SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાતઃકાળ થતા રાજા સુદર્શને પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવ્યો. હસ્તિનાપુર નગરમાં ઘેર ઘેર આનંદ- જે ઉલ્લાસનું વાતાવરણ ફેલાયું. નગરજનોએ આ ઉત્સવને પરમ પુણ્યોદય માની વધાવી લીધો. જ્યારે પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં અર એટલે કે ચન્ના આરા જોયા હતા એટલે પ્રભુનું નામ અર પાડવામાં આવ્યું. દેવાંગનાના રૂપ જેવી ધાત્રીઓથી ઉછેરાયેલા અર કુમાર અનુક્રમે યૌવનવય પામ્યા ત્યારે તેમની કાયા ત્રીસ ધનુષ્ય જેટલી ઊંચી હતી. પિતાની આજ્ઞા મુજબ તેમણે અનેક રાજ કન્યાઓ સાથે લગ્ન કર્યા. જન્મથી એકવીશ હજાર વર્ષો ગયા પછી પિતાની આજ્ઞા અનુસાર અરકુમારે રાજ્યની જવાબદારી સંભાળી. કર્મસત્તા કોઈનેય છોડતી નથી એ ન્યાયે પોતાના ભોગાવલિ કર્મ ભોગવવા જ પડે એમ સ્વીકારી અરકુમાર રાજા તરીકે સત્તા ભોગવવા લાગ્યા. આ મુજબ એકવીશ હજાર વર્ષ માંડલિકપણામાં ગયાં. એ સમયે તેમની આયધશાળામાં ચક્ર રત્ન ઉત્પન્ન થયું. આ સાથે બીજા તેર પ્રભાવશાળી ચક્રે પણ તેમના સાથમાં હતાં તેથી ઉત્પન્ન થયેલાં ગગનચારી ચન્ની પાછળ તેઓ દિગ્વિજય કરવા નીકળ્યાં. જેમ જેમ તેઓ એક એક ખંડમાંથી પસાર થતા ગયા તેમ તેમ વિજયની માળા તેમના કંઠમાં આરોપતી ગઈ. આ રીતે ચારસો વર્ષ સુધી ફરીને આખા ભરતક્ષેત્ર ઉપર પોતાનું શાસન સ્થાપિત કર્યું. દિગ્વિજય મેળવીને પાછા ફર્યા ત્યારે સમગ્ર પ્રજા સાથે દેવતાઓએ અરકુમારનો ચક્વર્તી રાજા તરીકે ઉત્સવ મનાવ્યો. એકવીશ હજાર વર્ષ જેટલો લાંબો સમય ચક્વર્તીપણામાં પસાર થયો. પ્રભુના જીવનનાં મહત્વનાં કાર્ય અને પ્રસંગોનો નિર્દેશ ઈન્દ્રો દ્વારા કે દેવતાઓ દ્વારા થતો હોય છે. અરકુમારે ચક્વર્તીપણામાં પૂર્ણ સુખ ભોગવ્યું, પછી લોકાંતિક દેવતાઓએ તેમને કહ્યું, “સ્વામી ! તીર્થ પ્રવર્તાવો” આ સાંભળી અરકુમારે ક્ષણવારમાં જ મહાસામ્રાજ્યનો ત્યાગ કરવાની તૈયારીરૂપે વાર્ષિકદાન આપવાનું શરૂ કર્યું. વિવિધ પ્રકારના અને વિવિધ સ્થળોએથી દેવતાઓ વડે લવાયેલાં મૂલ્યવાન દ્રવ્યોનું દાન કરી પ્રભુએ લોકોની ઈચ્છા પૂર્ણ કરી. વર્ષાન્ત તેમણે રાજ્યસત્તા પોતાના પુત્ર અરવિંદને સોંપી. આ સમયે પણ પોતાનું આસન ચલિત થવાથી ઈન્દ્રો અંતઃપુરના પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યા. અનુક્યું તેઓએ પ્રભુની દિક્ષા વિધિપૂર્વક કરવા માટે દીક્ષા સંબંધી અભિષેક, સ્નાન, વિલેપન અને દિવ્યવસ્ત્રાલંકારોનું આરોપણ, આદિ ક્રિયાઓ કરી. દેવોએ પ્રભુ માટે વૈજ્યત નામની શિબિકા રચી. પ્રભુ તેમના પર આરૂઢ થયા. શરૂઆતમાં મનુષ્યોએ અને પાછળથી દેવતાઓએ આ શિબિકાને ઉપાડી. ગીતો અને વાજિંત્રોમાંથી પ્રગટ થતા મધુર ધ્વનિ વચ્ચે શિબિકા સહસ્ત્રાપ્રવનમાં આવી પહોંચી. વનમાં પણ પ્રકૃતિ તથા પક્ષીઓ પ્રભુના આગમનની રાહ જોઈ આનંદ પામતા હોય એવી વનરાજી ખીલી હતી. આ મનોહર ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. શિબિકામાંથી નીચે ઉતરી પ્રભુએ માગશર સુદ અગિયારસના દિવસે છઠ્ઠના તપ સાથે અન્ય એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. તરત જ તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. બીજા દિવસે રાજપુર નગરમાં અપરાજિત રાજાને ઘેર પ્રભુએ પારણું કર્યું. વિધિ અને સ્વકર્મ અનુસાર દેવતાઓએ ત્યાં પંચ દિવ્ય પ્રગટાવ્યા. જ્યાં પ્રભુના પગલાં પડ્યાં હતાં, ત્યાં રાજાએ રત્નની પીઠિકા રચી. આ રીતે સૌએ મળી અરનાથ પ્રભુનો દીક્ષા મહોત્સવ ખૂબ જ ધામધુમપૂર્વક ઉજવ્યો. આ પછી પ્રભુ વિવિધ અભિગ્રહને ધારણ કરતા પૃથ્વી તટ પર વિહાર કરવા લાગ્યા. ત્રણ વર્ષ સુધી આ રીતે છબસ્થપણે પસાર કર્યા બાદ પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં આમ્રવૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યાં. અનુક્મ ઘાતિકર્મનો ક્ષય થતાં કારતક સુદ બારસે જ્યારે ચંદ્ર રેવતી નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુને કેવળજ્ઞાન K પ્રાપ્ત થયું. આ સમયે ઈન્દ્રાસન કંપિત થતા ઈન્દ્રો અને દેવતાઓને પ્રભુના કેવળજ્ઞાનની જાણ થઈ. તરત જ Jad ucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy