SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ અહીંના દર્શનથી અમને સંતાનની પ્રાપ્તિ થશે, તો આ મંદિરનો અમે જીર્ણોધ્ધાર કરીશું.” સમયાંતરે વાગુર શેઠને ત્યાં પૂત્રનો જન્મ થયો. ત્યાં સુધીમાં વાગુર શેઠ પોતાના નિયમ પ્રમાણે દરરોજ શ્રી મલ્લિનાથ પ્રભુનાં દર્શન કરવા આવતા. ત્યાં પધારેલા આચાર્યશ્રી સૂરસેનની હાજરીમાં ચૈત્યનો જીર્ણોધ્ધાર કરાવ્યો અને તેમના ધર્મોપદેશથી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પુત્ર પ્રાપ્તિ પછી એક વખત વાગુર શેઠ શ્રી મલ્લિનાથ પ્રભુના ચૈત્યમાં પ્રભુની પ્રતિમાનું પુજન કરવા પૂજાની સામગ્રી લઇને જતા હતા ત્યારે ઇશાનેન્દ્રશકટમુખ ઉદ્યાનમાં કાયોત્સર્ગ સ્થિર થયેલા શ્રી વીરપ્રભુને વંદન કરવા જતા હતા. તેમણે વાગુર શેઠને કહ્યું, “હેવાગુર!આ પ્રત્યક્ષ જિનેશ્વરનું ઉલ્લંઘન કરીને જિનેશ્વરનું બિંબ પૂજવા કેમ જાય છે? આ ભગવાન શ્રીચરમ તીર્થંકર મહાવીર પ્રભુ છે. તે છબસ્થ અવસ્થામાં વિચારી રહ્યા છે. તે અહીં પ્રતિમાધારી થઇને રહ્યા છે.” આ સાંભળી વાગર શેઠ મિચ્છા દુકકડમ દઇ પ્રભુને વંદન કરી, ઈન્દ્રના ગયા પછી શ્રી મલ્લિનાથ પ્રભુનાં ચેત્યમાં ગયા. શકટમુખ ઉઘાનમાંથી વિહાર કરી પ્રભુ ઉણાકનામના નગરમાં ગયા. ત્યાં વિરૂપ આકૃતિવાળા વરવધુ સામા મળ્યા. તેઓને જોઈને ગોશાળો તેમની મશ્કરી કરી હસવા લાગ્યો. જાનૈયાઓએ ગોશાળાને બાંધીને ફેંકી દીધો. ગોશાળાએ પ્રભુને વિનંતી કરતા કહ્યું, “હે પ્રભુ! આપ બધા પર કૃપા કરો છો, મને શા માટે છોડાવતા નથી?” આ સાંભળી સિદ્ધાર્થે કહ્યું, “તું તારા જ પાપનું ફળ ભોગવી રહ્યો છે. આ પ્રમાણે ગોશાળો આગળ જતા પણ હેરાન થયો. આઠમું ચોમાસું કરવા પ્રભુ રાજગૃહનગરે પધાર્યા. ત્યાં ચારમાસી તપ કરી વિવિધ અભિગ્રહો સાથે તપ પૂર્ણ કરી અંતે નગરની બહાર પ્રભુએ પારણું કર્યું. મહાપુરૂષો પોતાના કર્મો ખપાવવા માટે ગમે તેટલા ઉપસર્ગો સહન કરવા તૈયાર હોય છે. શ્રી વીરપ્રભુ કર્મ નિર્જરા માટે ગોશાળા સહિત મલેચ્છ દેશોમાં વિચર્યા. રસ્તામાં સ્વચ્છંદી મલેચ્છોએ પ્રભુને અનેક ઉપદ્રવ કર્યા. તેમની હાંસી કરી, નિંદા કરી અને દુષ્ટ પ્રાણીઓ વીંટાળ્યાં. છતાં પ્રભુ તેમના સહાયક સિદ્ધાર્થનો કોઈ ઇન્દ્રોનો સાથ લેતા નથી. નવમું ચોમાસુમલેચ્છ દેશોમાં પસાર કર્યા પછી પ્રભુકુમારગામ (કુર્મગ્રામ) તરફ ચાલ્યા. રસ્તામાંતિલનો એક છોડવો જોઇને ગોશાળાએ પૂછયું, “આ છોડફળશે કે નહીં?” ભવિષ્ય વિષે અહીં કહેવું યોગ્ય ધારીને પ્રભુ મૌન તોડીને બોલ્યા, “હે ભદ્ર!આ તિલનો છોડફલિત થશે, તેમાં બીજા છોડની જેમ પુષ્પના સાત જીવથશે. તે ઍવીને આ જ છોડમાં તિલગુચ્છની સિંગોમાં એટલા જ તલ રૂપે ઉત્પન્ન થશે.” ગોશાળાને આ વાતમાં શ્રદ્ધાન હતી તેથી તેણે ઉખેડી નાખ્યો. પ્રભુનાં વચનને સત્ય ઠેરવવા માટે વ્યંતરદેવોએ જળની વૃષ્ટિ કરી અને તિલગુચ્છનું ફલિકરણ થાય એવા સંજોગો ઉત્પન્ન થયા. બરાબર આ સમયે એક ગાય તેના ઉપર થઈને પસાર થઇ એટલે છોડબરાબર અંકુરિત થાય એવી શક્યતા ઉભી થઇ. તેમાં અંકુર ફૂટયાં. તેની સીંગમાં જે પ્રમાણે પ્રભુએ કહ્યું હતું એ મુજબ તિલરૂપે સાત જીવો ઉત્પન્ન થયા. ભગવંત ત્યાંથી કૂર્મગ્રામે પધાર્યા. ગોશાળો પણ તે સમયે તેઓની સાથે હતો. ત્યાં વૈશ્યાયન નામે એક તાપસ સૂર્ય સામે દૃષ્ટિ રાખી મધ્યાહ્ન સમયે સૂર્યનો તાપ લેતો હતો. ગરમીને કારણે તેના માથામાંથી જુઓ નીચે પડતી હતી L - TX9. T - S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy