________________
તે ઉપાડીને તે પાછી પોતાની જટામાં નાખતો હતો.
આ તાપસનું જીવનવૃત્તાંત આ મુજબ હતું. ચંપા અને રાજગૃહી નગરીની વચ્ચે ગૌબરનામે ગામમાં ગોખી નામનો કણબી તેની પત્નિ બંધુમતી સાથે રહેતો હતો. તેઓને કોઈ સંતાન ન હતું ગૌબર ગામની નજીક ખેટક નામે એક બીજું ગામ હતું. આ ગામ ચોરલોકોએ ભાંગી નાખ્યું અને ઘણા લોકોને તેઓ કેદ કરીને લઇ ગયા. આ સમયે વેશિકા નામની એક સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનો પતિ મૃત્યુ પામ્યો હતો તેથી ચોરલોકોએ તે સ્ત્રીને પોતાની સાથે લીધી અને બાળકને છોડી મૂકવા માટે બળજબરી કરી. તે સ્ત્રી બાળકને છોડીને તેઓની સાથે ગઇ. બીજે દિવસે ગોશંખી પટેલ તે રસ્તાથી પસાર થયો એટલે તેનું ધ્યાન પેલા બાળક પર પડ્યું. તે નિઃસંતાન હતો એથી એ જોઈ તે ખૂબખુશ થયો. તેણે બાળકને લઇ લીધું. ઘેર લાવ્યા પછી તેની પત્નિએ જ તે બાળકને જન્મ આપ્યો છે એવો દેખાવ કરી બાળક જન્મની ધુમધામથી ઉજવણી કરી.
આ બાજુ તે બાળકની માતા વેશિકાને ચોરલોકોએ ગુલામ જેમ બજારમાં વેચવા મૂકી. તે ખૂબ જ સ્વરૂપવાન હતી એથી એકવૈશ્યાએ તેને ખરીદી લીધી. વેશિકાઆ રીતે વૈશ્યાના ઘેર રહી નાચ-ગાન કરવા લાગી. કર્મની ગતિ કેવી ન્યારી છે?
વેશિકાનો પુત્ર જેગોશંખીનામના કણબીને ત્યાં ઉછરીને મોટો થયો હતો, તે યુવાન બની ગયો હતો. એક વખત તે તેના મિત્રોની સાથે ચંપાનગરીમાં ગયો. ત્યાં તેણે અન્ય સુંદર સ્ત્રીઓની સાથે વેશિકાને પણ જોઇ. એના પર મોહપામી તે વેશિકાના ઘર તરફ ચાલતો થયો. રસ્તામાં તેનો પગ વિઝામાં પડ્યો. તેનું તેને ભાન નરહ્યું. આગળ જતા તેણે એક ગાયને તેના વાછરડા સાથે જોઈ. પોતાના વિષ્ટાવાળા પગને તે યુવાને વાછરડા સાથે ઘસ્યો. વાછરડાએ એ જોયું તેથી નવાઇ પામીને તેણે ગાયને આ વાત પૂછી. માણસની ભાષામાં જ તે ગાય બોલી, “વત્સ, અત્યારે કામદેવ તેની પર સવાર છે આથી તે તેની માતા સાથે ભોગવિલાસ કરવા જઇ રહ્યો છે.” તે યુવાન ગાયની વાણી સાંભળી અત્યંત આશ્ચર્ય પામ્યો. તેણે વેશિકા પાસે જઈખાતરી કરવા નિર્ણય કર્યો. વેશિકાએ વૈશ્યા તરીકેનો પાઠ ભજવવો શરૂ કર્યો પરંતુ તેના પર કોઈ અસર થઇ. તેણે વૈશ્યાને વધુ પૈસા આપવાની વાત કરી અને કહ્યું, “જો તમે મને તમારી સર્વહકીકત છૂપાવ્યા વગર કહો તો વધુંદ્રવ્ય આપીશ.”વેશિકાએ સાચી હકીકત જણાવી. તે યુવાન ત્યાંથી તરત જ પોતાના ગામ ગયો અને તેણે તેના માતા-પિતાને પૂછયું, “હું તમારો જ પુત્ર છું કે ખરીદેલો પાલક પુત્ર છું? જે સાચું હોય તે જણાવો.'પોતે વધું હઠ પકડી એટલે તે તેના માતા-પિતા પાસેથી સાચી હકીકત જાણી શક્યો. અત્યારે તેના જે માતા-પિતા છે તે તો તેના પાલક માતા-પિતા જ હતા. વેશિકા જ તેની સાચી માતા હતી. તરત જ તે ફરીવેશિકા પાસે ગયો. સાચીવાતની ખાતરી થતાં તેણે વેશિકાને તે ગણિકાગૃહમાંથી છોડાવી. તે યુવાન આથી વિશિકાયાન” (વેશિકાના પુત્ર) તરીકે ઓળખાયો.
આ આખી ઘટનાએવૈશિકાયનનાં જીવનને એક નવો વળાંક આપ્યો. તે સંસાર વિમુખથઇ તાપસવ્રત ધારણ કરીમહાન તપ આચરવા લાગ્યો. ગામની બહાર જઇ તેણે વિવિધ ધર્મનું અધ્યયન કરતો કરતો કુમનામના ગામમાં આવ્યો. સૂર્યસામેદષ્ટિ રાખી મધ્યાહ્ન સમયે સૂર્યનો તાપ લેનારઆતાપસ આ રીતે પોતાની જટામાંથી ખરેલી જુઓ પાછી પોતાના વાળમાં નાખતો હતો.
ગોશાળાએ તેને જોઇને મશ્કરી કરતા કહ્યું “અરે તાપસ! તું મુનિ છે કે જુનો શય્યાતર છે? તું સ્ત્રી છે કે પુરૂષ ? તારા વિષે કાંઇ સમજાતું નથી.” આ સાંભળીવૈશિકાયન તાપસ કાંઇ બોલ્યો નહીં તેથી ગોશાળાએ તેની મશ્કરી
( 190)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org