SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ આઠમો ( આ જંબુદ્વીપના પૂર્વ મહાદેવના મંગલાવતી વિજયમાં રત્નસંચયા નામે નગરીને વિષે ક્ષેમકર નામનો રાજા હતો. લક્ષ્મીનો યોગ અને પ્રાપ્ત થયેલ લક્ષ્મીનો રક્ષક રાજા ક્ષેમંકર બળવાન રાજા તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેને પુષ્પમાળા જેવી કોમળ અને ચારિત્રુયવાન રત્નમાળા નામે રાણી હતી. અપરાજિતનો જીવ અય્યત દેવલોકમાંથી ઍવીને રત્નમાળાની ક્ષિએ પુત્ર તરીકે ઉત્પન્ન થયો. આ સમયે માતાએ ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. જેમાં વજનો સમાવેશ થતો હતો તેથી પુત્રનો જન્મ થતાં તેનું નામ વધુધ પાડવામાં આવ્યું. વજધનું મોહક અને તેજસ્વી વ્યક્તિત્વ જોઈ સૌ કોઈનું હૃદય ગર્વ અનુભવતું હતું. યૌવનવય પ્રાપ્ત થતા તેના લગ્ન લક્ષ્મીવતી નામની રાજકન્યા સાથે થયા. અનુક્યું અનંતવીર્યનો જીવ અય્યત દેવલોકમાંથી ચ્યવીને લક્ષ્મીવતીની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. શુભ દિવસે માતાપિતાએ ઉત્સવ ઉજવી તેનું સહસ્ત્રાયુધ એવું નામ પાડ્યું. તે મોટો થતાં કનકશ્રી નામે રાજકન્યાને પરણ્યો. સમય પસાર થતા કનકશ્રીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ શતબલ રાખવામાં આવ્યું. એક વખત વયુધ વસંતકડા કરવા માટે ઉદ્યાનમાં ગયા. ત્યાં એક દેવે કે જે પૂર્વભવમાં દમિતારી રાજા હતો તેણે વૈરભાવે એક પર્વત તેના પર નાખ્યો. વજયુધમાં નામ પ્રમાણે ગુણો હતા. તેણે એક મુઠ્ઠીમાં જ તેના ચુરા કરી નાખ્યાં. આ સમયે શક્ર ઈન્દ્રએ આ દૃશ્ય જોયું. તેમણે કહ્યું કે આ વયુધ આ ભવમાં ચક્વર્તી અને પછી સોળમાં તીર્થકર થશે. આ પ્રમાણે કહી શક્ર ઈન્દ્ર સ્વસ્થાને ગયા. વયુધ પોતાના નગરમાં પાછો ફર્યો. ક્ષેમકર રાજાએ સમયાંતરે વજયુધને રાજ્યનો કારભાર સોંપી દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પૃથ્વી પર પ્રતિબોધ આપી વિહાર કરવા લાગ્યા. આ સમયે જયુધની આયુધશાળામાં એક ચરત્ન ઉત્પન્ન થયું. બીજાં પણ તેર રત્નો ઉત્પન્ન થયાં. આ રીતે ચરત્નની પાછળ વયુદ્ધ ગયો અને છ ખંડ પર વિજય મેળવી ચક્વર્તી રાજા બન્યો. એક વખત ક્ષેમંકર પ્રભુ ત્યાં આવ્યા અને સમવસરણમાં બિરાજ્યા. આ સમાચાર સાંભળી પરિવારસહિત વિજયુધ તેમની દેશના સાંભળવા ત્યાં ગયો. મહાન માણસોની એ વિશેષતા હોય છે કે તેઓ પોતાનો વિનય ચૂકતા નથી. વિજયુધે પ્રભુને કહ્યું, “હે સ્વામિ ! આ દુરસ્ત સંસારથી છૂટવા માટે હું રાજ્યની જવાબદારી સહસ્ત્રાયુધને સોંપી દીક્ષા લેવા માગું છું.” આ સાંભળી મંકર પ્રભુ પ્રસન્ન થયા અને વધુધે દીક્ષા ગ્રહણ કરી. તે વિહાર કરતા કરતા સિદ્ધિપર્વત પર આવી પહોંચ્યા. “હું ઉપસર્ગોને સહન કરીશ.” એવો સંકલ્પ કરી તેણે વિરોચન નામના સ્થંભ ઉપર વાર્ષિકી પ્રતિમા ધારણ કરી. આ સમય દરમિયાન અશ્વગ્રીવ પ્રતિ વાસુદેવના પુત્ર મણિકુંભ અને મણિકેતુ જેઓ સંસારચક્રમાં ફરતા ફરતા અસુર દેવતા બન્યા હતા, તેઓ ત્યાં આવી પહોંચ્યા. તેઓએ મહર્ષિ વયુધને જોયા ત્યારે પૂર્વનો અમિતતેજનો ભવ અને તેની વેરવૃત્તિના પ્રભાવે તે બન્નેએ ઉપદ્રવો શરૂ કર્યા. પહેલા સિંહનું રૂપ ધારણ કરી ઉઝરડા કરવા લાગ્યા. થોડી વાર પછી બન્નેએ હાથીનું રૂપ ધારણ કર્યું અને દંતશૂળ વડે પ્રહાર કરવા લાગ્યા. એ પછી સર્પનું રૂપ ધારણ કરી મુનિના શરીરે વીંટાઈ ગયા. અને રાક્ષસ થઈ પોતાની તીક્ષ્ણ દાઢ વડે પ્રહાર કરવા લાગ્યા. એ સમયે ઈન્દ્રની પાસેથી તિલોત્તમા વગેરે અપ્સરાઓ મહર્ષિ વયુધને વંદન કરવા આવી. તેઓએ તેમની ઉપર ઉપસર્ગો થતા જોયા. તેઓએ બન્ને દેવતાઓને પણ જોયા ત્યારે તેમને કે કહ્યું, “અરે પાપીઓ ! આવા ઉત્તમ મુનિ ઉપર તમે શા માટે ઉપસર્ગો કરો છો ?” આ સાંભળી બને છે. N ( ૬) ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy