SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ છે નિર્દોષ જીવની હત્યા કરીશ તો તારે નરકની વ્યથા સહન કરવી પડશે. ધર્મનું આચરણ જ જીવને સુખી , બનાવે છે. માટે તારો નિશ્વય છોડી દે.” પારેવું મારા ભયથી તમારા શરણે આવ્યું છે અને હું ભૂખથી પીડિત છું. મારી ભૂખની પીડા તમે નહિ મટાડો તો તમે અધર્મ કરતા નથી ? મને મારું ભક્ષ્ય આપી દો.” કહેતા બાજ પક્ષીએ મેઘરથ રાજાને ધર્મ અને અધર્મની તાર્કિક દલીલ કરી. પોતે માત્ર માંસનો જ આહાર કરે છે એવો આગ્રહ કર્યો. આ સાંભળી મેઘરાજાએ બાજ પક્ષીને પોતાના શરીરમાંથી તે પારેવા જેટલા વજનનું માંસ તોળી આપવાની ખાતરી આપી. બાજ પક્ષીએ આ વાત મંજૂર રાખી. રાજાએ ત્રાજવું મંગાવ્યું અને કબુતરના વજન પ્રમાણે માંસ કાપીને મુકવા માંડયું. જેમ જેમ રાજા પોતાનું માંસ કાપીને મૂકવા લાગ્યો તેમ તેમ પારેવું જે પલ્લામાં હતું, તે પલ્લું નીચે નમતું ગયું. છેવટે રાજાએ પોતાનું આખું શરીર ત્રાજવામાં મૂકી દીધું. આખી સભા અને રાજપરિવારમાં હાહાકાર મચી ગયો. લોકો રાજાને વિનંતી કરવા લાગ્યા કે જો આપ આપના પ્રાણની નહીં કરો તો અમારું રક્ષણ કોણ કરશે ? આ કોઈ માયાવી પક્ષીઓ જ લાગે છે. આ સાંભળતાં જ બાજ અને પારેવાએ પોતાના માયાવી રૂપ દૂર કર્યા. માથે મુગટ, કાને કુંડળ, ગળામાં માળાને ધારણ કરનાર કોઈ દેવતા પ્રગટ થયાં. તે બોલ્યો, “હે રાજન્ ! પુરુષોમાં તમે ઉત્તમ પુરુષ છો એવી ઈશાનેન્દ્રની સભામાં પ્રશંસા થતી હતી માટે તમારી પરીક્ષા કરવા માટે હું પારેવામાં સ્થાપિત થયો હતો. હવે મને માફ કરો.” આ રીતે કરુણાના ભંડાર એવી વ્યક્તિની પરીક્ષા કરવા ગમે તે આવે તો પણ તે પોતાની પ્રતિજ્ઞા તોડતા નથી. પોતાની માન્યતામાં દઢ એવા મેઘરથ રાજા પણ પોતાના પ્રાણના ભોગે શરણે આવેલાનું રક્ષણ કરવા તૈયાર હતા. મેઘરથ રાજાએ બન્ને પક્ષીઓનો પૂર્વભવ કહ્યો આ સાંભળી બન્ને પક્ષીઓને જાતિસ્મરણ જ્ઞાન થયું અને કાળાંતરે ભુવનવાસી દેવતાઓમાં દેવપણે ઉત્પન્ન થયાં. આ રીતે પોતાના વચનની કસોટીમાંથી પસાર થયેલા મેઘરથ રાજાએ પૌષધ પાર્યો અને તેમને સમતારૂપી વૃક્ષના બીજની માફક વૈરાગ્યનો ભાવ જાગૃત થયો. રાજ્યનો કારભાર પોતાના પુત્ર મેઘસેનને સોંપી તેઓ અઠ્ઠમના તપ સાથે કાયોત્સર્ગમાં સ્થિર થયા. આ સમયે ઈશાનેન્દ્ર પોતાના અંતઃપુરમાં બેઠા બેઠા, “નમો ભગવતે તુલ્ય” બોલીને નમસ્કાર કર્યા. આ સાંભળીને તેની ઈંદ્રાણીઓએ પૂછયું, “તમે જ સૌ માટે નમવા યોગ્ય છો, તો તમે ભક્તિપૂર્વક કોને નમસ્કાર કરો છો?” મહાન આત્માઓની એ જ મહાનતા છે કે જ્યારે તે પોતાનાથી વધુ મહાન વ્યક્તિને નમન કરવાનું ન ચૂકે, ઈશાનેન્દ્ર આવા જ મહાન હતા, એથી તેમણે કહ્યું કે પુંડરીકિણી નગરીમાં મેઘરથ રાજા અઠ્ઠમ તપ કરી શુદ્ધ ધ્યાનમાં બિરાજે છે. આ ભરતક્ષેત્રના તે ભાવિ તીર્થકર થવાના છે. જ્યારે ઈશાનેન્દ્રએ આવી પ્રશંસા કરી ત્યારે તેમની ઈન્દ્રાણીઓ અતિરૂપા અને સુરૂપા આ સહન ન કરી શકી. બન્નેએ મેઘરથ રાજાને ચલિત કરવા માટે લાવણ્યમય સુંદરીઓનું રૂપ ધારણ કર્યું. સ્ત્રીઓ પોતાના રૂપ અને યૌવનના સહારે પુરુષોની પ્રિય પાત્ર બની રહે એવું વિચારી બન્ને ઈન્દ્રાણીઓએ મેઘરથ રાજાને ચલિત કરવા નૃત્ય શરૂ કર્યું. પોતાના રૂપની તાકાત પણ અજમાવવા લાગી. અનેક વિકૃતિઓ કરી રાજાને મોહિત કરવાના પ્રયત્નો કરવા લાગી. છેવટે પોતાનું કાર્ય સિદ્ધ ન થતા બન્નેએ રૂપને સંકેલી લીધું અને પ્રાયશ્ચિત કરતી પોતાના સ્થાને પાછી ગઈ. પ્રાતઃકાળે મેઘરથ રાજાએ પૌષધ પાર્યો આ સમયે શ્રી ઘનરથ પ્રભુ વિહાર કરતા તે જ નગરીમાં સમવસર્યા હતા એ સમાચાર મળતા મેઘરથ રાજા દઢરથ સહિત ત્યાં વંદનાર્થે આવી પહોંચ્યા. તેમની પાસે મેઘરથ રાજાએ દીક્ષા ગ્રહણ કરવા માગણી કરી. મેઘસેનને રાજ્ય સોંપી તેમણે દૃઢરથ સાથે દીક્ષા લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy