________________
સર્વદેવતાઓ ! શ્રી વીર પ્રભુનો અદ્દભુત મહિમા સાંભળો. પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરનાર, ચાર i કષાયથી મુક્ત, આશ્રવ રહિત અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સંબંધી કોઇ પ્રકારે પ્રતિબંધ નહીં કરનાર, દેવતા, અસુરો, યક્ષો કે રાક્ષસોથી પણ તેઓ ચલાયમાન નથી.''
ઇન્દ્રનાં આવા વચનો સાંભળી સભામાં બેઠેલો સંગમ નામનો દેવતા શ્રી વીર પ્રભુની પરીક્ષા કરવા અને પ્રભુને ચલિત કરવા તૈયાર થયો. શકઇન્દ્ર તેની ઉપેક્ષા કરી.
સંગમ અતિશયરૌદ્રરૂપ ધારણ કરી, પ્રલયકાળ જેવો પૃથ્વીપટ પર જ્યાં શ્રી વીરપ્રભુ કાયોત્સર્ય ધ્યાને સ્થિર થયેલા હતા ત્યાં આવી પહોંચ્યો. પ્રભુને જોતા જ તેના મનમાં વેરભાવ ઉત્પન્ન થયો. એક જ રાત્રિમાં નીચે મુજબ વીસ જેટલા ઉપસર્ગો કર્યા - કટ દાયક ધૂળનીવૃષ્ટિ કરી પ્રભુ ધૂળથી ઢંકાઇ ગયા. પ્રભુ બરાબર શ્વાસ પણ ન લઇ શકે એવી સ્થિતિ કરી.
છતાં પણ પ્રભુ ચલાયમાન ન થયા. - રજને દૂરકરી પ્રભુનાં સર્વઅંગમાં પીડા ઉત્પન્ન કરે એવી કીડીઓ ઉત્પન્ન કરી. આ તીણમુખવાળી કીડીઓ પ્રભુનાં અંગે અંગમાં સોયની જેમ ખૂંચવા લાગી. પરંતુ પ્રભુ તો એ જ સ્થિતિમાં રહ્યા. તેથી સંગમનો આ ઉપસર્ગ પણ નિષ્ફળ થયો. - આ જ રીતે પ્રભુને તેણે ડાંસ કરડાવ્યા. પ્રભુનાં શરીરમાંથીરકતની જેમ ગાયના દૂધ જેવું રકત વહેવા લાગ્યું.
પ્રભુ આથી ક્યાં ચલાયમાન થાય એમ હતા ? - સંગમ દેવે પ્રચંડ ચાંચવાળી ધીમેલનો ઉપદ્રવ કર્યો. આ ધીમેલો પ્રભુના શરીર સાથે ચોંટી ગઈ, છતાં આ
મહાયોગી પીડાનો એક અવાજ પણ ઉઠાવે ખરા? - આ પ્રયત્ન પણ નિષ્ફળ જતા, પ્રભુને ચલાયમાન કરવા સંગમે દુષ્ટ વીંછીઓ ઉત્પન્ન કર્યા. કાંટાની જેમ આ
વીંછીઓએ પ્રભુના આખા શરીર પર ડંસ દીધા. - આ પછી અનેક દાંતવાળા નોળ ઉત્પન્ન કર્યા. તે નોળ તેના તીણ દાંતો વડે પ્રભુનાં શરીરને તોડી તોડીને
ખાવા લાગ્યા. પ્રભુ તો પણ ધ્યાનમાં સ્થિર ! - સંગમયમરાજના ભુજદંડ જેવા ભયંકર અને મોટીફણાવાળા સર્પો ઉત્પન્ન કર્યા. જેમ વેલીવૃક્ષને વીંટળાઇ
જાય, એ રીતે આ સર્ષોએ પ્રભુને ઘેરી લીધા. ફણાઓથી પ્રહાર કરતા આ સર્પો પોતાની દાઢો વડે પ્રભુને હસવા લાગ્યા. આ મહાભયંકર પીડામાં પણ પ્રભુ સમાધિભાવે સ્થિર રહ્યા. - જ્યારે સર્પોની પીડાપ્રભુને ચલિત ન કરી શકી, ત્યારે સંગમેવજ જેવાદાંતવાળા ઉંદરો ઉત્પન્ન કર્યા. તે ઉદરો નખથી, દાંતથી અને મુખથી પ્રભુને ખણવા લાગ્યા. અત્યારે પણ પ્રભુ ચલિત થયા વગર જ કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. - સંગમ આ જોઇ અતિ ક્રોધે ભરાયો એટલે મોટા અને તીણદંતશૂળ વાળો હાથી તેણે ઉત્પન્ન કર્યો. વિકરાળ દેખાતા આ હાથીએ ઘડીભરમાં સૂંઢ વડે પ્રભુને પકડ્યા અને ઉંચે ઉછાળી ફરી સૂટમાં ઝીલી લીધા. આવું અનેક વખત કર્યું. પ્રભુનાં શરીરમાંથી ફરીથી દૂધના રંગ જેવું રત વહેવા લાગ્યું.
u
( 192)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org