SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મની નીર્જ૨ા ક૨વા તપ, ત્યાગ અને સંયમની ઉત્કૃષ્ટ સાધના અનિવાર્ય છે. આ સત્યને જે મહાપુરુષો આચરે છે તે અંતે ૫૨મપદને પામે છે. આ રીતે મેઘ૨થ રાજાએ પણ વિવિધ તપને આચરતા અનુક્મે વીશ સ્થાનકનું આરાધન કર્યું. છેવટે તેઓએ અંબરતિલક નામના પર્વત પર ચઢી અનશનને ધારણ કરી, આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ અગિયારમો મેઘરાજાનો ભવ એટલે જૈન શાસનમાં અમર કથાઓમાંની એક વાત. એ ભવમાં મેઘરથ રાજાએ કરેલું પુન્યનું ઉપાર્જન એટલે અભયદાનનું સુંદર ઉદાહ૨ણ. આ રીતે અંતિમ સમયે અનશનનું પાલન કરી મેઘરથ રાજાનો જીવ સર્વાર્થસિદ્ધિ નામે વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. એ સાથે જ દૃઢરથ પણ તે જ સ્થાને દેવપણે ઉત્પન્ન થયા. સ્વર્ગમાં સુખસાહ્યબીની પ્રાપ્તિ એ જ જીવને મળે છે જેણે આગળ કોઈ ભવમાં પુન્યનું ઉપાર્જન કર્યું હોય. દેવપણાંમાં અનેક સુખ-સાહ્યબી સાથે મેઘરથ રાજાના જીવે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ બારમો તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યા પછી મેઘરથ રાજાના જીવે દેવપણામાં આયુષ્ય પૂર્ણ કર્યું. જંબૂઢીપનું ભરતક્ષેત્ર એટલે પુણ્યાત્માઓનું જન્મસ્થળ. એમાં પણ હસ્તીનાપુર નગરી એટલે આજુબાજુની સરિતાઓના જળમાં કમળની માફક શોભાયમાન નગરી. આ નગરીમાં જગતનું કલ્યાણ કરનાર અને શત્રુઓને ક્ષણાર્ધમાં મહાત કરનાર વિશ્વસેન નામે રાજા હતા. ન્યાય, નીતિ અને કીર્તિ માટે રાજા વિશ્વસેનનો ચારેય તરફ યશ ફેલાયો હતો. તેમને સર્વ સ્ત્રીજનમાં શિરોમણિ અને ગુણવાન એવી અચિરા નામે રાણી હતી. રાજા વિશ્વસેન અને રાણી અચિરા સમગ્ર રાજ પરિવારમાં પ્રિય હતા. સમયાંતરે મેઘરથ રાજાનો જીવ દેવપણાનું આયુષ્ય પૂર્ણ કરી, અચિરા રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. એ સમયે રાણીએ હાથી, વૃષભ, કેશરીસિંહ આદિ ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતાં જોયાં. એ દિવસ એટલે ભાદ૨વા વદ સાતમ. જ્યારે માતા આવાં મહાસ્વપ્નો નિહાળે ત્યારે તીર્થંકર પરમાત્માના જીવનું ચ્યવન થાય છે, એ રીતે અચિરાદેવીએ પોતાની કુક્ષિમાં તીર્થંકર પરમાત્માના જીવનું ચ્યવન થયાનું સુખ અનુભવ્યું. પ્રાતઃકાળે જ્યારે વિશ્વસેન રાજાને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ પણ ઉજ્જવળ ભવિષ્યની આગાહી કરી. સ્વપ્ન પાઠકોએ પણ જણાવ્યું કે અચિરાદેવીની કુક્ષિમાં ચક્રી અથવા ધર્મચી પુત્ર થશે. રાજપરિવારમાં આનંદનો પાર ન રહ્યો. સમય પસાર થતો ગયો. જેઠ મહિનાની વદ તેરસના દિવસે જ્યારે બધા જ ગ્રહો ઉચ્ચ સ્થાને હતા ત્યારે અચિરાદેવીએ મૃગનાં લાંછનવાળા સુવર્ણની તિવાળા પુત્રરત્નને જન્મ આપ્યો. આ સમયે ત્રણે લોકમાં દિવ્ય પ્રકાશની તેજરેખા છવાઈ ગઈ. ક્ષણવાર માટે નારકીના જીવોએ પણ સુખનો અનુભવ કર્યો. તીર્થંકરનો જન્મ થાય ત્યારે તેમનો જન્મોત્સવ ઉજવવા દેવ-દેવીઓ આવી પહોંચે છે. એ મુજબ અત્યારે પણ દિકુમારીઓનાં આસન કંપાયમાન થયાં. તેઓએ અવધિજ્ઞાનથી જાણ્યું કે પ્રભુનો જન્મ થયો છે. તરત ૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy