SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ત્રીજો દેવતાઓમાં ઈન્દ્ર સમાન, ધર્મપ્રિય અને પ્રજાવત્સલ રાજા સુદર્શન જંબૂદ્વીપનાં ભરતક્ષેત્રનાં સમૃદ્ધ નગ૨ હસ્તિનાપુરની શોભાસમાન હતા. નગરમાં સોનાના સ્ફટિક અને નીલમણિથી મઢેલાં ચૈત્યો જાણે મેરૂશિખર જેવા સુંદર લાગતા હતાં. સુદર્શન રાજા પાસે અઢળક સંપત્તિ હતી; ચતુરંગ સેના તેમના આદેશનું પાલન ક૨વામાં ગૌરવ અનુભવતી હતી. તેમને મહાદેવી નામની પ્રિય રાણી હતી. અન્ય કોઈ રાણીની ક્યારેય ઈર્ષા ન કરનાર મહાદેવી લાવણ્યમય રૂપ ધરાવતી હતી. સુદર્શન રાજાની સાથે મહાદેવી રાણી સ્વર્ગની દેવાંગના જેમ શોભી રહી હતી. બન્ને સુખથી સમય પસાર કરતા હતા. સમય જતા ત્રૈવેયક દેવલોકમાંથી ધનપતિ રાજાના જીવનું દેવપણામાંથી મહાદેવી રાણીની કુક્ષિમાં ચ્યવન થયું. એ મહાન દિવસ એટલે ફાગણ સુદ બીજનો દિવસ. આ દિવસે મહાદેવી રાણીના મુખ પર અજબ ઉલ્લાસ જણાતો હતો. તે રાત્રી પણ જાણે શુભ બની ગઈ હોય, એમ રાણીએ ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. રાત્રીના શેષ ભાગે ઉજ્જવળ ગજેન્દ્ર, નિર્મળ વૃષભ, કેશરીસિંહ, રૂપાના દર્પણ જેવો પૂર્ણ ચંદ્ર વગેરે સ્વપ્નો જે માતા પોતાના મુખમાં પ્રવેશતા જુએ તેને તીર્થંકરની માતા બનવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. રાણી મહાદેવીના ઉદ૨માં તીર્થંકર ૫૨માત્માના જીવનું ચ્યવન થતાં નારકીના જીવોએ ઘડીભર સુખનો અનુભવ કર્યો. પ્રાતઃકાળ થતા રાણીએ રાજા સુદર્શનને આ ચૌદ મહાસ્વપ્નો વિષે જણાવ્યું ત્યારે રાજા પણ ઉત્તમ ભવિષ્યની આગાહી કરી શક્યા. સુપનપાઠકોએ સ્વપ્નોનાં પરિણામ અને મહત્વ વિષે વાત કરી ત્યારે રાજપરિવારમાં હર્ષનો અનુભવ થયો. દિવસે દિવસે રાણી મહાદેવીના ઉદ૨માં ઉત્કૃષ્ટ જીવ વૃદ્ધિ પામવા લાગ્યો. રાણી આનંદથી દિવસો પસા૨ ક૨વા લાગી. અનુક્ર્મ માગશર સુદ દસમે જ્યારે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવ્યો ત્યારે નંદાવર્તનાં લાંછનવાળા સર્વગુણલક્ષણ સંપન્ન સુવર્ણવર્ણી પુત્રને ૨ાણીએ જન્મ આપ્યો. પ્રભુનો જન્મ થાય ત્યારે ઈન્દ્રનું આસન કંપે જેથી પ્રભુજન્મની જાણ ઈન્દ્રો, દેવતાઓ, દેવીઓ વગેરેને થાય. જન્મ કલ્યાણક ઈન્દ્રો અને દેવી-દેવતાઓ દ્વારા ઉજવાય એટલે એના સંકેતરૂપે આસન કંપે એ મ અનુસાર સૌધર્મેન્દ્રનું આસન કંપ્યું. જ્ઞાનના પ્રભાવે પ્રભુના જન્મની જાણ થતા, છપ્પન દિકુમારિકાઓ ચામર, દર્પણ, પંખા, કળશ આદિ સામગ્રી સાથે વિવિધ દિશા-વિદિશામાંથી સુતિકર્મ માટે આવી પહોંચી. ચારે તરફ મધુર ધ્વનિઓ સંભળાયા. દેવવિમાનોથી આકાશની શોભા વધી. ગીતોના સુમધુર શબ્દોથી રાજદરબારનું વાતાવરણ ગૂંજી ઊઠયું. માતા અને બાળકને જોતા સૌ દેવીઓ - દિક્કુમારિકાઓના ચહેરા પાવન થયાનો સંકેત વ્યક્ત કરતા હતા. તેઓએ વિધિ અને તેમના ક્ર્મ અનુસાર સૂતિકર્મ પૂર્ણ કર્યું. - ઈન્દ્રએ માતાને અવસ્વાપિની નિદ્રા આપી, પ્રભુના પ્રતિબિંબને તેમની પાસે સ્થાપિત કરી પાંચ રૂપ ધારણ કર્યાં. તેમના કર્મ મુજબ એક રૂપે પ્રભુને ધારણ કર્યાં, એક સ્વરૂપે છત્ર ધર્યું. બે સ્વરૂપો બન્ને બાજુ ચામર ઢોળવા લાગ્યાં અને એક સ્વરૂપે આગળ વજ્ર ઉછાળી ચાલવા માંડયું. ચારે બાજુ જયજયકારના નાદ વચ્ચે ચોસઠ ઈન્દ્રોએ મેરૂપર્વત પર જઈ પ્રભુનો જન્માભિષેક કર્યો. પ્રભુને વસ્ત્રાલંકારોથી વિભૂષિત કરી સૌધર્મેન્દ્ર પ્રભુની સ્તુતિ કરી. ફરી તેઓ પ્રભુને માતા પાસે લઈ આવ્યા અને માતાની અવસ્વાપિની નિંદ્રા દૂર કરી. પ્રભુને માતાની બાજુમાં સ્થાપિત કર્યાં. સૌ દેવી-દેવતાઓ માતા તથા પ્રભુને પ્રણામ કરી, સ્તુતિ કરી અને સ્વસ્થાને પાછા ગયા. Jain Education International ૧૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy