ ધર્મ પામ્યા. સમાધિમરણનાં પરિણામે તે પાંચમાં ભવે બારમાં દેવલોકમાં જંબુદ્રુમાવર્ત નામના વિમાનને વિષે બાવીસ સાગરોપમ આયુષ્ય ધરાવનાર દેવતા થયા. ત્યાં દેવલોકની સુખસાહ્યબી ભોગવી કાળાંતરે તેનું આયુષ્ય પૂર્ણ કર્યું. કમઠનો જીવ ચોથા ભવે હેમગિરિના શિખરમાં સર્પ તરીકે મૃત્યુ પામી બાવીસ સાગરોપમની સ્થિતવાળા તમઃ- પ્રભા નરકમાં દુઃખ ભોગવતા સમય પસાર કરવા લાગ્યો. ભવ છઠ્ઠો પશ્ચિમ દિશાના વિદેહક્ષેત્રમાં બાહુ અને સુબાહુ નામના તીર્થંકર ભગવંતો કાયમ બિરાજે છે અને હજારો કેવળી ભગવંતો અને લાખો મુનિવરો જયાં સદાય વિચરે છે તેમજ જૈન ધર્મનો સદાય જયજયકાર વર્તે છે એવા 147 Page #230 -------------------------------------------------------------------------- ________________ જંબૂદ્વીપના પશ્ચિમે શુભંકરા નામે નગરીમાં વજવીર્ય નામનો રાજા હતો. તેને લક્ષ્મીવતી નામે સુંદર રાણી હતી. જ સમય જતાં મરુભૂતિનો જીવનું પાંચમાં ભવે દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કરી છ8ા ભવે રાણીએ આ સમયે ઉત્કૃષ્ઠ | પાંચ સ્વપ્નનાં ફળ સ્વરૂપે જણાવ્યું કે એ પૂત્ર ભવિષ્યમાં ચક્રવર્તી થશે. આ સાંભળી રાણી ખૂબ જ ખૂશ થઈ અને | પંચ પરમેષ્ઠીનું ભાવથી સ્મરણ કરવા જન્મ આપ્યો. પુત્રનું નામ વજનાભ રખાયું. - વજનાભનો ધાત્રીઓ વડે ઉછેર કરવામાં આવ્યો અનુક્રમે યુવાનવય પામતા તેમના પિતાએ તેમનો વિવિધ કાર્યક્રમો સાથે વિધિ અનુસાર રાજયાભિષેક કર્યો. ધીમે ધીમે વજનાભ પોતાના પર આવેલી જવાબદારીઓ વહન કરવા લાગ્યો. તેનામાં અનેક ગુણો હોવાથી તરત વજનાભ લોકપ્રિય રાજા તરીકે પ્રસિદ્ધ થયો. ભાગ્યનું ચક્ર ફરતું રહે છે. એમાં જયારે ચડતીનો સમય હોય ત્યારે મહાપુરુષોનું પોતાનું જીવન માત્ર નહીં, પરંતુ સમગ્ર પ્રજાને તેનું સુખ વહેંચી આપે છે. વજનાભ રાજા પ્રજાપાલક હતા કેટલોક સમય પસાર થયા પછી વજનાભને પોતાના જેવો જ પુત્ર પ્રાપ્ત થયો. આ પુત્ર જન્મથી જ પરાક્રમી હતો અને ભવિષ્યમાં તે પોતાની બહાદુરીથી આ રાજયને શોભાવશે એમ જાણી તેનુ નામ ચક્રાયુધ પાડયું. અનુક્રમે તે યુવાન થયો, ત્યારે વજનાભને સંસાર છોડી તેને રાજયની જવાબદારી સોંપવી હતી તેથી એક વખત તેમણે ચક્રાયુધને જણાવ્યું, 'હે કુમાર ! મને રાજયની જવાબદારીમાંથી મુકત થઈ દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા છે, માટે હવે તમે મારા બદલે આ રાજયની જવાબદારી વહન કરો." આ સાંભળી ગુણવાન પુત્રએ તેમની આજ્ઞાનું સહર્ષ પાલન કર્યું જો મનની ઈચ્છા બળવાન હોયતો પરિસ્થિતિ આપોઆપ પોતાની ઈચ્છા મુજબ બની જતી હોય છે. એક દિવસ તેમના રાજયમાં ક્ષેમંકર નામના મુનિરાજ પધાર્યા. અદ્ભુત વિતરાગી એવા આ મુનિ અવધિજ્ઞાનના ધારક હતા. વજનાભ ચક્રવર્તી તેમના દર્શન કરવા ગયા. તેમને જોતા જ વજનાભ વિચારવા લાગ્યા, 'આ રત્નત્રયીને ધારણ કરનાર પાસે મારૂ ચક્રવર્તીપણું તો તદન તુચ્છ ગણાય. તેથી મારે આ સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગ ગ્રહણ કરવા યોગ્ય ગણાય.’ મુનિરાજે સંસારના દુઃખથી છૂટવા માટે સંયમમાર્ગ અપનાવવા વિષે પ્રતિબોધ આપતા કહ્યું, "રાગ આત્માનો સ્વભાવ નથી. રાગ તો દુઃખનું કારણ છે. તેથી રાગથી પર એવા વીતરાગ થઈ જવા માટે જે જીવ આ સંસારને છોડે છે તે ભવસાગર તરે છે. મુનિરાજનો આવો ઉપદેશ સાંભળી વજનાભ રાજાએ દીક્ષા અંગીકાર કરી. આ પછી મૃતનો અભ્યાસ તીવ્ર તપસ્યા કરતા કરતા તે વિચરવા લાગ્યા. અનેક લબ્ધિને મેળવતા આ વજનાભ મુનિ એક વખત ચક્રવર્તીપણામાં ઉંચા સ્થાને બેસનાર રત્નજડિત સિંહાસને શોભતા હતા. ચક્રવર્તીપણાના ચૌદ રત્નો છોડીને આજે તે એકાંકી બની આત્મસાધનાના પંથે જતા હતા. એક વખત પોતાની લબ્ધિના બળે તેઓ આકાશમાર્ગે ગમન કરી સુકચ્છ નામના વિજયમાં આવ્યા ત્યાં એક જંગલમાં તેઓ સિદ્ધપદને પામવા ધ્યાનમાં મગ્ન હતા. એ સમયે અચાનક સનસનાટી કરતું એક તીર તેમના તરફ આવ્યું. એ ફેંકનાર હતો કુરંગક નામે ભીલ. પૂર્વભવમાં સર્પ તરીકે જન્મેલો કમઠનો જીવ આ ભવે સુકચ્છ વિજયમાં જંગલમાં ભીલ તરીકે ઉત્પન્ન થયો હતો. તે પોતાની આજીવિકા માટે અનેક પ્રાણીઓનો શિકાર કરી ગુફામાં પોતાનું જીવન પસાર કરતો. હતો. આ સમયે તે ધનુષ્ય લઈને શિકાર કરવા નીકળ્યો ત્યારે આ વજનાભ મુનિને આવતા જોયા તેથી તેને લાગ્યું કે તેને અપશુકન થયા. પાપી આત્મા શુકન અને અપશુકનમાં સાચી દષ્ટિનો વિનય ખોઈ બેસે છે. પૂર્વ જન્મના વેરના કારણે તે મુનિરાજને જોતા જ બદલો લેવાની ભાવનાથી ક્રોધાંધ Page #231 -------------------------------------------------------------------------- ________________ બન્યો. તરત જ તેણે બાણથી પ્રહાર કર્યો. આમ પૂર્વભવનો ભાઈ ધીમે ધીમે પછીના ભવે વેરથી આગથી દુશ્મન બની બદલો લેવા તત્પર થયો છે ત્યારે વજ્રનાભ મુનિ તે ભાઈના હાથે થયેલા પ્રહાર તરફ ક્ષમાભાવ સાથે આત્મસ્વભાવ પ્રમાણે નિશ્ચલ રહે છે. એમના મનમાં કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી, કોઈ મિત્ર નથી કે કોઈ શત્રુ નથી. જીવન અને મરણ બન્નેને સમભાવથી જોવાની દિવ્યદૃષ્ટિ તેમનામાં હતી. તેથી તેમણે એકાગ્રતાપૂર્વક અશનશ ધારણ કર્યુ. છેવટે સર્વ જીવોને ક્ષમા આપી, ક્ષમાની ભાવનાથી સમાધિ મરણ પ્રાપ્ત કર્યું. કુરંગક ભીલ આ જોઈને ખૂબ જ ખૂશ થયો. કારણ કે માત્ર એક જ પ્રહારથી તેણે મુનિરાજને મારી નાખ્યા હતા. જન્મથી જ જીવોનો શિકાર કરી જુજારો કરનાર આ ભીલ અંતે ત્યાંથી મૃત્યુ પામ્યો. આ રીતે મરુભૂતિ છઠ્ઠા ભવે મુનિપણામાં અને તેનો સગો ભાઈ કમઠ દુરાચારી ભીલના રૂપે આયુષ્ય પૂર્ણ કરી પોતપોતાના કર્મ અનુસાર સાતમાં ભવમાં કઈ રીતે ભેગા થાય છે એ જોઈએ. નભથ સાતમો જૈન દર્શન મુજબ જીવનું પરિભ્રમણ એક ગતિમાંથી બીજી ગતિમાં કર્મના પ્રભાવથી થાય છે. વજ્રનાભ મુનિરાજ પોતાના દર્શન જ્ઞાન અને ચારિત્રમાં ઉન્નત સ્થાને પહોંચી કુરંગક ભીલના પ્રહારથી સમાધિપૂર્વક કાળ ધર્મ પામી મધ્ય ચૈવેયક દેવલોકમાં લલિતાંગ નામે દેવતા થયા. દેવલોકના સુખ સાહ્યબીમાં લલિતાંગ દેવતા દિવસો પસાર કરવા લાગ્યા તે અન્ય દેવતાઓ વચ્ચે રૂપ-સૌન્દર્યથી અલગ તરી આવતા હતા. પૂર્વભવના પૂણ્યયોગે મળેલું સુખ ભોગવતા સત્યાવીસ સાગરોપમ જેટલું દીર્ઘ આયુષ્ય તેમણે પુરું કર્યું. કમઠનો જીવ સાતમા ભવે કુરંગક ભીલ થયો અને તે પાપકર્મ ઉદયથી આઠમાં ભવે સાતમી નરક શૈરવ નામે નરકાવાસમાં ઉત્પન્ન થયો. અહીં પણ અપરંપાર વેદના ભોગવતા કેટલાયે જોજન ઉ૫૨થી નીચે પટકાયો. જેમ એક વસ્તુ વારંવાર ઉપરનીચે ઉછાળવાથી ધીમે ધીમે નાશ પામે, એ રીતે અનેક જોજન ઉપરથી નીચે અને નીચેથી ઉપર પટકાતા કમઠનો જીવ સત્યાવીસ સાગરોપમનું આયુષ્ય વેદનાપૂર્વક પૂર્ણ કર્યું. પાપ કર્મથી મલિન થયેલો આત્મા નરકની પીડા સહન કરતા ગમે તેટલા પોકાર કરે, તો પણ એ સહન કરવું કરવું પડે છે. મૃત્યુ પામતા પહેલા જો વિલાપ કરેલા પાપકર્મોનું પ્રાયશ્ચિત થાય તો તે જીવની સદગતિ થાય છે. આ રીતે કમઠે સાતમી નરકમાં અને વજનાભ મુનિએ ગ્રેવેયકના આશ્ચર્યકારી સુખમાત્ર આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ આઠમો આ જંબુદ્વિપમાં પૂર્વ વિદેહમાત્ર પુરાણપુર નામના નગરમાં કુલિશબાહુ નામે રાજા હતો. તેને સુદર્શનના ... 149 Page #232 -------------------------------------------------------------------------- ________________ P નામે પટરાણી હતી. તે તેના નામ પ્રમાણે ગુણ ધરાવતી હતી. રાજા અને રાણી પરસ્પર પ્રેમથી સમય પસાર છે કરતા હતા. વજનાભનો જીવ દેવનું આયુષ્ય પૂર્ણ કરી સુદર્શના રાણીના ઉદરમાં ઉત્પન્ન થયો. એ સમયે રાણીએ | | ચક્રવતીના જન્મને સૂચવનારા ઉત્તમ સ્વપ્નો જોયાં યોગ્ય સમયે રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. અતિશય ધામધુમપૂર્વક તેનો જન્મોત્સવ ઉજવાયો. તે પુત્રનું નામ સુવર્ણબાહુ પાડવામાં આવ્યું. સમયનો પ્રવાહ તો નિરંતર વહ્યા કરે છે. સુવર્ણબાહુ બાલ્યાવસ્થા પસાર કરી યુવાનવયે પહોંચ્યો. રાજયનો કારભાર વહન કરવાની ક્ષમતા તેનામાં જોઈ સુવર્ણબાહુએ દીક્ષા લીધી. સુવર્ણબાહુ રાજવૈભવના સુખ ભોગવતો સમય પસાર કરવા લાગ્યો. એક વખત એક ઉત્તમ અશ્વની ઉપર આરૂઢ થઈ સુવર્ણબાહુ ક્રિડા કરવા નીકળ્યો રસ્તામાં વિવિધ પ્રકારના વૃક્ષોની હારમાળા જોઈ રાજાનું મન પ્રફુલ્લિત થયું. એ વનમાં તેણે એક અતિ સ્વરૂપવાન મુનિકન્યાને ફુલો ચુંટતી જોઈ તેની સાથે તેની સખીઓ હતી. રાજાએ જોયું કે આવું રૂપ તેણે કયારેય જોયું નથી. તેનો અશ્વ તેને અહિં સુધી ખેંચી લાવ્યો હતો. આ વખતે તે સ્ત્રીની આસપાસ એક ભમરો ભમવા લાગ્યો. તે પરેશાન થવા લાગી એટલે તેણે 'બચાવો, બચાવો' એવી ચીસ પાડી. આ સાંભળી તેની સાથે રહેલી તેની એક સખીએ કહ્યું, 'આ માટે સુવર્ણબાહુ વગર તારી રક્ષા કરવા કોણ સમર્થ છે, માટે તું રાજાને અનુસર." સુવર્ણબાહુએ આ શબ્દો સાંભળ્યા. તે ત્યાં જ પ્રગટ થયો. તેણે બધી વાત કહી સંભળાવી તે સ્ત્રી રતનપુરના ખેચર રાજાની પદ્માવતી નામે કન્યા હતી. છેવટે સુવર્ણબાહુને રતનપુર લઈ જવામાં આવ્યો અને ત્યાં તેના લગ્ન પદ્માવતી સાથે થયા. આ ઉપરાંત બીજી પણ કન્યાઓને પરણ્યા પછી સુવર્ણબાહુ ચક્રવર્તીએ ચક્રના પ્રભાવથી છ ખંડ પર વિજય મેળવ્યો. - એક વખત તેણે રાજમહેલમાંથી દેવતાઓના એક વૃંદને ઉતરતા જોયું. તે વખતે તેને ખબર પડી કે જગન્નાથ | તીર્થકર ત્યાં સમોસર્યા છે. તે સાંભળતા જ સુવર્ણબાહુ પણ તેમને વંદન કરવા ગયો. જગન્નાથ પ્રભુની અમૃતમય | દેશના સાંભળીને મહેલમાં પાછા આવ્યા પછી મનમાં ચિંતન કરતા સુવર્ણબાહુને લાગ્યું કે પોતે મોક્ષમાર્ગને ભૂલી ગયો છે. તે મેળવવા માટે દીક્ષા લેવી એ જ ઉત્તમ માર્ગ છે. આમ વિચારી તેણે પોતાના રાજયની જવાબદારી | પુત્રને સોંપી અને તરતજ જગન્નાથ પ્રભુ પાસે દીક્ષા લેવી એ જ ઉત્તમ માર્ગ છે. આમ વિચારી તેણે પોતાના રાજયની જવાબદારી પુત્રને સોંપી અને તરત જ જગન્નાથ પ્રભુ પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી ઉગ્ર તપશ્ચર્યા કરી ઉત્તમ સ્થાનકોને આરાધી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. રાજવૈભવને છોડીને મોક્ષનો વૈભવ પામવા માટે આવા મહાન આત્મા ક્ષણનો પણ વિલંબ કરતા નથી. એક વખત ભૌતિક સુખની પ્રાપ્તિ પછી તે છોડવાની બદલે તે વધુ મેળવવાની ઝંખના થાય છે. જયારે ઉત્તમ આત્મા તે પળવારમાં છોડી દઈ શકે છે એમાં જ તેમની મહાનતા છે. સુવર્ણબાહુ મુનિ મોક્ષમાર્ગની સાધના માટે પૃથ્વી પર વિચરતા આત્માની ઉન્નતિ સાધી રહયા હતા. એક વખત હિંસક પ્રાણીઓના નિવાસ વાળા એક ક્ષીરવણા નામના જંગલમાં તે સુવર્ણબાહુ મુનિ આવી ! ચડયા ત્યાં તેઓ સૂર્યની સન્મુખ દષ્ટિ રાખી કાર્યોત્સર્ગ મુદ્રામાં સ્થિર થયા. પૂર્વભવમાં ભીલ તરીકે ઉત્પન્ન થયેલો કમઠનો જીવ નરકમાંથી આયુષ્ય પૂર્ણ કરી આઠમા ભવે આ જ જંગલમાં સિંહ તરીકે જન્મ પામી ત્યાં ફરતો હતો. નસીબજોગે અને પૂર્વભવની વેરવૃત્તિના કારણે જયારે તેણે સુવર્ણબાહુ મુનિને જોયા ત્યારે તે વેરથી મોં ફાડતો, પૂંછડી હલાવતો ત્યાં આવી પહોંચ્યો. આગળના દિવસે કોઈ | શિકાર ન મળવાથી તે ભુખ્યો હતો. ભૂખ્યો સિંહ શું ન કરે? એમાં પણ ભૂખ સાથે વેરની વૃત્તિ ઉમેરાણી પછી તો ! (150 ) , Page #233 -------------------------------------------------------------------------- ________________ શું બાકી રહે? યમરાજની જેમ આ સિંહ મુનિ તરફ ધસી આવ્યો. કાન અને કેશવાળી ઉંચી કરી અને ગર્જના કરી છે તેણે મુનિરાજ પર જોરથી છલાંગ મારી. મુનિરાજ તો એ સમયે પણ સર્વજીવોને બચાવીને શરીર પરનો મોહ દૂર | કરીને કાર્યોત્સર્ગ કરી રહ્યાં હતા. તરત જ તેમણે સર્વ આહારના ત્યાગના પચ્ચખાણ કર્યા અને સિંહ પર જરા પણ ગુસ્સે થયા વગર ધર્મધ્યાનમાં સ્થિર થયા. અંતે તેમના ભૌતિક એટલે કે સ્થૂળ શરીરનો ત્યાં વિલય થયો. કાળાંતરે પેલો સિંહ પણ મૃત્યુ પામ્યો. આ રીતે મરુભૂતિએ આઠમાં ભવે મુનિપણામાં રહી તીર્થકર નામકર્મ ઉપાર્જિત કર્યું અને તેના જ ભાઈ કમઠે આઠમાં ભવે પાપ કર્મ આચરીને સિંહ તરીકે આયુષ્ય પૂર્ણ કર્યું. ( ભય નવમો . "કર્મ તણી ગતિ ન્યારી" આ વિધાન અનુસાર મરુભૂતિનો જીવ આઠમા ભવે સાધુપણામાં આયુષ્ય પૂર્ણ કરી, પુણ્યકર્મના પ્રભાવે દસમાં દેવલોકમાં મહાપ્રભ નામના વિમાનમાં વીસ સાગરોપમના આયુષ્યવાળા દેવતા તરીકે ઉત્પન્ન થયો. ત્યાં અનેક દેવતાઓ તેમની સેવામાં ઉપસ્થિત રહેવામાં ગૌરવ અનુભવતા હતા. દેવપણામાં ભોગ ભોગવતા પણ તેમણે દેવોની સભામાં ઉત્તમ ધર્મના ઉપદેશ આપી સમ્યક્તની આરાધના કરી. આ બાજુ સિંહનો ભવ પૂર્ણ કરી કમઠનો જીવ પૂર્વ કર્મ પ્રમાણે અનેક પ્રકારની વેદનાયુકત પરિસ્થિતિ જેમાં જોવા મળે છે તેવી ચોથી નરકમાં ઉત્પન્ન થઈ, વેદના ભોગવવા લાગ્યો. I ! ભવ દસમો નો આ જંબુદ્વિપમાં ભરતક્ષેત્રમાં વારાણસી નામે નગરીમાં ઇશ્વાકુ વંશનો અશ્વસેન નામે રાજા થયા. ચંદ્રની ચાંદનીમાં રૂપાની જેવા શોભતા કિલ્લાના કાંગરા, સુગંધી દ્રવ્યોથી આચ્છાદિત ચૈત્યો અને સુંદર ધ્વજાઓથી શોભતા શિખરો આ નગરની શોભા હતા. અશ્વસેન રાજાની વામદેવી નામે પટરાણી સર્વસ્ત્રીઓમાં શિરોમણિ સમાન શોભતા હતા. બન્ને સુખદ દામ્પત્યજીવન ભોગવતા પ્રજાના પ્રિય થઈને જીવન વ્યતીત કરતા હતા. બો બાજુ પ્રાણાત કલ્પમાં દેવલોકનાં ઉત્તમ સુખ ભોગવી સુવર્ણબાહુ રાજાના જીવે દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચ્યવીને તેનો જીવ વામાદેવી રાણીની કુક્ષિમાં ચૈત્ર વદ ચોથના દિવસે જયારે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં હતો ત્યારે અવતર્યો. આ સમયે ઈન્દ્રાદિક દેવોએ અવધિજ્ઞાનથી જાણ્યું કે સુવર્ણબાહુનો જીવ એ જ શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જીવ છે અને વામાદેવીની ઉદરમાં તેમનું ચ્યવન થયું છે, તેથી તેઓએ વિધિપૂર્વક પ્રભુનું ચ્યવન કલ્યાણક ઉજવ્યું. આ સમયે વામાદેવીએ ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. સવારે રાજા અશ્વસેનને તેમણે વાત કરી ત્યારે તેમણે સુપન પાઠકોને બોલાવ્યા. તેમના ભાવિકથનથી ખબર પડી કે વામાદેવી એક તીર્થકર | (151) Page #234 -------------------------------------------------------------------------- ________________ » પુત્રની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે. આ શુભ સંકેત જાણી વામાદેવી અને અશ્વસેન રાજા ખૂબ જ ખુશ છે થયા. ધીમે ધીમે વામાદેવીના ચહેરા પર પરમ ભાગ્યનું તેજ પ્રગટતું રહ્યું. સમયાંતરે રાણીએ સર્પનાં લાંછનવાળ | નીલવર્ણના એક પુત્રને જન્મ આપ્યો. એ મહાન દિવસ એટલે પોસ મહિનાની વદ દસમ. આ દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં જન્મ કલ્યાણકની ઉજવણી કરવા દેવાતઓ તથા ઈન્દ્રો વગેરેની પરંપરા મુજબ તેઓએ અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મ વિશે જાણ્યું. છપ્પન દિકુમારીકાઓ વિવિધ સામગ્રી સાથે ત્યાં ઉલ્લાસ સાથે આવી પહોંચી અને માતાનું સૂતિકા કર્મ કર્યું. શકેન્દ્ર માતાને અવસ્વાપિની નિદ્રા આપીને, પ્રભુનું પ્રતિબિંબ ત્યાં સ્થાપીને પોતાના પાંચ રૂપ પ્રગટ કર્યા. એક રૂપે પ્રભુને ખોળામાં લીધા, બે રૂપે ચામર ધારણ કર્યા અને એક રૂપ વજ ઉછાળતા અને બીજા એક રૂપે છત્ર ધરતા શકેન્દ્ર પ્રભુને મેરુ પર્વત પર સ્નાત્ર મહોત્સવ કરવા અતિપાંડુકબલા નામની શિલા પર આવી પહોંચ્યા. પ્રભુને ખોળામાં લઈ શકેન્દ્ર સિંહાસન પર બેઠા, એ સમયે અય્યત વગેરે ત્રેસઠ ઈન્દ્રોએ આવીને વિધિ અનુસાર પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. સ્નાન, ચંદનનો લેપ અને અલંકારોથી આભુષિત કરવાની ક્રિયા પૂરી થતા ઈન્દ્ર પ્રભુના ગુણોને વર્ણવતી સ્તુતિ કરી. સૌ પાછા રાજમહેલમાં આવ્યા. વામાદેવીના પડખામાં પ્રભુને સ્થાપિત કર્યા, અગાઉ મૂકેલું પ્રતિબિંબ હરી લઈ સૌ પોતાને સ્થાનકે ગયા. આ રીતે શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મોત્સવ પૂર્ણ કર્યો. સવારે અશ્વસેન રાજાએ ખૂબ જ ધામધુમથી બાળકજન્મની ખુશાલીમાં મહોત્સવ ઉજવ્યો. જયારે પ્રભુ વામા- માતાના ગર્ભમાં હતા, ત્યારે વામમાતાએ પોતાની પડખે એક સાપને પસાર થતો જોયો હતો તેથી કુમારનું નામ પાર્શ્વ પાડવામાં આવ્યું અનુક્રમે વૃદ્ધિ પામતા પાર્શ્વકુમા નવ હાથ ઉંચી કાયાનું પ્રમાણ ધરાવતા થયા. પાર્શ્વકુમારની કાયા નિલમણિ રત્નની જેમ શોભવા લાગી. યૌવનવય અને આવું સુમધુર રૂપ-લાવણ્ય જોઈ સૌ તેમના પર મોહિત થઈઈ ધન્યતા અનુભવવા લાગ્યા. એક વખત અશ્વસેન રાજા દરબારમાં ધર્મચર્ચામાં મગ્ન હતા, ત્યારે પ્રતિહાર આવીને ખબર આપ્યા કે એક દૂત ત્યાં મળવા આવવા ઈચ્છે છે. રાજાએ તે દૂતને અંદર આવવાની આજ્ઞા કરી. તે દૂતે જણાવ્યું, કે "કુશસ્થળ નામે નગરના નરવર્મા રાજા ખૂબજ પરાક્રમી હતા. તેણે લાંબા સમય સુધી રાજયની વફાદારી પૂર્વક ફરજ નિભાવી પછી સુખ-સાહ્યબીને છોડી દીક્ષા લીધી. આ સાંભળી અશ્વસેન રાજા ખૂબ ખુશ થયા અને તે દૂતને આગળની વાત કહી સંભળાવવા કહ્યું. તે દૂતે જણાવ્યું કે નરવર્મા પછી તેના બહાદુર અને તેજસ્વી પુત્ર પ્રસેનજિત અત્યારે રાજયના સુકાની બનીને પ્રજાનું પાલન કરે છે. તેને પ્રભાવતી નામે રૂપવાન કન્યા છે. આ કન્યા એટલે જાણે પૃથ્વીતલ પર ઉતરી આવેલી દેવકન્યા ! ચંદ્ર જેવું મુખ, કમળ જેવા નેત્ર, સુવર્ણરજ જેવું સુશોભિત સૌન્દર્ય અને સપ્રમાણ અંગમરોડથી પ્રભાવતીનું રૂપ અતિશય નજાકત પામ્યું છે. રાજા પ્રસેનજિત આવી સુંદર કન્યાના વિવાહની ચિંતામાં છે." અશ્વસેન રાજા પ્રભાવતીના વખાણ સાંભળતા હર્ષ અનુભવવા લાગ્યા પછી દૂતે આગળ જણાવ્યું, "એક વખત પ્રભાવતી તેની પ્રિય સખીઓ સાથે ઉધાનમાં ફરતી હતી, ત્યારે તેના કાનપર કિન્નરોની સ્ત્રીઓના કેટલાક શબ્દો પડયા. તેમાં શ્રી પાર્શ્વકુમારની અનહદ પ્રશંસા કરવામાં આવી હતી. આ સાંભળી પ્રભાવતી પાર્શ્વકુમારને જ પામવા માટે બેચેન છે. દિવસ-રાત તેનું ચિત્ત પાર્શ્વકુમારને ઝંખે છે. તેની સખી પાસેથી પ્રસેનજિત રાજાને ખબર પડી ત્યારે તે પણ આ સાંભળીને ખુશ થયા. આ ખબર કલિંગ દેશના મહારાજા યવને જાણ્યા ત્યારે તે પ્રભાવતીને પામવા માટે સૈન્ય લઈને ચડી આવ્યા છે. આથી પ્રસેનજિત રાજાએ મને આપની પાસે દૂત તરીકે મોકલ્યો છે. હું તેનો મિત્ર પુરુષોત્તમ છું." (052 ) ૨૨. Page #235 -------------------------------------------------------------------------- ________________ આવી ઘટના સાંભળતા અશ્વસેન રાજાએ કહ્યું, "હું છું છતાં પ્રસેનજિત રાજાને શેનો ભય છે? મારી ફરજ છે છે તેમનું રક્ષણ કરવાની, માટે હું જ યવન પર આક્રમણ કરીશ." આ વાત થતી હતી ત્યાં જ રાજા અશ્વસેન | રણભેરીનો નાદ કરાવ્યો. આ સાંભળી પાર્શ્વકુમાર દોડી આવ્યા. પિતાને પ્રણામ કરીને બેઠાં, ત્યારે તેમને આખી | વાતની ખબર પડી. પરાક્રમી અને આજ્ઞાંકિત પુત્ર હોય ત્યારે પિતાને ડર શેનો હોય? તેમણે અશ્વસેન રાજાને આગ્રહ કર્યો કે તેમની બદલે તે પોતે જ યવન પર આક્રમણ કરશે અને પ્રસેનજિત રાજાને મદદ કરશે. પોતાના પુત્રના બાહુબળમાં વિશ્વાસ હતો. તેણે આ વાતનો સ્વીકાર કર્યો. સૂર્ય જેવા તેજથી શોભતા પાર્શ્વકુમાર વિવિધ આયુધોથી સજજ થઈ પ્રસેનજિત રાજાની મદદે જવા કુશસ્થળ નજીક પહોંચ્યા યુદ્ધની નીતિ અનુસાર તેમણે પ્રથમ એક દૂતને યવનરાજા પાસે મોકલ્યો દૂતે પાર્શ્વકુમારનો સંદેશો આપીને કહ્યું, હે યવન રાજ! તમે કરેલ અપરાધ બદલ પાર્શ્વકુમાર તમને માફ કરશે, જો તમે તત્કાલ પ્રસેનજિત રાજાનો વિરોધ કરવાનું છોડી દેશો તો." આ વાત સાંભળી યવનરાજ અતિશય ગુસ્સે થયો. પરંતુ તેમના સુભટો અને મંત્રીએ તેને પાર્શ્વકુમારના પરાક્રમની વાત કરી અને તેમના શરણે જવામાં જ પોતાનું ભલું છે એમ સમજાવ્યું. યવનરાજને પોતાની ભૂલ સમજાણી અંતે તે પોતે જ પાર્શ્વકુમારનું શરણ સ્વીકારવા ગયો. પાર્શ્વકુમારની ચતુરંગી સેના અને તેની શોભા જોતા યવનરાજ અચંબામાં પડી ગયો. છેવટે તેણે પાર્શ્વકુમાર પાસે માફી માગી. આ જોઈ પાર્શ્વકુમારે મહાવિજયથી હર્ષ પામી, ઉલ્લાસ સાથે યવનરાજાને માફી આપી. પ્રસેનજિત રાજા પાર્શ્વકુમારની પોતાના તરફની લાગણીથી ભાવવિભોર બની ગયા. જયારે દૂતે તેમને આ વિજયના સમાચાર આપ્યા ત્યારે તે પ્રભાવતીને લઈ ત્યાં આવ્યા અને વિનંતી સાથે કહેવા | "હે નાથ, જે રીતે તમે મારા પર ઉપકાર કર્યો છે, એ રીતે તમે મારી દીકરી પ્રભાવતી પર પણ ઉપકાર કરો. તેનો તમે સ્વીકાર કરી મારું જીવન ધન્ય બનાવો." પ્રભાવતીએ જયારે આ શબ્દો સાંભળ્યા ત્યારે પોતાના પ્રિયજનને મેળવવા માટે તે ઉત્સુક થઈ પાર્શ્વકુમાર સામે જોઈ રહી. પાર્શ્વકુમાર તો પિતાના આજ્ઞાપાલક હતા. પ્રભાવતી વિષેની વાત પિતાને જાણ કર્યા વગર કઈ રીતે સ્વીકારી શકે ? આથી તેમણે એ સમયે આ વાતનો અસ્વીકાર કર્યો. આ ઉપરાંત, પાર્શ્વકુમાર તો સંસારમાં વિકરત ભાવથી જ પોતાના કર્તવ્યો કરતા હતા. તેથી લગ્ન કરવાનો વિચાર પણ તેમણે કર્યો ન હતો. છેવટે પાર્શ્વકુમાર ત્યાંથી વિદાય થયા. પ્રભાવતી તો પાર્શ્વકુમાર સાથે જ લગ્ન કરવા માગતી હતી. આથી પ્રસેનજિત રાજાએ અશ્વસેન રાજા પાસે જઈ આ માગણી કરવા વિચાર્યું. તે પ્રભાવતીને લઈ ત્યાં આવી પહોંચ્યા. અશ્વસેન રાજાએ પૂરા આદરભાવ સહિત તેમનું સ્વાગત કર્યું. પ્રસેનજિત રાજાએ પોતાના મનની વાત કરતા કહ્યું, " હે મહારાજા! તમે અમારા રક્ષક છો. પણ તમારા પ્રત્યે મારી એક નમ્ર પ્રાથર્ના છે કે મારી પ્રભાવતી નામની કન્યાને શ્રી પાર્શ્વકુંવર માટે સ્વીકાર કરો." આ વિનંતીથી અશ્વસેન રાજાએ પાર્શ્વકુમારને પ્રભાવતી સાથે લગ્ન કરવા આગ્રહ કર્યો. પાર્શ્વકુમારે ઘણી આનાકાની કરી પરંતુ પિતાની ઇચ્છા ખાતર તેમણે પ્રભાવતીનો સ્વીકાર કર્યો. આજ્ઞાપાલક પુત્ર પોતાની ઈચ્છાને | વડીલોની ઈચ્છા પાસે ગૌણ ગણે છે. પોતાના કર્મના પ્રભાવથી ભોગાવલિ કર્મો ભોગવવા પડે, એ વાત પોતે (153 Online Page #236 -------------------------------------------------------------------------- ________________ જાણતા હતા, તેથી તે પ્રભાવતી સાથે સમય પસાર કરવા લાગ્યા. એક વખત પાર્શ્વકુમાર પોતાના મહેલના ઝરુખે બેઠા બેઠા વારાણસી નગરીના દર્શન કરતા હતા. એ સમયે કેટલાક લોકો પૂજાની સામગ્રી લઈ જતા હતા. તપાસ કરતા ખબર પડી કે ગામની બહાર કઠ નામનો એક તાપસ પંચાગ્નિ તપ કરતા હતા માટે નગરજનો તેની પૂજા માટે જતા હતા. આ કઠ એટલે નવમાં ભવે નરકમાં જન્મેલો કમઠનો જીવ આ ભવે ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં ઉત્પન્ન થયો હતો. થોડા સમયમાં માતા-પિતા વગેરે મૃત્યુ પામતા દુઃખી સ્થિતિ ભોગવતો હતો. પુરતું ભોજન પણ તેને મળતું ન હતું. એક વખત ધનાઢય પુરુષોને જોઈ તેને થયું કે આ પરિણામ પૂર્વભવના તપનું હોવું જોઈએ. આમ વિચારી તે તાપસ થયો અને વિવિધ પ્રકારના તપ કરવા લાગ્યો. પાર્શ્વકુમાર પણ નગરજનોને જોઈ તે પંચાગ્નિ તપને જોવા માટે પરિવારસહિત ગયા. અગ્નિકુંડમાં વચ્ચે મૂકેલા કાષ્ટને જોઈ પાર્શ્વકુમારને અવધિજ્ઞાનથી જાણવામાં આવ્યું કે તેમાં સર્પ બળી રહ્યો છે. તરત જ તેમણે તે તાપસને આ વાતની જાણ કરી. તાપસ ગુસ્સે થતા બોલ્યો, ''તમે તો હાથી-ઘોડા પર બેસનાર અને યુદ્ધો કરનાર. તમને આવા મુનિઓના ધર્મમાં શી ખબર પડે ?' પાર્શ્વકુમારે સેવકને આજ્ઞા કરી અને તે કાષ્ટને બહાર કઢાવ્યું. તેના ઉભાં ટૂકડા કરવાની આજ્ઞા કરી. ટૂકડા થતાં જ તેમાંથી મોટો સર્પ નીકળ્યો. જરા બળેલો એ સાપ જોઈ તાપસ પણ ક્ષોભ પામ્યો. પાર્શ્વકુમારે તે સર્પને નવકાર સંભળાવવાની આજ્ઞા અને પચ્ચખાણ કરાવ્યા. સર્પનું આયુષ્ય પૂર્ણ થયું. તે મૃત્યુ પામી નાગકુમાર નિકાયમાં ધરણેન્દ્ર નામે નાગરાજ થયો. કઠ તાપસ આ બનાવથી વધુ ઉગ્ર થયો અને વધુ કષ્ટકારી તપ કરવા લાગ્યો છેવટે તે ત્યાંથી મૃત્યુ પામી મેઘકુમાર નિકાયમાં મેઘમાલી નામે દેવતા થયો. આ બાજુ પાર્શ્વકુમાર પરિવાર સહિત રાજમહેલમાં પાછા પધાર્યા. સંસારમાં વિરકત ભાવે રહેનારને કોઈ નિમિત્ત મળી જાય તો તે સંસાર છોડી દે છે. પાર્શ્વકુમાર પણ હવે પોતાના ભોગકર્મ પૂરા થયાનું જાણી દીક્ષા લેવા વિચારતા હતા. આ સમયે લોકાંકિત દેવોએ આવીને પાર્શ્વકુમારને વિનંતી કરતા કહ્યું, 'હે નાથ ! તીર્થને પ્રવર્તાવો.' આ સાંભળી કુબેરની આજ્ઞાથી દેવતાઓએ પૂરેલા દ્રવ્ય વડે પ્રભુએ વાર્ષિક દાન દેવાનું શરૂ કર્યું. આ દાનના પ્રભાવે ગરીબ લોકોનું દારિદ્ર દૂર થયું. પ્રભુની દીક્ષાનો અવસર નજીક આવતા ઈન્દ્રાદિક દેવોએ અવધિજ્ઞાન વડે જાણ્યું ત્યારે શક્રાદિક ઈન્દ્રોએ પ્રભુના દીક્ષા મહોત્સવ ઉજવવા માટે અભિષેક કર્યો. દેવો તથા માનવો વહન કરી શકે એવી વિશાલા નામની શિબિકા રચી. પ્રભુ આ શિબિકામાં બેસી આશ્રમપદ નામના ઉદ્યાનમાં પધાર્યા. પૃથ્વી પટ પર અને આકાશમાં દેવવિમાનોથી વાતાવરણ ઉલ્લાસમય બની ગયું. ઉદ્યાનમાં વૃક્ષો નવપલ્લવિત થયા. ચોતરફ સુગંધની લહેરો ઉડવા લાગી. ત્રીસ વરસની યુવાન વયે રૂપ લાવણ્ય અને વસ્ત્રાલંકારોથી મનોહર શોભા ધરાવતા પાર્શ્વકુમારને જોવા પકૃત્તિ પણ ઉત્સુક બની હતી. પળવારમાં આ અલંકારોનો ત્યાગ થવાનો હતો. તેથી પરિવારમાં ગ્લાનિનો ભાવ પણ હતો. પાર્શ્વકુમાર શિબિકામાંથી નીચે ઉતર્યા. વસ્ત્ર અને અલંકારો તજી દીધા. ઈન્દ્ર દ્વારા અર્પતિ દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુએ ધારણ કર્યું. પોષ વદ અગિયારસના ચંદ્રનું સ્થાન અનુરાધા નક્ષત્રમાં હતું, ત્યારે આ રીતે પાર્શ્વકુમારે ત્રણસો રાજા સાથે અઠ્ઠમ તપ કરીને દીક્ષા ગ્રહણ કરી. તરત જ પ્રભુને ચોથુ જ્ઞાન - મનઃ પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. બીજા દિવસે કોપટક નામના ગામમાં ધન્ય નામે ગૃહસ્થના ઘેર પ્રભુએ ખીર પારણું કર્યું. ત્યાં દેવતાઓએ પંચ 154 Page #237 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય પ્રગટ કર્યાં. પ્રભુના પગલાં જે સ્થળે પડયાં તે સ્થળે પીઠિકા તૈયાર થઈ. આ પછી ફરતા ફરતા પ્રભુ એક નગર પાસે આવેલા તપાસના આશ્રમ પાસે આવી પહોંચ્યાં. સૂર્યાસ્તનો સમય થવાથી પ્રભુ તે જ સ્થળે કાર્યોત્સર્ગમાં સ્થિર થયા. આ સમયે કમઠ યોગીનો જીવ પ્રભુ સાથે પ્રથમથી જ જે વેરભાવથી જોડાયેલો હતો હાલ મેઘમાળી દેવતા થયો હતો, તેણે ધારદાર દાઢોવાળા વજ્ર જેવા નખવાળા અને ભયંકર નેત્રોવાળા ક્રુર સિંહો વિકર્યા. પરંતુ પ્રભુતો પોતાના ધ્યાનમાં સ્થિર હતા. મેઘમાળી આથી વધુ ગુસ્સે થયો તેણે ભયંકર હાથી વિકર્ષ્યા તો પણ શાંત અને સમાધિભાવથી યુકત પ્રભુના ધ્યાનમાં કાંઈ ફેરફાર થયો નહીં. આ પછી રીંછ, ચિત્તા, વીંછી, દષ્ટિવિષ સર્પો, વેલા અને ઝાડ પર લટકતા સર્પો વગેરેનો ઉપદ્રવ શરૂ કર્યો. મેધમાળી આમ એક પછી એક ઉપદ્રવ કરતો રહ્યો છતાં પણ પ્રભુ પોતાની ધ્યાનાવસ્થામાંથી ચલિત થયા નહી. અંતિમ ઉપદ્રવ તરીકે છેવટે મેઘમાળીએ આકાશમાં કાળ જેવી વિજળી સાથે મેઘનું તાંડવ શરૂ કર્યું. અણીદાર બાણ જેવી વરસાદની ધારથી આજુબાજુના પ્રાણી પક્ષીઓ પણ જીવ બચાવવા નાસભાગ કરવા લાગ્યા. પાર્શ્વપ્રભુ અત્યારે પણ ધ્યાનમાં સ્થિર હતા. તેમના ઘૂંટણ સુધી પાણી પહોંચ્યું. ક્ષણવારમાં તો પ્રભુના કંઠ સુધી પાણી પહોંચ્યું, છતાં પણ તેઓ જરા ચલિત થયાં નહીં. આ સમયે ધરણેન્દ્રનું આસન કંપિત થયું. તેણે અવધિજ્ઞાન થી જોયુંતો ખબર પડી કે પૂર્વે જે કમઠ તાપસ હતો તે મેધમાળી દેવ થઈને પ્રભુ પ૨ ઉપસર્ગો કરી રહ્યો છે અને પ્રભુએ જ પોતાના જીવની એ સમયે અગ્નિના કૂંડમાંથી રક્ષા કરી હતી. તરતજ ધરણેન્દ્ર પ્રભુની પાસે આવી પહોંચ્યો. તેણે પ્રભુને નમસ્કાર કર્યા અને પ્રભુના ચરણની નીચે એક લાંબા નાળવાળું સુવર્ણકમળ વિકુર્વ્ય. પોતાની કાયા પ્રભુની પીઠ અને પડખાને સાત ગ્ણાથી ઢાંકી દઈ માથા પર છત્ર જેમ ફણાંને ફેલાવી દીધી. આ રીતે ઉંચા કમળનાં આસન પર સ્થિર પ્રભુ જાણે આકાશમાં દેવવિમાનમાં બેઠા હોય એમ શોભી રહ્યાં હતાં. - આ જોઈ મેઘમાળી સ્થિર થઈ ગયો. પછી ધરણેન્દ્ર તેને સમજાવ્યો, ''તારા પર ઉપકાર કરી તને પાપમાંથી બચાવ્યો તે તારા જ ભાઈ પર તું આ શું કરે છે તેનું તને ભાન છે ?'' આ સમયે મેધનાળીને સાચુ ભાન થયું. તે પોતે મનથી પોતાની જાતને દોષિત ગણી પસ્તાવો કરવા લાગ્યો. છેવટે પોતે ઉભા કરેલાં મેધમંડળને સંહરી લઈ તે પ્રભુના શરણમાં આવ્યો અને માફી માગવા લાગ્યો. આ રીતે ક્ષમા યાચના કરતો જોઈ પ્રભુએ મેઘમાળીને માફી આપી હવે પ્રભુ ઉપસર્ગરહિત છે તે જાણી ધરણેન્દ્ર પણ પોતાના સ્થાને પાછા ગયા. શ્રી પાર્શ્વપ્રભુ અનુક્રમે વિહાર કરતા વારાણસી નગરી પાસે આશ્રમપદ ઉધાનમાં આવી ધાતકી વૃક્ષ નીચે કાર્યોત્સર્ગમાં સ્થિર થયા. પ્રભુની દીક્ષા પછીના ચોરાસી દિવસો પછી તેમના તમામ ધાતી કર્મો તૂટી ગયા. ચૈત્ર વદ ચોથે ચંદ્રનું જયારે વિશાખા નક્ષત્રમાં સ્થાન હતું, ત્યારે પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે ઈન્દ્રનું સિંહાસન કંપ્યું. તેમણે અવધિજ્ઞાન વડે પ્રભુના કેવળજ્ઞાન વિષે જાણ્યું. તેથી દુંદુભિનાદથી અન્ય ઈન્દ્રાદિ દેવતાઅલ પણ પ્રભુનાં કેવળજ્ઞાનનો મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. પહેલા તો પ્રભુ માટે તેઓએ વિધિપૂર્વક સમવસરણની રચના કરી. સુન્દર સમવસરણમાં વચ્ચે સત્તાવીસ ધનુષ્ય ઉંચુ ચૈત્યવૃક્ષ વચ્ચે રત્નજડિત સિંહાસન તૈયાર કર્યું. પ્રભુએ સમવસરણમાં પૂર્વદ્વારથી પ્રવેશ કર્યો. ''તીશ્ચયનમઃ'' કહીને તેઓ સિંહાસન પર પૂર્વસન્મુખ થઈને બીરાજયા. વ્યંતર દેવતાઓએ પ્રભુના જેવા જ બીજા ત્રણ બિંબોને અન્ય ત્રણ દિશાઓમાં સ્થાપિત કર્યા. 155 ➖➖➖➖➖ Page #238 -------------------------------------------------------------------------- ________________ આ રીતે વિધિપૂર્વક તૈયારી થયા પછી જયારે પ્રભુ સિંહાસન પર બેઠા ત્યારે બારે પર્ષદાએ પણ સમવસરણમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું ના સમયે અશ્વસેન રાજા પણ પરિવાર સહિત પ્રભુની દેશના સાંભળવા આવી પહોંચ્યા રાજા અશ્વસેને અને શકરેન્દ્ર પોતાનું સ્થાન લીધું એ પછી પ્રભુને દેશના આપવા માટે વિનંતી કરી. પ્રભુએ પોતાની મધુરવાણીમાં બધાને ઉપયોગી એવી ક્રિયાઓ અને તેનાથી લાગતા અતિચારો વિષે પંદર કર્માદાન વિષે તેમજ સાધુ માટે સર્વવિરતિ ધર્મનું સ્વરૂપ અને શ્રાવકો માટે દેશવિરતિ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. આ પ્રમાણે પ્રભુની વાણી સાંભળ્યા પછી ઘણાએ દીક્ષા લીધી. કેટલાકે શ્રાવક ધર્મ સ્વીકાર્યો. આ દેશના સાંભળી અશ્વસેન રાજા, વામાદેવી અને પ્રભાવતીએ પણ દીક્ષા ગ્રહણ કરી. પ્રભુને આર્યદત્ત વગેરે દસ ગણધરો થયા. પ્રથમ પૌરુપીમાં આર્યદત્ત ગણધરે દેશના આપી. એ પૂર્ણ થતા બારે પર્ષદામાં રહેલા સૌ પોતાના સ્થાનકે ગયા. શ્રી પાર્શ્વનાથના તીર્થમાં શ્યામવર્ણ, ચાર ભુજાવાળો, કાચબાના વાહનવાળી સુવર્ણ જેવા વર્ણવાળી ચાર ભુજા રાણી પદ્માવતી નામે પક્ષણી શાસનદેવ થઈ. બન્નેની સેવા ધારણ કરનાર શ્રી પાર્વપ્રભુ કેવળજ્ઞાન પછી પૃથ્વી તલ પર વિહાર કરવા લાગ્યા. એક વખત તામ્રલિપ્તી નગરીમાં સાગરદત્ત નામે ગુણવાન વણિકપુત્ર હતો. તે પૂર્વ ભવના કોઈ પ્રસંગથી | આ મને સ્ત્રીઓ પ્રત્યે નફરતની લાગણી અનુભવતો હતો. પરંતુ જેણે તેને પૂર્વભવમાં જીવાયો હતો તે ગોકુલી નામની સ્ત્રી આ ભવે વણિક કુટુંબમાં જન્મી. યૌવનવય પામતા તે રૂપવાન અને ગુણવાન સ્ત્રીએ જયારે સાગ દત્તની વાત જાણી ત્યારે પોતાની બુદ્ધિ અને પૂર્વભવના ઋણાનુંબંધથી સાગરદત્તનું હૃદય જીતી લીધું. તેની સાથે લગ્ન થયા પછી સાગરદત્ત મોટો વેપારી થયો. એક વખત રત્નોથી ભરેલા વહાણને જોઈ પોતાના જ ખલાસીઓએ તેને સાગરમાં ફેંકી દીધો. છેવટે કોઈ લાકડાના ટૂકડાના પ્રભાવે તે બચી ગયો. અંતે તે વહાણના ખલાસીઓએ તેની માફી માગી આ રીતે છેતરાયા પછી અને એક વખત શ્રી પાર્શ્વપ્રભુ પાસેથી ધર્મોપદેશ સાંભળ્યા પછી સાગરદત્તે દીક્ષા લીધી. આમ શ્રી પાર્શ્વપ્રભુએ વિહાર કરતા કરતા સાગરદત્ત ઉપરાંત બંધુદત્ત અને બીજા અનેક લોકોને ઉત્તમ માર્ગે વાળ્યા. પ્રભુના પરિવારમાં સોળ હજાર સાધુઓ, સાડત્રીસ હજાર અને ચારસો અવધિજ્ઞાની, સાડા સાતસો મનઃ પર્યવ જ્ઞાની, એક હજાર કેવળજ્ઞાની અગિયારસો વૈક્રિય લબ્ધિવાળા છસો વાદલબ્ધિવાળા, એક લાખ ચોસઠ હજા- શ્રાવકો અને ત્રણ લાખ સત્યોતેર હજાર શ્રાવિકાઓ હતા. શ્રી પાર્શ્વનાથ પ્રભુ પોતાનો નિર્વાણ સમય નજીક આવેલો જાણી સમેતશિખરે પધાર્યા. હવે તેમને મોક્ષમાં જવ ને એક માસ બાકી હતો. તે સમયે તેઓની સાથે તેત્રીસ મુનિઓ હતા. પ્રભુ સાથે તેઓ પણ અનશન શરૂ કરી ત્યાં જ સમાધિપૂર્વક રહ્યા. શ્રાવણ સુદ આઠમના શુભ સમયે પ્રભુએ શરીરને છોડી ઉર્ધ્વગમનનો માર્ગ ગ્રહણ કયો. સંસાર દશાને છોડી તેઓ સિદ્ધદશાને પામ્યા સાથેના બીજા ત્રીસ મુનીઓ પણ મોક્ષ પદને પામ્યા. આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ગૃહસ્થપણામાં ત્રીસ વર્ષ અને દીક્ષા પર્યાય (વ્રત પાળવામાં) સીત્તેર વર્ષ 'પસાર કર્યા. આ રીતે કુલ સો વર્ષનું આયુષ્ય ભોગવ્યું. શ્રી નેમિનાથ પ્રભુ પછી ત્રાસી હજાર સાતસો પચાસ ૮૩૭૫૦) વર્ષ પછી પાર્શ્વપ્રભુ નિર્વાણ પામી મોક્ષપદ પામ્યા. આ સમયે ઈન્દ્રાસન કંપિત થયું, તેથી અવધિજ્ઞાન મુજબ ઈન્દ્રાદિક દેવોએ પ્રભુના નિર્વાણને જાણ્યું. તેઓ (156 ) Page #239 -------------------------------------------------------------------------- ________________ સ્વકર્મ અને વિધિ અનુસાર પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. સમેતશિખરે જયાં પ્રભુ અનશનધારી બન્યા હતા તે પારસનાથ હીલા તરીકે જાણીતી છે. તેને સુવર્ણ ભદ્ર | તરીકે પણ ઓળખાય છે. - ત્રણ જગતના નાથ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રને શ્રદ્ધાથી વાંચવા - સાંભળવાથી અનેક વિપત્તિઓનો નાશ થાય છે. એવા ક્ષમામૂર્તિ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર અહિં પૂર્ણ થાય છે. Iulill રિએ જ ધ ૩ ૪ ૫ ૬ | ચૌદ રાજલોક (157) Page #240 -------------------------------------------------------------------------- ________________ AAADATTA ॥ श्री वर्द्धमानस्वामी ॥ AGATMAL ST ANDARAMA ACAMATA 000000 0000000 000 SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR SHRI JAIN ATMANAD SABHA KHAR GATE, BHAVNAGAR मातंग यक्ष सिध्ययिका देवी ॥ श्री वर्द्धमानस्वामी ॥ SHRIMATEVIR NATHAYA SANATHAYAD BHUTSHRIYA MAHANANDA SARORAJ MARALAYARHATE NAMAH श्रीमते वीरनाथाय, सनाथायाद्भुतश्रिया । महानन्दसरोराज-मरालायाहते नमः ॥२४॥ Forte Dorcollie Only www.lainelibrary.org Page #241 -------------------------------------------------------------------------- ________________ ફોટો ફોટો સૌજન્ય સૌજન્ય શ્રી મહાવીર સ્વામી ભગવાન શ્રી હિંમતલાલ ચાંપશીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ 'હ. શ્રી ભુપેન્દ્રભાઈ એસ. શાહ-ભાવનગર ( સ્તુતિ શ્રી સિદ્ધાર્થ નરેન્દ્રના કુલનાભે, ભાનુ સમા છો વિભુ, હારા ચિત્ત ચકોરને જિન તમે, છો પૂર્ણ ચંદ્ર પ્રભુ, પામ્યો છું પશુતા તજી સુરપણું, હું આપના ધર્મથી, રક્ષા શ્રી મહાવીર દેવ મુજને, પાપી મહાકર્મથી. ચૈત્યવંદન) સિદ્ધારથ સુત વંદિયે, ત્રિશલાનો જાયો; ક્ષત્રિય કુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયો. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; બહોંતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ૨ ખિમવિજય જિનરાયન એ, ઉત્તમ ગુણ અવદાત; સાત બોધલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત. ૩ વી. ૧ વી, ર સ્તવન વીરજીને ચરણે લાગું, વીરપણું તે માંગરે; મિધ્યામોહતિમિર ભય ભાગ, જીત નગારૂં વાગુરે. છઉમથ વીરય લેસ્યા સંગે, અભિસંધીજ મતિઅંગેરે; સૂક્ષમ ડ્યૂલ ક્વિાને રંગે, યોગી થયો ઉમંગેરે. અસંખ્યપ્રદેશ વીર્યઅસંખ, યોગઅસંખિતઝંખેરે; પુદગલગણ તિણે લ્વે સુવિશેષે, યથાસકતિ મતિ લેખેરે. ઉતકૃષ્ટ વીરયને વસે, યોગક્યિા નવિ પેસેરે; યોગતણી ધ્રુવતાને લેશે, આતમસ કીર્તિ ન બેસેરે. કામવીર્ય વશે જિમ ભોગી, તિમ આતમ થયો ભોગી; સૂરપણે આતમ ઉપયોગી, થાય તેહનેં અયોગીરે. વીરપણું તે આતમઠાણે, જાગ્યું તેમચી વાણેરે; ધ્યાનવિનાણે સકતિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણેરે. આલંબન સાધન જે ત્યાગે, પરંપરિણિતિનેં ભાગેરે; અક્ષયદર્શન ગ્યાનવિરાગે, આનંદઘન પ્રભુ જાગેરે. વી.૪ વી.પ વી; વી. ૭ ન થાય છે મહાવીર નિણંદા, રાય સિદ્ધાર્થ નંદા, લંછન મૃગેંદા, જાસ પાયે સોહંદા; સુર નર વર અંદા, નિત્ય સેવા કરંદા; ટાળે ભવફંદા, સુખ આપે અમંદા. ( 24 ) . Page #242 -------------------------------------------------------------------------- ________________ ક, શ્ર મહાલોર સ્વામી ભગવાજ ચાર હે જ્ઞાન જયોતિ ધારક માતા સરસ્વતી ! અનંત ગુણના ભંડાર, લોકોત્તર ચરિત્રના નાયક, અનંત અરિહંતોમાં અનન્ય એવા શ્રી મહાવીર સ્વામીની જીવનકથાને શી રીતે કંડારી શકાય ? છતાં યથાશકિત તેને પામવાની ઈચ્છામાં આપ આપના જ્ઞાન કિરણોનો પ્રકાશ પહોંચાડી કૃતાર્થ કરો એવી પ્રાર્થના. શ્રી મહાલ્યોર સ્વામીના સત્તાસ ભયો નીચે પ્રમાણે છે: પહેલો ભવ - પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામે ગ્રામપતિ બીજો ભવ - સૌધર્મ દેવલોકમાં દેવતા ત્રીજો ભવ - ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર શ્રી હષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ ચોથો ભવ - પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવતા પાંચમો ભવ - કોલ્લાગ સન્નિવેશમાં કૌશિક નામે બ્રાહ્મણ છઠ્ઠો ભવ - સ્થણાપુરી નગરીમાં બોતેર લાખ પૂર્વના આયુષ્યવાળા પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ સાતમો ભવ - પ્રથમ સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવતા આઠમો ભવ - ચૈત્ય સન્નિવેશમાં સાઠ લાખ પૂર્વ વર્ષના આયુષ્યવાળા અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ નવમો ભવ - બીજા ઈશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવતા દસમો ભવ . - મંદિર સન્નિવેશ (મંદરપુર)માં છપ્પન લાખ પૂર્વ વર્ષના આયુષ્યવાળા અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ અગિયારમો ભવ - સનકુમાર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવતા બારમો ભવ - શ્વેતાંબી નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ તેરમો ભવ - મહેન્દ્ર કલ્પમાં મધ્યમ સ્થિતિવાળા દેવતા ચૌદમો ભવ - રાજગૃહ નગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ ........(158). ... ... L Page #243 -------------------------------------------------------------------------- ________________ પંદરમો ભવ - બ્રહ્મ દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળા દેવતા સોળમો ભવ - રાજગૃહ નગરમાં વિશ્વભૂતિ નામે રાજા સત્તરમો ભવ – મહાશુક્ર નામે દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતા અઢારમો ભવ - પોતનપુર નગરમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ ઓગણીસમો ભવ - સાતમી નરકમાં વીસમો ભવ - કેસરી સિંહ એકવીસમો ભવ - ચોથી નરકમાં બાવીસમો ભવ - મનુષ્ય - વિમલરાજા ત્રેવીસમો ભવ - અપરવિદેહમાં મુકાનગરીમાં ધનંજય રાજાના પૂત્ર - પ્રિય મિત્ર નામે ચક્રવર્તી ચોવીમો ભવ - મહાશુક્ર દેવલોકે સર્વાર્થ નામના વિમાનમાં દેવતા પચીસમો ભવ - ભરતખંડમાં છત્રાનગરીમાં જિતશત્રુ નામે રાજાના નંદન નામે પુત્ર છવ્વીસમો ભવ - દસમાં પ્રાણાત દેવલોકમાં, પુષ્પોતેર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવતા સત્તાવીસમો ભવ – જંબૂદ્વીપની ભરતક્ષેત્રમાં – ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન ભલ પટેલ જેમના જીવનમાં અહિંસાનો પ્રકાશ પથરાયેલો હતો, સત્યનો સૂર્ય ઝળહળતો હતો, અસ્તેયનો મહિમા, બ્રહ્મચર્યનો આવિર્ભાવ અને અપરિગ્રહની અજોડ સિદ્ધિ જોવા મળતી હતી એ મહામાનવ મહાનવિભૂતિ અને મહાનવીર તરીકે જેની ગણના થાય છે એ શ્રી જૈન ધર્મની વર્તમાન ચોવીસીના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર પ્રભુ. આવા શ્રી વીર પ્રભુના પ્રથમ ભવનું વર્ણન આ પ્રમાણે છે. આ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં રત્ન સમાન મહાવપ્ર નામના વિજયમાં આવેલી પુનિત નગરી જયંતીમાં મહાપ્રભાવક અને ધર્મપ્રિય એવા શત્રમર્દનરાજા હતા. તે હંમેશા પ્રજાનું પાલન કરવામાં પોતાની મહાનતા ગણતા હતા. આ નગરીની પાસે પૃથ્વી પ્રતિષ્ઠાન ગામમાં નયસાર નામે ગુણગ્રાહી અને ધર્મરક્ષક મુખી રહેતો હતો. તે સાથે રાજાને પણ વફાદાર હતો, તેથી રાજા શત્રમર્દન તેનાથી ખૂબ જ પ્રભાવી હતા. એક વખત રાજાની આજ્ઞાથી નયસાર તેની સાથે સેવકોને લઈ એક જંગલમાં લાકડા લેવા ગયો. ભોજનનો સમય થયો એટલે નયસારના સેવકો તેની માટે નિર્દોષ આહાર લઈ આવ્યા. નયસાર ધર્મપ્રિય હતો એટલે પોતે ભોજન લેતા પહેલા કોઈ અતિથિને ભોજન આપવામાં પોતાને ભાગ્યશાળી ગણતો હતો. સાચી ભકિત તેનું | ઉચિત ફળ આપે જ છે. નયસાર અતિથિની રાહ જોતો હતો એ સમયે ભૂખ અને તરસથી વ્યાકૂળ બનેલા કેટલાક 1 (159) Page #244 -------------------------------------------------------------------------- ________________ મુનિઓ એ બાજુ આવી ચડયા. જેમ ચાતક પક્ષી વાદળ જોઈને ખુશ થાય કે સૂર્યના આગમનથી સુરજમુખી હસી છે ઊઠે એ રીતે મુનિ ભગવંતોને જોઈ નયસાર આનંદ પામ્યો. છતાં આ જંગલમાં તેઓ કઈ રીતે આવ્યા હશે એમ વિચારી તેણે મુનિ ભગવંતોને પૂછયું, "હે મુનિ ભગવંતો! આપ સૌ આ જંગલમાં કઈ રીતે આવી ચડ્યા? આ ભયંકર જંગલમાં સશસ્ત્ર લોકો પણ આવતા ડરે છે!" નયસારનો આ આશ્ચર્ય ભરેલો પ્રશ્ન સાંભળી મુનિ ભગવંતોએ જણાવ્યું. "અમે જયારે અમારા સ્થાનેથી નીકળ્યા ત્યારે એક સાથે અમારી સાથે હતો, અમે એક જગ્યાએ ભિક્ષા લેવા માટે ગયા ત્યારે રસ્તામાં અમારાથી એ છૂટો પડી ગયો. અમે તેની શોધમાં છેક અહીં સુધી આવી ગયા. આ રીતે તમે મળવાથી અમે ખુશ થયા છીએ." નયસારને સાર્થનું આવુ અવિવેકી વર્તન ન ગમ્યું પરંતુ પોતાના પુણ્યોદય માટે તે ધન્યતા અનુભવવા લાગ્યો. પોતાના ભોજનમાંથી તેણે તે મુનિભગવંતોને ખૂબ જ ભકિતભાવથી વહોરાવ્યું. મુનિ ભગવંતો પોતાના સ્થાને ગયા અને આહારપાણી વાપર્યા. નયસાર તેમની સાથે રસ્તો બતાવવા ગયો. વચ્ચે એક ઝાડની નીચે તેઓએ નયસારને ધર્મ સંભળાવ્યો. "તેજીને ટકોરો બસ" એ મુજબ નયસાર ધન્યતા અનુભવી તે ધર્મ વિષે ચિંતન કરવા લાગ્યો. મુનિ ભગવંતો નયસારની ભકિતથી ખુશ થઈ પોતાના માર્ગે આગળ વધ્યા. નયસાર પોતાના સેવકોની સાથે લાકડા લઈ ગામમાં પાછો આવ્યો મુનિ ભગવંતોએ આપેલા ઉપદેશ વખતે જ નયસારનો આત્મા ઉન્નત સ્થાને પહોંચવા સમકિત પ્રાપ્ત કરી ચૂક્યો હતો. હવે તે ધર્મમાં પ્રવૃત્ત થઈ સમકિતનું પાલન કરતો હતો. ધીમે ધીમે નમસ્કાર મંત્રના સ્મરણ સાથે તે ધર્મચિંતન અને કર્તવ્યમાં સમય પસાર કરતો હતો. અંતે તે સમાધિપૂર્વક મૃત્યુ પામ્યો. આ રીતે નયસારે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. ( ભવ બોજો | નયસારે સમકિત પ્રાપ્ત કર્યા પછી ધર્મ આરાધનાના ફળ સ્વરૂપે બીજા ભવે દેવલોકમાં સ્થાન પ્રાપ્ત કર્યું. તે સૌધર્મ નામના દેવલોકમાં એક પલ્યોપમના આયુષ્યવાળા દેવતા તરીકે ઉત્પન્ન થયો. દેવલોકમાં અનુપમ સુખ ભોગવવા છતાં, પૂર્વ ભવના ધર્મ, ભકિત, વૈયાવચ્ચ, જીવદયા અને સાધર્મિક ભકિતનાં પરિણામે દેવલોકમાં પણ તે ઉત્કૃષ્ટ આરાધનામાં સ્થિર થયો. તેણે નંદિશ્વરાદિ તીર્થમાં અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. આ રીતે સમકિતને નિર્મળ બનાવી ઉત્તમ પુણ્ય પ્રાપ્ત કર્યું. ( 160 ) Page #245 -------------------------------------------------------------------------- ________________ ભવ ગોજા ભરતક્ષેત્રની વિનીતા નગરીમાં ભગવાન શ્રી ઋષભદેવના ચક્રવર્તી પુત્ર ભરત મહારાજાનું શાસન ચાલતું હતું. તેમના પત્નિ વામાદેવીની કુક્ષીમાં દેવગતિમાં દેવતાનું આયુષ્ય પૂર્ણ કરી નયસારનો જીવ પુત્ર તરીકે અવતર્યો. તેના જન્મ સમયે આસપાસ કિરણો જેવું તેજ પથરાયું હતું તેથી તેનું નામ મિરિચ રાખવામાં આવ્યું. ભગવાન ઋષભદેવજી દીક્ષા બાદ એક હજાર વર્ષ સુધી છહ્મસ્થપણે વિહાર કરતા હતા. તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે ભરત મહારાજા પોતાના પરિવાર સહિત પ્રભુને વંદન કરવા પધાર્યા. આ સમયે સમવસરણની અદ્દભુત શોભા, ત્રિવિધના તાપને શાંત કરનાર પ્રભુના વચનામૃત અને શાસનની સુંદર પ્રભાવના જોઈ ત્યાં દર્શનાર્થે પધારનાર સૌ કોઈ ધન્યતા અનુભવતા હતા. ભરત મહારાજા પણ પ્રભુનાં વચનો સાંભળીને સંસારની ક્ષણભંગુર સ્થિતિ વિષે વિચારતા હતા. તેમની સાથે રિચ પણ હતા. આવી સુંદર ભકિતભાવના જોઈ મિરિચ પ્રભુની અમૃતમય વાણી સાંભળતા સમકિતની પ્રાપ્તિ થઈ. લક્ષ્મીની ચંચળતા, સંસારની ક્ષણભંગુરતા અને ભૌતિક સુખની અપૂર્ણતા વિષે વિચારતા મરિચિએ ચારિત્ર ગ્રહણ કર્યું. ઉત્તમ ચારિત્રના પાલનથી મરિચિ દિવસો પસાર કરવા લાગ્યા. સાધુધર્મનું સુંદર પ્રકારે પાલન કરતા કરતા તેઓ ભગવાન સાથે વિચરવા લાગ્યા. જ્ઞાનનો અભ્યાસ અને ઉત્તમ વ્રતોનું પાલન એ એમના જીવનનું લક્ષ હતું. આ દરમિયાન ગ્રિષ્મઋતુ શરૂ થઈ. પ્રચંડ તાપથી તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું. તૃષાથી પીડિત થવા લાગ્યા. આ સમયે ચારિવરણીય કર્મનો ઉદય થયો. કર્મરાજાની માયાજાળ કોઈને છોડતી નથી. મરિચિનું હ્રદય સંયમ જીવનની કઠોરતા સહન ન કરી શકયું. તે વિચારવા લાગ્યા કે સાધુપણું પાળવા હું સમર્થ નથી પરંતુ લોકલજ્જાએ આ વેશ અને વ્રત છોડી શકાય પણ નહી. સંયમમાં કઠોર વ્રતપાલન હવે અશકય છે. એટલે હવે શું કરવું તે મિરચિમુનિ વિચારવા લાગ્યા. ''આ શ્રમણ ભગવંતો મનદંડ, વચનદંડ, અને કાયદંડથી વિરકત છે અને હું તો દંડનો ગુલામ છું ; તેઓ ભવથી પર રહેવા માગે છે, હું તો ભવની આકાંક્ષાવાળો છું; તેઓ કેશનો લોચ કરે છે, હું શિખાધારી થાઉં તો ?'' આવુ વિચારી તે ચિંતવવા લાગ્યા કે “ હું ત્રિદંડી સાધુ થાઉં, મારા મસ્તક પર છત્રનું સ્થાપન થાઓ; સાધુઓ ખુલ્લે પગે ચાલે છે પણ મારામાં તે શકિત નથી, માટે મારે પગમાં પાવડી હોય, આ સાધુઓ શીયળ વડે સુગંધી છે, માટે સ્નાન કરતા નથી, પરંતુ મારે સુગંધ માટે સ્નાન તેમજ ચંદનના તિલક થાઓ ; આ સાધુઓ કષાયરહિત છે,'શુકલ વસ્ત્રધારી છે પરંતુ મને ભગવુ વસ્ત્ર મળો.'' આ રીતે મરિચિએ ત્રિદંડી વેશ ધારણ કર્યો. સંયમમાં ભલે તે શિથિલ થયા પરંતુ તેઓની જૈન શાસનમાં શ્રદ્ધા અખુટ હતી. તેમનો આ નવો વેષ જોઈ બધા તેમને ધર્મ વિષે પૂછવા લાગ્યા. આ સમયે મરિચિમુનિ તેમને સાચોધર્મ બતાવતા તેથી લોકોને આશ્ચર્ય થતું જ તેઓ તેમને પુછતા, "તમે સાચો સાધુધર્મ છોડી આવું આચરણ શા માટે કરો છો ?'' આ સાંભળી મરિચિમુનિ કહેતા, 'એ સાધુધર્મ તો મેરૂપર્વતના જેવો ભારે છે, હું તે પાળવા સમર્થ નથી.'' આ રીતે તેઓ ધર્મોપદેશનું કાર્ય કરતા હતા. તેમનો ઉપદેશ સાંભળી ઘણા જીવો પ્રતિબોધ પામ્યા. જેમને ચારિત્ર ગ્રહણ કરવું હોય તેમને તે શ્રી ઋષભદેવ પ્રભુ પાસે મોકલતા. આવા આચારવાળા ચિમુનિ પ્રભુની સાથે વિચરવા લાગ્યા. 161 ➖➖➖➖➖➖ Page #246 -------------------------------------------------------------------------- ________________ એક વખત શ્રી ઋષભદેવ પ્રભુ વિનીતાનગરી પાસે આવી સમોસર્યા. ત્યાં ભરત ચક્રવર્તી પણ દર્શનાર્થે ગયા. ભરતે પ્રભુને ભવિષ્યમાં અદ્વૈતપદ પ્રાપ્ત કરનાર કોઈ આત્મા વિષે પૂછતા કહ્યું, 'હે ભગવંત! આ પર્ષદામાં એવો કોઈ ભવ્યજીવ છે કે આ ભરતક્ષેત્રમાં તીર્થંકર થાય ?' આ સમયે પ્રભુએ કહ્યું,'' આ તારો પુત્ર મિિરચ આ ચોવીસીમાં ભરતક્ષેત્રમાં મહાવીર નામે છેલ્લા તીર્થંકર થશે. આ પહેલા તે પોતનપુરમાં ત્રિપૃષ્ટ નામે વાસુદેવ અને ભરતક્ષેત્રમાં તે સાચો ધર્મ પાળનાર ચક્રવર્તી થશે. આ પ્રમાણે સાંભળ્યા પછી ભરત મહારાજા ખુશ થયા. અત્યાર સુધી તે માનતા હતા કે રિચિ ભલે તેનો પુત્ર હતો, પરંતુ ત્રિદંડી વેષ ધારણ કરવાથી તે વંદનીય નથી. હવે તેમને લાગ્યું કે ''હું મરિચિમુનિને નહીં, પરંતુ ભાવિ તીર્થંકરને વંદન કરું છું'' આમ વિચારી ભરત મહારાજા મરિચિમુનિને વંદન કરવા ગયા. તેમને વંદન કરતા શ્રી ઋષભદેવ પ્રભુનાં ભવિષ્યકથન વિષે વાત કરી તેમના ભાગ્યની ખૂબ જ પ્રશંસા કરી અને કહ્યું, ''હું તમે અત્યારે જે સાધુપણામાં છો તેને વંદન કરતો નથી પરંતુ ભવિષ્યમાં તમે તીર્થંકર ભગવાન થવાના છો તેથી તમને વંદન કરું છું.'' આ પ્રમાણે ભરત મહારાજા પ્રભુના ભવિષ્યકથન મુજબ પોતાના કર્તવ્યનું પાલન કરી પ્રભુને ફરી વંદન કરી વિનીતાનગરીમાં પાછા પધાર્યા. આ બાજુ ભરત મહારાજાની વાત સાંભળી મરિચિમુનિને પોતાના માટે અભિમાન જાગ્યું તે કહેવા લાગ્યા, "ભવિષ્યમાં હું વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થંકર થઈશ. મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું પ્રથમ વાસુદેવ. મારૂ કુળ કેટલું ઉત્તમ !'' આ રીતે વારંવાર બોલવા લાગ્યા. મન, વચન અને કાયાના વ્યાપારો એક જ પડઘો પાડતા હતા – '' મારું કુળ કેટલું ઉત્તમ !'' આ પ્રમાણે કુળમદ કરતા પોતાના સાધુપણાની મર્યાદા પણ ન જાળવી શકયા. ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ જેટલી દુષ્કર છે, એટલું એ મળ્યા પછી તેને પચાવવું દુષ્કર છે. મરિચિનાં ચિત્તમાં પોતાને ભવિષ્યમાં થનારા લાભ વિષે જ વાત હતી. શાસ્ત્રમાં ષડરિયુઓ જણાવ્યા છે જેમાં ક્રોધ, માન, માયા, લોભ, મોહ અને મદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે વ્યકિત પોતાને પ્રાપ્ત થનાર બળ, રૂપ, કુલ, જાતિ, જ્ઞાન, ઐશ્વર્ય, તપ તેમજ વૈભવ વગેરેમાં મદ લાવે તો તે શકિત ભવાંતરમાં ક્ષીણ થાય છે. મરિચિએ વધુ પ્રમાણમાં કુલમદ કર્યો, પરિણામે તેણે નીચગોત્ર બાંધ્યું. થોડા સમય પછી શ્રી ઋષભદેવ પ્રભુનું નિર્વાણ થયું. મરિચિ તો અન્ય સાધુઓની સાથે વિચરતા હતા. તેઓ પ્રતિબોધ આપવાનું કાર્ય કરી રહ્યા હતા. એક વખત મરિચિના શરીરમાં ભયંકર વ્યાધિ ઉત્પન્ન થયો. વેદનીય કર્મનો ઉદય થયો હોય તેમ તેમને અશાતા થવા લાગી. ખાવા-પીવાની શકિત તેમણે ગુમાવી દીધી. તેમની સાથેના અન્ય સાધુઓ તેમની સેવા માટે તેમની પાસે ન આવ્યા કે ન તો તેમને આશ્વાસન આપ્યું. પરિણામે મરિચિ વિચારવા લાગ્યા, 'મારી સાથેના સાધુઓ સ્વાર્થી અને નિર્દય છે. હુ તેમનો ઉપકારી છું અને સુપરિચિત પણ છું, છતાં તેઓ વ્યવહાર ચૂકયા છે. જો હું આ વ્યાધિમાંથી મુકત થાઉં, તો હું એવો શિષ્ય બનાવું જે ારી સેવા કરે.'' આવો વિચાર કર્યા પછી મરિચિએ એમ પણ વિચાર કર્યો કે એ સાધુઓ પોતાના શરીરની પણ સેવા ક૨વામાં માનતા નથી તો પોતાની સેવા તો કયાંથી કરે ? છેવટે ભાગ્યયોગે મરિચિની વ્યાધિ દૂર થઈ. એક વખત કપિલ નામનો એક રાજકુમાર તેમની પાસ ધર્મોપદેશ સાંભળવા આવ્યો. મરિચિ હંમેશા શુદ્ધ ધર્મનો ઉપદેશ આપતા તેથી કપિલને પણ તેમણે સાચો ઉપદેશ સંભળાવ્યો. આ વખતે કપિલે તેમને પૂછયું, "તમે શુદ્ધ સાધુધર્મ જાણતા હોવા છતાં શા માટે આચરણમાં મૂકતા નથી ?'' આ સાંભળી મરિચિએ કહ્યું, ''હું એ ધર્મ 162 Page #247 -------------------------------------------------------------------------- ________________ A - પાળવા માટે સમર્થ નથી." આ સાંભળી કપિલે તરત પ્રશ્ન કર્યો, "તમે જે આચરો છો તેમાં ધર્મ છે?" છેવટે છે. શિષ્ય કરવાની આશામાં મરિચિએ કહ્યું, "જૈન માર્ગમાં પણ ધર્મ છે. અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” આ વાત સાંભળી કપિલે દીક્ષા લીધી, પરંતુ મરિચિના મનમાં જ્ઞાનના દિવ્ય પ્રકાશની જગ્યાએ અજ્ઞાન અને અહંકારે સ્થાન લીધું જેથી સંયમધર્મની દિવ્યતા અંધકારમાં પરિણમી. શાસ્ત્રની વિરુદ્ધ મિથ્યા ધર્મના ઉપદેશથી દીર્ધકાળ ના સંસારનું પરિભ્રમણ વધાર્યું. આ રીતે મરિચિ મુનિએ જીવનનો રોષકાળ અધર્મનું પ્રાયશ્ચિત કર્યા વગર પસાર કર્યો. જે આત્મા પાપકર્મનું પ્રાયશ્ચિત જો અંત સમયે પણ કરે, એનાં પાપકર્મો ક્ષીણ થયા હોય એવા અનેક દષ્ટાંતો ઈતિહાસમાં નોંધાયેલાં છે. જો અધર્મનાં પરિણામે બંધાયેલા કર્મ વધુ પ્રબળ હોય તો, પ્રાયશ્ચિત કરવાની સ્થિતિ પણ પ્રગટતી નથી. આ રીતે પ્રથમ નયસારના ભવે ઉત્તમ ફળ પ્રાપ્ત કર્યા પછી ત્રીજા ભવે શ્રી મહાવીર સ્વામીના જીવે મરિચિમુનિ તરીકે મિથ્યા ધર્મ આચરી આયુષ્ય પૂર્ણ કર્યું. ભય ચોથો પૂર્વભવના પ્રબળ પુણ્યકર્મની અસર પછીના ભવે પણ પરિણમે છે અને જો પ્રબળ પાપકર્મનો ઉદય હોય || તો કોઈ પણ જીવ સંસારચક્રમાં ફર્યા જ કરે છે. અહીં મરિચિના ભવમાં ઉપાર્જિત કરેલ પાપકર્મોના પરિણામે શ્રી મહાવીર સ્વામીનાં જીવ ભવોનું પરિભ્રમણ શરૂ કર્યું. ચોથા ભવે તે બ્રહ્મ દેવલોકમાં દસ સાગરોપમના આયુષ્યવાળ દેવતા થયા. આ રીતે ત્યાં સુખ અને ભોગવિલાસમાં આયુષ્ય પૂર્ણ કર્યું. ના ભય પાંચમો ) મરિચિનો જીવ બ્રહ્મ દેવલોકમાં દેવતા તરીકે આયુષ્ય પૂર્ણ કરી કોલ્લાક નામના ગામમાં કૌશિક નામનો બ્રાહ્મણ થયો. પૂર્વ જન્મમાં સાધુધર્મના આચારને બદલે અધર્મના આચરણના પરિણામે આ ભવે પણ જીવનમાં આસકત વૃત્તિવાળો થયો. તે બ્રાહ્મણ વિષયકષાય, ધનલોભ અને પાપનાં આચરણમાં પ્રવૃત્ત થયો છેવટે ત્રિદંડી વેષ ધારણ કરી કુલ એશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. આ પછી પશુ-પક્ષી વગેરે જેવી નીચ યોનિમાં અનેક ભવો પસાર કર્યા. (તે મહાવીર સ્વામીના કુલ સત્તાવીસ ભવોની ગણતરીમાં ગણાવ્યા નથી). વચ્ચે ક્યારેક કર્મની નિર્જરા દ્વારા કર્મ હળવા પડ્યાં. THI ( 163 ) Page #248 -------------------------------------------------------------------------- ________________ ભય છો ભારે કર્મી આત્મા પુણ્યકર્મના ઉદયથી અને કર્મની નિર્જરા દ્વારા હળવુંકર્મી બને ત્યારે નીચ યોનિમાં જન્મ ધારણ કરવાને બદલે ઉચ્ચગતિ પામે છે. અહીં મરિચિના જીવે પાંચમાં ભવ પછી કર્મની નિર્જરા દ્વારા મનુષ્યગતિમાં જન્મ ધારણ કર્યો. તે બ્રાહ્મણ કુળમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયો. વધુ ધન મેળવવા જેમ લોભી માણસ ઉધામા કરે છે અને જો તે ન મળે તો તેને ચેન પડતું નથી એ રીતે પુષ્પમિત્રે ઉચ્ચ સ્થિતિ મેળવવા પ્રયત્ન કરતા છેવટે ત્રિદંડીપણાનો સ્વીકાર કર્યો. આ વેષમાંજ બોંતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. કર્મના પરિણામ કેવા નચાવે છે? પ્રથમ ભવે નયસાર તરીકે જે પ્રચંડ પૂણ્ય પ્રાપ્ત કર્યું, એ જીવ ત્રીજા ભવે મરિચિ તરીકે કુળમદ અને મિથ્યાધર્મના આચરણથી કેટલા ભવનું પરિભ્રમણ પ્રાપ્ત કરે છે! ભય સતર્થ પર આગળ વર્ણન કર્યા અનુસાર કર્મનાં પરિણામ સ્વરૂપે શ્રી મહાવીર સ્વામીનો જીવ મનુષ્ય અને દેવગતિમાં પરિભ્રમણ પામતો રહ્યો. આ મુજબ સાતમાં ભવે તેમણે મધ્યમ સ્થિતિવાળા દેવ તરીકે ઈશાન દેવલોકમાં જન્મ ધારણ કર્યો. આઠમાં ભાવમાં ચોસઠ લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયા. આયુષ્યના છેલ્લા ભાગમાં ત્રિદંડીપણું સ્વીકારી આયુષ્ય પૂર્ણ કર્યું. નવમાં ભવે ઈશાન દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળા દેવતા થયાં. ફરી કર્મના પરિણામ સ્વરૂપે દેવલોકમાંથી અવીને મંદિર નામના સન્નિવેષમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળ અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયાં. આ ભવે પણ ત્રિદંડી વેષ ધારણ કર્યો. આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી અગીયારમાં ભવે સનકુમાર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળા દેવતા થયા. દેવલોકમાં દૈવી સુખ ભોગવીને ત્યાંથી ચ્યવીને | બારમાં ભવે શ્વેતાંબી નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયા. આ કુળની રીતરસમ અનુસાર ભીક્ષાવૃત્તિનાં કર્તવ્યો કરી છેલ્લે ત્રિદંડીવેષ ધારણ કરી ચુંવાલીસ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું. પાપ-પુણ્યના બંધ પ્રમાણે જીવનું ચાર ગતિમાં સ્થાનાંતર થાય. તેરમાં ભવે માહેન્દ્ર નામે કલ્પમાં મધ્યમ સ્થિતિવાળા દેવ તરીકે આયુષ્ય | પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને ચૌદમાં ભવે ફરીથી રાજગૃહ નામના નગરમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળા સ્થાવર નામના બ્રાહ્મણ થયાં. અહીં પણ ત્રિદંડીવેષ ધારણ કરી, આયુષ્ય પૂર્ણ કર્યા પછી મનુષ્યગતિમાંથી દેગતિમાં જન્મ ધારણ કર્યો. પંદરમાં ભવે પાંચમાં દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવતા થયાં પછી ઘણાં ભવમાં પરિભ્રમણ મરિચિના ભવમાં કરેલા કુળમદનાં કારણે બંધાયેલ નીચગોત્રના પ્રભાવથી આ રીતે પંદર ભવ સુધી આત્માને મનુષ્યપણું ધારણ કર્યા છતાં ભિક્ષાવૃત્તિવાળા બ્રાહ્મણકુળમાં જન્મી ત્રિદંડીવેષ ધારણ કરવો પડયો. તેથી તે સમકિત અને સુગુરુ-સુધર્મ પામી શકયો નહીં. પુણ્ય અને પાપના અનેક વિભાગો તેમ જ તે પુણ્ય-પાપની તીવ્રતા કે મંદતા કેટલી છે તેનાં પરિણામે સુખ-દુઃખ અને જીવની ગતિ નક્કી થાય છે. સંસારમાં જીવનું ચાર ગતિમાં પરિભ્રમણ થાય છે તેની પાછળનાં કર્મના સિદ્ધાંતોનું વિજ્ઞાન આ પ્રમાણે || અર્થઘટન કરે છે - પાપકર્મની તીવ્રતા અતિશય વધુ હોય, તો પરિણામ સ્વરૂપે તે જીવનું સ્થાન નરક ગતિમાં હોય છે (164. Page #249 -------------------------------------------------------------------------- ________________ 1 પુણ્યકર્મના પરિણામ રૂપ સુખ ભોગવવા માટે દેવગતિ; અધિક અંશે પુણ્ય અને અલ્પપ્રમાણમાં પાપકર્મના પરિણામે તિર્યંચગતિ અને પુણ્ય-પાપનું લગભગ સરખું પ્રમાણ હોય તો મનુષ્યગતિમાં જીવનું સ્થાન નક્કી થાય. ભય સોળમો ) શ્રી મહાવીર પ્રભુનો જીવ પંદર ભવ સુધી પરિભ્રમણ કર્યા પછી સોળમાં ભવે રાજગૃહી નગરીમાં વિશ્વનંદી નામે રાજાના નાના ભાઈ વિશાખભૂતિની રાણી ધારિણીની કુલીમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ વિશ્વભૂતિ રાખવામાં આવ્યું. વિશ્વભૂતિએ યૌવનવય પામતા દેવકુમાર જેવું સૌંદર્ય પ્રાપ્ત કર્યું. એક વખત તે નંદનવનમાં પુષ્કરંડક નામના ઉદ્યાનમાં પોતાના અંતઃપુર સહિત ક્રિીડા કરતા હતા. ત્યાં તેના કાકાનો કુંવર વિશાખાનંદી પણ ક્રીડા કરવા આવી પહોંચ્યો. આવતા જ તેને ખબર પડી કે વિશ્વભૂતિ અંદર છે તેથી તેને બહાર રહેવું પડ્યું. વિશ્વભૂતિ પોતાના અંતઃપુર સહિત હતા અને એ સમયે અન્યનું ત્યાં આવવું એ વિવેક દષ્ટિએ અયોગ્ય ગણાય, તેથી વિશાખનંદીને અનિચ્છાએ બહાર રહેવું પડ્યું. બરાબર આ સમયે રાજરાણીની દાસીઓ પણ તે જ ઉધાનમાંથી પુષ્પો લેવાને ત્યાં આવી પહોંચી. તેમને પણ વિશ્વભૂતિ સપરિવાર અંદર છે એવી ખબર પડતા પુષ્પો લીધા વગર પાછું જવું પડ્યું. આ વાતની જાણ થતાં પ્રિયંગુ રાણી ખૂબ જ ગુસ્સે થયા. પોતાની માનહાનિ થઈ છે એવું વિચારી તે રિસાઈ ગયા. રાજા વિશ્વનંદીને આ જાણ થઈ એટલે તે રાણીને ખુશ કરવા વિચારવા લાગ્યા. અંતે કપટનીતિ કરી જાહેર કર્યું કે તેમના તાબા નીચેનો સામંત પુષસિંહ પ્રજાને ત્રાસ આપે છે તેથી તેની સાથે લડવા જવાનું છે. તે પોતે જ આ લડત માટે જવા તૈયાર થયો. જયારે ઉધાનમાં ક્રીડા કરતા વિશ્વભૂતિને આ સંદેશ મળ્યો ત્યારે તે તરત જ રાજસભામાં આવ્યા. સ્વભાવે તે સરળ હતા, એટલે આ વાત તેને સાચી લાગી. તેણે રાજાને વિનંતી કરી કે તે પોતે જ સામત સાથે લડવા જવા તૈયાર છે. આ પ્રમાણે નક્કી કરી તેણે સામંત સાથે લડવા પ્રયાણ કર્યું. આ બાજુ વિશ્વભૂતિ ઉદ્યાનમાં નથી એમ જાણી વિશાખાનંદી સપરિવાર તે ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. જયારે વિશ્વભૂતિ સામત પુરૂષસિંહ પાસે ગયો, ત્યારે વિશ્વનંદી રાજાની જાહેરાત તદન અસત્ય હતી એવી જાણ થઈ, એટલે એ ત્યાંથી પાછા ફરતા તે ઉદ્યાનમાં વિશ્વભૂતિ જયાં પ્રવેશ કરવા ગયા ત્યાંજ ઉદ્યાનપાલકે જણાવ્યું કે ત્યાં વિશાખાનંદી પરિવાર સહિત ક્રીડા કરતા હતા. ચતુર વિશ્વભૂતિ આખી યોજના બરાબર સમજી ગયા. તે અત્યંત ગુસ્સે થયા અને ત્યાં રહેલાં કોઠાનાં વૃક્ષ પર પોતાની મુકી વડે પ્રહાર કરતા વૃક્ષ પરનાં બધાં કોઠાં નીચે પડી ગયાં. ગુસ્સાથી તેમણે કહ્યું, "કુલમર્યાદા અને પિતા તરફની ભકિતના કારણે હું કાંઈ નથી કરતો, બાકી વિશાખાનંદીના પરિવારના મસ્તકો આ કોઠાનાં ફળની માફક જુદા કરી શકું." આમ કહેતા વિશ્વભૂતિએ વિચાર કર્યો "મારી વડીલો પ્રત્યે આટલી ભકિત અને તેઓ મારી સાથે કપટનીતિ વાપરે એ કેટલું યોગ્ય? ખરેખર! આ સંસાર આવી કપટજાળથી ભરેલો છે. આવા ક્ષણિક સુખ અને મોહ મારે ભોગવવાની જરૂર નથી." આ રીતે સંસાર છોડી ચારિત્ર ગ્રહણ કરવાની ભાવના સાથે તે પોતાના માતા-પિતા પાસે પહોંચ્યા. તેઓની || છે આજ્ઞા લઈ સંભૂતિ મુનિ પાસે ચારિત્ર ગ્રહજ્ઞ કર્યું. જયારે વિશ્વનંદી રાજાને આ જાણ થઈ ત્યારે તેઓ સપરિવાર હું Page #250 -------------------------------------------------------------------------- ________________ A આવ્યા અને પોતાની ભૂલની માફી માગી વિશ્વભૂતિને પાછા આવવા વિનંતી કરવા લાગ્યા, પરંતુ વિશ્વભૂતિ છે, મુનિવર સાંસારિક પ્રલોભનોથી છૂટવા માગતા હતા. અંતે ચારિત્રભાવે મોહભાવ પર વિજય મેળવ્યો. વિશ્વભૂતિ મુનિ મહાતપસ્વી અને જ્ઞાતા બન્યા. તપથી શરીર નબળુ બની ગયું હતું છતાં તેઓ પોતાના માર્ગમાં મક્કમ રહ્યાં. ગુરૂની આજ્ઞા લઈ તેઓ એકલા વિચરતા હતા. એક વખત મથુરાનગરીમાં માસક્ષમણના પારણે ગોચરી માટે ગયા. ત્યાં એ સમયે ત્યાંના રાજાની કુંવરીને પરણવા વિશાખનંદી પણ ગયા હતા. જયારે વિશ્વભૂતિ મુનિ નગરીમાં ગયા, ત્યારે વિશાખનંદીની છાવણી પાસેથી પસાર થયા. એ સમયે વિશાખનંદીના માણસોએ તેમને જોયા. તેઓએ વિશાખાનંદીને કહ્યું, "જો પેલા વિશ્વભૂતિ જાય" તેમને જોતા જ તેને અગાઉનો પ્રસંગ યાદ આવ્યો અને વેરની આગ આંખમાંથી ઝરવા લાગી. આ સમયે અચાનક વિશ્વભૂતિ મુનિવર એક ગાયની સાથે અથડાયા અને પડી ગયા."કોઠાના ફળોને પાડવાનું તારું બળ કયાં ગયું?" આવું કટાક્ષયુકત બોલી વિશાખનંદી હસવા લાગ્યા. આ સાંભળી ક્રોધ અને અભિમાનના કષાયો વિશ્વભૂતિના મન પર સવાર થયા. તરત જ કોઈ જાતનો વિચાર કર્યા વગર જ તે પોતાના બળની તાકાત બતાવવા માટે તૈયાર થયા. તેમણે ગાયને બે શીંગડાથી પકડી ખૂબ ઉંચે ઉછાળી પાછી બે હાથમાં ઝીલી લઈ નીચે મૂકી દીધી. આમ નિયાણું બાંધ્યું અને વિચાર્યું, "આ ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવથી હું ભવાંતરમાં ઘણા પરાક્રમવાળો થઈ આ વિશાખનંદીને ઠેકાણે પાડું." ક્રોધ અને અભિમાન સાધુ ભગવંતોને પણ નિયાણું બાંધવા માટે જવાબદાર છે તો સામાન્ય માણસોનું શું ? પરિણામ વિષે વિચાર કર્યા વગર જ બંધાતા કર્મોની જાળમાં ફસાયા પછી તેમાંથી બહાર નીકળવાનું શકય નથી. - વિશ્વભૂતિ મુનિવર લગભગ કરોડ વર્ષનું આયુષ્ય ભોગવી કાળધર્મ પામ્યા પરંતુ છેલ્લા વર્ષોમાં પણ તેમને પોતાના કૃત્યનો પસ્તાવો ન થયો. પાપની આલોચના વગર જ જીવનનો અંત આવે ત્યારે પછીના ભવોની સ્થિતિ દુષ્કર બને છે. આ રીતે નયસારના પ્રથમ ભવમાં બાંધેલા પુણ્ય કર્મે સમકિતની પ્રાપ્તિ કરનાર જીવે, મરિચિના ભવમાં કુળમદથી અનેકગણો સંસાર વધાર્યો અને આમ વિશ્વભૂતિના સોળમાં ભવે નિયાણું બાંધ્યું. ( ભય સત્તરમ | વિશ્વભૂતિ મુનિએ સાધુપણામાં તપની અદ્ભુત આરાધના કરી ઉપાર્જિત કરેલાં કર્મોને પરિણામે પછીના ભવમાં મહાશુક્ર નામના દેવલોકમાં દેવતા તરીકે જન્મ લીધો. ઉત્કૃષ્ટ સ્થિતિ અને દૈવી સુખોનાં સાધનો વચ્ચે તેમણે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભય અઢારમો આ ભરતક્ષેત્રમાં પોતનપુર નામના નગરમાં રિ!પ્રતિશત્રુ નામે એક પરાક્રમી રાજા હતા. તેને ભદ્રા નામે રાણી હતા. અચલ નામે રાજકુમાર જે બલભદ્ર હતો. ભદ્રા રાણીને મૃગાવતી નામે સ્વરૂપવાન રાજકુમારી હતી. || જયારે યૌવનવય પામી ત્યારે મૃગાવતી વધુ સ્વરૂપવાન દેખાવા લાગી. રિપુપ્રતિશત્રુ રાજા પોતાની પુત્રીના યૌવન | અને રૂપાના આકર્ષણ પાછળ મોહાંધ બન્યો. પોતાની જ પુત્રીને પત્નીનાં રૂપે જોવા લાગ્યો. મોહ અને માયા કેવાતું Page #251 -------------------------------------------------------------------------- ________________ જ પરિણામ સર્જે છે! રિપુપ્રતિશત્રુ રાજાએ તે નગરના વડીલોની હાજરીમાં પોતાની પુત્રી મૃગાવતી સાથે લગ્ન કર્યા, ત્યારે તેઓ || લજ્જાથી કાંઈ કરી શકયા નહીં, પરંતુ ભદ્રારાણી ખૂબ જ ગુસ્સે થઈ અને પોતાના કુંવર અચલકુમારને લઈ ચાલી ગઈ. માહેશ્વરી નગરી સ્થાપી તે ત્યાંનો રાજા થયો. વિશ્વભૂતિનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવીને રિપુપ્રતિશત્રુ રાજાની મૃગાવતી રાણીની કૃષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે સમયે મૃગાવતી રાણીને વાસુદેવના આગમનને સૂચક સાત સ્વપ્ન આવ્યાં. સમયાંતરે મૃગાવતીએ પીઠમાં ત્રણ પાંસળીવાળા પુત્રને જન્મ આપ્યો, તેથી તેનું નામ ત્રિપૃષ્ટ રાખવામાં આવ્યું. એંશી ધનુષ્યની ઊંચાઈ ધરાવતા ત્રિપૃષ્ટ વાસુદેવ બળવાન અને નિડર યુવાન બન્યા. આ બાજુ વિશાખનંદીનો જીવ અનેક ભવોમાં પરિભ્રમણ કરી તુંગગિરિમાં કેસરીસિંહ થયો. તેનો ઉપદ્રવ ત્યાંના વિસ્તારમાં કોઈ સહન કરી શકતા ન હતા. તેથી તેનાથી બચવા માટે કોઈ ઉપાય જરૂરી હતો. આ વખતે ત્યાં રહેલા અશ્વગ્રીવ નામે પ્રતિવાસુદેવ પોતાના ભવિષ્ય વિષે હંમેશા ચિંતિત રહેતો હતો તેથી તેણે એક નિમિત્તઓને પોતાના મૃત્યુ વિષે પૂછયું. નિમિત્તિઓએ જણાવ્યું કે, "તમારા દૂત ચંડવેગ પર જે પ્રહાર કરશે અને તંગગિરિ પર રહેલા કેસરીસિંહને જે હણશે તેના હાથે જ તારું મૃત્યુ થશે." પાછળથી ત્રિપૃષ્ટ અશ્વગ્રીવના દૂત ચડવેગ અને તંગગિરિ પર રહેલા કેસરીસિંહને મારી નાખ્યા. જયારે આ વાતની અશ્વગ્રીવને ખબર પડી ત્યારે તે ત્રિપૃષ્ટથી ડરવા લાગ્યો. તેણે ત્રિપૃષ્ટ સાથે યુદ્ધ કરવા નિર્ણય કર્યો. આ સમયે અચલકુમાર પણ પોતાના સૈન્ય સાથે ત્યાં આવી પહોંચ્યો. આ યુદ્ધમાં અશ્વગ્રવી મરાયો. આ રીતે ત્રણ ખંડનો વિજેતા બન્યો. તે સમયે દેવતાઓએ ઘોષણા કરી કે ત્રિપૃષ્ટ વાસુદેવ છે અને અચલ બલભદ્ર છે. તે બન્ને આ રીતે વિજય મેળવી પોતપોતાના સ્થાને ગયા. ત્રિપૃષ્ટ વાસુદેવનો અર્ધચક્રીપણાનો અભિષેક કરવામાં આવ્યો. પોતનપુરમાં આ સમયે સર્વ તેને આધિન થયા. તેમને સંગીતનો ખુબ જ શોખ હતો. એમની પાસે ગાયકો પણ આશ્રિત બની ગયા. એક વખત ગાયકો ગાતા હતા ત્યારે ત્રિપૃષ્ટ વાસુદેવે શય્યાપાળને આજ્ઞા કરી, "મારા ઉંઘી ગયા પછી આ ગાયકોને રજા આપી દેજો." ગાયકો ગાવા લાગ્યા. તેના સુમધુર સંગીતના સૂરો વચ્ચે તે શવ્યાપાલકને ખ્યાલ ન રહ્યો કે ત્રિપૃષ્ટ વાસુદેવ કયારે સૂઈ ગયા. ગાયકોના ગીત ચાલુ હતાં. અચાનક વાસુદેવ ઊઠયા ત્યારે ગીતો ચાલું હતાં તે સાંભળીને તેમણે શવ્યાપાલકને કહ્યું, "તે આ ગાયકોને કેમ વિદાય ન કર્યા?" આ સમયે શય્યાપાલકે કહ્યું," ગીતોના સુમધુર સ્વર વચ્ચે મને ખ્યાલ ન રહ્યો." આવો ઉત્તર સાંભળી ત્રિપૃષ્ટ વાસુદેવ ખૂબ ગુસ્સે થયા. સવાર પડતાં જ તેણે શય્યાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું. તરત જ શય્યાપાલકનું ત્યાં જ મૃત્યુ થયું. ગુસ્સાના આવેશનું શું પરિણામ આવે છે તે જયારે માણસ વિચારતો નથી, ત્યારે પોતાનાં જ કૃત્યનું પરિણામ તેને સહન કરવું પડે છે. ત્રિપૃષ્ટ વાસુદેવ ગુસ્સામાં વેદનીય નિકાચિત કર્મ બાંધ્યું. આ રીતે ચોરાસી લાખ વર્ષ નિર્ગમન કર્યા પછી ત્રિપૃષ્ટ વાસુદેવ મૃત્યુ પામ્યા. તેમના વિયોગથી અચળ બળદેવે દીક્ષા લીધી. તે આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષે ગયા. ભણ ગણોસમ. ત્રિપૃષ્ટવાસુદેવ મૃત્યુ પામ્યા પછી તેમનો જીવ કર્મોનાં પરિણામ સ્વરૂપે સાતમી નરકમાં સ્થાન પામ્યો. ત્યાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળો નારક થયો. પોતાના કર્મના બંધનમાં દુષ્કર્મોની કારમી શિક્ષા અને અસહ્ય !! છે. વેદના ભોગવવા લાગ્યો. (167) Page #252 -------------------------------------------------------------------------- ________________ ભય થીસમો તથા એકથૌસમ નયસારના ભવમાં સમતિ પ્રાપ્ત થયા પછી સત્તાના મોહમાં અને કુળમદના પરિણામે, તેમજ વિશ્વભૂતિના ભવમાં કરેલા અભિમાન અને ત્રિપૃષ્ટવાસુદેવના ભવમાં શય્યાપાલક પર કરેલ ક્રોધથી અશુભ કર્મોની પ્રબળતા વધતા ત્રિપૃષ્ટ વાસુદેવનો જીવ નરકમાં તિર્યંચગતિમાં સિંહ તરીકે અને એકવીસમાં ભવે ચોથી નારકીમાં ગયો. સિંહના ભવે અનેક પ્રકારની ઘોર હિંસા પછી ફરી ભવોની પરંપરા ચાલી. આ રીતે નયસાર જેવો ભકિતવંત આત્મા કયાંથી કયાં સ્થાન પામે છે તે ખરેખર ! કર્મોનું જ પરિણામ છે. ભવ્ય બાથોસમ) રથપુરનગરમાં પ્રિય મિત્ર રાજા ધર્મપરાયણ અને પ્રજાવત્સલ રાજા તરીકે પ્રખ્યાત હતા. તેમની પત્ની વિમલારાણી પણ પતિવ્રતા બનીને રાજય શોભા સમાન હતા. નયસારનો જીવ બાવીસમાં ભવે વિમલારાણીની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. તેમનું નામ વિમલકુમાર રાખવામાં આવ્યું. બચપણથી જ વિમલકુમાર વિવિધ કલાના પારંગત થયા. રાજકુમાર તરીકે પોતાની ફરજ બરાબર સમજતા તે યૌવનવયે સૌના પ્રિયજન બની ગયા. પ્રિય મિત્ર રાજાએ વિમલકુમારને રાજયનો ભાર સોંપી દીક્ષા લીધી. વિમલરાજા ન્યાયપ્રિય તેમજ પરોપકારી હતા. જો કોઈ જીવો દુઃખી હોય તો તે જીવની સારસંભાળ પૂરી રીતે કરાવતા. આ રીતે પાપકર્મોનો ક્ષય થતો ગયો અને પુણ્યકર્મનો ઉદય થયો. એક વખત શિકારીની જાળમાંથી તેમણે એક હરણને બચાવ્યું. અનુક્રમે સાધુ ભયવંતના ઉપદેશથી તેમને આ સંસાર અસાર લાગ્યો અને દીક્ષા ગ્રહણ કરી ઉત્તમ ચારિત્રપાલન અને મક્કમ ભાવે આરાધના કરી તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ( ) ભવ્ય શ્રેણીસમો. અપરવિદેહમાં મૂકાનગરીમાં ધનંજય નામે રાજા હતા. ત્રિપૃષ્ટવાસુદેવનો જીવનરકમાંથી નિકળી કેસરીસિંહ થયો. આ પછી ચોથી નરકે ગયો. ત્યાંથી મનુષ્યગતિમાંથી અન્ય ભવો પામી શુભ કર્મના ફળ રૂપે ધનંજય રાજાના પુત્ર તરીકે અવતર્યો, ત્યારે ધનંજય રાજાની રાણી ધારિણીએ ચક્રવર્તીના આગમનને સૂચિત કરનાર વૃષભ આદિ ચૌદ સ્વપ્નોના દર્શન કર્યા. તીર્થકર પુત્રના આગમન સમયે પણ તેમની માતા આ જ ચૌદ સ્વપ્નોનાં દર્શન કરે છે, પરંતુ એ સ્વપ્નો આ સ્વપ્નો કરતાં વધુ તેજસ્વી હોય છે. અહીં ધારિણીએ સ્વપ્નો વિષે ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થવાના મંગળ વધામણા આપ્યા. રાણી આ સાંભળી અત્યંત ખુશ થયા. પોતાને એક ચક્રવર્તી પુત્રની માતા બનવાનું મહાન સૌભાગ્ય પ્રાપ્ત થશે એની ખુશીમાં ધારિણીએ એ પછીના દિવસો ખૂબ જ ખુશીમાં પસાર કર્યા. indi ( 168 ) ૪. Page #253 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમે ધારિણીએ ચક્રવર્તીપણાંની જે સમૃદ્ધિ દર્શાવી હતી, તે અનુસાર એવાં લક્ષણોવાળા પુત્રને જન્મ ( આપ્યો. પુત્રના જન્મને ઉજવવામાં સામાન્ય રીતે માતાપિતા કાંઈ કમી રાખતા નથી, ત્યારે રાજાના ઘેર ચક્રવર્તી બનનાર પુત્રના આગમનનો ઉત્સવ કેવો ઉલ્લાસમય બને ! પુત્રના આગમનને વધાવવા સૌ પ્રજાજનો પણ ધનંજય રાજા સાથે જોડાયા. પુત્રનું નામ પ્રિય મિત્ર રાખવામાં આવ્યું. દીન-દુઃખીઓને દાન, જિનાલયોમાં પ્રભુભકિત, ગુન્હેગારોને બંધનમુકિત, સુપાત્રદાન વગેરે સુકાર્યો દ્વારા પુત્રરત્નની પ્રાપ્તિના પ્રસંગને મંગળમય બનાવવામાં આવ્યો. પ્રિય મિત્ર કુમારાવસ્થા પસાર કરી યુવાનવયે પહોંચ્યો, ત્યારે વિવિધ વિદ્યામાં પારંગત થયો. રાજાએ તેને ગાદીની જવાબદારી સોંપી. આ રીતે પોતાનું કર્તવ્ય પૂર્ણ થયેલું સમજીને પોતાના આત્માના કલ્યાણ માટે રાજા અને રાણીએ ચારિત્ર ગ્રહણ કર્યું. પૂર્વભવે સંયમની વિશુદ્ધ આરાધનાના પ્રતાપે, પ્રિયમિત્રે સમૃદ્ધિ હોવા છતાં તેમાં આસકિતનો ભાવ રાખ્યા વગર ઉદાસીન ભાવે સંસારની ફરજો બજાવી. ધર્મના પાલન સાથે છ ખંડ વિજય મેળવવા પ્રયાણ કર્યું. પ્રથમ માગધ તીર્થમાં આવ્યા. ત્યાં અઠ્ઠમ તપ કરી, રથ પર આરુઢ થઈ. ચતુરંગ સેનાની સાથે પ્રયાણ શરૂ કર્યું. બાર યોજન દૂરથી પ્રિય મિત્રે માગધના સાનાની સામે વજ, જેવું બાણ ફેંકયું, ત્યારે ઘડીભર રાજા કોપથી ભય પામ્યો, પરંતુ ત્યારે તે બાણ પર ચક્રવર્તીનાં નામના અક્ષર જોયા ત્યારે તે શાંત થઈ ગયો. ચક્રવર્તીને આપવાની ભેટ-સામગ્રી લઈ તે પ્રિય મિત્ર પાસે ગયો. તેમની આજ્ઞાનો સ્વીકાર કરી યોગ્ય વિધિ અનુસાર ક્રિયાકર્મ પૂર્ણ કરી તે રાજમહેલમાં પાછો આવ્યો. પ્રિયમિત્રે અઠ્ઠમ તપનું પારણું કર્યું અને માગધની પ્રાપ્તિ અર્થે ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ રચ્યો. આ રીતે પ્રિય મિત્રે વરદામ, પ્રભાસપતિ, વૈતાઢયાદ્રીકુમાર, કૃતમાળ વગેરેને સાધી છ ખંડ પર વિજય મેળવ્યો. પરિણામે તેમને છ ખંડનુ આધિપત્ય, ભોગવિલાસ, ચૌદ રત્નો, નવ નિધાન અને બત્રીસ હજાર રાજાઓનું સ્વામીત્વ પ્રાપ્ત થયું. તે જયારે મૂકા નગરીમાં પાછા આવ્યા, ત્યારે તેમનો ચક્રવર્તી તરીકે દેવતાઓ તેમજ રાજાઓ દ્વારા અભિષેક થયો. પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરનાર સાંસારિક સુખો મળવા છતાં તેના ભોકતા બનીને તે ભોગવતા નથી. તેથી પ્રિય મિત્ર પ્રજાપાલક બની પૃથ્વીના પાલક તરીકે રહ્યા. એક વખત મૂકાનગરીમાં પૌદિલ નામના આચાર્ય દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કરોડ વરસનું વિશુદ્ધ ચારિત્ર પાળીને પ્રિય મિત્ર મુનિવરે આયુષ્ય પૂર્ણ કર્યુ. સતત ગુરુસેવા, સંયમ અને શાસ્ત્રોના અભ્યાસ દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જિત કર્યુ. ભય ચોર્યાસમ, પચ્ચીસમાં અને છથૌસમો પ્રિય મિત્ર મુનિવરે પુણ્યકર્મનાં પરિણામે મહાશુક્ર નામના દેવલોકમાં દેવતાનું સ્થાન પ્રાપ્ત કર્યું. આ રીતે પ્રથમ નયસારના ભવમાંથી પાપકર્મ અને પુણ્યકર્મનાં વિવિધ પરિણામો દ્વારા સંસારચક્રની વિવિધ ગતિમાં નરક, તિર્યચ, દેવ અને મનુષ્યગતિમાં સ્થાન પ્રાપ્ત કરી ચોવીસમાં ભવમાં તેઓ દેવલોકમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના જ્ઞાતા બન્યા. જે આત્મા પૂર્વભવમાં રત્નત્રયીની આરાધના કરી દેવલોકમાં સ્થાન પામે તે ત્યાંના ભોગ વિલાસમાં રાચવાને બદલે નિર્મળ ભાવે રહે છે. ચોવીસમાં ભવે સત્તર સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી પ્રિય મિત્ર મુનિવરનો જીવ પચીસમાં ભવે ઉચ્ચગતિમાં સ્થાન પામ્યો. u ( 169 ) Page #254 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્રીપનાં ભરતક્ષેત્રમાં છત્રા નામની નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. માતાના પુણ્યોદયે ઉત્તમ પુત્રની પ્રાપ્તિ જે રીતે થાય, એ મુજબ જિતશત્રુ રાજાની રાણી ભદ્રાને ઉત્તમ પુત્રની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તે ઉત્તમ પુત્રનું નામ નંદન રાખવામાં આવ્યું. નંદનકુમાર વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યા પછી યૌવનવય પામ્યા અને કુશળ રાજવી પુરૂષ બન્યા ત્યારે જિતશત્રુ રાજાએ ચારિત્ર લીધું. રાજકારભારમાં નીતિ અને સુંદર આચાર ચૂકયા વગર ગૃહસ્થાશ્રમમાં રહીને નંદનરાજાએ ધર્મ આચરણમાં વિક્ષેપ ન પાડયો. પૂર્વભવના પુણ્યોદયે તે અનાશકત ભાવથી રાજય ભોગવતા હતા. જેના હૃદયમાં સંયમ, સાધના અને સમજણનો દીપક જલતો હોય તે સુખ સાહ્યબીમાં પણ જલકમલવત્ રહી શકે છે. જન્મથી ચોવીસ લાખ વર્ષ પછી નંદનરાજાએ પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. સંયમના સાચા ઉપાસક એવા નંદનરાજા હવે નંદનમુનિ બન્યા. તે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનથી પર થઈ, રાગ-દ્વેષથી મુકત બની, ત્રણ દંડ, ત્રણ શલ્યો અને ચાર કષાયોથી પર રહી પાંચ મહાવ્રતનું પાલન કરી, પ્રતિદિન સ્વાધ્યાય પ્રવૃત્તિમાં રહી, પાંચ ઈન્દ્રિયોના સુખથી વિરકતભાવે, નવ પ્રકારના બ્રહ્મચર્યને ધારણ કરી, છ કાયના જીવોની રક્ષા કરતા, દસ પ્રકારના યતિધર્મનું બરાબર પાલન કરી અને નિષ્કામ ભાવે કષ્ટો સહન કરતા ઉત્તમ ચારિત્રનું પાલન કર્યું. આવા નંદમુનિએ એક લાખ વર્ષ સુધી તપ કર્યું. જન્મ-જરા-મ૨ણ-રોગ-શોક-આધિ-વ્યાધિ-ઉપાધિ અને સંતાપથી ભરેલા આ સંસારના જીવોને જોઈ નંદનમુનિના આત્મામાં ભાવદયા જાગી ઉઠતી. વિશ્વના તમામ જીવોનુ સુખની પ્રાપ્તિરૂપે મોક્ષમાર્ગ મળે એ માટે પોતાના જીવનથી તે આચરણ શરૂ કર્યું તેથી નંદનમુનિનાં હૈયામાં શાસનપ્રભાવના વિષે પણ અખૂટ પ્રેમ હતો. ઉત્કૃષ્ટ ભાવના સાથે નંદનમુનિએ વીસ સ્થાનક તપની ઉત્કૃષ્ટ આરાધના કરી અને જીવનને ઉન્નત માર્ગે લઈ જનાર તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યું. માસક્ષમણનાં પારણે માસક્ષમણ કરનાર આ મુનિવરે જીવનપર્યંત અનુપમ આરાધના, સર્વ જીવોની ક્ષમાયાચના અને વીસસ્થાનકપદની ઉત્તમ સાધના સાથે સમતાયુકત, સમાધિયુકત અને ધર્મના પ્રભાવે સુખરૂપ કાળધર્મ પામી આ શબ્દો ઉચ્ચાર્યા, "જ્ઞાનાચાર, દર્શનાચાર, સુક્ષ્મ, બાદર કે મન, વચન અને કાયાના પરિગ્રહથી, ચારિત્રાચાર, તપાચાર કે કે વિર્યાચાર સંબંધી મને કોઈ અવિચાર ચારેય ગતિમાં કે વિર્યાચાર સંબંધી મને કોઈ અવિચાર ચારેય ગતિમાં પરિભ્રમણ કરતા લાગ્યા હોય તો મને ક્ષમા કરજો. જિનોદિત ધર્મ સિવાય આ સંસારમાં કોઈ ધર્મ નથી, મારે બીજાં કોઈનું શરણ નથી. આત્મા શરીરથી પર છે અને શરીર અશુચિનું સ્થાન છે માટે ઉચ્ચ આત્મા કે બુદ્ધિમાન શરીરનો મોહ રાખતો નથી. હું અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય મહાત્માઓ તથા શીલવ્રતધારી સાધુઓને પ્રણામ કરું છું.' આ સમયે સાઠ દિવસનું અનશન પૂર્ણ કરી જયારે નંદનમુનિ કાળધર્મ પામ્યા ત્યારે સંપૂર્ણ રીતે વિષય, કષાય, રાગાદિથી મુકત થયા હતા. સમાધિપૂર્વક કાળધર્મ પામી છવીસમાં ભવે નંદનમુનિ પ્રાણાત નામના દસમાં દેવલોકમાં દેવતા તરીકે સ્થાન પામ્યા. ત્યાં તેમણે મહર્દિક દેવપણામાં દેવદૃષ્ય વસ્ત્ર દૂર કરી જોયું તો અત્યંત સમૃદ્ધિ પ્રાપ્ત થયેલી જોઈ. અવધિજ્ઞાનથી જોતા તેમને પૂર્વભવ અને ઉત્તમ વ્રતો યાદ આવ્યા. સર્વ દેવતાઓ પણ ત્યાં હાજર હતા. સૌ દેવતાઓ તેમને અંજલિ જોડી, પ્રણામ કરી અને વિનંતી કરી કહેવા લાગ્યા. ''હે જગતના ઉપકારી! તમે અમારા સ્વામી છો, આ સુધર્મા નામે સભા છે. તમે વસ્ત્રાલંકારથી અલંકૃત થઈ --- 170 ➖➖➖ Page #255 -------------------------------------------------------------------------- ________________ પધારો, અમે તમારો અભિષેક કરી ધન્ય બનીએ. “આરીતે દેવતાઓના કહ્યા અનુસાર વસ્ત્રાલંકારથી અલંકૃત થઈ તેઓ સિંહાસન પર બિરાજ્યા ત્યારે, અભિષેક કરી દેવતાઓએ સ્વકર્તવ્ય પૂર્ણ કર્યું. આ રીતે તીર્થકર થનાર દેવતાઓની માફક તેમણે વીસ સાગારોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ સત્તાવીસમો સુમધુર સંગીતમય વાતાવરણનો મધુર ધ્વનિ, વસંતઋતુમાં ધીમે ધીમે ઉઘડતી કળીઓની મોહક અદા, ઊંચા ઊંચા ગિરિશંગોના ખડકાળ હૃદયમાંથી પ્રગટતા નજાકત ઝરણાં અને અંધારા આકાશનાં કાળા ડિબાંગ સામ્રાજ્ય વચ્ચે ટમટમ થતાં તારક મંડળો જે રીતે ગજબ સૌન્દર્યરચે છે, એ રીતે કોઇ મહાપુરૂષના જન્મ સમયે ધરતીનું કણેકણ પાવન બની જાય છે. ધરતી ધાન્યથી ભરપૂર થાય, સરિતાના નીર જળરાશિથી છલકાવા માંડે અને સૂર્ય તથા ચંદ્રનાં તેજ પણ વધવા લાગે ત્યારે કોઇ તીર્થંકર પરમાત્માના જન્મનું સૂચન થાય. આવું જ વાતાવરણ સર્જાયું હતું આ જંબૂદ્વીપનાં ભરતક્ષેત્રનાં ક્ષત્રિયકુંડમાં આવેલાં બ્રાહ્મણકુંડગામનું. બ્રાહ્મણકુંડગામમાં કોડાલસ કુળમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ હતા. તેમના પત્ની દેવાનંદાનું મન કોઇ અનેરા ભાવથી આનંદિત થયું હતું. તેની કુક્ષિમાં નંદનમુનિનો જીવ દ , દેવલોકમાંથી ચ્યવીને અવતરણ પામ્યો હતો. એટલે કે શ્રી વીર પ્રભુનાં જીવનું દેવાનંદાની કુક્ષિમાં અવતરણ થયું હતું. એ મહાન દિવસ એટલે અષાડ સુદ છઠ્ઠનો દિવસ. આ સમયે દેવાનંદાએ વૃષભ, હાથી, કેસરીસિંહઆદિચૌદમહાસ્વપ્નો જોયાં. તેની સમૃદ્ધિમાં અમાપ વધારો થયો. ચૌદ રાજલોકમાં પ્રકાશનાં પુંજ પ્રગટી ઊઠ્યાં. કોઇમહાન પુરૂષની માતા થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાનું સુખ આ સમયે દેવાનંદાએ અનુભવ્યું. પરંતુ બળવાન કર્મરાજાની ગતિને કોઇ પામી શકતું નથી. કર્મરાજાના હાથમાં દરેક જીવને કટપૂતળીની જેમ નાચવું પડે છે. મરિચિના ભવમાં કરેલા કુળમદનાં કારણે આ ભવમાં ક્ષત્રિય કુળમાં અવતરણ થવાને બદલે દરિદ્રકુળમાં વીરપ્રભુનો જીવ ઉત્પન્ન થયો. દેવાનંદાના ગર્ભમાં આવ્યા પછી બાસી દિવસ પસાર થયા પછી સૌધર્મ દેવલોકના ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. આથી અવધિજ્ઞાનથી ઇન્દ્ર જાગ્યું કે પ્રભુનું ચ્યવન દેવાનંદાની કુક્ષિમાં થયું છે તેથી તે ચિંતવવા લાગ્યા, “ત્રણજગતના નાથ ક્યારેય તુચ્છકુળમાં ઉત્પન્ન થતા નથી. તેઓ હંમેશા ક્ષત્રિયકુળમાંજ ઉત્પન્ન થાય છે. તેમણે મરિચિના ભવમાં કરેલાં કુળમદનાં કારણે પ્રભુ નીચ ગોત્રમાં ઉત્પન્ન થયા છે, પરંતુ અહંતોને ઉચ્ચ કુળમાં લઈ જવાનો અમારો ધર્મ છે.” આ વિચાર કર્યા પછી સૌધર્મઇન્દ્ર પોતાના શાશ્વતા આચારનું પાલન કરવા પોતાના સેનાપતિ હરિગેંગમેશી દેવને બોલાવ્યા. ક્ષત્રિયકુંડમાં સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલા પણ ગર્ભવતી હતા તેથી સૌધર્મઇન્દ્ર હરિગેંગમેશી દેવને ત્રિશલા રાણી અને દેવાનંદાના ગર્ભની અદલ બદલ કરવાની આજ્ઞા કરી. આજ્ઞા મુજબ તે દેવે બન્નેના ગર્ભની અદલ બદલ કરી, આ સમયે દેવાનંદાએ પહેલા જોયેલાં ચૌદ મહાસ્વપ્નો પોતાનાં મુખમાંથી પાછા જતા જોયાં. તે તરત જ અસ્વસ્થ બની ગઈ. પોનાતે આ બાબતની જાણ થઈ હોય એ રીતે દેવાનંદા વિલાપ કરવા લાગી. ગર્ભનું હરણ થાયની દહેશત સાચી પડી હોય એ જાણી દેવાનંદા પોતાના નસીબને દોષિત માનવા લાગી. વિધિની વિચિત્રતા કરતા આ પોતાનાં કોઇ કર્મનું ફળ હોય એવું મનોમન વિચારતી દેવાનંદા પરમ સુખથી વંચિત રહી. ( 17 ) Page #256 -------------------------------------------------------------------------- ________________ આ બાજુ ત્રિશલા રાણીએ આ જ સમયે હાથી, વૃષભ, સિંહ આદિ ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. એમને તો પોતાના ગર્ભનું હરણ થયાનો કોઈ અનુભવન થયો. મહાસ્વપ્નોનાં કારણે તેઓ પ્રસન્નતા અનુભવવા લાગ્યા. દેવાનંદાની સ્થિતિ અત્યંત કરુણ બની હતી. જ્યારે અહી ત્રિશલા રાણીના આનંદનો પાર ન હતો. હાથમાં આવેલું સુખછિનવાઇ જવાનું દુઃખકેવું હશે એ પીડાતો એ વ્યક્તિ જાણતી હોય. હોઠ સુધી આવેલો પ્યાલો જો પાછો ખેંચી લેવાય, તો તૃષાની પીડા અત્યંત વધી જાય છે. દેવાનંદાની સ્થિતિ આવી થઇ ગઇ હતી. ત્રિશલામાતા આ જ સમયે પ્રસન્નતા અનુભવતા હતા. મહાસ્વપ્નોના ફળ વિષે જ્યારે વખપાઠકો અને સિદ્ધાર્થ રાજાએ ભવિષ્ય ભાખ્યું કે તીર્થંકર પરમાત્માની માતા બનનાર આવાં ચૌદ મહાસ્વપ્નો જુએ છે, ત્યારે ત્રિશલા રાણીનું મન સુખના સાગરમાં લહેરાવા લાગ્યું. પુણ્યકર્મના પ્રભાવથી જ આવું સ્વર્ગીય સુખ પ્રાપ્ત થયાનો સંતોષ તેમના ચહેરા પર વંચાતો હતો. જ્યારથી પ્રભુ ત્રિશલારાણીના ગર્ભમાં આવ્યા ત્યારથી જ ઇન્દ્રની આજ્ઞાથી જુંભક દેવતાઓ સિદ્ધાર્થ રાજાના મહેલમાં ધનનું સ્થાપન કરવા લાગ્યા. ગર્ભમાં અવતરેલા પ્રભુના પ્રભાવથી આખું કુળ ધન, ધાન્યથી સમૃદ્ધ બનવા લાગ્યું. અત્યાર સુધી જે રાજાઓ સિદ્ધાર્થ રાજા સાથે કોઇ પ્રકારના વેરભાવથી વર્તતા હતા, તેઓ અત્યારે સામેથી જ નમવા લાગ્યા. ધરતીના ખોળે ધાન્યની વૃદ્ધિ થઈ. સરોવર, નદી-નાળા પાણીથી છલકાવા લાગ્યા. સમગ્ર સૃષ્ટિ પર કોઇ ઉજજવળ સંકેતનો પ્રભાવ થયો હોય એવી નવપલ્લવિત પ્રસન્નતા છવાઇ ગઇ. પ્રકૃતિ આનંદ વિભોર બની ગઇ! વિશ્વના ઉદ્ધારક વિરાટમૂર્તિદેવલોકમાંથી આ મુગલોકમાં આવ્યા હતા. ચૌદરાજલોકમાં પ્રકાશના પુંજ પથરાયા. નારકીના જીવોએ પણ અપૂર્વસુખનો ક્ષણિક અનુભવ કર્યો. ગર્ભમાં રહેલા પ્રભુએ એક વખત વિચાર કર્યો, “મારાહલનચલનથી માતાજીને વેદના થતી હશે, લાવને... હું સ્થિર થઇ જાઉં ! '' આ વિચારથી પ્રભુએ સર્વ અંગની ક્રિયાઓ સંકોચી લીધી. ગર્ભનું હલનચલન બંધ થયું, પરિણામે ત્રિશલામાતાને ચિંતા થવા લાગી, “મારો ગર્ભગળી ગયો કે તે કોઇએ હરી લીધો? જો આવું થયું હોય તો મારે હવે જીવીને શું કામ છે? હું મૃત્યુ પસંદ કરીશ પણ મારા ગર્ભનો વિયોગ મારાથી સહન નહી થાય.” આવો વિચાર કરતા તે રડવા લાગ્યા, ખાવા-પીવાનું પણ છોડી દીધું અને તેમના ચહેરા પર નિરાશાનાં વાદળો છવાઇ ગયાં, આ સમયે ત્રણ જ્ઞાનના ધારકપ્રભુએ જ્ઞાન વડે જોયું અને વિચાર્યું, “જેમાતાએ હજુ મારું માં પણ જોયું નથી, એને આટલો મોહ છે તો મારા જન્મ પછી તો કેટલો આનંદ હશે ?” માતા - પિતાના સુખ ખાતર પ્રભુએ ગર્ભમાં જરા હલનચલન કર્યું. બસ, માતાનું બધું જદુઃખદૂર થઇ ગયું. “મારો ગર્ભ સલામત છે.” એમ જાણી માતા પ્રસન્ન થયાં. સિદ્ધાર્થ રાજા પણ આ વાત જાણી ખુશ થયા. પરંતુ પ્રભુ વિચારવા લાગ્યા, “મારા મોહમાં મારા માતાપિતા આટલા બધા ખુશ છે, તો મારા જન્મ પછી મને વિરાગભાવે આ સંસાર છોડવાની રજા આપશે ? તેમની આજ્ઞા વગર હું નિગ્રંથ બની શકું? જો હું માતા-પિતાનો વિનય ચૂકીશ તો આ જગતને વિનયનું જ્ઞાન શી રીતે પ્રદાન કરીશ ? તો બસ, અહીં જ, અત્યારે જ હું પ્રતિજ્ઞા કરું છું કે, માતા-પિતા જીવતાં હશે, ત્યાં સુધી હું દીક્ષા લઇશ નહીં.' આ રીતે સાતમાં માસે પ્રભુએ ગર્ભમાં જ આવો અભિગ્રહ કર્યો. મહાન આત્માઓ હંમેશા ઔચિત્યની આરાધના કરે છે. ગર્ભધારણ કર્યા પછી ત્રિશલામાતાઆ રીતે દિવસો પસાર કરવા લાગ્યા. અનુક્રમે ગર્ભસ્થિતિ પૂરી થતાં એટલે કેનવમાસ અને સાડી સાત દિવસ પૂરી થયા. બધા જ ગ્રહો ઉચ્ચ સ્થાને હતાં અને ચંદ્રહસ્તોત્તર નક્ષત્રમાં હતો ત્યારે i 72 , Page #257 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલામાતાએસિંહનાલાંછનવાળા, સુવર્ણ જેવા વર્ણવાળા અને સર્વાંગ સુંદર સર્વોત્કૃષ્ટ આત્માને જન્મ આપ્યો. આ મહાન દિવસ એટલે ચૈત્ર શુદ તેરસ. જન્મ થતાં છપન્ન દિકુમારીનું તથા ઇન્દ્રનું આસન કંપાયમાન થયું. સૌથી પ્રથમ અધોલોકવાસીભોગકરશે, ભોગવિત, સુભોગા, ભોગમાલિની, તપોધારા, વિચિત્રતા, પુષ્પમાલા અને અભિનંદિતાએ આઠ દિક્કુમારીઓ પોતાના ચાર હજાર સામાલિક દેવો, સાત સેનાપતિ સહિત દિવ્ય વિમાનમાં બેસીને પ્રભુ પાસે આવી. પ્રભુની માતાની સ્તુતિ કરવા પૂવર્કઆજ્ઞા લઇને એકયોજન ભૂમિમાં અશુચીના પુદ્ગલોદૂર કરી સુગંધમયબનાવીનજીકમાં ઉભી રહી. ત્યારપછી ઉર્ધ્વલોકની આઠ મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા વારિષેણા ને બલાદુકા નામની દિક્કુમારી આવી સુંગધી જળને પુષ્પની વૃષ્ટિ કરી દૂર ઉભી રહી. ત્યાર પછી પૂર્વરૂચકની નંદા, નંદોત્તરા, આનંદા, નંદિવર્ધના, વિજ્યા, વૈજ્યંતિ, જ્યંતી નેઅપરાજિતાએ આઠ દિક્કુમારીદર્પણહાથમાં રાખી પૂર્વ દિશામાં ઉભીરહી. દક્ષિણરૂચકનીસમાહારા, સુપ્રદત્તાસુપ્રબુદ્ધા,યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા ને વસુંધરાએ આઠ દિક્કુમારી પૂર્ણકળશ લઇ દક્ષિણ દિશામાં ઉભીરહી. પશ્ચિમ રૂચકની ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા એ આઠ દિકુમારી પંખા લઇને પશ્ચિમ દિશામાં ઉભી રહી. ઉત્તર રૂચકની અલંબુષા, મિશ્રકેશી, પુંડરિકા, વારૂણી, હાસા, સર્વપ્રભા, હૂઁદેવીને શ્રીદેવી એ આઠ દિકુમારી ચામર લઇ ઉત્તર દિશામાં ઉભીરહી. વિદિશાની ચિત્રા, ચિત્રકનકા સુતેજા અને સૈદામની એ ચારદિક્કુમારીદીપકલઇચારે વિદિશામાં ઉભી રહી. મધ્યમ રૂચકની રૂપા, રૂપાંશા, રૂપવતીને સુરૂપાએ ચાર દિકકુમારી પ્રભુના નાભીના નાલને કાપી એક ખાડો ખોદી, તેમાં મૂકી પંચવર્ણનાં રત્નોથી પૂરી ઉપર પીઠ રચી ત્રણ ગૃહો બનાવ્યા. પ્રભુને ત્યાં પ્રભુની માતાને સિંહાસન પર બેસાડી તેલથીવિલોપન કરી, ગંધોદક, પુષ્પોદક તથા શુધ્ધોદક વડે સ્નાન કરાવી, ગોશીર્ષચંદનના કાષ્ઠથી અગ્નિ પ્રગટાવીહોમ કર્યો. પછીરક્ષાપોટલીબાંધી,રત્ન ગોલક અફવાવી, ‘ઘણું જીવો ’ એવી આશિષ આપી, જન્મગૃહમાં સ્થાપન કરીને ગઇ. આપ્રમાણે છપન્ન દિકુમારીઓએપ્રભુનો જન્મોત્સવકર્યો. સૌધમન્ને હરિગગમેશીદેવને આજ્ઞાકરીકે, ‘‘સુઘોષા ઘંટ વગડાવી સર્વેને જિનજન્મોત્સવની જાણકરો.'' હરિણગમેશીએ સુઘોષા ઘંટ ત્રણ વખત વગાડતાં દરેકદેવલોકમાં રહેલી ઘંટાઓ વાગવા લાગી. શકેન્દ્રની આજ્ઞાથી પાલક દેવે એક લાખ યોજન પહોળું ને પાંચસો યોન ઉચું વિમાન બનાવ્યું. તેમા શકેન્દ્ર પરિવાર સહિત નંદીશ્વર દ્વિપમાં વિમાન સંક્ષેપીભગવંતના જન્મભવને આવ્યો. ભગવંતને ફરતી ત્રણ પ્રદક્ષિણા આપી. આઠઅગ્રમહિષીને ચોરાશીહજારસામાનીકદેવો સહિત પ્રભુ પાસે આવ્યો. પ્રભુને તથા પ્રભુની માતાને પ્રદક્ષિણા પૂર્વક વંદન કરી સ્તુતિ કરીપછીમાતાને અવસ્વાપીનીનિંદ્રાઆપી. પ્રભુનું પ્રતિબિંબમાતા પાસે મૂકી એકરૂપેપ્રભુનેકરકમળમાં સ્થાપન કર્યાં, બે રૂપે બે બાજુ ચામર વીંજવા લાગ્યો, એક રૂપે પાછળ છત્ર ધારણ કર્યું અને એક રૂપે વજ્ર ઉલાળતો પ્રભુની આગળ ચાલવા લાગ્યો. આ પ્રમાણે પાંચરૂપ કરી પ્રભુને મેરૂ પર્વત પર લઇ જઇ પંડકવનમાં રહેલી અતિપાંડુકંબલા શિલાપરના સિંહાસન પર ભગવાનને ખોળામાં લઇપૂર્વાભિમુખેબેઠો. તે જવખતે ઇશાન અચ્યુતેન્દ્રવગેરે વૈજ્ઞાનિક ઇન્દ્રો, ભવનપતિના વીશ ઇન્દ્રો, જંતરના બત્રીશ ઇન્દ્રો, ને જ્યોતિષીના ( અસંખ્ય સૂર્યને ચંદ્રો પણ જાતિની અપેક્ષા એ ) બે ઇન્દ્રો મળી ચોસઠ ઇન્દ્રો આવ્યા. પહેલો અભિષેક અચ્યુતેન્દ્ર ચોસઠ હજાર કળશથી કર્યો. તે વખતે શકેન્દ્રને શંકા થઇકે પ્રભુ આ અભિષેકકેવીરીતે સહનકરશે ? પ્રભુએજ્ઞાનથી જાણીને પોતાના અંગુઠાથી મેરૂ પર્વતને 173 Page #258 -------------------------------------------------------------------------- ________________ કંપાવ્યો ને ઇન્દ્રની શંકા ટાળી. કુલ અઢીસો અભિષેક એક કરોડને સાઠ લાખકળશોથી કરાયા. સૌધર્મ ઇશાનેન્દ્રના ખોળામાં પ્રભુને મૂકીને વૃષભનું રૂપ કરી શીંગડામાં જળ ભરી અભિષેક કર્યો ને હું આપની આગળ પશુતુલ્ય છું તેમ બતાવ્યું. પછી પ્રભુને માતા પાસે મૂકી પ્રતિબિંબ તથા નિદ્રા સંહરી નમીને ઇન્દ્ર પોતાના સ્થાને ગયો. સર્વ ઇન્દ્રોએ પરિવાર સાથે નંદીશ્વર દ્વીપમાં જઇ અઠ્ઠાઇ મહોત્સવ ઉજવ્યો અને સ્વસ્થાને ગયા. પ્રભુનો જન્મોત્સવ ઉજવવાનું સૌભાગ્ય સૌધર્મ ઇન્દ્રે પૂર્ણ કર્યો ત્યારે તેમણે પ્રભુને ત્રણે લોકના હીતકારી, અભયઆપનાર, બોધિદાયક, માર્ગદર્શક, ધર્મદાયક કહીને વંદન કર્યા હતા. એવા પ્રભુનાં જન્મની વધામણીમળતા સિદ્ધાર્થ રાજાએ દસ દિવસ સુધી પુત્રનો જન્મોત્સવ ઉજવ્યો. બંદીવાનોને છોડયા અને ઘેર ઘેર ભેટણા મોકલ્યા. બારમા દિવસે જ્ઞાતિજનોને જમાડી વર્ધમાન નામ આપ્યું. પંચધાત્રીઓથી લાલન પાલન કરાતા પ્રભુ આઠ વર્ષના થતાં પોતાના સમવયસ્ક મિત્રો સાથે રમવા લાગ્યા. ભવિષ્યમાં મહાન વિભૂતિ બનનાર આત્મા પોતાની બાલ્યાવસ્થામાં પણ મહાન બાળક જેમ વર્તે છે. એક વખત તે મિત્રો સાથે વનમાં રમતા હતા, એક વખત સૌધર્મેન્દ્રદેવોની સભામાં વર્ધમાનકુમારના અમાપ બળ અને ગુણોના વખાણ કર્યા હતા. એ સમયે કેટલાક દેવોને આ વાત સાચી લાગી ન હતી એમાં એક મિથ્યા દષ્ટિ દેવ વર્ધમાનકુમારની પરીક્ષા કરવા આવી પહોંચ્યો. તેણે ભયંકર સર્પનું રૂપ લીધું. અને સૌ બાળકોને ડરાવતો વૃક્ષને વીંટળાઇ વળ્યો. સર્પને જોઇઅન્ય બાળકો ડરથી ત્યાંથી નાસભાગ કરવા લાગ્યા. એ સમયે વર્ધમાનકુમારે તે સર્પને દોરડાની જેમ પકડી દૂર ફેંકી દીધો. અન્ય રાજકુમારો તે જોઇને લજ્જા પામી ગયા. ફરીથી તેઓ ત્યાં રમવા આવી ગયા. આ મિત્રો સાથે તે દેવ પણ રાજકુમારનું રૂપ ધારણ કરીને આવ્યો. રમત ફરી શરૂ થઇ. તેમાં એક શરત હતી કે જે બાળક હારે તેના ખભા પર જીતનાર બેસે. પેલો દેવઆરમતમાં સમજીને હારી ગયો. અને વર્ધમાનકુમાર જીતી ગયા. શરત મુજબતે બાળકબનેલાદેવના ખભા પર વર્ધમાનકુમાર બેઠા. દેવેતેમની પરીક્ષા કરવા વિકરાળરૂપ ધારણ કર્યું. ઊંચા પર્વતો જેવા શરીરમાં ગુફા જેવું મુખ અને નાગ જેવી જીભ લટકવા લાગી. તેની ભયંકર દાઢો કરવતના દાંતા જેવી દેખાતી હતી. આંખો અગનના અંગારા જેવી ચમકવા લાગી. તેનું રૂપ બિહામણું બન્યું. વર્ધમાનકુમાર આ બાબત જાણી ગયા. મહાપરાક્રમી પ્રભુને આ વિકરાળ રૂપ પણ ડરાવી શકતું નથી. તેમણે એક મુષ્ટિનો પ્રહાર કર્યો ત્યાં તો વિરાટ રૂપ વામન બની ગયું. વર્ધમાન હવે મહાવીર બન્યા. પ્રભુ આઠ વરસના થયા એટલે પિતાએ તેમને ભણવા મૂક્યા. ત્રણજ્ઞાનના જાણનારને વળી શિષ્ય થવાનું હોય? આ સમયે ઇન્દ્રનું આસન કંપ્યું. અવધિજ્ઞાનથી જોતા તેમને ખબર પડીકે માતાપિતાનીઇચ્છાખાતરજ્ઞાનીભગવંત ભણવા તૈયાર થયા હતા. ઇન્દ્રપ્રભુ પાસે આવ્યા. પ્રભુને ઉપાધ્યાયનાં આસન પર બેસાડીને શાસ્ત્રો પર આધારિત પ્રશ્નો પૂછ્યા. પ્રભુએ આપેલા ઉત્તરોમાંથીએદ્રનામનું વ્યાકરણરચ્યું. આરીતે જ્ઞાનનાદાતા માતાપિતાના સંતોષ ખાતર નિશાળે ભણવા માટે પણ તૈયાર થયા. ધીમે ધીમે વર્ધમાનકુમારબાળપણ પસાર કરીયૌવનવય પામ્યા. સાત હાથ ઊંચી કાયાવાળા પ્રભુ ઉત્કૃષ્ટ રૂપ પામ્યાતેથી ત્રિશલા માતાની ઇચ્છા હતી કે સુંદર અને ગુણવાન કુમાર માટે યોગ્ય કન્યા પસંદકરી પોતે વહુના દર્શન કરી ધન્ય બને. તે જાણતા હતા કે વર્ધમાન કુમાર સંસારમાં વિરકત ભાવથી જરહે છે, છતાં તેઓ પોતાનીઆજ્ઞાનું પાલન કરશે. આ સમયે સમરવીર નામના રાજા પોતાની કન્યા યશોદાને પોતાના મંત્રી સાથે સિદ્ધાર્થ રાજાને ત્યાં વર્ધમાન 174 Page #259 -------------------------------------------------------------------------- ________________ કુમાર સાથે લગ્ન માટે મોકલે છે. મંત્રીઓએ સિદ્ધાર્થ રાજાને સમરવીર રાજાનો સંદેશ કહ્યો ત્યારે તેમણે કહ્યું કે વર્ધમાનકુમાર તો જન્મથીજસંસારથી વિરક્ત છેતેથીતેમની પાસે લગ્ન સંબંધી વાત કરી શકાતી નથી, છતાં તેમના મિત્રો દ્વારા આ વાત કહેવરાવશું. સિદ્ધાર્થ રાજાએ ત્રિશલાદેવીને આ વિષે વાત કરી. કઇ માતા પુત્રના ઉત્તમ કન્યા સાથેના વિવાહથી આનંદ ન પામે ? ત્રિરાલા માતાએ તરત જ વર્ધમાનકુમારના મિત્રોને તૈયાર કર્યા અને વિવાહ સંબંધી વાત કરવા તેમની પાસે મોકલ્યા. મિત્રો પણ જાણતા હતા કે વર્ધમાન ભલે તેમના મિત્ર હતા, પરંતુ સંસારમાં તેમનું મન ન હતું, છતાં તેઓ વર્ધમાનકુમાર પાસે ગયા અને માતા-પિતાની ઇચ્છા પૂરી કરવા યશોદા નામે કન્યા સાથે લગ્ન કરવા વિનંતી કરી. એક મિત્રે કહ્યું, ‘“જેમ અનાસક્તિ સાથે તમે રાજમહેલમાં રહો છો અને એક યોગી જેવું જીવન જીવી રહ્યા છો; એવી જ અનાસક્તિથી યશોદા સાથે લગ્ન કરી તેના પતિ તરીકે ન રહી શકો ? "" માતા - પિતાની ઇચ્છા સામે વર્ધમાનકુમાર વિચાર કરે છે કે એક બાજુ માતાનો આગ્રહ અને બીજી બાજુ સંસારનાં પરિભ્રમણ નો ભય છે; પરંતુ ગર્ભમાં પણ માતાને દુઃખ ન થાય એ માટે અંગો સંકોચી લીધાં હતાં. તો અત્યારે તેમના મનને લગ્નનીનાપાડતાખૂબજદુઃખલાગશે. કદાચ ભોગાવલિકર્મ બાકી હોય તોપણતેને ભોગવ્યા વગર ચાલશે નહીં. આ રીતે વિચાર કરી વર્ધમાન કુમારે માતાને લગ્ન માટે સંમતિ આપી. માતાના હર્ષનો પાર નરહ્યો. તેમણે સિદ્ધાર્થ રાજાને વાત કરી. એક પવિત્ર દિવસે વર્ધમાન કુમારના લગ્નયશોદા સાથે નકકી થયાં. લગ્નનાં ગીતો ગવાયા. વર્ધમાનકુમાર અને યશોદા સંસારના નાટકનાં પાત્રો બનીગયાં, છતાં વર્ધમાનકુમારતો વિષયસુખને અનાસક્ત ભાવે ભોગવતા હતા. નિકાચિત ભોગાવલિ કર્મ ધીમે ધીમે ખરતું જતું હતું. થોડા સમય પછી પ્રિયદર્શના નામે પુત્રીના પિતા બન્યા પછી પ્રભુ સંસારનો ત્યાગ કરવા ઉત્સુક બન્યા. આ સમયે તેમની ઉમર અઠયાવીસ વર્ષની હતી. થોડા સમયમાં પિતા સિદ્ધાર્થ રાજા અને માતા ત્રિશલા દેવી મૃત્યુ પામ્યા. આ બનાવથી વડીલભાઇ નંદિવર્ધન, રાજ પરિવારના અન્ય સભ્યો તેમજસમગ્ર પ્રજાજનો શોકની લાગણીઅનુભવતા હતા, જ્યારે પ્રભુ એ વખતે આ બનાવને કર્મનાં પરિણામ તરીકે જોતા હતા. હવે તેઓ આ સંસારથી મુક્ત થઇ શકશે, એવું મનમાં નકકી કરી તેઓ વડીલ બંધુ નંદિવર્ધન પાસે દીક્ષા લેવાની આજ્ઞા લેવા ગયા. નંદિવર્ધન તો શોકગ્રસ્ત હતા. પિતાના અવસાનથી રાજ્યની જવાબદારી તેમના પરઆવી હતી. માતાના મૃત્યુનો આઘાત હજુ તો શમ્યો નહતો, ત્યાં તે આ રીતે પોતાનાનાનાભાઇને દીક્ષાગ્રહણ માટે કઇ રીતે સંમતિ આપે? છતાં નંદિવર્ધને બે વર્ષ પછી દીક્ષા લેવાની હા પાડી. તેમના આત્માના તમામ પ્રદેશો પર મોહરાજાનો કબજો જોરદાર હતો. પરંતુ વિરાગી વર્ધમાન સામે વડીલ નંદિવર્ધનને નમતું આપવું પડયું. પ્રભુ તો વડીલ બંધુની આજ્ઞાને પિતાની આજ્ઞા માની સંસારના સુખને વિરક્ત ભાવથી ભોગવવા લાગ્યા. તેમણે નંદિવર્ધનને કહ્યું, ‘“મારા નિમિત્તે કોઇસુખની બાબતો કરાવશો નહીં. તો જ હું આપની આજ્ઞા પ્રમાણેરહું ', આ રીતે પ્રભુ દીક્ષા લેવા તત્પર થયેલા છતાં વિનયની વેલી તેમના સંસારને પણ સુંગધથી ભરી દેતી. પ્રભુનો દીક્ષાઅવસર જાણી એક વર્ષ પહેલા લોકાંતિકદેવોએ આવી વિનંતીકરી,‘“હેપ્રભુ!તીર્થપ્રવર્તાવો!'' દેવોની આજ્ઞા અનુસાર પ્રભુનું સંસારની માયાજાળમાંથી મુક્ત થવાનું સ્વપ્ન સાકાર રૂપ ધારણ કરે છે. ત્યારથી પ્રભુએ વાર્ષિક દાન આપવાનું શરૂ કરવા નિર્ધાર કર્યો. --- 175 Page #260 -------------------------------------------------------------------------- ________________ એક બાજુ સૌનું હદય રડે છે કારણ કે સૌના પ્રિય એવા વર્ધમાન હવે સૌને છોડી જવાના હતા. બીજી બાજુ વર્ધમાન કુમારનું મન પ્રસન્નતા અનુભવતું હતું. મહાદાનનો પ્રારંભ થાય એ પહેલા ઇન્દ્રનું આસન કંપાયમાન થયું. ઇન્દ્ર કુબેરને આજ્ઞા કરી કે, “ધન-ધાન્યથી ભરપૂર હોય એવા વર્ધમાનકુમારનો રાજમહેલ બનાવો.”કુબેરદેવે તિર્યગજાંભકદેવોને વિનંતી કરી કે નધણીયાતું ધન જ્યાં પડ્યું હોય, ત્યાંથી ધન લાવી પ્રભુને અર્પણ કરો. આ રીતે આજ્ઞા થવાથી દેવો પોતાના આચાર પ્રમાણે ધન-સંપત્તિ લઇને પ્રભુના મહેલને સંપન્ન કરી દીધો. દરરોજ એક કરોડ આઠ લાખ સોનૈયાનું દાન પ્રભુ આપવા લાગ્યા. સૌના ભાગ્યમુજબદાન સૌને આપીને પ્રભુએ લોકોનું દારિદ્રદૂર કર્યું. મહાપુરૂષના હાથની શેષ લઇ સૌકૃતાર્થ થયા. આ રીતે વાર્ષિકદાન પૂરૂ થયું. દીક્ષાનો દિવસ નજીક આવવા લાગ્યો. વિરાગી વર્ધમાન મહાભિનિષ્ક્રમણના પંથે કદમ માંડવાના હતા. નંદિવર્ધને પ્રજાજનોને નગર શણગારવા આદેશ કર્યો. લોકોએ પોતાના ઘરનો પ્રસંગ હોય, એમઆ આદેશ પ્રમાણે નગરને શણગાર્યું. પ્રજાના લાડીલા કુમાર હવે વિરાગી અને આણગાર બનશે એ વાતનો સૌને ગર્વ હતો. કારતક વદ દસમનો મહાન દિવસ આવી પહોંચ્યો. સવારે પ્રભુને સ્નાન કરાવવા એક હજારને આઠ સુવર્ણ, મણિ, રત્ન અને માટીના કળશો શીરોદક નીરથી ભરાવ્યા. ઇન્દ્રનું આસન કંપાયમાન થયું. ઇન્દ્રો વગેરે સૌ પણ પોતાના આચાર મુજબ આવી પહોંચ્યા. તેઓએ લાવેલા કળશો તેમજ નંદિવર્ધને તૈયાર કરાવેલા કળશોના ઉત્તમ દ્રવ્યોથી પ્રભુનો પહેલો અભિષેક નંદિવર્ધને કર્યો. પછી અનુક્રમે સર્વ ઇન્દ્રોએ ભાવપૂર્વક અભિષેક કર્યો. દેવેન્દ્રો, નરેન્દ્રો અને પ્રજાજનો સૌ અહીં ભેગા થયા હતા. વસ્ત્રાલંકારોથી વિભૂષિત થયેલાં પ્રભુનો ચહેરો સંયમસાધના માટે આનંદવિભોર બન્યો હતો. પૂર્વના ત્રીજા ભવે અઘોર તપની સાધના જેના માટે કરી હતી અને જેના માટે દેવાવાસમાં ય સુખવચ્ચે સદા ઝંખના કરી હતી, જે લેવા માટે રાજમહેલના સુખો પણ છોડી દીધાં હતાં, એ સંયમમાર્ગે આજે તેઓ પ્રયાણ કરી રહ્યા હતા. થોડી જ પળોમાં અપૂર્વ અને સાચું સુખએમને પ્રાપ્ત થવાનું હતું. દીક્ષા સ્થળ સુધી પ્રભુને લઈ જવા માટે પચાસ ધનુષ લાંબી, પચીસ ધનુષ પહોળી અને છત્રીસ ધનુષ ઊંચી સુંદરી અને કલાત્મક ચંદ્રપ્રભા નામની શિબિકા તૈયાર કરવામાં આવી, તેની ફરતી ઘુઘરીઓ રણકતી હતી. ધજા-પતાકાથી શોભતી આ શિબિકાને ત્રણ પ્રદક્ષિણા દઇ પ્રભુ પુર્વાભિમુખ બેઠા. મંગલિક સફેદ વસ્ત્રોથી ચંદ્ર જેવા અને આભૂષણોથી કલ્પવૃક્ષ જેમ શોભતા પ્રભુની જુદી જુદી દિશાઓમાં કુળની સ્ત્રીઓ કળશ, પંખો, ચામર, રૂપાની ઝારી, છત્ર વગેરે લઈને ઊભી રહી. શિબિકાની બન્ને પડખે સૌધર્મ અને ઇશાન ઇન્દ્ર ચામર લઈને ઊભા રહ્યા. પહેલા આ શિબિકા સેવકોએ ઊપાડી પછી શક, ઇશાન, બલિ અને ચમર ઇન્દ્રોએ તથા દેવતાઓએ શિબિકા ઊપાડી. અનેક પ્રકારના વાજિંત્રો, ધજાપતાકા, એકસો આઠ અશ્વધારકો, એકસો આઠ ગજસવારો, આયુધોથી ભરેલા એકસો આઠ રથો, સૂભરો, ઊંચો મહેન્દ્રધ્વજ, દંડીઓ, જટાધારીઓ, વિદૂષકો, ગાયકો, વાદકો, નર્તકો વગેરે સાથે પસાર થતી પ્રભુની શિબિકા આગળ વધતી હતી. સ્વજનો, કુટુંબીઓ અને દેવદેવીઓ પોતાના વાહનમાં બેસી પ્રભુની સ્તુતિ કરતા પ્રભુની સર્વવિરતિ સુખની યાત્રામાં જોડાયા હતા. સહુનાં રોમેરોમ આનંદના સાગરથી પુલકિત બન્યા હતા. સર્વના આશીર્વાદ મેળવી રહેલા પ્રભુની શિબિકા જ્ઞાતખંડ ઉધાનમાં અશોકવૃક્ષની નીચે ઊતારવામાં આવી. કોલાહલ શાંત થયો. ( 76) Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ શિબિકામાંથી નીચે ઉતર્યા. સંસારના સુખોની જેમ એક પછી એક આભૂષણો દૂર કરતા પ્રભુને જોઈ નંદિવર્ધન અને કુટુંબીઓનાં કાળજા કંપી ઊઠયાં. ઇન્દ્ર પ્રભુ પર દેવદૂષ્ય વસ્ત્ર નાખ્યું. જ્યારે વર્ધમાન પ્રભુએ એક મુઠીમાં વાળ લીધા અને તે સરળતાથી ખેંચી લીધા, ત્યારે બધાની આંખમાં આંસુ આવી ગયાં. શાંત વાતાવરણમાં સંભળાતા ડૂસકાની વચ્ચે પ્રભુએ સર્વવિરતિ સામાયિકની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. આ રીતે ત્રીસ વર્ષની ઉંમરે માગસર વરદસમે છઠ્ઠની આરાધના સાથે વર્ધમાનકુમારમટીહવે શ્રમણભગવાન મહાવીરબન્યા. તરત જ તેમને મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત થયું. નંદિવર્ધન પ્રભુના પગમાં પડી ચોધાર આંસુએ રડવા લાગ્યા. પોતાથી નાનો ભાઈ વિરાગી બન્યા અને પોતે હજુ રાગી જ છે, એ વાતથી તેનું મન ભરાઈ ગયું. છેવટે પ્રભુએ ત્યાંથી જવા માટે તૈયારી કરી. આ રીતે કર્મરાજા સામેના સંધર્ષ માટે સજજ થયેલા પ્રભુને સહુએ વંદન કર્યું અને પોતપોતાનાં સ્થાને ગયા. દેવોએ નંદીશ્વર જઇ અકાઇ મહોત્સવ કર્યો. કર્મરાજાની જંજીરોમાં જકડાયેલો આત્મા હવે તેની સામે બાથ ભીડીને જ્ઞાતખંડમાંથી બહાર નીકળી ઇર્યાસમિતિપૂર્વક ચાલવા લાગ્યો. પ્રભુની વિકાસયાત્રા નયસારના ભવથી શરૂ થયેલી. ધીમે ધીમે અભિમન્યુના કોઠાની જેમ કર્મરાજાની પકડમાંથી મુકત થવા, અનંત રોગ અને ઉપાધિઓથી છૂટકારો મેળવવા અને નીચ ગોત્રમાં અનુભવેલાં દુઃખોથી મુક્તિ મેળવવા પ્રભુ તત્પર બન્યા. પ્રભુ ચાલતા ચાલતા કુમારગ્રામ સન્નિવેશે આવ્યા ત્યાં સોમ નામનો બ્રાહ્મણ પ્રભુ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે “હે સ્વામી ! આપે વરસીદાન દઇ લોકોનું દારિજ્ય દૂર કર્યું, પરંતુ એ સમયે હું એનાથી વંચિત રહ્યો છું, માટે આપના પાવન હાથે મારી પીડાને દૂર કરો.'' આ સાંભળી કરુણાના ધારક શ્રી મહાવીર પ્રભુએ દેવદૂષ્યવસ્ત્રમાંથી અડધું વસ્ત્ર આપી દીધું. તે વણકર પાસે ગયો. વણકરે તે વરત્રને બહુમૂલ્ય ગણાવી બીજો અર્ધો ભાગ લાવવા કહ્યું અને જો તે બન્ને ભાગને જોડશે, તો તેની બહુ મોટી કિંમત તેને મળશે એવી સલાહ આપી. પાછળથી તે મહાવીર પ્રભુની શોધમાં ફરવા લાગ્યો. તેર મહિના પછી તે વસ્ત્ર તેને કાંટામાં ભરાયેલું જોવા મળ્યું. તેણે તે તરત જ લઇ લીધું. વણકરે કહ્યા મુજબ તે બન્ને ભાગ એક કરી આપ્યા તેની બહુ મોટી કિંમત મળી તેથી બ્રાહ્મણનું દારિદ્રય ટળ્યું. આમ તો પ્રસંગ વસ્ત્રદાનનો મહિમા દર્શાવે છે, પરંતુ બીજા અર્થમાં જોઇએ તો બ્રાહ્મણવૃદ્ધથયો છતાં તેનામાં દારિદ્રતા હતી. ભગવાન મહાવીર પાસે માત્ર એક જ વસ્ત્ર હતું, છતાં તે ધનવાન હતા. ઉપરાંત દેવદુષ્ય એ જ્ઞાનનું પ્રતિક હતું. પહેલા ભગવાને અડધું જ્ઞાન આપ્યું અને તે બ્રાહ્મણે બાકીનું જ્ઞાન કાંટારૂપી મુશ્કેલીમાંથી પાર પામ્યા પછી મેળવ્યું. જ્ઞાન મેળવવા તપશ્ચર્યા પણ કરવી પડે છે, જે આ પ્રસંગ બતાવે છે. અધુરું જ્ઞાન જીવનમાં યોગ્ય નથી, એ પણ આ પ્રસંગનો અર્થ બતાવી શકાય. આ પ્રસંગ પછી પહેલા જ દિવસે પ્રભુ કાઉસગ્ગ ધ્યાને પ્રતિમા ધરીને રહ્યા. એ સમયે એક ગોવાળ આખો દિવસ બળદોને હંકારી થાકી ગયો હતો તે પોતાના બળદોને પ્રભુ પાસે સીમમાં છોડીને ગામમાં ગયો. મનમાં તેણે વિચાર્યું કે અહીં બળદો ચરશે ત્યાં હું ગામમાંથી પાછો આવી જઇશ. થોડા સમય પછી તે ગોવાળ પાછો આવ્યો ત્યારે તેણે તે સીમમાં પોતાના બળદોને જોયા નહીં. તેણે વિચાર્યું કે આ સાધુ જાણતા હશે તેથી તેણે પ્રભુને બળદો વિષે પૂછયું, પ્રભુ તો ધ્યાનમાં મગ્ન હતા. તેમણે મૌન રાખ્યું. ગોવાળે | વિચાર્યું, “આ સાધુ-મહાત્મા જાણતા હોય એવું લાગતું નથી.' તે પોતાના બળદોને શોધવા નીકળી પડ્યો. એ r u - ( 177) TTT T Page #262 -------------------------------------------------------------------------- ________________ દરમિયાન બળદો ત્યાં વાગોળતા વાગોળતા આવી પહોંચ્યા અને પ્રભુ પાસે જ આવીને બેઠા. પેલો ગોવાળ આખા ગામમાં ફરી થાકીને પાછો ત્યાં આવ્યો અને તેના બળદોને પ્રભુ પાસે વાગોળતા બેઠેલા જોયા. તેણે આ જોઈને વિચાર્યું, “આ મહાત્માએ. જ મારા બળદો સંતાડ્યા હશે, તે આ બળદોને લઈ જવા માંગતો હશે, એટલે જ મને જવાબ આપતો ન હતો. ” આવો વિચાર કરીને તે પાસે પડેલ એક દોરડું લઈ પ્રભુને મારવા દોડડ્યો. આ સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થયું. કેન્દ્ર અવધિજ્ઞાનથી જોયું અને ગોવાળને અટકાવીને કહ્યું, “અરે પાપી ! આ સિદ્ધાર્થ રાજાના પુત્ર છે, તે તું નથી જાણતો?'' આ રીતે ગોવાળનો ઉપાર્ગ અટકાવી ઇન્દ્ર પ્રભુને વિનંતી કરતા કહ્યું, “પ્રભુ! આ સાડા બાર વર્ષ બહુકપરાં આવે છે, વિપત્તિઓની ઝડી વરસશે, આપના ઉપર ઉપસર્ગોની પરંપરા સર્જાશે, માટે હેત્રિલોકપતિ!જો આપની આજ્ઞા હોય તો આ સાડા બાર વર્ષ હું આપની રક્ષા કરું અને આપ નિર્વિને સાધનાના પંથે આગળ વધો. ” પરમાત્મા તો કર્મના સિદ્ધાંતને માનનારા હતા. તેમણે કહ્યું, “હેઇન્દ્ર!અહંતો કદી બીજાની સહાયની આશા રાખતા નથી. મોક્ષ કોઇના દેવાથી મળતો નથી. જિનેન્દ્રો કેવળ પોતાના જ બળથી આગળ વધે છે. મોક્ષનું મૂલ્ય સાધકે પોતે જ પોતાની સાધનાથી મેળવવું જોઇએ. મારો સાધનામાર્ગ હું જનકકી કરીશ. અન્ય કોઇની સહાયથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવી યોગ્ય નથી.” - આ રીતે સહાય મહાવીર પ્રભુ માટે બંધન રૂપ હતી. તેઓ માનતા હતા કે કોઇના ખભા ઉપર બેસી મોક્ષ મેળવવા કરતા પોતાના બળથી આગળ વધીને મુકિતના માર્ગે પહોંચવું યોગ્ય છે. આ પછી પ્રભુના માસીનો પુત્ર જે બાળ તપસ્વી હતો, તે તપના પ્રભાવથી સિદ્ધાર્થ નામે વ્યંતર થયેલો હતો તે આવ્યાં. ઇન્દ્ર મહારાજે તેને ભગવંતને થતા ઉપસર્ગો નિવારવા માટે મૂકો અને તે પોતાનાં સ્થાને ગયા. - સવારે પ્રભુ કોલ્લાગ સંનિષમાં ગયા. પ્રભુનાં તેજ અને સૌન્દર્યથી આકર્ષાયને યુવક-યુવતીઓ તેમનું સાન્નિધ્ય ઇચ્છવા લાગ્યા. તેથી પ્રભુ ત્યાંથી વિહાર કરી મોરાક સંનિવેષમાં આવ્યા. ત્યાં દુઇજ્જત નામે તાપસીના આશ્રમમાં સિદ્ધાર્થ રાજાનો મિત્રકુલપતિ રહેતો હતો, ત્યાં એક રાત્રિ રહ્યા. તેણે પ્રભુને ચોમાસુ ત્યાં રહેવા આગ્રહ કર્યો. ત્યાં ઘણો સમય પસાર થયો - એક વખત પ્રભુ આશ્રમની બહાર કાઉસગ્ગ ધ્યાને સ્થિર હતા, ત્યારે કેટલીક ગાયો આશ્રમમાં ઘાસ ખાવા આવી. ત્યાંથી તાપસોએ તે ગાયોને કાઢી મૂકી એથી એ ગાયો પ્રભુ જે ઝૂંપડીમાં રહ્યાં હતા ત્યાં ઘાસ ખાવા લાગી પરંતુ પ્રભુએ તેની દરકાર કરી નહીં. તાપસીએ ફરિયાદ કરી કે આ મુનિ તેની ઝૂંપડીનું રક્ષણ કરતા નથી. આ સાંભળી તેના કુલપતિએ મીઠા શબ્દોમાં કહ્યું, “તમે તો ક્ષત્રિય છો, ઉત્તમ કુળનાં સંસ્કાર અને ધર્મ પ્રમાણે તમારું કર્તવ્ય રક્ષણ કરવાનું છે. તમે કેમ આ ફરજની ઉપેક્ષા કરી?' આ સાંભળી પ્રભુએ વિચાર્યું કે પોતાના નિમિત્તે આ લોકો અધર્મ પામશે અને અપ્રીતિનું કારણ ઊભું થશે. આવું વિચારી વર્ષાકાળ હોવા છતાં પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. એ સમયે તેમણે પાંચ અભિગ્રહો ધારણ કર્યા. આ અભિગ્રહો નીચે પ્રમાણે હતા. (૧) જ્યાં અપ્રીતિ થાય ત્યાં વસવું નહીં. (૨) જ્યાં રહેવું ત્યાં કાયોત્સર્ગમાં જ રહેવું (૩) શક્ય હોય ત્યાં સુધી મૌન જ રહેવું. -= TO 8 મા Page #263 -------------------------------------------------------------------------- ________________ (૫) ગહસ્થીનો તિ (૪) હાથમાં (કરપાત્રમાં) જ ભોજન કરવું. ગૃહરથીનો વિનય કરવો નહીં. આ રીતે સમય પસાર કરતા પ્રભુ પંદર દિવસ પછી અસ્થિક ગામે આવ્યા. અહીંના લોકોએ પ્રભુને આ પ્રમાણે છે વૃત્તાંત કહી સંભળાવ્યું. અસ્થિકગામ પહેલા વર્ધમાન ગામ તરીકે ઓળખાતું હતું. બાજુમાંથી વેગવતીનામ નદી પસાર થતી હતી. એક વખત ધનદેવનામે વણિક કરિયાણાના પાંચસો ગાડા ભરીને ત્યાંથી પસાર થયો. તે નદીમાં કાદવ હતો, તેથી તેના ગાડા એ નદીમાં ફસાઇ ગયાં. ઘણી મહેનત કરવા છતાં એ ગાડા નીકળ્યા નહીં. તેમાં એક બળદ સશકત હતો. તેને આગળ કરીને તે વેપારીએ બધાં ગાડા જોતરી લીધાં. આટલો બધો ભાર વહન કરવાથી તે બળદખૂબ જ થાકી ગયો. તે અંતે મરણતોલ દશામાં આવી ગયો. તે વણિકે ગામના વૈદ્યોને બોલાવી તેની સારવાર કરી પરંતુ તે બળદ હજી પણ અશક્ત હતો. ચોમાસું બેસવાની તૈયારીમાં હતું, તેથી તે વણિક તે બળદને ગામમાં છોડીને ગયો. તેણે ગામલોકોને બળદની સારસંભાળ માટે પૈસા પણ આપ્યા હતા. ગામલોકોએ તે પ્રમાણે તે બળદની સારવાર કરી તેથી ભૂખ-તરસ અને દર્દથી પીડાતો બળદ અંતે મરણ પામ્યો અને શૂલપાણી નામે તે વ્યંતર થયો. તેની પાસેનાં જ્ઞાનથી તેણે જાણ્યું કે આ ગામલોકોએ પોતાની સંભાળ લીધી ન હતી. ગામવાસીઓ પરબદલો લેવાની ભાવનાથી તેણે ગામમાં મરકીનોરોગ ઉત્પન્ન કર્યો. ગામના લોકો મૃત્યુ પામતા ગયા. તેમનાં અસ્થિના ઢગલા થયા તેથી ગામનું નામ અસ્થિક ગામ પડ્યું. અનેક ઉપાયો છતાં રોગ પર કાબુ ન થયો. છેવટે તેઓએ દેવોને રીઝવવા માટેના પ્રયત્ન કરી કહ્યું, “હે દેવતાઓ, અસુરો, યક્ષો, કિન્નરો ! અમારાથી કોઇ અપરાધ થયો હોય તો અમને કહો, અમને પ્રસન્ન થાઓ !' તરત જ શૂલપાણિ યક્ષે કહ્યું, “આ અસ્થિઓ પડ્યા છે, તેનો સંગ્રહકરો; તેની ઉપર એક ઊંચું મંદિર બનાવો, તેમાં વૃષભ રૂપે મારી મૂર્તિની સ્થાપના કરો ને રોજ પૂજા કરો તો જ સૌને જીવતા મૂકીશ.' આ સાંભળીગામલોકોએ ઇન્દ્રશર્માનામના બ્રાહ્મણને તે મુજબ ક્રિયા કરવા રોકાયો.આજે આ ગામ અસ્થિક નામથી પ્રખ્યાત છે. લોકોએ શૂલપાણિના કહેવા પ્રમાણે ત્યાં મંદિર પણ બનાવ્યું છે. ” આ વાત કરતા કરતા લોકોએ પ્રભુને ત્યાં રાતવાસો કરવામાં જોખમ છે એવું કહ્યું. પરંતુ પ્રભુ તો મૌન રહ્યા અને ત્યાં જ રાત્રિરોકાણ કર્યું. પ્રભુકાયોત્સર્ગમાં સ્થિર થયા અને શૂલપાણિ વ્યંતરે પ્રભુના આખા શરીર પર અમાનૂપી વેદના આપવાનું શરૂ કર્યું. પ્રભુ માટે તો આ તમામ પરિસ્થિતિ સરખી જ હતી. એમના ચહેરા પર કયાંય ગુસ્સો કે લેષભાવની એક રેખા પણ હતી નહીં. અંતે થાકીને તે બંતર નવાઇ પામી પ્રભુને કહેવા લાગ્યો, હે કરુણાનિધિ ! તમારો મેં અપરાધ કર્યો છે. મેં તમારી શક્તિ જાણ્યા વગર અનેક અપરાધો કર્યા છે. મને માફ કરો. '' આ સાંભળી સિદ્ધાર્થ વ્યંતરે શૂલપાણિને પ્રભુની ઓળખ કરાવી તેથી શૂલપાણિને પોતાની ભૂલ સમજાણી. _ * (179) Page #264 -------------------------------------------------------------------------- ________________ તે સમકિત પામ્યો અને નાચવા લાગ્યો. દુષ્ટ સામે પણ દયા! ભગવાન મહાવીરનો આ ગુણ એમની મહાનતાના ॥ પાયામાં હતો. આ ઘટના પછી પ્રભુ થોડો સમય માટે નિંદ્રાવશ થયા. એ દરમિયાન દસ સ્વપ્નો જોયાં. જેમાં પોતે તાળપિશાચને હણ્યો હોય એવું સ્વપ્ન પહેલા જોયું. આ ઉપરાંત સફેદ કોયલ, વિચિત્ર કોયલ, બે સુગંધી માળા, પોતાની સેવા માટે ઉપસ્થિત થયેલ ગોવર્ગ, પદ્મ સરોવર, સાગર, સૂર્યબિંબ, પોતાનાં આંતરડાંથી વિંટળાયેલો માનુષોત્તર પર્વત અને દસમાં સ્વપ્નમાં મેરુપર્વતનું શિખર જોયું. સવારે પ્રભુની પાસે ગામલોકો વંદન કરવા આવ્યા, એ સમયે સ્વપ્નો નૈમિત્તિક પણ આવ્યો હતો. તેણે પ્રભુનાં સ્વપ્નો વિષે આ પ્રમાણે અર્થ બતાવ્યો. પ્રથમ સ્વપ્ન તમે જે તાલ પિશાચને જોયો, તેનો અર્થ એ થયો કે તમે મોહને હણશો. સફેદકોયલ શુક્લબાનનું સૂચક છે. વિચિત્રકોયલએ વાતનો નિર્દેશ કરે છે કે તમે દ્વાદશાંગીનો વિસ્તાર કરશો. પાંચમાં સ્વપ્નમાં તમે ગોવર્ગને જોયો. એનો અર્થ એ છે કે તમે ચતુર્વિધ સંઘની સ્થાપના કરશો. પા સરોવર એ વાત સૂચવે છે કે વિવિધ દેવો આપની ઉપાસના કરશે. સાગર આ સંસારરૂપી સાગરથી પાર થવાનું સૂચન કરે છે. સૂર્ય કેવળ જ્ઞાન સૂચવે છે અને આંતરડાથી વીંટળેલો માનુષોત્તર પર્વત તમારી કીર્તિ દૂર સુધી પહોંચાડશે. તમે જે કુલની બે માળ જોઇ તેનો અર્થ મને ખબર નથી.'' પ્રભુએ બે માળને સાધુ અને ગૃહરથ ધર્મના સંકેત તરીકે ગણાવી. આ રીતે પ્રભુએ જોયેલાં દસ સ્વપ્નોનું આ પ્રમાણે ફળ જણાવી ઉત્પલ નિમિત્તક ચાલ્યો ગયો. પ્રભુ પણ ત્યાંથી વિહાર કરી મોરાગ ગામમાં આવ્યા. ત્યાં પણ તેમને અછંદકનામે પાંખડીનો સામનો કરવો પડ્યો. અંતે તે પાખંડી સાધુને પસ્તાવો થયો. પ્રભુ ત્યાં રહેવાનું યોગ્ય નહીં સમજતા ત્યાંથી વિહાર કરી ઉત્તર તરફ ગયા. શ્રી વીરપ્રભુ વિહાર કરતા કરતા શ્વેતામ્બીનગરી તરફ જઇ રહ્યા હતા, ત્યારે તેમણે ચાલુ માર્ગ છોડીને આડો માર્ગ હતો, તે તરફ ચાલવા માંડ્યું. સાથે રહેલા પ્રજાજનોએ પ્રભુને વિનંતી કરતા કહ્યું કે તમે જે માર્ગે જાઓ છો એ માર્ગે રસ્તામાં એક જંગલ આવશે. એમાં એક દષ્ટિવિષ સર્પ રહે છે. આ ચંડકૌષિકે પોતાનાં ઝેરીલા ત્યારથી અને કોધ કષાયથી પશુ, પંખી અને માનવીને મારી નાખ્યા છે. જંગલ નિર્જન બની ગયું છે. ચારે બાજુ ભયંકર હાહાકાર ફેલાવી દીધો છે. પરંતુ પ્રભુતો જ્ઞાની હતા. તેમણે જ્ઞાન વડે તે સર્પનો પૂર્વભવ ઓળખ્યો. પૂર્વભવમાં ચંડકૌશિક તપસ્વી સાધુ હતા. એક વખત તે વહોરીને આવતા હતા ત્યારે રસ્તામાં તેના પગ નીચે એક દેડકી ચગદાઈને મૃત્યુ પામી, તેમની સાથે રહેલા ક્ષુલ્લક મુનિએ તેનું ધ્યાન દોર્યું, ત્યારે તેમણે અન્ય મરી ગયેલી દેડકીઓ બતાવી. આ રીતે પ્રાયશ્ચિત લેવાનું ચૂકી ગયા. મુલ્લકે બે ત્રણ વખત તેમને પ્રાયશ્ચિત લેવાનું યાદ કરાવે ત્યારે તેના પર તે ખૂબજ ગુસ્સે થયા. તેને મારવા માટે જ્યારે તે દોડ્યા, ત્યારે વચમાં આવતા એક થાંભલા સાથે તેમાં મસ્તક અફળાયું અને ત્યાં જ તે મૃત્યુ પામ્યા. આ રીતે સાધુ હોવા છતાં, કર્તવ્યપાલનની અવગણના કરવાથી તે માં. દેવ થયા. ત્યાંથી ચ્યવન પામી કનકપલ નામના આશ્રમમાં કુલપતિના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. તેનું નામ કૌશિક રખાયું. વખત જતાકુલપતિનું મૃત્યુ થયું તેથી તે કુલપતિ બન્યો પરંતુ તે અત્યંત ક્રોધિત સ્વભાવનો હોવાથી તેને સૌ ચંડકૌશિકકહેતા હતા. આશ્રમની આજુબાજુ થતાં ફળફળાદિલેવા આવનારને તે અટકાવતો તેથી તેની ગેરહાજરીમાં રાજકુમારો તેના આશ્રમને તોડી નાખવા ત્યાં પહોંચી ગયા. તે વાતની ખબર જ્યારે કૌશિકને પડી ત્યારે તે તેમને કુહાડો (180) Page #265 -------------------------------------------------------------------------- ________________ લઇને મારવા દોડ્યો. ક્રોધમાં અંધ બનેલ વ્યક્તિને સારાં-નરસાનું ભાન કયાં હોય છે ? કૌશિક હાથમાં કુહાડી સાથે એક વૃક્ષ સાથે જોરથી અથડાયો. પોતાના હાથની કુહાડી પોતાને જવાગી અને ત્યાં જ મૃત્યુ પામી અત્યારે આ ભવમાં દૃષ્ટિવિષ સર્પ થયો હતો. આ રીતે ચંડકૌશિક સર્પનો પૂર્વભવવિચારીપ્રભુ તેને પ્રતિબોધવાનું નક્કીકરીએ રસ્તા તરફ ચાલવા લાગ્યા. તે આખું વન નિર્જન હતું. જળાશયોના પાણી તદ્દન સૂકાઇગયાં હતાં. પ્રભુ તો એક સ્થળે કાયોત્સર્ગમાં સ્થિર થયા. તરત જ ચંડકૌશિક સર્પ કાળના ધસમસતા પ્રવાહની જેમ બહાર આવ્યો. તેની જીભમાંથી ઝેર ટપકતું હતું. પ્રભુને જોઇને જ ક્રોધથી ફુંફાડા મારતો પોતાની ફેણને ફેલાવીને પોતાની જવાળામુખી જેવી દષ્ટિથી પ્રભુને જોવા લાગ્યો. પોતાની દષ્ટિ પડતા જ વિશ્વની જવાળાઓ ફેલાતી હતી, એ વાત પોતે જાણતો હતો તેથી અત્યારે તેને નવાઇલાગી. ચંડકૌશિકે આથી વિશેષ દષ્ટિવાળાઓ છોડવા માંડી. પરંતુ પ્રભુને કાંઇ થયું નહીં. શું આ એજ ચંડકૌશિક હતો જે ક્રોધના કષાયથી ઊડતાં પંખીઓને નીચે પાડતો હતો ? પોતાની ઝેરી દષ્ટિથી તે રસ્તે ચાલતા સેંકડો મનુષ્યોને ભોંયભેગા કરીદેનાર અને વૃક્ષોના પાન ખેરવી નાખનાર આ એજચંડકૌશિકઅત્યારે પ્રભુ સામે સ્થિર ભાવમુદ્રા રાખીને જાણે વિનયી થઇ ગયો હતો ! પરંતુ ઘડીભરમાં તેનો વિચાર બદલાઇ ગયો. તેને લાગ્યું કે આ ક્યો માનવીમારાથી ડર્યા વગર સ્થિર ઉભો છે ? પોતાની શક્તિનું અપમાન કરનાર માનવી ઉપર તે વધું ગુસ્સે થયો અને ભગવાનનાં શરીર પર ડસતો ડસતો દૂર ખસતો ગયો. પ્રભુનાપગમાંથીલોહીની બદલે દૂધની શ્વેત ધારાઓ વહેવા લાગી. કારણકે તેમના શરીરમાં લોહી અને માંસ સફેદ હોય છે. ચંડકૌશિકતો આશ્ચર્યથી આ ઘટના જોઇરહ્યો. પ્રભુનાં રૂપમાં રહેલી સૌમ્યતાથી તે સ્તબ્ધબની શાંત થયો ત્યારે પ્રભુ બોલ્યા, ‘“અરે ! ચંડકૌશિક ! બુઝ, બુઝ !'' વિષધારાઓ જાણે જલધારાઓ બની ગઇ. ધૂમપૂંઆ થયેલો જીવ પોતાના પાસાંઓ અવળાં પડતા શરમિંદો બની, પરાજિત થયેલો હોય એમ ઊડું મંથન કરવા લાગ્યો. અહિંસાનાં તેજથી શોભતી પ્રભુની મુખમુદ્રાની સામે ચંડકૌશિકનાં મનમાં રહેલા અભિમાનનાં પડળો દૂર થવા લાગ્યાં. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વભવો યાદ કર્યા, ત્યારે તે એકદમ અસ્વસ્થ બની ગયો. ઊંડા વિચારમાં મગ્ન બનેલા ચંડકૌશિકનો પુણ્યોદય જાગૃત થયો. કરુણામૂર્તિ ભગવાને જવાળામુખી જેવા વિષધરને સાચાં પ્રાયશ્ચિતના માર્ગે વાળ્યો. પ્રાયશ્ચિત રૂપે ચંડકૌશિકે મનોમન નકકી કર્યું, ‘‘આજથી હું સર્વથા આહાર-પાણીનો ત્યાગ કરું છું. મારો પાપી આત્મા આજ સુધી બીજાને પીડા આપતો રહ્યો. મારી આંખના ઝેરથી પણ કોઇ પીડિત ન રહે એ માટે હવે હું મારું મોં હંમેશા દરમાં રાખીશ.'' આ રીતે વિચાર કરતો ચંડકૌશિક સમતાભાવે જદરમાં સ્થિર થઇ ગયો. ભગવાન તો વિદાય થયા પરંતુ જાણે ંડુકોશિકને નવો જન્મ મળ્યો. નવું જીવન મૂલ્ય સમજાયું. તેનાં શરીર પર બાઝેલાં કષાયોનાં પોપડાં ઊખડી ગયાં. વાજુ પસાર થતાં લોકો પણ આ બાબતથી આશ્ચર્ય અનુભવવા લાગ્યા. પહેલા તો લોકોએ પથ્થર માર્યા, પણ ફળથી ઘી-ગોળથી પૂજા કરી. ચંડકૌશિક તો જરાય હલનચલન પણકરતો નથી. ઘી-ગોળનાકારણે ત્યાં તીક્ષ્ણ નવાળી કીડીઓ ઉભરાણી. આથી ચંડકૌશિકનું શરીર ચાળણી જેવું બની ગયું. છતાં પણ ચંડકૌશિક એક ગુનેગારની માફક અસહ્ય વેદના સહન કરવા લાગ્યો. જરા પડખું પણતેણેફેરવ્યું નહીં. એકવખતનો અગનજ્વાળા જેવું વિષ જેની આંખોમાંથી પણ ટપકતું હતું, એ આજે સમાધિની ઉન્નત અવસ્થાએ પહોંચી શક્યો ! 181 Page #266 -------------------------------------------------------------------------- ________________ ‘‘મારા પાપકર્મ પાસે આ કીડીઓના ચટકા શા હિસાબમાં ? મેં આપેલી પીડા પાસે આ પીડા તો નહીવત્ છે.’’આવા વિચારમાં ખાવા પીવાના ત્યાગરૂપ અનશન કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામી તે આંઠમાં દેવલોકમાં જન્મ પામ્યો. આ ઘટના એટલે જેનાં અણુએ અણુમાં માત્ર ક્રોધ અને વેરની ભાવના જ પ્રગટતી હોય એવા આત્માને કરુણાનાં મધુર જળથી શાંત કરી, ‘“તિન્નાણું, તારયાણં’’ ને સાર્થક કરનાર શ્રી મહાવીર પ્રભુએ ક્રોધની સામે ક્ષમાની, અભિમાન સામે નમ્રતાની અને પશુતા સામે સાધુતાની બહુમૂલ્ય ભેટ આ જગતને આપી છે. આપણાં જીવનમાં પણ ચંડકૌશિક જેવા ફૂંફાડા મારતા નાગ અનેક સ્વરૂપે આવે છે, તેના ડંસથી આપણું જીવન ઝેરી બની જાય છે, પરંતુ આપણામાં કરુણા પ્રગટ્યાની ક્ષણો કેટલી ? આ રીતે ચંડકૌશિકને પ્રતિબોધ આપી પ્રભુ ત્યાંથી વિહાર કરી ઉત્તરમાં વાચાલ ગ્રામે આવ્યા. ત્યાં નાગસેન ગૃહસ્થે પ્રભુને પંદર દિવસના ઉપવાસનું પારણું કરાવ્યું. દેવતાઓએ આ સમયે પંચદિવ્ય પ્રગટ કર્યાં. ત્યાંથી વિહાર કરી પ્રભુજી શ્વેતાંબી નગરીમાં આવ્યા. ત્યાં પ્રદેશી નામના રાજાએ પ્રભુની ભક્તિ કરી. ત્યાંથીસુરભિપુર જતા પ્રભુ ગંગાનદીપારકરવાએક નાવમાં બેઠા. નાવતો ઝડપથી ચાલવા લાગી. એ સમયે ઘુવડનો અવાજ આવ્યો, ક્ષેમિલ નામનો નિમિત્તિક આ સાંભળીને કહેવા લાગ્યો, ‘‘આજે આ નાવમાં આપણને મરણ ઉપજાવે તેવી મુશ્કેલી આવવાની છે, પરંતુ આ મહાત્માના પ્રભાવથી આપણે બચી જઇશું'' આ જ વખતે ત્યાં સુદંષ્ટ્ર નામનો નાગકુમાર દેવ પ્રગટ થયો. પૂર્વભવમાં જ્યારે મહાવીર પ્રભુ ત્રિપુષ્ટ વાસુદેવ હતા, એસમયે તેમણે એક સિંહને માર્યો હતો એ સિંહ અત્યારે આ નાગકુમાર દેવથયો હતો. તે પૂર્વભવનું વેર લેવા માટે તે નાવને ડૂબાવવા લાગ્યો. પૂર્વભવનું વેર જન્મોજન્મ સુધી ચાલે છે. સુદ, જોરદાર પવન ઉત્પન્ન કર્યો. આ પવનનાં પરિણામે સમુદ્રમાં ઊંચા મોજાં ઉછળ્યાં. આ સમયે કંબલ અને સંબલ નામના બે દેવોએ આ ઉપસર્ગ દૂર કર્યો. આ કંબલ અને સંબલ નામના દેવોનો પૂર્વભવ આ પ્રમાણે હતો. મથુરા નગરીમાં જીનદાસ નામે શેઠ હતો. સાધુદાસી નામે તેની પત્નિ હતી. તેમના ઘેર એક ગોવાલણી દૂધ દેવા આવતી હતી. તે અને સાધુદાસી વચ્ચે લાગણીભર્યા સંબંધો સ્થપાયા. તે ગોવાલણીની દીકરીના લુગ્નપ્રસંગે સાધુદાસીએ તેને ખૂબ જ મદદકરી હતી તેથી તેના બદલામાં તે ગોવાલણીએ સાધુદાસીને બે વાછરડાં ભેટ આપ્યા. જિનદાસ શેઠ ધર્મક્રિયામાં પોતાનું જીવન પસાર કરતા હતા. શેઠ જ્યારે જ્યારે ધર્મકથા કહેતા, ત્યારે તે બન્ને વાછરડાં ધ્યાનથી સાંભળતા. પૂર્વભવનાકોઇસંસ્કારના પુણ્યોદયે, તે વાછરડાં પણધર્મપ્રેમી બન્યા. પર્વતિથિએ જિનદાસ શેઠ વ્રત કરે ત્યારે તે વાછરડાં પણ ઘાસચારો ખાતા નહીં. આ જોઇ જિનદાસ શેઠ પણ તેનું પ્રેમભાવથી પોષણ કરવા લાગ્યા. એકવખત ભંડીવરણનામનાયક્ષનીયાત્રામાં ગામલોકો જોડાયા. તેઓ પોતાના પશુઓને જોડીને તેયાત્રામાં જવા લાગ્યા. જિનદાસ શેઠના મિત્રોએ જિનદાસને કહ્યા વગર જ તે બન્ને વાછરડાંઓને ગાડામાં જોડ્યાં. વાછરડાંઓ આ રીતે જોડાવા ટેવાયેલાં ન હતાં. તેથીતેમને મારીમારીને ખૂબજદોડાવ્યા. પશુઓની તરફ નિર્દયતા એ તો જાણે માનવીનો જન્મસિદ્ધ અધિકાર હોય એમ તે વાછરડાંઓ તરફ નિર્દય બનીને તે માણસ પોતાનું કામ પાર પાડવા માટે તૈયાર થયો. અંતે તે વાછરડાને મરણતોલ દશામાં તે પાછો જિનદાસ શેઠને ત્યાં મૂકી ગયો. શેઠને આ વાતની ખબર પડી. વાછરડાંને જોઇને તેમના મનમાંથી કરુણાની ધારા આંખમાં આંસું બનીને વહેવા લાગી. તેમની 182 Page #267 -------------------------------------------------------------------------- ________________ ખૂબ જ સારવાર કરી, અંતે નમસ્કાર મહામંત્રનાં પાઠ સંભળાવ્યા. તે બન્ને વાછરડાં મૃત્યુ પામી કંબલ અને સંબલ નામે દેવો થયા. આ રીતે પૂર્વભવના સંસ્કારથી તેમણે પ્રભુ પર થતા ઉપસર્ગોમાંથી પ્રભુને બચાવ્યા. શુભકર્મ પુણ્યાનુબંધી પુણ્યકર્મનું જ્યારે પરિણામ બને છે, ત્યારે તેની અસર અન્ય જીવોની માટે પણ ઉપકારક બને છે. શ્રી વીર પ્રભુ આ રીતે નાવમાં બેસી ગંગા પાર કરી ગુણાગ નામે પ્રાંતમાં આવ્યા. ત્યાંથી આગળ ચાલતા ગયા ત્યારે પાછળ પુષ્પ નામના એક સામુદ્રિકે પ્રભુનાં પગલાંની રેખા જોઇ. તે જોઈને તેણે માન્યું કે આવાં પગલાં તો કોઈ ચક્રવર્તીનાં હોવા જોઈએ. તે પાછળ પાછળ ચાલવા લાગ્યો. જ્યારે તેણે પ્રભુને જોયાત્યારે તેણે વિચાર્યું, “મારું જ્ઞાન ખોટું નિકળ્યું. આ ચક્રવર્તી કયાં છે ? આ તો કોઈ ભિક્ષુક લાગે છે. માં ચક્રવર્તી રાજા ને ક્યાં આ સાધુ?' આવું વિચારતા તે સામુદ્રિક પોતાનાં શાસ્ત્રોને દરિયામાં ફેકવા તૈયાર થયો. આ સમયે ઇન્દ્રમહારાજાએ અવધિજ્ઞાનથી જોયું અને અનર્થ થઇ જશે એમ વિચારીને કહ્યું, તારું સામુદ્રિકશાસ્ત્ર સાચું છે. આ કોઇ રાજામહારાજાનથી, પરંતુ આ તો ત્રણ લોકના સ્વામી એવા મહાન ધર્મચકવર્તી છે.'' આ સાંભળતાપુષ્પને સાચી વાત સમજાણી. પોતાની ભૂલ બદલ માફી માગતા તે પ્રભુનાં ચરણોમાં ઢળી પડ્યો અને વંદન કરી ચાલતો થયો. કર્મરાજાની સાથે સંઘર્ષ ખેલતા અને પોતાની સાથે સમાનું શસ્ત્ર ધારણ કરી પ્રભુ વિહાર કરતા કરતા રાજગૃહી નગરી પાસે નાલંદા નામના પ્રદેશમાં પધાર્યા. પ્રભુનું એક જ ધ્યેય હતું કે તપ દ્વારા કર્મોનો નાશ અને પાપકર્મી આત્માને કર્મબંધમાંથી છોડાવી તેનો ઉદ્ધાર કરવો. આ સ્થળે આવી પ્રભુ માસક્ષમણ કરી અર્જુન નામના એક વણકરને ત્યાં કાયોત્સર્ગ માટે સ્થિર થયા. આ સમયે ચિત્ર જાણનાર અને બનાવીને વેચનારમખલી નામે એક માણસ પોતાની પત્ની સાથે આ પ્રદેશમાં આવ્યો. ત્યાં તેમને એક પુત્રની પ્રાપ્તિ થઇ. આ પુત્રનો જન્મ અર્જુન વણકરની ગૌશાળામાં થયો હતો એટલે એનું નામ ગોશાળો રાખ્યું. સમય પસાર થતો ગયો. ગોશાળો મોટો થયો પરંતુ પૂર્વભવનાં કર્મના ઉદયે એ માતાપિતા સાથે કલેષ કરવા લાગ્યો. માતાપિતાથી તે દૂર રહેવા લાગ્યો. ગમે તેના ઘરે ભિક્ષા માગી તે પોતાનો જીવનનિર્વાહ કરતો. એક વખત પ્રભુ માસક્ષમણના પારણા માટે વિજય નામના એક શેઠનાં ઘેર ગયા. પોતાનાં ઘેર પ્રભુ પધાર્યા એના ઉત્સાહમાં વિજય શેઠે ભકિતપૂર્વક પ્રભુને પારણું કરાવ્યું. આ સમયે આકાશમાં “અહો દાન” એવી ઘોષણા થઇ અને દેવતાઓએ પંચદિવ્યો પ્રગટાવ્યાં. ગોશાળાને આ વાતની ખબર પડી એટલે તેને થયું કે આ રીતે પ્રભુ સાથે રહેવાથી પોતાને પણ આવો લાભ મળે એટલે તેણે ચિત્રવેચવાનું કામ છોડી દીધું અને પ્રભુના શિષ્ય તરીકે રહેવાનું નકકી કરી તે પ્રભુ પાસે આવ્યો અને નમીને બોલ્યો : “હે ભગવન્! હું તમારા જેવા મહામુનિનો પ્રભાવ આજ સુધી જાણી શક્યો ન હતો, પરંતુ આજથી તમે મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો.” પ્રભુતો મૌન રહ્યા છતાં તે પ્રભુની સાથે રહેવા લાગ્યો. પ્રભુએ બીજું અને ત્રીજું ચોમાસું ઉત્કૃષ્ટપણે પૂર્ણ કર્યું અને ઉત્તમ અન્નથી તેમણે પારણું કર્યું, ત્યારે ગૌશાળાને પણ આવા અન્નનો લાભ મળ્યો. .. 183 ) Page #268 -------------------------------------------------------------------------- ________________ એક વખત ગામમાં મોટો ઉત્સવ હતો. ગૌશાળાને એમ હતું કે આ વખતે બધાનાં ઘરમાં ઉત્તમ અન્ન બન્યું હશે એટલે તેણે પ્રભુને પૂછ્યું, ‘‘આજે ભિક્ષામાં શું મળશે ?’' પ્રભુ ઉત્તર આપે એ પહેલા તો સિદ્ધાર્થે પ્રભુનાં શરીરમાં પ્રવેશ કર્યો અને બોલ્યો, ‘“આજે તો ભોજનમાં વાસી કોદરા અને દક્ષિણામાં ખોટો રૂપિયો જમળશે.'' ગૌશાળો તે દિવસે ઘેર ઘેર ફર્યો. અંતે તેને કોઇએ વાસી કોદરા જ ભિક્ષામાં મળ્યા. આમ આ રીતે ગૌશાળાને કાંઇ ન મળ્યું, તેથી તેણી નિયતીવાદ ગણ્યો એટલે કે ‘“જે ભવિષ્યમાં હોય તે થાય.'' દીક્ષા પછીના બીજા ચોમાસે પ્રભુકોલ્લાકનામના પ્રદેશમાં આવ્યા. ત્યાંતેમણે માસક્ષમણતપનું પારણું બહુલ નામના બ્રાહ્મણનાં ઘેર કર્યું. પ્રભુના પ્રભાવથી ત્યાં પણ દેવોએ પંચદિવ્યો પ્રગટ કર્યાં. આ બાજુ ગોશાળો ગામમાંથી માત્ર કોદરા મળતા શરમ અનુભવતો જ્યારે પાછો આવ્યો ત્યારે તેણે પ્રભુને જોયા નહીંએટલે તે તેમની શોધમાં ચારે બાજુ ફરવા લાગ્યો. હવે પોતે એકલો થઇ ગયો,એમ માનીને તેણેચારિત્રવેષ ધારણકર્યો. ફરતા ફરતા તે કોલ્લાકગામમાં આવ્યો. ત્યાં લોકો કહેતા હતા કે બહુલબ્રાહ્મણે મુનિનેદાનકર્યું પરિણામે તેને ત્યાંરત્નોની વૃષ્ટિથઇ. ગોશાળાને આ ખબરપડીએટલે તેણેમાન્યું કે પ્રભુ ચોક્કસ આ વિસ્તારમાં હોવા જોઇએ. તે પ્રભુની શોધમાં આમતેમ ફરવા લાગ્યો. છેવટે તેણે એક સ્થાને પ્રભુને કાર્યોત્સર્ગે રહેલા જોયા. તે પ્રણામ કરીને કહેવા લાગ્યો, ‘“પ્રભુ, પહેલા હું દીક્ષા લેવા યોગ્ય ન હતો. હવે તમે મને દીક્ષા આપો. તમારા શિષ્ય તરીકે મને સ્વીકારો. હું તમારા વગર રહી શકતો નથી.’ આ વાત સાંભળીને પ્રભુનું કરુણાભર્યું હૃદય દ્રવી ગયું. તેમને ગોશાળાને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. આ પછી ગોશાળા સાથે પ્રભુ સુવર્ણખલ નામનાં પ્રદેશમાં આવ્યા. રસ્તામાં ગોવાળો ખીર બનાવતા હતા તે જોઇને ગોશાળાને ખીર ખાઇને આગળજવા માટેપ્રભુને વિનંતી કરી. પ્રભુકાંઇઉત્તર આપે એ પહેલા જ સિદ્ધાર્થે પ્રભુનાં શરીરમાં પ્રવેશ કર્યો અને કહ્યું ‘“આ ખીર રંધાશે જ નહીં.'' આ સાંભળી ગોશાળો તે ગોવાળો પાસે ગયો અને આ ખીર રુંધાશે નહીં”’ એવી ચેતવણી આપી. ગોવાળો સાવચેત બની ખીર બનાવવા લાગ્યા છતાં પણ ખીર રાંધવાની હાંડલી ફૂટી ગઇ. ગોવાળો તો હાંડલીના ટૂંકડામાં અહીં પણ ગોશાળાએ નિયતિવાદ કર્યો. .. સુવર્ણખલ પ્રદેશમાંથી પ્રભુ વિહાર કરી પ્રભુ બ્રાહ્મણગ્રામ પ્રદેશમાં આવ્યા. આ ગામના બે વિભાગો હતા. તેના માલિક તરીકે નંદ અને ઉપનંદ નામના બે ભાઇઓ હતા. બન્ને ભાઇઓ જુદા રહેતા હતા. પ્રભુ છઠ્ઠનું પારણું કરવા નંદના ઘેર ગયા. નંદેદહી નાંખેલ વાનગી-કરંબો વહોરાવ્યો. ગોશાળાએ માન્યું કે ઉપનંદનું ઘર મોટું છે તેથી તે તેના ઘરમાં દાખલ થયો, પરંતુ ઉપનંદની આજ્ઞાથી તેની દાસીએ કોદરા (વાસી ચોખા) વહોરાવ્યા. ગોશાળાને આ ન ગમ્યું એટલે તેણે દાસીનો તિરસ્કાર કર્યો. ઉપનંદ આ જોઇ ગુસ્સે થયો એણે દાસીને આજ્ઞા કરી અને કોદરા ગોશાળાનાં માથા પર નાખ્યા. ગોશાળો ખિન્ન થઇને બોલ્યો, ‘‘મારા ધર્માચાર્યનું તપ તેજ હોય તોઆનું ઘર બળી જાઓ.'' આરીતે ગોશાળાએ પ્રભુનાં નામે શાપ આપ્યો. દેવો તો પ્રભુના નામે આપેલા શાપને નિષ્ફળ જવા દેતા નથી. આ જાણી વ્યંતર દેવોએ ઉપનંદનું ઘર બાળી નાખ્યું. બ્રાહ્મણગ્રામથી વિહાર કરી પ્રભુ ત્રીજા ચોમાસામાં ચંપાનગરીમાં આવ્યા. ત્યાં બે માસક્ષમણ પૂર્ણ કરી ગોશાળા સાથે ગામની બહાર કૌલ્લાક પ્રદેશમાં આવ્યા. ત્યાં રાત્રે એક શૂન્યગૃહમાં જઇ કાયોત્સર્ગમાં રહ્યા. આ ગામના રાજાને સિંહ નામે યુવાન પુત્ર હતો. તે તેની દાસી વિદ્યુત્પતિ સાથે રતિક્રિડા કરવા પ્રભુ જે શૂન્યગૃહમાં હતા ત્યાં આવ્યા. રાત્રિનો સમય હતો, તેથી પ્રભુ ત્યાં હતા તેની ખબર ન હતી. છતાં સિંહ નામના આ 184 Page #269 -------------------------------------------------------------------------- ________________ યુવાને કહ્યું, ‘‘અહીં કોઇ હોય તો બોલજો. અમે બીજાં સ્થળે જઇએ.'' ગોશાળાએ આ સાંભળ્યું, છતાં તે કાંઇ બોલ્યો નહીં. ઘણા સમય પછી જ્યારે સિંહ તે ગૃહમાંથી બહાર નીકળ્યો ત્યારે ગોશાળાની વિકૃત લાલસા તેના મન પર સવાર થઇ ગઇ. તે તરત જ અંદર ગયો અને વિદ્યુત્પતિના હાથને સ્પર્શ કરવા ગયો ત્યાં તો તેણે ચીસ પાડી. આ સાંભળી સિંહ ત્યાં પાછો દોડી આવ્યો. ગોશાળાને સિંહે સખત માર માર્યો. આ રીતે આ રીતે બીજી જગ્યાએ પણ આવાં જ કારણે ગોશાળાને માર સહન કરવો પડ્યો. જેની પાસે શીલના સંસ્કાર નથી એનાં નસીબમાં આવાં કષ્ટો આવ્યા વગર રહે નહીં. પ્રભુ વિહાર કરતા કરતા કુમાર નામના પ્રદેશમાં આવ્યા. ત્યાં ચંપકરમણીય નામના ઉદ્યાનમાં કાયોત્સર્ગમાં રહ્યા. તે ગામમાં કુપન નામે એક કુંભાર રહેતો હતો. તે મદિરાપાન કરી પોતાની સમૃદ્ધિમાં રાચતો હતો. આ સમયે એની શાળામાં શ્રીપાર્શ્વનાથ પ્રભુનાબહુશ્રુત શિષ્ય મુનિચંદ્રાચાર્ય તેમના શિષ્ય પરિવાર સાથે રહેતા હતા. તે પોતાના વર્ઝન નામના શિષ્યને ગચ્છાધિપતિ તરીકે સ્થાપીને અતિદુષ્કર જિનકલ્પ નામની ક્રિયા કરવા સમાધિપૂર્વક સ્થિર થયા હતા. બપોરનો સમય હતો એટલે ગોશાળો ભિક્ષા લેવા ગામમાં ગયો. ત્યાં તેણે શ્રીપાર્શ્વનાથ પ્રભુના શિષ્યોને ચિત્રવિચિત્રવેશમાં જોયા. તે જોઇને ગોશાળાએ પૂછ્યું, ‘“તમે કોણ છો ?’’ શિષ્યોએ ઉત્તર આપ્યો, ‘“અમે શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિગ્રંથ શિષ્યો છીએ.'' આ સાંભળી ગોશાળો હસવા લાગ્યો. તેણે કહ્યું, ‘“તમે તો વસ્ત્રો ધારણ કર્યાં છે. ખરેખર તો નીગ્રંથ મારા ધર્માચાર્ય છે.'' આ સાંભળીને તે શિષ્યો ગુસ્સે થયા અને કહ્યું, ‘“જેવો તું એવા તારા ધર્માચાર્ય.'' આ સાંભળતા જ ગોશાળો ગુસ્સે થયો અને કહ્યું, ‘“મારા ધર્માચાર્યનું જો તપ તેજ હોય તો આ સાધુઓનો ઉપાશ્રયબળી જાઓ.’'તે શિષ્યોએ આ વાત સાંભળીનહીં. ગોશાળો પાછો આવ્યો અને પ્રભુ પાસે હાથ જોડી કહેવા લાગ્યો. આ સાંભળી સિદ્ધાર્થે કહ્યું, ‘“તેઓ તો પાર્શ્વનાથ પ્રભુના સાધુઓ છે. તેઓ સાચા સાધુઓ છે. તેઓનો ઉપાશ્રય બળશે નહી.’' રાત્રિ થતાં જ મુનિચંદ્રસૂરિ જિનકલ્પની તુલના કરતા બહાર કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ વખતે પેલો કુપન નામનો કુંભારમદિરાપાન કરીને આવ્યો અને ભાન ભૂલીને તેણે તે મુનિને ચોર માની લીધા. થોડી વારમાં તો તેણે તેમનું ગળું પણ દબાવી દીધું. મુનિ તો સમાધિભાવથી મૃત્યુ પામ્યા. દેવોએ તેમની પર પુષ્પો વરસાવ્યા. દેવોની હારમાળા આકાશમાં એક વીજળીની જેમ ચમકી ઊઠી. એ જોઇ ગોશાળાએ કહ્યું ‘‘પેલા પાર્શ્વનાથના સાધુઓ જે ઉપાશ્રયમાં રહેતા હતા, તેમનો ઉપાશ્રય બળી ગયો.’’ આ સાંભળી સિદ્ધાર્થે કહ્યું, ‘‘તે મુનિ અવધિજ્ઞાન પામી, શુભ સ્થિતિ પામી દેવલોકમાં ગયા છે એટલે તેજોમય દેવતાઓનો એ પ્રકાશ હતો.'' આ સાંભળી ગોશાળો સાચી વાત સમજી ગયો. તે તરત જ અન્ય સાધુઓની પાસે આ સમાચાર આપવા પહોંચી ગયો અને તેમને ઠપકો આપતા મુનિચંદ્રસૂરિ કાળધર્મ પામ્યાના સમાચાર આપ્યા. આબનાવપછીપ્રભુ ગોશાળા સહિત ચોરાક ગામે આવ્યા. અહીંગામનાઆરક્ષકપુરુષોએ તેમને પરગામના ચોર માની લીધા કારણકે પ્રભુ મૌનપણામાં હતા અને તે આરક્ષકોના પ્રશ્નનો ઉત્તર આપ્યો ન હતો. તેઓએ ગોશાળાને અને પ્રભુને પકડી લીધા અને બાંધીને કૂવામાં નાખી પીડા આપવા લાગ્યા. આ સમયે ઉત્પલ નામના નિમિત્તિઆની સોમા અને જયંતિ નામનીબન્ને બહેનોકેજેઓ પાર્શ્વનાથપ્રભુની શિષ્યાઓ હતી તેઓ ત્યાંથી પસાર 185 Page #270 -------------------------------------------------------------------------- ________________ થયા. ગામલોકો પાસેથી આખી હકીકત જાણી એટલે તેઓએ ગામલોકોને પ્રભુ મહાવીરની ઓળખ કરાવી. આ રીતે મહાન ઉપસર્ગમાંથી પ્રભુ મુકત બન્યા. શ્રી મહાવીર પરમાત્મા જેવા મહાપુરુષો દુર્જન સામે પણ ક્રોધ કરતા નથી. કેટલોક સમય પસાર કર્યા પછી પ્રભુ પૃચંપા નામની નગરીમાં પધાર્યા. ત્યાં ચાર માસનું તપ કરી ગામની બહાર પારણું કર્યું. ત્યાંથી કૃતાંગલ (કૃતમંગળ) પ્રદેશમાં આવ્યા. ત્યાં દેવળમાં એકાંત જગ્યાએ કાયોત્સર્ગ રહ્યા. આજુ બાજુ પાંખડીઓનો મેળો ભરાયો હતો. આ જોઈગોશાળાએ તેમને ઠપકો આપી, સાચો ધર્મ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેઓને ગોશાળાની વાત ન ગમી એટલે તેને બહાર કાઢી મૂક્યો. છતાં દયાલાવીને તેઓએ ગોશાળાને પાછો આવવા દીધો. સવાર થતાં પ્રભુકાયોત્સર્ગ પૂર્ણ કરી શ્રાવસ્તિનગરીની બહાર ફરીથી કાયોત્સર્ગની પ્રતિમાએ રહ્યા. ભિક્ષાનો સમયથતા ગોશાળાએ પ્રભુને વિનંતી કરી ત્યારે સિદ્ધાર્થે કહ્યું, “અમારે ઉપવાસ છે.”ગોશાળાએ પૂછયું, “આજે મને આહારમાં શું મળશે?' આ સાંભળી સિદ્ધાર્થે કહ્યું, “આજે તું મનુષ્યનું માંસ ખાઇશ.'' આ વાત સાંભળતા જ ગોશાળો જ્યાં માનવમાંસની શક્યતા ન હોય. તે નગરમાં પિતૃદત્ત ગૃહસ્થની ભદ્રા નામની પત્નિએ એક મૃત બાળકને જન્મ આપ્યો. શિવદત્ત નામના નિમિત્તિઓએ કહ્યું “જો તું તરતના જન્મેલા મૃત બાળકને પીસીને તેમાં દૂધનાખી મધ તથા ઘી મેળવીખીર બનાવી કોઇ તપસ્વીને આપીશ તો તારા સંતાન જીવશે.” તેના ગયા પછી તારે તારા ઘરનું બારણું ફેરવી નાખવું, જેથી તેમના ગુસ્સાનો ભોગ ન બનવું પડે.” આ મુજબ તૈયારી કરી પિતૃદત્ત ભિક્ષુકની રાહ જોવા લાગ્યો. આ સમયે જ ગોશાળો તેમના ઘેર ભિક્ષા લેવા ગયો. તે તો ખીર જોઈને ખુશ થઇ ગયો. ગોશાળે પેટ ભરીને ભોજન લીધું. તે ખુશ થતો થતો પ્રભુ પાસે ગયો અને કહ્યું, “આજ તો ખીરનું ભોજન કરીને આવ્યો છું.” સિદ્ધાર્થે કહ્યું, “અમારુ વચન ખોટું ન પડે. વમન કરવાથી તને સાચો ખ્યાલ આવશે.''ગોશાળો આ વાતની ખાતરી કરવા માગતો હતો, એટલે તેણે મોઢામાં આંગળા નાખી વમન કર્યું. તેમાં માંસ, નખ વગેરે ઝીણાં અવયવો જોવા મળ્યાં. આ જોઈને ગોશાળો ખૂબજ ગુસ્સે થયો. તે દોડ્યો પેલા પિતૃદત્ત ગૃહસ્થનાં ઘેર ઘરનું બારણું પહેલા જે દિશામાં હતું ત્યાંથી બદલાયેલું હતું એટલે ગોશાળાને ઘર જડ્યું નહીં. અંતે ગુસ્સે થઇને બોલ્યો, “જો મારા ધર્માચાર્યનું તપતેજહોયતોઆ પ્રદેશબળી જાઓ.''સાન્નિધ્યમાં રહેલા બંતર દેવોએ વિચાર્યું કે પ્રભુનું માહાત્મ ઘટવું ન જોઇએ. આથી દેવોએ તે પ્રદેશ બાળી નાખ્યો. પ્રભુ ત્યાંથી વિહાર કરતા હરિદ્રનામે ગામમાં ગયા. ત્યાં હરિદ્રનામનાં વૃક્ષનીચે કાયોત્સર્ગ રહ્યા. આ વૃક્ષની છાયામાં જ શ્રાવસ્તિ નગરી તરફ જતો કોઇ મોટો સાથે પણ ઉતર્યો. ત્યાં તાપણું કરી તેણે રાત પસાર કરી. સવારે તે આગ ઠાર્યા વગર જ ત્યાંથી નીકળી ગયો. અગ્નિ સળગતો ગયો તેમ આગળ પ્રસરતો ગયો અને પ્રભુ પાસે આવી ગયો. ગોશાળો દૂર ભાગી ગયો, પરંતુ પ્રભુ તો ત્યાંજ સ્થિર થઇને ઉભા રહ્યા. કર્મરૂપી અગ્નિને બાળતા પ્રભુને આ અગ્નિનો શું ડર હોય? પ્રભુના પગ આગમાં બળીને શ્યામ થઈગયા. અગ્નિ શાંત થયા પછી પ્રભુ લાંગલ ગામે ગામમાં વાસુદેવનાં મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામના બાળકો રમતા હતા, ત્યારે ગોશાળો વિકૃત રૂપ ધારણ કરીને તે બાળકોને બીવડાવવા લાગ્યો. બાળકો ભયથી નાસભાગ કરવા લાગ્યા. કોઇનાં કપડાં ફાટ્યાં. કોઇને ઇજા થઇ. તેથી તેમના માતા-પિતાએ ગોશાળાને માર્યો. આ વાતની જાણ થતાં બીજા વૃદ્ધ લોકો ત્યાં આવ્યા. તેઓએ પ્રભુને જોયા એટલે ગોશાળાને પ્રભુનો સેવક માનીને છોડી મૂક્યો. ZS uu (186) Page #271 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ત્યાંથી આવર્ત નામનાં પ્રદેશમાં ગયા. ત્યાં બળદેવનાં મંદિરમાં પ્રભુ પ્રતિમાએ (કાયોત્સર્ગ) રહ્યા. અહીંપણ ગોશાળા બાળકોને બીવડાવવા લાગતા તેમના મા-બાપના મારનો ભોગ બન્યો. કેટલાક લોકો કહેવા લાગ્યા કે એને મારવા કરતાં એના ગુરૂને મારો કારણ કે તેઓ વિરોધ કરતા નથી. આ વિચાર કરીને તેઓ પ્રભુને મારવા આવ્યા. આ જોઇ વ્યંતર દેવોમાંથી એકે બળદેવની મૂર્તિમાં પ્રવેશ કર્યો. અને તે મૂર્તિ હળ લઇને સામે આવી. લોકો પોતાની ભૂલ સમજ્યા અને પ્રભુના ચરણોમાં પડી માફી માગવા લાગ્યા. અહીંથી વિહાર કરી પ્રભુ એક ચોરાક પ્રદેશમાં આવ્યા. અહીં પણ ગોશાળા ગામમાં ભિક્ષા લેવા ગયો ત્યાં રસોઈ તૈયાર છે કે નહીં તે છૂપી રીતે જોવા લાગ્યો અને લોકોએ તેને ચોર જાણીને માર્યો. પ્રભુનાં નામે અહીં પણ તેણે શ્રાપ આપ્યો તેથી તે સ્થળ બળી ગયું. વિહાર કરતા કરતા પ્રભુ કલંબુક નામના પ્રદેશમાં ગયા. ત્યાં મેઘ અને કાળહસ્તિ નામના બે ભાઈઓ રહેતા હતા. કાળહસ્તિએ ગોશાળાને છૂપો જાસૂસ માન્યો એટલે તેને પકડીને મેઘ પાસે હાજર કર્યો. મેઘસિદ્ધાર્થ રાજાનો સેવક હતો. તેણે પ્રભુને જોયા હતા, એટલે તેને ઓળખી બતાવ્યા અને પ્રભુ પાસે માફી માગી. અહીં પ્રભુને લાગ્યું કે આ અનાર્યદેશ છે. અહીં વિચરવું એ યોગ્ય નથી. તેથી પ્રભુલાટદેશમાં ગયા. ત્યાં પણ નિર્દય અને પાપી લોકોના હાથે પ્રભુને ઘણા ઉપસર્ગો સહન કરવા પડ્યા. જો કે પ્રભુ તો પોતાનાં કર્મો ખપાવતા જતા હતા. આના પરિણામે પ્રભુ ખૂબ જ આનંદથી ઉપસર્ગો સહન કરતા જતા હતા. પ્રભુ સાથે ગોશાળાને ઘણી વેદના સહન કરવી પડી. પ્રભુ વિહાર કરતા કરતા પૂર્ણકળશ નામના ગામમાં આવ્યા. અહીં પણ બે ચોરને ચોરી કરવા જતા પ્રભુના અપશુકન થયેલા હોય એમ લાગ્યું. અને પ્રભુ પર ઉપસર્ગો કર્યા. પાંચમું ચોમાસું પ્રભુએ ભદ્રિલાપુર કરવાનું નકકી કર્યું. ત્યાં તેમણે ચાર માસક્ષમણ તપ કર્યું. ગામની બહાર પારણું કરી પ્રભુકદલીસમાગમગામે આવ્યા. ત્યાં ગોશાળો દાનશાળામાં ભોજન કરવા બેઠો, પણ અતિશય ભોજન કર્યું. લોકોએ તેને ખાઉધરો માની લીધો એટલે ભોજનનો મોટો થાળ તેના માથા પર ફેંક્યો. પ્રભુ ત્યાંથી વિહાર કરી જંબૂખંડમાં આવ્યા. ત્યાં પણ ગોશાળની એવી જ હાલત થઈ. પ્રભુ ત્યાંથી તુંબાક નામના ગામની બહાર કાયોત્સર્ગે રહ્યા. તે ગામમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના વૃદ્ધ શિષ્ય નંદિષણ આચાર્ય તેમના શિષ્ય પરિવાર સાથે આવ્યા હતા. ગોશાળાએ મુનિચંદ્રાચાર્યની માફક આમુનિ ભગવંતની હાંસી ઉડાવી. રાત્રે નંદિણ મુનિ પણ મુનિચંદ્રાચાર્યની જેમ જિનકલ્પની તુલના કરતા કાયોત્સર્ગમાં સ્થિર થયા. આ વખતે એમને પણ કોટવાળે ચોર જાણીને ભાલાથી હણ્યા. મુનિ મહારાજ અવધિજ્ઞાન સાથે કાળધર્મ પામીદેવલોકે ગયા. દેવોએ તેમનો મહિમા કર્યો. પહેલાની જેમ અહીં પણ ગોશાળો તેમના શિષ્યોને વાત કરવા ગયો. વિહાર કરતા કરતા પ્રભુ કૂપિકા નામના પ્રદેશમાં આવ્યા. અહીં પણ તેમને પહેલાના જેવો અનુભવ થયો. ગુપ્તચરોએ તેમને છૂપા જાસુસસમજીને પકડી લીધા. આ સમયે પણ શ્રી પાર્શ્વનાથની પ્રગભા અને વિજયા નામની શિષ્યાઓ ખબર પડતા ત્યાં દોડી આવી. તેઓએ લોકોને શ્રી વીરપ્રભુને ઓળખાવ્યા. આ રીતે પ્રભુ અને ગોશાળો ત્યાંથી છૂટી ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ વિશાળા નગરી તરફ આગળ વધ્યા. ત્યાં બે રસ્તાઓ આવ્યા. ગોશાળો દરેક જગ્યાએ મારખાતો હતો, એટલે તે પ્રભુથી છૂટો પડી ગયો. તે રાજગૃહીના માર્ગે ગયો. ત્યાં જંગલમાં ચોર લોકોએ તેને ખૂબ મારી મરણતોલ દશામાં છોડી મૂક્યો. તે અંતે પ્રભુના શરણમાં જવાનું નક્કી કરી, પ્રભુને શોધવા લાગ્યો. વિશાળા નગરીમાં આવી પ્રભુ એક લુહારની કોઢ પાસે કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા. તે લુહાર છ મહિનાથી કોઇ (187) Page #272 -------------------------------------------------------------------------- ________________ Kરે રોગથી પીડાતો હતો. એ જ સમયે થોડું સારું લાગવાથી તે બહાર નીકળ્યો. પ્રભુને જોતા જ તેને અપશુકન સમજી તે ખૂબ જ ગુસ્સે થયો. બાજુમાં પડેલા લોઢાના એક મોટા ઘણને લઇ તે પ્રભુને મારવા દોડ્યો. ઇન્દ્રને વિચાર થયો કે “પ્રભુ અત્યારે ક્યાં હશે? અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી તેણે જોયું અને આ ઘટનાની ખબર પડી. તરત જ પોતાની શક્તિથી તે ઘણ તે જ લુહારનાં માથા પર વાગે એવું કર્યું. આ પ્રહારથી લુહાર મૃત્યુ પામ્યો. ઇન્દ્ર પ્રભુને વંદન કરી સૌધર્મકલ્પમાં ગયા. વિશાળાનગરીથી વિહાર કરી પ્રભુ બિભેલક ઉધાન કે જે ગ્રામક નામના ગામમાં આવેલ હતું, ત્યાં બિભેલક નામના યક્ષનાં મંદિરમાં આવ્યા. પ્રભુ કાયોત્સર્ગમાં સ્થિર થયા. યક્ષે ભકિતભાવ સાથે પ્રભુની પૂજા કરી. આ ઉદ્યાનમાંથી વિહાર કરી પ્રભુ શાલિશીર્ષનામનાં ગામે પધાર્યા. ગામની બહાર ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમાએ રહ્યા. ત્યાં કટપૂતના નામે વાણવ્યંતરી દેવી હતી, તે પ્રભુના ત્રિપૃષ્ણના જન્મમાં પ્રભુની વિજયવતી નામે પત્ની હતી. તે ભવમાં તેને સારી રીતે માન ન મળ્યું તેથી અંતે તે રોપવતી થઇને મૃત્યુ પામી હતી. અત્યારે તે વાણવ્યંતરીકટપૂતના બની હતી. પૂર્વના વેરભાવથી અને પ્રભુના તેજથી ઇર્ષા કરતી તે પ્રભુની પાસે તાપસીનું રૂપ લઇને આવી. માથે જટા ધારણ કરી, વલ્કલ પહેરીને તેણે અતિ શીતળ જળથી પ્રભુ પર ઘોર ઉપસર્ગો કર્યા. પરંતુ પ્રભુ તો પોતાના કર્મની નિર્જરાકરતાઅવધિજ્ઞાન પામ્યા. રાત્રિ પૂરી થતાં કટપૂતના વાણવ્યંતરી શાંત થઇ ગઇ. અંતે પોતાની ભૂલ સમજાણી તેથી તે પ્રભુની પૂજા કરી પોતાના સ્થાને ચાલી ગઈ. પ્રભુએ ભદ્રિકા નગરીએ છઠું ચોમાસું કર્યું. ગોશાળો છ માસ પછી પ્રભુને મળ્યો. ચારમાસી તપ કરીને નગર બહાર પારણું કરી પ્રભુ મગધ દેશમાં ઉપસર્ગ રહિત આઠ મહિના વિચર્યા, ત્યાંથી વિહાર કરી આલંભિકા નગરીએ પ્રભુએ સાતમું ચોમાસું કર્યું. ત્યાં ચારમાસી તપ કરીનગરી બહાર પારણું કર્યું. ત્યાંથી પ્રભુ કાંડક સન્નિવેશમાં વાસુદેવના મંદિરમાં કાયોત્સર્ગમાં સ્થિર થયા. આ વખતે ગોશાળાની મનોવૃત્તિ ફરીથી જાગૃત થઇ. તે નગ્ન થઇ વાસુદેવની મૂર્તિ પાસે બેઠો. પૂજારી થોડીવારમાં જ ત્યાં આવ્યો. આ દશ્ય જોઈ તેણે ગામ લોકોને ત્યાં બોલાવ્યા. ગામલોકોએ તેને માર્યો પરંતુ તેને ગાંડો ગણીને છોડી મૂક્યો. કર્મ સાથે સંઘર્ષ કરતા કરતા પ્રભુ ત્યાંથી વિહાર કરી મદન નામના પ્રદેશમાં આવ્યા. ત્યાં બળદેવનાં મંદિરમાં પ્રભુ કાયોત્સર્ગ રહ્યા. અહીં પણ ગોશાળાએ પહેલા જેવું વર્તન કર્યું પરિણામે અત્યારે પણ ગોશાળાએ આવું વર્તન કર્યું તેથી તેને અહીં પણ લોકોએ તેને માર માર્યો. ત્યાંથી પ્રભુ બહુશાળ નામના ગામમાં ગયા. ત્યાં શાળવન નામના ઉધાનમાં ધ્યાનસ્થ થયા ત્યારે શાલાર્ક નામની વ્યંતરીએ પ્રભુનાં કર્મ ખપાવવા પ્રભુ પર અકારણ ઉપસર્ગો કર્યા. કારણ હોય કે અકારણ, પ્રભુ તો ગમે તેવા ઉપસર્ગો જરા પણ ગુસ્સે થયા વગર, સમતા ભાવે સહન કરતા હતા. અહીં પણ આ જ રીતે પ્રભુએ ઉપસર્ગો સહન કર્યા, ત્યારે તે વ્યંતરી થાકીને પ્રભુને વંદન કરીને ચાલી ગઈ. ત્યાંથી પ્રભુ લોહાર્ગલનગરે આવ્યા. ત્યાં ગુપ્તચરોએ તેમને કોઇ જાસુસ માની પકડી લીધા. અને રાજા પાસે હાજર કરવામાં આવ્યા. આ વખતે ઉત્પલ નામના નિમિત્તકે પ્રભુની સાચી ઓળખ કરાવી તેથી રાજાએ પ્રભુને છોડી દીધા અને તેમનો સત્કાર કર્યો. આ પછી પ્રભુ પુનિતાલ નગરે પધાર્યા. પુરિમતાલનગરમાં પૂર્વે વાગુર નામે ધનાઢ્ય શેઠ હતા. તેમને ભદ્રા નામની પત્ની હતી. તેમને કોઇ સંતાન ન હતું. તેથી તેઓએ સંતાન પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કર્યા. છેવટે તેઓ શકટમુખનામના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેઓ પુષ્પ ચુંટતા ચુંટતા એક જીર્ણમંદિર પાસે આવ્યા. આ મંદિર શ્રી મલ્લિનાથ પ્રભુનું હતું. ત્યાં તેમણે પ્રાર્થના કરી “જો List |88 views Page #273 -------------------------------------------------------------------------- ________________ અહીંના દર્શનથી અમને સંતાનની પ્રાપ્તિ થશે, તો આ મંદિરનો અમે જીર્ણોધ્ધાર કરીશું.” સમયાંતરે વાગુર શેઠને ત્યાં પૂત્રનો જન્મ થયો. ત્યાં સુધીમાં વાગુર શેઠ પોતાના નિયમ પ્રમાણે દરરોજ શ્રી મલ્લિનાથ પ્રભુનાં દર્શન કરવા આવતા. ત્યાં પધારેલા આચાર્યશ્રી સૂરસેનની હાજરીમાં ચૈત્યનો જીર્ણોધ્ધાર કરાવ્યો અને તેમના ધર્મોપદેશથી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પુત્ર પ્રાપ્તિ પછી એક વખત વાગુર શેઠ શ્રી મલ્લિનાથ પ્રભુના ચૈત્યમાં પ્રભુની પ્રતિમાનું પુજન કરવા પૂજાની સામગ્રી લઇને જતા હતા ત્યારે ઇશાનેન્દ્રશકટમુખ ઉદ્યાનમાં કાયોત્સર્ગ સ્થિર થયેલા શ્રી વીરપ્રભુને વંદન કરવા જતા હતા. તેમણે વાગુર શેઠને કહ્યું, “હેવાગુર!આ પ્રત્યક્ષ જિનેશ્વરનું ઉલ્લંઘન કરીને જિનેશ્વરનું બિંબ પૂજવા કેમ જાય છે? આ ભગવાન શ્રીચરમ તીર્થંકર મહાવીર પ્રભુ છે. તે છબસ્થ અવસ્થામાં વિચારી રહ્યા છે. તે અહીં પ્રતિમાધારી થઇને રહ્યા છે.” આ સાંભળી વાગર શેઠ મિચ્છા દુકકડમ દઇ પ્રભુને વંદન કરી, ઈન્દ્રના ગયા પછી શ્રી મલ્લિનાથ પ્રભુનાં ચેત્યમાં ગયા. શકટમુખ ઉઘાનમાંથી વિહાર કરી પ્રભુ ઉણાકનામના નગરમાં ગયા. ત્યાં વિરૂપ આકૃતિવાળા વરવધુ સામા મળ્યા. તેઓને જોઈને ગોશાળો તેમની મશ્કરી કરી હસવા લાગ્યો. જાનૈયાઓએ ગોશાળાને બાંધીને ફેંકી દીધો. ગોશાળાએ પ્રભુને વિનંતી કરતા કહ્યું, “હે પ્રભુ! આપ બધા પર કૃપા કરો છો, મને શા માટે છોડાવતા નથી?” આ સાંભળી સિદ્ધાર્થે કહ્યું, “તું તારા જ પાપનું ફળ ભોગવી રહ્યો છે. આ પ્રમાણે ગોશાળો આગળ જતા પણ હેરાન થયો. આઠમું ચોમાસું કરવા પ્રભુ રાજગૃહનગરે પધાર્યા. ત્યાં ચારમાસી તપ કરી વિવિધ અભિગ્રહો સાથે તપ પૂર્ણ કરી અંતે નગરની બહાર પ્રભુએ પારણું કર્યું. મહાપુરૂષો પોતાના કર્મો ખપાવવા માટે ગમે તેટલા ઉપસર્ગો સહન કરવા તૈયાર હોય છે. શ્રી વીરપ્રભુ કર્મ નિર્જરા માટે ગોશાળા સહિત મલેચ્છ દેશોમાં વિચર્યા. રસ્તામાં સ્વચ્છંદી મલેચ્છોએ પ્રભુને અનેક ઉપદ્રવ કર્યા. તેમની હાંસી કરી, નિંદા કરી અને દુષ્ટ પ્રાણીઓ વીંટાળ્યાં. છતાં પ્રભુ તેમના સહાયક સિદ્ધાર્થનો કોઈ ઇન્દ્રોનો સાથ લેતા નથી. નવમું ચોમાસુમલેચ્છ દેશોમાં પસાર કર્યા પછી પ્રભુકુમારગામ (કુર્મગ્રામ) તરફ ચાલ્યા. રસ્તામાંતિલનો એક છોડવો જોઇને ગોશાળાએ પૂછયું, “આ છોડફળશે કે નહીં?” ભવિષ્ય વિષે અહીં કહેવું યોગ્ય ધારીને પ્રભુ મૌન તોડીને બોલ્યા, “હે ભદ્ર!આ તિલનો છોડફલિત થશે, તેમાં બીજા છોડની જેમ પુષ્પના સાત જીવથશે. તે ઍવીને આ જ છોડમાં તિલગુચ્છની સિંગોમાં એટલા જ તલ રૂપે ઉત્પન્ન થશે.” ગોશાળાને આ વાતમાં શ્રદ્ધાન હતી તેથી તેણે ઉખેડી નાખ્યો. પ્રભુનાં વચનને સત્ય ઠેરવવા માટે વ્યંતરદેવોએ જળની વૃષ્ટિ કરી અને તિલગુચ્છનું ફલિકરણ થાય એવા સંજોગો ઉત્પન્ન થયા. બરાબર આ સમયે એક ગાય તેના ઉપર થઈને પસાર થઇ એટલે છોડબરાબર અંકુરિત થાય એવી શક્યતા ઉભી થઇ. તેમાં અંકુર ફૂટયાં. તેની સીંગમાં જે પ્રમાણે પ્રભુએ કહ્યું હતું એ મુજબ તિલરૂપે સાત જીવો ઉત્પન્ન થયા. ભગવંત ત્યાંથી કૂર્મગ્રામે પધાર્યા. ગોશાળો પણ તે સમયે તેઓની સાથે હતો. ત્યાં વૈશ્યાયન નામે એક તાપસ સૂર્ય સામે દૃષ્ટિ રાખી મધ્યાહ્ન સમયે સૂર્યનો તાપ લેતો હતો. ગરમીને કારણે તેના માથામાંથી જુઓ નીચે પડતી હતી L - TX9. T - S Page #274 -------------------------------------------------------------------------- ________________ તે ઉપાડીને તે પાછી પોતાની જટામાં નાખતો હતો. આ તાપસનું જીવનવૃત્તાંત આ મુજબ હતું. ચંપા અને રાજગૃહી નગરીની વચ્ચે ગૌબરનામે ગામમાં ગોખી નામનો કણબી તેની પત્નિ બંધુમતી સાથે રહેતો હતો. તેઓને કોઈ સંતાન ન હતું ગૌબર ગામની નજીક ખેટક નામે એક બીજું ગામ હતું. આ ગામ ચોરલોકોએ ભાંગી નાખ્યું અને ઘણા લોકોને તેઓ કેદ કરીને લઇ ગયા. આ સમયે વેશિકા નામની એક સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનો પતિ મૃત્યુ પામ્યો હતો તેથી ચોરલોકોએ તે સ્ત્રીને પોતાની સાથે લીધી અને બાળકને છોડી મૂકવા માટે બળજબરી કરી. તે સ્ત્રી બાળકને છોડીને તેઓની સાથે ગઇ. બીજે દિવસે ગોશંખી પટેલ તે રસ્તાથી પસાર થયો એટલે તેનું ધ્યાન પેલા બાળક પર પડ્યું. તે નિઃસંતાન હતો એથી એ જોઈ તે ખૂબખુશ થયો. તેણે બાળકને લઇ લીધું. ઘેર લાવ્યા પછી તેની પત્નિએ જ તે બાળકને જન્મ આપ્યો છે એવો દેખાવ કરી બાળક જન્મની ધુમધામથી ઉજવણી કરી. આ બાજુ તે બાળકની માતા વેશિકાને ચોરલોકોએ ગુલામ જેમ બજારમાં વેચવા મૂકી. તે ખૂબ જ સ્વરૂપવાન હતી એથી એકવૈશ્યાએ તેને ખરીદી લીધી. વેશિકાઆ રીતે વૈશ્યાના ઘેર રહી નાચ-ગાન કરવા લાગી. કર્મની ગતિ કેવી ન્યારી છે? વેશિકાનો પુત્ર જેગોશંખીનામના કણબીને ત્યાં ઉછરીને મોટો થયો હતો, તે યુવાન બની ગયો હતો. એક વખત તે તેના મિત્રોની સાથે ચંપાનગરીમાં ગયો. ત્યાં તેણે અન્ય સુંદર સ્ત્રીઓની સાથે વેશિકાને પણ જોઇ. એના પર મોહપામી તે વેશિકાના ઘર તરફ ચાલતો થયો. રસ્તામાં તેનો પગ વિઝામાં પડ્યો. તેનું તેને ભાન નરહ્યું. આગળ જતા તેણે એક ગાયને તેના વાછરડા સાથે જોઈ. પોતાના વિષ્ટાવાળા પગને તે યુવાને વાછરડા સાથે ઘસ્યો. વાછરડાએ એ જોયું તેથી નવાઇ પામીને તેણે ગાયને આ વાત પૂછી. માણસની ભાષામાં જ તે ગાય બોલી, “વત્સ, અત્યારે કામદેવ તેની પર સવાર છે આથી તે તેની માતા સાથે ભોગવિલાસ કરવા જઇ રહ્યો છે.” તે યુવાન ગાયની વાણી સાંભળી અત્યંત આશ્ચર્ય પામ્યો. તેણે વેશિકા પાસે જઈખાતરી કરવા નિર્ણય કર્યો. વેશિકાએ વૈશ્યા તરીકેનો પાઠ ભજવવો શરૂ કર્યો પરંતુ તેના પર કોઈ અસર થઇ. તેણે વૈશ્યાને વધુ પૈસા આપવાની વાત કરી અને કહ્યું, “જો તમે મને તમારી સર્વહકીકત છૂપાવ્યા વગર કહો તો વધુંદ્રવ્ય આપીશ.”વેશિકાએ સાચી હકીકત જણાવી. તે યુવાન ત્યાંથી તરત જ પોતાના ગામ ગયો અને તેણે તેના માતા-પિતાને પૂછયું, “હું તમારો જ પુત્ર છું કે ખરીદેલો પાલક પુત્ર છું? જે સાચું હોય તે જણાવો.'પોતે વધું હઠ પકડી એટલે તે તેના માતા-પિતા પાસેથી સાચી હકીકત જાણી શક્યો. અત્યારે તેના જે માતા-પિતા છે તે તો તેના પાલક માતા-પિતા જ હતા. વેશિકા જ તેની સાચી માતા હતી. તરત જ તે ફરીવેશિકા પાસે ગયો. સાચીવાતની ખાતરી થતાં તેણે વેશિકાને તે ગણિકાગૃહમાંથી છોડાવી. તે યુવાન આથી વિશિકાયાન” (વેશિકાના પુત્ર) તરીકે ઓળખાયો. આ આખી ઘટનાએવૈશિકાયનનાં જીવનને એક નવો વળાંક આપ્યો. તે સંસાર વિમુખથઇ તાપસવ્રત ધારણ કરીમહાન તપ આચરવા લાગ્યો. ગામની બહાર જઇ તેણે વિવિધ ધર્મનું અધ્યયન કરતો કરતો કુમનામના ગામમાં આવ્યો. સૂર્યસામેદષ્ટિ રાખી મધ્યાહ્ન સમયે સૂર્યનો તાપ લેનારઆતાપસ આ રીતે પોતાની જટામાંથી ખરેલી જુઓ પાછી પોતાના વાળમાં નાખતો હતો. ગોશાળાએ તેને જોઇને મશ્કરી કરતા કહ્યું “અરે તાપસ! તું મુનિ છે કે જુનો શય્યાતર છે? તું સ્ત્રી છે કે પુરૂષ ? તારા વિષે કાંઇ સમજાતું નથી.” આ સાંભળીવૈશિકાયન તાપસ કાંઇ બોલ્યો નહીં તેથી ગોશાળાએ તેની મશ્કરી ( 190) Page #275 -------------------------------------------------------------------------- ________________ કરતા બે-ત્રણ વખત આ પ્રમાણે પૂછ્યું. અંતે વૈશિકાયન ખૂબ જ ગુસ્સે થયો અને તેનામાં રહેલી શક્તિ પ્રમાણે તેણે ગોશાળા પર તેજોલેશ્યા મૂકી. ગોશાળોત્રાસ પામી ચારેબાજુ દોડવા લાગ્યો અને પ્રભુની પાસે આવ્યો. ગોશાળાનીરક્ષાકરવા પ્રભુએ શીતલેશ્યા મૂકી. એટલે શીતળ જળ વડે અગ્નિ શાંત થઇ ગયો અને તેજોલેશ્યા શમી ગઇ. પ્રભુની આવી શક્તિ જોઇ વૈશિકાયન નવાઇ પામ્યો. અંતે તે પ્રભુને નમ્રતા ભાવે વંદન કરી ચાલ્યો ગયો. ગોશાળાના મનમાં તેોલેશ્યા મેળવવા ઉત્કંઠા જાગી એટલે તેણે પ્રભુને પૂછ્યું, ‘“હે ભગવંત ! આ તેજોલેશ્યાની પ્રાપ્તિ કેવી રીતે થાય ?’’ પ્રભુએ જણાવ્યું, “જે નિરંતર છ મહિના સુધી છઠ્ઠનું તપ કરી પારણામાં એક મૂઠી અડદના બાકળા અને એક અંજલિ માત્ર જળ વાપરી નિયમધારી બની ક્રિયા કરે તેને છ માસને અંતે તેજોલેશ્યાની સિદ્ધિ પ્રાપ્ત થાય. ,, આ પ્રસંગ પછી પ્રભુ કૂર્મગ્રામથી વિહાર કરી ગોશાળા સહિત પ્રભુ સિદ્ધાર્થપુર તરફ ચાલ્યા. રસ્તામાં પેલું તિલનું વૃક્ષ આવ્યું એટલે ગોશાળાએ ખાતરી કરી તો તે છોડની શીંગમાં બરાબર તિલના સાતદાણા ઉગેલા જોયા. આ રીતે જીવો મરીને વારંવાર તેમાંજ ઉત્પન્ન થાય છે, એ વાતની ખાતરી કરતા ગોશાળાએ નિયતિવાદ દઢ કર્યો. હવે ગોશાળો પેલી તેજોલેશ્યાની સિદ્ધિ મેળવવા માટે પ્રભુથી છૂટો પડી શ્રાવસ્તી નગરીએ ગયો. ત્યાં એક કુંભારના ખાલી મકાનમાં રહી પ્રભુએ જે રીતે બતાવ્યું હતું તે વિધિ અનુસાર છ માસ સુધી તપ કર્યું. અને તે સિદ્ધિ પ્રાપ્ત કરી. આ સિદ્ધિની પરીક્ષા કરવા તેણે જાણી જોઇને એક કૂવાને કાંઠે પાણી ભરતી સ્ત્રીના ઘડાને કાંકરો માર્યો. તે સ્ત્રી ગુસ્સે થઇએટલે ગોશાળાએ તેજોલેશ્યા મૂકી અને તે સ્ત્રી ત્યાં જબળી ગઇ. આ સમયે ગોશાળાને શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ શિષ્યો જે અષ્ટાંગ જ્ઞાનના જાણકાર હતા તે મળ્યા. તેમની પાસેથી તે આ જ્ઞાન મેળવી જ્ઞાનનો ગર્વ કરતો ‘‘હું જ જિનેશ્વર છું’’ એમ કહેતો પૃથ્વી પર વિચારવા લાગ્યો. પ્રભુ વિહારકરતા કરતા વૈશાલીનગરી પધાર્યા. ત્યાં શંખ સામંતે પ્રભુનો સત્કાર કર્યો. ત્યાંથી પ્રભુ વાણીજક ગ્રામે જતા ગંડકી નદી ઉતરવા નાવમાં બેઠા. બપોરે તપેલી રેતીમાં નાવમાંથી ઉતરવા પ્રભુને ઉભા રાખી નાવિકે ભાડુ માંગી અટકાવ્યા. એટલામાં શંખસામંતના ચિત્રનામે ભાણેજે નાવિકનો તિરસ્કાર કરી પ્રભુને છોડાવ્યા. ત્યાંથી પ્રભુ વાણિજક ગ્રામ પધાર્યા અને ગામની બહાર કાયોત્સર્ગમાં સ્થિર થયા. તે નગરમાં આનંદ નામે શ્રાવકને નિરંતર છઠ્ઠના પ્રભાવે અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તે પ્રભુને વંદન કરી કહેતો ગયો, ‘“હે પ્રભુ ! આપે અત્યંત કઠિન ઉપસર્ગો સહન કર્યા છે. હવે તમારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ નજીક છે.'' આ પછી શ્રાવસ્તીનગરીમાં પ્રભુએદસમું ચોમાસું પૂર્ણકર્યું. ત્યાંથી વિહાર કરીપ્રભુસાનુયષ્ટિક(સાનુલબ્ધિક) ગામે ગયા. ત્યાં પ્રભુ ભદ્રા, મહાભદ્રા અને સર્વતોભદ્રા નામનીત્રણપ્રકારની પ્રતિમાએ (કાયોત્સર્ગનીએકપ્રકારની સ્થિતિ રહ્યા. આ માટે તેઓએ અનુક્રમે બે, ચાર અને દસ ઉપવાસનું તપકર્યું. પારણાને માટે પ્રભુ આનંદગૃહસ્થને ત્યાં ગયા. ત્યાં બહુલા નામની દાસી ટાઢું થયેલું અન્નકાઢી નાખવા પાત્ર સાફ કરતી હતી. તેણે પ્રભુને જોયા એટલે પૂછ્યું, `‘તમને આ કલ્પે છે ? (ખપશે?)'' પ્રભુએ હાથ ફેલાવ્યો એટલે દાસીએ ભાવપૂર્વક પ્રભુને વહોરાવ્યું. આ સમયે દેવો પણ ખુશ થયા અને પંચ દિવ્ય પ્રગટાવ્યા. તે ગામના રાજાને આ વાતની ખબર પડી એટલે તેણે બહુલા દાસીને બંધનમુક્ત કરી. પ્રભુની કૃપાથી પામર પ્રાણી પણ પામરતાથી મુક્ત બને છે. પ્રભુ વિહાર કરતા કરતા દૃઢ ભૂમિમાં ગયા. ત્યાં પેઢાલ ગામની બહાર પોલાસ નામે ચૈત્યમાં અઠ્ઠમ તપ કરી મહાન કાયોત્સર્ગમાં સ્થિર થયા. આ સમયે શકઇન્દ્રે સુધર્મા સભામાં વર્ણન કરતા કહ્યું કે, ‘‘અરે! સૌધર્મલોકવાસી 191 --- Page #276 -------------------------------------------------------------------------- ________________ સર્વદેવતાઓ ! શ્રી વીર પ્રભુનો અદ્દભુત મહિમા સાંભળો. પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરનાર, ચાર i કષાયથી મુક્ત, આશ્રવ રહિત અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સંબંધી કોઇ પ્રકારે પ્રતિબંધ નહીં કરનાર, દેવતા, અસુરો, યક્ષો કે રાક્ષસોથી પણ તેઓ ચલાયમાન નથી.'' ઇન્દ્રનાં આવા વચનો સાંભળી સભામાં બેઠેલો સંગમ નામનો દેવતા શ્રી વીર પ્રભુની પરીક્ષા કરવા અને પ્રભુને ચલિત કરવા તૈયાર થયો. શકઇન્દ્ર તેની ઉપેક્ષા કરી. સંગમ અતિશયરૌદ્રરૂપ ધારણ કરી, પ્રલયકાળ જેવો પૃથ્વીપટ પર જ્યાં શ્રી વીરપ્રભુ કાયોત્સર્ય ધ્યાને સ્થિર થયેલા હતા ત્યાં આવી પહોંચ્યો. પ્રભુને જોતા જ તેના મનમાં વેરભાવ ઉત્પન્ન થયો. એક જ રાત્રિમાં નીચે મુજબ વીસ જેટલા ઉપસર્ગો કર્યા - કટ દાયક ધૂળનીવૃષ્ટિ કરી પ્રભુ ધૂળથી ઢંકાઇ ગયા. પ્રભુ બરાબર શ્વાસ પણ ન લઇ શકે એવી સ્થિતિ કરી. છતાં પણ પ્રભુ ચલાયમાન ન થયા. - રજને દૂરકરી પ્રભુનાં સર્વઅંગમાં પીડા ઉત્પન્ન કરે એવી કીડીઓ ઉત્પન્ન કરી. આ તીણમુખવાળી કીડીઓ પ્રભુનાં અંગે અંગમાં સોયની જેમ ખૂંચવા લાગી. પરંતુ પ્રભુ તો એ જ સ્થિતિમાં રહ્યા. તેથી સંગમનો આ ઉપસર્ગ પણ નિષ્ફળ થયો. - આ જ રીતે પ્રભુને તેણે ડાંસ કરડાવ્યા. પ્રભુનાં શરીરમાંથીરકતની જેમ ગાયના દૂધ જેવું રકત વહેવા લાગ્યું. પ્રભુ આથી ક્યાં ચલાયમાન થાય એમ હતા ? - સંગમ દેવે પ્રચંડ ચાંચવાળી ધીમેલનો ઉપદ્રવ કર્યો. આ ધીમેલો પ્રભુના શરીર સાથે ચોંટી ગઈ, છતાં આ મહાયોગી પીડાનો એક અવાજ પણ ઉઠાવે ખરા? - આ પ્રયત્ન પણ નિષ્ફળ જતા, પ્રભુને ચલાયમાન કરવા સંગમે દુષ્ટ વીંછીઓ ઉત્પન્ન કર્યા. કાંટાની જેમ આ વીંછીઓએ પ્રભુના આખા શરીર પર ડંસ દીધા. - આ પછી અનેક દાંતવાળા નોળ ઉત્પન્ન કર્યા. તે નોળ તેના તીણ દાંતો વડે પ્રભુનાં શરીરને તોડી તોડીને ખાવા લાગ્યા. પ્રભુ તો પણ ધ્યાનમાં સ્થિર ! - સંગમયમરાજના ભુજદંડ જેવા ભયંકર અને મોટીફણાવાળા સર્પો ઉત્પન્ન કર્યા. જેમ વેલીવૃક્ષને વીંટળાઇ જાય, એ રીતે આ સર્ષોએ પ્રભુને ઘેરી લીધા. ફણાઓથી પ્રહાર કરતા આ સર્પો પોતાની દાઢો વડે પ્રભુને હસવા લાગ્યા. આ મહાભયંકર પીડામાં પણ પ્રભુ સમાધિભાવે સ્થિર રહ્યા. - જ્યારે સર્પોની પીડાપ્રભુને ચલિત ન કરી શકી, ત્યારે સંગમેવજ જેવાદાંતવાળા ઉંદરો ઉત્પન્ન કર્યા. તે ઉદરો નખથી, દાંતથી અને મુખથી પ્રભુને ખણવા લાગ્યા. અત્યારે પણ પ્રભુ ચલિત થયા વગર જ કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. - સંગમ આ જોઇ અતિ ક્રોધે ભરાયો એટલે મોટા અને તીણદંતશૂળ વાળો હાથી તેણે ઉત્પન્ન કર્યો. વિકરાળ દેખાતા આ હાથીએ ઘડીભરમાં સૂંઢ વડે પ્રભુને પકડ્યા અને ઉંચે ઉછાળી ફરી સૂટમાં ઝીલી લીધા. આવું અનેક વખત કર્યું. પ્રભુનાં શરીરમાંથી ફરીથી દૂધના રંગ જેવું રત વહેવા લાગ્યું. u ( 192) Page #277 -------------------------------------------------------------------------- ________________ કે - સંગમ ઉપદ્રવ કરતા થાકતો નહતો. પ્રભુ તે ઉપદ્રવપૂર્ણ સમતાભાવે સહન કરતા હતા. હાથી પણ પ્રભુની સમાધિને ચલિત ન કરી શક્યો, એથી સંગમે હાથણી ઉત્પન્ન કરી, હાથણી તો મરતક અને તીણદાંત વડે પ્રભુ પર પ્રહાર કરવા લાગી. અંતે હાથણી થાકીને સ્થિર થઇ ગઇ. - એક પછી એક દાવ નિષ્ફળ જતા સંગમે ભયાનક પિશાચનું રૂપ લીધું. અટ્ટહાસ્ય કરતો તે ફંફાડા મારતો હાથમાં શસ્ત્ર લઇ દોડી આવ્યો, છતાં તે પ્રભુના સાન્નિધ્યમાં દીપક જેમ બુઝાઈ ગયો. - આ પછી ત્રિશુલ જેવા નખગ્રવાળો અને વજ જેવી દાઢોવાળો વાઘ બની સંગમ પ્રભુને ત્રિશુળ જેવા નખથી ઉપદ્રવ કરવા લાગ્યો. આ વખતે પણ સંગમ નિષ્ફળ ગયો. - સંગમને લાગ્યું કે વીર પ્રભુ ગમે તે મુશ્કેલીમાં પણ તેનું તપ છોડતા નથી તેથી તે સિદ્ધાર્થ રાજાનું રૂપ ધારણ કરી આવ્યો, અને કહ્યું, શા માટે તે અતિદુષ્કર તપ આદર્યું છે? તારો ભાઇનંદિવર્ધન અને વૃદ્ધાવસ્થામાં એકલો મૂકીને ગયો છે.” આ સાંભળ્યા છતાં પણ પ્રભુ પર કોઈ અસર ન થઇ એટલે સંગમ દેવ ત્રિશલામાતાનું રૂપ ધરીને આવ્યો. ખૂબ જ વિલાપ કર્યો, છતાં પણ પ્રભુ તેમના ધ્યાનથી ચલિત થયા નહીં. - એક પછી એક દાવ નિષ્ફળ ગયા. એટલે સંગમે એક છાવણીમાં માણસો ઉત્પન્ન કર્યા. તેઓએ રસોઇ માટે તૈયારી કરી, પરંતુ પથ્થરો મળ્યા નહીંએટલે રસોયાએ પ્રભુના બે પગ વચ્ચે અગ્નિ પ્રગટાવી તેના પર ભાતનું વાસણ મૂકયું. દાવાનળની જેમ અગ્નિ પ્રભુના પગને દઝાડવા લાગ્યા. છતાં પ્રભુ કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. - આ પછી ચાંડાળનું રૂપ લીધું. તેણે પ્રભુનાં ગળામાં, બે કાનમાં બે ભુજામાં અને જંઘા પર મુક પક્ષીઓનાં પાંજરા લટકાવ્યા. તે પક્ષીઓએ ચાંચના પ્રહારથી પ્રભુના શરીર પરસેંકડો છિદ્રો કર્યા. છતાં પણ પ્રભુ પર કાંઇ અસર થઇ નહીં. - સંગમે વાવાઝોડા જેવો જોરદાર પવન ઉત્પન્ન કર્યો. આ પવને પ્રભુને ઉપાડીને નીચે ફેંક્યા. છતાં પ્રભુ ચલિત થાય? અંતે પ્રભુ પાસે તેનું કાંઇ ચાલ્યું નહીં. તેથી તેણે પ્રભુને મારી નાખવાનો ઉપાય વિચાર્યો. સંગમે કાળચક ઉત્પન્ન કર્યું. ખૂબ જ વજનદારચક્ર ઉપાડી પ્રભુ પર ફેંકયું. આ ચક્રના પ્રહારથી પ્રભુ જાનુ સુધી પૃથ્વીમાં ઊતરી ગયા. પ્રભુ તો માનતા હતા કે આ રીતે કર્મનો ક્ષય થાય છે. જરા પણ ગુસ્સો કર્યા વગર આ તમામ ઉપસર્ગો સહન કરતા હતા. છેવટે સંગમ દેવે કહ્યું, “આપની ઉગ્ર તપશ્ચર્યાથી આપની મહાનતાનો મને ખ્યાલ આવ્યો છે. માટે હે પ્રભુ ! મને માફ કરો.' આ રીતે સંગમે વીસ ઉપસર્ગો કર્યા, પરંતુ પોતે હવે ક્યા મોઢે સ્વર્ગમાં પાછો જઈ ઇન્દ્ર પાસે માફી માગે, એવું સમજી તે જવું કે નહીં એમ વિચાર કરતા સંગમ પાછો આવ્યો, ત્યારે કેન્દ્ર તેને ઠપકો આપી તેને સ્વર્ગમાંથી કાઢી મૂક્યો. આથી તે મેરૂની ચૂલિકાએ રહ્યો. આ પછી પ્રભુએ છ મહિનાના ઉપવાસનું પારણું ગોકુળ ગામમાં એક વૃદ્ધ ગોવાલણને ત્યાં કર્યું. ત્યાં પંચ દિવ્ય (193).......... . L Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થયાં. ત્યાંથી પ્રભુ આલંભિકા નામની નગરીએ ગયા. ત્યાં પણ પ્રભુ કાયોત્સર્ગમાં સ્થિર થયા. આ જોઈને વિદ્યુતકુમારનાદેવહરિદેવપ્રભુ પાસે આવ્યા. ત્રણ પ્રદક્ષિણા દઇને તેણે પ્રભુને કહ્યું, “હે પ્રભુ!આપે ઘણા ઉપસર્ગો સહન કર્યા, હવે માત્ર થોડા ઉપસર્ગો જ સહન કરવાના બાકી છે. આ પછી તમને ચાર ધાતિકર્મોનો નાશ થતા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે.” આવી વાણી ઉચ્ચારી તે ભકિતભાવથી પ્રભુને વંદન કરી પોતાના સ્થાને ગયો. અહીંથી વિહાર કરી પ્રભુ શ્રાવતી નગરીએ પધાર્યા. ત્યાં નગરીની બહાર કાયોત્સર્ગમાં સ્થિર થયા. આ સમયે તે નગરીના લોકો અન્ય દેવની પ્રતિમાને વંદન કરવા જતા હતા તે ઇન્દ્ર અવધિજ્ઞાનથી જોયું. તરત જ ઈન્દ્ર વિચાર્યું કે આ લોકો અવિવેકી લાગે છે. પ્રભુને છોડીને કોઇ પ્રતિમાને વંદન કરવા જાય છે. ઇન્દ્ર તે પ્રતિમામાં પ્રવેશ કર્યો. તે પ્રતિમા પ્રભુ જ્યાં હતા તે તરફ ચાલવા લાગી. લોકો આશ્ચર્યથી આ જોવા લાગ્યા. તે પ્રતિમાએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા. આ ઘટના જોઈ લોકોએ પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી પ્રભુ મિથિલા નગરી પધાર્યા ત્યાં જનકરાજાએ તથા ધરણેન્દ્ર પ્રભુને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વૈશાલી (વિશાખાપુરી) નગરીમાં આવ્યા. ત્યાં દીક્ષા લીધા પછીનું અગિયારમું ચોમાસું થયું. ચારમાસક્ષમણતપ કરવાનો નિશ્ચય કરી જ્યારે પ્રભુ ત્યાં કાયોત્સર્ગમાં સ્થિર થયા, ત્યારે નાગકુમારના ભૂતાનંદ ઇન્દ્ર આવીને પ્રભુને વંદના કરી અને પ્રભુને કેવળજ્ઞાન નજીકમાં થવાનું છે એવી વાત કરી સ્વસ્થાને ગયો. આ નગરીમાં જીર્ણશેઠ (જિનદત્ત) નામે એક શ્રાવક રહેતો હતો. તેણે પ્રભુને કાયોત્સર્ગે રહેલા જોયા એટલે તેણે બીજે દિવસે તેના ઘેર પ્રભુને પારણું કરવા વિનંતી કરી. પ્રભુને તો ચાર માસક્ષમણનું તપ હતું એટલે પારણું કરવાના દિવસ સુધી જિનદત્તે રાહ જોઇ. અંતે પારણાનો દિવસ આવ્યો તેથી જિનદત્ત માન્યું કે આજે તો પ્રભુ જરૂર પધારશે. આખી નગરી શણગારી પારણા માટે તે પૂરી તૈયારી કરી પ્રભુની રાહ જોવા લાગ્યો. પરંતુ પ્રભુ તો એક અજાણ્યા શ્રેષ્ટિ - અભિનવ શ્રેષ્ઠિના ઘેર ગયા. ત્યાં શેઠની આજ્ઞા મુજબ તેણે પ્રભુને અડદના બાકુળા પહેરાવ્યા. આ સમયે દેવદુંદુભી થઈ. ત્યાં પંચદિવ્ય પ્રગટ થયાં. આ વખતે જિનદત્ત શેઠને ખૂબ જ દુ:ખ થયું. તેણે પારણા માટે કરેલી બધી તૈયારીનકામી ગઇ. પારણું કર્યા પછી પ્રભુ અન્ય ઉદ્યાનમાં ગયા ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના એક કેવળી શિષ્ય પ્રભુને પુછયું, “આ નગરીમાં સૌથી વધુ પુણ્યશાળી કોણ છે, પ્રભુ?'' આ સાંભળી પ્રભુએ જિનદત્તશેઠનું નામ આપ્યું ત્યારે સૌને પ્રશ્ન થયો કે અભિનવ શ્રેષ્ટિએ તો પ્રભુને પારણું કરાવ્યું હતું, તે જ સૌથી પુણ્યશાળી ગણાય ને ? પ્રભુએ સમાધાન આપતા કહ્યું, ‘જિનદત્ત શેઠે આમ તો ભાવથી અહંત પ્રભુને પારણું કરાવ્યું છે. એમણે દેવદુંદુભી સાંભળી એટલે જ તે ધ્યાનથી ચલિત થયા, જો આમન થયું હોત તો તેમની કેવળજ્ઞાન પ્રાપ્તિની ક્ષપકશ્રેણિ મંડાઇ ગઇ હોત. માટે તે વધુ પુણ્યનો સમૂહ ઉપાર્જન કરે છે. અભિનવ શેઠે ભાવ વિના માત્ર નોકર દ્વારા જ પારણું કરાવ્યું. તેથી તેને માત્ર દ્રવ્યની જ પ્રાપ્તિ થઈ છે.” આ વાત સાંભળી સૌને યથાર્થ સ્થિતિ સમજમાં આવી. આ પછી પ્રભુ વિહાર કરી અશોકખંડ નામના ઉધાનમાં અશોકવૃક્ષની નીચે અઠ્ઠમ તપ કરી રાત્રે પ્રતિમા ધારણ કરી ઉભા રહ્યા. આ વખતે એવું બન્યું કે પૂરણ નામના એક તાપસ દીક્ષા લીધા પછી ચમરેન્દ્ર થયો હતો. તરત તેણે અવધિજ્ઞાનથી બીજા ભુવનો જોયા. ત્યાં તેણે પોતાની ઉપર કેન્દ્રને જોયા. તેથી તે વિચારવા લાગ્યો “આ કોઇ અધમ દેવ મારા પર છે.' આમ વિચારી તે શકેન્દ્રને જીતવા માટે કોઇ બળવાનનું શરણું શોધતો સુસુમારપુરમાં આવ્યો. ત્યાં તેણે શ્રી વીર પ્રભુને પ્રતિમાએ રહેલા જોયા. અવધિજ્ઞાનથી જોતા તેને ખ્યાલ આવ્યો કે સૌથી બળવાનનું શરણું અહીંજ મળે એમ છે. તે પ્રભુને વંદન કરી આયુધશાળામાં ગયો અને શકેન્દ્રને જીતવા તેમની સભામાં ગયો. શકેન્દ્ર તેના પર વજનો પ્રહાર કર્યો, તેથી પોતાને બચાવવા તે શ્રી વીર પ્રભુના શરણમાં આવ્યો. શક્રેન્દ્ર અવધિજ્ઞાનથી આ (194) Page #279 -------------------------------------------------------------------------- ________________ જોયું અને જાણ્યું કે તે શ્રી વીર પ્રભુના શરણે જ આશ્રય મેળવીને રહ્યો છે માટે હવે નિર્ભય છે. પોતાના અપરાધ માટે : માફી માગ્યા પછી કેન્દ્રને પોતાના કૃત્ય માટે પસ્તાવો થયો. એ પણ પોતાના સ્થાને ગયો. વિહાર કરતા કરતા પ્રભુ કૌશંબી નગરીમાં આવ્યા. ત્યાં શતાનિક રાજાને મૃગાવતી નામે રાણી હતી. સુગુપ્ત મંત્રીની નંદા નામે સ્ત્રીરાણીની સખી હતી. ત્યાં ધર્મપાઠકહતો. ધનાવહનામે શેઠને મૂલા નામે સ્ત્રી હતી. આ સ્થળે વીરપ્રભુ આવ્યા ત્યારે તેમણે એક અભિગ્રહ લીધો કે, “કોઇ સતી કે સુંદર રાજકુમારીદાસીપણામાં હોય, પગમાં લોખંડની બેડીહોય, માથે મુંડન કરેલું હોય, ત્રણ દિવસથી ભૂખી હોય, એક પગ ઉંબર ઉપર અને બીજો બહાર હોય, ભિક્ષાનો કાળ પૂરો થયા પછી સૂપડામાંના બાકળા વહોરાવે તો જ હું પારણું કરીશ.' આવા અભિગ્રહ સાથે પ્રભુદરરોજકૌશંબી નગરીમાં ભિક્ષા લેવા માટે ફરે છે. પણ અભિગ્રહપૂરો થતો નથી, ચાર મહિના પસાર થયા પછી પ્રભુમંત્રીનાઘેર પધાર્યા. પરંતુ અભિગ્રહપૂરો નહીંથતાં, પ્રભુ પાછા આવ્યા. નંદાએ મંત્રીને પૂછ્યું કે પ્રભુનો અભિગ્રહજો મંત્રી ન જાણી શકે તો મંત્રી બુદ્ધિવાન ક્યાંથી ગણી શકાય? આવાતની રાજને ખબર પડી એટલે ગામમાં ઘોષણા કરાવીકે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જેઅભિગ્રહો હોય તે મુજબ પ્રભુને ભિક્ષા વહોરાવી પ્રભુનો અભિગ્રહ પૂરો કરાવે. ગામમાં આ વાત ફેલાઇ ગઇ, પરંતુ પ્રભુનો અભિગ્રહ પૂરો ન થયો. આ બાજુ શતાનિક રાજાને ગુપ્તચરોએ સંદેશ આપ્યો કે ચંપાનગરીના રાજા દધિવાહન અત્યારે નબળી પરિસ્થિતિમાં છે. જો તેના પર અત્યારે આક્રમણ કરવામાં આવે તો જીત મળે. આથી શતાનિક રાજાએ દધિવાહન પર ચડાઈ કરી. દધિવાહન રાજા ત્યાંથી ડરીને નાસી ગયો. શતાનિક રાજાના માણસોએ ચંપાનગરીમાં ભારે લૂંટ ચલાવી, તેમાં એક સૈનિક દધિવાહનની પત્નિ ધારિણી અને તેની પુત્રી વસુમતીને ઉપાડી કૌશંબીમાં લાવ્યો. રસ્તામાં તેણે ધારિણી રાણીને તેની પત્નિ બનાવવાનું કહ્યું એટલે ધારિણિ જીભ કચરીને મૃત્યુ પામી. તે સૈનિકે વિચાર્યું કે વસુમતી પણ જો આ રીતે મૃત્યુ પામે તો અનર્થ સર્જાય. આ રીતે તે વસુમતીને કૌશંબી નગરીમાં લાવ્યો. રાજમાર્ગ પર વસુમતીને વેચવા માટે ઉભી કરી. એક બાજુ રાજાની પુત્રી બીજી બાજુ ગુલામ તરીકે વેચાવા માટે બજાર વચ્ચે મૂકાવું એ નસીબના ખેલ નહીં પણ કર્મની બલિહારી જ ગણાય. દેવયોગે ત્યાં ધનાવહ શેઠ આવી ચડ્યા. વસુમતીને જોઇ તેણે વિચાર્યું, આની આકૃતિ જોઇ એવું લાગે છે કે આ કોઇ સામાન્ય ઘરની પુત્રી લાગતી નથી. નકકી કોઈ ભોળી મૃગલી આ પારધીના હાથમાં ફસાઈ લાગે છે.” આ વિચાર કરી ધનાવહ શેઠ વસુમતીને લઇ ઘેર આવ્યા. પોતાની પુત્રી તરીકે રાખવાની ઇચ્છા તેના મનમાં લાગણી બનીને વહેવા લાગી. તેણે પોતાની પત્ની મૂળાને આ વાત કરી અને વસુમતીનો પુત્રી તરીકે સ્વીકાર કર્યો. વસુમતી ચંદન જેવી શીતળ વાણી બોલતી હતી તેથી તેના ગુણ પ્રમાણે તેનું નામ વસુમતીને બદલે ચંદના રાખ્યું. આ બાજુ મૂળા શેઠાણી ચંદનાના રૂપ અને ગુણની ઇર્ષા કરવા લાગી. એક વખત ચંદના તેના પિતા ધનાવહ શેઠના પગ ધોતી હતી. ત્યારે તેના લાંબા વાળ જમીન પર પડ્યા. પિતાધનાવહનને લાગ્યું કે આવા સુંદરવાળ ખરાબ થશે એટલે તેણે દિકરી તરફના વાત્સલ્ય ભાવથી તેના વાળ ઉચા કર્યા. મૂળા શેઠાણીએ આદશ્ય જોયું અને તેના મનમાં ચંદના પ્રત્યે ગુસ્સો અને ઇર્ષા થવા લાગ્યા. (195) Page #280 -------------------------------------------------------------------------- ________________ ધનાવહ શેઠને કારણસર બહાર જવાનું થયું અને મૂળા શેઠાણીના મનમાં રહેલી ઇર્ષાના સાપોલિયાં સળવળવા લાગ્યા. તકનો લાભ લઇ તેણે ચંદનાના વાળ કપાવી માથે મુંડન કરાવ્યું, પગમાં બેડી પહેરાવી, ભોયરામાં સંતાડી દીધી, અને પોતાના પિયર ચાલી ગઇ. ચોથા દિવસે જ્યારે ધનાવહ શેઠને ચંદના જોવામાં ન આવી, ત્યારે તેમના ઘેર કાર્ય કરતી એક વૃદ્ધ નોકરાણીએ શેઠને આ આખા બનાવ વિષે વાત કરી. શેઠે ચંદનાને ભોંયરામાંથી બહાર કાઢી. તેને જઇ ધનાવહ શેઠની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તરત જ તે લુહારને બોલાવવા ગયા કારણકે ચંદનાના પગમાં તો લોખંડની બેડીઓ હતી. ચંદનાને અડદના બાકળા આપીને શેઠ ગયા. આ સમય દરમ્યાન શ્રી મહાવીર પ્રભુ ફરતા ફરતા ત્યાં આવી ચડયા. ચંદનાને જોઇ પ્રભુ અંદર આવ્યા. ચંદનાના મનમાં પ્રભુ તરફનો ભકિતભાવ છલકાઇ ગયો. તે બોલી ઉઠી, આ ભોજન આપના માટે ઉચિત છે, માટે આપ એને ગ્રહણ કરો.” પરંતુ પ્રભુ ભિક્ષા ગ્રહણ કર્યા વગર જ પાછા ફર્યા, ત્યારે ચંદનાનું કોમળ દિલ ભાંગી પડ્યું. તેની આંખમાં આંસુની ધાર વહેવા લાગી. પ્રભુના અભિગ્રહ મુજબ પહેલા આંસુની ધાર ચંદનાની આંખમાં ન હતી, એથી પ્રભુ ત્યાંથી પાછા ફર્યા હતા, પરંતુ હવે અભિગ્રહ મુજબ તમામ પરિસ્થિતિનું સર્જન થયું હતું, તેથી પ્રભુ ફરી વહોરવા માટે પાછા વળ્યા. ખૂબજ ભકિતભાવથી ચંદનાએ અડદનાબાકુળા પ્રભુને વહોરાવ્યા, ત્યાં તો દેવતાઓ પ્રસન્ન થયા અને પંચદિવ્યો પ્રગટ થયાં. ચંદનાની બેડીઓદૈવી પ્રભાવે તૂટી ગઈ. એના સ્થાને ઝાંઝર ગોઠવાઈ ગયા. માથા પર મુંડન હતું એના બદલે સુંદર અને લાંબા વાળથી ચંદના શોભવા લાગી. શરીર કોઇઅદ્ભુત લાવણ્યથી શોભવા લાગ્યું. - કૌશંબીનરેશ શતાનિક વગેરે સપરિવાર દોડી આવ્યા. ચંદનાના પિતાજી લુહારને બોલાવીને આવે એ પહેલા તો ચંદનાનું પુણ્યકર્મ જાગી ગયું. દ્રવ્યભાવકરતા મનનો ભાવ ચડી ગયો. આખું નગર હર્ષ પામ્યું. ઇન્દ્ર જાહેરાત કરી કે ચંદના પ્રભુની પ્રથમ સાધ્વી બનશે. ત્યાંથી વિહાર કરી પ્રભુ ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં સ્વાતિદત્ત બ્રાહ્મણની અગ્નિહોત્ર શાળામાં બારમું ચોમાસું કર્યુ ત્યારે પણ ચારમાસી તપકર્યું, ત્યારે મણિભદ્ર વગેરે વ્યંતરદેવો પ્રભુને વંદન કરતા હતા તે જોઇ સ્વાતિદત્ત બ્રાહ્મણે પરીક્ષા કરવા પ્રભુને પૂછ્યું, “હે દેવાર્ય! આ શરીરમાં જીવ કયો કહેવાય ?'' પ્રભુએ કહ્યું, “દેહમાં રહ્યું છતાં જે પોતાને ‘અદ્ભ-હું છું એમ માને છે તે જીવ કહેવાય. આ ઉપરાંત જીવના અસ્તિત્વ વિષેના અન્ય પ્રશ્નોના ઉત્તરો પણ પ્રભુએ સંતોષકારક આપ્યા એટલે સ્વાતિદત્તને ખાતરી થઈ કે પ્રભુ તત્વવેત્તા છે તેથી તેણે પ્રભુનું બહુમાન કર્યું અને ભક્તિભાવથી વંદન કર્યું. આ પછી પ્રભુ વિહાર કરતા આગળ વધી રહ્યા હતાં, ત્યારે તેમને ઇન્દ્ર જણાવ્યું કે હવે કેવળજ્ઞાનનો સમય નજીકમાં જ છે. પામર જીવોને પ્રતિબોધ આપતા, પોતાના કર્મોને ખપાવતા પ્રભુ પગમાનિ નામના ગામે ગયા. ગામની બહાર તેઓ પોતાના નિયમ અને વ્રત મુજબ કાયોત્સર્ગે રહ્યા. આ સમયે વાસુદેવના ભવમાં શવ્યાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડીને ઉપાર્જન કરેલું અશાતા વેદનીય કર્મ પ્રભુને ઉદયમાં આવ્યું. તે શવ્યાપાલકનો જીવ અહીંગોવાળ થયો હતો. પ્રભુ જ્યાં ઊભા હતા, ત્યાં તે ગોવાળ પોતાના બળદોનું ધ્યાન રાખવા પ્રભુની પાસે મૂકીને ગાયો દોહવા માટે | ગામમાં ગયો. તે માનતો હતો કે તેની વાત પ્રભુએ સાંભળી હતી. પ્રભુ તો પોતાની જાતને પણ આ સમયે ભુલી ગયા (196) Page #281 -------------------------------------------------------------------------- ________________ હતા, ત્યાં આ બળદોનું ધ્યાન રાખવા વિશેની વાતનો ખ્યાલ ક્યાંથી હોય? બળદો તો ચરતા ચરતા એ જંગલમાં i ક્યાંક ચાલ્યા ગયા. થોડીવારમાં તો ગોવાળ પાછો આવ્યો. તેણે જોયું તો પોતાના બળદો પ્રભુની આસપાસનહતા. તેણે આજુબાજુ તપાસ કરી, પરંતુ પોતાના બળદો તેણે ક્યાંક જોયા નહીં. પ્રભુને બે-ત્રણ વખત પૂછીને જોયું. પ્રભુ તો મૌન સાથે કાયોત્સર્ગમાં સ્થિર હતા. તેમણે કોઇ જવાબ આપ્યો એથી ગોવાળ ખૂબજગુસ્સે થયો અને બોલ્યો, હે અધમ દેવાર્ય! હું તને પૂછું છું મારા બળદો ક્યાં ગયાં ? તું જાણે કાંઈ સાંભળતો જ નથી તારે કાન છે કે ખાલી બાકોરા?'' છતાં પ્રભુ તો મૌન જ હતા. ગોવાળનો ગુસ્સો વધી ગયો. તે અતિ કુર બન્યો અને તેણે કાંસડાની સળીઓ (શૂળ) પ્રભુના કાનમાં ખીલાની માફક ખોડી દીધી. બન્ને શૂળો અંદરના ભાગમાં એક થઇ જાય એટલી ઊંડી નાખી હતી. કોઇ આ શૂળો કાઢે નહીં એવી રીતે બહારથી કાપીને તે ગોવાળ ચાલ્યો ગયો. આવી કષ્ટદાયક પરિસ્થિતિમાં પણ જરા પણ ખેદ નહીં પામનાર એવા શ્રી વીરપ્રભુ અત્યંત વેદનાને સમતાભાવે સહન કરી શક્યા. એ તેમની મહાનતાદર્શાવે છે. અત્યંત વેદના સહન કરતા કરતા પ્રભુ અપાપાનગરીએ પધાર્યા. ત્યાં પારણું કરવા માટે સિદ્ધાર્થનામના વણિકને ઘેર ગયા. આ સમયે સિદ્ધાર્થના મિત્રએવા ખરકવૈધ હાજર હતા. તેણે જોયું કે આ મહાત્માનું શરીર સર્વલક્ષણે સંપૂર્ણ છે. પરંતુ કોઇ કારણસર તેમનો ચહેરો ગ્લાન દેખાય છે. તેમણે સિદ્ધાર્થને પૂછતા જાણ્યું કે પ્રભુના બંને કાનમાં શૂળનાખેલી હતી. આ જોઇ સિદ્ધાર્થે કહ્યું, “અહો આ કોઇ ભયંકર પાપાત્માનું કૃત્ય લાગે છે.'' આ સાંભળીને ખરકવૈધે સિદ્ધાર્થને જણાવ્યું કે અત્યારે એ દુરાત્મા વિશે ચિંતા કરવાની જરૂર નથી. હવે જરા પણ વિલંબ કર્યા વિના પ્રભુની પીડા દૂર કરવાનો ઉપાય કરીએ, બંને આ વાત કરતા હતા ત્યાં તો પ્રભુ નિરપેક્ષ ભાવે ત્યાંથી ચાલ્યા ગયા. બહાર, ઉધાનમાં આવીને તેઓ શુભ દયાનસ્થ થયા. પછીથી સિદ્ધાર્થ અને ખરક વૈધ ઔષધિ વગેરે લઈને ઝડપથી ઉધાનમાં આવ્યા, પ્રભુની આજ્ઞા માગીને તેમને તેલની એક કુંડીમાં બેસાડ્યા. તેમના શરીરને મર્દન કર્યું. પછી તેમણે બે સાણસા વડે પ્રભુના બંને કાનમાંથી શૂળો ખેંચી કાઢી. વેદનીય કર્મથી મુકત થયાના પ્રતિકરૂપે આ રૂધિયુકત શૂળો બહાર ખેંચાઈ આવી. તે શૂળો ખેંચતી વખતે થયેલી વેદનાના કારણે પ્રભુએ પાડેલી ચીસથી જાણે કે પૃથ્વી પર પ્રલય થયો હોય તેમ પર્વતોમાં ફાટ પડી. આ પછી સંગૃહિણી નામની ઔષધિથી પ્રભુને કાનની પીડા ઓછી થઇ. સિદ્ધાર્થ અને ખરકવૈધ પ્રભુને વંદન કરી સ્વસ્થાને ગયા. પેલો ગોવાળ પોતાના દુષ્કૃત્યોના પરિણામે ત્યાંથી મૃત્યુ પામી સાતમી નરકે ગયો. અહીં પ્રભુએ પાડેલી મહાચીસના લીધે એ સ્થળ મહાભૈરવ ઉધાન નામથી પ્રસિદ્ધ થયું છે. આ પ્રમાણે શ્રી વીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા, તેમાં જઘન્ય ઉપસર્ગોમાં કટપૂતનાએ જે શીતનો ઉપદ્રવ કર્યો તે, ઉત્કૃષ્ટ, મધ્યમ ઉપસર્ગોમાં સંગમે જે કાળચક્ર મૂક્યું તે, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં કાનમાંથી શૂળની મુકિત કરી તે ઉત્કૃષ્ટ, એવી રીતે પ્રભુને ઉપસર્ગોનો પ્રારંભ પણ ગોવાળથી થયો અને પૂર્ણતા પણ ગોવાળથી થઈ. સાડાબાર વર્ષમાં પારણાંના ઓગણપચાસ દિવસો બાદ કરતાં નીચે પ્રમાણે તપશ્ચર્યા કરી : એક છમાસિક, નવચતુર્માસક્ષમણ, છ દ્વિમાસિક, બારમાસિક, બોતેરઅર્ધમાસિક, બે ત્રિમાસિક, બેદોઢમાસિક, બેઅઢીમાસિક, ત્રણ ભદ્રાદિક (ભદ્ર = બે દિવસની મહાભદ્ર = ચાર દિવસની, સર્વતોભદ્ર = દસ દિવસની) પ્રતિમાએ રહ્યા. આ સાડાબાર વર્ષ દરમ્યાન પ્રભુએ નિદ્રાતો માત્રબે ઘડીની જલીધી હતી. વળી, આ દિવસો દરમ્યાન તેઓ ક્યારેયબેઠા ન હતા પણ ઉભા જ રહ્યા હતા. અપાપાપુરીમાંથી વિહાર કરી પ્રભુ જુંભક ગામની બહાર ઋજુવાલિકા નદીના કિનારે શ્યામાક નામના કોઇ | (197). uuuuu Page #282 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થના ખેતરમાં શાલ વૃક્ષની નીચે, છતપ કરીને, ગોદોહિકાશને આતાપના કરતા હતા. ત્યારે વૈશાખ સુદ દસમે, વિજય મુહુર્તે પ્રભુ ક્ષપકશ્રેણી પર આરૂઢ થયા. આ વખતે ચાર ઘાતિ કર્મ જીર્ણ દોરીની જેમ તત્કાલ તૂટી ગયા અને ચંદ્રહસ્તોત્તરા નક્ષત્રમાં આવ્યો ત્યારે દિવસને ચોથે પ્રહરે પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે ઇન્દ્રનું આસન કંપાયમાન થયું. આ અવસરે કોઇ દેવતા કુદવા લાગ્યા, કોઇ નાચવા લાગ્યા. કોઇ ગાવા લાગ્યા. આમ પ્રભુના કેવળજ્ઞાનથી હર્ષ પામ્યા પછી ચારે નિકાયના દેવતાઓ વિવિધ પ્રકારે પોતાનો આનંદ વ્યકત કરવા લાગ્યા. આ પછી દેવતાઓએત્રણ ગઢવાળું અને ચાર-ચાર દ્વારવાળું સિંહાસન રચ્યું. આ વખતે સર્વવિરતિને યોગ્ય કોઇ જીવન હોવા છતાં પ્રભુએ પોતાનો કલ્પજાણીને ત્યાં પ્રથમ દેશના આપી. આથી આ દેશના નિષ્ફળ ગઇ. આ એક આશ્ચર્યકારક ઘટના બની ગણાય. આ સમયે હાથીના વાહનવાળો, શ્યામવર્ણવાળો, ડાબા હાથમાં બીજોરું અને જમણા હાથમાં નકુલને ધારણ કરનાર, માતંગ નામને યક્ષ અને સિંહના આસનવાળી, નીલા વાર્ણવાળી, બે ડાબા હાથમાં બીજોરું અને વીણા તથા જમણા હાથમાં પુસ્તક અને અભય ધારણ કરનાર સિદ્ધયિકા નામના શાસનદેવી થયા. પ્રભુ હવે તીર્થંકરનામ ગોત્રનાં કર્મરૂપે ભવ્ય જીવોને પ્રતિબોધવા માટે દેવતાઓએ સંચારેલા સુવર્ણકમળ ઉપર ચરણ મૂકતા બાર યોજનના વિસ્તારવાળી અપાપાનગરીની નજીક મહાસેનવન નામનાં ઉદ્યાનમાં પધાર્યા. આ સ્થળે દેવતાઓએ સમવસરણ રચ્યું. વચ્ચે બત્રીસ ધનુષ્ય ઉચા ચૈત્યવૃક્ષની ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુ તેની નીચે ગોઠવેલાં સિંહાસન પર “તીર્થયનમઃ”કહી બેઠા -આ સમયે અન્ય ત્રણ દિશામાં દેવતાઓએ પ્રભુની જેવા અન્ય ત્રણબિંબો સ્થાપિત કર્યા. સૌ પોતપોતાના યથાસ્થાને બિરાજમાન થયા પછી ઇન્દ્રભકિતપૂર્વક પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને દેશના આપવા વિનંતી કરી. પ્રભુએ સર્વભાષામાં સમજાય એવી ભાષામાં દેશના આપતા કહ્યું, “આ સંસાર સમુદ્રની જેવો દારૂણ છે, તેનું કારણકર્મો છે. કર્મોના બંધનું કારણ હિંસા, અસત્ય, પરિગ્રહ, ચોરી અને બ્રહ્મચર્યનું ખંડન કરવું તે છે. આ ઉપરાંત જે જીવ આ વ્રતોનું પાલન કરતો નથી તે અધોગતિમાં પડે છે.” આ પ્રમાણે દેશના સાંભળી સૌ આનંદથી મગ્ન થયા. આ સમયે મગધદેશમાં આવેલ ગોબર નામના ગામમાં વસુભૂતિ નામે બ્રાહ્મણ હતો તેને ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ પુત્રો હતા. કોલ્લાક નામે ગામમાં પણ બે બ્રાહ્મણ પુત્રો ખૂબજ ચાતુર્યધરાવતા હતા. મૌર્ય નામના ગામમાં ધનદેવનામના બ્રાહ્મણને મંડિક નામનો પુત્ર હતો. તેનો જન્મ થતા જધનદેવમૃત્યુ પામ્યો. ત્યાંના આચાર પ્રમાણે ધનદેવનો ભાઇ મૌર્ય ધનદેવની પત્નિ વિજયદેવી સાથે પરણ્યો. તેને પુત્ર થયો તેનું નામ મૌર્યપુત્ર રાખવામાં આવ્યું. આ સમયે વિમળાપુરીદેવનામે બ્રાહ્મણને અકંપિત નામે પુત્ર હતો. કોશલાનગરીમાં વસુ નામના બ્રાહ્મણને અચલભ્રાતા નામે પુત્ર હતો. વત્સ દેશમાં મૈતાર્ય અને રાજગૃહગામમાં પ્રભાસનામે બ્રાહ્મણ પુત્ર હતો. આ રીતે આ સમયે આ અગિયાર બ્રાહ્મણકુમારો ચાર વેદોના પ્રખંડ અભ્યાસુ હતા. તેઓને પણ સેંકડો શિષ્યો હતા. આ સમયે અપાપા નગરીમાં સોમિલનામના બ્રાહ્મણે આ અગિયાર બ્રાહ્મણ પંડિતોને યજ્ઞકર્મ માટે બોલાવ્યા હતા. ત્યારે શ્રી મહાવીર પ્રભુ પણ સમવસરેલા હતા. દેવોને બ્રાહ્મણોએ શુભકાર્યમાં આવાહન આપી નિમંત્ર્યા હતા, પરંતુ યજ્ઞમંડપ છોડીને દેવો પ્રભુના સમવસરણ તરફ જતા હતા. આ જોઇને ગૌતમે અન્ય બ્રાહ્મણોને કહ્યું, આપણા મંત્રોથી બોલાવેલા દેવો આપણા યજ્ઞમંડપને છોડીને કઇબાજુ જઇ રહ્યા છે?'' આ સમયે લોકો પાસેથી (198) Page #283 -------------------------------------------------------------------------- ________________ જાણવા મળ્યું કે ત્યાં સમવસરણમાં સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુ બિરાજમાન છે. આ જાણી ઇન્દ્રભૂતિ કે જે પોતાની જાતને સર્વજ્ઞ માનતો હતો, તે વિચારવા લાગ્યો “મારા કરતા સર્વજ્ઞ અત્યારે કોણ હોઇ શકે ? બીજા તો ઠીક, આ દેવતાઓ મૂર્ખ છે કે જેમને છોડીને ત્યાં જાય છે? એ જરૂર કોઈ પાખંડી હોવો જોઇએ. હું તેના જ્ઞાનનો ઘમંડ ઉતારીશ જ. આ પ્રમાણે વિચાર કરી ઇન્દ્રભૂતિ પોતાની સાથે પાંચસો શિષ્યોને લઇને પ્રભુના સમવસરણમાં ગયો. આ સમયે શ્રી વીરપ્રભુ તો પોતાના ઉપદેશ માટે સુરનરોથી ઘેરાયેલા હતા. આ જોઇને ઇન્દ્રભૂતિ તો આશ્ચર્ય પામી ગયો. હજુ મનમાં વિચારેલી કોઇ વાતને પોતે પ્રગટ કરે એ પહેલા તો પ્રભુએ કહ્યું, “હે ગૌતમ! ઇન્દ્રભૂતિ ! તમારું સ્વાગત છે.” ઇન્દ્રભૂતિ તો પ્રભુની આ અમૃતમય વાણી સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયા. તેમને થયું કે, “શું આ મારા નામ અને ગોત્રજાણે છે?' તરત જ ઇન્દ્રભૂતિએ એમ પણ વિચાર્યું કે પોતે જગવિખ્યાત છે માટે તેનું નામ સૌ કોઈ જાણે પોતાના મનની શંકાને જો દૂર કરે તો તે સર્વજ્ઞ છે એમ સ્વીકારું, તે આ પ્રમાણે વિચાર કરતા હતા ત્યાં જ પ્રભુએ કહ્યું, “હે વિપ્ર ! તારા મનમાં જીવ છે કે નહીં એ વિશે શંકા છે ને ? હે ગૌતમ! જીવ છે અને તેની સંજ્ઞાથી ઓળખાય છે. જીવન હોય તો પુણ્ય અને પાપનું પાત્ર કોણ? તું પણ આ યજ્ઞ કે દાન કરે છે એનું નિમિત્ત શું?” આ પ્રમાણે વચનો સાંભળીને ગૌતમે એટલે કે ઇન્દ્રભૂતિએ પ્રભુના જ્ઞાન વિષે શંકા હતી તે સાચી પાડવાના પ્રયત્નો નિષ્ફળ ગયા. તે પ્રભુના ચરણોમાં નમસ્કાર કરીને પોતાના કૃત્ય બદલ માફી માગવા લાગ્યા અને ત્યાં જ દીક્ષા ગ્રહણ કરી. સાથે જ તેમના પાંચસો શિષ્યોએ પણ દીક્ષા લીધી. - ઇન્દ્રભૂતિએદીક્ષા લીધી છે તે જાણીને તેમનો ભાઇઅગ્નિભૂતિ ગુસ્સે થતા થતા પોતાના પાંચસો શિષ્યોને લઇ પ્રભુની પરીક્ષા કરવા ત્યાં આવ્યો. તેને જોતા જ પ્રભુ બોલ્યા, હે ગૌતમ ગોત્રી અગ્નિભૂતિ! તારા મનમાં સંશય છે ને કે કર્મ છે કે નહીં? અને જો હોય તો તે અગમ્ય હોવા છતાં મૂર્તિમાનું છે તો અમૂર્તિમાન જીવ એ કર્મ કઇ રીતે બાંધી શકે ?” અગ્નિભૂતિ પણ પોતાના મનની વાત પ્રભુ કઈ રીતે જાણી શકયા હશે, તે જાણી આશ્ચર્ય પામ્યા. તેમણે પણ પ્રભુ પાસે પોતાના શિષ્ય પરિવાર સાથે દીક્ષા લીધી. ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ આ પ્રમાણે પ્રખર પાંડિત્ય ધરાવતા હોવા છતાં શ્રી વીર પ્રભુના માર્ગે ગયા એ જાણીને તેમના ભાઇવાયુભૂતિએ વિચાર્યું કે, “જેણે મારા બન્ને ભાઇઓને જીતી લીધા એ સર્વજ્ઞ હોવા જોઇએ માટે હું પણ તેમની પાસે જઇમારા પાપથી મુકત થઇ મારા મનના સંશય દૂર કરું' આ વિચાર કરી વાયુભૂતિ પણ પ્રભુ પાસે જઈ વંદન કરી બેઠા. શ્રી વીર પ્રભુતો પાંચેય જ્ઞાનના જાણકાર ‘સર્વજ્ઞ' હતા. તરત જ તેઓએ વાયુભૂતિને ઉદ્દેશીને કહ્યું, “હે વાયુભૂતિ ! તને જીવ અને શરીર વિષે મોટો ભ્રમ છે. તું માને છે કે જીવ પ્રત્યક્ષ જોઇ શકાતો નથી તો એ અગમ્ય જીવ મૂર્તિમાન એવાં કર્મને કઈ રીતે બાંધી શકે ?” આ સાંભળતા જ અગ્નિભૂતિ શ્રી વીર પ્રભુને પ્રણામ કરી બોલ્યા, “હે પ્રભુ!આપે મારા સંશયનું સમાધાન કર્યું છે. હવે હું આપનો શિષ્ય થઇને જ મારું આયુષ્ય પૂર્ણ કરીશ.” આ રીતે અગ્નિભૂતિએ પણ તેના શિષ્ય સમુદાય સાથે દીક્ષા લીધી. ઇન્દ્રભૂતિ, વાયુભૂતિ અને અગ્નિભૂતિનાં મનની શંકાનું સમાધાન થતા તેઓએ પ્રભુને ‘સર્વજ્ઞ' તરીકે સ્વીકાર્યા. આ પછી પ્રભુએ અન્ય પંડિતોના મનની શંકાનું સમાધાન કર્યું. - - 199 , Page #284 -------------------------------------------------------------------------- ________________ વ્યક્ત નામના પંડિતની શંકા પૃથ્વી આદિ પંચભૂતો વિષેની હતી. સુધર્મોને સંશય હતો કે જીવજેવો આ ભવમાં છે એવો જ પરભવમાં થાય છે. મંડિકને બંધ અને મોક્ષ વિષે તો મૌર્યપુત્રને દેવતાઓ વિષે શંકા હતી. આ પછી નારકીનું અસ્તિત્વ છે કે નહીં તેવી શંકા લઈ અકંપિત પંડિત પ્રભુ પાસે આવ્યો. અચળભ્રાતાને જોઇ પ્રભુને પૂછ્યું, તને પુણ્ય અને પાપમાં શંકા છે છેવટે મેતાર્યની પરલોક વિષેની અને પ્રભાસ પંડિતની મોક્ષ છે કે નહીં તે વિશેની શંકાનું તાર્કિક સમાધાન આપતા આ સર્વ પંડિતોએ પોતાના શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષાગ્રહણ કરી. આમ મહાન કુળમાં જન્મેલા, મહાબુદ્ધિશાળી, વેદોનાજ્ઞાતા એવા અગિયાર પંડિતો શ્રી વીર પ્રભુના શિષ્યો થયા. તે મુળ શિષ્યો તરીકે ઓળખાય છે. આ સમયે શતાનિક રાજાના ઘેર રહેલી ચંદનાએ પણ આકાશમાર્ગે જતા દેવોને જોયા. પ્રભુના કેવળજ્ઞાનનો ખ્યાલ આવતા તેને દીક્ષાવ્રત ગ્રહણ કરવાની ઇચ્છા થઇ. દેવતાઓએ અવધિજ્ઞાનથી ચંદનાની ઇચ્છા જાણી તેથી તેને વીર પ્રભુની પર્ષદામાં લઈને મૂકી. ચંદનાએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી અને દીક્ષા ગ્રહણ કરવા તત્પર થઇને ઉભી રહી. સાથે ત્યાંનાઅમાત્યો અને આવેલા અનેક રાજાઓની પુત્રીઓએ પણ દીક્ષા લેવાની ઇચ્છા વ્યક્ત કરી. પ્રભુએ ચંદનાને દીક્ષા આપી, પછી તે સૌ પુત્રીઓને પણ દીક્ષા આપી. આ રીતે પ્રભુના હાથે હજારો નરનારીઓ દીક્ષિત થયા. એવી રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થયા પછી પ્રભુએ ઇંદ્રભૂતિ વિગેરેને ધ્રૌવ્ય, ઉત્પાદક અને વ્યયાત્મક ત્રિપદી કહી સંભળાવી. તે ત્રિપદીવડે તેમણે આચારાંગ, સૂત્રકૃતાંગ, ઠાણાંણ, સમયાયાંગ, ભગવતીઅંગ, જ્ઞાતાધર્મકથા, ઉપાસક, અંતકૃત, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રુત અને દષ્ટિવાદએ પ્રમાણે બાર અંગો રચ્યા.અને દષ્ટિવાદની અંદર ચૌદપૂર્વા પણ રચ્યા. તેના નામ આ પ્રમાણે-ઉત્પાદ, આગ્રાયણીય, વીર્યપ્રવાદ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખાનપ્રવાદ, વિદ્યાપ્રવાદ, કલ્યાણ, પ્રાણાવાય, ક્રિયાવિશાળ અને લોકબિંદુસાર આ પ્રમાણેના ચૌદ પૂર્વા ગણધરોએ અંગોની પૂર્વરચ્યા તેથી તે પૂર્વ કહેવાય છે. એવી રીતે રચતાં સાત ગણધરોની સૂત્રવાંચના પરસ્પર જુદી જુદી થઇ અને અકંપિત તથા અચળભ્રાતાની તેમજ મેતાર્ય અને પ્રભાસની પરસ્પર સરખી વાંચના થઇ, શ્રી વીર પ્રભુના અગિયાર ગણધરો છતાં તેઓમાં બે બેની વાંચના સરખી થવાથી ગણ (મુનિસમુદાય) નવ થયા. પછી સમયને જાણનાર ઇન્દ્ર તત્કાળ સુગંધી રત્નચૂર્ણથી પૂર્ણ એવું પાત્ર લઈ ઉઠીને પ્રભુ પાસે ઊભા રહ્યા. એટલેઇન્દ્રભૂતિ વિગેરે પણ પ્રભુની અનુજ્ઞા લેવાને માટે જરા મસ્તક નમાવી અનુક્રમે પરિપાટીથી ઊભા રહ્યા. પછી ‘દ્રવ્ય, ગુણ અને પર્યાયથી તમને તીર્થની અનુજ્ઞા છે” એમ બોલતા પ્રભુએ પ્રથમ ઈંદ્રભૂતિ ગૌતમના મસ્તક ઉપર તે ચૂર્ણનાંખ્યું. પછી અનુક્રમે બીજાઓના મસ્તક પર ચૂર્ણનાંખ્યું. એટલે દેવતાઓએ પ્રસન્ન થઇને ચૂર્ણ અને પુષ્પની અગ્યારે ગણધરો ઉપર વૃષ્ટિ કરી. ‘આ ચિરંજીવી થઇ (ઘણા વર્ષ જીવી) ધર્મનો ચિરકાળ સુધી ઉઘાત કરશે' એમ કહીને પ્રભુએ સુધમ ગણધરને સર્વમુનિઓમાં મુખ્ય કરી ગણની અનુજ્ઞા આપી. પછી સાધ્વીઓમાં સંયમના ઉદ્યોગની ઘટનાને માટે પ્રભુએ તે સમયે ચંદનાને પ્રવર્તિની પદે સ્થાપિત કરી. આ પ્રમાણે પ્રથમ પૌરૂષી પૂર્ણ થઇ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી. એટલે રાજાએ તૈયાર કરાવેલ બળી પૂર્વ દ્વારથી સેવક પુરુષ લાવ્યા. તે બળી આકાશમાં ઉડાડતાં તેમાંથી અર્ધબળી આકાશમાંથી જ દેવતાઓ લઇ ગયા, અને અર્ધ ભૂમિ પર પડ્યો, તેમાંથી અર્ધ ભાગ રાજા અને બાકીનો ભાગ બીજા લોકો લઈ ગયા. પછી પ્રભુ 200) Page #285 -------------------------------------------------------------------------- ________________ સિંહાસન પરથી ઊઠીદેવજીંદામાં જઈને બેઠાએટલે ગૌતમ ગણધરે પ્રભુના ચરણપીઠ પર બેસીને દેશના આપી. બીજી પૌરુષી પૂર્ણ થતા તેઓ વિરામ પામ્યા. આ રીતે પ્રભુ કેટલાક દિવસો ત્યાં રહ્યા અને ભવ્ય જીવોને પ્રતિબોધ આપીને સંસારની અસારતા સમજાવતા રહ્યાં. આઠ પ્રતિહાર્યોથી શોભતા પ્રભુ ચોત્રીસ અતિશયથી અલંકૃત થયેલા હતા. તેઓ પોતાના પરિવાર સહિત વિહાર કરતા અનેક ભવ્યજીવોને પ્રતિબોધ આપતા આપતા બ્રાહ્મણકુંડનામે ગામમાં આવ્યા. ત્યાં બહુશાળ નામના ઉધાનમાં દેવોએ સમવસરણ રચ્યું. દેવતાઓ, ગણધરો અને નગરજનો સૌ પોતપોતાના સ્થાને બેઠા. આ સમયે ઋષભદત્ત અને દેવાનંદા પણ આવ્યા. પ્રભુને જોયા ત્યાં જ દેવાનંદાનું માતૃત્વ છલકી ઊઠ્યું. દૂધની ધારાઓ વહેવા લાગી અને આખા શરીરે અદ્દભુત રોમાંચનો અનુભવ થયો. આ જોઇ ગૌતમને સંશય થયો ત્યારે પ્રભુએ કહ્યું “હે ગૌતમ!આદેવાનંદાનીકુક્ષીમાં હુંઉત્પન્ન થયેલો છું. દેવલોકમાંથી આવીને હું બ્યાસી દિવસ તેમની કુક્ષીમાં રહ્યો હતો. મારા પર તેમના વાત્સલ્ય ભાવનું આ જ કારણ છે.” આ સાંભળીને ઋષભદત્ત તથાદેવનંદાને તેમજ સમગ્ર પર્ષદાને આશ્ચર્ય થયું. તેઓને આ ત્રણ જગતના નાથ એવા પુત્રના દર્શન થયાનો આનંદ થયો. પ્રભુએ અંત સુખની પ્રાપ્તિ માટે માત્ર દીક્ષાનો આશ્રય લેવો જોઈએ એવી દેશના આપી ત્યારે દેવાનંદા અને ઋષભદત્તને પણ સંસારથી પાર પામવા દીક્ષા લેવાનું અનિવાર્ય જણાયું. છેવટે તેઓએ ઉત્તમ ચારિત્રનું પાલન કર્યું. બ્રાહ્મણકુંડનગરથી પ્રભુ પરિવાર સાથે વિહાર કરી ક્ષત્રિયકુંડ ગામે આવ્યા. અહીં પણ દેવોએ સમવસરણ રચ્યું ત્યારે ત્રણેય ગઢમાં સુરનર સૌ યથાસ્થાને ગોઠવાયા. પ્રભુના મોટાભાઇ નંદીવર્ધનને વધામણી મળતાં તેઓ ખૂબ જ પ્રસન્ન થયા. સમવસરણમાં બિરાજમાન પ્રભુજી પાસે જ્યારે નંદીવર્ધન પરિવાર સહિત પહોંચ્યા ત્યારે સમગ્ર વાતાવરણ હર્ષમય બની ગયું. ત્રણ પ્રદક્ષિણા કરી ભકિતપૂર્વક અંજલિ જોડીને તે યોગ્ય સ્થાને બેઠા. તે જનગરમાં પ્રભુની પુત્રી પ્રિયદર્શના અને ભાણેજ જમાઇ જમાલિ પણ રહેતા હતા. તેઓ પણ પ્રભુના સમાચાર મળતા ત્યાં આવી પહોંચ્યા. પ્રભુ તો પોતાની મધુર વાણીનું પાન કરાવતા રહ્યા. ભવ્યજીવોને ઉપકારક ઉપદેશરૂપે એદેશનાની અસરથીજમાલિએ પાંચસો રાજકુમારો સાથે અને પ્રિયદર્શનાએ એક હજાર કન્યાઓ સાથે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. જમાલિમુનિએ આ પછી અગિયાર અંગનું અધ્યયન કર્યું. આથી તેમને હજાર મુનિઓના આચાર્ય બનાવ્યા. પ્રિર્યદર્શના સાધ્વીએ પણ ચંદનાના માર્ગે તપ આચરવા માંડ્યું. એક વખત જમાલિએ પોતાના પરિવારસહિત પ્રભુને વંદન કર્યા અને પોતે પોતાના શિષ્યો સાથે અલગ રહી વિહરવાની આજ્ઞા માગી. પ્રભુએ જ્ઞાનથી જોયું કે ભાવિમાં કાંઇક અનર્થ થવાનો છે એટલે તેઓ મૌન રહ્યા. જમાલિએ મૌનને સંમતિ માની લીધી. તે પોતાના શિષ્ય પરિવાર સાથે અને પ્રિયદર્શનાહજાર સાધ્વીઓ સાથે વિહાર કરી શ્રાવતિનગરે આવ્યા. કોષ્ટક નામના ઉધાનમાં રહીને લૂખું-સૂકું ભોજન લેવાથી જમાલિને પિત્તજવર ઉત્પન્ન થયો. ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે તેમના સાધુઓને સંથારો પાથરવા કહ્યું. વેદના સહન નહીં થવાથી જમાલિનો ગુસ્સો વધી ગયો. સંથારો પથરાતો જોઇ સાધુઓએ તેમને કહ્યું કે સંથારો તૈયાર છે. પરંતુ જમાલિનું મિથ્યાત્વઉદયમાં આવ્યું. તે ક્રોધથી કહેવા લાગ્યો, “હે મુનિઓ!જ્યારે કાર્ય કરવાનું ચાલું હોય ત્યારે પૂર્ણ થયું છે એમ કહેવું અસત્ય ગણાય. નહીં જન્મેલા પુત્રનું કોઇ નામ પાડે ખરું ?'' આ વખતે તેમની સાથે રહેલા સાધુઓમાંથી કેટલાકને આ વાત ન ગમી એટલે તેઓ તેમને છોડીને શ્રી વીરપ્રભુ પાસે ચાલ્યા ગયા. બાકીના તેમની સાથે રહ્યા. પ્રિયદર્શનાએ પણ પૂર્વપ્રેમના કારણે તેમની વાતનો સ્વીકાર કર્યો. S Sા (201) . Page #286 -------------------------------------------------------------------------- ________________ હવે જમાલિ ગર્વથી ઉન્મત્ત બની ગયો હતો. તે પોતાની જાતને પ્રભુ કરતા પણ મહાન કહેરાવતો હતો. એક વખત તે ચંપાનગરીના પૂર્ણભટ્ટ નામનાં ઉદ્યાનમાં પહોંચ્યા, આ વખતે જમાલિએ પ્રભુને કહ્યું, ‘“તમારા કેટલાક શિષ્યો છદ્મસ્થાવસ્થામાં જ કાળધર્મ પામ્યા છે. તે સૌ કરતા હું મહાન છું, કારણકે હું સર્વજ્ઞ છું.'' આ સાંભળીપ્રભુ તો મૌન રહ્યા, પરંતુ ગૌતમસ્વામીએ કહ્યું, ‘‘જો તું સર્વજ્ઞ હો તો આ પ્રશ્નનો ઉત્તર કહે ઃ જીવ શાશ્વત છે કે અશાશ્વત ?'' જમાલિનો દંભી સ્વભાવ છતો થઇ ગયો. તે ઉત્તર આપવા અસમર્થ હતો. પ્રભુએ સાચી વાત સમજાવી, છતાં જમાલિમાન્યો નહીં. અંતે તે પોતાના સાધુ-સાધ્વીઓના પરિવાર સાથે પ્રભુથી અલગ વિચરવા લાગ્યો. પોતાનો અલગવાદ સમજાવવા લાગ્યો. એક વખત જમાલિ વિચરતો શ્રાવસ્તિ નગરીમાં વ્યો. ત્યાં બહાર ઉદ્યાનમાં પોતાના પરિવાર સાથે રહ્યો. આ સમયે પ્રિયદર્શના સાધ્વીપણપોતાની સાથેનીહજાર સાધ્વીના પરિવાર સાથે ઢંક કુંભારની શાળામાં ઉતરી. ટંક શ્રીવીરપ્રભુનોઆજ્ઞાપાલક શ્રાવક હતો. તે જાણતો હતો કે જમાલિઅને પ્રિયદર્શના ખોટીરીતે શ્રીવીરપ્રભુથીછૂટા પડ્યા હતા. એટલે પ્રિયદર્શનાને સાચી વાત શીખવવા તેણે પ્રિયદર્શનાનાં વસ્ત્રો ઉપર અગ્નિનો એક તણખો નાખ્યો. વસ્ત્રને બળતું જોઇ તે બોલી, ‘‘અરે ઢંક ! જો, તારા કારણે મારું આ વસ્ર બળી ગયું.’’ આ સાંભળતા જ ઢંકે કહ્યું, ‘તમે અસત્ય કહ્યું છે. કારણકે તમારું વસ્ત્રપૂરું બળી જાય પછી જ પૂરું બળ્યું છે એમ કહેવાય.’’ પ્રિયદર્શના સાધ્વીને પોતાનીભૂલસમજતા વાર લાગી નહીં. અત્યાર સુધી પોતાનાઆચારવિરુદ્ધઆચરણકરવાથી તે પસ્તાવા લાગી. અંતે ઢંકના કહેવાથી પ્રિયદર્શના, તેના સાધ્વીઓ અને જમાલિના શિષ્યોશ્રીવીરપ્રભુનીઆજ્ઞા પાળવા માટે તેમની પાસે ગયા. જમાલિને હજુ મિથ્યાત્વનો ઉદય હતો તેથી તે ન સમજી શક્યો. અંતે ઘણા વર્ષનું ચારિત્ર પાળી, આલોચના કર્યા વગર જ મૃત્યુ પામીને છઠ્ઠા દેવલોકમાં તેરસાગરોપમ આયુષ્યવાળો કિલ્વિય દેવતા થયો. કિલ્પિષ એટલે હલકી જાતિનો દેવ. જ્યારે ગૌતમસ્વામીએ શ્રી વીરપ્રભુને જમાલિના ભાવિ અંગે પૂછ્યું, ત્યારે પ્રભુએ જણાવ્યું કે જમાલિ દેવલોકમાંથી ચ્યવીને પાંચ પાંચ ભવ તિર્યંચ, મનુષ્ય અને નારકીના પરિભ્રમણ પછી છેવટે સમ્યકત્વપામશે. 7 પ્રભુ વિહાર કરતા કરતા કૌશંબી નગરમાં આવ્યા. ત્યાં ચંડપ્રદ્યોતરાજાઅને મૃગાવતીરાણી બિરાજમાન હતા. રાજા તો નગરમાં કિલ્લેબંધી કરી રહેતો હતો. મૃગાવતી રાણીને ખબર પડી એટલે દરવાજા ખોલાવી તે પ્રભુને વંદન કરવા આવી. તેના મનમાં સંકલ્પ હતો કે જ્યાં સુધી શ્રી વીરપ્રભુ વિચરતા છે ત્યાં સુધીમાં તેમની પાસે જઇદીક્ષા લેવી. પ્રભુએ પોતાના જ્ઞાનના પ્રભાવથી આ સંકલ્પ જાણ્યો એટલે દેવતાઓના પરિવાર સાથે પ્રભુ બહાર પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. મૃગાવતી નિર્ભયપણે ત્યાં આવીયથાસ્થાને બેઠી. તેની પાછળ ચંડપ્રદ્યોત રાજા પણત્યાં આવ્યો. યોગ્ય સમયે મૃગાવતી ઉઠી અને પ્રભુને નમન કરી બોલી, ‘‘જો ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞા હોય તો હું દીક્ષા ગ્રહણકરવા માગું છુ.’’ તરત જ તે ચંડપ્રદ્યોતરાજા પાસે આવીને બોલી. ‘‘જો તમારી રજા હોય તો મારે આદુઃખમય સંસારનો ત્યાગ કરવો છે. અને પુત્ર ઉદયનને તો મેં તમને સોંપી દીધો જ છે.'' આ સાંભળી રાજાને પણ સાચું જ્ઞાન થયું. મનમાં અગાઉનો જે કોઇવૈરભાવહતો તે શમી ગયો. આ પછી મૃગાવતીએ અને ચંડપ્રદ્યોતરાજાએ તેની આઠ રાણી સાથે દીક્ષા લીધી. શ્રીવીરપ્રભુઅનેકશ્રાવકોને પ્રતિબોધતા ફરીકૌશાંબીનગરીએપધાર્યા. ત્યારેદેવતાઓએરચેલાસમવસરણમાં સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાને પ્રભુને વંદન કરવા આવ્યા હતા. એથી રાત્રિ પડવા છતાં ચારે તરફ પ્રકાશ પથરાઇગયો હતો. આ સમયે મૃગાવતીએ માન્યું કે હજી દિવસ છે તેથી તે ઉપાશ્રયે જવાની બદલે ત્યાંજ બેસીરહી. ચંદના સાધ્વી 202 Page #287 -------------------------------------------------------------------------- ________________ પોતાના પરિવાર સાથે ઉપાશ્રયે વખતસર પહોંચી ગયા. જ્યારે સૂર્ય ચંદ્ર ચાલ્યા ગયા ત્યારે મૃગાવતીને રાત્રિયાની જાણ થઇ અને તરત જ તે ઉપાશ્રયે આવીને ચંદનાને ખમાવવા લાગી. ચંદનાએ તેને ઠપકો આપતા કહ્યું, ‘“અરે મૃગાવતી ! તારા જેવી કુલીન સ્ત્રી આટલા મોડે સુધી બહાર રહે તે ઉચિત છે ?’’ આવા કઠોર વચન સાંભળીને મૃગાવતી વારંવાર ક્ષમા માગવા લાગી. પ્રાયશ્ચિતની અમીધારાએ તેનામાં શુભકર્મોનો ઉદય થયો અને ઘાતિકર્મો તૂટવા લાગ્યા. ધીમે ધીમે મૃગાવી કેવળજ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરવા લાગી અને છેવટે એ જ સમયે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ સમયે ચંદના નિદ્રાવશ થયેલા હતા. મૃગાવતીએ અંધકારમાં પણકેવળજ્ઞાનના પ્રકાશ વડે જોયું કે ચંદનાની બાજુમાં સાપ આવી રહ્યો છે. તેમણે તરતજ ચંદનાનો હાથ ઊંચો કર્યો. તેથી ચંદનાએ જાગીને પોતાનો હાથ ઊંચો કરવાનું કારણ પૂછ્યું. મૃગાવતીએ કહ્યું, “અહીંએક મોટો સર્પ જતો હતો તેથી તમારો હાથ મે ઊંચો કર્યો હતો.’' આ સાંભળી ચંદનાએ પૂછ્યું, ‘‘આવા ગાઢ અંધકારમાં તે શી રીતે આ સર્પને જોયો ?’'મૃગાવતીએ જણાવ્યું કે તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ છે. તેથી તે આ ઘોર અંધકારમાં પણ સર્પને જોઇ શકી. ચંદનાએ મૃગાવતી પાસે પોતે કરેલા ક્રોધ બદલ ક્ષમા માગી. અંતરથી ખમાવતા જે વ્યક્તિ ક્ષમાના દરિયામાં ડૂબકી મારી શકે છે તે ખરેખર ! ક્ષપકશ્રેણિના અધિકારી બની શકે. ચંદનાને પણ તે જ સમયે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. અનુક્રમે બન્ને મોક્ષે ગયા. શ્રીવીરપ્રભુ તોકેવળજ્ઞાનના પ્રકાશમાં અજ્ઞાનદશામાં પીડાતા પામરજીવોને જ્ઞાનનો માર્ગ બતાવતા બતાવતા શ્રાવસ્તિ નગરીના કોષ્ટક નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. આ સમયે પોતાને જિન તરીકે ઓળખાવતો, તેજોલેશ્યાનાબળથી વિરોધીઓનો નાશ કરતો ગોશાળો ત્યાં અગાઉથી જ પહોંચીગયો હતો. તે હાલાહલાનામના કુંભારનીદુકાનમાં રહ્યો હતો. તેની પ્રસિદ્ધિ સાંભળીને ગૌતમસ્વામીએ પ્રભુને તેનું કારણ પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે તે મંખલીનો પુત્ર ગોશાળો હતો એ જ છે. એ કપટી અને માયાવી છે. દીક્ષા લીધા પછી પણતે મિથ્યાત્વપામ્યો છે. પ્રભુની આ વાત ગામમાં બધે ફેલાઇ ગઇ. ગોશાળાને પણ ખબર પડી એટલે પ્રભુના શિષ્ય આનંદમુનિ છઠ્ઠના પારણે જ્યારે નગરમાં વહોરવા નીકળ્યા ત્યારે તેણે તે મુનિને કહ્યું, ‘‘અરે આનંદ!તારો ધર્માચાર્ય ગામમાં મારી ટીકા કરે છે અને કહે છે કે હું સર્વજ્ઞ નથી. મારી તેજોલેશ્યા વિષે એને કહી દેજે કે હું તેમનો આખો પરિવાર બાળીને ભસ્મ કરી દઇશ.’’ પ્રભુએ આનંદમુનિ સાથે તેમના સાધુ પરિવારને સંદેશો મોકલ્યો કે કોઇએ ગોશાળા સાથે વાદવિવાદમાં પડવું નહીં. એ દરમિયાન ગોશાળો પ્રભુ પાસે પહોંચીને કહેવા લાગ્યો કે તે મંખલીપુત્ર ગોશાળો નથી. તે તો મરીને દેવલોકમાં ઉત્પન્ન થયો છે. ત્યારે પ્રભુએહેજગોશાળો છે એવી ખાતરી સાથે તેની વાત નકારી કાઢી. એટલેપ્રભુની સાથે ગોશાળો જેમ તેમ બોલવા લાગ્યો. આ વખતે પ્રભુની સાથે રહેલા સર્વાનુભૂતિમુનિ અને સુનક્ષત્રમુનિગોશાળા પર ગુસ્સે થયા. ગોશાળો તો દંભી હતો એટલે આબન્ને મુનિઓની નિંદા તે સહન કરી શક્યો નહિ. તેણેબન્ને મુનિઓ પર તેજોલેશ્યા મૂકી એટલે તેમનું શરીર બળવા લાગ્યું. તેઓને ખાતરી થઇ ગઇ હતી કે હવે તેઓનું આયુષ્ય સમાપ્ત થશે. છેવટે સર્વ જીવોની ક્ષમાયાચના કરી તેઓ કાળ કરી દેવલોકમાં દેવપણામાં ઉત્પન્ન થયા. શ્રી વીરપ્રભુના બન્ને મુનિઓ પર તેજોલેશ્યા મૂકવાની વાતને ગોશાળો પોતાના વિજય તરીકે માનવા લાગ્યો. તે પ્રભુને પણકઠોર વચનો કહેવા લાગ્યો. પ્રભુએ જ્યારે તેને સત્ય કહ્યું ત્યારે તેણેપ્રભુની ઉપર પણતેજોલેશ્યા મૂકી. જો પાપી અને દંભી ગોશાળો તેજોલેશ્યાની વિદ્યા પ્રાપ્ત કરી શકતો હોય તો પ્રભુ તો કેવળજ્ઞાની હતા. તેમની પર 203 Page #288 -------------------------------------------------------------------------- ________________ તેજલેશ્યાની અસર ક્યાંથી થાય? પ્રભુજી પર મૂકેલી તોલેશ્યા તેમની ફરતી ત્રણ પ્રદક્ષિણા કરીને પાછી ગોશાળાના શરીરમાં જ પ્રવેશી. ગોશાળો ગુસ્સે થયો તેણે પ્રભુને કહ્યું, “તું મારા તેજથી છ માસમાં છદ્મસ્થપણામાં જ મૃત્યુ પામીશ.” પરંતુ પ્રભુએ કહ્યું કે પોતે સોળ વર્ષ કેવળજ્ઞાનીપણામાં વિચરશે. આ રીતે ગોશાળા પ્રભુ પર ગુસ્સે થયો અને પોતાના ગર્વથી ધસમસતો ત્યાંથી નીકળી ગયો. પ્રભુ પર મૂકેલી તેજોવેશ્યાથી પ્રભુને પિત્તજવર થયો. શરીર અત્યંત નબળુ પડી ગયું. બધાં સાધુઓ ચિંતા કરવા લાગ્યા પરંતુ પ્રભુ તો સમતાભાવથી સૌને સાંત્વન આપતા હતા. ઔષધિ માટે તેઓ ખૂબ જ આગ્રહ કરવા લાગ્યા ત્યારે રેવતી શ્રાવિકોએ તૈયાર કરેલ ઔષધિથી પ્રભુ નિરોગી થયો. ગોશાળો પોતાને થયેલા દાહની શાન્તિ માટે મદિરાપાન કરી ગાંડાની જેમ નાચવા લાગ્યો. અંતે સાતમા દિવસે તેને પ્રાયશ્ચિત થયું. પોતાના દુષ્કૃત્યોની નિંદા કરવાથી તે ત્યાંથી મૃત્યુ પામી બારમાં દેવલોકમાં દેવ થયો. આ પછી ગૌતમસ્વામીએ તેના ભાવિ વિશે પૂછતા શ્રી વીરપ્રભુએ જણાવ્યું કે ગૌશાળો દેવલોકમાંથી અવીને મહાપમનામે રાજા થશે. તેણે સુમંગલમુનિને તેજોલેશ્યામૂકી હતી તેથી તે મુનિ પણ તેજોવેશ્યાના પ્રભાવથી તેને બાળી નાખશે. એ રીતે ગોશાળો ત્યાંથી મૃત્યુ પામી સાતમી નરકે જશે. તિર્યચપણામાં પણ વારંવાર ઉત્પન્ન થશે. અનંતકાળ સુધી આ રીતે જન્મ પામતા છેવટે તે સંસારથી વિરક્ત થઇ દીક્ષા લેશે અને કર્મનો ક્ષય કરતા કરતા કેવળી બનીને મોક્ષમાં જશે. પ્રભુ વિહાર કરતા કરતા રાજગૃહી નગરીમાં પધાર્યા. ત્યાં ગુણશીલ નામના ઉદ્યાનમાં દેવોએ સમવસરણ રચ્યું. શ્રેણિકરાજા ત્યાં પરિવારસહિત વંદન કરવા આવ્યા. પ્રભુએ સુમધુર શૈલીમાં આપેલી દેશનાથી મેઘકુમાર, નંદિણ તેમજ અન્ય રાજકુમારોએદીક્ષા લીધી. ધાવસ્થામાં એક વખત પ્રભુ જ્યારે નાવમાં બેસીને નદી ઉતરતા હતા, ત્યારે સુદ્રણ નામના નાગકુમારે પ્રભુને ઉપસર્ગો કર્યા હતા તે નાગકુમાર દેવ ચ્યવીને કોઇ ગામમાં ખેડૂત થયો હતો, તે ગામમાં શ્રી વીર પ્રભુ પધાર્યા. તે ખેડૂતને પ્રતિબોધવા ગૌતમસ્વામીને મોકલ્યા. ખેડૂત ખેતી કરતો હતો તે જોઇગૌતમસ્વામીએ તેને કૃષિકર્મથી થતી હિંસા સમજાવી. આ સાંભળી ખેડૂત સમતિ પામ્યો. ગૌતમસ્વામીએ તેને દીક્ષા આપી અને શ્રી વીર પ્રભુ પાસે લઇ આવ્યા. પ્રભુને જોઇને જ તેને પોતાનો પૂર્વભવ જે સિંહરૂપે હતો, તે યાદ આવતા પ્રભુ પર વૈરભાવ જાગૃત થયો. પ્રભુને વંદન કર્યા વગર જ તેણે રજોહરણ છોડી દીધું અને ફરી ખેડૂત તરીકેનું જીવન શરૂ કર્યું. ગૌતમસ્વામીના પૂછવાથી પ્રભુએ જણાવ્યું કે પોતાના ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં મારેલો સિંહ આ ભવે ખેડૂત તરીકે ઉત્પન્ન પામ્યો હતો. તેથી આ ભવે એનો ગુસ્સો પ્રગટ થયો. ધીમે ધીમે પોતાના કર્તવ્યમાર્ગ પર આગળ વધતા વધતા પ્રભુ વિહાર કરી અનુક્રમે તામ્રલિપિ, દર્શાણપુર, ચંપાપુરી, ઉજ્જયની, નંદીપૂર, મથુરા વગેરે નગરોમાં પધાર્યા. ભવ્ય જીવોને પ્રતિબોધ આપવા મહાપુરુષો ક્યારેય પ્રમાદકરતા નથી. શ્રી વીર પ્રભુએ પ્રસન્નચંદ્ર, દશણભદ્ર, ઉદયન, શાલમહાશાલ વગેરેને દીક્ષા આપી. આ પછી પ્રભુ રાજગૃહી નગરીમાં પધાર્યા. ત્યાં દેવોએ સમવસરણરચ્યું. ત્યાં શ્રેણિક રાજા પ્રભુને વંદન કરવા પધાર્યા. એ સમયે પ્રભુએ તેમને જણાવ્યું કે શ્રેણિકરાજાએ પૂર્વે બાંધેલા કર્મથી નરકનું આયુષ્ય ભોગવવું પડશે પણ સમ્યકત્વની દઢતાથી તીર્થકર નામકર્મ બાંધ્યું હોવાથી તે આવતી ચોવીસીમાં પદ્મનાભનામે પ્રથમ તીર્થકર થશે. આ સાંભળી શ્રેણિકરાજાએ પ્રતિજ્ઞા લીધી કે તેમના પરિવારમાંથી કોઇ દીક્ષા લેશે તો તે કોઇને પણ અટકાવશે નહીં. છેવટે એમના પરિવારમાંથી અભયકુમારે પણ દીક્ષા ગ્રહણ કરી. T i 204 Page #289 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાનની ઉત્પત્તિથી માંડીને વિહાર કરતા શ્રી વીરપ્રભુને ચૌદહજાર મુનિઓ, છત્રીસ હજાર સાધ્વીઓ, ત્રણસો ચૌદ પૂર્વધારી શ્રમણો, તેરસો અવધિજ્ઞાની, સાતસો વૈક્રિય લબ્ધિવાળા, એટલા જ અનુત્તર વિમાને જનારા, એજ સંખ્યામાં કેવળીઓ, પાંચસોમનઃપર્યવજ્ઞાની, ચૌદસો વાદી, એકલાખઓગણસાઠ હજાર શ્રાવકો તેમજ ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાનો પરિવાર થયો. ગૌતમ સ્વામી અને સુધર્મા ગણધર સિવાયબીજા નવગણધરો મોક્ષેગયા પછી પ્રભુ અપાપાનગરીએ પધાર્યા. ત્યાં દેવતાઓએ રમણીય સમવસરણ રચ્યું. પ્રભુ પોતાના આયુષ્યનો અંત જાણી આ સમવસરણમાં છેલ્લી દેશના આપવા બિરાજમાન થયા. સમવસરણનીઅનેરીશોભાથીઆખુંયવાતાવરણ મંગળમય બની ગયું. અપાપાપુરીના રાજા હસ્તિપાળપણપ્રભુનીદેશના સાંભળવા આવ્યો. દેવતાઓ, મનુષ્યો, તીર્યંચજીવો વગેરે પોતપોતાના સ્થાને બેઠા, ત્યારે ઇન્દ્ર મહારાજાએ પ્રભુને સ્તુતિ કરી અને યોગ્ય દેશના આપવા જણાવ્યું. હસ્તપાળ રાજાએ પણપ્રભુને કહ્યું કે અન્ય દેવો હાથમાં શસ્ત્ર ધારણ કરે છે; પશુના વાહન પર બેસે છે; સ્ત્રીનો સંગાથ પણ હોય છે વળી તેઓના ચહેરા પર ક્યારેક ક્રોધ, હાસ્ય જેવા ભાવો જણાય છે જ્યારે આપ આ સર્વ બાબતોથી પર છો. આપની વાણીનો લાભ સર્વને આપો. આ પ્રમાણે સ્તુતિ સાંભળી ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ ચરમ (છેલ્લી) દેશના આપી. તેઓએ કહ્યું : ‘‘આ જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચાર પુરુષાર્થ છે, જેમાં મોક્ષ એખરો પુરુષાર્થ છે. તેનો પાયો ધર્મ છે. ધર્મ સંસાર સાગરથી તારનારો છે. મોક્ષ અનંત સુખ આપનાર છે.’’ આ પ્રમાણે દેશના આપી પ્રભુ વિરામ પામ્યા ત્યારે હસ્તિપાળ રાજાએ એમને આવેલ સ્વપ્ન - હાથી, કપિ, ક્ષીરવાળું વૃક્ષ, કાક પક્ષી, સિંહ, કમળ, બીજ અને કુંભનું ફળ જણાવવા વિનંતી કરી ત્યારે પ્રભુએ નીચે મુજબ ફળસ્વરૂપે જણાવ્યું : ૧. હાથી વિવેક વગરની જડતા બતાવે છે. શ્રાવકો પણ ક્ષણિક સમૃદ્ધિમાં રચ્યા પચ્યા રહેશે. દીક્ષા લેશે તો પણકુસંગનાં કારણે છોડી દેશે. ૨. કપિનાં સ્વપ્નનું ફળ એવું છે કે ગચ્છના સ્વામીભૂત આચાર્યો ચપળ છતાં અલ્પ સત્વવાળા અને વ્રતમાં પ્રમાદી થશે. ૩. જે ક્ષીરવૃક્ષનું સ્વપ્ન જોયું તેનું ફળ એ છે કે સાતે ક્ષેત્રમાં દ્રવ્ય વાપરનારા દાતાર અને શાસનપૂજક એવા શ્રાવકો હશે. પણ તેઓને ઠગસાધુઓ રૂંધી નાખશે. ૪. હસ્તિપાલરાજાનું ચોથું સ્વપ્ન-કાકપક્ષીનું હતું. આ પક્ષી પોતાના સમુદાયમાં વિહારકરતાનથી. એ રીતે ધૃષ્ટ સ્વભાવના મુનિઓ પોતાના ગચ્છમાં રહેશે નહીં. ૫. ભરતક્ષેત્રમાંશ્રીજિનમત એવો રહેશે કે જાતિસ્મરણતી પર અને ધર્મજ્ઞરહિત હશે. સિંહના શરીરમાં જેમ કીડા પડે અને ઉપદ્રવ કરે એ રીતે લિંગી સાધુઓ જ શાસનની શોભાને હાનિ પહોંચાડશે. ૬. ઉત્તમકમળની ઉત્પત્તિની જેમ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલાં સર્વ પ્રાણીઓ ઉત્તમ ધર્મને અનુસરે, પરંતુ ઉકરડામાં કમળ ઉગવાની જેમ નીચે સ્થળે ઉત્પન્ન થયેલા કોઇ પ્રાણી ધર્મી થશે પરંતુ નીચ જાતિના હોઇ 205 ---- Page #290 -------------------------------------------------------------------------- ________________ તકે કે - - તેનો પ્રભાવ રહેશે નહીં. આ પ્રમાણે સ્વપ્નનું ફળ હશે. ૭. સાતમાં સ્વપ્નમાં જોયેલાં બીજનું ફળ આ મુજબ હશે. જેમ ઉજજડભૂમિમાં વાવેલું બીજ હોય એ રીતે કુપાત્રમાં અકથ્ય વસ્તુઓ વાવશે. ૮. વિવિધ ગુણોથી અને સુચારિત્રરૂપ જળથી પૂરેલા એકાંતમાં રાખેલા કુંભની જેમ મહર્ષિઓ કોઇ કોઇ સ્થાનકે બહુ અલ્પ પ્રમાણમાં દેખાશે. કુપાત્રો વધુ જોવા મળશે. આ રીતે હસ્તિપાળ રાજાએ જોયેલા આઠેય સ્વપ્નોનું ફળ પ્રભુએ બતાવ્યું. રાજા આ સાંભળીને સંસારથી વિરકત થયો, તેથી તેણે દીક્ષા લીધી અને ઉત્તમ ચારિત્રનું પાલન કરી મોક્ષે ગયો. શ્રી વીર પ્રભુના સમયમાં અનેક જીવો પ્રતિબોધ પામી ઉત્તમ માર્ગે ગયા હતાં. જેમાં શ્રેણિક, મેઘકુમાર, નંદિષણ, ઋષભદત્ત, જમાલિ, હાલિક, પ્રસન્નચંદ્ર, સાળ-મહાશાળ, દર્શાણભદ્ર, ધન્ના, શાલિભદ્ર, રૌહિણેય, ઉદાયન, હલ્લ-વિહલ્લ, ચંદનબાળા, મૃગાવતી વગેરેનો સમાવેશ થતો હતો. (આ તમામનાં ચરિત્રો કે પ્રસંગો અહીં સ્થળમર્યાદાના કારણે વર્ણવ્યા નથી. આ ચરિત્રો શ્રી ત્રિષષ્ટિ શલાકાપુરૂષ ગ્રંથમાંથી વિગતે જોઇ લેવા.) આ રીતે સર્વને પ્રતિબોધ આપનાર શ્રી વીર પ્રભુનો પ્રભાવ એવો હતો કે આમાંથી કેટલાકે તો ઉત્તમ ચારિત્રનાં પાલનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ગૌતમ ગણધરના ઉપદેશથી પણ અનેક જીવો કેવળી બન્યા. ગૌતમ ગણધર ભગવાનના પ્રિય શિષ્ય તેમજ પ્રથમ ગણધર હતા. છતાં તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇનહતી. આ માટે તેઓ હંમેશા વિચારતા, “મારા ઉપદેશથી અનેક જીવો કેવળી બની શકતા. જ્યારે મને જ આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી.' એક વખત પ્રભુએ જણાવ્યું હતું કે જે અષ્ટાપદની યાત્રા કરે અને પોતાની લબ્ધિ વડે ત્યાં રહેલા જિનેશ્વરને નમે તે આ ભવમાં સિદ્ધિ પામે. આ સાંભળીને ગૌતમ ગણધરે ત્યાં જવાની ઇચ્છા વ્યકત કરી. ત્યાં ભવિષ્યમાં તાપસીને પ્રતિબોધથવાનો છે એમ જાણીને પ્રભુએ ગૌતમસ્વામીને સંમતિ આપી. પ્રભુની આજ્ઞા મળતા જ તેઓ ખૂબ જ આનંદ પામ્યા. પોતાના તપ અને જ્ઞાન વડે ગૌતમ સ્વામીએ અનેક લબ્ધિઓ સિદ્ધ કરી હતી. ચારણલબ્ધિ વડે તેઓ વાયુવેગથી થોડી જ વારમાં અષ્ટાપદ નજીક આવી પહોંચ્યા. આ સમયે ત્યાં કૌડિન્ય, દત્ત, સેવાલ વગેરે પંદરસો તાપસી અષ્ટાપદને મોક્ષનું કારણ માની ત્યાં આવ્યા હતા. તેમાંથી પાંચસો તપસ્વીઓને ચાર ઉપવાસનું પારણું હતું તેથી તેઓ પહેલી મેખલા સુધી, બીજા પાંચસોને છઠ્ઠનું પારણું હતું, તેઓ બીજી મેખલા સુધી અને અન્ય પાંચસોને અઠ્ઠમ તપનું પારણું હોવાથી તેઓ ત્રીજી મેખલા સુધી આવ્યા હતા. તેઓ આથી ઉપર ચડવા અશકત હતા એટલે તેઓ ત્યાં જ અટકી ગયા હતા. આ અરસામાં સુવર્ણની તેજરેખાઓ જેવા, પુષ્ટ આકૃતિવાળા અને તપના તેજવાળાગૌતમસ્વામીને તેઓએ ત્યાં આવતા જોયા. તેમને જોઇને તેઓ વિચારવા લાગ્યા કે આવુપુષ્ટ શરીર હોવા છતાં આ મુનિ આ આકરા ચડાણ ચડી શકશે ? આ જ સમયે ગૌતમસ્વામી આ મહાન ગિરિ પર ક્ષણવારમાં ચડી અદશ્ય થઈ ગયા. તપસ્વીઓ વિચારવા લાગ્યા કે તેમની પાસે જરૂર કોઇ મહાન શક્તિ હોવી જોઇએ. એટલે તેઓ તેમના પાછા આવવાની રાહ જોવા લાગ્યા. S Page #291 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામીએ ભરતેશ્વરે કરાવેલા નંદીશ્વર દીપનાં ચૈત્ય જેવા ચૈત્યમાં પ્રવેશ કર્યો. ત્યાં ચોવીસ તીર્થકરોનાં અલૌકિક બિંબોને ભકિતભાવથી વંદન કર્યા. ત્યાંથી બહાર આવી તેઓ એક મોટા અશોકવૃક્ષની નીચે બેઠા ત્યારે અનેક સૂર-અસૂરોએ આવીને તેમને વંદન કર્યા. તેઓએ પૂછેલા પ્રશ્નોના યોગ્યતા મુજબ ઉત્તર આપ્યો. રાત્રિ ત્યાં જપસાર કરી સવારે તેઓ અષ્ટાપદપર્વત ઉતરવા લાગ્યા ત્યારે તેમણે નીચે રહેલા તાપસોને જોયા. તેઓ જાણે તેમની રાહ જોઇ રહ્યા હોય એવું લાગ્યું. તરત જ તાપસોએ ગૌતમસ્વામીને વંદન કર્યું અને પૂછ્યું, હે તપોનિધિ મહાત્મા ! અમને આપ આપના શિષ્યો તરીકે સ્વીકારશો ?” ગૌતમે તો તેમને શ્રી વીર પ્રભુના જ શિષ્યો બનવાનો આગ્રહ કર્યો, છતાં પણ તેઓના અતિ આગ્રહનાં કારણે ગૌતમસ્વામીએ તેઓને દીક્ષા આપી. તેઓ તેમની સાથે ચાલવા લાગ્યા. રસ્તામાં ભિક્ષાનો સમય થયો એટલે ગૌતમસ્વામીએ તેમને પૂછ્યું, ‘તમારા માટે શું ઇષ્ટ વસ્તુ લાવું?' તાપસોએ તેમને ખીરલાવવાનું કહ્યું એટલે ગૌતમસ્વામીલબ્ધિના પ્રભાવથીખીરનું પાત્ર લઇ આવ્યા. ગૌતમસ્વામીના હાથમાં એક નાનકડું પાત્ર જોઈને સૌ તાપસો નવાઈ પામ્યા. ગૌતમે તેઓને કહ્યું, “હે મહર્ષિઓ! આપ સૌ બેસી જાઓ અને આ પાયસન્ના (ખીર)થી પારણું કરો.” સૌ વિચારમાં પડી ગયા પરંતુ ગુરૂની આજ્ઞાનું પાલન કરવું જોઈએ એમ માનીને બધાએકસાથે બેસી ગયા. પરંતુ ગૌતમે અક્ષીણ મહાનલબ્ધિવડેતે સર્વતાપસોને ભાવપૂર્વક પારણું કરાવ્યું. સૌ વિસ્મય પામીને વિચારવા લાગ્યા, “આપણો એવો પૂણ્યોદય થયોકે તેનાથી આપણને શ્રી વીરપરમાત્મા ધર્મગુરૂ તરીકે મળ્યા.'' આ પ્રમાણે ચિંતન કરવાથી તેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ ત્યાંથી શ્રી વીરપ્રભુની સભામાં કેવળીની સભા તરફ ચાલ્યા, એટલે ગૌતમસ્વામી બોલ્યા, “આ વીરપ્રભુને વંદન કરો.” આ વખતે પ્રભુએ તેમને કહ્યું, “હેગૌતમ!કેવળીઓની આશાતનાન કરો.”ગૌતમસ્વામી આ સાંભળીને વિચારવા લાગ્યા કે પોતે ગુરૂકમ છે. જેઓ તેમનાથી દીક્ષા પામ્યા તેઓને કેવળજ્ઞાન થયું, જ્યારે પોતે આ ભવમાં સિદ્ધિ પામી શકશે નહીં. આવી ચિંતા કરતા જોઇને પ્રભુએ કહ્યું, “ગુરુનો શિષ્ય પરનો સ્નેહ તરત દૂર થઇ શકે છે જ્યારે શિષ્યનો સ્નેહદઢ હોય છે. તમારો મારા પર અપાર સ્નેહછે એ જ તમારા કેવળજ્ઞાનને અટકાવનારું કારણ છે. જ્યારે મારા પર તમારા સ્નેહનો અભાવ થશે, ત્યારે તમને આપોઆપ કેવળજ્ઞાન પ્રગટ થશે.'' આ રીતે ગૌતમસ્વામીએ અષ્ટાપદની યાત્રા કર્યા પછી પણ શ્રી વીર પ્રભુ પરના સ્નેહનાં કારણે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ન હતું. શ્રી વીરપ્રભુ છેલ્લીદેશના આપતા હતો તે સમયે ગૌતમગણધરે પ્રણામ કર્યા પછી કહ્યું, “હે ભગવાન!ત્રીજા આરાના અંતે ઋષભદેવ થયા અને ચોથા આરામાં શ્રી અજિતનાથથી ત્રેવીસ તીર્થંકરો કે જેમાં આપ છેલ્લા તીર્થંકર થયા. આ પ્રમાણે અવસર્પિણી કાળમાં જે બન્યું તે જોયું. હવે પાંચમાં આરામાં જે થવાનું હોય તે વિષે કહો.” ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી વીર પ્રભુ બોલ્યા, “હેગૌતમ!અમારા નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડાઆઠ માસે પાંચમો આરો શરૂ થશે. પછી ઓગણીસોને ચૌદ વર્ષા ગયા પછી પાટલીપુત્રનગરમાં મલેચ્છકુળમાં ચૈત્ર મહિનાની આઠમે કલ્કી નામનો રાજા થશે. તે રામકૃષ્ણના મંદિરો તોડાવશે. તે ચાર કષાયોથી પ્રજાને પીડા આપશે. તે અઢાર વર્ષનો થશે ત્યારે મહામરકીનો રોગ ફેલાશે. તે રાજા થશે પછી ફરતા ફરતા કોઇસ્તુ બાંધવાનું કારણ પૂછશે. ખબર પશે કે આરસ્તુપની નીચે પુષ્કળ ધન દટાયું છે એટલે તે સ્તુપને તોડાવશે. ત્યાંથી સુવર્ણનીકળશે એટલે તે વધુ ધનના લાભ માટે આખું નગર ખોદાવશે. તેમાંથી લવાણદેવીનામની શિલામયી ગાય નીકળશે. તેને ચોકમાં ( 207) Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉભી રાખવામાં આવશે. તે ગાય પોતાનો પ્રભાવ બતાવવા માટે ભિક્ષા માટે પસાર થતા મુનિ ભગવંતોનો પોતાના શીંગડાથી સંઘર્ઘકરશે. આનું પરિણામ એ આવશે કે જળનો મહાન ઉપદ્રવ થશે. કેટલાક મહર્ષિઓ આના પરિણામે આનગરી છોડીને ચાલી નીકળશે. કેટલાક કર્મનું પરિણામ માનીત્યાં જ રહેશે. કલ્કી રાજા સાધુઓ પાસેકરમાગશે. જો તેઓનઆપે તો તેમને પૂરી દેશે. ભયંકર મેઘની વર્ષા થશે. આખું નગરએ પ્રવાહમાં ડુબી જશે પરંતુ સંઘના કેટલાક લોકો, પ્રતિપાદનામે આચાર્ય અને કલ્કી રાજા ઉચે ચડી જવાથી બચી જશે. મોટા ભાગના લોકો પ્રવાહમાં ડૂબી મૃત્યુ પામશે. ધીમે ધીમે પ્રવાહ ધીમો પડશે. કલ્કી રાજા નંદના મળેલા દ્રવ્યથી ફરીથી આખુ નગર વસાવશે. સારાં મકાનો બંધાવશે. સસ્તું અનાજ મળશે તો પણ લોકો તે ખરીદશે નહીં. છેવટે આ રીતે પચાસ વર્ષ પૂરાં થશે. કલ્કી રાજાનું મૃત્યુ નજીક આવશે ત્યારે ફરીથી તે પાંખડીઓનો વેષ છોડાવશે. પ્રતિપાદઆચાર્યને સંઘ સહિત ગાયના વાડામાં પૂરી રાખશે. અને તેમની પાસેથી ભિક્ષાનો છઠ્ઠો ભાગમાગશે. સંઘકાયોત્સર્ગની આરાધનાથી ઇન્દ્રને પ્રસન્ન કરશે. ઇન્દ્રબ્રાહ્મણનું રૂપ લઈને આવશે અને આચાર્યને તે નહીં છોડે તો અનર્થ સર્જાશે એમ કહેશે. આ સાંભળીકલ્કી તે બ્રાહ્મણને હાંકી કાઢવાનો હુકમ કરશે ત્યાંજ ઇન્દ્રપોતાનું રૂપ પ્રગટ કરીને કલ્કીને મારીને ભસ્મ કરી નાખશે. એ પછી કલ્કીના પુત્ર દત્તને જૈન ધર્મ સંબંધી શિક્ષા આપી તેને રાજ્ય સોપાશે. દત્તરાજા એ મુજબ રાજ્ય કરશે. દેશના વિવિધ સ્થળે અરિહંતના ચૈત્યો બનાવી આ ધરતીને શોભાયમાન બનાવશે. આ રીતે પાંચમાં આરાસુધી જૈનધર્મની પ્રવૃત્તિ ચાલ્યા કરશે. “તીર્થકરના સમયમાં આ ભરતક્ષેત્રધન, ધાન્ય અને સમૃદ્ધિથી ભરપૂર હોય છે. રાજાઓકુબેર ભંડારી જેવા, આચાર્યો ચન્દ્ર જેવા, પિતાઓ દેવ જેવા, સાસુઓ માતા જેવી, સસરાઓ પિતા જેવા હોય છે. લોકો ધર્મને જાણનાર, વિજ્ઞાન અને કલાના મર્મજ્ઞ અને ચોર-ડાકુના ભયથી મુકત હોય છે. છતાં સાચો ધર્મનહીંજાણનાર હોય ત્યારે ઉપસર્ગો તેમ જ આશ્ચર્યો પણ જોવા મળે છે. આ પછી પાંચમા આરામાં એટલે કે દુષમકાળમાં લોકોમર્યાદારહિત હશે જેમ જેમ સમય પસાર થતો જશે એમ લોકો ધર્મથી વિમુખ થઇ વિવેકબુદ્ધિરહિત થશે. ગામડાઓ સ્મશાન જેવા, શહેરો જાણે પ્રેતલોક જેવા, રાજાઓ યમરાજ જેવા અને કુટુંબીઓ ગુલામ જેવા બનશે. મોટું માછલુંનાનામાછલાંને ખાય એવો ન્યાય જોવા મળશે. ચોર ચોરીથી, રાજાઓ કરથી અને ઉપરી અધિકારીઓ લાંચથી પૈસા એકઠા કરશે. શિષ્ય-ગુરૂ વચ્ચેના સંબંધો લાગણીયુકત નહીં હોય. ધર્મમાં મંદતા આવશે. પૃથ્વી પર વ્યગ્રતા વધતી જશે. દેવતાઓ પ્રત્યક્ષ થશે નહીં. પિતાપુત્ર તથા સાસુ-વહુ વગેરે સંબંધોમાં કટુતા જોવા મળશે. અનીતિ અને દુરાચાર જોવા મળશે. સજજનો કરતાદુર્જનો સુખી જોવા મળશે. મણિ, મંત્ર, ઔષધિ, તંત્ર, વિજ્ઞાન, ધન, આયુષ્ય, ફળ, પુષ્પ રસ, રૂપ તેમજ શરીરની ઉંચાઇ વગેરેમાં દિન પ્રતિદિનહાનિ થતી જશે. પુણ્યનો ક્ષય થશે છતાં જેની બુદ્ધિ ધર્મમાં રહેશે તેનું જીવન સફળ ગણાશે. “આ ભરતક્ષેત્રમાં દુઃષમકાળમાં છેલ્લાદુઃપ્રસહનામે આચાર્ય, ફલ્યુશ્રીનામે સાધ્વી, નાગિલનામનો શ્રાવક, સત્યશ્રી નામે શ્રાવિકા, વિમળવાહન નામે રાજા અને સંમુખ નામે મંત્રી થશે. શરીરનું પ્રમાણ બે હાથ જેટલું હશે. વધુમાં વધુ આયુષ્ય વીસ વર્ષનું હશે. ઉત્કૃષ્ટ તપ માત્ર છતપનું જ હશે. દસેવૈકાલિક સૂત્રના જાણકાર ચૌદ પૂર્વધારી ગણાશે. દુ: પ્રસહસૂરી સહિત એમના આયુષ્ય પર્યત તીર્થને પ્રતિબોધ કરવાનું ચાલુ રહેશે. તેઓ બાર વર્ષ સુધી ગૃહવાસમાં અને આઠ વર્ષ દીક્ષામાં પસાર કરી મૃત્યુ પામી સૌધર્મ કલ્પમાં જશે. આ રીતે એકવીસ હજાર વર્ષના પ્રમાણવાળો દુઃષમકાળ પસાર થયા પછી એટલા જ પ્રમાણવાળો દુઃષમ પv(208).uuuu Page #293 -------------------------------------------------------------------------- ________________ દુઃષમાકાળ પ્રવર્તશે. તેમાં ધર્મનો સદંતર નાશ થશે. ચારે બાજુ હાહાકાર વર્તાશે. મનુષ્ય અને પ્રાણીના વ્યવહારમાં કાંઇ તફાવત રહેશે નહીં. સતત અનિષ્ટ પવનો વાયા કરશે, દિશાઓ ધૂમ્રવર્ણી બનશે. ચંદ્ર અતિ શીતળ બનશે અને સૂર્ય અતિ ગરમી વરસાવશે. આકાશમાંથીતિવ્ર ક્ષાર, અગ્નિ, વિષ વગેરેની વર્ષા થશે. લોકોમહાવ્યાધિઓથી પીડાશે. જળચર, સ્થળચર, ખેચર તિર્યંચો મહાદુઃખપામશે. વૃક્ષોનો ક્ષય થતો રહેશે. વૈતાઢ્યગિરિ, ૠષભકૂટઅને ગંગા તથા સિંધુનદી સિવાય બીજા બધા પર્વતો અને નદીઓ સપાટ થઇ જશે. ધરતી અંગારા જેવી હશે. ‘‘મનુષ્યોના શરીર એક હાથના પ્રમાણવાળા અને કદરૂપા હશે. તેઓની વાણીમાં કઠોરતા હશે. તેઓ રોગી, નિર્લજ્જ અને નિર્વસ્ત્ર હશે. પુરૂષોનું આયુષ્ય વીસ વર્ષનું અને સ્ત્રીઓનું આયુષ્ય સોળ વર્ષનું હશે. સ્ત્રી છ વર્ષની ઉમરથી ગર્ભ ધારણકરશે. તેઓના નિવાસ પર્વતનાં બીલમાં હશે. નદી કીનારે પણ આવા બીલો હશે. મનુષ્યો તથા પશુઓ માંસાહારી હશે. ગંગાનો પ્રવાહ બહુ ટૂંકો હશે. લોકો તેમાંથી રાત્રે માછલાં કાઢી જમીન પર મૂકશે. દિવસે તે તાપમાં પાકી જશે, એનું તેઓ ભોજનકરશે. સૂવામાટે પણઆસનનહીંમળે. દૂધ, દહીંતેમજરસવાળા પદાર્થો, ફળફળાદિ વગેરે મળશે નહીં. . ‘‘ભરત, ઐરાવત નામના દસેય ક્ષેત્રમાં પહેલો દુઃષમા અને પછી અતિદુઃષમાકાળ બંને એકવીસહજાર વર્ષો સુધી પ્રવર્તશે. અવસર્પિણીના છેલ્લા બે આરા - પાંચમો અને છઠ્ઠો જેવા આરા ઉત્સર્પિણીની શરૂઆતના એટલેકે પહેલા અને બીજો આરો હોય છે. ઉત્સર્પિણીમાંદુઃષમદુઃષમાકાળ(અવસર્પિણીનો છઠ્ઠો આરો જેમ)ને અંતે પાંચ જાતિના મેઘ સાત સાત દિવસ સુધી વરસશે. પહેલો પુષ્કર નામે મેઘ હશે તેનાથી પૃથ્વી તમ બનશે. બીજો ક્ષીરમેઘ ધાન્ય ઉત્પન્ન કરશે. ત્રીજો મેઘ ધૃતમેઘનામે સ્નેહ ઉત્પન્ન કરશે. અમૃત નામે મેઘ ઔષધિઓ ઉત્પન્ન કરશે. પાંચમો રસમેઘ પૃથ્વીને રસમય કરશે. આ રીતે પાંચ અઠવાડીયા સુધી શાંતપણે આવો વરસાદ થશે. પૃથ્વી પર વૃક્ષો અને લીલોતરી જોઇ બીલમાં રહેતા મનુષ્યો આનંદ પામીને બહાર નીકળશે. ભારતની ભૂમિ ફળદાયી બનશે. ‘‘ધીમે ધીમે મનુષ્યો માંસાહાર છોડી દેશે. જેમ જેમ કાળની વૃદ્ધિ થાય એમ મનુષ્યોના કદ-પ્રમાણમાં પણ વધારો થશે. ઋતુઓ અનુકુળ હશે, નદીઓ પાણીથી ભરપૂર બનશે. ઉત્સર્પિણીનો બીજા આરોદુઃષમાકાળનો હશે. તેના અંતે આ ભારતભૂમિ પર સાત કુલકરો થશે. એમાં પહેલો વિમલવાહન, બીજો સુદામ, ત્રીજો સંગમ, ચોથો સુપાર્શ્વ, પાંચમો દત્ત, છઠ્ઠો સુમુખ અને સાતમો સંમુચિથશે. આ સાતકુલકરોમાં વિમળવાહનને જાતિસ્મરણ જ્ઞાન થશે એથી એનગરો વસાવશે. ગાય, હાથી જેવાં પશુઓનો સંગ્રહ કરશે. શિલ્પ-કળા અને વ્યાપારનો વિકાસ કરશે. દૂધ, દહીં, ધાન્ય અને અગ્નિ ઉત્પન્નથશે એટલે લોકોને અન્ન પકાવીને ખાવાનો આદેશ કરશે. આ રીતે વિમળવાહન આ પૃથ્વી પર સુવ્યવસ્થિત જીવન વ્યવહારનો વાહક બનશે. ‘‘આ રીતે દુઃષમકાળ વ્યતીત થશે ત્યારે શતદ્દાર નામના નગરમાં સંમુચિ નામનો સાતમો કુલકર હશે. તેની રાણી ભદ્રાદેવીની કુક્ષિમાં શ્રણિકનો જીવ પુત્રપણે ઉત્પન્ન થશે. તેનું આયુષ્ય અને શરીરનું પ્રમાણ મારા જેટલું જ હશે. તે પદ્મનાભ નામે પહેલા તીર્થંકર થશે. આ પછીના ત્રેવીસ તીર્થંકરો શરીર, આયુષ્ય, આંતરો વગેરે પૂર્વના એટલે કેપાર્શ્વનાથપ્રભુથી આદીશ્વરશ્રી ઋષભદેવસુધીના પ્રમાણમાં હશે. આ ત્રેવીસ તીર્થંકરો આ પ્રમાણે હશે. સુપાર્શ્વનો જીવ શૂરદેવ નામે બીજા તીર્થંકર, પોટ્ટિલનો જીવ સુપાર્શ્વ નામે ત્રીજા તીર્થંકર, દ્રઢાયુનો જીવ સ્વયંપભ નામે ચોથા તીર્થંકર, કાર્તિક શેઠનો જીવસર્વાનુભૂતિ નામે પાંચમા તીર્થંકર, શંખશ્રાવકનો જીવદેવશ્રુતનામે છઠ્ઠાતીર્થંકર, નંદનો જીવઉદય નામે સાતમાં તીર્થંકર, સુનંદનો જીવ પેઢાળનામે આઠમાં તીર્થંકર થશે. કૈકસીનો જીવપોટિલ નામે નવમાં 209 --- Page #294 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર, રેલીનો જીવ શતકીર્તિનાદસમાં તીર્થંકર, સત્યકિનો જીવસુવ્રત નામે અગિયારમાં, કૃષ્ણ વાસુદેવનો જીવ અમનાબારમા, બલદેવનો જીવ અકષાય નામે તેરમાં, રોહિણીનો જીવ નિપુલાકનામે ચૌદમા, સુલસાનો જીવ નિર્મમ નામે પંદરમાં, રેવતીનો જીવચિત્રગુપ્ત નામે સોળમાં, ગવાળીનો જીવ સમાધિનામે સત્તરમાં, ગાર્ગલુનો જીવ સંવર નામે અઢારમા, દીપાયનનો જીવ યશોધરા નામે ઓગણીસમા, કર્ણનો જીવ વિજય નામે વીસમા, નારદનો જીવ મલ્લ નામે એકવીસમાં, અંબડનો જીવ દેવનામે બાવીસમાં, બારમાં ચકવર્તી બ્રહ્મદત્તનો જીવ અનંતવીર્યનામે ત્રેવીસમાં અને સ્વાતિનો જીવ ભદ્રકૃત નામે ચોવીસમાં તીર્થકર થશે. (આ ચોવીસીમાં દર્શાવેલા પૂર્વભવી જીવવિષે પાઠાંતરો છે. તેનો નિર્ણય અહીંથઇ શકે એમ નથી. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રના આધારે અહીં ઉલ્લેખ કરેલો છે.) એટલા સમયગાળામાં દીર્ધદંત, ગુઢદંત, શુદ્ધદંત, શ્રીચંદ, શ્રીભૂતિ, પદ્મ, મહાપદ્મ, દશમ, વિમળ, વિમળવાહન અને અરિષ્ટનામે બાર ચક્રવર્તીઓ થશે. નંદી, નંદિમિત્ર, સુંદરબાહુ, મહાબાહુ, અતિ બળ, મહાબળ, બળ, પ્રિન્ટ અને ત્રિપૂટ-આ નવઅર્ધચક્રી એટલે કે વાસુદેવથશે. જયંત, અજિત, ધર્મ, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પમ અને સંકર્ષણ એ નવ બળદેવ થશે. તિલક, લોહજંઘ, વજ જંઘ, કેશરી, બલિ, પ્રલ્હાદ, અપરાજિત, ભીમ અને સુગ્રીવ - એ નવ પ્રતિવાસુદેવ થશે. આ રીતે ઉત્સર્પિણીકાળમાં ત્રિષષ્ટિ શલાકા પુરૂષો થશે.'' શ્રી વીર પ્રભુની અંતિમ દેશના આ ચોવીસી – પ્રવર્તમાન ચોવીસી પછી આ પ્રમાણે ભાવિ ચોવીસીના તીર્થકરો, ચક્રવર્તીઓ, વાસુદેવ, પ્રતિવાસુદેવની આગાહી સૂચક હતી. આ પછી સુધર્મા ગણધરે શ્રી વીરપ્રભુને કેવળજ્ઞાનનો ઉચ્છેદ કયારે થશે એ જાણવા પ્રશ્ન કર્યો ત્યારે શ્રી વીર પ્રભુએ કહ્યું, “મારા મોક્ષગમન પછી અમુક સમયે તમારા જંબૂનામના શિષ્ય છેલ્લા કેવળી થશે. આ પછી કેવળજ્ઞાન ઉચ્છેદ પામશે. એટલે મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ક્ષપકશ્રેણી જેવી બાબતોનો પણ ઉચ્છેદ થશે. આ ઉપરાંત જંબૂના શિખ્યપ્રવચૌદપૂર્વધારી, તેમના શિષ્ય શયંભવદ્વાદશાંગીના પારંગત, તેમના શિષ્યયશોભદ્ર, સર્વપૂર્વધારી, તેમના શિષ્ય સંભૂતિવિજય અને ભદ્રબાહુ પણચૌદપૂર્વી, સંભૂતિવિજયના શિષ્ય સ્થૂળભદ્રપણચૌદપૂવ થશે. છેલ્લા ચાર પૂર્વ ઉચ્છેદ પામશે. છેલ્લે વજસ્વામી સુધી આ તીર્થના પ્રવર્તકો દસ પૂર્વધર થશે.” આ પ્રમાણે ભવિષ્યકથન કરી શ્રી વીર પ્રભુ સમવસરણમાંથી બહાર નીકળ્યા. હસ્તિપાલરાજા પણ તે સમયે ત્યાં બિરાજમાન હતા. પ્રભુ તેમની દાનશાળામાં ગયા. સુમધુર વાણીની પ્રસાદી મેળવી પ્રસન્નતા અનુભવતા સૌ સમવસરણમાંથી સ્વસ્થાને ગયા. શ્રી વીર પ્રભુએ પોતાનો નિર્વાણ સમય તે દિવસની રાત્રે જ છે તે જાણી લીધું અને વિચાર્યું, “અરે! ગૌતમનો મારા પર અપારસ્નેહ છે. જો મારૂ મોક્ષ આમજ થઈ જશે, તો ગૌતમ કેવળી થયા વગર રહેશે, માટે તેમની કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં અંતરાય કરનાર મારા તરફના રસ્નેહને મારે છેદીનાખવો પડશે.” આવું વિચારી ગૌતમને થોડો સમય પોતાનાથી દૂર રાખવા તેમણે ગૌતમને કહ્યું, “ગૌતમ!અહીંધીનજીકના બીજા ગામમાં દેવશર્માનામે બ્રાહ્મણ છે, એ તમારાથી પ્રતિબોધ પામશે, માટે તમે અત્યારે જ ત્યાં જાઓ.” ગૌતમસ્વામી માટે શ્રી વીર પ્રભુનું વચન એટલે મહાભાગ્યની નિશાની, શ્રી વીર પ્રભુનો વિરહ એકબાજુ હતો ( 210 ) . Page #295 -------------------------------------------------------------------------- ________________ અને બીજી તરફ તેમની આજ્ઞાનું પાલન કરવાનું હતું. તરત જ તેમણે કહ્યું, “જેવી આપની આજ્ઞા' આ સાથે જ ગૌતમસ્વામી શ્રી વીરપ્રભુને નમન કરી પાસે આવેલાં ગામમાં ગયા. ત્યાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડ્યો. અહીંઆસો વદ અમાસની પાછલી રાત્રે છઠ્ઠના તપસ્વી શ્રી વીર પ્રભુએ શુભ સમયે (ચંદ્રવાતિ નક્ષત્રમાં હતો ત્યારે) પંચાવન અધ્યયન પુણ્યફળવિપાક સંબંધી અને પંચાવન અધ્યયન પાપફળવિપાક સંબંધી કહ્યા. છત્રીસ અધ્યયન અપ્રશ્નવ્યાકરણ એટલે કે કોઇએ પૂછ્યા વગર જ કહ્યા. છેલ્લે પ્રધાન નામે અધ્યયન કહેવા લાગ્યા ત્યારે આસનકંપથી સર્વ ઇન્દ્રોએ પ્રભુનો મોક્ષસમય જાણ્યો તેથી સર્વ ઇન્દ્રો - સુરો વગેરે પરિવાર સહિત ત્યાં આવી પહોંચ્યા. શકેન્દ્રની આંખમાં પ્રભુના મોક્ષના કારણે આવેલા અશ્રુઓ પ્રભુવિરહનું દુઃખ વ્યક્ત કરતા હતા. તેમણે પ્રભુને કહ્યું, “હે નાથ ! આપના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનમાં હસ્તોત્તરા નક્ષત્ર હતું. આ વખતે તેમાં ભસ્મક ગ્રહ સંક્રાંત થવાનો છે. આપના જન્મનક્ષત્રમાં સંક્રમેલો તે ગ્રહ બે હજાર વર્ષ સુધી આપના સંતાનો એટલે કે સાધુસાધ્વીઓને બાધા ઉત્પન્ન કરશે. માટે એ ગ્રહ આપના જન્મક્ષેત્રમાં સંક્રમે ત્યાં સુધી આપ રાહ જુઓ. આપની દષ્ટિથી તેનો પ્રભાવ નિષ્ફળ થઇ જાય. આપની સ્તુતિ અને ધારણા માત્ર કરવાથી કુસ્વપ્ન કે અપશુકન દૂર થાય છે, તો આપ અહીં સાક્ષાત બિરાજમાન છો, આપ ક્ષણવાર ટકી રહો તો દુર્ગહનો પ્રભાવ નિષ્ફળ જાય.' આ સાંભળી પ્રભુ બોલ્યા, “હે શકેન્દ્ર! આયુષ્ય વધારવા કોઈ શક્તિમાન નથી. આગામી દુષમકાળની પ્રવૃત્તિથી જ તીર્થને બાધા થવાની છે માટે ભવિષ્યને અનુસરીને આ ભસ્મક ગ્રહનો ઉદય થયો છે.” આ રીતે શકેન્દ્રને સમજાવીને પ્રભુ પર્યકાસને સ્થિર થયા. ધીમે ધીમે કાયયોગમાં રહી, બાદરમનયોગ અને વચનયોગને રૂંધ્યા. આ પછી સુક્ષ્મ કાયયોગમાં સ્થિર થઇ બાદર કાયયોગ રૂંધી લીધો. એક પછી એક વાણી, મન અને સુક્ષ્મ કાયયોગને રૂંધીને શુકલધ્યાન પાયા વડે કર્મબંધરહિત થઇને ઉર્ધ્વગમન કરી મોક્ષને પ્રાપ્ત થયા. આ મહાન અવસરેનારકીના પામર જીવોએ પણ સુખનો ક્ષણિક અનુભવ કર્યો. દેવોએ પ્રભુના નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ રો . દેવતાઓ પોતે અનાથ થઇ ગયા એવું જાણીને તેઓ શોક કરવા લાગ્યા. પરંતુ શકેન્દ્ર સર્વને સાંત્વન આપ્યું. દેવતાઓ પાસે તેમણે ગોશીષચંદનનાં કાટો મંગાવ્યા. ક્ષીરસાગરના જળથી પ્રભુનાં શરીરને સ્નાન કરાવ્યું, દિવ્ય વિલેપન કરાવ્યું. દિવ્યવસ્ત્ર ઓઢાડી શક્રેન્દ્ર શોકપૂર્વક પ્રભુના શરીરને ઉપાડ્યું, અને વિમાન જેવી શિબિકામાં પધરાવ્યું. શિબિકા ઉપાડી જય જય ધ્વનિ સાથે ઇન્દ્રો ચાલવા લાગ્યા. દેવતાઓએ દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી. ચારે બાજુ સુગંધી જળનો છંટકાવ થતા ભૂમિતળ સુગંધિત બની ગયું. ગંધર્વદેવા પ્રભુની સ્તુતિ કરતા ગાવા લાગ્યા. સંગીતની સુમધુર સૂરાવલિથી વાતાવરણ મંગલમય બની ગયું. નૃત્ય, ગાન, તાલ અને લયબદ્ધગુંજનથી દેવતાઓમાં હર્ષ છવાઈ ગયો. શ્રાવક-શ્રાવિકાઓ પણ શોકાતુર થઇ આ ભક્તિપર્વમાં જોડાયા. શિબિકા આગળ વધતી રહી. છેવટે ઇન્દ્ર પ્રભુના શરીરને ચિતા પર મૂક્યું. અગ્નિકુમારના દેવતાઓએ અગ્નિ પ્રજ્વલિત કર્યો. વાયુકમારોએ વાયુ વિદુર્યો. સુગંધી દ્રવ્યોના ઘડા અગ્નિમાં ક્ષેપિત થયાં. જ્યારે પ્રભુનાં શરીરમાંથી માંસ જેવા દ્રવ્યો અગ્નિમાં દુગ્ધ થઈ ગયાં, ત્યારે મેઘકુમાર દેવોએ ક્ષીરસાગરના જળવડે ચિતાને બુઝાવી દીધી. શક્ર અને ઇશાન ઇન્દ્રોએ ઉપરની અને અમરેન્દ્ર અને બલિ ઇન્દ્રોએ નીચેની બે દાઢો લીધી. બીજા ઇન્દ્રો અને દેવતાઓ બાકીના દાંત અને અસ્થિઓ લઈ ગયા. ચિતાની ભસ્મકલ્યાણકારી હોય છે એ જાણીને મનુષ્યોને ભસ્મ લઈગયા. દેવતાઓએ તે સ્થાને રત્નમય સૂપ | i n Hબ મ ક ક મ છે, 21 : ક ક ક = = = મ આ Page #296 -------------------------------------------------------------------------- ________________ બનાવ્યો. આ પ્રમાણે પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉજવીને દેવતાઓ તથા ઇન્દ્રો નંદીશ્વરદીપ ગયા. ત્યાં શાશ્વત પ્રતિમાઓની સન્મુખ અષ્ટાબ્લિકા મહોત્સવ કરી સૌ પોતપોતાના સ્થાને ગયા. પોતાના વિમાનના મણિમય સ્તંભમાં તેઓએ પ્રભુની દાઢો અને અસ્થિઓ સ્થાપિત કર્યા. આ રીતે ગૃહસ્થપણામાં ત્રીસ વર્ષ અને વ્રતમાં બેતાલીસ વર્ષ એમ કુલ બોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ મહાવીરસ્વામી શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢીસો વર્ષ પછી નિર્વાણ પામ્યા. આ બાજુ ગૌતમ ગણધર દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ આપી પાછા આવતા હતાં, ત્યાં રસ્તામાં જ દેવોના મુખથી પ્રભુનું નિર્વાણ સાંભળતાની સાથે જગૌતમસ્વામીના હૃદય પરવજનો આઘાત થયો હોય એમ શોકાતુર બની ચોધાર આંસુએ રડતા રડતા બોલવા લાગ્યા. હે પ્રભુ! એક દિવસમાં જ આપનું નિર્વાણ હતું, છતાં આપે મને આપનાથી દૂર મોકલ્યો? હે જગત્પતિ ! આપે આ શું કર્યું? આપ જાણતા હતા કે આપનો વિરહ મારાથી સહન નહીં થાય, છતાં આપે છેલ્લે જ આપના દર્શનથી મને દૂર રાખ્યો. આટલા સમયથી આપની સેવા કરી અને છેવટે અંતકાળે જ આપના દર્શન-સેવાથી વંચિત રાખ્યો? જેવખતે જ મારી જરૂર હતી એ સમયે જ હું સાચવીન શક્યો? હવે હુંકોના ચરણોમાં શિરમુકાવીને કહીશ - ‘ભંતે ! ભંતે!'. કોને મારા સંશેષો પુછીશ? હવે મને પ્રેમથી કોણ બોલાવશે ‘હંતા ગોયમા! ગોયમાં !' મને આપની પાસે કેમ ન રાખ્યો? શું હું આપની પાસે કેવળજ્ઞાનની માગણી કરું એથી જઆપે અંત સમયે મોકલી દીધો? હે પ્રભો ! આપનું નિર્વાણ સાંભળીને મારા હૃદયના ટૂકડા કેમ થઇ જતા નથી ?'' આવા અનેક પ્રશ્નોથી શોકાતુર થયેલ ગૌતમસ્વામી મનમાં વિચારવા લાગ્યા કે આ પ્રસંગે પ્રભુનો કોઇ દિવ્ય સંકેત તો નહીં હોય ? આ વિચાર સાથે જ ગૌતમસ્વામીના મનના ભાવ પલટાયા. તેઓ જ્ઞાનદષ્ટિથી વિચારવા લાગ્યા, ઓહો ! હું પ્રભુને ખોટો દોષ દેવા લાગ્યો. અત્યાર સુધી હું ભ્રમમાં રહ્યો. હવે મને સમજાયું કે નિરાગી અને નિર્મોહી પ્રભુમાં મેંરાગ અને માયા રાખ્યા. આ બંને બાબતોતો મનનાં પરિણામો છે. રાગ-દ્વેષ તો સંસારવધારનારા છે. વીતરાગતો નિઃસ્નેહી હોય છે. આ તો મારો દોષ છે. એકપક્ષીય રસ્નેહથી મને શું મળશે ? મમતારહિત પ્રભુમાં મમતાં રાખવાનો શું અર્થ ?” આ રીતે ગૌતમસ્વામી શુભધ્યાનમાં પરાયણ થયા. મોહનો પડદો ઊંચકાયો. સમભાવના સોપાન રચાયાં. ઘાતિકર્મોનો ક્ષય થતો ગયો. સૂપક-શ્રેણી રાણી અને ગૌતમસ્વામીને તત્કાળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. શ્રી વિરપ્રભુની માફક તેઓ પણ પૃથ્વી પર વિચારતાધર્મવાણીનો પ્રવાહ વહાવતા રહ્યા. તેઓ રાજગૃહી નગરી પધાર્યા, ત્યાં એક માસનું અનશન કરી, કર્મો ખપાવી, અક્ષય પદ સમાન મોક્ષમાર્ગને પામ્યા. ગૌતમસ્વામી મોક્ષે ગયા પછી પાંચમા ગણધર સુધર્માસ્વામીએ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓએ એ પછી ધર્મદશના આપી લોકોમાં ધર્મભાવ સ્થિર કર્યો. તેઓ પણ રાજગૃહી નગરે પધાર્યા, ત્યાં જંબૂસ્વામીને સંઘ સુપ્રત કરી સુધર્મા ગણધર આઠ કર્મો ખપાવી મોક્ષે ગયા. જંબૂસ્વામી પણ વીર ભગવંતનાં શાસનમાં ભવ્ય જનોને ધર્મોપદેશ કરી મોક્ષે ગયા. 22 , Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી જ્યારે આસો વદ અમાસની રાત્રે કાળધર્મ પામ્યા ત્યારે દેવોએ રત્નોના દીવા વડે ઉદ્યોત કર્યો. આ સમયે કાશીદેશના મલ્લકીવંશનાનવરાજાઓ કે જેઓ કોશલ દેશના લિચ્છવી વંશના ગણરાજાઓ અને શ્રી મહાવીર પ્રભુના મામા ચેડારાજાના સામંતો હતા તેઓ કારણવશાત્ પાવાપુરીમાં એકઠા થયા. તે અઢારેય ગણરાજઓએ એ દિવસે આઠ પહોરનો આહાર ત્યાગ કરીને પૌષધોપવાસ કર્યો. તેઓએ વિચાર્યું કે શ્રમણ ભગવાન શ્રી વીર પ્રભુ મોક્ષમાં પધાર્યા અને ભાવ ઉધોત થયો આથી હવે આપણે દ્રવ્ય ઉધોત કરવો જોઇએ. આ વિચારથી આ અઢારેય ગણરાજાઓએ દીવા પ્રગટાવી પ્રભુના નિર્વાણ મહોત્સવને ઉજ્જવળ બનાવ્યો. આ સાથે લોકોએ પણદીપક પ્રગટાવી અંતરઅજવાળવા માટે તેમાં સાથ આપ્યો. આ સમયથી દિવાળીદીપોત્સવી પર્વ ઉજવાય છે. ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળી તેમના વડીલબંધુ નંદિવર્ધન અત્યંત શોકાતુર થયા હતા. તે શોકને દૂર કરવા તેમના બહેન સુદર્શનાએ કારતક સુદ બીજને દિવસે પોતાના ઘેર તેમને આદરપૂર્વક ભોજન કરાવ્યું. આ પ્રસંગથી ભાઇબીજ ઉજવાય છે એવું વિધાન જોવા મળે છે. વર્તમાન ચોવીસીના ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી કે જેઓ મહામાનવવિરાગમૂર્તિ હતા. અનંત ઉપકારી, દેવાધિદેવ શ્રીવીર પ્રભુની મહાનતાને આલેખવાનો આ યથાશકિત પ્રયાસ કર્યો છે. આ સાથે વર્તમાન ચોવીસીના તમામ તીર્થકરોની જીવનસૌરભ વાચકોનાં જીવનને આત્મકલ્યાણના માર્ગે જતા પથદર્શક બની શકશે તો આ અલ્પ પ્રયત્ન સાર્થક થયો ગણાશે. આ શુભાશયથી વંદનીય તીર્થકર ભગવંતોને આ શબ્દાંજલિ અર્પણ કરું છું. તરણતારણ દેવાધિદેવના પુનિતપંથે પ્રયાણ કરી વાચકવર્ગ આત્મકલ્યાણ પામે એ શુભેચ્છા. આ લેખનમાં વીતરાગની આજ્ઞાવિરુદ્ધ કોઇ ક્ષતિઓ રહી હોય તો ક્ષમા ભાવે મિચ્છામી દુક્કડમૂની યાચના સાથે વિરમુ છું. * છે Page #298 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ શ્રી મહાવીરનો જીવનસંદેશ અનંતાઅરિહંતોમાં અનન્ય, પરમ ઉપકારક, મહામાનવશ્રીમહાવીર પરમાત્માના જીવનપ્રસંગો અને તેમના ઉપદેશને વૈજ્ઞાનિક દષ્ટિએ તપાસીએ તો આજના યુગમાં તેની યથાર્થતા જાણી શકાય. મહાવીરસ્વામીનો જન્મ બ્રાહ્મણકુળનાં સંસ્કાર જેવા કે બુદ્ધિ અને નીતિ અને ક્ષત્રિયકુળના સંસ્કાર જેવા કે બુદ્ધિ અને નીતિ અને ક્ષત્રિયકુળના સંસ્કાર જેવા કે જગતને ઘાટ આપવાની રાજ્યકર્તા તરીકેની ક્રિયાશક્તિનો સુમેળદર્શાવેછે.દેવાનંદાનીકુક્ષિમાંરહીબ્રાહ્મણત્વ પામ્યા પછી ક્ષત્રિયાણીત્રિશલામાતાના સંસ્કારથી આત અને બાહ્ય શત્રુઓ પર વિજય મેળવી શક્યા. ભગવાન મહાવીરને દીક્ષા સમયે મળેલું દેવદૃષ્યવસ્ર સૂચવે છે કે જ્યારે આ વસ્ત્રમાંથી બ્રાહ્મણયાચકે અર્ધું વસ્ત્ર દાનમાં માગ્યું ત્યારે ભગવાને તેને આપીદીધું. ભગવાન માટે તો એરત્નજડિત વસ્ર બોજારૂપ જ હતું. ઉપરાંત અડધું આપવા પાછળ એવું પણ અર્થઘટન કરી શકાય કે બ્રાહ્મણે અડધું પામ્યા પછીબાકીની પૂર્ણતા પ્રાપ્ત કરવા સ્વપ્રયત્ન કરવો જોઇએ. ચંડકોષિકનો પ્રસંગ પણ અર્થસૂચક છે. ભગવાન મહાવીરે ચંડકૌષિકનું અભિમાન દૂર કર્યું. નાગતમોગુણીનું પ્રતિક હતો. તે હઠયોગીની જેમ જડત્વને વળગેલો હતો. મહાવીરસ્વામીએ પોતાની સાત્વિકશક્તિ દ્વારા તમોગુણી સર્પને પુનર્જન્મના નવા સંસ્કારનો, નવા જીવનમૂલ્યોનો પરિચય કરાવ્યો. તેના શરીર ઉપરરહેલાં મિથ્યાભિમાનનાં ભીંગડા ઉખડી ગયા ત્યારે ઉપશમરસમાં તે મગ્ન બન્યો. આપણાં જીવનમાં પણ ચંડકૌષિક નાગનો જન્મ થાય ત્યારે પ્રભુ જેવો મૈત્રી અને ક્ષમાભાવકેળવી, તેનું શામ-દામ-દંડથી નહીં, પણ આધ્યાત્મિક સમતાભાવે શમન કરવાનું આ પ્રસંગ શીખવે છે. સંગમદેવનો પ્રસંગદર્શાવે છે કે ઉપસર્ગો આપનાર બાહ્યયુદ્ધસામે શ્રીવીરપ્રભુના આંતર્યુદ્ધનો વિજય થયો. આ રીતે ભગવાન મહાવીરનાં જીવનના પ્રસંગોનું માપ કોઇ માપપટ્ટીથી કાઢવાનું કામ મહાસાગરમાંથી ખોબો ભરીને પાણી ઉલેચવા જેવું છે. શુભ અને અશુભનો વિગ્રહ અનાદિકાળથી ચાલ્યો આવે છે. અશુભ તત્વ માથું ઉંચકે ત્યારે શુભ શક્તિની કસોટી થાય છે. ત્યારે નિઃસ્પૃહદશામાંથી વીતરાગદશામાં આ મહામાનવજેવા જ પહોંચી શકે, આ માટે તેમણે ઉત્કર્ષ ચારિત્ર, તપ અને કાયોત્સર્ગ દ્વારા કર્મનો ક્ષય કર્યો, શ્રી ભગવાન મહાવીરની વિશ્વવંદ્ય તરીકેની ગણના આ કારણે જ થઇ છે એવું કહી શકાય. ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના ચરિત્ર અને ઉપદેશના આધારે ઉપસતું શ્રી વીરપ્રભુનું વ્યક્તિત્વ અમન સર્વોપરિતા દર્શાવે છે. શ્રી વીરપ્રભુના આત્માના અણુએ અણુમાં અહિંસા અને કરૂણાના સૂર પ્રગટતા હતા. તેઓ માનતા હતા કે ક્ષમાની મૂડી સામે અહંકાર મીણની જેમ ઓગળી જાય છે. ચંડકૌષિકનું દૃષ્ટાંત આ માન્યતાને સાચી ઠેરવે છે. તેણે દૂરથી ભગવાનનું મુખ જોયું અને પોતાની આગજવાળાઓકરતા તો પ્રભુની શાંત અને શીતળ મુખમુદ્રાના દર્શનમાં વધુ તાકાતનો અનુભવ કર્યો. અશુભ દષ્ટિને શુભ દષ્ટિ મળી. ગુનેગાર શિષ્ય પર ઉદાર ગુરુની છત્રછાયા પથરાણી. 214 W Page #299 -------------------------------------------------------------------------- ________________ સંગમને દુર્ગતિમાં જતો જોઈને કરુણાનિધાન શ્રી વીર પ્રભુની આંખમાંથી બે આસુ ટપકી પડ્યા. કારણકે મહાવીરસ્વામી તરફની ધૃણા અને વેરભાવના એ સંગમના ગુસ્સાનું કારણ હતા. એ ગુસ્સો તેને દુર્ગતિ તરફ લઇ જનાર હતો. આથી ભગવાન મહાવીરે સંગમને સત્યનું દર્શન કરાવ્યું. આ બતાવે છે કે ખરેખર ! આ હતું મહાવીરનું મહાવીરત્વ. . આજે ચારે તરફઅહિંસા અને ભયનું વાતાવરણ ફેલાયેલું છે, ત્યારે શ્રી વીરપ્રભુ કહે છે કે ધર્મ અને પરમાત્માનું સાચું સૌન્દર્ય કે ઐશ્વર્ય પામી શકે એ જ પરમતત્વને પામી શકે. શ્રી વીર પ્રભુની આંખમાંથી ટપકેલાં કરુણાનાં બે અશ્રુબિંદુઓમાં રહેલી તાકાત ગમે તે પરિસ્થિતિમાંથી પણ પાર ઉતારે છે. એટલે જ કહ્યું છે કે જે તાકાત આ શબ્દોમાં છે એ તલવારની ધારમાં પણ નથી. પ્રભુએ બતાવેલ અહિંસાના સંદેશનું પાલન આજના પર્યાવરણીય પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આવશ્યક છે. મહાત્મા ગાંધીજીએ પણ હિંસાના માર્ગને નકામો ગણીને અહિંસક આંદોલનની હિમાયત કરી હતી. જૈન દર્શનમાં શ્રી મહાવીર સ્વામીના પાંચ મહાવ્રતોની આલોચના કરવામાં આવી છે. ભગવાન મહાવીરે કર્મોની સમર્થતા, કર્મોનો બંધ,કર્મોનો ઉદય, કર્મસત્તા અને કર્મોનું સંક્રમણ સુક્ષ્મતાપૂર્વક બતાવ્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, માર્ગાનુસારીપણું, જીવદયા, શ્રાવકના વ્રતો, સાધુધર્મના આચારો, નવ તત્વો જેવી બાબતોનો સમન્વય કરીને આપેલો ઉપદેશ સંપૂર્ણ વૈજ્ઞાનિક ગણાય છે. * આજે પર્યાવરણ સુરક્ષા માટે વૃક્ષ બચાવો આંદોલન વિશ્વભરમાં ચાલી રહ્યું છે. શ્રી વીર પ્રભુએ આજથી પચીસસો ઉપરાંત વર્ષો પહેલા વૃક્ષ તો શું એક નાનું પાંદડું પણ તોડવાની મનાઇ ફરમાવી હતી. અહિંસા એક ધાર્મિક ગુણ બનવાને બદલે માણસ અસ્તિત્વનો પાયો બની શકે તો સૃષ્ટિમાં જીવસૃષ્ટિનું સમતુલન જળવાઇ શકે. વાઘ-સિંહ અને હાથી જેવા જંગલી પશુઓના શિકાર પર પ્રતિબંધ આજે ધર્મ માટે નહીં, પણ પ્રાકૃતિક સમતુલન જળવાઇ રહે એ માટે મૂકવામાં આવ્યો છે. 1 શ્રી મહાવીર સ્વામીએ ભૌતિક કે સ્થૂળ સ્વરૂપની અહિંસા વિષે જ કહ્યું હતું એવું નથી. તેઓએ મન અને વાણીથી પણ અહિંસા પાલનનો આગ્રહ કર્યો હતો. આજે બીજા ઉપર વેર લેવાની વૃત્તિ અને વાણી પરનો સંયમ ન હોય ત્યારે માનસશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકો માનસિક ચિંતાનો ગંભીર રોગનું નિદાન કરે છે. ચોરી, લૂંટફાટ અને લોભના કારણે હિંસા-પ્રતિહિંસાનું ચક્ર ચાલું રહે છે. માટે અહિંસા, અવૈર અને અપરિગ્રહને જીવનમાં યોગ્ય સ્થાન આપવું જોઇએ. જીવોનું પરસ્પરાવલંબન જ વિશ્વશાંતિનો આધાર છે. જૈનદર્શનના સાદ્વાદઅને અનેકાન્તવાદનો સ્વીકારઆઇન્સ્ટાઇન જેવા વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યો છે. સત્યને પૂર્ણતાથી સમજવા માટે ભગવાન મહાવીરે સાપેક્ષવાદ સમજાવ્યો હતો. શાકાહારને પ્રાધાન્ય આપતા આજના ઘણા દેશોએ માંસાહારને માનવમનની વિકૃતિ ગણાવી છે. ટૂંકમાં આજના ભયભીત વાતાવરણમાં શ્રી વીર પ્રભુનો સંદેશ ક્યારેક મધુર ધ્વનિ થઈને સંભળાય તો જીવમાત્ર તરફ પ્રેમ, મૈત્રી અને કરુણાનું વાતાવરણ સર્જાય. (215 vu Page #300 -------------------------------------------------------------------------- ________________ ૩૦. આ વિચારનું સમર્થન નીચેના શ્લોકમાં મળે છે ઃ (ઉત્તરાધ્યન સુત્ર, અધ્યયન ૧૯ગાથા-૨૫) એટલે કે ‘‘જગતમાં જે કાંઇ જીવો છે તે તમામ તરફ અને તે જીવોમાં જે કોઇઆપણા મિત્રો છે કે વિરોધીઓ છે એ તમામ તરફ સમતાભાવ કેળવવો - તેનું નામ અહિંસા છે.’' AAAA ↑ * - 'समया सव्वभूरसु सत्तु - मित्तेसु वा जगे । પાણાવાવનાવસ્રીવાસ્તુ ચેં ' આ રીતે ભગવાન મહાવીરે જગતના જીવોને કાર્ય-અકાર્યની ભેદરેખા બતાવી છે. સાચું સુખ હેય – જ્ઞેય - ઉપાદેયના જ્ઞાનથી મળે છે. ચાર પ્રકારના ધર્મ-દાન,શીલ,તપ અને ભાવનું અવલંબન એ જ પરમસુખ આપનાર છે, એવું કહેનારા દેવાધિદેવ વિષે શ્રી કલ્પસૂત્રમાં આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી કહે છે કે શ્રી વીરપ્રભુ ‘મંદર એવ નિકમ્પે’ એટલે કે મેરુ પર્વત જેવા નિષ્પકમ્પ હતા. આવા વિશ્વવંદ્ય મહાપુરૂષને કોટિ કોટિ વંદના 216 Page #301 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય શાસનદીપક આચાર્યદેવ શ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મ.સા. સંયોજક: પૂ. મુનિરાજશ્રી જયપ્રવિજયજી મ. સા. તિર્થંકરોના નામ પૂર્વભવનામ ચ્યવનસ્થાન ચ્યવનસ્થાન| ચ્યવન તિથિ સ્થિતિ ભવ | ગર્ભકાલ | જન્મનગરી જન્મતિથિ સંખ્યા | માન ૦૧ ઋષભદેવ અ. વ. ૪ ૧૩ વજનાભચક્રવતિ | સર્વાર્થસિદ્ધ | સાગર ૩૩ ચિ. વ. ૮ મા.દિ | વિનીતા ૯-૪ ૦૨ અજિતનાથ વિમલરાજા વિજય વૈ. સુ. ૧૩ o અયોધ્યા મ. સુ. ૮ ૦૩ સંભવનાથ વિમલ વાહન સપ્તમરૈવેયક | ફા.સુ o સાવત્થી મા. સુ.૮ ૦૪ અભિનંદન સ્વામી ધર્મસિંહ જયન્ત વૈ.સુ. ૪ o ૮-૨૮ | અયોધ્યા મ. સુપર અયોધ્યા કા.વ. ૧૨ b૫ સુમતિનાથ સુધતિ જયન્ત શ્રા.સુ. ૨ o ૦૬ પદ્મપ્રભસ્વામી | ધર્મમિત્ર નવમગ્રેવેયક મ.વ. ૬ o ૯-૬ | કૌશામ્બી કા.વ. ૧૨ ૦૭ સુપાર્શ્વનાથ સુન્દરબાહુ છઠ્ઠરૈવેયક ભા.વ.૮ o ૯-૧૯ | બનારસ જિ.સુ.૪ ૦૮ ચન્દ્રપ્રભસ્વામી દીર્ઘબાહુ વિજ્યન્ત શૈ.સુ. ૫ 4 ૯-૭ | ચન્દ્રપૂરી ચિ.વ.૮ ૦૯ સુવિધિનાથ યુગબાહુ આનત ફા.વ. ૯ o ૮-૨૬ કાકંદી મા.સુ. ૧૨ ૧૦ શીતલનાથ લેખો બાહુ અચ્ચત 4.વ.૬ o ૧૧ શ્રેયાંસનાથ દિલી અશ્રુત જે.વ. ૬ o ૧૨ વાસુપૂજ્ય સ્વામી ઈન્દ્રદત્ત પ્રાણત જે સુ.૯ o ૧૩ વિમલનાથ સુન્દર સહસ્ત્રાર વૈ.સુ. ૧૨ o ભક્લિપૂર તેમ.વ.૧૨ સિંહપૂરી ક.વ.૧૩ | ચંપાપૂરી ક.વ. ૧૨ કમ્પિલપૂરી મ.સુ. ૩ અયોધ્યા વિ.વ.૧૩ રત્નપૂરી મ.સુ. ૩ હસ્તિનાપુર જે.વ.૧૨ ગજપૂર વિ.વ. ૧૪ ૧૪ અનંતનાથ મહેન્દ્ર પ્રાણત શ્રી.વ. ૭ o hપ ધર્મનાથ સિંહરથ વિજય વૈ.સુ.૭ o ૧૬ શાંતીનાથ મેઘરથ સર્વાર્થસિદ્ધ ભા.વ.૭ : ૧૭ કુંથુનાથ રુપી સર્વાર્થસિદ્ધ શ્રા.વ. ૯ o ૧૮ અરનાથ સુદર્શન સર્વાર્થસિદ્ધ o ફા.સુ. ૨ નાગપૂર મા.સુ.૧૧ ૧૯ મલ્લિનાથ નન્દન જયંત ફા.સુ.૪ o ૯-૭ ! મિથિલા મા.સુ.૧૧ સિંહગીરી અપરાજિત શ્રા.સુ.૧૫ ૯-૮ રાજગૃહી જિ.વ. ૮ ર૦ મુનિસુવ્રતસ્વામી ૨૧ નમિનાથ રર નેમનાથ નન્દીસેન પ્રાણત o આ.સુ.૧૫ મિથિલા શ્રા.વ.૮ સંખ અપરાજિત કા.વ.૧૨ 6 ૯-૮ સૌરીપૂરી શ્રા.સુ.૫ ર૩ પાર્શ્વનાથ સુદર્શન પ્રાણત ચૈ.વ. ૪ ૯-૬ | બનારસ પો.વ.૧૦ ર૪ મહાવીરસ્વામી પ્રાણત | ૨૦. અ.સુ. ૯-૭ | ક્ષત્રિયકુંડ ચિ. સુ.૧૩ Page #302 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય શાસનદીપક આચાર્યદેવ શ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મ. સા. સંયોજક: પૂ. મુનિરાજશ્રી જયપ્રવિજયજી મ. સા. પિતા | કુલગોત્ર ગણનામ | યોનીનામ શરીરવર્ણ | શરીરમાન, લંછન ધનુષ કુંવરપદે ૦૧ નાભિકુલકરે મરૂદેવી! ઈક્વાકુ માનવ નકુલ સુવર્ણ ૫૦૦ વૃષભ ૨૦ લાખ પૂર્વ ૦૨ જિતશત્રુ | વિજ્યા | ઈશ્તાક માનવ સપ સુવર્ણ ૪૫૦ | હસ્તિ ૦૩ જિતારી | સેના ઈક્વાકુ વ સર્પ સુવર્ણ ૪00 | અશ્વ ૦૪ સંવર સિદ્ધાર્થી | ઈક્વાકુ છાત્ર # # # # # # સુવર્ણ ૩૫૦ કપિ ૦૫ મેઘરથ સુમંગલા ઈવાકુ રાક્ષસ સુવર્ણ ૩00 | ક્રૌંચ ૦૬ શ્રીધર | સુસીમા ઈક્વાકુ રાક્ષસ મહિષ ૨ક્ત ૨૫૦ પદ્મ ૦૭ પ્રતિષ્ઠ | પૃથ્વી | ઈવાક રાક્ષસ મૃગ સુવર્ણ | ૨૦૦ સ્વસ્તિક ૦૮ મહાસન | લક્ષ્મણા, ઈક્વાકુ દેવ મૃગ સંત ૧૫) ચન્દ્ર ૦િ૯ સુગ્રીવ રામાં ઈવાકુ રાક્ષસ વાનર ૧૦0. મગર મન્સ ૫૦ હજાર પૂર્વ નન્દા ઈક્વાકુ માનવ નકુલ સુવર્ણ શ્રીવત્સ રર હજાર પૂર્વ ૨૧ લાખ વર્ષ વિષ્ણુ ઈથવા વાનર સુવર્ણ ગેંડા, ૧૦ દૃઢરથ ૧૧ વિષ્ણુ ૧૨ વસુપૂજય ૧૩ કૃતવર્મા ૧૪ સિંહસેન ઈવાકુ રાક્ષસ અશ્વ રક્ત મહિષ ૧૮ શ્યામા ઈક્વાકુ માનવ છાત્ર સુવર્ણ સૂર ૧૫ સુયશા ઈસ્લાક દેવ હસ્તિ # # # # # # # # # # # સુવર્ણ સિંચાણો Ou ૧૫ ભાનુ સુવ્રતા ઈસ્લાક મંજાર સુવર્ણ વજ ૧૬ વિશ્વસેન અચિરા ઈક્વાકુ માનવ હસ્તિ સુવર્ણ મૃગ ૨૫ હજાર વર્ષ ૧૭ સૂર | ઈવાક રાક્ષસ છાત્ર સુવર્ણ રૂપ અજ ૨૩ ૧૮ સુદર્શન દેવી | ઈક્વાકુ હસ્તિ સુવર્ણ નિંદાવર્ત ૧૯ કુંભ પ્રભાવતી ઈક્વાકુ અશ્વ નીલ વાનર શ્યામ કાચબો અશ્વ સુવર્ણ નીલકમલ ૨૦ સુમિત્ર | પદ્માવતી હરિવંશ ૨૧ વિજય વપ્રા ઈશ્વાકુ રર સમદ્રવિજય શિવા | હરિવંશ ૨૩ અશ્વસેન | વામા | ઈશ્તાક ૨૪ સિદ્ધાર્થ | મિશલા ઈક્વાક રાક્ષસ મહિષ શ્યામ ૧૦ સંખ ૩૦૦ વર્ષ રાક્ષસ મૃગ નીલ ૯ હાથ સર્પ ૩૦ માનવ મહિષ સુવર્ણ ૭ હાથ | કેસરીસિંહ ૩૦ Page #303 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય શાસનદીપક આચાર્યદેવ શ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મ. સા. સંયોજક: પૂ. મુનિરાજશ્રી જયપ્રભવિજયજી મ. સા. દીક્ષાત દીક્ષાતિથિ | શિબીકા દીક્ષા | પ્રથમદાન છમસ્થ | જ્ઞાનનગરી જ્ઞાનતપ ઉપવાસ પરિવાર | આપનાર | | કાલવર્ષ ઉપવાસ રાજપદે ૦૧ ૩ લાખ પૂર્વ | બે ચૈ.વ. ૮ સુદર્શના ૪,000 | શ્રેયાંસ ૧,૦૦૦ ત્રણ | વટ | શાલ શાલ પૂરીમતાલ અયોધ્યા ૦૨ દર મ.વ. ૯ | સુપ્રભા ૧,000 | બ્રહ્મદત્ત ૧૨ ૦૩ ૪૪ મા.સુ. ૧૫] સિદ્ધાર્થી ૧૪ સાવત્થી | પ્રિયાલ | ૧,000 | સુરેન્દ્રદત્ત પ્રિયંગુ ૧,૦૦૦ ઈન્દ્રદત્ત ૦૪ ૩ડ્યા મ.સુ.૧૨ T1 ૧૮ અયોધ્યા | ૦ ૨૯ વૈ.સુ. ૯ | વિજયા શાલ ૧,૦૦૦ પદ્મરાજા અયોધ્યા ૦૬ ૨૧ કા.વ. ૧૩ | વિજયન્તી | છત્ર ૧,૦૦૦. સોમદેવ ૬ માસ કૌશામ્બી ૦૭ ૧૪ જે.સુ. ૧૩ | જયન્તી સરિસ | ૧,000 | મહેન્દ્ર બનારસ ૦૮ બ્રા પો.વ. ૧૩ | અપરાજિતા નાગ ૧,000 | સોમદત્ત ચન્દ્રપુરી ૦૯ ૧ મા.વ. ૬ ! અણપ્રભા | સાલી ૧,000 પુષ્પ કાકંદી ૧૦ ૫૦ હજાર પૂર્વ | મ.વ. ૧૨ | ચન્દ્રપ્રભા | પ્રિયંગ ૧,000 પુનર્વસુ ભદ્રિલપૂરી ૧૧ ૪ર લાખ વર્ષ ૧૨ રાજપદ વિના ફા.વ. ૧૩ સિંહપૂરી ફા.સુ. ૧૪ | અગ્નિપ્રભા | પાડલ સુનન્દ ચંપાપૂરી મ.સુ.૪ [વિમલા |જમ્મુ | ૧,૦૦૦ | જયરાજા કમ્પિલપૂરી વૈ.વ.૧૪ | પંચવર્ણા | અશોક | ૧,૦૦૦ | વિજયરાજા ૩ વર્ષ | અયોધ્યા ! ૧૩ ૩૦ લાખ વર્ષ ૧૪ ૧૫ લાખ વર્ષ ૧૫ ૫ લાખ વર્ષ મ.સુ. ૧૩ સાગરદત્તા |દલીપર્ણ ! ૧,000 | ધનસિંહ રત્નપૂરી ૧૬ ૨૫ હજાર વર્ષ વે.વ. ૧૪ | ભાગદ ૧,000 | સુમિત્ર | ગજપૂર ૧૭ ૨૩ ચૈ.વ. ૫ | અભયંકરા | ભીલક ૧,૦૦૦ વાઘસિંહ ૧૬ ગજપૂર ૧૮ ૨૧ મા.સુ. ૧૧ નિવર્તિકા આમ ૧,000 | અપરાજિત | ૩ [ ગજપૂર ૧૯ રાજપદ વિના | મા.સુ. ૧૧ મનોરમા | અશોક ૩૦૦ | વિશ્વસેન દિનરાત | મિથિલા ૨૦ ૨૫ હજાર વર્ષ ફા.સુ. ૧૨ | મનોરમા | ચંપક ! ૧,000 | બ્રહ્મદત્ત | ૧૧ માસ ૨૧ ૫ અ.વ. ૯ | દેવકુશ બકુલ વેડસ ૨૨ રાજપદ વિના શ્રા.સુ. ૬ ઉત્તરકુશ પો.વ. ૧૧ | વિશાલા | ૧,૦૦૦ | દિજાકુમાર 1,000 | દિજાકુમાર | ૯ માસ | મિથિલા ૧,000 વરદિજા ૫૪ દિવસ] ગિરનાર | ત્રણ ૩00 ધન્યનામ [૮૪ દિવસ બનારસ ૨૩ રાજપદ વિના ધવ ૨૪ રાજપદ વિના મા.વ. ૧૦| ચન્દ્રપ્રભા | શાલ એકલા | બહુલ બ્રાહ્મણ ૧૨ વર્ષ | ઋજુવાલિકા બે Page #304 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય શાસનદીપક આચાર્યદેવ શ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મ. સા. સંયોજક: પૂ. મુનિરાજશ્રી જયપ્રભવિજયજી મ. સા. જ્ઞાનતિથિ પ્રથમ ગણધર પ્રથમશિણા | ગણધર | સાધુસંખ્યા | સાધ્વીસંખ્યા | શ્રાવકસંખ્યા | શ્રાવિકાસંખ્યા | શાસનદેવ સંખ્યા અજિતા તુંબરૂ રતિ સુમના Oલ ફા.વ. ૧૧ | પુંડરીક | બ્રાહ્મી ૮૪,000 ૩,૦૦,૦૦૦ |૩,૫૦,૦૦૦ ૧,૫૪,000 ગોમુખ ૦૨ પો.વ. ૧૧ | સિંહસેન | ફાલ્ગ ૧,૦૦,૦૦૦ |૩,૩૦,૦૦૦ |૨,૯૮,૦૦૦ | ૫,૪૫,000 | મહાયક્ષ ૦૩ કા.વ. ૫ | ચાર શ્યામા | ૨,00,000 | ૩,૩૬,000 ૨,૯૩,૦૦૦ [ ૬૩૬,૦૦૦ | મિમુખ ૦૪ પો.વ.૧૪ | વજનામ ૩,00,000 1,80,000 ૨,૮૮,000 ૫,૨૭,000 | યક્ષનાયક ૦૫ ચે.સુ. ૧૧ | ચરમ | કાચપી ૧૦૦ ૩,૨૦,૦૦૦ ૫,૩૦,૦૦૦ ૨,૮૧,૦૦૦ | ૫,૧૬,૦૦૦ ૦૬ .સુ. ૧૫ | પ્રદાન ૩,૩૦,૦૦૦ ૪,૨૦,૦૦૦ ૨,૭૬,000 | ૫,૦૫,૦૦૦ | કુસુમ ૦૭ ફા.વ. ૬ | વિદાર્મ સોમાં ૩,૦૦,૦૦૦ ૪,૩૦,૦૦૦ | ૨,૫૭,૦૦૦ ૪,૯૩,૦૦૦ | માતંગ ૦૮ ફા.વ. ૭ | દિજા | ૩,૫૦,૦૦૦ |૩,૮૦,૦૦૦ ૨,૫૦,૦૦૦ | ૪,૭૯,૦૦૦ વિજય ૦૯ કા.સુ. ૨ | વરાગ વાણી ૨,00,000 ૧,૨૦,૦૦૦ ૨,૨૯,000 | ૪,૭૧,000 અજિત ૧૦ પો.વ. ૧૪ | આનંદ સુયસા | ,00,000 ૧,૦૦,૦૦૦ ૨,૮૯,૦૦૦ ૪,૫૮,૦૦૦ બ્રહ્મા ૧૧ મ.વ. ૧૪ | કચ્છપ ધારિણી ૮૪,૦૦૦ ૧,૦૩,૦૦૦ ૨,૭૯,000 ૪,૪૮,000 યક્ષરાજ ૧૨ મ.સુ. ૨ | સુબૂમ | ધરણી ૭૨,૦૦૦ ૧,૦૦,૦૦૦ ૨,૧૫,૦૦૦ ૪,૩૬,૦૦૦ | કુમાર ૧૩ પો.સુ. ૬ મન્દર | ધરા ૭૮,૦૦૦ ૧,૦૮,૦૦૦ ૨,૦૮,000 ૪,૨૪,000 પ્રમુખ ૧૪ વૈ.વ. ૧૪ | યશોધર | પદ્મા ૬,૦૦૦ ૨,૦૦૦ ૨,૦૬,૦૦૦ |૪,૧૪,૦૦૦ પાતાલ ૧૫ પો.સુ ૧૫ | અરિષ ૬૪,000 દર,૪૦૦ ૨,૦૪,૦૦૦ | ૪,૧૩,000 કિજાર ૧૬ પો.સુ. ૯ | ચક્રયુધ | સુચિ | ૨,૦૦૦ ૧,૬૦૦ ૧,૯૦,000 | ૩,૯૩,૦૦૦ ગરુડ ૧૭ શૈ.સુ. ૩ | સાંબ 0,000 10,00 ૧,૭૯,૦૦૦ ૩,૮૧,૦૦૦ ગંધવ | કુંભ રક્ષિતા ૫૦,000 0,000 ૧,૮૪,૦૦૦ | ૩,૭૨,000 યક્ષરાજ ૧૯ મા.સુ. ૧૧ | અભિક્ષક | બંધુમતી ૪૦,૦૦૦ ૫૫,૦૦૦ ૧,૮૩,૦૦૦ ૩,૭૦,૦૦૦ ૨૦ ફા.વ. ૧૨ મિલ્લો પુષ્પવતી ૩૦,000 પ૦,૦૦૦ ૧,૭૨,૦૦૦ ૩,૫૦,૦૦૦ વરુણ ૨૧ મા.સુ. ૧૧ | શુભ અનિલા ૨૦,૦૦૦ ૪૧,૦૦૦ ૧,૭૦,૦૦૦ | ૩,૪૮,૦૦૦ ભૃકુટી ૨૨ આ.વ. ૩ | વરદત્ત | યક્ષદિજા ૧૮,૦૦૦ |૪૦,૦૦૦ ૧,૬૯,૦૦૦ | ૩,૩૬,૦૦૦ ગોમેઘ ૨૩ ચે.વ. ૪ | આર્યદિન | પુષ્પચુડા ૧૬,૦૦૦ ૩૮,૦૦૦ ૧,૬૪,000 ૩,૩૯,૦૦૦ પાર્શ્વ ૨૪ વૈ.સુ. ૧૦ | ઈન્દ્રભૂતિ ચન્દનબાલા ૧૪,૦૦૦ ૩૬,૦૦૦ ૧,૫૯,૦૦૦ ૩,૧૮,૦૦૦ બ્રહ્મશાંતિ કા.સુ. ૧૨ ه Page #305 -------------------------------------------------------------------------- ________________ ૦૧ ચક્રેશ્વરી ઘેર અતિખાલા ૪ ૩ ૦૩ દુરિતારી ૦૪ કાલી ૫. મહાકાલી o ૧૧ ૭ શાન્તિ ૦૮ ભૃકુટી ૯ ધૃતાર કા ૧૦ અશોકા માનવી ચંડા ૧૩ વિદિતા ૧૪ અંકુશ ૧૫ કન્દર્યુ ૧૬ નિર્વાણી ૧૨ ૧૭ શાસનદેવી. ૧૮ ૨૦ ધારિણી ૧૯ ધરણપ્રિયા શ્યામા ૨૧ ૨૨ બલા ગાંધારી અંબિકા ૨૩ પદ્માવતી ૨૪ સિદ્ધાયિકા નરદત્તા પરમ પૂજ્ય શાસનદીપક આચાર્યદેવ શ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મ. સા. સંયોજક : પૂ. મુનિરાજશ્રી જયપ્રભવિજયજી મ. સા. અવધિજ્ઞાની <,000 ૯,૪૦૦ ૯,૬૦૦ ૯,૮૦૦ ૧૧,૦૦૦ ૧૦,૦૦૦ €,000 ૮,૦૦૦ ૮,૪૦૦ ૭,૨૦૦ $,000 ૫,૪૦૦ ૪,૮૦૦ ૪,૩૦૦ ૩,૬૦૦ ૩,૦૦૦ ૨,૫૦૦ ૨,૬૦૦ ૨,૨૦૦ ૧,૮૦૦ ૧,૬૦૦ ૧,૫૦૦ ૧,૦૦૦ ૧,૩૦૦ મન:પર્યવ કેવલજ્ઞાની જ્ઞાની ૧૨,૭૫૦ ૨૦,૦૦૦ ૧૨,૫૫૦ ૧૨,૧૫૦ ૧૧,૫૦ ૧૪,૦૦૦ ૧૦,૪૫૦ ૧૩,૦૦૦ ૧૦,૩૦૦ ૧૨,૦૦૦ ૯,૧૫૦ 4,000 ૭,૫૦૦ ૭,૫૦૦ $,000 ૬,૫૦૦ ૫,૫૦૦ ૫,૦૦૦ ૪,૫૦૦ ૪,૦૦૦ ३,३४० ૨,૫૫૧ ૧,૭૫૦ ૧,૫૦૦ ૧,૨૫૦ ૧,૦૦૦ ૭પ૦ ૫૦૦ ૨૨,૦૦૦ 14,000 11,000 ૧૦,૦૦૦ ૭,૫૦૦ ૭,૦૦૦ ૬,૫૦૦ $,000 ૫,૫૦૦ ૫,૦૦૦ ૪,૫૦૦ ૪,૩૦૦ ૩,૨૦૦ ૨,૮૦૦ ૨,૨૦૦ ૧,૮૦૦ 1,500 ૧,૫૦૦ ૧,૦૦૦ ૭૦૦ વૈક્રીય ચૌદપૂર્વ વાદ લબ્ધિવંત ધારી ૨૦,૬૦૦ ૪,૭૫૦ ૧૨,૫૦ ૨૦,૪૦૦ ૧૯,૮૦૦ ૧૯,૦૦૦ ૧૮,૪૦૦ ૧૬,૧૦૮ 14,300 ૧૪,૦૦૦ ૧૩,૩૦૦ ૧૨,૦૦૦ ૧૧,૦૦૦ ૧૦,૦૦૦ ૯,૦૦૦ ૮,૦૦૦ ૭,૦૦૦ $,000 ૫,૧૦૦ ૭,૩૦૦ ૨,૯૦૦ ૨,૦૦૦ ૫,૦૦૦ ૧,૫૦૦ ૧,૧૦૦ FOO ૩,૭૨૦ ૨,૧૫૦ ૧,૫૦૦ ૨,૪૦૦ ૨,૩૦૦ ૨,૦૩૦ ૨,૦૦૦ ૧,૫૦૦ ૧,૪૦૦ ૧,૩૦૦ ૧,૨૦૦ ૧,૧૦૦ 1,000 ૯૦૦ ૮૦૦ 590 ૧૦ $ ૫૦૦ ૪૫૦ ૪૦૦ ૩૫૦ ૩૦૦ ૧૨,૪૦૦ ૧૨,૦૦૦ ૧૧,૦૦૦ ૧૦,૪૦૦ ૯,૬૦૦ ૮,૪૦૦ ૭,૬૦૦ $,000 ૫,૮૦૦ ૫,૦૦૦ ૪,૩૦ ૩,૬૦૦ ૩,૨૦૦ ૨,૮૦૦ ૨,૪૦૦ ૨,૦૦૦ ૧,૦૦ ૧,૪૦૦ ૧,૨૦૦ ૧,૦૦૦ ८०० FOO ૪૦૦ દીવાપર્યાય ૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ા લાખ પૂર્વ ૨૫ હજાર પૂર્વ ૨૧ લાખ વર્ષ ૫૪ લાખ વર્ષ ૧૫ લાખ વર્ષ ગા લાખ વર્ષ રા લાખ વર્ષ ૨૫ હજાર વર્ષ રણ હજાર વર્ષ ૨૧ હજાર વર્ષ ૫૪ હજાર વર્ષ ગા હજાર વર્ષ રા હજાર વર્ષ ૩૦ વર્ષ ૭૦ વર્ષ ૪૨ વર્ષ Page #306 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય શાસનદીપક આચાર્યદેવ શ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મ. સા. સંયોજક: પૂ. મુનિરાજશ્રી જયપ્રવિજયજી મ. સા. મોક્ષ મોક્ષ | નિર્વાણ શાસન કાળ પરિવાર | અનશન આયુષ્ય ચ્યવનનક્ષત્ર તિથી મોક્ષ ૫૦ લાખ કોટી સાગરોપમાં ઉત્તરાષાઢા મોક્ષ ૩૦ લાખ કોટી સાગરોપમ રોહિણી મોક્ષ ૧૦ લાખ કોટી સાગરોપમ ૦૧ ૮૪ લાખ પૂર્વ ૧૦,૦૦૦ ૬ ઉપવાસ મ.વ. ૧૩ ૦૨ ૭૨ લાખ પૂર્વ ૧000 ૩૦ ઉપવાસ ચે.સુ.પ લાખ પૂર્વ ૧000 ૩૦ ઉપવાસ શૈ.સુ. ૫ ૦૪ ૫૦ લાખ પૂર્વ | ૧000 ૩૦ ઉપવાસ વૈ.સુ.૮ લાખ પૂર્વ ૧૦૦0 | ૩૦ ઉપવાસ | ચે.સુ. ૯ ૦૬ ૩૦ લાખ પૂર્વ ૩૦૮ ૩૦ ઉપવાસ માં.વ. ૧૧ મૃગશીર અભિજિત મોક્ષ ૯ લાખ કોટી સાગરોપમ મોક્ષ ૯૦હજાર કોટી સાગરોપમ | મધા ૯ હજાર કોટી સાગરોપમ ચિત્રા ૩૦ ઉપવાસ ફા.વ.૭ મોક્ષ ૯૦૦ કોટી સાગરોપમ અનુરાધા ૩૦ ઉપવાસ ભા.વ.૭ મોક્ષ અનુરાધા ૯૦ કોટી સાગરોપમ ૯ કોટી સાગરોપમ ૩૦ ઉપવાસ ભા.સુ. ૯ મોક્ષ મૂલ ૦૭ ૨૦ લાખ પૂવ | ૫00. ૦૮ ૧૦ લાખ પૂર્વ ૧000 ૦૯ ૨ લાખ પૂર્વ | ૧૦00 ૧૦ ૧લાખ પૂર્વ ૧000 ૧૧ ૮૪ લાખ વર્ષ ૧000 ૧૨ ૭૨ લાખ વર્ષ $00 ૩૦ ઉપવાસ | વૈ.વ.૨ ૧ કોટી સાગરોપમ પૂર્વાષાઢા ૩૦ ઉપવાસ શ્રા.વ.૩ ૫૪ સાગરોપમ શ્રવણ ૩૦ ઉપવાસ અ.સુ.૧૪ ૩૦ સાગરોપમ શતભિષા ૬૦ લાખ વર્ષ soo ૩૦ ઉપવાસ | અ.વ.૭ મોક્ષ | ૯ સાગરોપમ ભાદ્રપ્રદ ૩૦ લાખ વર્ષ ૭૦૦ ૩૦ ઉપવાસ ચ.સુ.૫ મોક્ષ ૪ સાગરોપમ રેવતી ૧૫ ૧૦ લાખ વર્ષ ૧૦૮ ૩૦ ઉપવાસ ૩ સાગરોપમ પુષ્ય જૈ.સુ.૫ જે.વ.૧૩ | મોક્ષ ૧૬ ૧ લાખ વર્ષ | ૯૦૦ ૩૦ ઉપવાસ Oા પલ્યોપમ ભરણી ૩૦ ઉપવાસ 4.વ.૧ | મોક્ષ Oા પલ્યોપમ કૃતિકા ૩૦ ઉપવાસ માં.સુ.10 મોક્ષ હજાર ક્રોડ વર્ષ રેવતી ૧૭ ૯૫ હજાર વર્ષ ૧૦૦૦ ૧૮ ૮૪ હજાર વર્ષ ૧૦૦૦ ૫૫ હજાર વર્ષ ૫૦૦ ૨૦ ૩૦ હજાર વર્ષ ૧૦૦૦ ૩૦ ઉપવાસ ફા.સુ.૧૨ મોક્ષ અશ્વિની ૫૪ લાખ વર્ષ ૬ લાખ વર્ષ ૩૦ ઉપવાસ જે.વ.૯ મોક્ષ શ્રવણ ૨૧ ૧૦ હજાર વર્ષ ૧000 ૩૦ ઉપવાસ વૈ.વ.૧૦. મોક્ષ ૫ લાખ વર્ષ અશ્વિની ૨૨ ૧ હજાર વર્ષ ૫૩૬ ૩૦ ઉપવાસ અ.સુ.૮ મોક્ષ ૮૩ાા હજાર વર્ષ ચિત્રા ૩૩ ૩૦ ઉપવાસ શ્રા.સુ.૮ મોક્ષ ૨૫૦ વર્ષ અનુરાધા ૨૩ ૧૦૦ વર્ષ ૨૪ ૭૨ વર્ષ એકલા બે ઉપવાસ કા.વ. ૩૦ મોક્ષ T ૨૧૦૦૦ વર્ષ ઉત્તરાષાઢા Page #307 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય શાસનદીપક આચાર્યદેવ શ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મ. સા. સંયોજક: પૂ. મુનિરાજશ્રી જયપ્રભવિજયજી મ. સા. જન્મરાશી| વિવાહિત કે | દિક્ષાનક્ષત્ર પ્રથમ પારણુ પ્રથમ પારણું કેવલજ્ઞાન અવિવાહિત કઈ વસ્તુથી | નક્ષત્ર જન્મનક્ષત્ર મોક્ષનક્ષત્ર કયાં ૦૧ ઉત્તરાષાઢા | ધન વિવાહિત ઉત્તરાષાઢા ગજપૂર શેરડીરસ ઉત્તરાષાઢા અભિજિત વર રોહિણી રોહિણી વિનીતા ૫૨માજા રોહિણી મૃગશીર ૦૩ મૃગશીર મૃગશિર શ્રાવસ્તી પ૨માજા મૃગશિર મૃગશીર ૦૪ પુનર્વસુ વૃષભ | વિવાહિત મિથુન |વિવાહિત મિથુન વિવાહિત સિંહ વિવાહિત વિવાહિત અભિજિત અયોધ્યા પરમાજા અભિજિત પુષ્ય ૦૫ મઘા મઘા વિજયપૂર મઘા મથા ૦૬ ચિત્રા ચિત્રા બ્રહ્મસ્થળ ચિત્રા ચિત્રા ૦૭ વિશાખા વિવાહિત અનુરાધા પાટલીખંડ વિશાખા મૂલ ૦૮ અનુરાધા વૃશ્ચિક | વિવાહિત મૂલ પખંડ અનુરાધા શ્રવણ ૦૯ મૂલ धन વિવાહિત પૂર્વાષાઢા જેતપૂર મૂલ મૂલ ૧૦ પૂર્વાષાઢા વિવાહિત શ્રવણ રિષ્ટ પૂર્વાષાઢા પૂર્વાષાઢા ૧૧ શ્રવણ વિવાહિત શતભિષા સિદ્ધાર્થ શ્રવણ ઘનિષ્ઠા ૧૨ શતભિષા | વિવાહિત | શતભિષા મહાપૂર શતભિષા ઉત્તરાભાદ્રપદા ૧૩ ઉત્તરાભાદ્રપ | | વિવાહિત ઉત્તરાભાદ્રપદ| ધાન્યકુટ ઉત્તરાભાદ્રપદ પુષ્ય ૧૪ પુષ્ય | વિવાહિત રેવતી વર્ધમાનનગર રેવતી પુષ્ય ૧૫ પુષ્ય વિવાહિત પુષ્ય સોમનસપૂર પુષ્ય પુષ્ય ૧૬ ભરણી વિવાહિત ભરણી મંદિરપૂર ભરણી ભરણી ૧૭ કૃતિકા વિવાહિત ચન્દ્રપૂર કૃતિકા કૃતિકા કૃતિકા રેવતી ૧૮ રેવતી | વિવાહિત રાજપૂર રેવતી રેવતી ૧૯ અશ્વિની અવિવાહિત | અશ્વિની મિથિલા અશ્વિની ભરણી ૨૦ શ્રવણ વિવાહિત શ્રવણ રાજગૃહી શ્રવણ. શ્રવણ, ર૧ અશ્વિની વિવાહિત અશ્વિની વીરપૂર અશ્વિની અશ્વિની રર ચિત્રા કન્યા અવિવાહિત || ચિત્રા ગોષ્ટ ચિત્રા ચિત્રા ર૩ વિશાખા તુલા વિવાહિત કોપટક અનુરાધા વિશાખા અનુરાધા હસ્તહરા ૨૪ ઉત્તરાફાલ્યુન, કન્યા વિવાહિત કોઢલાંગ હસ્તોતર હસ્તાંતર Page #308 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક શ્રી મહાવીર સ્વામી ભગવાનનો પરિવાર ૦ ગણધર O કેવલજ્ઞાની O મન:પર્યવજ્ઞાની O અવધિજ્ઞાની O વૈક્રિય લબ્ધિધારી 32. O ચતુર્દશ પૂર્વી ૦ ચર્ચાવાદી O સાધુ ૦ સાધ્વી O શ્રાવક O શ્રાવિકા જી માતા ૦ પિતા O નગરી જ વંશ ૦ ગોત્ર ૦ ચિહ્ન O વર્ણ O શરીરની ઊંચાઈ ૦ યક્ષ ૦ યક્ષિણી O કુમારકાળ O રાજ્યકાળ O છતસ્થકાળ O કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક ૦ ચ્યવન ૭ જન્મ O દીક્ષા O કેવળજ્ઞાન O નિર્વાણ તિથિ અષાઢ સુદ ચૈત્ર સુદ ૧૩ કારતક વદ ૧૦ વૈશાખ સુદ ૧૦ આસો વદ ૧૫ -૧૧ -૭૦૦ -૫૦૦ -૧,૩૦૦ -૭૦૦ -૩૦૦ -૪૦૦ -૧૪,૦૦૦ –૩૬,૦૦૦ -૧,૫૯,૦૦૦ -૩,૧૮,૦૦૦ —ત્રિશલા સિદ્ધાર્થ —ક્ષત્રિયકુંડ –ઈક્ષ્વાકુ -કાશ્યપ —સિંહ સુવર્ણ -૭ હાથ –માતંગ —સિદ્ધાયિકા —૩૦ વર્ષ –નહીં -૧૨ વર્ષ, ૬ માસ, ૧૫ દિવસ –૪૨ વર્ષ -૭૨ વર્ષ સ્થાન પ્રાણત ક્ષત્રિયકુંડ ક્ષત્રિયકુંડ જંભિય ગામ પાવાપુરી નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની ઉત્તરાષાઢા ઉત્તરાષાઢા ઉત્તરા ફાલ્ગુની સ્વાતિ Page #309 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી નેમિનાથ ભગવાનનો પરિવાર , -૧૧ –૧,૫૦૦ –૧,૦૦૦ –૧,૫૦૦ -૧,૫00 -૪૦૦ -૮00 –૧૮,000 –૪૦,000 -૧,૯,000 –૩,૩૬,૦૦૦ 0 ગણધર કેવલજ્ઞાની 0 મન:પર્યવજ્ઞાની 0 અવધિજ્ઞાની ૦ વૈક્રિય લબ્ધિધારી 0 ચતુર્દશ પૂર્વી 0 ચર્ચાવાદી 0 સાધુ o સાધ્વી 0 શ્રાવક 0 શ્રાવિકા એક ઝલક 0 માતા ૦ પિતા ૭ નગરી ૦ વંશ ગોત્ર o ચિહ્ન 0 વર્ણ છે શરીરની ઊંચાઈ 0 યક્ષ 0 યક્ષિણી ૦ કુમારકાળ 0 રાજ્યકાળ છઠંસ્થકાળ o કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય ૧-ચ કલ્યાણક તિથિ ચ્યવન આસો વદ ૧૨ 0 જન્મ શ્રાવણ સુદ ૫ 0 દીક્ષા શ્રાવણ સુદ 9 0 કેવળજ્ઞાન ભાદરવા વદ ૧૫ નિર્વાણ અષાઢ સુદ ૮ -શિવા –સમુદ્રવિજય -સૌરીપુર -ગૌતમ હરિવંશ –શંખ –શ્યામ –૧૦ ધનુષ્ય –ગોમેઘ –અંબિકા -૩૦૦ વર્ષ –નહીં –૫૪ દિવસ -૭૦૦વર્ષ -૧ હજાર વર્ષ સ્થાન અપરાજિત સૌરિપુર દ્વારિકા રેવતગિરિ રેવતગિરિ નક્ષત્ર ચિત્રા ચિત્રા ચિત્રા ચિત્રા ચિત્રા Page #310 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક શ્રીમુનિસુવ્રત સ્વામી ભગવાનનો પરિવાર O ગણધર O કેવલજ્ઞાની O મન:પર્યવજ્ઞાની O અવધિજ્ઞાની O વૈક્રિય લબ્ધિધારી O · ચતુર્દશ પૂર્વી O ચર્ચાવાદી O સાધુ O સાધ્વી O શ્રાવક O શ્રાવિકા જી માતા ૦ પિતા O નગરી Ö વંશ ગોત્ર ચિહ્ન વર્ણ O શરીરની ઊંચાઈ O યક્ષ ૦ યક્ષિણી O કુમારકાળ O રાજ્યકાળ જી છદ્મસ્થકાળ O કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક ૦ ચ્યવન ૭ જન્મ O દીક્ષા O કેવળજ્ઞાન O નિર્વાણ તિથિ શ્રાવણ સુદ ૧૫ વૈશાખ વદ ૮ ફાગણ સુદ ૧૨ મહા વદ ૧૨ વૈશાખ વદ ૯ –૧૮ -૧,૮૦૦ -૧,૫૦૦ -૧,૮૦૦ –૨,૦૦૦ -૫૦૦ -૧,૨૦૦ -૩૦,૦૦૦ -૫૦,૦૦૦ -૧,૭૨,૦૦૦ –૩,૫૦,૦૦૦ —પદ્માવતી --સુમિત્ર -રાજગૃહ —હિરવંશ –ગૌતમ —કૂર્મ (કાચબો) —શ્યામ –૨૦ ધનુષ્ય વરુણ -નરદત્તા -૭૫૦૦૦ વર્ષ –૧૫ હજાર વર્ષ —૧૧.૫ માસ -૭૫૦૦ વર્ષ –૩૦ હજાર વર્ષ સ્થાન પ્રાણત રાજગૃહ રાજગૃહ રાજગૃહ સમ્મેદશિખર નક્ષત્ર શ્રવણ શ્રવણ શ્રવણ શ્રવણ શ્રવણ Page #311 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી મલ્લિનાથ ભગવાનનો પરિવાર -૨૮ -૨,૨૦૦ -૧,૭૫૦ –૨,૨૦૦ –૨,૯૦૦ –૬૮ –૧,૪00 -૪૦,૦૦૦ –૫૫,૦૦૦ –૧,૮૩,૦૦૦ –૩,૭૦,000 -પ્રભાવતી -કુંભ -મિથિલા – ઈવાકુ 0 ગણધર 0 કેવલજ્ઞાની 0 મન:પર્યવજ્ઞાની 0 અવધિજ્ઞાની 0 વૈક્રિય લબ્ધિધારી 0 ચતુર્દશ પૂર્વી 0 ચર્ચાવાદી o સાધુ 0 સાધ્વી 0 શ્રાવક 0 શ્રાવિકા એક ઝલક 0 માતા o પિતા 0 નગરી 0 વંશ 0 ગોત્ર 0 ચિહ્ન 0 વર્ણ છે શરીરની ઊંચાઈ 0 યક્ષ 0 યક્ષિણી 0 કુમારકાળ 0 રાજ્યકાળ 0 છાWકાળ 0 કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ 0 ચ્યવન ફાગણ સુદ ૪ 0 જન્મ માગસર સુદ ૧૧ 0 દીક્ષા માગસર સુદ ૧૧ 0 કેવળજ્ઞાન માગસર સુદ ૧૧ - નિર્વાણ ફાગણ સુદ ૧૨ –કાશ્યપ -કુંભ –નીલ –૨૫ ધનુષ્ય -કુબેર -ધરણપ્રિયા –૧૦૦ વર્ષ -નહીં –૧ પ્રહર –૫૪,૯૦૦ વર્ષ –૫૫ હજાર વર્ષ સ્થાન વૈજયંત મિથિલા મિથિલા મિથિલા સન્મેદશિખર નક્ષત્ર અશ્વિની અશ્વિની અશ્વિની અશ્વિની ભરણી Page #312 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનો પરિવાર O ગણધર O કેવલજ્ઞાની O મન:પર્યવજ્ઞાની ૦ અવધિજ્ઞાની O વૈક્રિય લબ્ધિધારી O ચતુર્દશ પૂર્વી O ચર્ચાવાદી O સાધુ O સાધ્વી 2 શ્રાવક O શ્રાવિકા O માતા ૦ પિતા O નગરી વંશ ૦ ગોત્ર ચિહ્ન વર્ણ O શરીરની ઊંચાઈ ૦ યક્ષ O યક્ષિણી O કુમારકાળ O રાજ્યકાળ O છદ્મસ્થકાળ O કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક ૦ ચ્યવન ૭ જન્મ O દીક્ષા ૦ કેવળજ્ઞાન ૦ નિર્વાણ તિથિ અષાઢ વદ ૮ જેઠ સુદ૧૨ જેઠ સુદ ૧૩ મહા વદ મહા વદ ૭ -૯૫ -૧૧,૦૦૦ -૯,૧૫૦ -૯,૦૦૦ -૧૫,૩૦૦ -૨,૦૩૦ -૮,૪૦૦ -૩,૦૦,૦૦૦ -૪,૩૦,૦૦૦ -૨,૫૭,૦૦૦ -૪,૯૩,૦૦૦ પૃથ્વી –પ્રતિષ્ઠસેન –વારાણસી --ઈશ્વાકુ -કાશ્યપ –સ્વસ્તિક –સુવર્ણ –૨૦૦ ધનુષ્ય –માતંગ —શાંતા –૫ લાખ પૂર્વ —૨૦ પૂર્વાંગ અધિક ૧૪લાખ પૂર્વ –૯ માસ –૨૦ પૂર્વાંગ કમ ૧ લાખ પૂર્વ —૨૦ લાખ પૂર્વ સ્થાન છઠો પ્રૈવેયક વારાણસી વારાણસી વારાણસી સમ્મેદશિખર નક્ષત્ર અનુરાધા વિશાખા વિશાખા વિશાખા મૂલ ALS Page #313 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી સંભવનાથ ભગવાનનો પરિવાર 0 ગણધર –૧૦ર 0 કેવલજ્ઞાની -૧૫,૦૦૦ 0 મન:પર્યવજ્ઞાની -૧૨,૧૫૦ 0 અવધિજ્ઞાની –૯,500 ૦ વૈક્રિય લબ્ધિધારી –૧૯,૮00 0 ચતુર્દશ પૂર્વી –૨,૧૫૦ 0 ચર્ચાવાદી –૧૨,000 0 સાધુ –૨,00,000 0 સાધ્વી. –૩,૩૬,૦૦૦ 0 શ્રાવક –૨,૯૩,000 0 શ્રાવિકા -૬,૩૬,૦૦૦ એક ઝલક 0 માતા -સેના o પિતા -જિતારિ 0 નગરી -શ્રાવસ્તી વંશ -ઈવાકુ 0 ગોત્ર -કાશ્યપ o ચિહ્ન –અશ્વ 0 વર્ણ -સુવર્ણ છે શરીરની ઊંચાઈ -૪૦૦ ધનુષ્ય 0 યક્ષ -ત્રિમુખ 0 યક્ષિણી -દુરિતારિ 0 કુમારકાળ -૧૫ લાખ પૂર્વ 0 રાજ્યકાળ –૪ પૂર્વાગ અધિક ૪૪ લાખ પૂર્વ 0 છાર્થીકાળ -૧૪ વર્ષ 0 કુલ દીક્ષાપર્યાય -૪ પૂવગ કમ ૧ લાખ પૂર્વ 0 આયુષ્ય -૬૦ લાખ પૂર્વ પંચ કલ્યાણકતિથિ સ્થાન 0 ચ્યવન ફાગણ સુદ ૮ આનત 0 જન્મ માગસર સુદ ૧૪ શ્રાવસ્તી 0 દીક્ષા માગસર સુદ ૧૫ શ્રાવસ્તી ૦ કેવળજ્ઞાન આસો વદ ૫ શ્રાવસ્તી નિર્વાણ ચૈત્ર સુદ ૫ સન્મેદશિખર નક્ષત્ર મૃગશીર્ષ મૃગશીર્ષ મૃગશીર્ષ મૃગશીર્ષ મૃગશીર્ષ Page #314 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક શ્રી અજિતનાથ ભગવાનનો પરિવાર O ગણધર O કેવલજ્ઞાની મન:પર્યવજ્ઞાની અવધિજ્ઞાની O વૈક્રિય લબ્ધિધારી O ચતુર્દશ પૂર્વી O ચર્ચાવાદી O સાધુ O સાધ્વી O શ્રાવક O શ્રાવિકા માતા જીપિતા O નગરી વંશ ૦ ગોત્ર 0 ચિહ્ન વર્ણ O શરીરની ઊંચાઈ છ યક્ષ O યક્ષિણી O કુમારકાળ O રાજ્યકાળ પંચ કલ્યાણક ૦ ચ્યવન ૦ જન્મ O દીક્ષા ૦ કેવળજ્ઞાન ૦ નિર્વાણ O છદ્મસ્થકાળ O કુલ દીક્ષાપર્યાય O આયુષ્ય તિથિ વૈશાખ સુદ ૧૩ મહા સુદ ૮ મહા સુદ ૯ પોષ સુદ ૧૧ ચૈત્ર સુદ પ -૯૫ –૨૨,૦૦૦ -૧૨,૫૦૦ -૯,૪૦૦ –૨૦,૪૦૦ –૩,૭૨૦ -૧૨,૪૦૦ -૧,૦૦,૦૦૦ -૩,૩૦,૦૦૦ –૨,૯૮,૦૦૦ -૫,૪૫,૦૦૦ —વિજ્યા —જિતશત્રુ –અયોધ્યા —ઈક્ષ્વાકુ -કાશ્યપ —હાથી –સુવર્ણ –૪૫૦ ધનુષ્ય —મહાયક્ષ —અજિતબાલા –૧૮ લાખ પૂર્વ —એક પૂર્વાંગ અધિક ૫૩ લાખ પૂર્વ -૧૨ વર્ષ -૧ પૂર્વાંગ કમ ૧ લાખ પૂર્વ --૭૨ લાખ પૂર્વ સ્થાન વિજય અયોધ્યા અયોધ્યા અયોધ્યા સમ્મેદશિખર નક્ષત્ર રોહિણી રોહિણી રોહિણી રોહિણી ભૃગશીર્ષ Page #315 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક હચ્યવન ૨જન્મ O દીક્ષા O કેવળજ્ઞાન Oનિર્વાણ શ્રી ઋષભદેવ ભગવાનનો પરિવાર ગણધર કેવલજ્ઞાની O મન:પર્યવજ્ઞાની O અવધિજ્ઞાની O વૈક્રિય લબ્ધિધારી O ચતુર્દશ પૂર્વી, O ચર્ચાવાદી O સાધુ O સાધ્વી O શ્રાવક O શ્રાવિકા જી માતા પિતા O નગરી વંશ ૦ ગોત્ર 0 ચિહ્ન ૦ વર્ણ O શરીરની ઊંચાઈ પંચ કલ્યાણક— જી યક્ષ ૦ યક્ષિણી O કુમારકાળ O રાજ્યકાળ O છદ્મસ્થકાળ O કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય તિથિ જેઠ વદ ૪ ફાગણ વદ ૮ ફાગણ વદ ૮ મહા વદ ૧૧ પોષ વદ ૧૩ -૮૪ –૨૦,૦૦૦ -૧૨,૭૫૦ -૯,૦૦૦ –૨૦,૬૦૦ -૪,૭૫૦ -૧૨,૬૫૦ -૮૪,૦૦૦ (ઋષભસેન પ્રમુખ) –૩,૦૦,૦૦૦(બ્રાહ્મી પ્રમુખ) -૩,૦૫,૦૦૦ -૫,૫૪,૦૦૦ —મરુદેવા —નાભિ —વિનીતા (અયોધ્યા) —ઈક્ષ્વાકુ -કાશ્યપ -વૃષભ –સ્વર્ણ -૫૦૦ ધનુષ્ય –ગોમુખ —ચક્રેશ્વરી —૨૦ લાખ પૂર્વ ૬૩ લાખ પૂર્વ -૧૦૦૦ વર્ષ —૧ લાખ પૂર્વ –૮૪ લાખ પૂર્વ સ્થાન સર્વાર્થસિદ્ધથી અયોધ્યાનું અરણ્ય અયોધ્યા પુરિમતાલપુર અષ્ટાપદપર્વત નક્ષત્ર ઉત્તરષાઢા ઉત્તરષાઢા ઉત્તરષાઢા ઉત્તરષાઢા અભિજિત Page #316 -------------------------------------------------------------------------- ________________ 28 શ્રી જિનેશ્વર પરમાત્માનાં પાંચ કલ્યાણક . | શ્રી ચ્યવન કલ્યાણક શ્રી જન્મ કલ્યાણકારી - . - ર - - 3 શ્રી દિક્ષા કલ્યાણકારી p. = Serving Jinshasan 074942 gyanmandir@kobatirth.org AI GRAPHIC, BVN. 432659 9 શ્રી કેવળજ્ઞાન કલ્યાણક SHREE શ્રી નિર્વાણ કલ્યાણક ) *** JAIN ATMANAND SABHA *** KHARGATE, BHAVNAGAR-364 001 (GUJARAT) INDIA -