________________
કરતા બે-ત્રણ વખત આ પ્રમાણે પૂછ્યું.
અંતે વૈશિકાયન ખૂબ જ ગુસ્સે થયો અને તેનામાં રહેલી શક્તિ પ્રમાણે તેણે ગોશાળા પર તેજોલેશ્યા મૂકી. ગોશાળોત્રાસ પામી ચારેબાજુ દોડવા લાગ્યો અને પ્રભુની પાસે આવ્યો. ગોશાળાનીરક્ષાકરવા પ્રભુએ શીતલેશ્યા મૂકી. એટલે શીતળ જળ વડે અગ્નિ શાંત થઇ ગયો અને તેજોલેશ્યા શમી ગઇ. પ્રભુની આવી શક્તિ જોઇ વૈશિકાયન નવાઇ પામ્યો. અંતે તે પ્રભુને નમ્રતા ભાવે વંદન કરી ચાલ્યો ગયો. ગોશાળાના મનમાં તેોલેશ્યા મેળવવા ઉત્કંઠા જાગી એટલે તેણે પ્રભુને પૂછ્યું, ‘“હે ભગવંત ! આ તેજોલેશ્યાની પ્રાપ્તિ કેવી રીતે થાય ?’’ પ્રભુએ જણાવ્યું, “જે નિરંતર છ મહિના સુધી છઠ્ઠનું તપ કરી પારણામાં એક મૂઠી અડદના બાકળા અને એક અંજલિ માત્ર જળ વાપરી નિયમધારી બની ક્રિયા કરે તેને છ માસને અંતે તેજોલેશ્યાની સિદ્ધિ પ્રાપ્ત થાય.
,,
આ પ્રસંગ પછી પ્રભુ કૂર્મગ્રામથી વિહાર કરી ગોશાળા સહિત પ્રભુ સિદ્ધાર્થપુર તરફ ચાલ્યા. રસ્તામાં પેલું તિલનું વૃક્ષ આવ્યું એટલે ગોશાળાએ ખાતરી કરી તો તે છોડની શીંગમાં બરાબર તિલના સાતદાણા ઉગેલા જોયા. આ રીતે જીવો મરીને વારંવાર તેમાંજ ઉત્પન્ન થાય છે, એ વાતની ખાતરી કરતા ગોશાળાએ નિયતિવાદ દઢ કર્યો.
હવે ગોશાળો પેલી તેજોલેશ્યાની સિદ્ધિ મેળવવા માટે પ્રભુથી છૂટો પડી શ્રાવસ્તી નગરીએ ગયો. ત્યાં એક કુંભારના ખાલી મકાનમાં રહી પ્રભુએ જે રીતે બતાવ્યું હતું તે વિધિ અનુસાર છ માસ સુધી તપ કર્યું. અને તે સિદ્ધિ પ્રાપ્ત કરી. આ સિદ્ધિની પરીક્ષા કરવા તેણે જાણી જોઇને એક કૂવાને કાંઠે પાણી ભરતી સ્ત્રીના ઘડાને કાંકરો માર્યો. તે સ્ત્રી ગુસ્સે થઇએટલે ગોશાળાએ તેજોલેશ્યા મૂકી અને તે સ્ત્રી ત્યાં જબળી ગઇ. આ સમયે ગોશાળાને શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ શિષ્યો જે અષ્ટાંગ જ્ઞાનના જાણકાર હતા તે મળ્યા. તેમની પાસેથી તે આ જ્ઞાન મેળવી જ્ઞાનનો ગર્વ કરતો ‘‘હું જ જિનેશ્વર છું’’ એમ કહેતો પૃથ્વી પર વિચારવા લાગ્યો.
પ્રભુ વિહારકરતા કરતા વૈશાલીનગરી પધાર્યા. ત્યાં શંખ સામંતે પ્રભુનો સત્કાર કર્યો. ત્યાંથી પ્રભુ વાણીજક ગ્રામે જતા ગંડકી નદી ઉતરવા નાવમાં બેઠા. બપોરે તપેલી રેતીમાં નાવમાંથી ઉતરવા પ્રભુને ઉભા રાખી નાવિકે ભાડુ માંગી અટકાવ્યા. એટલામાં શંખસામંતના ચિત્રનામે ભાણેજે નાવિકનો તિરસ્કાર કરી પ્રભુને છોડાવ્યા. ત્યાંથી પ્રભુ વાણિજક ગ્રામ પધાર્યા અને ગામની બહાર કાયોત્સર્ગમાં સ્થિર થયા. તે નગરમાં આનંદ નામે શ્રાવકને નિરંતર છઠ્ઠના પ્રભાવે અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તે પ્રભુને વંદન કરી કહેતો ગયો, ‘“હે પ્રભુ ! આપે અત્યંત કઠિન ઉપસર્ગો સહન કર્યા છે. હવે તમારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ નજીક છે.''
આ પછી શ્રાવસ્તીનગરીમાં પ્રભુએદસમું ચોમાસું પૂર્ણકર્યું. ત્યાંથી વિહાર કરીપ્રભુસાનુયષ્ટિક(સાનુલબ્ધિક) ગામે ગયા. ત્યાં પ્રભુ ભદ્રા, મહાભદ્રા અને સર્વતોભદ્રા નામનીત્રણપ્રકારની પ્રતિમાએ (કાયોત્સર્ગનીએકપ્રકારની સ્થિતિ રહ્યા. આ માટે તેઓએ અનુક્રમે બે, ચાર અને દસ ઉપવાસનું તપકર્યું. પારણાને માટે પ્રભુ આનંદગૃહસ્થને ત્યાં ગયા. ત્યાં બહુલા નામની દાસી ટાઢું થયેલું અન્નકાઢી નાખવા પાત્ર સાફ કરતી હતી. તેણે પ્રભુને જોયા એટલે પૂછ્યું, `‘તમને આ કલ્પે છે ? (ખપશે?)'' પ્રભુએ હાથ ફેલાવ્યો એટલે દાસીએ ભાવપૂર્વક પ્રભુને વહોરાવ્યું. આ સમયે દેવો પણ ખુશ થયા અને પંચ દિવ્ય પ્રગટાવ્યા. તે ગામના રાજાને આ વાતની ખબર પડી એટલે તેણે બહુલા દાસીને બંધનમુક્ત કરી. પ્રભુની કૃપાથી પામર પ્રાણી પણ પામરતાથી મુક્ત બને છે.
પ્રભુ વિહાર કરતા કરતા દૃઢ ભૂમિમાં ગયા. ત્યાં પેઢાલ ગામની બહાર પોલાસ નામે ચૈત્યમાં અઠ્ઠમ તપ કરી મહાન કાયોત્સર્ગમાં સ્થિર થયા. આ સમયે શકઇન્દ્રે સુધર્મા સભામાં વર્ણન કરતા કહ્યું કે, ‘‘અરે! સૌધર્મલોકવાસી
Jain Education International
191 ---
For Private & Personal Use Only
www.jainelibrary.org