SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતાઓ ક્ષોભ પામ્યા અને ચાલ્યા ગયા. સત્યના પ્રકાશ સામે અસત્યનો અંધાર ટકતો નથી. અંતે તે દેવાંગનાઓ મુનિને વંદન કરી ચાલી ગઈ. વાર્ષિકી પ્રતિમા પૂર્ણ કરી વયુધ મુનિ ત્યાંથી વિહાર કરી ગયા. આ બાજુ રાજા સહસ્ત્રાયુધ પિતા પાસેથી મળેલી રાજસમૃદ્ધિ ભોગવવા લાગ્યો. ઘણા વર્ષ સુધી રાજ્યની જવાબદારી વહન કરી અને સમયાંતરે પિહિતાશ્રવ નામના ગણધર પાસે દીક્ષા ગ્રહણ કરી. વિહાર કરતા સહસ્ત્રાયુધ મુનિ તેમજ વજ્યુધ મુનિ એટલે કે પુત્ર અને પિતા સાથે થઈ ગયા. ત્યાં ઈષપ્રાક્ભાર નામના ગિરિ પર જઈ અનશન કરી આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ નવમો વયુધ મુનિએ અનશન કરી આયુષ્ય પૂર્ણ કર્યું પછી તેમનો જીવ ત્રીજા ત્રૈવેયકમાં અહનિંદ્ર તરીકે ઉત્પન્ન થયો. ત્યાં અભૂતપૂર્વ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પચીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ ઇસમો જંબુદ્રીપના પૂર્વ મહાવિદેહમાં પુષ્કળાવતી વિજયને વિષે સીતા નદીના કાંઠે સમૃદ્ધ નગરી પુંડરીકિણી રાજા ધનરથની બુદ્ધિ-ચતુરાઈ અને પુણ્યપ્રભાવથી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ધનરથ રાજાને પ્રિયમતી અને મનો૨મા નામે બે રાણીઓ હતી. વયુધનો જીવ દેવલોકમાંથી ચ્યવીને પ્રિયમતિ રાણીના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. એ સમયે રાણીએ સ્વપ્નમાં વરસતા મેઘને જોયો એટલે તેનું નામ મેઘરથ પાડવામાં આવ્યું. આ બાજુ સહસ્ત્રાયુધનો જીવ પણ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં, ચ્યવીને રાણી મનો૨માની કુક્ષિમાં પુત્રરૂપે અવતર્યો. તેનું નામ દૃઢરથ પાડવામાં આવ્યું. મેઘરથ અને દૃઢરથ બન્ને ભાઈઓ પરસ્પરના સહવાસમાં મોટા થવા લાગ્યા. યૌવનવય પામતા દેશ-વિદેશમાં તેઓની પ્રસિદ્ધિ ફેલાઈ ગઈ. મેઘ૨થ અને દઢ૨થ બન્ને ભાઈઓના ધામધુમથી લગ્ન ઉજવાયા. ધનરથ રાજાને આ સંસારમાંથી પોતાના આત્માને મુક્ત કરવાની ઈચ્છા જાગી. લોકાંતિક દેવોની પ્રેરણાથી તેણે રાજ્યનો કારભાર મેઘ૨થ કુમારને સોંપ્યો અને ચારિત્ર ગ્રહણ કર્યું. એક વખત મેઘરથ રાજા પૌષધશાળામાં પૌષધ અંગીકાર કરી વ્યાખ્યાન ફ૨માવી રહ્યા હતા. કરુણાના અવતાર અને દયાના સ્વામી એવા મેઘરાજાની ધર્મસભા એટલે શ્રોતાઓ પણ દયાના સાગરમાં ડૂબકી માર્યાનો અનુભવ કરે. આ સમયે ભય અને ડરથી થર થર કાંપતુ એક પારેવું ત્યાં આવી પહોંચ્યું. તેની આંખોમાં દયાની યાચના હતી. પારેવું મેઘરથ રાજાના ખોળામાં બેઠું. રાજા તેની યાચના સમજી ગયા. એટલે તેને અભયદાન આપતા તે બોલ્યા, “ભય પામીશ નહીં, ભય પામીશ નહીં.” એટલામાં જ પારેવાની પાછળ બાજ પક્ષી આવ્યું. જે રીતે હરણની પાછળ વાઘ કે સિંહ પડે એમ બાજ પોતાના શિકારની પાછળ આવી પહોંચ્યું અને બોલ્યું, ‘‘હે રાજન્ ! એ મારું ભક્ષ્ય છે માટે મને સોંપી દો.” આ સાંભળી મેઘરાજા બોલ્યા, “શરણાર્થીની રક્ષા કરવી એ મારો ધર્મ છે. ક્ષણિક સુખને માટે તું આ ૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy