________________
છે દેવતાઓએ આવી પ્રભુનું વિધિપૂર્વક સમવસરણ રચ્યું, જેમાં વાયુકુમારે એક યોજન સુધી પૃથ્વીને સાફ કરી, જે મેઘકુમાર દેવતાઓએ સુગંધી જળનો છંટકાવ કર્યો, વ્યંતર દેવતાઓએ રત્નના તથા સુવર્ણના પાષાણોની ભૂમિ બાંધી તેના પર પંચવર્ણા પુષ્પો પાથર્યાં. વચ્ચે ભવનપતિ દેવતાઓએ મધ્યમાં રત્નની પીઠ બનાવી.ચારે તરફ અનુક્રમે સોનાના કાંગરાવાળો રૂપાનો ગઢ, રત્નના કાંગરાવાળો સોનાનો ગઢ અને માણેકના કાંગરાવાળો રત્નનો ગઢ બનાવ્યો. વચ્ચે ત્રણસોને સાઠ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષની રચના કરી. પ્રભુએ પૂર્વદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો, ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી અને “તીર્થાય નમઃ” કહીને પૂર્વાભિમુખે પૂર્વ સિંહાસન પર તેઓ બિરાજમાન થયાં. દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં ત્રણ બિબો સ્થાપિત કર્યા. પ્રભુ સમવસરણમાં પધાર્યા હતા તે જાણી રાજા કુરૂદ્રહ ચતુરંગી સેના સહિત ત્યાં આવી પહોંચ્યા. ઈન્દ્ર અને રાજાએ ઊભા થઈને પ્રભુને સ્તુતિ કરી. આ પછી અરનાથ ભગવાને સર્વ જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપવો શરૂ કર્યો. તેમણે કહ્યું : “ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ પૈકી મોક્ષનો પુરુષાર્થ ઉત્તમ છે જે મેળવવા માટે યોગીઓ પણ પ્રબળ પુરુષાર્થ કરે છે. રાગ અને દ્વેષ સર્વ પ્રાણીઓની માટે બંધનરૂપ છે. તે જ સર્વ દુઃખનું મૂળ છે. જીવનમાં રાગ-દ્વેષને ટાળવાથી જીવ સ્વભાવે સ્ફટિક મણિ જેવો નિર્મળ છે. સંસારમાં ત્રણ દોષ છે - રાગ, દ્વેષ અને મોહ. મુમુક્ષુ આત્મા આ ત્રણેય દોષથી પર રહેવા માગે છે. માટે આ દોષો દૂર કરવા.”
પ્રભુ ઉપર પ્રમાણે ઉપદેશ આપી રહ્યા હતા, ત્યારે સર્વ જીવોના ચહેરા પર પ્રસન્નતા છવાયેલી હતી. પ્રથમ પૌરુષી સમાપ્ત થતા પ્રભુએ દેશના સમાપ્ત કરી. તેમની પાદપીઠ પર બેસી પ્રભુના પ્રથમ ગણધર કુંભે બીજી પૌરુષી પૂર્ણ થઈ ત્યાં સુધી દેશના આપી. આ દેશનાથી કૃતાર્થ થયાનો અનુભવ કરી સૌ પોતાના સ્થાને પાછા ફર્યા. પ્રભુ અરનાથના સમયમાં તેમના તીર્થમાં ત્રણ નેત્રવાળો, શ્યામવર્ણ, છ ડાબી અને છ જમણી એમ બાર ભૂજાઓવાળો પમુખ નામે યક્ષ શાસનદેવતા થયો અને નીલવર્ણવાળી, કમળપત્ર પર બેસનારી, ચાર ભુજાવાળી ધારિણી શાસનદેવી થઈ. આ રીતે શાસનદેવતાઓથી અધિષ્ઠિત થયેલા અરના પર વિહાર કરવા લાગ્યા. એમની વાણીના પ્રભાવથી તેમના પરિવારમાં પચાસ હજાર સાધુઓ (મહાત્મા), સાઠ હજાર તીવ્ર વ્રતધારી સાધ્વીઓ, છસોને દશ ચૌદ પૂર્વધારીઓ, બે હજાર છસો અવધિજ્ઞાનીઓ, પચીસો ને એકાવન મન:પર્યવજ્ઞાનીઓ, બે હજાર ને આસો વળજ્ઞાનીઓ, સાત હજાર ને ત્રણસો વૈક્સિલબ્ધિવાળા, એક હજાર ને છસો વાદલબ્ધિવાળા, એક લાખ ને ચોરાશી હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને બોતેર હજાર શ્રાવિકાઓ થયા. પોતાનો નિર્વાણસમય નજીક આવેલો જાણી અરનાથ પ્રભુ સમેતશિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસના અનશન પછી માગશર સુદ દસમના રોજ જ્યારે ચંદ્ર રેવતી નક્ષત્રમાં હતો ત્યારે તે મુનિઓ સાથે પ્રભુ મોક્ષપદને પામ્યા. એ સમયે ઈન્દ્રનું સિંહાસન કંપી ઊઠયું. તેમણે અવધિજ્ઞાન દ્વારા પ્રભુના નિર્વાણ વિષે જાણ્યું. તરત જ તે પરિવાર સાથે પ્રભુના શરીરનો સંસ્કાર કરવા આવી પહોંચ્યાં. સૌ ઈન્દ્રોએ મળી યથાવિધિ પ્રભુની અન્ય યિાઓ કરી. દેવતાઓએ દાઢ, દાંત તેમ જ અસ્થિઓને યોગ્ય રીતે ગ્રહણ કર્યા અંતે સૌ પોતપોતાના સ્થાને ગયા.
અરનાથ પ્રભુએ કૌમાર વયમાં, માંડલિકપણામાં, ચક્વર્તીપણામાં અને સંયમજીવનમાં સરખા એટલે કુલ ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું. આ રીતે અઢારમાં તીર્થકર તરીકે વર્તમાન ચોવીશીમાં શ્રી અરનાથ પ્રભુ ચક્વર્તી તીર્થકરનું પદ પામ્યા.
ગુણરૂપી વૃક્ષોની વૃદ્ધિ કરનાર અને જગતમાં આનંદનો ઉદ્યોત કરી, ધર્મ ફેલાવનાર શ્રી અરનાથ પ્રભુના | ચરિત્ર લેખનનું યથામતિ આલેખન કરવામાં ધન્યતા અનુભવું છું.
uuuuuuuuuuu009
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org