SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરનાથ પ્રભુનું ચરિત્ર અજ્ઞાનરૂપી તિમિરને દૂર કરી, જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનારી હે માતા શારદા ! ત્રણે લોકમાં દિવ્ય પ્રકાશ પાથરનાર, ચંદ્ર જેવી ઉજ્જવળ ક્રાંતિને ધારણ કરનાર અને ચંદનવૃક્ષ જેવી શીતળતા સદાય ફેલાવનાર શ્રી અરનાથ પ્રભુના ઉત્તમ ચરિત્રનું આલેખન કરવા આપની ઉપાસના દ્વારા શક્તિની પ્રાપ્તિ થાઓ એ જ પ્રાર્થના ! વર્તમાન ચોવીશીના અઢારમાં તીર્થંકર શ્રી અરનાથ પ્રભુના ત્રણ ભવનું વર્ણન આ પ્રમાણે છે. ભવ પહેલો પરમ ઉપકારી પરમાત્માનાં પુનિત પગલાંથી પાવન થયેલ જંબુદ્રીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં સીતાનદીના વિશાળ તટ પર આવેલાં વત્સ નામના વિજયની સુસીમા નામની સમૃદ્ધ નગરીમાં ધનપતિ નામના રાજા હતા. નામ જેવા ગુણ એ મુજબ તેના રાજ્યમાં અપાર સમૃદ્ધિ હતી છતાંય જેમ ગુણવાન વ્યક્તિ સંપત્તિમાં લીન બની ધર્મની ઉપેક્ષા ક૨તા નથી એ પ્રમાણે ધનપતિ રાજા પણ જીવનમાં સત્તા કરતાં ધર્મને વધુ મહત્વ આપતા. ન્યાય અને નીતિથી પ્રજાનું રક્ષણ કરતા તેથી તે પ્રજાવત્સલ રાજા તરીકે સુપ્રસિદ્ધ બન્યા હતા. જે રાજા સત્તા અને સંપત્તિમાં અંધ બને તેનું જીવન અને રાજ્ય અંતે પતન પામે છે, પરંતુ જે સત્તામાં પણ ધર્મને ચૂક્તો નથી એ રાજ્ય હંમેશા ઉન્નતિ પામે છે. સંસા૨માં ફરજ બજાવતા આસક્તભાવ અનુભવ્યા વગર ધનપતિ રાજાનું મન ધીમે ધીમે સંસારથી વિરક્ત થવા માટે ઉત્સુક બનવા લાગ્યું, તેથી તેણે સંવર નામના મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. જીવનમાં સદાય ધર્મને પ્રાધાન્ય આપનાર ધનપતિ રાજાએ મુનિપણાંમાં પણ વિવિધ અભિગ્રહ અને વ્રતોનું પાલન ચાલુ રાખ્યું. ઉગ્ર તપસ્યા કરતા તેઓ મુનિપણે વિચરવા લાગ્યા. એક વખત તેમણે ચાતુર્માસના ઉપવાસ કર્યાં. મનની સમતાને ગુમાવ્યા વગર તપશ્ચર્યા પૂર્ણ થતા જિનદાસ નામના એક શ્રેષ્ઠિપુત્રને ત્યાં પારણું કર્યું. આ ઉપરાંત જુદા જુદા સ્થાનકોની આરાધના કરી પૂર્વ કર્મને તોડી તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. કાળાન્તરે ધનપતિમુનિ ઉચ્ચ ચારિત્ર્યના પાલન પછી કાળધર્મ પામ્યા. ભવ બીજો તીર્થંકર નામકર્મ બાંધ્યા પછીના ભવે એ જીવ હંમેશા દેવપણે દેવલોકમાં જન્મે છે. અહીં ધનપતિમુનિએ ઉત્તમ ચારિત્ર્યના પાલન અને ઉગ્ર તપશ્ચર્યા દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યું હતું, તેથી કાળધર્મ પામી તેમનો જીવ નવમાં ચૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવલોકમાં અપાર સુખ ભોગવ્યા પછી કાળાન્તરે ત્યાં ધનપતિ રાજાના જીવે આયુષ્ય પૂર્ણ કર્યું. Jain Education International 1-૧૦૪}=== For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy